પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 780: Line 780:
</poem>
</poem>

{{Poem2Open}}
એ નીતિની ગરબી સ્ત્રીઓ હોંસે હોંસે ગાય છે.
‘રામાયણ’, ‘મહાભારત’ અને પુરાણોમાંથી પ્રાચીન સ્ત્રીપુરુષોની હકીકત એકઠી કરી કવિએ ‘કથોકોષ’માં આપી છે. એ કોષ ઘણો ઉપયોગી છે.
‘નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીત’ પણ રીતભાતની સમજુતી સાથે કવિએ એકઠાં કર્યાં છે. એ પુસ્તકને અનુસારે અમદાવાદમાં હાલ સ્વર્ગવાસ પામેલાં બાળાગૌરીએ ને નડિયાદમાં રા. નરહરિરામે પણ અચાર ને રીતરિવાજનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે.

'''નર્મગદ્ય'''
‘નર્મગદ્ય’માં ‘નિબંધો’, ‘રામાયણ ને મહાભારતનો સાર’, ‘કવિ ને કવિતા’, ‘પ્રેમાનંદ આદિ કવિઓનાં જીવનચરિત્ર’, ‘પ્રાચીન ને અર્વાચીન જગતનો ઇતિહાસ’, ‘મહાપુરુષો, તત્ત્વવેત્તા, ને સંશોધકોનાં જીવનચારિત્રો’ અને ‘ગુજરાતની ને મેવાડની હકીકત’માં બહુ ઉપયોગી ને એમના સમયમાં વાચકને અન્યત્ર દુષ્પ્રાપ્ય બાબત જુસ્સાદાર ને સંસ્કારી ભાષામાં કવિએ આપી છે. ‘રાજ્યરંગ’નાં આદિ વાક્યો નર્મદના કીર્તિસ્તંભના મોખરાના લેખ છે.
‘એક છે, અનેક છે, નિવર્તે છે’ ઇત્યાદિ; તેમજ
‘બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધું રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી, તોપણ તે કાંઈ છે તે રંગ છે. એ રંગ હું મારી તોતલી વાણીથી વર્ણવવા ઈચ્છું છું. દે પ્રસાદ-રંગાઉં-ઉદય-ઉદય શ્રીરંગ’! ધન્ય છે કવિના વિનયને!
‘પિંગળપ્રવેશ’ અને ‘અલંકારપ્રવેશ’માં કવિએ છન્દો ને અલંકારોનું વિવેચન કર્યું છે. ‘રસપ્રવેશ’માં રસ અને વ્યભિચારી ભાવોનું વિવરણ છે. ‘નાયિકાવિષયપ્રકાશ’માં નાયકનાયિકાના સ્વરૂપનું વર્ણન છે.
કવિએ ‘શ્રીકૃષ્ણાકુમારી’, ‘દ્રાપદીદર્શન’ વગેરે નાટકો પણ રચ્યાં છે; એ નાટકોમાં ગદ્યભાગ વિશેષ છે, પદ્યભાગ થોડો છે. પણ ‘રામજાનકીદર્શન’માં પદ્યો સારાં છે ને પૂરતી સંખ્યામાં છે. ‘ગુજરાતી’ પત્રના તન્ત્રીએ એ નાટકોની નવીન આવૃત્તિ પ્રસિદ્ધ કરવી જોઈએ.
જે સમયમાં હાલના જેટલો ઉચ્ચ કેળવણીનો પ્રચાર અને સુગમતા નહોતાં તે સમયે એકલે હાથે કવિએ કરેલી આ અનુકરણીય સેવાની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે.

'''કવિનું શિષ્યમંડળ'''
કવિના રસતરંગમાં એના શિષ્યો સદ્ગત સવિતાનારાયણ, વિજયાશંકર, વગેરે હમેશ નહાઈ અજ્ઞાનરૂપી મેલ ધોઈ ઉચ્ચ સંસ્કાર પામતા હતા. કવિ વિજયાશંકરની ‘વિજયવાણી’એ આ સમાગમનું ફળ છે. એ જ કવિનું ‘સૃષ્ટિસત્ત્વ’ સરળ ભાષામાં સંવાદરૂપે વેદાન્તના ગૂઢ તત્ત્વનું જ્ઞાન આપે છે. એમાં ગુરુશિષ્યના સંવાદના રૂપમાં ઘણું તત્ત્વજ્ઞાન છે. વાર્તાઓ, પૌરાણિક દૃષ્ટાન્તો સાથે તેમજ ‘ઉપનિષદો’, ‘ગીતા’, ‘યોગવાસિષ્ઠ’ અને શંકરાચાર્યના ગ્રન્થોમાંથી ઉતારા આપી એમણે રસિક રીતે બહુ જ્ઞાન આપ્યું છે. દિલગીરી સાથે કહેવું પડે છે કે આવો વિદ્વત્તાભરેલો ગ્રન્થ લોકોમાં પ્રચાર પામ્યો નથી. એટલું જ નહિ પણ એનું નામ પણ કેટલાકના જાણવામાં નહિ હોય, જેમ કવિઓ ન હોય તો રાજાઓનાં ચરિત્રોની મહત્તા ન થાય એવું એક સંસ્કૃત કાવ્યમાં કહ્યું છે, તેમ વિદ્વાનોની કૃતિઓ પણ પ્રસિદ્ધિમાં આણનાર મિત્ર ન હોય તો જગતમાં અપ્રસિદ્ધ જ રહે છે. સવિતાનારાયણનાં ‘કાવ્ય’ તેમજ ‘અલંકારચન્દ્રિકા’ પણ એ ગુરુચરણ સેવાના પ્રસાદરૂપ છે.

'''નવલરામભાઈ'''
સુરતના ત્રણ નન્નાથી નિર્દેશાતા ત્રણ નરરત્નોમાંના બીજા સદ્ગત નવલરામભાઈ હતા. તેમનું જીવન સાહિત્યમય હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ઊંડા વિચારમાં નિમગ્ન થવાની ટેવ હતી. એ ટેવને લીધે તેમને વર્ગમાં કર્ટિસ સાહેબે વખોડ્યા હતા કે ઊંઘો છો કે શું? મૂળથી જ તેમને આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની ઉત્તમ ટેવ હતી. એક વખત પોતાના એક મિત્રને આશ્રય મળવાનો સંભવ જાણી પોતાનું મન ઇર્ષાથી કલુષિત થયું. નવલરામ લખે છે કે ‘મને લાગ્યું કે તેને જો આશ્રય ન મળે તો આ પાપી મન ખુશ થાય ખરું.’ પોતે ઈર્ષ્યાથી પ્રેરાઈ કંઈ અનિષ્ટ પગલું ભર્યું નથી; પરંતુ મનની નિર્બળતા પોતે તપાસી શક્યા, એ એમની મહત્તાનું પ્રબળ પ્રમાણ છે એમણે ‘વીરમતી’ ને ‘ભટ્ટનું ભોપાળું’ એ નાટકો, ‘અકબર ને બીલબલનાં હિંદી કાવ્યો’ અને ‘નર્મદચરિત્ર’એ સ્વતન્ત્ર ગ્રન્થો રચ્યા છે, નવા યોજેલા મેઘછન્દમાં ‘મેઘદૂત’નું ભાષાન્તર કર્યું છે, તેમજ ‘માલતીમાધવ’, ‘મૃચ્છકટિક’, ‘રત્નાવલી’ આદિ નાટકો તથા પુરાણોનો સાર આપ્યો છે. શિક્ષણશાસ્ત્રના અનેક વિષયો એમણે ચર્ચ્યા છે. શિક્ષણ રસિક કેમ થાય, ‘પરસ્પર સંભાષણપદ્ધતિ’નો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ થાય, વચન અને અન્ય વિષયો કેવી રીતે ઉત્તમ શિખવાય – આવા અનેક શિક્ષણના વિષયોનું એમણે વિવરણ કર્યું છે. ‘વાતાવરણ’, ‘ધરતીકંપ’, ‘બરફના ડુંગર’, ‘કાવીનાં તામ્રપત્ર’ વગેરે સામાન્ય જ્ઞાનના અને વિદ્વત્તાના વિષય પર પણ એમણે પ્રકાશ પાડ્યો છે.
નવલરામભાઈ પોતાની સાધનસંપત્તિમાં હમેશ વધારો કર્યા જ કરતા. તેઓ વાચન ને વિચારણામાં જ પોતાનો સમય નિર્ગમન કરતા હતા. એ બે સંપત્તિ વિષે પોતે સંતૃપ્ત ન થાય ત્યાં સુધી લેખનના કાર્યમાં ઉદ્યુક્ત થતા નહોતા. વય જતાં એમના વિચાર વિશેષ પરિપક્વ થયા. એ પરિપક્વતા કવિ નર્મદ અને દલપતરામ વિષેના પાછલી વયે દર્શાવેલા વિચારમાં પ્રત્યક્ષ થાય છે.
નવલરામભાઈની અપૂર્વ તેજથી ઝગઝગી રહેલી કીર્તિ તેમની આટલી સાહિત્યસેવા–જે કંઈ ઓછી નથી–તેને લીધે નથી. એ તો એમની ‘પુસ્તકપરીક્ષા’ને લીધે છે. એ પરીક્ષા કરવામાં એમનું ક્ષેત્ર અત્યાર સુધી બિનહરીફ રહ્યું છે, એ એમની કીર્તિ જેવી તેવી નથી. એ ક્ષેત્રમાં એમની કીર્તિનાં કિરણો કોઈ પ્રતિદ્વન્દ્વીનાં કિરણોથી ઝંખવાયાં નથી.

'''ઉત્તમ ગ્રન્થાવલોકનનું સ્વરૂપ'''
ઉત્તમ વિવેચનમાં સમગ્ર ગ્રન્થ પર વિચાર જોઈએ, એકદેશ પર નહિ. વિવેચક રાગદ્વેષરહિત, ગુણદોષની યોગ્ય તુલના કરનાર, નિષ્પક્ષપાતી જોઈએ. ગમે તેવો વિદ્વાન હોય તોપણ માત્ર છિદ્રાન્વેષી ઉત્તમ વિવેચક કદી થઈ શકતો નથી. વિવેચનમાં ગુણ ને દોષ, બંનેની પરીક્ષા જોઈએ. ગુણની યોગ્ય કદર ને દોષનો નિર્દેશ તેના ભવિષ્ય માર્ગને સહાયભૂત થાય એવી સૂચના સાથે જોઈએ. તરુણ ઊગતા ગ્રન્થકારની મહેચ્છાને જોઈતું ઉત્તેજન મળવું જોઈએ. વિદ્વાનોના ગ્રન્થ પર ઘટતું, વિદ્વત્તાભરેલું, ગુણદોષશોધક, પ્રૌઢ વિવેચન જોઈએ. તેમાં પણ તેના ગુણની યોગ્ય તુલના ને દોષને માટે માર્ગસૂચક બોધ જોઈએ.

'''ઉત્તમ વિવેચક'''
આ બધા ગુણો નવલરામભાઈનામાં હતા. તેમના વિવેચનથી વાચકને ઘણી જાણવા જેવી હકીકતનું જ્ઞાન થાય છે ને ગ્રન્થકારને ન્યાય મળે છે. ‘કરણઘેલો’ ને ‘કાન્તા’ પરનાં તેમનાં વિવેચન ઉત્તમ છે. તેમાં રસક્ષતિ કયાં ને કેવી રીતે થાય છે તે તેમણે ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ‘કરસનદાસ મૂળજી’ના ને ‘દુર્ગારામ મહેતાજી’ના ચરિત્રમાં જીવનચરિત્રમાં કયા ગુણો આવશ્યક છે તે એમણે પ્રતિપાદિત કર્યું છે. એ જ પ્રમાણે યોગ્ય પ્રસંગે ઉત્તમ નાટક ને ઉત્તમ વાર્તાનું સ્વરૂપ પણ એમણે દર્શાવ્યું છે. એમણે સંસ્કૃતમય ભાષાની નિંદા કરી છે તે યુક્ત છે. અપરિચિત સંસ્કૃત શબ્દોના પ્રયોગથી વાચકને ભાષા કઢંગી ને ક્લિષ્ટ લાગે છે. ‘વાચનમાળા કેવી જોઈએ’ તે વિષે એમણે વિવેચન કર્યું છે. જોડણી વિષે પણ એમણે પોતાના વિચાર દર્શાવેલા છે, ભાષાનું સ્વરૂપ જ બદલાઈ જાય એવી જોડણી એમને માન્ય નથી; તેમજ પ્રાન્તિક ઝઘડો ઊભો કરે એવી જોડણી પણ એમને ઇષ્ટ નથી.
નવલરામભાઈનાં કમલ ને વિચાર અનેક દિશામાં પ્રવર્તતા હતા. ‘માસિકો’ કે અન્ય વર્તમાનપત્રોમાં, લેખોમાં કે પત્રોમાં કે પુસ્તકો રચવામાં, કંઈ ને કંઈ લખવામાં તેઓ રોકાએલા રહેતા. તેઓ જીવનપર્યન્ત અભ્યાસી હતા. ‘કાવ્યાદર્શ’, બેકનનું ‘નોવમ ઓર્ગેનમ’, ‘તર્કશાસ્ત્ર’ ને ‘સાહિત્યદર્પણ’ જેવાં પુસ્તકોનો તેમણે અભ્યાસ કર્યો હતો. જે સમયમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત જ થયલી અને સંસ્કૃત વિદ્યા શાળામાં સંપાદન કરવાનો એમને લાભ મળેલો નહિ, તે સમયમાં આ ખાનગી અભ્યાસ ઘણો ઊંચો ગણાય.
નવલરામભાઈ જેવા જ્ઞાની, ગંભીર વિચારક અને ન્યાયી વિવેચનકારની આપણા સાહિત્યમાં મોટી ખોટ છે.

'''માસ્તર સાહેબ નન્દશંકરભાઈ'''
સુરતના ત્રણ પ્રસિદ્ધ નન્નામાંના ત્રીજા, માસ્તર સાહેબના નામથી જાણીતા સદ્ગત નન્દશંકરભાઈ છે. એમણે ‘કરણઘેલો’ નામની સુવિખ્યાત ઐતિહાસિક નવલકથા રચી એ નવીન માર્ગમાં સાહિત્યનો પ્રવાહ પ્રવર્તાવ્યો છે. માસ્તર સાહેબે આ એક જ નવલકથા રચી છે; પરંતુ તેમાં વસ્તુનાં ને રીતભાતનાં વર્ણન પુષ્કળ છે ને તે એવાં તો ચમત્કારી ને અસરકારક છે કે એ એક જ પુસ્તકથી તેમણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પોતાની કીર્તિ અમર કરી છે. ‘કરણઘેલા’ની ભાષા ઘણી તેજસ્વી છે. ગ્રન્થકર્તાની વાણીનો પ્રવાહ અવિચ્છિન્ન ચાલ્યો જાય છે તે વાચકને એટલો મોહક ને લોહચુંબકની પેઠે આકર્ષક થાય છે કે વાર્તા પૂરી થાય ત્યાં સુધી વાચકને હાથમાંથી પુસ્તક મૂકવું ગમતું નથી.

'''સંગીન સાહિત્યસેવાકાર'''
આ પ્રમાણે અંગ્રેજી કેળવણી આપણા દેશમાં દાખલ થયાના આરંભકાળમાં કવિ નર્મદ, નવલરામભાઈ, તથા નન્દશંકરભાઈએ ગુજરાતી સાહિત્યની જુદી જુદી દિશામાં અમૂલ્ય સેવા બજાવી છે. સમયપરત્વે વિચાર કરતાં કવિ નર્મદ ને નવલરામભાઈના જેવી સંગીન સાહિત્યસેવા બજાવનારની હાલના સમયમાં ખોટ છે એમ ભારે ખેદ સાથે કહેવું પડે છે.

'''કવીશ્વર દલપતભાઈ'''
સુરતના શૃંગારરૂપ કવીશ્વર નર્મદ અને નવલરામભાઈ જે સમયે આ ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરતા હતા તે સમયે અમદાવાદમાં મૂળ કાઠિયાવાડના વતની કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ, જેમના સંક્ષિપ્ત ક. દ. ડા.થી પ્રાથમિક શાળાનાં બાળકો ઘણા પરિચિત છે. તેઓ જનસમાજનું રંજન કરે એવાં કાવ્યો પ્રાસાદિક વાણીમાં રચી ગુજરાતી કાવ્યસાહિત્યનો વિકાસ કરતા હતા. કવિશ્રીએ ફોર્બ્સ સાહેબના પ્રયત્નથી સ્થપાયેલી ને વૃદ્ધિ પામેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સારી સેવા બજાવી હતી. તેઓ અમદાવાદ ટ્રેનીંગ કોલેજમાં કવિતાનો વિષય શિખવવા જતા હતા એ તે વખતના ભાગ્યશાળી શિષ્યને મોટો લાભ હતો. કવિએ હુન્નરની ખિલવણી, સંસારસુધારો, ધર્મ, નીતિ, કેળવણી અને અનેક પ્રાસંગિક વિષયો પર સભારંજની કવિતા રચી સરકારની તેમજ જનમંડળની પ્રીતિ સંપાદન કરી હતી. તેઓ ગુજરાતના રાજકવિની ઉચ્ચ પ્રતિષ્ઠા પામ્યા હતા. પ્રભાત, સૂર્યોદય, સાયંકાલ, અને ઋતુ વિષેનાં તેમનાં કાવ્યોમાં કેટલાંકમાં કવિની કલ્પનાશક્તિ સારી ખીલેલી જણાય છેઃ
{{Poem2Close}}
<poem>
'''પરોઢિયે શીતળ વાયુ વાય, તેથી પડે ટાઢ અને ધુજાય;'''
'''કુરાજ્યમાં જેમ જનો ન જંપે, બીકે બધા લોકની કાય કંપે.'''
'''કુકૂસ્વરો કુક્કુટ તો કરે છે, સર્વત્ર જેના સ્વર સંચરે છે;'''
'''જાણે રવીરાય પધારનારો, તેના છડીદારતણા ઉચારો.'''
'''વાજે રૂડાં ચોઘડિયાં નગારાં, જે લોકને નિત્ય જગાડનારાં'''
'''જાણે નવા રાજ્યની ફોજ આવે, તેની બડી નોબત આ બજાવે.'''
'''વિદ્યારથી પાઠ ઉઠી કરે છે, જાણે રવીના જશ ઉચરે છે;'''
'''પ્રભાતિયાં ગાય સુભક્ત પ્રીતે, જાલે રવિના ગુણ ગાય ગીતે.’'''
</poem>

26,604

edits

Navigation menu