પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 846: Line 846:
</poem>
</poem>

{{Poem2Open}}
આમાં સ્વભાવોક્તિ સાથે ઉપમા કે ઉત્પ્રેક્ષા અલંકાર તથા માધુર્ય ને પ્રસાદ ગુણની સારી ઝમાવટ છે.
નીચેનાં પદ્યો પણ એવાં જ સુંદર છેઃ
{{Poem2Close}}

<poem>
'''‘આદિત્ય આભાસ વિશેષ થાય, શશાંક ઝાંખો પડતો જણાય;'''
'''બલિષ્ઠનો આગમ જાણિ જેમ, ઝાંખો પડે નિર્બળ ભૂપ તેમ.'''
'''શશાંકનો છેક ઘટ્યો પ્રકાશ, કેવો દિસે પશ્ચિમ દીશ પાસ,'''
'''જાણે બજાવા ઘડિ પૂર્ણ થાતે, આકાશ ટાંગી ઘડિઆળ આ તે.'''
'''ભાનૂથકી ચંદ્ર પ્રકાશ લે છે, તેથી જ તે શીતળતા ધરે છે;'''
'''ભિક્ષાથી પામે અતિરિદ્ધિ આપ, પડે ન તેનો જગમાં પ્રતાપ.'''

'''જુઓ જુઓ આ રવિ દિવ્ય કાય, ભૂમિ ભણી તે નમતો જણાય'''
'''જાણે ચડેલો અમરાપુરીમાં, પતંગ રીસે પડતો મહીમાં.'''
'''અરે જુઓ વિશ્વ અનુભવીને, પૂજે જનો સૌ ઉગતા રવીને,'''
'''આવી પડે અસ્ત થવાનું જ્યારે, કોઈ ન છાંટે લઈ કંકુ ત્યારે.’'''

</poem>

{{Poem2Open}}

'''કવિ ગણપતરામ'''
કવિ દલપતરામની શૈલીમાં બુલાખીરામ છોટાલાલ ને ગણપતરામે કાવ્યો રચ્યાં છે; પણ તે તેવાં લોકપ્રિય થયાં નથી. કવિ ગણપતરામે ‘પ્રતાપનાટક’માં વીરરસની ઝમાવટ સારી કરી છે. ‘લઘુ મહાભારત’નાં પાંચ પુસ્તકોમાં કવિએ બહુધા દેશી રાગોમાં મહાભારતનો સાર કંઈ પણ ઉપયોગી અંશ મૂકી દીધા વગર સારી રીતે વર્ણવ્યો છે. એ ગ્રન્થ રચવામાં કવિએ બહુ પરિશ્રમ લીધો છે ને શેઠ ચીનુભાઈ જેવા ઉદાર પુરુષે એ પુસ્તકો પ્રસિદ્ધ કરવા આશ્રય ન આપ્યો હોત તો એ કદી પ્રસિદ્ધિ પામ્યાં ન હોત. એકંદર કાવ્ય પ્રાસાદિક ને તેજસ્વી શૈલીમાં છે; પણ છંદો બહુધા એક જ જાતના લાંબા સવાયા કે હરિગીતને ઢબે ગવાય એવા હોવાથી તેમાં નવીનતાને અભાવે પુસ્તકની લોકપ્રિયતામાં હાનિ આવે છે.

'''કેશવકૃતિ'''
પોરબંદરના પ્રશ્નોરા નાગર સદ્ગત કેશવરામ હરિરામ ભટ્ટનાં કાવ્ય સ્વદેશપ્રેમ, ઉચ્ચ નીતિ ને ધર્મની ભાવના, તેમજ વેદાન્તતત્ત્વના વિચારોથી પરિપૂર્ણ છે. એમનાં નીચેનાં કાવ્યો ઉત્તમ છેઃ
{{Poem2Close}}

<poem>
'''‘દોડ મા, ગમાર, દૂર, ઇશ્વર છે આંહી,'''
'''પૂર્ણ ને પ્રકાશમાન, માન સર્વમાંહી – દોડ મા.’'''

'''‘પંખીનો મેળો ભેળો રહે કેમ ભાઈ?'''
'''કોઈ ક્યાંહિથી કોઈ ક્યાંહિથી આવે એમ તણાઈ. પંખી.’'''

'''‘હે ચિત્તચકોર, નિરખ પૂર્ણાનંદ પ્રકાશક ચંદ્રને;'''
'''શીતલ, સાચા, સ્વાભાવિક, સર્વોત્તમસુખના કંદને.’'''

'''‘અમે તો આજ તમારા, બે દિનના મેમાન;'''
'''સફલ કરો આ સફલ સમાગમ, સુખનું એજ નિદાન અમે તો.’'''
</poem>

{{Poem2Open}}
આ છેલ્લું પદ્ય જનમંડળમાં યથાર્થ રીતે અત્યન્ત લોકપ્રિય થયું છે.

'''ગોવર્ધનરામભાઈ: સરસ્વતીચન્દ્ર'''
ધીમે ધીમે અંગ્રેજી કેળવણીનો પ્રચાર ને પ્રકાશ વૃદ્ધિ પામતો ગયો. હાઈસ્કૂલોમાં ને કૉલેજોમાં સંસ્કૃત સાહિત્યના અધ્યયનથી વિદ્યાર્થીઓની સ્વતંત્ર ને સંશોધકવૃત્તિ ખીલતી ગઈ, ને પ્રાચીન સાહિત્ય ને વિચાર તરફ પૂજ્યબુદ્ધિ ઉત્પન્ન થઈ. સામાજિક અને ધાર્મિક સ્થિતિ વિષે લોકોના વિચાર બદલાયા. જનમંડળમાં સ્ત્રીના સ્થાન વિષે તેમજ સ્ત્રીની કેળવણી વિષે લોકોમાં નવી નવી ભાવનાઓ ઉત્પન્ન થઈ. રાજકીય સ્થિતિની ચર્ચા દેશમાં સર્વત્ર ખૂબ જોરમાં ચાલવા લાગી, સમસ્ત પ્રજામાં નવી જાગૃતિ ઉત્પન્ન થઈ. રાજકીય, સામાજિક, ધાર્મિક, વગેરે વિષયોમાં નવીન વિચારો, નવીન ભાવનાઓ અને નવીન જ્ઞાનને પોષે ને સંતોષે એવા સાહિત્યની અપેક્ષા થાય એ સ્વાભાવિક છે. વિદ્વાનોની તેમજ સામાન્ય વાચકવર્ગની આવી નવીન વાંછના પૂરનાર, જેને જેવું ભોજન જોઈએ તેને માટે તેવું તૈયાર કરનાર ને પીરસનાર, જે નરરત્ન ઈશ્વરકૃપાથી યોગ્ય સમયે ઉત્પન્ન થયું તે સદ્ગત ગોવર્ધનરામભાઈ. એમનો ‘સરસ્વતીચંદ્ર’ એ ગુજરાતી સાહિત્યનો અપ્રતિમ કીર્તિસ્તંભ છે. નવલકથા તરીકે એના પર વિવેચન કરનારને વસ્તુસંકલનામાં દોષો તથા રસક્ષતિના દૃષ્ટાન્તો સહજ જડશે. પરંતુ એ તો મનુષ્ય સ્વભાવનિરૂપણનો અને વિવિધ જ્ઞાનનો આકરગ્રન્થ છે. ચાર ભાગમાંના પહેલા બે ભાગ વિશેષ લોકપ્રિય થયા છે. બીજો ભાગ સ્ત્રીઓને ઉત્તમ વાચન પૂરું પાડે છે. ગુણસુંદરી તે ખરેખરો ગુણનો ભંડાર છે. એનું ચરિત્ર ગ્રન્થકારે અપૂર્વ શક્તિ ને ઝીણવટથી આલેખ્યું છે. મરણશય્યામાં પડેલી ગુણસુંદરીએ ગાએલું:{{Poem2Close}}
<poem>
'''‘દયા ના દીસે રજ પણ, જમ તુજ આંખમાં રે, બીહામણું ઝાંખમાં રે.’'''

'''હાર મુજે હૈયાનો એ તો! નથી એ ત્હારી પેઠે નમ્હેરો?'''
'''રોવા દે રોવા દે મુને, રોઈ લેવા દે જઈને એની બાથમાં રે. દયા.'''
'''વ્હાલા! વ્હાલ વીસારો તમારૂં, જમ આ કહ્યું ન માને મ્હારૂં,'''
'''તમને જપતી મરતી મરતી, રોતી રોતી પણ હસતી હું આશમાં કે'''
'''પામીશ મારો ચતુર અવર અવતારમાંયે! દયા હરિ આંખમાં રે!'''
'''દયા.’'''
</poem>
{{Poem2Open}}
આ ગાન કરુણરસથી કેવું પરિપૂર્ણ છે! શિલા રુદન કરે છે ને વજ્રનું પણ હૃદય ફાટે છે એ કવિ ભવભૂતિનું વચન આ ગાયન યથાર્થ કરે છે. ત્રીજા ભાગમાં દેશી રાજ્યોના વહીવટનું સત્ય ને સંપૂર્ણ ચિત્ર છે. ચોથો ભાગ પાશ્ચાત્ય અને પ્રાચ્ય ગ્રન્થોમાંના ઉતારાથી ભરપૂર છે. મલ્લભવન, ‘મહાભારત’નો અર્થવિસ્તાર, ને ભારતનું ભવિષ્યકથન, એટલા ભાગ ખાસ આકર્ષક છે. ચારે ભાગનો આ વિસ્તૃત ગ્રન્થ ગુર્જર સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં અપ્રતિમ પ્રદીપ છે. જ્યાંસુધી ગુર્જરભાષા છે ત્યાં સુધી એ અપૂર્વ, અદ્વિતીય પ્રદીપની શિખા સમાન જ્યોતિથી ઝગઝગ્યા જ કરશે. ગ્રન્થકારે જાતે ગ્રન્થને અન્તે ખરું કહ્યું કે ‘પ્રિય વાંચનાર! તું પુરુષ હો કે સ્ત્રી હો, સાક્ષર હો કે પ્રાકૃત જન હો… હો તે હો, – સર્વથા તું જે હોય તેને માટે યથાશક્તિ, યથામતિ થોડી થોડી સામગ્રી આ ગ્રન્થના કોઈક કોઈક પાનામાં તને મળી આવે ને કંઈ પણ ભાવતું ભોજન ન મળવાથી નિરાહાર પાછાં જવાનો વારો ત્હારે ન આવે.’ આ ગ્રન્થ વિદ્વદ્વર્ગમાં ને સાધારણ વાચકવર્ગમાં જેટલો લોકપ્રિય થયો છે તેટલો લોકપ્રિય બીજો કોઈ ગ્રન્થ થતો નથી, એથી વિશેષ એ ગ્રન્થની સ્તુતિ શી હોઈ શકે? પાશ્ચાત્ય ફિલસુફી ને ઉપનિષદાદિ ગ્રન્થોમાંની પ્રાચ્ય વિદ્યા તેમજ પ્રાચ્ય ને પાશ્ચાત્ય કવિ, નાટકકાર ને અન્ય ગ્રન્થકારના ઉત્તમ ગ્રન્થો – એ બધામાંથી સ્થળે સ્થળે ઉત્તમ વાક્યના ઉતારા વિદ્વાન વાચક વર્ગના મનને ઉત્તમ વિચારો પૂરા પાડે છે ને હૃદયની ઉચ્ચ ભાવનાને સંતૃપ કરે છે. સ્થળે સ્થળે ગ્રન્થકારે રસથી છલકાઈ જતાં પદ્યો પૂરાં પાડી સહૃદય અને કવિજનની રસવૃત્તિને પોષવાનું બાકી રાખ્યું નથી. એવાં થોડાંક પદ્યોનું દિગ્દર્શન નીચે કર્યું છેઃ{{Poem2Close}}
<poem>
'''‘સુંદર ગિરિનાં શૃંગ ચુંબતાં જળધરગણને;'''
'''પવિત્ર સાધુવૃન્દ જગાવતાં ત્યાંજ અલખને.’'''

'''‘ઉત્તરમાં છે તમ વાસ, વ્હાલાં માત ને તાત!'''
'''છેલા કરું છું પ્રણામ – છેલા કરું છું પ્રણામ!'''
'''વ્હાલાં માતપિતાને નમું!’'''

{{Poem2Open}}
ડૂબવા તૈયાર થયલી માતપિતાને સંભારતી કુમુદનો આ વિલાપ હૃદયદ્રાવક છે. જળમાં કેડ સુધી ડૂબેલી કુમુદસુંદરીને કર્ણે પડેલું ચન્દ્રાવલીનું નીચેનું ગાયન –
{{Poem2Close}}
<poem>
'''‘ધીમી ધીમી ચાલી તું તો કરવા ત્હારૂં કામ!'''
'''માજીની ઈચ્છા એવી છે કે પાછી હવે તું આવ. ધીમી.’'''

'''‘સાયર આવો આભસરીખો, ઘોર ગાજે દિનરાત;'''
'''ક્યાં એ ને ક્યાં કોમળ કળી સમી દીકરી, ત્હારી જાત! ધીમી.'''
'''સાયરને ત્યજી માજીને મોંઘે ખોળે તું બેટા, બેશ;'''
'''ખોટી રે કાયા, ખોટી માયા, માજી જ માજી હમેશ. ધીમી.’'''
</poem>
{{Poem2Open}}
વાચકના હૃદયમાં સમુદ્રમાં તરંગની પેઠે સંક્ષોભ કરે છે. તેમજ કુમુદને કહેલાં સરસ્વતીચન્દ્રનાં નીચેનાં વચન ઉત્તમ આદર્શ ખડો કરે છે. –
{{Poem2Close}}
<poem>
'''‘હવે ગિરિરાજ પર આવ્યાં, સુધર્મી સાધુને ભાવ્યાં;'''
'''પ્રિયા! ત્યજ સર્વ ભયને તું! પરાપ્રીતિયજ્ઞ રચને તું.’'''
</poem>
{{Poem2Open}}
મારા ખોળામાં સૂતી છે તે કરતાં તને શું શિલા વધારે ગમે છે! –
{{Poem2Close}}
<poem>
'''‘સુતી, વ્હાલી, તું મુજ ખોળે, મુખેથી કેમ ના બોલે!'''
'''શિલાને આથી શું સારી, ગણે શચ્યા, તું ગુણી નારી.’'''
</poem>
{{Poem2Open}}
બળાત્કારે વાળવા માંડેલી દૃષ્ટિ ત્યાંથી પછી વળતી જ નથી ત્યારે કહે છે કે–
{{Poem2Close}}
<poem>
'''‘અતિરમણીય ઓ વેલી! ઉરે મુજ વાસના રેલી!'''
'''ધડકતું ઉર તુજ ભાળું, સમાવા ત્યાં જ લોભાઉં!’'''
</poem>
{{Poem2Open}}
છેવટે, લિંગ શરીરનો સંયોગ ઉત્તમ ને અસરકારક રીતે આલેખે છેઃ
{{Poem2Close}}
<poem>
‘હવે આવ્યાં નવે દેશે, હવે ફરીયે નવે વેશે;
નથી સંસારની ભીતિ, ત્યજી સંસારની રીતિ,
સગાં સંસારનાં છોડ્યાં, છુટ્યાં તેઓથી તરછોડ્યાં;
વિશુદ્ધ જ સાધુનો પન્થા, ધરીએ આપણે કન્થા,
ગિરિવર રમ્ય પાવન આ, જગતમાં ના જડે એ સમા;
અહીં એકાન્ત ને શાન્ત, વસીએ વ્હાલી રહી દાન્ત.’
</poem>
{{Poem2Open}}
આખા પુસ્તકમાં ચરિત્રનિરૂપણ અને વર્ણનો તેમજ જુદીજુદી પરિસ્થિતિનો ચિતાર ઉત્તમ છે. એમાં ગ્રન્થકારની મનુષ્યહૃદયની પરીક્ષા – માનસશાસ્ત્રનું સૂક્ષ્મ જ્ઞાન અને તેનો ઝીણવટ ચિતાર આલેખવાની અપૂર્વ શક્તિ સ્થળે સ્થળે સ્પષ્ટ જણાઈ આવે છે. વસ્તુસંકલના ને કેટલાંક પાત્રના ચિત્રનિરૂપણમાં કલ્પનાનો પ્રભાવ વિશેષ જણાય છે.

'''ભાષા'''
પુસ્તકના ચાર ભાગમાંના છેલ્લા બે ભાગમાં ભાષા સાધારણ વાચકને કઠણ થતી જાય છે. પરંતુ તે ઘણે સ્થળે તેજસ્વી, જુસ્સાદાર, ને પ્રૌઢ છે. શૈલી આકર્ષક છે. કેટલેક સ્થળે સંસ્કારી વાચકને જ તે આનન્દદાયક થાય છે, સામાન્ય વાચકને દુર્ગમ થાય છે. પણ ગ્રન્થકારે સર્વ પ્રકારના વાચક માટે વાનગી ધરી છે, ને જેને જે રુચે તે તેમાં રમે એવી યોજના કરી છે. ખરેખર, ‘સરસ્વતીચન્દ્ર’ કોઈ પણ ભાષાના સાહિત્યને ભૂષણરૂપ છે. એ ગ્રન્થનું અન્ય દેશી ભાષામાં ભાષાન્તર થયું છે એ એની વિસ્તૃત પ્રદેશમાં લોકપ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે.

'''અન્ય ગ્રન્થો'''
સદ્ગત ગોવર્ધનરામભાઈના અન્ય ગ્રન્થો ‘લીલાવતીની જીવનકળા’, ‘દયારામનો અક્ષરદેહ’ ને ‘સાક્ષરજીવન’ છે. ‘સ્નેહમુદ્રા’ કાવ્યમાં પોતે બહુ ઊંચી ભાવના પોષી છે.
{{Poem2Close}}
<poem>
'''‘જતી તિમિર તતિ જગ છોડી જતી. ધ્રુવ.'''
'''છોડી જતી! સંતાઈ જતી! જતી.’'''

'''જોતામાં સળગે શોક, સહચરી! જોતામાં સળગે શોક. ટેક.'''
'''તિમિરસુતા છતી આનંદ દુઝતી તે'''
'''રજનિ ઝરે દુઃખ આજ. સહચરી.’'''

</poem>
{{Poem2Open}}
‘મ્હારો ક્ષમા કરે અપરાધ, પુત્રી! પ્રિય પ્રાણ! ઘણી તું ડાહી.
તુજ ઉર મ્હેં ખોસી – અરે – અજાણ્યે ખરે – કટાર જ સાહી.’
આ અને એવાં બીજાં કાવ્યો ઉચ્ચ કલ્પનાશક્તિ ને કવિપ્રતિભાનું ઉત્તમ પ્રમાણ છે.

'''દ્વિવેદી મણિલાલભાઈ'''
ગોવર્ધનરામભાઈની સાહિત્યસેવાની પેઠે સદ્ગત મણિલાલ નભુભાઈ દ્વિવેદીની પણ સાહિત્યસેવા ઘણા ઊંચા પ્રકારની છે. એઓ સંસ્કૃત સાહિત્યમાં નિષ્ણાત હતા અને ન્યાયશાસ્ત્ર ને વેદાન્તશાસ્ત્રના ઊંડા અભ્યાસી હતા. રાજકીય સંસ્કૃત પુસ્તકાવલીમાં ‘તર્કકૌમુદી’ની એમની આવૃત્તિ વિદ્વદ્વર્ગમાં ને શિષ્યવર્ગમાં ઘણું સન્માન પામી છે. પ્રાચીન આર્યસંસ્કૃતિના એઓ પ્રબળ સમર્થક હતા ને સંસારસુધારાના સંબંધમાં એમને રા.બ. રમણભાઈ સાથે માસિકોમાં જબરો વાદ ચાલ્યો હતો. એમના લેખોએ આર્યસિદ્ધાન્તો ને આર્યસંસ્કૃતિ પર સારો પ્રકાશ પાડ્યો છે. ‘સિદ્ધાન્તસાર’ અને ‘સુદર્શનગદ્યાવલિ’માં એમના ઊંચા પ્રકારના ને વિદ્વત્તા ભરેલા લેખ છે. ‘સિદ્ધાન્તસાર’માં આર્યતત્ત્વજ્ઞાનનું બહુ ઉત્તમ વિવરણ છે. છએ દર્શનો, તથા અન્યથાખ્યાતિઓ અને વિવર્તવાદ, અવચ્છેદવાદ, વગેરે વાદ પર એમણે બહુ સારો પ્રકાશ પાડ્યો છે. તત્ત્વવિદ્યાના જિજ્ઞાસુઓને આ ગ્રન્થ ઉત્તમ છે. એમણે સંસ્કૃત નાટ્યશાસ્ત્રના નિયમોને અનુસરતું નહિ, પણ અંગ્રેજી નાટકોના નિયમોને અનુસરતું ‘કાન્તા’ નામનું નાટક રચ્યું છે. એમાં શૂરસેન કાન્તાને શોધે છે અને પ્રાણીને ને વનસ્પતિને પૂછે છે કે ‘મારી સ્ત્રી જોઈ છે?’ – એ ભાગ ઉત્તમ છે અને ‘વિક્રમોર્વશીય’માં પરુરવસ્ ઉર્વશીને વનમાં શોધે છે, એ પ્રવેશની વાચકને સ્મૃતિ કરાવે છે. એમણે ‘ન્યાયશાસ્ત્ર’ ગુજરાતીમાં રચ્યું છે, તેમાં અંગ્રેજી ન્યાયશાસ્ત્રના પરામર્શખંડનું વિવેચન છે. અંગ્રેજી ને સંસ્કૃત ન્યાયશાસ્ત્રની તુલના કરી તે તૈયાર કર્યું હોત તો તે વિશેષ ઉપયોગી થાત. એમણે ભવભૂતિનાં ‘ઉત્તરરામચરિત’ ને ‘માલતીમાધવ’નાં ગુજરાતીમાં ભાષાન્તર કર્યાં છે, તે સંસ્કારી ને એકંદર પ્રાસાદિક છે. સમશ્લોકી કાવ્યોમાં કોઈક સ્થળે ક્લિષ્ટતા કે અપરિચિત શબ્દોનો પ્રયોગ અગતિક થાય છે; તેથી જ ‘દુગ્ધકુલ્યાશી દૃષ્ટિ’, ‘ નીવારૌદનમંડ ઉષ્ણ મધુરૂં’, ‘લોલોલ્લોલક્ષુભિત કરણોદ્વેગ’ જેવાં સમસ્ત પદો ને અપરિચિત શબ્દો નજરે પડે છે. પરંતુ ‘દલતિ હૃદયં ગાઢોદ્વેગં.’ ‘હા હા દેવિ સ્ફુટતિ હૃદયં.’, ‘ન કિલ ભવતાં સ્થાનં દેવ્યા.’, ‘વિના સીતાદેવ્યા.’નાં નીચે નિર્દેશેલાં ભાષાન્તરો ઉત્તમ છેઃ
{{Poem2Close}}
<poem>
'''‘હૃદય ન પડે ફાટી, દુઃખે દબાઈ પીડાય છે.’'''

'''‘મુંઝાય છે હૃદય અતિશે, દેવી ગાત્રો ગળે છે.’'''

'''‘રચ્યું ન તમને દેવીકેરૂં, ગૃહે રહ્યું કે તજી;’'''

'''વિના સીતા દેવી શું શું ન દુઃખ વેઠે રઘુપતિ!’'''

</poem>
{{Poem2Open}}
એમનું ‘બાળવિલાસ’ એ વડોદરા રાજ્યે રચાવેલુ સ્ત્રીઓ માટેનું નીતિપુસ્તક છે. રાજ્યે નીમેલી મંડળી ને ગ્રન્થકાર વચ્ચે વિચારમાં સંમતિ ન થવાથી ગ્રન્થકારે તે ખાનગી રીતે પ્રસિદ્ધ કર્યું. એ પુસ્તકમાં કન્યા, પુખ્ત સ્ત્રી, ને માતા માટે ઉપયોગી લેખો ને સતી આર્ય સ્ત્રીઓનાં જીવનચરિત્ર છે. ભાષા શિષ્ટ ને સરળ છે. એ પુસ્તક ઘણું લોકપ્રિય થયું છે. ‘પ્રિયંવદા’ ને ‘સુદર્શન’માં અનેક લેખોથી તેમજ ધર્મવિષયક ગ્રન્થોથી એમણે પ્રાચીન આચારવિચાર તરફ લોકોને વાળવા સમર્થ પ્રયત્ન કર્યો છે, તે ખરેખરો સ્તુત્ય છે. પ્રાચીન ભાવના પર પ્રેમ ઉત્પન્ન કરનાર એવા સમર્થ લેખકની દેશને ને સાહિત્યને મોટી ખોટ છે. રા. દ્વિવેદીનું જીવન લંબાયું હોત તો તેઓ આથી પણ વિશેષ સંગીન સાહિત્યસેવા કરી શકત. તેમણે જેટલી સેવા કરી છે તેટલી પણ ઘણા ઊંચા પ્રકારની છે.

'''અન્ય સાહિત્યસેવકો'''
નડિયાદના બીજા સાહિત્યસેવકોએ પણ ગુર્જર સાહિત્યને ખિલવવામાં સારો ફાળો આપ્યો છે. કવિવર કાલિદાસના ‘અભિજ્ઞાન શકુન્તલા’ નાટકનું પ્રથમ ગુજરાતીમાં ભાષાન્તર કરનાર સ્વર્ગસ્થ ઝવેરીલાલભાઈ હતા. ત્યાર પછી એ જ ગ્રન્થનાં બીજાં ત્રણ ભાષાન્તર થયાં છેઃ રા. દલપતરામ ખખ્ખરકૃત, પ્રો. બલવન્તરાયકૃત, ને રા. મગનલાલ ચતુરભાઈ પટેલકૃત. તે બધામાં સદ્ગત ઝવેરીલાલભાઈનું ને સદ્ગત ખખ્ખરનું એ ભાષાન્તરો લોકપ્રિય થયાં છે. સદ્ગત મનઃસુખરામભાઈ હમેશ શુદ્ધ સંસ્કારી ભાષાના દૃઢ હિમાયતી હતા અને તેમનો ‘અસ્તોદય’ એવા ભાષાશૈલીમાં રચેલો છે. સદ્ગત દોલતરામ કૃપાશંકર પંડ્યાએ ‘કુસુમાવલી’ નામની નવલકથા, ‘ઇંદ્રજિત્-વધ’ નામનું સંસ્કૃત મહાકાવ્યની શૈલીમાં તૈયાર કરેલું મહાકાવ્ય, ને ‘અમરસત્ર’ નાટક રચ્યાં છે; તેમાંનાં નવલકથા ને કાવ્ય લોકપ્રિય થયાં છે. એ જ નગરીના અન્ય સાક્ષર બાલાશંકરે સુંદર ગઝલ રચી કાવ્યક્ષેત્રને વિસ્તાર્યું છે. રા. છગનભાઈએ બાણ કવિની ‘કાદમ્બરી’નું અપૂર્વ ભાષાન્તર રચી અન્ય ભાષાન્તરકારોને એ દિશામાં માર્ગ દર્શાવ્યો છે. એ જ ખેડા જિલ્લાના મહુધાના વતની સદ્ગત રણછોડલાલભાઈ અવસાનપર્યન્ત ગુર્જર સાહિત્યની ખિલવણી કરી તરુણ અભ્યાસકોને ને લેખકોને સાહિત્યસેવાનો અનુપમ દૃષ્ટાન્ત પૂરો પાડયો છે ‘લલિતાદુઃખદર્શક’ જેવા એમના રચેલા નાટકે રંગભૂમિ પર ભજવાતાં, શ્રોતૃમંડળને રસમાં નવરાવી નેત્રમાંથી અશ્રુધારા પડાવી છે. ‘રણપિંગલ’ રચવામાં એમણે ઘણો પરિશ્રમ લીધો છે. તેમજ હિદુસ્તાનના વ્યાપારના ઇતિહાસના મોટા ગ્રન્થો તૈયાર કરવામાં ઘણું સંશોધન કર્યું છે. એમને ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’નું ભાષાન્તર તથા ‘નાટ્યપ્રકાશ’ એમની બહુમાર્ગી ને ઉદ્યોગી પ્રવૃત્તિ દર્શાવે છે. ફૉર્બસના ‘રાસમાળા’ના ગ્રન્થની એમણે નવીન આવૃત્તિ શોધિતવર્ધિત કરી છે. એ જ જિલ્લાના ઉમરેઠના વતની રા.બ. હરગોવિન્દદાસભાઈ પણ એવી જ અનેકમાર્ગી સાહિત્યની સેવા કરતાં ચૂકતા નથી. ‘ટચુકડીઓ સો વાતો’ એ બહુ રસિક વાચન પૂરું પાડ્યું છે.

'''કલાપી ને કાન્ત'''
કાવ્યપ્રદેશમાં કલાપીના નામથી પ્રસિદ્ધ થયલા શૂરસિંહજીએ કાવ્યનો પ્રવાહ નવીન દિશામં ચલાવ્યો છે. એમના કાવ્યમાં મનોભાવનાં ઝરણાં એવાં સુંદર ને નિર્મળ વહ્યાં જાય છે કે તે ખરેખરાં હૃદયદ્રાવક થાય છે. તેની સાથે ભાષા પણ ઘણી પ્રાસાદિક હોવાથી ‘કલાપીનો કેકારવ’ ગુજરાતનાં સ્ત્રીપુરુષોમાં અત્યન્ત લોકપ્રિય થયું છે અને ઘણા તરુણ લેખકોએ તેનું અનુકરણ કરવા માંડ્યું છે. ‘કાન્ત’ નામથી પ્રખ્યાત સદ્ગત મણિશંકર રત્નજી ભટ્ટે ઉત્તમ કાવ્યો રચ્યાં છે. એમાં અન્યોક્તિઓ છે તેમાં કવિની કલ્પનાશક્તિએ ઘણું ઉચ્ચ ઉડ્ડયન કર્યું છે. ‘પૂર્વાલાપ’માં એમાંનાં થોડાંક પ્રસિદ્ધ થયાં છે. એમનું ‘શિક્ષણશાસ્ત્રનો ઇતિહાસ’ પુસ્તક સદ્ગત પ્રો. ગજ્જરના તન્ત્રીપણા નીચે ચાલતી ‘શ્રી સયાજીજ્ઞાનમંજૂષા’માં પ્રસિદ્ધ થયું છે. એમના સ્મરણાર્થે પ્રો. ઠાકોરે ‘કાન્તમાળા’ની સુંદર યોજના યોજી છે જે તે સફળ થવાની તૈયારીમાં છે.

અમદાવાદના સાહિત્યસેવકો'''
અમદાવાદમાં સદ્ગત ભોળાનાથભાઈ તથા સદ્ગત ભીમરાવનાં કાવ્યો સંસ્કારી છે. સદ્ગત રા. સા. મહીપતરામભાઈએ અનેક શાલોપયોગી પુસ્તકો રચી પાઠ્યપુસ્તકોની ખોટ પૂરી પાડી છે. એમની ‘વનરાજ ચાવડો’ નામની નવલકથા લોકપ્રિય થઈ છે. એમણે ‘કરસનદાસ મુળજી’નું ને ‘દુર્ગારામ મહેતાજી’નું જીવનચરિત્ર પણ આલેખ્યું છે. સદ્ગત હરિલાલ ધ્રુવે ‘કુંજવિહાર’ આદિ ઉચ્ચ ભાવનાનાં કાવ્યો સંસ્કૃતમય ભાષામાં રચ્યાં છે. તેમાં રા. ડાહ્યાભાઈ પીતાંબર દેરાસરીનાં કાવ્યો છે. એમનું ‘પ્રવાસપુષ્પાંજલિ’ કાવ્ય એમના સ્વર્ગવાસ પછી એમના પુત્રે પ્રગટ કર્યું છે. ‘શ્રીવસન્તવિલાસિકા’ નામની એક અંકવાળી એમની રચેલી વિલાસિકા પ્રસિદ્ધ થઈ છે.
અમદાવાદના અન્ય સાહિત્યસેવકોમાં શાસ્ત્રીજી વ્રજલાલ કાલિદાસે ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ તથા ‘ઉત્સર્ગમાળા’ જેવા ગ્રન્થોમાં પ્રાકૃત ભાષાના નિયમો ને શબ્દવ્યુત્પત્તિ પર સારો પ્રકાશ પાડ્યો છે. વળી એમણે ટેલર સાહેબને વ્યાકરણ રચવામાં મદદ કરી હતી. દી.બ. અંબાલાલભાઈએ અંગ્રેજી-ગુજરાતી કોશ, રેવ. મૅક્ડોનલ્ડ ને સ્વ. મણિધરપ્રસાદની સાથે પ્રસિદ્ધ કર્યો છે ને તેની બીજી આવૃત્તિ પોતે એકલાએ સુધારીવધારી પ્રગટ કરી છે, તેમજ ‘અર્થશાસ્ત્ર’નું એમનું ભાષાન્તર ઉત્તમ છે. સ્વ. લાલશંકરભાઈની સેવા ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીને અંગે સુવિદિત છે. એઓ પણ સાહિત્યપ્રેમી હતા.
સુરતમાં રા.રા. મધુવચરામભાઈની કેટલીક પ્રાસાદિક પ્રાસંગિક સરકારી વાચનમાળામાં છપાઈ છે. સ્વ. લલિતાશંકરે પ્રાસંગિક કાવ્યો ને નાટકો રચ્યાં છે. રા.રા. ઇન્દિરાનન્દ લલિતાનન્દ પંડ્યા પાસે મોટો સંગ્રહ હસ્તલિખિત રૂપમાં છે, તે પ્રગટ કરવા યોગ્ય છે. એમાંનાં થોડાંક કાવ્યો એમણે મને મુંબઈમાં વાંચી સંભળાવ્યાં હતાં, તેમાં રસની ઝમાવટ સુંદર હતી.
તરુણ લેખકોમાં કેશવ હ. શેઠ, શેલત વાસુદેવ રામચંદ્ર, સાગર, પંડ્યા ચંદ્રશંકર, પ્રો. મોહનલાલ, વગેરેનાં કાવ્યો જ્યારે માસિકમાં આવે છે ત્યારે સારાં આવે છે. રા. મનહરરામે પણ ‘રામાયણ’ રામછંદમાં ઉતાર્યું છે.

'''પારસી ગ્રન્થકારોની સાહિત્યસેવા: મલબારી'''
પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ
{{Poem2Close}}

</poem>
</poem>
26,604

edits

Navigation menu