પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 35: Line 35:
<center>'''તીર્થમય પ્રદેશ'''</center>
<center>'''તીર્થમય પ્રદેશ'''</center>
આ પ્રાચીન અને પુણ્યપ્રદેશના વિસ્તીર્ણ ક્ષેત્રમાં અવતારી દિવ્ય પુરુષ શ્રીકૃષ્ણના નિવાસથી પવિત્ર ને પ્રખ્યાત થયેલી, સપ્તમોક્ષદાયિકા નગરીમાંની એક શ્રીમતી દ્વારામતી, મહેશ્વરના જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી વિરાજિત પ્રભાસ નગરી, ને તેની સમીપનું ત્રિવેણીસંગમનું તીર્થ ભારતવર્ષનાં ભિન્ન ભિન્ન સ્થળેથી હજારો યાત્રાળુઓને પ્રતિવર્ષ આકર્ષે છે ને પાવન કરે છે. એ જ પવિત્ર પ્રદેશમાં શ્રીકૃષ્ણે પોતાના જે સહાધ્યાયીને, દ્રોણને દ્રુપદે તિરસ્કાર્યા ને વૈરભાવનું બીજ રોપ્યું તેમ, લઘુતા ન દર્શાવતાં વિલક્ષણ રીતે સન્માની દારિદ્રાવસ્થામાંથી હમેશને માટે વિમુક્ત કર્યા અને પરિણામે જેમના મુખમાંથી સાશ્ચર્ય ઉદ્ગાર નીકળ્યો કે

'''‘ક્યાં ગઈ મારી તૂટી ઝુંપડીઆં, કાંચન મહેલ બને રે’'''

એ ભક્તરાજ, સ્વાભિમાની, ને યાચનાને અવગણનાર સુદામાની સુદામાપુરી – હાલનું પોરબંદર – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન – વિરાજમાન છે. જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા ને ભક્તિના અનુપમ બળ ને પ્રભાવથી અશ્રદ્ધાળુ ને ટીખળી નાગરોને અનેક ચમત્કારો દર્શાવી ચકિત કર્યા હતા અને જેઓ ગુજરાતી ભાષાના જૈનેતર કવિઓમાં અગ્રિમ ને પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે તે આદિ કવિ ભક્તરાજ નરસિંહ મહેતાનું જન્મસ્થાન, ભક્તોના અને વેદાન્તીઓના પદપંકજથી પવિત્ર થયલું, પ્રાચીન ને પુણ્યશાળી જૂનાગઢ એ જ વિસ્તીર્ણ સુરાષ્ટ્રપ્રદેશમાં આવેલું છે. એ જીર્ણનગરમાં પવિત્ર શીલની વેદિ પર આત્મદેહને હોમનારાં રાણકદેવી જેવાં સ્ત્રીરત્નો પેદા થયાં છે. એ જ નગરની પાસે શ્રીમન્માઘકવિએ ‘શિશુપાલવધ’ના ચોથા સર્ગમાં ભિન્ન ભિન્ન વૃત્તોમાં જેનું અલૌલિક સૌન્દર્ય વર્ણવ્યું છે એવો રૈવતક ગિરિ — ‘મહાભારત’માં જેનું ઉજ્જયન્ત નામ આપ્યું છે તે – ગિરનાર પર્વત આવેલો છે. એ પર્વતની રમ્યતા જોઈ દ્વારકાથી ઈન્દ્રપ્રસ્થ જતાં શ્રી. કૃષ્ણ વારંવાર અપૂર્વવત્ વિસ્મય પામ્યા હતા એમ વર્ણવી માઘકવિએ રમ્યતાનું લક્ષણ આપ્યું છે કે જે ક્ષણે ક્ષણે નવીન લાગે તે જ ખરું રમ્ય છે. એ પવિત્ર ગિરિ અનેક તીર્થોથી અને ઐતિહાસિક શિલાલેખોથી ભરેલો છે. આવા રમ્ય ને પુણ્યપ્રદેશમાં સાંપ્રત સમયમાં પણ શતાવધાની શીઘ્ર કવિવર, આચાર્યવર્ય શ્રીમાન ગટ્ટુલાલજી તથા શીઘ્ર કવિ શાસ્ત્રીજી શંકરલાલ તથા કવિથી કેશવરાય હરિરાય, વગેરે અનેક નરરત્નો ઉદ્ભવ પામ્યાં છે. આ પવિત્ર પ્રદેશનું ભવ્યનગર ભાવનગર માત્ર અખિલ કાઠિયાવાડને જ નહિ પરંતુ આખા મુંબઈ ઈલાકાને અલૌકિક બુદ્ધિપ્રભાવ ને ઉચ્ચતમ રાજકીય નાગરિકત્વ ને મુત્સદ્દીપણાથી શોભાવનાર સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈએ પોતાના જન્મથી અલંકૃત કર્યું હતું. એમના તેજસ્વી રાજતન્ત્રે ભાવનગરના ઉત્તરોત્તર ઉત્કર્ષનાં બીજ રોપ્યાં છે, જે કાલક્રમે શાખાપ્રશાખારૂપે સર્વત્ર પ્રસાર પામી રહ્યાં છે. એવા પ્રદેશમાં આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ. બંધુઓ, પવિત્ર સ્થાનનું માહાત્મ્ય અલૌકિક છે. તેની તાત્કાલિક અસર જાદુઈ છે. પવિત્ર સ્થાનના ચમત્કારથી ગમે તેવો અશ્રદ્ધાળુ પુરુષ પણ ક્ષણ વાર પવિત્ર બને છે. બ્રહ્મગિરિના વર્ણનમાં કવિશ્રી નર્મદે ખરું કહ્યું છે કે

'''‘સંસાર સંધો વિસરી જવાએ, પાપી પ્રપંચો મનમાંથી જાએ;'''

Line 75: Line 73:
'''‘નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;'''

'''મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજિયે રે.’'''

<center>'''*'''</center>
<center>'''*'''</center>
'''ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે રે,'''

'''મૂળની વાતો તમારી કોઈ નવ જાણે રે.'''
'''મૂળની વાતો તમારી કોઈ નવ જાણે રે.'''
'''જોગીન્દ્રપણું, શિવજી, તમારૂં મેં જાણ્યું રે,'''

'''જટામાં ઘાલીને, શિવજી, આ ક્યાંથી આણ્યું રે.'''
'''જટામાં ઘાલીને, શિવજી, આ ક્યાંથી આણ્યું રે.'''
<center>'''*'''</center>
<center>'''*'''</center>
'''‘પઢો રે પોપટ સીતા રામના, સતી સીતા પઢાવે,'''

'''પાસે બાંધી પાંજરે, મુખે રામ જપાવે.’'''
'''પાસે બાંધી પાંજરે, મુખે રામ જપાવે.’'''
<center>'''*'''</center>
<center>'''*'''</center>
'''‘મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવો રે,'''

'''હું તો તલસું તમારે કાજ, હસીને બોલાવો રે.’'''

</poem>
</poem>
<center>'''*'''</center>
<center>'''*'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
તેમજ નીચેનાં જેવાં પરભાતિયાં પણ ઘણા લોકો ને યાચકો ગાય છેઃ{{Poem2Close}}

<poem>
<poem>
'''‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના, ધેનુમાં કુણ જાશે.’'''
'''‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના, ધેનુમાં કુણ જાશે.’'''
<center>'''*'''</center>
<center>'''*'''</center>
'''‘રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઇ ન રહેવું,'''  

'''નિદ્રાને પરહરિ સમરવા શ્રીહરિ, એક તું એક તું એમ કહેવું.’

Line 118: Line 106:
'''‘જ્યાંલગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાંલગી સાધના સર્વ જૂઠી,'''  

'''માનુષદેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.’'''</poem>
'''માનુષદેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.’'''</poem>
<center>'''*'''</center>
<center>'''*'''</center>
<poem>'''‘ભણે નરશૈયો કે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણી જન્મ ખોયો.''' </poem>

Line 163: Line 149:
'''છોરા આહીરના રે તારા મુખનો મટકો જો, છબીલા.’'''
'''છોરા આહીરના રે તારા મુખનો મટકો જો, છબીલા.’'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
મીરાંબાઈના ચરિત્રનું વાતાવરણ અનેક અસત્ય વૃત્તાન્તોથી દૂષિત થયું છે. એ વિષયમાં સદ્ગત તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીએ ઊંડું સંશોધન કરી ઘણો સત્ય પ્રકાશ પાડ્યો છે. એનું કવિત્વ ઉચ્ચ પ્રકારનું છે ને વાચકને ભક્તિરસમાં કલ્લોલ કરાવે છે. મહાત્મા ગાંધીજી કહે છે તેમ હૃદયમાંથી પ્રસરેલાં મનોભાવનાં એ ઝરણાં છે. એ લોકવૃત્તિને તૃપ્ત કરવા પ્રસરેલાં નથી. એની ભાષા હિંદીમિશ્રિત મધુર ગુજરાતી છે. એનાં ઘણાં કાવ્યો ભક્તજનોને ને સ્ત્રીઓને મુખસ્થ છે. થોડાંક ઉત્તમ કાવ્યો નીચે દર્શાવ્યાં છેઃ{{Poem2Close}}

Line 175: Line 160:
'''‘બંસીવાલા આજો મોરા દેશ'''
'''‘બંસીવાલા આજો મોરા દેશ'''
'''આજો મોરા દેશ, હો બંસીવાલા આજો મોરા દેશ.’'''
'''આજો મોરા દેશ, હો બંસીવાલા આજો મોરા દેશ.’'''
<center>'''*'''</center>
<center>'''*'''</center>
'''‘આવત મોરી ગલિયનમેં ગિરિધારી મૈં તો છુપી હું,'''

'''લાજકી મારી, આવત.’'''
'''લાજકી મારી, આવત.’'''
<center>'''*'''</center>
<center>'''*'''</center>
'''‘પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની.’'''

'''‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા'''  

'''સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે, રાધા.’'''
'''સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે, રાધા.’'''
<center>'''*'''</center>
<center>'''*'''</center>
'''‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે'''

'''મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.’'''

'''‘હાં રે ચાલો ડાકોરમાં જઇ વસિયે, મને લેહે લગાડી એ રસિએ રે; ચાલો.’'''

'''‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે.’'''

'''‘વિપત પડે ત્યારે હરિને સંભારો મારી વહારે ચડો વનમાળી રે.’'''

'''‘મંદિર દેખીને ડરે રે સુદામા મંદિર દેખી ડરે રે.’'''
'''‘મંદિર દેખીને ડરે રે સુદામા મંદિર દેખી ડરે રે.’'''
</poem>
</poem>
Line 220: Line 187:
<center>'''મધ્યકાળ: પ્રેમાનન્દ'''</center>

મધ્યકાળમાં અનેક કવિઓ થયા, તેમાં જો કે પ્રેમાનંદે, પોતાના પૂર્વગામી કવિઓ – નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, વજીઓ – એ કવિઓનો કંઈક આધાર આખ્યાનની પસંદગી અને શૈલી, વગેરેમાં લીધો હતો, તોપણ એ કાળમાં એ કવિચન્દ્ર સાહિત્યક્ષિતિજમાં પોતાની પૂર્ણ જ્યોત્સ્ના સર્વત્ર પ્રસરાવી, અન્ય કવિતારકોને ક્ષીણ, નિસ્તેજ જેવા કરે છે; અને રસની ઝમાવટ, ભાષાનો કાબૂ, વર્ણનની શૈલી, મનુષ્યહૃદયનું અને કુદરતનું જ્ઞાન, આદિ અનેક ગુણોથી વાચકના હૃદયમાં અમીરસ રેડી તેને રસભીનું કરી આનંદની લહરીમાં આંદોલન કરાવે છે. ગુજરાતી ભાષા તે સમયે ‘શું શાં પૈસા ચાર’ તરીકે નિંદાતી હતી અને જે ને તે હિંદીમાં કવિતા રચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. એવી અધમ સ્થિતિમાંથી ગુજરાતી ભાષાને ઉદ્ધારી સંસ્કૃતના જેવી પ્રતિષ્ઠાએ પહોંચાડવા આ કવિરત્ને પ્રયત્ન આદર્યો અને ‘શક્તિ ઉપરાંત કામ સ્વીકારવું નહિ એ જેમ બુદ્ધિલક્ષણ છે તેમ આરંભેલાં કાર્યનો નિર્વાહ કરવો એ પણ બુદ્ધિલક્ષણ છે.’ એ નીતિવચનને અનુરોધે જ્યાં સુધી ગુર્જર ભાષા પ્રતિષ્ઠિત પદ પામે નહિ અને પોતે અંગીકાર કરેલા કાર્યનો એ રીતે નિર્વાહ થાય નહિ ત્યાં સુધી પોતે જંપ્યા નહિ. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં અનુપમ ગીર્વાણકાવ્યો જ્ઞાનના ને નીતિના આકરગ્રન્થો છે, તેમાંથી આખ્યાનો પસંદ કરી તેમાં જનસમાજને અનુકૂળ ને હૃદયંગમ થાય એવા યોગ્ય ફેરફાર કરી ઉત્તમ કાવ્યો રચી ગુર્જર ભાષાને ઉચ્ચ કોટિમાં આણી, જનસમાજની ધાર્મિક ને રસિક વૃત્તિ પોષી અને એ જ પ્રમાણે ભાષાનો ઉત્કર્ષ કરે એવું રત્નેશ્વર, વલ્લભ, સુંદર, વીરજી, હરિદાસ, વગેરે ૧૦૦ સ્ત્રીપુરુષનું કવિમંડળ પોતાની આસપાસ એકઠું કરી તેને જેમ ઘટે તેમ કામ સોંપ્યું, જેમ રોમમાં ઑગસ્ટસ રાજાના સમયમાં સાહિત્ય પુષ્કળ કેળવાયું ને ખીલ્યું હતું, અને જેમ ઇંગ્લંડમાં ઍન રાણીના રાજ્યમાં અંગ્રેજ સાહિત્યનો અનેક દિશામાં વિકાસ થવાથી ઇતિહાસકારો ઍનના રાજ્યને અંગ્રેજી સાહિત્યનો ‘ઑગસ્ટન’ યુગ કહે છે તેમ આ મધ્યકાલને ગુર્જર સાહિત્યનો પ્રેમાનન્દયુગ – પ્રેમયુગ કહી શકાય. કવિ પ્રેમાનંદે ગુર્જર સાહિત્યની અનન્ય સેવા બજાવી છે ને

'''‘સાંગોપાંગ સુરંગ વ્યંગ્ય અતિશે ધારો ગિરા ગુર્જરી,'''
'''પાદે પાદ રસાળ ભૂષણવતી થાઓ સખી ઉપરી;'''
'''જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં તે સ્થાન એ લ્યો વરી;'''
'''થાયે શ્રેષ્ઠ સહૂ સખીજન થકી એ આશ પૂરો હરિ.’'''
એ પદ્યમાં કહ્યું છે તેવી આશા રાખીને ભગીરથ પ્રયત્ન કર્યો છે એમ સ્થાપન કરવામાં લેશ પણ અતિશયોક્તિ ને ચાટૂક્તિ નથી.
<br>
<br>
<center>'''પ્રેમાનંદનું કવિમંડળઃ વલ્લભ'''</center>
કવિ પ્રેમાનંદે પોતાની આસપાસ એકત્રિત કરેલા મંડળને જે કામ સોંપ્યું હતું તે કેટલેક અંશે યથાશક્તિ થયું, પરંતુ જોઈએ તેવું દીપી નીકળ્યું નહિ. રત્નેશ્વર સંસ્કૃત ભાષામાં વિદ્વાન હતો, તેણે ભાષાન્તરરૂપ કેટલાક ગ્રંથ રચ્યા અને કવિપુત્ર વલ્લભે પિતાની સ્તુતિ ને સામળભટ્ટની નિંદા કરી પોતાનાં કાવ્યોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી. તેણે ‘કુન્તી-પ્રસન્નાખ્યાન’, ‘દુઃશાસનરુધિરપાન’, ‘યુધિષ્ઠિરવૃકોદરસંવાદ’, ‘યક્ષપ્રશ્ન’, અદિ ગ્રન્થો રચ્યા છે. ગીર્વાણ ભાષા જેવી ભાષા વિષે તેણે એક સિદ્ધ પુરુષને પૂછ્યું ત્યારે તેમણે તેને ગુર્જર ભાષા જ બતાવી, એમ વર્ણવી વલ્લભે જે ગુજરાતી ભાષાનું ગૌરવ પ્રતિપાદન કર્યું છે તે દરેક સાહિત્ય સેવકે હદયમાં કોતરી રાખવા જેવું છે.
'''‘ઉમર મૂકી અને તું, ડુંગરને પૂજે કેમ?'''
'''ગોદમાંનો સૂત ભૂલે, જાણ્યું નહિ જેમણે.'''
'''તારી ભાષા છે જ તેવી, જાણ્યું નવ તેં જરૂર,'''
'''વિચારી જો વારંવાર, ગુણથી ઘટે ગણે.'''
'''કોમળતા કમળથી, અધિક દેખાય જેમાં,'''
'''મધુ સુધા મિષ્ટપણે, હારી હારી જાય છે,'''
'''અમલતા એના જેવી, નથી કોઈ ભાષામધ્ય,'''
'''પ્રાચીનપણું તો જેનું મોટેરૂં મનાય છે.'''
*
'''ગુર્જર ગિરાની તુલ્ય, ઉપમા ઉર્વીમાં નથી,'''
'''સર્વગુણસંપન્ન છે, ઉચ્ચાર રસાળ શો?’'''
<br>
<br>
<center>'''સામળભટ્ટ અને અખો'''</center>
એજ યુગના કવિ અખાએ પ્રેમાનંદથી જુદી જ દિશાએ સબળ પ્રયત્ન કર્યો છે. ‘રામાયણમહાભારત’નાં આખ્યાનો જનસમાજને ગાઈ બતલાવવાને બદલે પોતાની કલ્પનાશક્તિને પ્રભાવે ‘મડાપચ્ચીસી’, ‘સુડાબોત્તેરી’, ‘મદનમોહના’, ‘પદ્માવતી’, ‘ભદ્રાભામિની’, ‘નંદબત્રીસી’ વગેરે વાર્તાઓ તેમજ ‘ઉદ્યમકર્મસંવાદ’, ‘અંગદવિષ્ટિ’, ‘રાવણમંદોદરીસંવાદ’, આદિ અનેક કાવ્યો કવિ સામળે રચ્યાં છે, તેમાં તેણે વસ્તુસંકલનાની અદ્ભુત શક્તિ, જનસ્વભાવ આલેખવાનું કૌશલ્ય, અને અલૌકિક જ્ઞાન તેમજ બહુશ્રુતતા ને વ્યવહારકુશળતા દર્શાવ્યાં છે. ઉપમા તો કાલિદાસની એમ એક પ્રાચીન સંસ્કૃત પદ્યમાં કાલિદાસની પ્રશંસા કરી છે તેમ છપ્પા તો સામળભટ્ટના એમ કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી.
<br>
<br>
<center>'''અખો'''</center>
સંસારથી વિરક્ત થયલો, કીધેલા ઉપકારના બદલામાં નિંદા ને દોષારોપણ પામેલો, આદર્શભૂત નીતિ દર્શાવતાં કારાગ્રહમાં ગોંધાયલો અખો કવિ સંસારનો ત્યાગ કરી મનની શાંતિ પ્રાપ્ત કરવા સદ્ગુરુની શોધમાં નીકળી પડે એ સ્વાભાવિક છે. એ શોધમાં એને બેત્રણ સ્થળે સ્વાર્થી અને સંસારમાં રચ્યાપચ્યા રહેલા ગુરુઓ માલમ પડે છે એટલે એવા ગુરુઓ પર પોતાની કવિતામાં એ સચોટ પ્રહાર કરે એ પણ સ્વાભાવિક છે. આખરે, કાશીમાં મણિકર્ણિકાના ઘાટ પર એને જોઈતા ગુરુ મળે છે, તેમના તરફથી એને વેદાન્તશાસ્ત્રના ગૂઢ રહસ્યનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન તે ‘ગુરુશિષ્યસંવાદ’, ‘અખેગીતા’, ‘ચિત્તવિચારસંવાદ’, ‘પંચીકરણ’ આદિ ગ્રન્થોમાં દર્શાવે છે. એને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નહોતું, તેમજ છન્દઃશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્રથી પણ એ પરિચિત નહોતો. જેવી કવિતા સૂઝી આવી તેવી કવિતામાં એણે પોતાના વિચાર દર્શાવ્યા છે. મૂળ તો વેદાન્તનો વિષય જ ગહન અને તે વળી કવિતામાં ઉતારવો એ કામ ઘણું દુષ્કર, એટલે એનાં કાવ્યો સુગમ ને લોકપ્રિય થાય નહિ એમાં નવાઈ નથી. તોપણ એનાં કાવ્યોનો કેટલોક ભાગ વ્યાવહારિક હોવાથી તેમજ તે સાદી, સરળ, ને સીધી ભાષામાં રચાયલો હોવાથી ઘણો લોકપ્રિય થયો છે. એણે લોકોને તીખી ભાષામાં ઉપદેશ આપ્યો છે. એનાં કેટલાંક પદ્યો લોકોક્તિમાં સામાન્ય પ્રચાર પામ્યાં છે; કેટલેક સ્થળે અસંસ્કારી ભાષા વાપરી પોતાનો હેતુ સાધવામાં કવિ ચૂક્યો નથી. નીચેનાં જેવાં પદ્યો ઘણાં લોકપ્રિય થયાં છેઃ
'''‘તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં,'''
'''તીરથ ફરિ ફરિ થાક્યા ચર્ણ, તોયે ન પોતા હરિને શર્ણ.'''
'''કથા સુણી સુણી ફુટ્યા કાન, તોયે નાવ્યું બ્રહ્મજ્ઞાન,'''
'''એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;'''
'''પાણીને દેખી કરે સ્નાન, તુળશી દેખી તોડે પાન.'''
'''એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.’'''
‘ફુટકળ’ અંગમાં એવાં ઘણાં સરળ, સીધાં, ને સચોટ પદ્યો છે.
'''‘આવિ નગરમાં લાગિ લાય, પંખિને શ્યો ધોખો થાય;'''
'''ઉંદર બિચારા કરતા સોર, જેને નહીં ઉડયાનું જોર,'''
'''અખા જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે.’'''
<center>*</center>
'''‘ગુરુ થઈ બેઠો સેનો સાધ, સ્વામિપણાની વળગી વ્યાધ;'''
'''તે પીડાથી દુખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો.'''
'''વાચક જાળમાં ગુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે.’'''
<center>*</center>
'''‘સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;'''
'''શિષ્ય રાખ્યાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર.'''
'''આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ.’'''
<center>*</center>
'''‘દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વધ્યું શેર;'''
'''ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;'''
'''અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન તે મૂળગું ખોય.’'''
<center>*</center>
'''આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ;'''
'''અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિ વડે આદરો;'''
'''ગવરાવ્યા જરા હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ.’'''
<center>*</center>
'''‘ધન ધન જ્ઞાની જનનું ગાત્ર, જગત ગણ્યું જેણે તૃણમાત્ર;'''
'''જ્ઞાની તે જે કરે વિચાર, પરપંચ તજે ને સંઘરે સાર;'''
'''સકળ કામના સવળી કરે, વાસના વધુ ઠેકાણે ડરે;'''
'''ટાળે આપને ભાલે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ.’'''
આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે.
‘ભાષાના અંગ’માં અખો કહે છે કે –
‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું?
બાવનનો સઘળો વિસ્તાર, આખા ત્રેપનમો જાણે પાર.’

26,604

edits

Navigation menu