પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 515: Line 515:
</poem>
</poem>

{{Poem2Open}}
પુંજો બાવો જાતનો ખલાસી હતો, તેની કવિતાનો નમૂનોઃ{{Poem2Close}}

રાગ વસંત
<poem>
ચાલો સખી જોવાને જઈએ, જ્યાં વસંત ખેલે વનમાળી.
નવતમ નાર મળી નવજોબન, હસી હસી લે વાલો તાળી. ટેક.
નટવર નાનો છે લઘુ વેશ, છમક છમક કરે ચાળો;
વળગે ઝુંમે ને મુખ ચુમે, મોહન મોરલીવાળો. ચાલો
અબીલ ગુલાલ અતિ ઘણા ઉડે, કેસર ભરી છે ચોળી;
ચુઆ ચંદન છાંટુ છાંટણ તો, લાલ લીઓ રંગમાં રોળી. ચાલો.
</poem>
{{Poem2Open}}
નબીમિયાંની કવિતાનો નમૂનોઃ{{Poem2Close}}

રાગ ધીરાની કાફીનો
<poem>
'''મરમની માળા રે, બાઈ મારા ઘટમાં ફરી:'''
'''રૂંએ રૂંએ બોલે રે, તુંહી સોહંમ ફરી.'''
'''મરમના મણકા દમની દોરડી, જપું અજંપા જાપ;'''
'''બેંક નાળમાં સુરત નીહાળી, મટી ગયા ત્રણે તાપ;'''
'''ગંગા ને જમના રે, નિરમળ સભર ભરી. મરમ. ૧'''
'''ત્રવેણી અને ઇંગલા પીંગલા, દીસે ચંદ્ર અને સૂર,'''
'''ચાર કોશ ચઢ દેખા ગગનમેં, વાજે અનહદ તૂર;'''
'''બ્રહ્મને લોભાણો રે, નિશાને જઈ નજર કરી. મરમ. ૨'''
'''અલેખ પુરૂષ સંત અવિનાશી, તે તો કળ્યો નવ જાય'''
'''ગુરૂ અભરામે મહેર કરી, તેના દાસ નબી ગુણ ગાય;'''
'''પાણી તણા સંગે રે, લુણ જોને ગયું ગળી. મરમ. ૩'''
</poem>
{{Poem2Open}}
માંગરોલના નવા સાહિત્યમાં ‘રસુલે અરબી’ – ‘પેગંબરનું જીવન ચરિત્ર’, ‘ઈસલામી નીતિશાસ્ત્ર’, ‘મુરીદ કોણ કરી શકે’, ‘શેખ કોણ અને સૈયદ કોણ’, ‘આલિમ-બે અલમ’, ‘જાગો જુઓ’, ‘સ્વરાજને કુરબા વગર ચાલશે?’ ‘અરબની તવારીખ’, ‘ખાલિફ બિન વલીદ’, ‘ખુલફા એ શેશદીન’, વગેરે નાનાં પુસ્તકો પ્રસિદ્ધ થએલાં છે.
રા. અલારખિયા વીસમી સદી નામક સચિત્ર સુંદર માસિક ચલાવે છે, અને માસ્તર કાસમભાઈ “વનિતા વિનોદ” માસિક કડીથી પ્રસિદ્ધ કરે છે. મુસલમાન બિરાદરોમાં બીજા સારા લેખકો રા. નાનજિયાણી, પીરજાદા મોટાં મિયાં સાહેબ, રા. નનુમિયાં, રા. એદલજી કાબા, રા. જમાદાર બચુમિયાં, રા. અબદુલ હુસેન, રા. કરીમ મહંમદ, વગેરે છે. તેઓ સાહિત્યની અધિક ને અધિક સેવા બજાવશે એવી આશા છે.{{Poem2Close}}

'''ખ્રિસ્તી સાહિત્ય'''
ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે આ દેશમાં પાદરીઓ આવવા લાગ્યા, ત્યારથી ગુજરાતીમાં ખ્રિસ્તી સાહિત્યનું ઉમેરણ થયું છે. પોતાનાં ધર્મનાં પુસ્તકોના તરજુમા ઉપરાંત તેમના ધર્મને પુષ્ટિ આપે એવાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. વળી વિદ્વાન પાદરીઓ ટેલર અને સ્કોટ જેવાએ તથા સુશિક્ષિત વિશવાસીઓએ કેટલાક વાંચવા લાયક ને અગત્યના ગ્રંથો પણ છપાવી બહાર પાડાયા છે.

'''ગુજરાતીના ગુણદોષ'''
तुलसी तलसी जाता । मुकुन्दोडपि मकनायते ।।
गुर्जराणां मुखं प्राप्य । शिवोपि शवतां गतः ।।
એવો કોઈએ જોડી કાઢેલો શ્લોક ભણીને બીજા લોકો ભલે આપણી ભાષાને વખોડે, કે अबे तबे के सोलहि आने । इकडे तिकडे बार ।। अठे कठे के आठहि आने । सुसां पेसा चार ।। એવો દુહો કહીને ભલે તેની કીમત ઓછી આંકે; પરંતુ પાણિનીય શિક્ષામાં સંસ્કૃત વાણી કેમ ઉચ્ચારવી તે માટે દૃષ્ટાંત આપ્યું છે કેઃ
यथा सौराष्ट्रिका नारी । तक्रं इत्यभिमापते।।
एवं रङ्गा प्रयोत्कव्या । खे अशँ इव खेदया ।।
માધુર્યને માટે ટેલરે ગુજરાતીને હિદુસ્તાનની ઇતાલિયન કહી છે. વળી તે જણાવે છે કે “ગુજરાતીમાં આર્યકુળની – સંસ્કૃતની દીકરી ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી તેને કોણ કદી અધમ કહે.” આગળ જતાં તે લખે છે કે “મનોયત્ન કર્યા પૂર્વે ગુજરાતી કાચી દેખાય, પણ ખરી પાકી જણાશે. યત્નકારી અધુરો, તો તેની ભાષા અધુરી, પણ પછી જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તો ગુજરાતી પણ સંપૂર્ણ, હા શણગારેલી પણ દેખાય.” એક વિદેશી વિદ્વાન ગુજરાતી માટે આટલું અભિમાન ધરાવે છે, તો જેમની તે માતૃભાષા છે, તેમણે તો ખસૂસ તેને માટે મગરૂર રહેવું જોઈએ, ભરતખંડ સિવાય અન્ય દેશોમાં તે ભાષા વપરાય છે, અને ત્યાં નિશાળો ને વર્તમાનપત્રાદિ ચાલે છે. તે વેપારીની ભાષા હોવાથી વધારે પ્રસરેલી છે. તેણે હિંદને હિસાબ રાખવાની ઉત્તમ પદ્ધતિ પૂરી પાડી છે, તથા હુંડી, પેંઠ, પરપેંઠ, વીમો, વીમાચિઠ્ઠી અને કાપિયું (ચક્રવદ્ધિ) વ્યાજ કાઢવાની ચમત્કારી રીત ઉપજાવનાર પણ એજ ભાષા છે. હિદુસ્તાનને માટે જો એક સામાન્ય લિપિ કરવી હોય, તો તેને માટે એક મદ્રાસી વિદ્વાન ગુજરાતી લિપિને પસંદ કરે છે, કેમ કે તેનો અક્ષર સુંદર છે, તેમ તે ઝડપથી પણ લખી શકાય છે. પ્રેમાનંદનાં નાટકો જેવાં નાટકો કોઈ આધુનિક આર્યભાષામાં રચાયાં હોય એવું જાણવામાં નથી. મરાઠીમાં જેમ તુકારામના અભંગ ને મોરોપંતના આર્યા વખાણાય છે, જેમ હિંદીમાં “ચંદ છંદ પદ સૂર કે, દુહો બિહારીદાસ, ચોપાઈ, તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ” પ્રસિદ્ધ છે, તેને પ્રેમાનંદ ને વલ્લભના છંદ, નરસિંહ મહેતાનાં ને દયારામનાં પદ, સામળાના ને આખાના છપ્પા, ધીરાની કાફી ને ભોજા ભગતના ચાબકા મશહુર છે.
ભ્રષ્ટપણું જોવા જઈએ, તો હાલની સર્વ આર્યાભાષાઓ (તથા યુરોપની ચાલતી ભાષાઓ પણ) ભ્રષ્ટ જ છે; કેમ કે તેઓ પોતપોતાની પ્રાકૃત–અપભ્રંશમાંથી અનેક તરેહના વિકાસ પામીને થએલી છે. આપણે મેણ, ભેંડા, વગેરે બોલનારને હસી કાઢીએ છીએ, પણ મરાઠીમાં મેણબત્યા, ભેંડે, જેવણ બોલવામાં વાંધો લેવાતો નથી. સાંવખેડા (સંખેડા), ગાંવ (ગામ), ઓસ્તાદ-વોસ્તાદ (ઉસ્તાદ), ખણ (ખંડ) એવા શબ્દો પણ તે ભાષામાં ચાલે છે. આપણી ત્રવાડી, દવે, જાની, પરોત વગેરે અટકો જેમ અશુદ્ધ છે, તેમ બીજી ભાષાઓની તેવારી, મીસર, ચેતરજી, ચકબત્તી વગેરે અવટંકો પણ અશુદ્ધ છે. આપણે સારી (સાડી), વારી (વાડી), થારી (થાળી), પારી (પાળી) શબ્દોને અશુદ્ધ લેખીએ છીએ; ત્યારે હિંદમાં બારી (વાડી) બિગરી (બિગડી), બરદીઆ (બળદીઆ), હોરી (હોળી) મજેથી વપરાય છે. અનો ઓ કરીને આપણામાં હોળ (હળ), ઢોગ (ઢગ), બોલનારને ગામડિયા કહીશું, ત્યારે બંગાળીમાં ઓરોબિંદો (અર્વિંદ), પ્રોસોનોકુમાર (પ્રસન્નકુમાર) ‘ભદ્ર લોગ’ પણ બોલે છે. સેંકડો વર્ષથી ચાલી આવતી ખેડાએલી, ને પુષ્કળ સાહિત્યવાળી ભાષાઓને ભ્રષ્ટ કહી નિંદવી યોગ્ય નથી.
એમ છતાં, હાલની ગુજરાતીમાં બે મોટી ખામીઓ નજરે પડે છે. એક તો જોડણી અનિશ્ચિત છે, એટલે જે જેમને વાયે આવે તેમ તે શબ્દો લખે છે. બીજી ખામી એ છે કે આપણું નવીન સાહિત્ય બીજી ભાષાના સાહિત્ય જેવું ગૌરવ ધરાવતું નથી, કેટલીક વાર પુસ્તકોની સંખ્યામાં તે મરાઠી કરતાં પણ વધે છે, પરંતુ તેમાં જોઈએ તેટલું સંગીનપણું કે ઉત્કૃષ્ટતા નથી.

'''સાહિત્ય પરિષદ'''
આ પરિષદ સ્થપાયાને ૧૪ વર્ષ વીતી ગયાં છે, એટલે તેની કિશોરીની અવસ્થા પૂરી થવા આવી છે. તેની બાલ્યાવસ્થામાં બનેલ બનાવો જોઈએ તો સાહિત્ય વિષે લોકોમાં જાગૃતિ પેદા થઈ છે, સમર્થ વિદ્વાનોનાં ભાષણો ને નિબંધો પ્રસિદ્ધ થયાં છે, મોટાં શહેરોમાં સાહિત્ય સભાઓ સ્થપાઈ છે. તેમાં જાહેર ભાષણો ને વ્યાખ્યાનો અપાય છે, ગુજરાતી સાહિત્યસભા તરફથી સાહિત્યના અભ્યાસકોની પરીક્ષા લેવાઈ ઇનામો અપાય છે. લોકોમાં લખવા વાંચવાનો ઉમંગ કંઈક દરજ્જે વધ્યો છે, અને પહેલાં કરતાં ગ્રંથકારોની સંખ્યામાં ઘણો (પણ ઉત્તમ પ્રતિનો નહિ એવો) વધારો થયો છે. પ્રો. ઠાકોરના પ્રયાસથી એક ભંડોળ (ફંડ) ઊભું થતાં તેના વ્યાજમાંથી થોડાક ગ્રંથ પ્રસિદ્ધ થયા છે. પરંતુ હવે પરિષદની યુવાવસ્થા શરૂ થતાં તેની પાસેથી ઘણાં અને મહત્ત્વનાં કામ લેવા માટે જરૂરી તૈયારીઓ કરવાની ફરજ આપણે માથે આવી પડે છે.
સરસ્વતી દેવી અને લક્ષ્મી દેવી એક બીજાથી અલગ રહે એ ઇચ્છવા લાયક નથી. પરિષદ એકલા પંડિતોને માટે છે, એમ સમજી તેમાં શ્રીમંતો ન ભળતા હોય તો એ અયોગ્ય છે એમ બતાવીને તેમને ભેળવવાનો આપણે યત્ન કરવો જોઈએ. શ્રીમંત વર્ગમાં પણ ઉપાધિવાળા, સુશિક્ષિત અને સાહિત્યપ્રેમીઓ છે, તેઓ તો પરિષદમાં ખુશીથી સામેલ થાય એમાં નવાઈ નથી; અને બાકીનાઓ વિદ્યાદેવી ઉપર વિશેષ ભાવ રાખતા થાય તેને માટે આપણા તરફથી સતત આગ્રહ થવો જોઈએ. એ મહાન દેવીનાં દ્વાર સર્વ વર્ગના લોકોને માટે ખુલ્લાં હોવાં જોઈએ, અને તેના સેવકોની વૃદ્ધિ માટે આગેવાનોએ હંમેશ મંડ્યા રહેવું જોઈએ.
સાહિત્યવૃદ્ધિ કામ એવડું મોટું ને મહત્ત્વનું છે કે તેની પાછળ લાખો રૂપિયાનું ખરચ પણ ઓછું પડે. આપણે, જનક, વિક્રમ ને ભોજ જેવા પ્રતાપી પણ પર પ્રાંતના રાજાઓએ વિદ્યા અને સાહિત્ય પાછળ અઢળક દ્રવ્ય ખરચેલું તે વાત છોડી દઈને માત્ર ગુજરાતના દાખલા લઈશું. કુમારપાળ રાજાએ કરોડો રૂપિયા ખરચીને ૨૧ ભંડારો સ્થાપ્યા હતા. વસ્તુપાળે ૩ ભંડારો પાછળ ૧૮ કરોડનો ખરચ કર્યો હતો. વડોદરાના શ્રીમંત મહારાજ ગાયકવાડ સાહિત્ય ને વિદ્યા પાછળ દર વર્ષે લાખો રૂપિયા વાપરે છે. એક કવિએ નવો ગ્રંથ રચી તેની સવા લાખ રૂપિયા કીમત આંકી. તે ઘણે ઠેકાણે ફર્યો, પણ એટલી મોટી રકમ આપનાર કોઈ મળ્યું નહિ. આખરે વડુ (તાલુકે પાદરા) ગામના અમીને તે સવા લાખ રૂપિયા આપીને ખરીદી લીધો! ગુજરાતમાં મોટાં રાજ્ય ઘણાં છે, તેઓ વડોદરાને અનુસરે તો કેવું સારું! અમદાવાદ એ ગુજરાતનું પાટનગર છે; તેમાં ઈશ્વરકૃપાએ લક્ષાધિપતિ અને કોટ્યાધિપતિ શેઠિયા વસે છે. જેમની માતૃભાષા ગુજરાતી છે એવા મુંબઈમાં હિંદુ, પારસી ને મુસલમાન કરોડપતિઓ અબ્જપતિઓ પણ છે, ત્યારે શું અમદાવાદામાંથી સર ચીનુભાઈ જેવા કે મુંબાઈમાંથી મી. જમશેદજી ટાટા જેવા આ અગત્યના કામ માટે લાખો રૂપિયાની ઉદારતા બતાવવા નહિ તૈયાર થાય? ગુજરાત એ પૈસાદાર પ્રાંત છતાં તે સાહિત્યના કામમાં દરિદ્રતા દાખવે, તો તે અફસોસની વાત છે. મહારાષ્ટ્ર દેશમાં જેટલો સાહિત્યનો પ્રસાર થાય છે, તેટલો વસ્તીના પ્રમાણમાં પણ અહીં થતો નથી એ ખરેખર સંતાપજનક છે.
જેમ ધનાઢ્યો પાસે પૈસાની ભિક્ષા માગવાની છે, તેમ વિદ્વાનો પાસેથી તે કરતાં પણ વધારે અગત્યની ભીખ જોઈએ છે. કેમ કે સાહિત્યનો ખિલવણી કરવાનું મહાન કાર્ય તેમના ઉપર અવલંબે છે. બીમ્સ, ગ્રિઅર્સન, ટેસિટોરી અને પિશલ જેવા ભાષાશાસ્ત્રીઓ તથા ટોડ, ફોર્બસ ને એલ્ફિન્સ્તન જેવા ઇતિહાસ લખનારા તેમાંથી પેદા થવાની જરૂર છે. ભાઊદાજી, ભગવાનલાલ ઇંદ્રજી અને ભંડારકર જેવા શોધકો અમને જોઈએ છે. બોસ અને ગજ્જર જેવા વિજ્ઞાનના અપૂર્વ અભ્યાસીઓ અને અસાધારણ શોધકો ગુજરાતમાં ઘણા પેદા થાઓ અને લોકોને ઉપયોગી થઈ પડે એવા ગ્રંથો રચો એમ આપણે ઇચ્છીશું. સરોજિની નાયડુ અને રબીંદ્રનાથ બાબુ જેવા જગવિખ્યાત ને નૈસર્ગિક કવિઓની ગુજરાતમાં ઘણી ખોટ છે. બંકિમચંદ્ર અને ગોવર્ધનરામ જેવા અસલ ઉત્તમ નવલકથાઓ લખનારા આપણે અહીં પેદા થવા જોઈએ. ઉદરનિર્વાહની દરકાર નહિ કરતાં જેમણે આખું જીવન સાહિત્ય અને સમાજસેવામાં ગાળ્યું એવા નર્મદો થવા જોઈએ. ઊંચી નોકરી ને મોટી પદવીની તૃષ્ણા ન રાખતાં સાહિત્ય અને સમાજસેવામાં જીવિત વ્યતીત કરનાર ઘણા મલબારીઓની અમને અગત્ય છે. જેમણે સાધુવૃત્તિ ધારણ કરી રાજકીય અને આર્થિક વિષયોની સાથે ભાષામાં પણ સત્યાગ્રહ ચલાવી મોટમોટી સભાઓમાં દેશી ભાષા વાપરવાની અને દેશી ભાષાદ્વારા ઊંચી કેળવી આપવાની હિમાયત કરી એવા અનેક મહાત્મા ગાંધીજીઓ ગુર્જરમૈયાએ ઉત્પન્ન કરવા જઈએ. દેશી ભાષાઓ ઉપર ગુર્જરગિરા સર્વોપરી પદ પામે એવી મહત્ત્વકાંક્ષા રાખી કાર્યસિદ્ધિ થતા સુધી પાઘડી ન પહેરવાનું પણ લઈ આખું આયુષ્ય સાહિત્યસેવામાં ગાળ્યું એવા ઘણા પ્રતાપી પ્રેમાનંદો ગુજરાતમાં પ્રગટ થવા જોઈએ. આપણા જાણીતા સાક્ષરો કેશવલાલ, નરસિંહરાવ, આનંદશંકર, મણિશંકર ભટ્ટ, કવિ નાનાલાલ, કૃષ્ણલાલ, પાહલજી, જીવણજી મોદી, નાનજિયાણી, વગેરેમાંથી જેઓ નોકરીચાકરીથી કે અન્ય કામકાજથી વિરક્ત થયા છે, થનાર છે, તેઓ પોતાનું જીવન દિ. બા. રણછોડભાઈની માફક સાહિત્યસેવામાં ગાળવાનું આદરે અને ખતરવટ મંડે, તો તેઓ એ પ્રદેશમાં ગઢના ગઢ ઉથામી નાખે એમાં શક નથી. જે તરુણ પદવીધરો નોકરીઓમાં કે બીજા વ્યવસાયમાં રોકાય હોય, તેઓએ સાહિત્યપૂજા ભણી બનતું લક્ષ આપવું જોઈએ.
હવે હું કેટલીક સૂચનાઓ આપ સર્વેના વિચાર માટે નમ્રતાપૂર્વક રજૂ કરી જરા લંબાણ થએલું મારું ભાષણ ખતમ કરીશ. મારે જણાવવું જોઈએ કે પરિષદના પ્રમુખો વગેરેએ કરેલી સૂચનાઓ માત્ર કાગળ ઉપર ન રહેતાં, જે ગ્રહણ કરવા યોગ્ય જણાય તે માટે ઠરાવો થઈ અમલમાં મૂકવાની ગોઠવણ થવી ઇષ્ટ છે. દિ.બા. અંબાલાલ અને રા. નરસિંહરાવની વ્યવહારુ ભલામણો તેમના ભાષણમાં જ ભરાઈ રહી છે, એ પ્રમાણે થવું ઠીક નથી.

'''સૂચનાઓ'''
૧. સાહિત્યવૃદ્ધિને માટે એટલાં બધાં મહત્ત્વનાં કામ નિરંતર કરવાનાં છે, કે તેને માટે મોટી થાપણ ઊભી કરવાની પ્રથમ આવશ્યકતા છે. તેને માટે હું આપણા ધનવંતોને અરજ કરી ચૂક્યો છું, કે કમીમાં કમી રૂપિયા દશ લાખની થાપણ ગુજરાત જેવા દ્રવ્યવાન દેશમાં ભરાઈ જશે. જો એક વજનદાર પંચ (ડેપ્યુટેશન) મોટાં મોટાં સ્થળોએ જઈ રાજામહારાજાઓને તથા શેઠશાહુકારોને આગ્રહપૂર્વક વિનવે, તો કાર્યસિદ્ધિ થયા વગર રહે નહિ, એમ મને લાગે છે. આપણે પણ જો આપણા ગજા પ્રમાણે નાણાનો ફાળો આપીએ, તો એક સારી રકમ ઊભી કરી શકીએ.
૨. સાહિત્યપરિષદ ભલે મોડીવહેલી મળે; પરંતુ હમેશના કામકાજ માટે એક જાથુની મંડળી અને બીજી વ્યવસ્થાપક મંડળી સ્થાપવી જોઈએ. વ્યવસ્થાપક મંડળીનો એક કે વધારે મંત્રી પગારદાર નીમવો અને તેને પૂરતું પગારદાર મહેકમ આપવું. હાલમાં પાંચ મંત્રીઓ નીમેલા છે, અને તેમનું કામ પરિષદના બંધારણમાં નિર્દિષ્ટ થએલું છે. તે પ્રમાણે જો કામ ચાલ્યા કરે, તો પરિણામ સંતોષકારક આવવા વિષે મને ભય રહે છે.
૩. સાહિત્યની વૃદ્ધિ અને પ્રચાર માટે.
अ પ્રાચીન સાહિત્ય સંબંધે મેં ઘણું કહ્યું છે. પ્રાચીન ગ્રંથો શોધી કાઢવા, સંશોધવા અને પ્રસિદ્ધ કરવાનું કામ પરિષદે ખંતથી ઉપાડી લેવું જોઈએ. એ ઉપરાંત કાઠિયાવાડી ને કચ્છી જૂના સાહિત્યની શોધ થવી જોઈએ, ભાટચારણોના ગ્રંથ મેળવવા જોઈએ. છૂટાંછવાયાં ગવાતાં ગીતો, ભજનો, રાસડા (પવાડા) એકઠા કરવા જોઈએ. આ કામ માટે લાયક માણસો પગારદાર નીમવા જોઈએ.
ब નવા ગ્રંથ તૈયાર કરાવવા. આ કામમાં શ્રીમંત ગાયકવાડ મહારાજના ઉદાર આશ્રયથી વડોદરાના કેળવણી ખાતાએ ઘણું કર્યું છે. પ્રસિદ્ધ થએલી યાદી જોતાં એ ખાતાં તરફથી છપાવેલાં, છપાતાં ને તૈયાર થતાં પુસ્તકોની સંખ્યા ૫૮૦ થાય છે, અને વિજ્ઞાન તથા બાળજ્ઞાન ઉપર સારું લક્ષ અપાયું છે. શ્રીમંતની ઇચ્છાનુસાર સાદી ભાષા વાપરવા જે સમજુતી છપાઈ છે, તે ઉપર કાર્યવાહકો લક્ષ આપશે એવી આશા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ પુસ્તકો પ્રસિદ્ધ કરનારી અગ્રગણ્ય સંસ્થા હોઈ તેના તરફથી પણ સેંકડો પુસ્તકો બહાર પડ્યાં છે. દિન પ્રતિદિન ગદ્યગદ્ય લખનારાઓની સંખ્યા વધતી જાય છે, પણ તેમાંના ઘણાનું લખાણ નમાલું હોય છે. કવિતા અને કાદંબરીઓના ઊભરા ઊભરાય છે, પરંતુ તેમાં ઉત્તમ પ્રતિની કૃતિઓ થોડી જોવામાં આવે છે. જે ભાષાંતરો ને અનુવાદો પ્રગટ થાય છે, તેમાંના ઘણા ખરાની ભાષા એવી હોય છે કે તે જનસમાજનો ઉપયોગી થઈ ન પડે. એક જ વિષયના અનેક ગ્રંથ વાંચીને સ્વતંત્ર પુસ્તક સાદી ભાષામાં લખવું જોઈએ. તરજુમા કે નકલ કરતાં આપઉઠાવથી ગ્રંથો લખનારા કેટલા થોડા છે? વિજ્ઞાન, હુન્નરકળા ને વ્યાપારરોજગાર વિષેના સાહિત્યની ઘણી ખોટ છે. ધર્મ, નીતિ, સંસારસુધારો, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ખેતીવાડી, આદિના પુષ્કળ ગ્રંથોની જરૂર છે. શિક્ષણશાસ્ત્ર અને તેને લગતા વિષયો ઉપર સેંકડો ગ્રંથ લખાવા જોઈએ. સ્ત્રીસાહિત્ય, ને બાલસાહિત્ય બહુ જુજ પ્રસિદ્ધ થયું છે. યુરોપ અને અમેરિકામાં એવું સાહિત્ય બહોળો વિસ્તાર પામ્યું છે, તથા તેને માટે માસિકો, વર્તમાનપત્રો, દીવાળીનાં ખાસ પુસ્તકો જથાબંધ નીકળ્યા જ કરે છે. જો આપણી વિદુષી બહેનો આ બાબત હાથમાં ધરે, તો તેઓ ઘણું ને સારું કામ કરી શકે એમ છે.
क પરિષદ પોતે ખાસ અથવા ઘણે હાથે રચવાના ગ્રંથો માથે લે, અને પસંદ કરેલા વિષયો પર પારિતોષિક આપીને ગ્રંથો લખાવે જે લેખકો પોતાને જોખમે ગ્રંથો છપાવે તેમને ઉત્તેજન મળતું નથી, તેથી ઘણા લેખી ગ્રંથો તેમની પેટીઓમાં પડ્યા રહે છે. સારા લખનારને પણ છપામણી ખરચ કાઢવા સારુ કે પુસ્તકો ખપાવવા માટે ભીખ માગવા જવું પડે અથવા લોકોને શરમાવવા પડે, તે ઇચ્છવા લાયક નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી કે વડોદરાના કેળવણી ખાતા તરફથી ગ્રંથકારોને કંઈક મદદ મળે છે, પણ તેમને વધારે આશ્રય મુંબાઈના ફોર્બ્સ ફંડમાંથી, સાહિત્ય પરિષદ તરફથી, રાજારજવાડાથી, અંગ્રેજી રાજ્યના કેળવણી ખાતાથી અને દરેક વ્યક્તિ તરફથી યથાશક્તિ મળવો જોઈએ, વિદ્યાનો વિસ્તાર થવા માટે, અને તેનો લાભ ગરીબો પણ લઈ શકે એટલા માટે, સસ્તા સાહિત્યની યોજનાઓ વધતી જોઈએ.

'''૪. કોશ'''
આપણી ભાષાનો વિશાળ, શબ્દોની વ્યુત્પત્તિ સાથેનો, સર્વમાન્ય કોશ તૈયાર થયો જોઈએ. કવિ નર્મદાશંકરે એકલે હાથે કોશ લખવાનું સ્તુત્ય કામ કર્યું હતું. ગુ.વ. સોસાઈટી મોટો કોશ તૈયાર કરે છે, પણ તેનું કામ ટગુમગુ ચાલે છે. આ કામ ઘણા વિદ્વાનોને હસ્તક થવું જરૂરનું છે. એની પાછળ સાઠ હજારથી પોણો લાખ રૂપિયા ખરચ થશે એવો મેં અડસટ્ટો કાઢેલ છે. મરાઠી કોશ માટે કેન્દિ સાહેબને જાણવા પ્રમાણે સરકારથી રૂ. ૫૦૦૦૦ ની મદદ અપાઈ હતી. એવી મદદ આપણને પણ મળે, તેને માટે પ્રયત્ન કરવો જોઈએ.

'''૫. જોડણી'''
આધુનિક સર્વ આર્ય ભાષાઓની જોડણી લગભગ મુકરર થઈ છે; પરંતુ અત્યારે ગુજરાતીની જોડણી માટે તો બાર પૂર્વીઆના તેર ચોયા જેવું ચાલે છે, તે આપણને લજ્જાસ્પદ છે. આપણી તરફથી એક વાર આ કામ માટે ઉઠાવણી થઈ હતી, પણ તેનું કંઈ પણ પરિણામ ન આવતાં આખું પ્રકરણ દફતરે દાખલ થઈ ગયું છે! પાઠ્ય પુસ્તકોની જોડણી સર્વમાન્ય થવી જોઈએ. ઘરઘરની જુદી જોડણીથી ઘણો ગૂંચવાડો થઈ રહેલો છે. જુદા જુદા વિચારના વિદ્વાનો ભેગા કરી વાંધા પડતી જોડણી માટે બહુમતે નિકાલ લાવ્યા સિવાય બીજો માર્ગ જણાતો નથી. પોતપોતાની ખેંચતાણ છોડી દઈ સર્વ વિદ્વાનોએ દેશના સામાન્ય હિતની ખાતર બહુમતનું ધોરણ સ્વીકારવું જોઈએ.

'''૧. વ્યાકરણ'''
ગુજરાતી ભાષાનું ઉત્તમ ને મોટું વ્યાકરણ તૈયાર કરવાની અગત્ય છે. જે નાના વ્યાકરણો નિશાળોમાં ચાલે છે તે બસ નથી. વ્યાકરણનો એક ભાગ ભાષાશાસ્ત્રીની દૃષ્ટિએ ને બીજો ભાગ વ્યાકરણના સર્વ વિષયોની વિસ્તીર્ણ હકીકત સાથે લખાવો જોઈએ.

'''૭. માસિક'''
સાહિત્ય પરિષદ તરફથી એક માસિક પ્રસિદ્ધ થવું જોઈએ, તેમાં જે જે પુસ્તકો બહાર પડે તેમનું નિષ્પક્ષપાતીથી લંબાણ વિવેચન થવું જોઈએ. તેથી સારા નરસા ગ્રંથોની ખરી હકીકત લોકોના જાણવામાં આવતાં સારા ગ્રંથોને ઉત્તેજન આપવાનું બની શકશે. વળી શાળાઓમાં ચાલતાં ને નવાં દાખલ થતાં પાઠ્ય પુસ્તકોની પણ તેમાં ટીકા થવી જોઈએ. ગુજરાતીમાં આજ સુધી પ્રસિદ્ધ થએલા ગ્રંથોની વિગતવાર યાદી અપાવી જોઈએ, અને તેમાં નવા નવા ગ્રંથો ઉમેરવા જોઈએ. ‘ઇન્ડિયન એન્ટિક્વેરી’ની પેઠે શોધખોળના વિષયો અને ભાષા તથા સાહિત્યને લગતા ખાસ લેખોનો તેમાં સમાસ કરવો જોઈએ.

'''૮. પુસ્તકાલય ને સંગ્રહસ્થાન'''
પરિષદને અંગે એક સારું પુસ્તકાલય તથા સંગ્રહસ્થાન જોઈએ. પુસ્તકાલયમાં સર્વ પ્રસિદ્ધ થએલા ગ્રંથો, લેખી પુસ્તકો, પ્રાકૃત અને આધુનિક ભાષાનાં સાન્વય વ્યાકરણ, ભાષાશાસ્ત્રનાં પુસ્તકો, સાહિત્યને ખાસ મદદ કરે એવાં, અને જે ઉપરથી ગુજરાતીમાં ગ્રંથો લખાય એવાં સંસ્કૃત, અંગ્રેજી અને અન્ય ભાષાનાં પુસ્તકો રાખવાં જોઈએ. સંગ્રહસ્થાનમાં શિલાલેખ, તામ્રલેખ, દરદસ્તાવેજ, ચિત્રો, શિક્કા, વગેરે સાહિત્યના ઉપયોગ માટે સંગ્રહવાં જોઈએ.

'''૯. મકાન'''
પરિષદને માટે સ્વતંત્ર મકાનની જરૂર છે. જ્યાં સુધી નવું મકાન બાંધી ન શકાય, ત્યાં સુધી અનુકૂળ પડે એવું મકાન રાખી લેવું જોઈએ. હાલમાં પુસ્તકો વગેરે ગુ.વ. સોસાઇટીમાં રાખવાની જરૂર પડે છે. એ વ્યવસ્થા પસંદ કરવા જોગ નથી. વળી વ્યવસ્થાપક અને જાથુની મંડળી તથા કારકુનો બેસવા માટે પણ સ્થાનની અગત્ય છે.

'''૧૦. પદવીઓ, વિદ્યાર્થીવેતન ને ઇનામ'''
જેઓ સારી શોધખોળ કરે, ઉત્તમ પ્રકારના રિસાલા, નિબંધ કે પુસ્તક લખે, તેમને તથા જેઓ ગુજરાતી ભાષાનો ઊંડો અભ્યાસ કરે તેમને, લાયકી પ્રમાણે ઇનામ, વિદ્યાર્થીવેતન (‘ફેલોશિપ’) તથા અમુક પદવી પરિષદ તરફથી આપવાની યોજના કરવી.

'''૧૧. કેળવણી'''
સાહિત્યની વૃદ્ધિને માટે કેળવણીવૃદ્ધિની આવશ્યકતા છે. વડોદરા રાજ્યમાં જેમ કેળવણી ફરજિયાત થઈ છે, અને બીજે કેટલેક ઠેકાણે તેની શરૂઆત થઈ છે, તેમ સર્વત્ર લાગુ થવી જોઈએ. મુંબઈની ધારાસભાએ પસાર કરેલા કાયદાનો લાભ સર્વ સુધરાઈઓ, પ્રાંતપંચાયતો ને તાલુકાપંચાયતો લે તેને માટે તથા સરકાર પણ જ્યાં તેવી સંસ્થાઓ ન હોય ત્યાં કેળવણી ફરજિયાત કરે તેને માટે સખત લખાણો કરવાં જોઈએ; અને ભાષણોદ્વારા લોકોને સમજૂત આપવી જોઈએ. જેમ વાંચનારની સંખ્યા વધે, તેમ સાહિત્ય વધરા પ્રસરે એ સ્પષ્ટ છે.

'''૧૨. દેશી ભાષાદ્વારા ઊંચી કેળવણી'''
દેશી ભાષાદ્વારા ઊંચી કેળવણી આપવાની ચળવળ ચાલી રહી છે, તે ભાષાના ઉદ્ધારનું ને જ્ઞાનની વૃદ્ધિનું સુચિહ્ન છે. પાઠશાળાઓ (‘હાઈસ્કૂલો’) અને મહાપાઠશાળાઓ (‘કોલેજો’)માં ગુજરાતી ભાષાનું વિશેષ જ્ઞાન આપવું જોઈએ, અને એમ.એ.ની પરીક્ષામાં જેમ દેશી ભાષા દાખલ થઈ છે, તેમ બીજી પદવીઓ માટે પણ થવું જોઈએ.

'''૧૩. પુસ્તકાલયો'''
આપણે અહીં પુસ્તકાલયો બહુ થોડાં ને નાના પાયાપર છે. પુસ્તકાલયો, વાંચનાલયો, ને ફરતાં વાંચનાલયોની ગોઠવણ વડોદરા રાજ્યમાં ઉત્તમ પ્રકારે થઈ છે; તેનું અનુકરણ સર્વ ઠેકાણે થવાની જરૂર છે. મુંબઈની હોમરૂલ લીગ તરફથી, અમદાવાદ કેળવણી મંડળ તરફથી, તેમ કોઈ કોઈ ગૃહસ્થોની ઉદારતાથી પુસ્તકાલયો વધતાં જાય છે એ ખુશી થવા જેવું છે. સાહિત્યના ઉઠાવનો એ સર્વોત્તમ માર્ગ છે. સુધરેલા દેશોની મોટી પુસ્તકશાળાઓમાં એકજ નવીન ને સારા પુસ્તકની કોડીબંધ કે સેંકડો પ્રતો સામટી ખરીદી લેવાય છે.

'''૧૪. દેશી ભાષામાં ભાષણો'''
જાહેર સભાઓમાં ભાષણો દેશી ભાષામાં આપવાની રીતિ મહાત્મા ગાંધીજીએ ચલાવી છે, તેને સદાય વળગી રહેવું જોઈએ. ખાસ કરીને પ્રાંતિક સભાઓમાં – રાજકીય, સામાજિક, ઔદ્યોગિક કે ધાર્મિક–માં તો તેનો ઉપયોગ રૂડી રીતે થઈ શકે એમ છે.

'''૧૫. કચેરીઓની ભાષા'''
કચેરીઓમાં ને અદલતોમાં થતો અંગ્રેજીનો ઉપયોગ બંધ પડવો જોઈએ. દેશી અમલદારો તેમના ફેંસલો ને હુકમનામાં શા માટે અંગ્રેજીમાં લખે; અને વકીલો શા માટે અંગ્રેજીમાં વાદવિવાદ કરે? કારકુની ભાષા કેવળ અશુદ્ધ લખાય છે, ને તેમાં અંગ્રેજી શબ્દો ઘૂસવા પામે છે. ઉપરી અમલદાર ઉપાધિવાળો હોય, છતાં એવી ભાષા ચાલવા દે એ બરાબર નથી. ઉપરીઓનું લક્ષ હોય, તો ભાષામાં સુધરાવટ જરૂર થાય. અંગ્રેજી ભણેલા અધિકારીઓ અંગ્રેજીને બદલે દેશી ભાષામાં લખવાનો નિર્ણય કરે, તો તે પ્રસંગે બની શકે એમ છે.

'''૧૬. સાહિત્યને સરકારથી ઉત્તેજન'''
પહેલાં સરકાર ગ્રંથકારોને ઉત્તેજન આપવા માટે અમુક રકમ કાઢતી હતી. કેળવણી આપવામાં તે પુષ્કળ ખરચ કરે છે, તો સાહિત્યને ઉત્તેજન આપવા સારુ અમુક રકમ ખરચના વાર્ષિક અંદાજપત્રક (‘બજેટ’)માં દાખલ કરવા માટે પરિષદે માંગણી કરવી જોઈએ.
૧૭. વર્તમાનપત્રો ને માસિકોમાં જેમ વધારો થયો છે, તેમ પહેલાં કરતાં તેમાં સુધરાવટ પણ થઈ છે; પરંતુ તેમની ભાષા નમૂનેદાર ને પ્રમાણભૂત ગણાય, એટલા માટે આ ઊંચો ધંધો વિદ્વાનોએ હાથ ધરવો જોઈએ. સર્વ વર્ગોને પસંદ પડે અને ઉપયોગી થાય એવાં વર્તમાન-ચોપાનિયાંથી કમાણી પણ જરૂર થશે, અને તે ચલાવનારા દેશની એક અગત્યની સેવા બજાવશે. સુધરેલા દેશોમાં પ્રખ્યાત પત્રોના તંત્રીને એક હાકેમ (‘ગવર્નર’) જેટલો કે વધારે પગાર મળે છે. એવી સ્થિતિ આપણા દેશમાં ઘણી ભાષાઓને લીધે થવી શક્ય નથી; પરંતુ ધીમે ધીમે એ ધંધો સારી કમાણીવાળો થશે એ નિઃસંદેહ છે.
૧૮. છેવટની સૂચના એ છે, કે માતૃભાષા ઉપર અભાવ ન રાખો, હલકી ગણી તેને તુચ્છકારો નહિ, તેનો ઊંડો અભ્યાસ કરો, અને તેને સમૃદ્ધ કરવાના ઉપાય લો. માંહેમાહેની તકરારો સમાવી દો, આપસઆપસમાં તડ પડે અને વિદ્વાનોના વાડા જુદા બંધાય એ કોઈ રીતે ચહાવા લાયક નથી. સર્વ બાબતમાં એકસંપની ભારે અગત્ય છે. શ્રીયુત આસુતોષ મુકરજી પોતાના ભાષણમાં કહે છે કે “અને હું કયારે જોઈશ કે જેઓ દેશનો અવાજ રજૂ કરનારા અને સમાજના નેતા છે, તેમની બંગાળી ભાષા ઇષ્ટ દેવી થઈ હોય? હું એ ક્યારે સાંભળીશ કે હવે કેળવાએલ બંગાળીઓ બંગાળી ભાષામાં જ સહુ સમક્ષ વાતચીત કરતાં કે સભાઓમાં ભાષણો કરતાં અચકાતા નથી, અગર તો બંગાળી ભાષાના સેવક તરીકેની ઓળખાણ આપતાં શરમાતાં નથી? મનુષ્યમાત્રને માટે વાંછનીય પોતાની જાતીયતા અને જાતીય સાહિત્યનું ગૌરવ અખંડિત જાળવવા તથા વધારવા માટે બંગાળીઓ જો પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાન-વિજ્ઞાનના ઐશ્વર્યનો ખજાનો પોતાની માતૃભાષામાં પ્રગટ કરે, તથા તરતના મળતા યશની સંમોહની તૃષાને વશ ન થઈ સ્વદેશ તેમજ સ્વજ્ઞાતિના હિતની કામનાએ એક માત્ર બંગાળી ભાષાને જ સેવ્ય તરીકે સ્વીકારે, તો આ મુશ્કેલ જણાતું કાર્ય બહુ જ સરળ થઈ જશે.”
વહાલાં બહેનો ને ભાઈઓ, મારા જેવો જર્જરીભૂત થએલ અલ્પજ્ઞ પ્રાણી આથી વધારે શું કહી શકે? અને હવે વિશેષ કરી પણ શું શકે? ગરવી ગુજરાતના કવિ શિરોમણિ પ્રેમાનંદે રાખેલી અભિલાષા તેમના જ શબ્દોમાં ગાઈને તે સુજ્ઞ શ્રોતાજનોને પ્રેરે છે, અને વિરામ પામે છે.
{{Poem2Close}}

'''શાર્દૂલવિક્રીડિત'''
<poem>
'''સાંગોપાંગ સુરંગ વ્યંગ અતિશે, ધારો ગિરા ગુર્જરી,'''
'''પાદે પાદ રસાળ ભૂષણવતી, થાઓ સખી ઉપરી;'''
'''જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં, તે સ્થાન એ લ્યો વરી,'''
'''થાયે શ્રેષ્ટ સહુ સખીજનથકી, એ આશા પૂરો હરિ!'''
</poem>
તથાસ્તુ

{{Poem2Open}}
{{Poem2Open}}
26,604

edits