પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 61: Line 61:
સંસ્કૃત ભાષાનું સર્વોપરિપણું સાબિત કરવા માટે બીજો એક જ દાખલો બસ થશે. ભગવાન પાણિનિએ શાસ્ત્રીય રીતે લખેલા વ્યાકરણ જેવું વ્યાકરણ કોઈ ભાષામાં નથી. વળી મહામહોપાધ્યાય શ્રી. હરપ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું, કે શ્રીમાન રાજેંદ્રલાલ મીતરે વ્યાકરણશાસ્ત્રના જુદા જુદા ૮૫૦ ગ્રંથનો સંગ્રહ કર્યો હતો. દુનિયામાં છે કોઈ એવી ભાષા કે જેમાં વ્યાકરણશાસ્ત્રના સેંકડો ગ્રંથ હોય?

લેખનકળા સંબંધે ટેલર કહે છે કે રોમીય ભાષા બોલનારે ગ્રીક લોકોને પ્રથમ અક્ષરજ્ઞાન ઈ.સ. પૂ. ૧૪૯૩–૧૫૦૦માં આપ્યું: અર્થાત્ લેખનકળા પ્રથમ રોમીય લોકોએ શોધી કાઢી એમ કહેવાનો ભાવાર્થ છે. મેક્સ મ્યુલર કહે છે કે ઈ.સ.પૂ. ૩૫૦ અગાઉનાં લેખી પુસ્તકો નથી. આ બંને મત ખરાં નથી, તેના પ્રમાણમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ પૂર્વદેશીય ભાષાજ્ઞોની લંડનમાં મળેલી પરિષદ (સન ૧૮૮૩)માં જે લેખ વાંચ્યો હતો તેમાં જણાવ્યું છે, કે મેક્સ મ્યુલરને પોતાને કબૂલ કરવું પડ્યું હતું કે સૂત્રોના કર્તાઓ લેખનકળા જાણતા હતા. વળી તે કહે છે કે વેદની સંહિતાઓમાં બ્રાહ્મણ અને સૂત્રોના ગ્રંથોમાં એવાં શબ્દો ને વાક્યો છે, કે તે વડે પ્રાચીન હિંદમાં લેખનકળાનો ઉપયોગ થતો તે વિષે શંકા રહેતી નથી. પાણિનિની પૂર્વે લાંબા વખત પરના જે નિયમિત પ્રબંધો ગદ્યમાં છે તે લેખનની મદદ વગર બને નહિ. પ્રોફેસર વિલ્સન કહે છે કે છેક જૂના વખતથી હિંદમાં અક્ષરજ્ઞાન હતું અને તે શિલાલેખો ને તામ્રલેખોમાં જ નહિ, પણ સામાન્ય જિંદગીના દરેક કામમાં વપરાતું. કાઉન્ટ જોનેસ્ટર્જન જણાવે છે કે હિંદુ કને ઈ.સ. પૂર્વે ૨૮૦૦ અથવા ઈબ્રાહિમની પૂર્વે ૮૦૦ વર્ષ પહેલાંનાં લેખી ધર્મનાં પુસ્તકો હતાં. મહાભારત સંબંધે એવી વાત ચાલે છે કે વ્યાસ ભગવાને તે તૈયાર કર્યું, તેને લખવા માટે શ્રી. ગણપતિએ બીડું ઝડપીને તે લખ્યું હતું. આ વાતને ઓછામાં ઓછાં પાંચ હજાર વર્ષ થઈ ગયાં. ટેલર અક્ષરજ્ઞાન માટે ઈ.સ.પૂ. ૧૫૦૦ પરની વાત કરે છે, પરંતુ બાબિલોનના લોકોને ઈ.સ.પૂ. ૨૦૦૦ની પહેલાં લખવાની કળા માલમ હતી. ‘આસિરિઅન’ અને ‘એક્કેડિઅન’ ભાષાના શબ્દસંગ્રહો, વ્યાકરણો, કોષો અને પાઠ્ય પુસ્તકોનો શોધ લાગ્યો છે (પાટી ઉપરના હજારો લેખોમાંનો ઘણો ભાગ વિલાયતના સંગ્રહસ્થાનમાં રાખેલો છે.) બાબિલોનના લોકો ઝાડની છાલ વગેરે પર અને પાછળથી માટીની નાની પાટીઓ ઉપર વતરણાથી લખતા હતા. મીસરના છેક પ્રાચીન કાળના લોકો ચિત્રલેખન (લિપિ)થી કામ નિભાવતા. ભાષા પેદા થયા પછી થોડે કાળે લેખનની જરૂર પડે, કેમ કે ગામ પરગામ ખબર આપવાના, હિસાબ રાખવાના, પોતાના વિચાર સંગ્રહી રાખવાના પ્રસંગ આવ્યા વિના રહે નહિ. શરૂઆતમાં આ કાર્ય ચિત્રલેખનથી થતું એમ માલમ પડે છે.

સંસ્કૃત ભાષા એ સર્વ લોકની બોલી હતી કે કેમ એ વાત શંકા પડતી છે. સુધારેલી સંસ્કૃત એ વિદ્વાનોની કદાપિ ભાષા હશે, પરંતુ બાકીના લોકો તે સમયે પ્રાકૃત ભાષા બોલવામાં વાપરતા હશે એમ લાગે છે. પ્રાકૃત ભાષા ક્યારથી પ્રચારમાં આવી તે કહેવું મુશ્કેલ છે, તથાપિ પાલિ ભાષાને જ્યારે સુમારે અઢી હજાર વર્ષ થયાં છે, ત્યારે પ્રાકૃત ભાષા તે અગાઉ ઘણાં સૈકાથી ચાલુ થએલી હોવી જોઈએ. ગ્રિઅર્સન કહે છે કે વેદની સંસ્કૃત ભાષા ઉપરથી પ્રાકૃત ભાષા થઈ છે. કોઈ પ્રાકૃત સુધારીને નવી સંસ્કૃત ઉપજાવવામાં આવી એમ પણ ધારે છે. એ પછી દ્વિતીય પ્રાકૃત ઉદ્ભવી અને છેવટના વખતમાં તૃતીય પ્રાકૃત થઈ. વ્યાકરણતીર્થ બહેચરદાસ તેમને સંસ્કૃતસમ પ્રાકૃત અને દેશ્ય (દેશી) પ્રાકૃત એવાં નામ આપે છે. એમાંથી પાછલી પ્રાકૃતો થઈ અને એ પ્રાકૃતોમાંથી ચાલુ આર્ય દેશી ભાષાઓ ઉત્પન્ન થઈ. દ્વિતીય પ્રાકૃતથી પાલિ ઉદ્ભવી અને તે બૌદ્ધોના ધર્મની પવિત્ર ભાષા બની. જૈન ધર્મીઓએ કઈ પ્રાકૃત પસંદ કરી તે વિષે મતભેદ ચાલે છે. બીમ્સ કહે છે કે તે ભાષા શૌરસેની હતી. ગ્રિઅર્સન માને છે કે તે વિદર્ભદેશની મહારાષ્ટ્રી (દક્ષિણની મરાઠીની માતા) હતી. કોઈ કહે છે કે તે અર્ધમાગધી હતી, પરંતુ પંડિત બહેચરદાસ આ સર્વ મતને ખોટા ઠરાવે છે અને કહે છે કે “જૈન પ્રાચીન પુસ્તકોમાં પ્રાકૃત1 ભાષા પ્રયોજાઈ છે. શ્રી. હેમચંદ્રનું જ વ્યાકરણ જૈન સૂત્રોની ભાષાને અર્ધમાગધી કહેવાની ના પાડે છે. જૈન ધર્મનાં પુસ્તકોમાં કોઈ કોઈ ઠેકાણે દેશ્ય પ્રાકૃતનો અને શૌરસેની ભાષાનો પણ એકાદ શબ્દ આવી ગયો છે. પણ એટલાથી એમ કેમ નક્કી થાય કે જૈનસૂત્રો અર્ધમાગધીમાં છે?”
સંસ્કૃત ભાષા એ સર્વ લોકની બોલી હતી કે કેમ એ વાત શંકા પડતી છે. સુધારેલી સંસ્કૃત એ વિદ્વાનોની કદાપિ ભાષા હશે, પરંતુ બાકીના લોકો તે સમયે પ્રાકૃત ભાષા બોલવામાં વાપરતા હશે એમ લાગે છે. પ્રાકૃત ભાષા ક્યારથી પ્રચારમાં આવી તે કહેવું મુશ્કેલ છે, તથાપિ પાલિ ભાષાને જ્યારે સુમારે અઢી હજાર વર્ષ થયાં છે, ત્યારે પ્રાકૃત ભાષા તે અગાઉ ઘણાં સૈકાથી ચાલુ થએલી હોવી જોઈએ. ગ્રિઅર્સન કહે છે કે વેદની સંસ્કૃત ભાષા ઉપરથી પ્રાકૃત ભાષા થઈ છે. કોઈ પ્રાકૃત સુધારીને નવી સંસ્કૃત ઉપજાવવામાં આવી એમ પણ ધારે છે. એ પછી દ્વિતીય પ્રાકૃત ઉદ્ભવી અને છેવટના વખતમાં તૃતીય પ્રાકૃત થઈ. વ્યાકરણતીર્થ બહેચરદાસ તેમને સંસ્કૃતસમ પ્રાકૃત અને દેશ્ય (દેશી) પ્રાકૃત એવાં નામ આપે છે. એમાંથી પાછલી પ્રાકૃતો થઈ અને એ પ્રાકૃતોમાંથી ચાલુ આર્ય દેશી ભાષાઓ ઉત્પન્ન થઈ. દ્વિતીય પ્રાકૃતથી પાલિ ઉદ્ભવી અને તે બૌદ્ધોના ધર્મની પવિત્ર ભાષા બની. જૈન ધર્મીઓએ કઈ પ્રાકૃત પસંદ કરી તે વિષે મતભેદ ચાલે છે. બીમ્સ કહે છે કે તે ભાષા શૌરસેની હતી. ગ્રિઅર્સન માને છે કે તે વિદર્ભદેશની મહારાષ્ટ્રી (દક્ષિણની મરાઠીની માતા) હતી. કોઈ કહે છે કે તે અર્ધમાગધી હતી, પરંતુ પંડિત બહેચરદાસ આ સર્વ મતને ખોટા ઠરાવે છે અને કહે છે કે “જૈન પ્રાચીન પુસ્તકોમાં પ્રાકૃત<ref>કેટલાક જૈનાચાર્યો એથી વિરુદ્ધ મત ધરાવે છે ને કહે છે કે જૈન સાહિત્ય મૂળે અર્ધમાગધીમાં રચાયું હતું. અર્ધમાગધી એટલે શૌરસેની અને માગધી મળીને થએલી ભાષા, એમ છતાં રા. મણિલાલ બકોરભાઈ અનુમાન કરે છે કે, અર્ધમાગધી તે બીજી કોઈ નહિ પણ ગુજરાતની તે કાળની લોકભાષા હોવી જોઈએ? </ref> ભાષા પ્રયોજાઈ છે. શ્રી. હેમચંદ્રનું જ વ્યાકરણ જૈન સૂત્રોની ભાષાને અર્ધમાગધી કહેવાની ના પાડે છે. જૈન ધર્મનાં પુસ્તકોમાં કોઈ કોઈ ઠેકાણે દેશ્ય પ્રાકૃતનો અને શૌરસેની ભાષાનો પણ એકાદ શબ્દ આવી ગયો છે. પણ એટલાથી એમ કેમ નક્કી થાય કે જૈનસૂત્રો અર્ધમાગધીમાં છે?”
આ ઠેકાણે જણાવવું જોઈએ કે જે ધર્મના ને અન્ય વિષયોના ગ્રંથો સંસ્કૃતમાં લખવાનો વહીવટ હતો, તે તોડીને લોકભાષાનો ઉપયોગ કરવાનું માન જૈન અને બૌદ્ધ આચાર્યોને ઘટે છે. તેમણે જેમ પ્રાકૃત ભાષામાં ગ્રંથો લખ્યા, તેમ તેઓ વ્યાખ્યાન વગેરે પણ પ્રાકૃત ભાષામાં આપતા હતા. બૌદ્ધ ધર્મની પાલિ ભાષા પછી ઉદ્ભવેલી પ્રાકૃતોમાં તેમના ગ્રંથો પ્રકટ ન થયા; પરંતુ જૈનોએ તો જેમ જેમ ભાષાઓ બદલાતી ગઈ તેમ તેમ નવી થયેલી ભાષાઓમાં ગ્રંથો લખ્યા છે, એ તેમનું કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને એ જ પદ્ધતિથી તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યની ઉમદા સેવા બજાવી છે.

<br>
<br>
Line 73: Line 73:
ગુજરાતી ભાષાને સગપણ અથવા સંબંધ જોઈએ તો તે અપભ્રંશની પુત્રી છે, જૂની પ્રાકૃતની પ્રપૌત્રી છે. શૌરસેની વગેરે નવી પ્રાકૃતો તેની માશીઓ થાય છે, અને ચાલુ દેશી ભાષાઓ હિંદી, બંગાળી, પંજાબી, સિંધી, મરાઠી, કાશ્મીરી, ડોઘ્રા, નેપાળી, ઉડિયા અને આસામી એ તેની મશિઆઈ બહેનો થાય છે; મતલબ કે તે હિંદની સર્વ આર્ય ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે.

ગુજરાતી ભાષા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહેવાતું નથી. તે સુમારે નવસો વર્ષથી ચાલે છે, એમ ગ્રિઅર્સન કહે છે. બીમ્સનું મત એવું છે કે કદાચ હિંદની આર્ય ભાષાઓમાં ગુજરાતીનું અસ્તિત્વ સૌથી જૂનું ને પહેલું છે. સ્વ. હરિલાલ ધ્રુવ કહે છે કે ગુજરાતી ભાષાની હયાતી સિદ્ધરાજના વખતમાં તો શું પણ વનરાજના વખતમાં પણ હતી. પંડિત બહેચરદાસ જણાવે છે કે ગુજરાતી શબ્દ ગૂરૈચિ ધાતુ ઉપરથી થયો છે, અને તેના આધારમાં હેમચંદ્રનું સૂત્ર ટાંકી બતાવે છે, તે ઉપરથી શ્રી. હેમચંદ્રના સમયમાં ગુર્જર શબ્દ જાણીતો હતો એમ ઠરે છે. ગુજરાત શબ્દ ગુર્જરત્રા ઉપરથી થયો છે, અને તેનો અર્થ ગુર્જરોને પાળનાર અથવા ગુર્જરોને આશ્રિત એવો થઈ તે દેશને લાગુ પડે છે.

ગુજરાત – ગૂજરાત એવું આ દેશનું નામ પ્રાચીન કાળમાં નહોતું. તેના પશ્ચિમ ભાગનું નામ સૌરાષ્ટ્ર, રાજધાની દ્વારકા અને ભાષા સૌરાષ્ટ્રી હતી; દક્ષિણ ભાગનું નામ લાટદેશ, રાજધાની કોટિવર્ષપુર, અને ભાષા લાટી હતી; અને ઉત્તર ભાગનું નામ આનર્ત દેશ (કોઈ વાર સૌરાષ્ટ્રને અને કોઈ વાર તેના ઉત્તર ભાગને પણ આનર્તદેશ કહ્યો છે) હતું. પૂર્વ ભાગ લાટ અને આર્નત વચ્ચે વહેંચાયલો હશે. જગદીશ ચેટરજી જણાવે છે કે કેટલીક જાતો જેવી કે ગુજર, આભીરનું મૂળસ્થાન કોકેસસના ઉત્તરપશ્ચિમ ભાગમાં અને એશિઆઈ તુર્કસ્તાનમાં હતું, એટલે ગુજરો (ગુર્જરો) પણ બીજી આર્ય વગેરે પ્રજાઓની સાથે ઘણા પ્રાચીન સમયે આવી વસેલા સમજાય છે. આ વાતને ડૉ. ભાઉ દાજીના કથનથી ટેકો મળે છે. તે ધારે છે કે આ લોકો (ગુજર અથવા ચૌર જે ઉપરથી ‘ચાવડા’ શબ્દ થયો ગણાય છે.) ઘણું કરીને રૂશિઅન રાજના સીમાડા ઉપરના જ્યોર્જિઆ પ્રાંત (જેને કોઈ કોઈ વાર ગુર્જરસ્તાન પણ કહે છે ત્યાં)થી2 આવેલા છે. તેઓ પ્રથમ પંજાબમાં આવી વસ્યા, અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતમાં આવ્યા. વળી ડૉ. ભાઉ કહે છે કે વલભીરાજનો નાશ કરનાર અને આ દેશને ગુજરાત એવું નામ આપનાર ગુર્જરો હતા. ગુર્જરો આ દેશમાં ખરેખરા ક્યારે આવ્યા તે નક્કી પણે કહી શકાતું નથી. રા. પાહલનજી દેસાઈ લખે છે કે ગૂજર લોકો ઈ.સ.ની પાંચમી સદીને સુમારે હિંદુસ્તાનમાં વાયવ્ય ખૂણા તરફથી દાખલ થયેલા જણાય છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ ગુર્જરોનું ગુજરાતમાં આવાગમન ઈ.સ. ૪૦૦થી ૬૦૦ના સમયમાં થએલું જણાવ્યું છે. ગ્રિઅર્સન ને ભાંડારકરના મત પ્રમાણે ગુર્જર એ પશ્ચિમ હિંદુસ્તાનના પ્રાચીન સપાદલક્ષમાંથી આવીને ઉત્તરપૂર્વ રજપૂતાનામાં ને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમ તરફ ગુજરાતમાં આવી વસ્યા, અને ત્યાંના આખા મુલકમાં પોતાની ભાષા લાગુ કરી (સાલ આપી નથી.). ડૉ. ભાઉ દાજી કહે છે કે સાતમી સદી પહેલાં જૂના ગ્રંથોમાં આ દેશનું ગુજરાત નામ હોય એવું ક્યાંય જણાતું નથી. તેઓ સાતમી સદીમાં આવી વસ્યા, તે ઉપરથી ગુર્જરત્રા એવું દેશનું નામ પડ્યું. લેઉઆ પાટીદારના વહીવંચા કહે છે કે લેઉઆ લોહગઢ (લાહોર)થી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવી વસ્યા.
ગુજરાત – ગૂજરાત એવું આ દેશનું નામ પ્રાચીન કાળમાં નહોતું. તેના પશ્ચિમ ભાગનું નામ સૌરાષ્ટ્ર, રાજધાની દ્વારકા અને ભાષા સૌરાષ્ટ્રી હતી; દક્ષિણ ભાગનું નામ લાટદેશ, રાજધાની કોટિવર્ષપુર, અને ભાષા લાટી હતી; અને ઉત્તર ભાગનું નામ આનર્ત દેશ (કોઈ વાર સૌરાષ્ટ્રને અને કોઈ વાર તેના ઉત્તર ભાગને પણ આનર્તદેશ કહ્યો છે) હતું. પૂર્વ ભાગ લાટ અને આર્નત વચ્ચે વહેંચાયલો હશે. જગદીશ ચેટરજી જણાવે છે કે કેટલીક જાતો જેવી કે ગુજર, આભીરનું મૂળસ્થાન કોકેસસના ઉત્તરપશ્ચિમ ભાગમાં અને એશિઆઈ તુર્કસ્તાનમાં હતું, એટલે ગુજરો (ગુર્જરો) પણ બીજી આર્ય વગેરે પ્રજાઓની સાથે ઘણા પ્રાચીન સમયે આવી વસેલા સમજાય છે. આ વાતને ડૉ. ભાઉ દાજીના કથનથી ટેકો મળે છે. તે ધારે છે કે આ લોકો (ગુજર અથવા ચૌર જે ઉપરથી ‘ચાવડા’ શબ્દ થયો ગણાય છે.) ઘણું કરીને રૂશિઅન રાજના સીમાડા ઉપરના જ્યોર્જિઆ પ્રાંત (જેને કોઈ કોઈ વાર ગુર્જરસ્તાન પણ કહે છે ત્યાં)થી <ref>‘સૌરાષ્ટ્ર દેશનો ઈતિહાસ.’</ref> આવેલા છે. તેઓ પ્રથમ પંજાબમાં આવી વસ્યા, અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતમાં આવ્યા. વળી ડૉ. ભાઉ કહે છે કે વલભીરાજનો નાશ કરનાર અને આ દેશને ગુજરાત એવું નામ આપનાર ગુર્જરો હતા. ગુર્જરો આ દેશમાં ખરેખરા ક્યારે આવ્યા તે નક્કી પણે કહી શકાતું નથી. રા. પાહલનજી દેસાઈ લખે છે કે ગૂજર લોકો ઈ.સ.ની પાંચમી સદીને સુમારે હિંદુસ્તાનમાં વાયવ્ય ખૂણા તરફથી દાખલ થયેલા જણાય છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ ગુર્જરોનું ગુજરાતમાં આવાગમન ઈ.સ. ૪૦૦થી ૬૦૦ના સમયમાં થએલું જણાવ્યું છે. ગ્રિઅર્સન ને ભાંડારકરના મત પ્રમાણે ગુર્જર એ પશ્ચિમ હિંદુસ્તાનના પ્રાચીન સપાદલક્ષમાંથી આવીને ઉત્તરપૂર્વ રજપૂતાનામાં ને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમ તરફ ગુજરાતમાં આવી વસ્યા, અને ત્યાંના આખા મુલકમાં પોતાની ભાષા લાગુ કરી (સાલ આપી નથી.). ડૉ. ભાઉ દાજી કહે છે કે સાતમી સદી પહેલાં જૂના ગ્રંથોમાં આ દેશનું ગુજરાત નામ હોય એવું ક્યાંય જણાતું નથી. તેઓ સાતમી સદીમાં આવી વસ્યા, તે ઉપરથી ગુર્જરત્રા એવું દેશનું નામ પડ્યું. લેઉઆ પાટીદારના વહીવંચા કહે છે કે લેઉઆ લોહગઢ (લાહોર)થી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવી વસ્યા.
ઉપર જણાવ્યું છે કે મહારાષ્ટ્રી પૂર્વે ભાષા તરીકે વપરાતી હતી કે કેમ, અને તે અપભ્રંશ પહેલાં કે પછી ચાલતી હતી તે જાણવાને આધાર નથી; પરંતુ એ ભાષાની છાયા હજી સૌરાષ્ટ્રમાં રહી ગઈ છે. કાઠીઓ વગેરેમાં તેનો કેટલોક વાપર છે. જુઓ કાઠીનું બોલવુંઃ

અશે (અહીં; એથે) આવ, તાળી (તારી) માશીનાં ખોરડાં નથી. ધિંગાણું કરતોસ, યાનો કેટલો આંકડો તે મેળુદ્યા, અમે વઢું મરાં. માંગર (ગાંડી) ના કશે (કહીં-કેથે) તોહે જાવાં દ્યાં નહિ. તાળી માહે દ્યાં ગામ ખોદું તે કાઢી નાખાં.

Line 114: Line 114:
{{Poem2Open}}
{{Poem2Open}}
અર્થાત્ સૌરાષ્ટ્રી, ચારણી, વગેરે મળીને જે જૂની કાઠિયાવાડી ચાલે છે, તેને ગુજરાતીની શાખા તરીકે ગણી શકાય.
અર્થાત્ સૌરાષ્ટ્રી, ચારણી, વગેરે મળીને જે જૂની કાઠિયાવાડી ચાલે છે, તેને ગુજરાતીની શાખા તરીકે ગણી શકાય.
કચ્છી ભાષાનું લેખી સાહિત્ય જવલ્લે જોવામાં આવે છે, પણ તે ભાષા તરીકે અદ્યાપિ બોલાય છે, ને તેમાં કેટલીક કવિતા પણ રચાયેલી છે. કચ્છ દેશ પૂર્વે ગુજરાતનો ભાગ હતો એમ માનવાને કેટલાંક કારણો છે. ગ્રીક લોકોએ સૌરાષ્ટ્રની હદ ખંભાતના અખાતથી સિંધુ નદીના મુખ સુધી બતાવી છે, એટલે તેમાં કચ્છ આવી જાય છે. નરહરિકૃત ‘ચૂડામણિ’ નામક વૈદ્યક ગ્રંથમાં જેમ ઓખામંડળમાં થતા ગોપીચંદનને “સુરાષ્ટ્રજા” નામ આપ્યું છે, તેમ કચ્છમાં પેદા થતા કાળા મગ અને ફટકડીને પણ “સુરાષ્ટ્રજા” નામથી ઓળખાવ્યાં છે, એટલે કચ્છ સૌરાષ્ટ્રનો ભાગ હતો એમ સમજાય છે.3 કચ્છી ભાષાની ઉત્પત્તિ સંબંધે અંગ્રેજ ભાષાશાસ્ત્રીઓ કંઈ જણાવતા નથી, પણ ઉપરનાં કારણોથી તથા ગુજરાતી સાથેનો તેનો સંબંધ જોતાં તેને ગુજરાતીની શાખા ગણી શકાય.
કચ્છી ભાષાનું લેખી સાહિત્ય જવલ્લે જોવામાં આવે છે, પણ તે ભાષા તરીકે અદ્યાપિ બોલાય છે, ને તેમાં કેટલીક કવિતા પણ રચાયેલી છે. કચ્છ દેશ પૂર્વે ગુજરાતનો ભાગ હતો એમ માનવાને કેટલાંક કારણો છે. ગ્રીક લોકોએ સૌરાષ્ટ્રની હદ ખંભાતના અખાતથી સિંધુ નદીના મુખ સુધી બતાવી છે, એટલે તેમાં કચ્છ આવી જાય છે. નરહરિકૃત ‘ચૂડામણિ’ નામક વૈદ્યક ગ્રંથમાં જેમ ઓખામંડળમાં થતા ગોપીચંદનને “સુરાષ્ટ્રજા” નામ આપ્યું છે, તેમ કચ્છમાં પેદા થતા કાળા મગ અને ફટકડીને પણ “સુરાષ્ટ્રજા” નામથી ઓળખાવ્યાં છે, એટલે કચ્છ સૌરાષ્ટ્રનો ભાગ હતો એમ સમજાય છે. <ref>‘સૌરાષ્ટ્ર દેશનો ઈતિહાસ.’</ref> કચ્છી ભાષાની ઉત્પત્તિ સંબંધે અંગ્રેજ ભાષાશાસ્ત્રીઓ કંઈ જણાવતા નથી, પણ ઉપરનાં કારણોથી તથા ગુજરાતી સાથેનો તેનો સંબંધ જોતાં તેને ગુજરાતીની શાખા ગણી શકાય.
<br>
<br>
<br>
<br>

<center>'''ગુજરાતીનું શબ્દ-ભંડોળ'''</center>
<center>'''ગુજરાતીનું શબ્દ-ભંડોળ'''</center>
ગુજરાતી ભાષાનું શબ્દ-ભંડોળ ચાર પ્રકારનું છે, એટલે તત્સમ, તદ્ભવ, દેશ્ય અને વિદેશી શબ્દોથી થયેલું છે. તત્સમ એટલે શુદ્ધ સંસ્કૃત શબ્દો, જેની સંખ્યા હજારોની છે અને તે પ્રાચીન કાળથી આજ સુધી વપરાશમાં આવેલા હોવાથી ભાષામાં મળી ગયેલા છે. વળી જરૂર પડે ત્યારે સંસ્કૃતમાંથી શબ્દો લેવાય છે, તથા તેની મહાન ટંકશાળમાંથી નવા શબ્દો પાડી શકાય છે. તદ્ભવ એટલે સંસ્કૃતમાંથી વિકાર પામેલા શબ્દો, દેશ્ય પ્રાકૃતમાંથી, અપભ્રંશમાંથી, અને બીજી આર્ય ભાષાઓમાંથી આવેલા છે. ભંડોળનો આશરે પોણો ભાગ એવા શબ્દોનો બનેલો છે. દેશ્ય શબ્દો ગુજરાતમાં પૂર્વે વસતા તુરાની કે બીજા લોકોથી પ્રાપ્ત થએલા છે. એમની સંખ્યા જાજી4 નથી અને જે છે, તેમાંના કેટલાકનાં મૂળ દેશ્ય પ્રાકૃત વગેરેમાંથી મળી આવે છે. દેશ્ય પ્રાકૃત અને સંસ્કૃતભવ પ્રાકૃતમાંથી આવેલા ઘણા શબ્દો પંડિત બહેચરદાસે બતાવ્યા છે. તેમાંના થોડાક નીચે આપું છું.
ગુજરાતી ભાષાનું શબ્દ-ભંડોળ ચાર પ્રકારનું છે, એટલે તત્સમ, તદ્ભવ, દેશ્ય અને વિદેશી શબ્દોથી થયેલું છે. તત્સમ એટલે શુદ્ધ સંસ્કૃત શબ્દો, જેની સંખ્યા હજારોની છે અને તે પ્રાચીન કાળથી આજ સુધી વપરાશમાં આવેલા હોવાથી ભાષામાં મળી ગયેલા છે. વળી જરૂર પડે ત્યારે સંસ્કૃતમાંથી શબ્દો લેવાય છે, તથા તેની મહાન ટંકશાળમાંથી નવા શબ્દો પાડી શકાય છે. તદ્ભવ એટલે સંસ્કૃતમાંથી વિકાર પામેલા શબ્દો, દેશ્ય પ્રાકૃતમાંથી, અપભ્રંશમાંથી, અને બીજી આર્ય ભાષાઓમાંથી આવેલા છે. ભંડોળનો આશરે પોણો ભાગ એવા શબ્દોનો બનેલો છે. દેશ્ય શબ્દો ગુજરાતમાં પૂર્વે વસતા તુરાની કે બીજા લોકોથી પ્રાપ્ત થએલા છે. એમની સંખ્યા જાજી <Ref>‘ઉત્સર્ગમાળા’માં શાસ્ત્રી વ્રજલાલે થોડાક આપેલા છે.</ref> નથી અને જે છે, તેમાંના કેટલાકનાં મૂળ દેશ્ય પ્રાકૃત વગેરેમાંથી મળી આવે છે. દેશ્ય પ્રાકૃત અને સંસ્કૃતભવ પ્રાકૃતમાંથી આવેલા ઘણા શબ્દો પંડિત બહેચરદાસે બતાવ્યા છે. તેમાંના થોડાક નીચે આપું છું.
દેશ્ય પ્રાકૃત ગુજરાતી દેશ્ય પ્રાકૃત ગુજરાતી
દેશ્ય પ્રાકૃત ગુજરાતી દેશ્ય પ્રાકૃત ગુજરાતી
ઉંડ ઊંડું દેવરાણી દેરાણી
ઉંડ ઊંડું દેવરાણી દેરાણી
Line 236: Line 236:
<center>'''જૂનું સાહિત્ય'''</Center>
<center>'''જૂનું સાહિત્ય'''</Center>
ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને તેના યુગો પ્રસિદ્ધ કરવાનું પ્રથમ માન શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસને ઘટે છે. તેમની પછી વિદ્વાનોનું લક્ષ તે ભણી દોરાયું, અને રા. કેશવલાલ, રા. નરસિંહરાવ અને રા. બા. રમણભાઈ એમણે એ વિષય ઉપર પ્રશંસનીય પ્રકાશ પાડ્યો છે.

આપણે જોયું કે ગ્રિઅર્સન ગુજરાતી અપભ્રંશ ઉપરથી ગુજરાતી થઈ ગણે છે, અને શૌરસેની અપભ્રંશ એ અવંતી (રાજસ્થાનીની માતા) સાથે નિકટનો સંબંધ રાખે છે; પણ ટેસિટોરી જૂની પશ્ચિમ રાજસ્થાનીને ગુજરાતી (હાલની)ની માતા ગણે છે, અર્થાત્ તે જૂની ગુજરાતીને જૂની પશ્ચિમ રાજસ્થાનીનું નામ આપે છે. તેમણે ‘મુગ્ધાવબોધઔક્તિક’ અને જૈન ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. ‘પ્રાકૃતપિંગળ’ના આધાર સંબંધે તો તેમણે પોતે જ શંકા બતાવી છે. પશ્ચિમ રાજસ્થાનીનો પ્રદેશ તેમણે સ્પષ્ટ કર્યો નથી. જો અવંતીમાંથી તે ઉત્પન્ન થઈ હોય, તો તે માળવાની ભાષા કહેવાય. ઈ.સ.ના પ્રથક શતકમાં5 શક રાજાઓએ પોતાનો અમલ માળવામાં સ્થાપ્યો, અને તેઓએ લાટ દેશ, સૌરાષ્ટ્ર અને અનુપ6 દેશ ઉપર સત્તા ચલાવી હતી (મુખ્ય ગુજરાત ઉપર નહિ) તે પછી માળવાની સત્તા ગુજરાત ઉપર થઈ નથી. એથી ઊલટું ૧૫-૧૬ના સેંકડામાં માળવાનો કેટલોક ભાગ ગુજરાતે જીતી લીધો હતો.7 પૂર્વે ગુજરાતનો વિસ્તાર બહોળો હતો, એટલે દક્ષિણ કોંકણની ઉત્તર હદ સુધી તેમ ખાનદેશ અને ઝાલોર સુધી તેની હદ હતી. એવા મોટા પ્રદેશની ભાષાને પશ્ચિમ રાજસ્થાન જેવા નાના મુલકની ભાષા ઉપર આધાર રાખવો પડે એ શક્ય નથી. ઈ.સ.ના પ્રથમ શતકમાં ગુજરાતમાં અપભ્રંશ ને માળવામાં અવંતી ભાષા ચાલતી હશે. અવંતીની દીકરી જેમ રાજસ્થાની છે, તેમ અપભ્રંશની દીકરી જૂની ગુજરાતી છે. મતલબ કે રાજસ્થાનીની દીકરી ગુજરાતી હોય એ માનવું સંશય8 પડતું છે. જૈન કે બીજા હિંદુ લેખકોએ જૂની ગુજરાતીને રાજસ્થાની કહી નથી. ‘મુગ્ધાવબોધ’ ગુજરાતમાં રચાયો હતો. અને તેમાં આપેલાં ઉદાહરણ પ્રાચીન ગુજરાતીનાં છે. વળી સંવત ૧૪૬૬માં શ્રી. ગુણરત્નસૂરિએ ‘ક્રિયારત્નસમુચ્ચય’ નામક ગ્રંથ ઇડરમાં રહીને રચ્યો હતો, તેમાં સંસ્કૃત ધાતુના રૂપોના સંગ્રહ સાથે તે કાળે ચાલતી ભાષાના રૂપોનો પણ સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. તેમાંથી પંડિત બહેચરદાસે થોડાંક ટાંકી બતાવેલાં રૂપ જુઓઃ
આપણે જોયું કે ગ્રિઅર્સન ગુજરાતી અપભ્રંશ ઉપરથી ગુજરાતી થઈ ગણે છે, અને શૌરસેની અપભ્રંશ એ અવંતી (રાજસ્થાનીની માતા) સાથે નિકટનો સંબંધ રાખે છે; પણ ટેસિટોરી જૂની પશ્ચિમ રાજસ્થાનીને ગુજરાતી (હાલની)ની માતા ગણે છે, અર્થાત્ તે જૂની ગુજરાતીને જૂની પશ્ચિમ રાજસ્થાનીનું નામ આપે છે. તેમણે ‘મુગ્ધાવબોધઔક્તિક’ અને જૈન ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. ‘પ્રાકૃતપિંગળ’ના આધાર સંબંધે તો તેમણે પોતે જ શંકા બતાવી છે. પશ્ચિમ રાજસ્થાનીનો પ્રદેશ તેમણે સ્પષ્ટ કર્યો નથી. જો અવંતીમાંથી તે ઉત્પન્ન થઈ હોય, તો તે માળવાની ભાષા કહેવાય. ઈ.સ.ના પ્રથક શતકમાં <ref>‘સૌરાષ્ટ્ર દેશનો ઈતિહાસ.’</ref> શક રાજાઓએ પોતાનો અમલ માળવામાં સ્થાપ્યો, અને તેઓએ લાટ દેશ, સૌરાષ્ટ્ર અને અનુપ <ref>દા. ભાઉ દાજી તે કચ્છ હશે એમ ધારે છે </ref> દેશ ઉપર સત્તા ચલાવી હતી (મુખ્ય ગુજરાત ઉપર નહિ) તે પછી માળવાની સત્તા ગુજરાત ઉપર થઈ નથી. એથી ઊલટું ૧૫-૧૬ના સેંકડામાં માળવાનો કેટલોક ભાગ ગુજરાતે જીતી લીધો હતો.<ref>રા.બા. ગોવિંદભાઈનો ‘પ્રાચીન ઈતિહાસ.’</ref> પૂર્વે ગુજરાતનો વિસ્તાર બહોળો હતો, એટલે દક્ષિણ કોંકણની ઉત્તર હદ સુધી તેમ ખાનદેશ અને ઝાલોર સુધી તેની હદ હતી. એવા મોટા પ્રદેશની ભાષાને પશ્ચિમ રાજસ્થાન જેવા નાના મુલકની ભાષા ઉપર આધાર રાખવો પડે એ શક્ય નથી. ઈ.સ.ના પ્રથમ શતકમાં ગુજરાતમાં અપભ્રંશ ને માળવામાં અવંતી ભાષા ચાલતી હશે. અવંતીની દીકરી જેમ રાજસ્થાની છે, તેમ અપભ્રંશની દીકરી જૂની ગુજરાતી છે. મતલબ કે રાજસ્થાનીની દીકરી ગુજરાતી હોય એ માનવું સંશય <ref>રા. રમણલાલ મોદી ‘ભાલણચરિત્ર’માં આ વિષે શંકા ઉઠાવે છે.</ref> પડતું છે. જૈન કે બીજા હિંદુ લેખકોએ જૂની ગુજરાતીને રાજસ્થાની કહી નથી. ‘મુગ્ધાવબોધ’ ગુજરાતમાં રચાયો હતો. અને તેમાં આપેલાં ઉદાહરણ પ્રાચીન ગુજરાતીનાં છે. વળી સંવત ૧૪૬૬માં શ્રી. ગુણરત્નસૂરિએ ‘ક્રિયારત્નસમુચ્ચય’ નામક ગ્રંથ ઇડરમાં રહીને રચ્યો હતો, તેમાં સંસ્કૃત ધાતુના રૂપોના સંગ્રહ સાથે તે કાળે ચાલતી ભાષાના રૂપોનો પણ સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. તેમાંથી પંડિત બહેચરદાસે થોડાંક ટાંકી બતાવેલાં રૂપ જુઓઃ
એઉ કરાઇ (એ કરે), લિઅઇ9 (લે), દિઅઇ9 (દે), જાયઇ (જાય), આવઇ (આવે), જાગઈ (જાગે), સુઅઈ (સુએ), એ ઘણાં કરઈ (એ ઘણાં કરે), લિઈ (લે), તૂં કરઁ, લિઅઁ, દિઅઁ, (તું કર, લે, દે), તુમ્હે કરઉ, લિઅઉ, દિઅઉ, (તમે કરો, લ્યો, દ્યો), હું કરઉં, લિઉં, દિઉં (હું કરું, લઉં, દઉં), અમે કરઉં (અમે કરીએ). આ રૂપો સ્પષ્ટ ગુજરાતીનાં છે.
એઉ કરાઇ (એ કરે), લિઅઇ <ref>મુગ્ધાવબોધમાં લિઈ, દિઈ એવાં રૂપ છે, વળી કૃદંતમાં કરી, લેઈ, દેઈ એવાં તેમાં આધુનિક રૂપો આપેલાં છે</ref> (લે), દિઅઇ <ref>મુગ્ધાવબોધમાં લિઈ, દિઈ એવાં રૂપ છે, વળી કૃદંતમાં કરી, લેઈ, દેઈ એવાં તેમાં આધુનિક રૂપો આપેલાં છે</ref> (દે), જાયઇ (જાય), આવઇ (આવે), જાગઈ (જાગે), સુઅઈ (સુએ), એ ઘણાં કરઈ (એ ઘણાં કરે), લિઈ (લે), તૂં કરઁ, લિઅઁ, દિઅઁ, (તું કર, લે, દે), તુમ્હે કરઉ, લિઅઉ, દિઅઉ, (તમે કરો, લ્યો, દ્યો), હું કરઉં, લિઉં, દિઉં (હું કરું, લઉં, દઉં), અમે કરઉં (અમે કરીએ). આ રૂપો સ્પષ્ટ ગુજરાતીનાં છે.
વળી ટેસિટોરી કહે છે કે જૂની પશ્ચિમ રાજસ્થાની (જૂની ગુજરાતી) સોળમી સદીના અંત સુધી કદાચ તેથી પણ આગળ ચાલ્યાનો સંભવ છે. (રા. નરસિંહરાવ સોળમી સદીના મધ્યકાળ સુધીની ભાષાને અંતિમ અપભ્રંશ એવું નામ આપે છે.) નરસિંહ મહેતાનાં પદોની ભાષામાં ફેરફાર થયો છે. એટલે તેની ભાષા ‘કાન્હડદે’ પ્રબંધના જેવી તે માને છે, મુખપાઠ કરવાની પરંપરાથી પદોમાં ઘણો ફેરફાર થવાનો સંભવ છે; પરંતુ જે હજારો લેખી પદ હાથ લાગેલાં છે, તેમાં એટલો ફેરફાર ન થાય. “જાગને જાદવા કૃષ્ણ ગોવાળીઆ, તુજ વિના ધેનમાં કોણ ધાશે.” એ નરસૈયાની કે “સોનું રૂપું પહેર્યે શું સુધરે છે, મેલી છાંડોની ડાકડમાળ” એ મીરાંની કડીમાં કેટલો ફેરફાર થયો હોય? વળી ‘સુરતસંગ્રામ’ ને ‘ગોવિંદગમન’ જેવાં નરસિંહ મહેતાનાં કાવ્યોનાં લેખી પુસ્તકોમાં બહુ ફેરફાર ન પડે. એ વાત ખરી છે કે સુશિક્ષિત લહિયા ન હોય, તો જે ન સમજાય એવું હોય, તેને ફેરવી નાંખે.

અંગ્રેજી વિદ્વાનોએ ગુજરાતીની ઉત્પત્તિ સુમારે નવસો વર્ષ પર થઈ એમ માનેલું છે, એટલે તેની શરૂઆત સંવત ૧૧મા શતકમાં થયેલી ગણાય. જૂની ગુજરાતીનાં જે પુસ્તકો પ્રથમ હાથ લાગેલાં તે ઘણાં ખરાં ૧૫મા શતકનાં ને કોઈક ૧૪મા શતકનાં હતાં. રા. ચીમનલાલ દલાલ, જેમનું અકાળે અવસાન ખેદકારક છે, તેમણે પાટણના ભંડારમાંથી જે નવા ગ્રંથ શોધી કાઢ્યા છે, તે ઉપરથી તેમણે જણાવ્યું છે કે “વિક્રમના ૧૧મા શતકથી ગુજરાતી ભાષાનો ઇતિહાસ યથાર્થરીતે લખી શકાય.” એ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે તે અગાઉ કેટલાંક સૈકાથી લોક-ભાષા (બોલી) ચાલુ થાય. રા. દલાલ જૂની ગુજરાતીનો સૌથી પહેલો ગ્રંથ ‘જંબુસ્વામીરાસ’ માને છે. તેની સાલ ૧૨૬૬ની છે. પરંતુ તે અગાઉ ૧૨૫૦માં ‘અંબડકથાનક’ લખાયો હતો. ‘સદયવત્સચરિત્ર’ એ જૂનામાં જૂનો ગ્રંથ ગણાય છે, પણ તેની સાલ નક્કી થઈ શકતી નથી. વળી પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિને ખંભાતના ભંડારમાંથી તાડપત્ર ઉપર લખેલું ‘મહાવીરસ્તોત્ર’ હમણાં જ હાથ લાગ્યું છે, તેની સાલ ૧૨૦૯ની છે. તે ‘સાહિત્ય’ માસિકમાં છપાવાનું હોવાથી અહીં હું નમૂનો આપતો નથી; પરંતુ મુનિશ્રી લખે છે કે “આ સ્તોત્રની ભાષા તે પંદરમી સદીમાં લખયેલો ‘ગોયમરાસ’, સત્તરમી સદીમાં લખાયેલા રૂષભદાસ શ્રાવકના રાસાઓ, ઓગણીસમી સદીની પં. વિરવિજયની કૃતિઓ અને આ સ્તોત્રના લેખનસમયથી આગળ વધતાં બસેં બસેં વર્ષના આંતરામાં થયલા સપ્તક્ષેત્રીરાસકાર મુનિ સુંદરસૂરિ, નરસિંહ મહેતા, ભલણ, લાવણ્યસમય અને પ્રેમાનંદ, વગેરે અનેક જૈન જૈનેતર કવિઓની ભાષા સાથે સરખાવી, હાલ ગુજરાત નામથી ઓળખાતા દેશના વતનીઓની ભાષાનો વિકાસ કેવી રીતે થયો છે, તે વિચારવાને રસ પડશે.”

Line 262: Line 262:
तिखि पहू पहु पहु वच्छो पत्थं तय पूरए अत्थ ।।
तिखि पहू पहु पहु वच्छो पत्थं तय पूरए अत्थ ।।
આ ભાષા સોળમા શતકમાં ક્યાંથી આવી? અનુમાન તો એ થાય કે લેખકે પોતાના પ્રાકૃત આદિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે.
આ ભાષા સોળમા શતકમાં ક્યાંથી આવી? અનુમાન તો એ થાય કે લેખકે પોતાના પ્રાકૃત આદિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે.
સંવત ૧૬૬૦ના અરસામાં સંઘવી ઋષભદાસે ‘પુણ્યપ્રશંસારાસ’ રચેલો પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિએ કૃપા કરી મને જોવા આપ્યો. તે ઋષભદાસના સ્વહસ્તે લખેલો છે. એટલે તેમાં નકલ કરનારના પ્રમાદને અવકાશ નથી. તે બાળબોધ લિપિમાં માથાં બાંધીને લખેલ છે, છતાં તેમાં ગુજરાતી10 અક્ષર ઘણા આવે છે. ત્રણ પાંખડાં વાળો ‘અ’, વચમાં પાંખું નહિ પણ ‘ચ’ની પેઠે કરીને નીચે ગાંઠ જેવું જરાક વાળીને તેને કાનો કરેલો એવો ‘સ’ (એ બંને પૂર્વે પ્રચારમાં હતા) તેના બીબાં ન મળવાથી હાલના જેવા અને ગુજરાતી અક્ષરોને માથાં દોર્યા વગર લખીને બાકી સર્વ અસલ પ્રમાણે આપું છુંઃ
સંવત ૧૬૬૦ના અરસામાં સંઘવી ઋષભદાસે ‘પુણ્યપ્રશંસારાસ’ રચેલો પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિએ કૃપા કરી મને જોવા આપ્યો. તે ઋષભદાસના સ્વહસ્તે લખેલો છે. એટલે તેમાં નકલ કરનારના પ્રમાદને અવકાશ નથી. તે બાળબોધ લિપિમાં માથાં બાંધીને લખેલ છે, છતાં તેમાં ગુજરાતી <ref>સત્તરમી સદીમાં ગુજરાતી લિપિ ચાલતી હતી તેનો આ એક પુરાવો છે. અકબરના દસ્તાવેજમાં પણ એ લિપિ વપરાઈ છે.</ref> અક્ષર ઘણા આવે છે. ત્રણ પાંખડાં વાળો ‘અ’, વચમાં પાંખું નહિ પણ ‘ચ’ની પેઠે કરીને નીચે ગાંઠ જેવું જરાક વાળીને તેને કાનો કરેલો એવો ‘સ’ (એ બંને પૂર્વે પ્રચારમાં હતા) તેના બીબાં ન મળવાથી હાલના જેવા અને ગુજરાતી અક્ષરોને માથાં દોર્યા વગર લખીને બાકી સર્વ અસલ પ્રમાણે આપું છુંઃ
આसो रे मुझ આज फली मन આसा । सरसति । ऋषमादे (પડી માત્રા) व नमि कीधो । पुण्य प्रसंसा रासो रे । मुझ पोहोती मननि આसो।। આचसी ।। मेर मही । तब લગ રइहइज्यो रासो रे ।। मु ।। सुणी सांभલી जे नर चेत्या । છુटा भवनो पासो । रीषभ कहई ए रास सुणंता । અनत सुष મ્હા वासोर (रे) मुज पोहोती मननी આसो ।।

ईति श्री पूण्य प्रसंसारास पूरण । ગાથા ૩૨૮ ।। लखीतं संघवी ।। ऋषभदास साગણ (પિતાનું નામ)
ईति श्री पूण्य प्रसंसारास पूरण । ગાથા ૩૨૮ ।। लखीतं संघवी ।। ऋषभदास साગણ (પિતાનું નામ)
Line 300: Line 300:
“શ્રી હરિ તો સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે, અવિસ્મય છે, સ્વયંભૂ છે, અનાદિ છે. સર્વના કર્તા મૂળપુરુષ છે. સર્વના શાસ્તા છે. માયાકાળાતીત છે. આદિપૂજ્ય છે. સર્વપૂજ્ય છે. સર્વને શરણ આપવા યોગ્ય છે. અનંતકોટિ બ્રહ્માંડના નાયક છે. અદ્વિતીય છે. સર્વના સ્વામી છે. સર્વના દુઃખભયભંજન છે. સ્વયંપ્રકાશ છે. નિર્ભય છે. અદ્ભુત છે. જેની માયાએ સર્વ મોહ પમાડ્યું છે. તે સર્વ વસ્તુ કીધી છે. તે માયાના કર્તા પોતે છે. ઇત્યાદિ અનેક લક્ષણના ભરેલા શ્રી. હરિ છે. એ જે કહ્યાં તે લક્ષણ શ્રી. કૃષ્ણ રાધિકારમણ વિના શેષ શિવાદિકમાં નથી. ત્યારે બરોબર શી રીતે કહેવાય. તે જુઓ કે શ્રીહરિએ ધ્રુવાદિકને, વરદાન આપ્યાં છે, તે સદા સર્વદા નિત્ય છે. કોઈ થકી ભંજાય નહી, કોઈ થકી ઉચ્છેદ થાય નહી, ને શિવજીનાં વરદાન આપ્યાં સદા રહેતાં નથી તે જુઓ કે રાવણને બાણાસુરને, ત્રિપુરાસુરને, ભસ્માંગદાદિકને આપ્યાં તે.”

સૌથી અગત્યનું ને ચઢિયાતું ગદ્ય સાહિત્ય તો મહાકવિ પ્રેમાનંદનાં નાટકો જ પૂરું પાડે છે.
સૌથી અગત્યનું ને ચઢિયાતું ગદ્ય સાહિત્ય તો મહાકવિ પ્રેમાનંદનાં નાટકો જ પૂરું પાડે છે.
પ્રાચીન સાહિત્ય પ્રસિદ્ધ કરવાની પહેલ અમદાવાદવાળા બાજીભાઈ અમીચંદે કરીને સામળભટ્ટની વાર્ત્તાઓ અને પ્રેમાનંદના નાનાં આખ્યાનો શિલાછાપની છાપ્યા. તે પછી દલપતરામે ‘કાવ્યદોહન’ અને નર્મદાશંકરે ‘દશમસ્કંધ’ તથા દયારામે ‘પદસંગ્રહ’ બહાર પાડ્યાં. મારા તરફથી પ્રથમ નાનાં પુસ્તકો છપાયાં પછી પ્રાચીન ‘કાવ્ય ત્રિમાસિક’ અને છેવટે દિ.બા.મણિભાઈના પ્રયાસથી તથા શ્રીમંત મહારાજા સાહેબ ગાયકવાડના ઉદાર આશ્રય વડે ‘પ્રાચીન કાવ્યમાળા’ના ૩૫ ભાગ પ્રસિદ્ધ થયા. એ અરસામાં સદ્ગત ઇચ્છારામ દેસાઈએ ‘બૃહત્કાવ્યદોહન’ શરૂ કરીને તેના આઠ ભાગ છપાવ્યા. એ સિવાય કેટલાક છૂટક ગ્રંથ પણ પ્રકટ થયા. પરંતુ હવે એ કામ મંદ પડવા જેવું થયું છે. હાલ સુધીમાં જે કંઈ બ્રાહ્મણ સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તે માત્ર નિસરણીનું પહેલું પગથિયું ચઢવા બરોબર છે. એકલું ‘મહાભારત’ ચાર કવિઓ વિષ્ણુદાસ, નાકર, પ્રેમાનંદ અને રત્નેશ્વરે રચ્યું છે, તેમ તેનાં છૂટાં પર્વ કેટલાક બીજા કવિઓએ લખેલાં છે. એક ‘મહાભારત’ ૫૦-૬૦ પુસ્તકોનું પૂર થાય. આખું ‘ભાગવત’ પ્રેમાનંદે ને રત્નેશ્વરે રચેલું છે. ભાલણના ને પ્રેમાનંદના મુકાબલા માટે લક્ષ્મીદાસ અને પરમાણંદ (દિવાના)ના ‘દશમસ્કંધ’ છપાવા બાકી છે. એકલા પ્રેમાનંદની જ કૃતિઓ લઈએ તો ‘મહાભારત’ સિવાય તેનાં સાત નાટકો ‘રઘુવંશ’, ‘કર્ણચરિત્ર મહાકાવ્ય’, ‘ભીષ્મ ચંપૂ’, ‘જયદેવાખ્યાન’, ‘વલ્લભાખ્યાન’, ‘વલ્લભઝઘડો’, ‘શુકજનકસંવાદ’, વગેરે બાકીમાં છે. તેમ તેનાં પુત્રનાં નવરસનાં સ્વતંત્ર પુસ્તકોમાંનાં સાત, ‘ગદ્યપદ્ય સંવાદ આખ્યાન’, ‘છંદમાળા’ (પિંગળ), ‘પ્રેમાનંદ કથા’, ‘દ્રૌપદીહરણની ટીકા’, ‘મિત્રધર્માખ્યાન’, ‘પ્રેમાનંદપ્રંશસા’, ‘પ્રેમાનંદનિંદા’, ‘આત્મસ્તુત્યાખ્યાન’, વગેરે ગ્રંથ લખનાર કવિઓ – દયારામ11, ભોજો, નાકર, પ્રીતમ, સામળ, ભગવાન (બે), નરસિંહ મહેતા, મનોહરદાસ12, ભાલણ, વગેરેનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં નથી. બીજા છૂટક કવિઓ જે જાણવામાં આવ્યા છે, તેમની સંખ્યા લગભગ ૫૦૦ (તેમાં સ્ત્રી કવિઓ)ની થાય છે. શ્રી. સ્વામીનારાયણ પંથનાં, શ્રી. વલ્લભસંપ્રદાયનાં અને બીજાં પંથોનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થવા પામ્યાં નથી. શોધખોળ કરવાથી ન જાણીતું પુષ્કળ પ્રાચીન સાહિત્ય હાથ લાગે એમ છે.
પ્રાચીન સાહિત્ય પ્રસિદ્ધ કરવાની પહેલ અમદાવાદવાળા બાજીભાઈ અમીચંદે કરીને સામળભટ્ટની વાર્ત્તાઓ અને પ્રેમાનંદના નાનાં આખ્યાનો શિલાછાપની છાપ્યા. તે પછી દલપતરામે ‘કાવ્યદોહન’ અને નર્મદાશંકરે ‘દશમસ્કંધ’ તથા દયારામે ‘પદસંગ્રહ’ બહાર પાડ્યાં. મારા તરફથી પ્રથમ નાનાં પુસ્તકો છપાયાં પછી પ્રાચીન ‘કાવ્ય ત્રિમાસિક’ અને છેવટે દિ.બા.મણિભાઈના પ્રયાસથી તથા શ્રીમંત મહારાજા સાહેબ ગાયકવાડના ઉદાર આશ્રય વડે ‘પ્રાચીન કાવ્યમાળા’ના ૩૫ ભાગ પ્રસિદ્ધ થયા. એ અરસામાં સદ્ગત ઇચ્છારામ દેસાઈએ ‘બૃહત્કાવ્યદોહન’ શરૂ કરીને તેના આઠ ભાગ છપાવ્યા. એ સિવાય કેટલાક છૂટક ગ્રંથ પણ પ્રકટ થયા. પરંતુ હવે એ કામ મંદ પડવા જેવું થયું છે. હાલ સુધીમાં જે કંઈ બ્રાહ્મણ સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તે માત્ર નિસરણીનું પહેલું પગથિયું ચઢવા બરોબર છે. એકલું ‘મહાભારત’ ચાર કવિઓ વિષ્ણુદાસ, નાકર, પ્રેમાનંદ અને રત્નેશ્વરે રચ્યું છે, તેમ તેનાં છૂટાં પર્વ કેટલાક બીજા કવિઓએ લખેલાં છે. એક ‘મહાભારત’ ૫૦-૬૦ પુસ્તકોનું પૂર થાય. આખું ‘ભાગવત’ પ્રેમાનંદે ને રત્નેશ્વરે રચેલું છે. ભાલણના ને પ્રેમાનંદના મુકાબલા માટે લક્ષ્મીદાસ અને પરમાણંદ (દિવાના)ના ‘દશમસ્કંધ’ છપાવા બાકી છે. એકલા પ્રેમાનંદની જ કૃતિઓ લઈએ તો ‘મહાભારત’ સિવાય તેનાં સાત નાટકો ‘રઘુવંશ’, ‘કર્ણચરિત્ર મહાકાવ્ય’, ‘ભીષ્મ ચંપૂ’, ‘જયદેવાખ્યાન’, ‘વલ્લભાખ્યાન’, ‘વલ્લભઝઘડો’, ‘શુકજનકસંવાદ’, વગેરે બાકીમાં છે. તેમ તેનાં પુત્રનાં નવરસનાં સ્વતંત્ર પુસ્તકોમાંનાં સાત, ‘ગદ્યપદ્ય સંવાદ આખ્યાન’, ‘છંદમાળા’ (પિંગળ), ‘પ્રેમાનંદ કથા’, ‘દ્રૌપદીહરણની ટીકા’, ‘મિત્રધર્માખ્યાન’, ‘પ્રેમાનંદપ્રંશસા’, ‘પ્રેમાનંદનિંદા’, ‘આત્મસ્તુત્યાખ્યાન’, વગેરે ગ્રંથ લખનાર કવિઓ – દયારામ <ref>દયારામની અપ્રસિદ્ધ કવિતા છપાવાનું કામ ડભોઈવાળા રા. નારાયણદાસે શરૂ કર્યું છે તે ઉત્તેજનને પાત્ર છે.</ref>, ભોજો, નાકર, પ્રીતમ, સામળ, ભગવાન (બે), નરસિંહ મહેતા, મનોહરદાસ <ref>જેણે ગુજરાતી નાનું વ્યાકરણ રચ્યું છે, અને જે વેદાન્તમાં બરાબરી કરી શકે છે.</ref>, ભાલણ, વગેરેનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં નથી. બીજા છૂટક કવિઓ જે જાણવામાં આવ્યા છે, તેમની સંખ્યા લગભગ ૫૦૦ (તેમાં સ્ત્રી કવિઓ)ની થાય છે. શ્રી. સ્વામીનારાયણ પંથનાં, શ્રી. વલ્લભસંપ્રદાયનાં અને બીજાં પંથોનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થવા પામ્યાં નથી. શોધખોળ કરવાથી ન જાણીતું પુષ્કળ પ્રાચીન સાહિત્ય હાથ લાગે એમ છે.
<br>
<br>
<br>
<br>
26,604

edits

Navigation menu