પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,068: Line 1,068:
'''વીજળીથી વધુ વેગે ઉડતી, દેવધર્મની એ ધજા! જીવ! તને.’'''
'''વીજળીથી વધુ વેગે ઉડતી, દેવધર્મની એ ધજા! જીવ! તને.’'''
</poem>
</poem>
{{Poem2Open}}
હાલના કવિ ખબરદારનાં કાવ્યો અત્યન્ત લોકપ્રિય થયાં છે. તે શુદ્ધ ને પ્રાસાદિક છે ને તેમાં રસની ઝમાવટ સારી છે.

'''પારસી ગ્રન્થકારોની નવલકથા ને અન્ય ક્ષેત્રોમાં સેવા'''
નવલકથાના ક્ષેત્રમાં પણ કેખુશરૂ નસરવાનજી કાબ્રાજીની ‘દારાશાના’ ને ‘ભીખો ભરભડીઓ’ એ નવલકથાઓમાં વસ્તુસંકલના સારી છે. ભાષા સાધારણ રીતે ઠીક છે. ડૉ. જીવણજી જમશેદજી મોદીનાં ‘શાહનામું’ ને ‘શાહનામાના દાસ્તાનો’ એમની ઊંડી વિદ્વત્તાના પ્રમાણરૂપ છે. અરદેશર ફ્રામજી મૂસ તથા તાનાભાઈ રસ્તમજી રાણીનાનો અંગ્રેજી–ગુજરાતી શબ્દકોશ ૧૬ ભાગોમાં હતો. તેમાં શબ્દો તેના જુદા જુદા અર્થ ને ઉતારા સાથે આપેલા છે. કહેવતો પણ બંને ભાષાની સરખાવી છે. પહેલો અંગ્રેજી–ગુજરાતી કોશ પ્રસિદ્ધ કરવાનું માન નાનાભાઈ રુસ્તમજી રાણીનાને ઘટે છે. એમના એક મિત્રે ખરું કહ્યું છે કે “જેમ પહેલું છાપખાનું ને પહેલું વર્તમાનપત્ર કાઢનાર પારસીઓ હતા, તેમ પહેલો શબ્દકોષ કાઢવાનું માન પણ નાનાભાઈની જહેમતથી પારસીઓને ફાળે આવ્યું છે.” પ્રથમ ‘જ્ઞાનચક્ર’ના પણ લેખક પારસી ગૃહસ્થ રતનજી ફરામજી સેઠના છે. એ જ્ઞાનચક્ર ઘણું અપૂર્ણ છે; પરંતુ એવું પણ રચવાનું માન ઓછું નથી. રા. બરજોરજી પાલણજી દેસાઈએ ‘ફિર્દુસીનું જીવનચરિત્ર’ અને ‘સૅસૅનાઇડીઓનો ઇતિહાસ’ રચ્યા છે તે તેમના વિદ્વાન પુત્ર રા. પાલણજી બરજોરજી દેસાઈએ પ્રસિદ્ધ કર્યો છે. ખા.બા. જમશેદજી અરદેશર દલાલે પ્રો. અતિસુખશંકરના ‘નિવૃત્તિવિનોદ’નું રા.બા. હરગોવિન્દદાસના આમુખ સાથે ‘અવલોકન’ રચ્યું છે. આટલા ટૂંકા નિરૂપણ ઉપરથી સમજાશે કે પારસી લેખકોએ પણ સરળ ને સાધારણ શુદ્ધ ગુજરાતી ભાષામાં પુસ્તકો રચી ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે. પ્રતિવર્ષ નીકળતા ‘સાંજવર્તમાન’ના પટેટી અંકોમાં પણ ઘણા સારા લેખો આવે છે. વળી આ વાત પણ યાદ રાખવાની છે કે આપણા દૈનિક વર્તમાનપત્રોમાં પારસી પત્રોએ પહેલ કરી છે અને સારો ભાગ લીધો છે. દિન પર દિન તેની ભાષા શુદ્ધ થતી જાય છે. આવી કેળવાએલી કોમની માતૃભાષા ગુજરાતી જ છે. આપણા તરુણ લેખકોએ એ ભાષા ક્લિષ્ટ ને સંસ્કૃત શબ્દના આડંબરવાળી કરી કેળવાયેલા વર્ગની સહાનુભૂતિ ખોવી ને વાચકવર્ગનું મંડળ સંકુચિત કરવું યુક્ત નથી.

'''મુસલમાન લેખકો'''
મુસલમાન લેખકોમાં રા. નાનજિયાની કરીમઅલી રહીમભાઈનાં ‘નિબંધકરમાળા’ અને બીજાં પણ પુસ્તકો છે. તેમજ ખા.બા. મહેબુબમીઆ, રા. કરીમ મહમદ, અને રા. જાફર રહિમતુલ્લામાં પણ કેટલાંક પુસ્તકો છે.

'''સ્ત્રીઓની સેવા'''
સ્ત્રી એ હૃદયની અધિષ્ઠાત્રી દેવી છે અને કોમલ મનોભાવનું ભાજન છે. એની ભાવનાઓ સ્વાભાવિક રીતે જ લલિત ને સુકુમાર પદોમાં આવિર્ભાવ પામે છે. મીરાંદેવીનાં ભજનો અત્યન્ત હૃદયંગમ થયાં છે. ઈ.સ.ના ૧૮ ને ૧૯મા સૈકામાં ડભોઈની દીવાળીબાઈ તથા વડનગરની ને ડુંગરપુરની નાગર સ્ત્રીઓ કૃષ્ણાબાઈ ને પુરીબાઈએ સુંદર કાવ્યો રચ્યાં છે. આધુનિક સમયમાં શ્રીયુત લલ્લુભાઈ સામળદાસની પુત્રી સ્વ. સુમતિબહેને ‘હૃદયઝરણાં’ નામનું ઉત્તમ કાવ્ય રચ્યું છે, તેમાં ટેનિસન ને બ્રાઉનિંગનાં કાવ્યોનું ઉત્તમ રૂપાન્તર છે. સૌ. બહેન વિદ્યાગૌરી, સૌ. બહેન શારદાગૌરી, તથા સૌ. લીલાવતી, સૌ. બહેન હંસા, અને બીજી સ્ત્રીઓ માસિકોમાં ઉત્તમ લેખ લખી ગુર્જરસાહિત્યની સેવા કરે છે, એ સ્ત્રીકેળવણીનું શુભ લક્ષણ છે. એ દિશામાં રા.રા. રામમોહનરાય જસવન્તરાયના ‘સુંદરીસુબોધ’ની સેવા અતિસ્તુત્ય છે.

'''સ્ત્રીઓને ઉપયોગી સાહિત્ય'''
સ્ત્રીમંડળને ખાસ ઉપયોગી સાહિત્ય રચવાની દિશામાં પણ પ્રયત્ન આદરાયો છે એ ઘણી ખુશીની વાત છે. સદ્ગત શાસ્ત્રીપ્રાણજીવન હરિહર અને રા. મણિલાલ છબારામ ભટ્ટનું ‘પતિવ્રતા સ્ત્રીઓ’ નામનું પુસ્તક પ્રાચીન ને અર્વાચીન સતી સ્ત્રીઓનું ચારિત્ર્યનિરૂપણ ઉત્તમ રીતે કરે છે. સ્વ. અમૃતલાલ સુંદરજી પઢિયારનાં ‘સંસારસ્વર્ગ’, ‘સ્વર્ગની સુંદરીઓ’ વગેરે પુસ્તકો ઉત્તમ છે. વિષય ઘણો સારો છે ને તે એમણે ઓજસ્વી ને પ્રૌઢ ભાષામાં નિરૂપિત કર્યો છે. ગ્રન્થકારની ભાષાનો પ્રવાહ અતિવેગે અવિચ્છિન્ન ચાલ્યો જાય છે. એમની સરળ, શુદ્ધ, ને તેજસ્વી ભાષા અનુકરણીય છે. ડાહ્યાભાઈ રામચન્દ્ર મહેતાએ ‘સ્ત્રીસુબોધ ગ્રન્થમાળા’ રચવાની યોજના કરી છે ને એ ગ્રન્થમાળામાં ‘સીતાદેવી’નું પુસ્તક પ્રસિદ્ધ થયું છે, તે સારું છે. એમણે ‘રામકૃષ્ણ પરમહંસ’ અને ‘સ્વામી વિવેકાનંદ’ની હકીકતોનાં અત્યુત્તમ પુસ્તકો પૂરાં પાડી સાહિત્યસેવા સારી કરી છે.

'''નવીન શૈલીના કવિઓ'''
નવીન શૈલીનાં કાવ્યમાં કવિ નરસિંહરાવ, કવિ નાનાલાલ, કવિ લલિત, અને કવિ ખબરદારનાં કાવ્યો ઉત્તમ છે. પદલાલિત્યને માટે કવિ નાનાલાલ અને લલિતનાં કાવ્યો પ્રસિદ્ધ છે; તેમાં પણ કવિ નાનાલાલનાં કાવ્યોમાં તેમજ અન્ય લેખોમાં પદલાલિત્ય અલૌકિક—ઓરજ છે. કોલરિજે બરાબર કહ્યું છે કે ઉઘાડે હાથે, શસ્ત્ર વિના મિનારામાંથી પત્થર ખસેડવો એના કરતાં પણ મિલ્ટન કે શેક્સપીઅર જેવા ઉત્તમ કવિના કાવ્યમાં અર્થની પ્રૌઢતા કે ચમત્કૃતિમાં વિકાર ન થાય એવી રીતે એક શબ્દને બદલે તેનો પર્યાય શબ્દ મૂકવો એ વધારે આકરું છે. કાવ્યશાસ્ત્રમાં જેને શય્યા એટલે પરસ્પર પદમૈત્રી કહે છે એવી પદમૈત્રી જે કાવ્યમાં હોય તે ઉત્તમ કાવ્ય છે. એવી પદમૈત્રી કેટલેક સ્થળે રા. નાનાલાલભાઈનાં વચનોમાં છે. એક પદને સ્થળે તેનું પર્યાયપદ મૂકી ન શકાય; કેમ કે તેમ કરવાથી રસમાં ક્ષતિ થાય એવું અદ્ભુત પદલાલિત્ય કવિ નાનાલાલના વચનને મોહનમન્ત્રનું બળ આપે છે. એ મોહકતામાં અર્થપરિપ્રૌઢતા, જેને કાવ્યશાસ્ત્રમાં પાક કહે છે, તે પાક વૃદ્ધિ કરે છે અને વાચકના હૃદયને તેમાં લીન કરે છે. ‘જયા અને જયન્ત’ અને ‘ઈન્દુકુમાર’ નાટકો આ નવીન શૈલીમાં રચેલાં છે. કવિ નરસિંહરાવે ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’ આદિ કાવ્યોમાં અંગ્રેજી ને સંસ્કૃત કાવ્યોની ઉચ્ચ ભાવના વાચકના હૃદયમાં બહુ સુંદર રીતે જગવી છે. કવિ બોટાદકર દામોદર ખુશાલરાયનાં ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’, ‘નિર્ઝરિણી’ આદિ કાવ્યો પ્રાસાદિક ને સંસ્કારી છે.
એક ગંભીર વિચારકે ડહાપણના બોલ કહ્યા છે કે જે પુરુષમાં મરજીમાં આવે ત્યારે બાળક બનવાની શક્તિ હોય અને જે પુરુષનું મગજ વૃદ્ધ ને પરિપક્વ થયું હોય પણ હૃદય બાળકના જેવું લાગણીનું ભરેલું હોય તે જ પ્રતિભાશાલી છે. એવો પુરુષ મનોભાવનું ઉત્તમ ચિત્ર આલેખી શકે છે ને તે સુકુમાર, કાલી ભાષામાં આલેખાય છે ત્યારે ઉત્તમ કાવ્ય બને છે.
‘બુદ્ધનું ગૃહાગમન’, ‘ઉર્મિલા’, આદિ કાવ્યોમાં રસનિષ્પત્તિ ઉત્તમ છે, વૃત્તોનો ભેદ પણ યથાર્થ ને હૃદયંગમ છે. એમના કાવ્યો સરળ ને શિષ્ટ ભાષામાં વાચકના હૃદયમાં ઊંચો ભાવ જગવે છે. એ બધાં યોગ્ય ઉત્તેજનને પાત્ર છે. ‘સ્ત્રોતસ્વિની’માં ‘દુહિતા’નું ચિત્ર ઉત્તમ છે. હૃદયને રસથી આર્દ્ર કરે એવી ઉત્તમ રીતે એ ચિત્ર કવિ આપે છે.
{{Poem2Close}}

<poem>
<poem>
'''‘ઊભી ત્યાં વાટ જોતી પ્રણયસરિતશી માવડી સ્વાન્ત મીઠી,'''
'''દોડી દીઠી ન દીઠી વિકળસમ જઈ કારમી કંઠ બાઝી;'''
'''ચાંપી અંગે ઉમંગે હદય ભરી ભરી પ્રેમપીયૂષ પીતી,'''
'''ના છોડી ને ન છૂટી, જડસમ ઉરના ઐક્યથી બેય ઊભી,'''

'''ભલે પુત્રતણી મીઠી, લ્હાણ છે મનુજાતને;'''
'''પરંતુ લ્હાણ લાખોની, દીકરી એક ખાણ છે.'''
'''પીયૂષ પ્રાણને પાતી, કર્કશત્વ નિવારતી;'''
'''સ્નેહસ્ત્રોત સદા વ્હેતી, દુહિતા દિવ્ય નિર્ઝરી.’'''
</poem>
{{Poem2Open}}

'''મહાકાવ્યની આવશ્યકતા'''
કાવ્યસાહિત્યમાં હજી સંસ્કૃત મહાકાવ્ય જેવા મહાકાવ્ય રચવાની જરૂર છે. જે પ્રગટ થયાં છે તે બહુધા ખંડકાવ્ય છે.

'''જીવનચરિત્ર'''
જીવનચરિત્રોનું આપણું સાહિત્ય હજી જોઈએ તેવું ખીલ્યું નથી. જ્યાં સુધી આપણામાં જીવનની દૈનિક નોંધ રાખવાની વૃત્તિ ઉત્પન્ન જ થઈ નથી તેમજ મહાન પુરુષોના મિત્રો પણ તેમના ખાનગી જીવનના નાના પ્રસંગોની નોંધ કરતા નથી, ત્યાં સુધી સામગ્રીને અભાવે નમૂનાદાર જીવનચરિત્રો રચવાનો સંભવ નથી. મહાપુરુષોનું જાહેર જીવન તો જાણીતું હોય છે, પરંતુ મનુષ્યની પ્રકૃતિ ખરેખરી દર્શાવનાર તેના ખાનગી જીવનના સૂક્ષ્મ પ્રસંગ જ છે અને તેના પર જોઈતો પ્રકાશ પાડનાર હકીકત મળે નહિ ત્યાંસુધી તેના ચરિત્રનું યથાર્થ નિરૂપણ થઈ શકતું નથી. પરંતુ સાહિત્યનો એ માર્ગ તદ્દન ખેડાયા વિના રહ્યો નથી. માસ્તર સાહેબ નન્દશંકરભાઈનું જીવનચરિત્ર એમના પ્રસિદ્ધ પુત્ર રા. વિનાયકરાવે આલેખ્યું છે; એમાં માસ્તર સાહેબના જમાનાની ઘણી હકીકત વાચકને જાણવામાં આવે છે. સ્વ. ગોવર્ધનરામભાઈનું જીવનચરિત્ર એમના વિદ્વાન ભાણેજ રા. કાન્તિલાલે પ્રસિદ્ધ કર્યું છે. બંને ગ્રન્થકારો નિકટના સંબંધી હોવાથી ઘણી ઝીણી બાબતોનું વિવેચન બંને ચરિત્રોમાં છે. સદ્ગત રણછોડલાલભાઈનું જીવનચરિત્ર સ્વ. ભગવાનલાલ બાદશાહે અને સ્વ. માન્યમુનિવર ગૌરીશંકરભાઈનું જીનવચરિત્ર રા. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાએ રચ્યું છે. એ વિસ્તૃત પુસ્તકમાં ગ્રન્થકારે કાઠિયાવાડના ને ભાવનગરના પ્રાચીન ઇતિહાસની રૂપરેખા આપવા ઉપરાંત નાગરોના પ્રાચીન ઇતિહાસ પર પણ પ્રકાશ પાડ્યો છે. સદ્ગત ગોરીશંકરભાઈના જીવનની સંપૂર્ણ હકીકત તથા એમણે કરેલા રાજ્યમાંના સુધારા તેમજ એમની પ્રતિભાનાં કાર્યોની હકીકત રા. કૌશિકરામે બહુ સરળ ને શુદ્ધ ભાષામાં આપી છે. એમના વેદાંતશાસ્ત્રના ઊંડા જ્ઞાનનું એમનું ‘સ્વરૂપસંધાન’નું પુસ્તક પ્રમાણભૂત છે.
સ્વ. ભાઈશંકર નાનાભાઈકૃત ‘મારા અનુભવની નોંધ’એ કર્તાએ રચેલું પોતાનું જીવનચરિત્ર છે. એમાં સુંદર પદ્યો ને સરળ પણ પ્રૌઢ ને શિષ્ટ ગદ્યમાં કર્તાએ ઘણી જાણવા જેવી નોંધ આપી છે. પોતાનાં પદ્ય પર અલંકાર વગેરેની પોતે રચેલી ટિપ્પણી છે. શેઠ પ્રેમચંદ રાયચંદની સાદાઈનું વર્ણન, શેઠ દલપતભાઈ ભગુભાઈનો કોઈના જામીન ન થવાનો બોધ, વગેરે અનેક હકીકત વાચકને આનંદ આપે ને ઉપયોગી થાય એવી છે. એ જ ગ્રન્થમાં ગ્રન્થકારે ભર્તૃહરિના ‘વૈરાગ્યશતક’નું સમશ્લોકી ભાષાન્તર આપ્યું છે તે ઘણું પ્રાસાદિક છે. છેવટે તેમણે પ્રાસંગિક પરચુરણ પદ્યો આપ્યાં છે તે ઘણાં સારાં છે. જેમનું જીવન ઘણું વ્યવસાયી હતું. તેમણે આટલી ને તે ઊંચા પ્રકારની કરેલી સાહિત્યસેવા ખરેખરી સ્તુતિપાત્ર છે.
એમને આશ્રયે ચાલેલી ‘રેવાબાઈ શિક્ષણમાળા’માં પણ થોડાંક સારાં પુસ્તકો રચાયાં છે.

</poem>
'''નવલકથા'''
નવલકથાના ક્ષેત્રમાં રા. રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં પુસ્તકો વાચકોમાં અતિપ્રિય થયાં છે. તેમજ રા. રા. ચુનીલાલ વર્ધમાન શાહનાં ને રા.રા. મોતીલાલ સટ્ટાવાળાનાં, સ્વ. ભોગીન્દ્રનાં તેમજ રા. રા. રાજેન્દ્રલાલ સોમનારાયણ દલાલનાં ‘વિપિન’ જેવાં પુસ્તકો સારાં છે. પરંતુ એ દિશામાં ઉત્તમ પ્રયત્ન માટે હજી ઘણો અવકાશ છે. બંગાળી, કે અંગ્રેજી કે બીજી પાશ્ચાત્ય ભાષાનાં ભાષાન્તર કે રૂપાન્તરથી એ ક્ષેત્ર શોભવાનું નથી. એમાં સ્વતન્ત્ર સારા પુસ્તકોની જરૂર છે. નિર્મર્યાદ શૃંગારનું નિરૂપણ કર્યા વિના નીતિના નિયામક અંકુશમાં રહી સમાજનાં વિવિધ અંગની આધુનિક સ્થિતિનો જેમાં ચિતાર યથાર્થ આવે, તેમ જ જેમાં આવશ્યક સુધારાના માર્ગનું સૂચન થાય એવી વસ્તુસંકલનાનું ને પાત્રનિરૂપણનું તથા અનેક સૂક્ષ્મ પરિસ્થિતિનું, જુદે જુદે પ્રસંગે ઉત્પન્ન થતા વિકારો, જેને નવલરામભાઈ ‘રીતભાત’ કહે છે, તેનું સંપૂર્ણ અને આબેહૂબ વર્ણન – એ નવલકથામાં આવશ્યક છે. એવા સ્વતન્ત્ર, ઉત્તમ પુસ્તકોની ન્યૂનતા પૂરી પાડવા એ ક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામેલા લેખકોએ તેમજ અન્ય તરુણ લેખકોએ પ્રયત્નશીલ થવું જોઈએ.

'''નાટક'''
નાટકનું ક્ષેત્ર જોઈએ તેવું વિકસ્યું નથી. ઉત્તમ નાટક રચનારને નાટ્યશાસ્ત્રનું જ્ઞાન અને સંસ્કૃત ને અંગ્રેજી ભાષાનાં ઉત્તમ નાટકોનું પરિશીલન આવશ્યક છે. આધિકારિક વસ્તુની સંકલના કેવી રીતે કરવી, પ્રાસંગિકનો – પ્રકરી કે પતાકાનો – સંબંધ તેની સાથે કેવી રીતે ઘટાવવો, કાર્યનો ક્રમિક વિકાસ આલેખી કાર્યસિદ્ધિને તેના હેતુઓ સાથે કેવી રીતે જોડી તેનો નિર્વાહ કરવો – વસ્તુસંકલનાનું આ બધું જ્ઞાન ગ્રન્થકારને આવશ્યક છે. પાત્રભેદ, ભિન્ન ભિન્ન પાત્રોનું યથાર્થ નિરૂપણ, કાર્યની એકતા, અને રસની ઝમાવટ, એ નાટકનાં આવશ્યક અંગ છે. નાટકકારે પ્રત્યક્ષ નીતિબોધ આપવાનો નથી. એ બોધ તેનાં પાત્રોનાં આચરણથી પરોક્ષ રીતે વાચકના મન પર પડે છે ત્યારે વિશેષ અસરકારક થાય છે. નાટકમાં પદ્યનો ભાગ પૂરતો જોઈએ ને નાટકકારમાં રસિક પદ્યો બનાવવાની શક્તિ જોઈએ. નાટક એ દૃશ્ય કાવ્ય છે એ ભૂલવું નહિ. આટલી સાધનસંપત્તિ પ્રાપ્ત કર્યા વિના ઉત્તમ નાટક રચી શકાય નહિ. રા.બા. રમણભાઈનું ‘રાઈનો પર્વત’ એ લોકપ્રિય થયું છે. પ્રો. ખુશાલદાસ તકલશી શાહ પણ માસિકોમાં નાટકો લખે છે.
રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં ભપકાદાર રંગભૂમિ નેપથ્યની રચના તથા વેશના કૃત્રિમ આડંબર પર વિશેષ લક્ષ અપાય છે. શૃંગારી ગાયનોમાં ને ફારસોમાં ગ્રામ્ય ને અશ્લીલ ઊક્તિથી શ્રોતૃમંડળની અધમ માનસિક વૃત્તિને પોષવામાં આવે છે. તો પણ એમાં પણ સુધારો થઈ ભક્તિરસમય નાટકો રંગભૂમિ પર ભજવાતાં થયાં છે, તેથી લોકોનાં મન પર સારી અસર થાય છે. એવાં રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં પણ કેટલાંક બહુ ઉત્તમ કાવ્યો હોય છે. ‘ભરથરી નાટક’માં વાઘજી આશારામનાં તેમજ ‘મન માયાના કરનારા રે, જાની જોની વિચારી તારી કાયા’ જેવાં ડાહ્યાભાઈ ધોળશાનાં કાવ્યો અને ‘કાદમ્બરી’, ‘અનસૂયા’માંના ને ‘સાવિત્રીના યમ સાથેનાં સંવાદ’ના ફૂલચંદ ઝવેરદાસ શાહનાં ગાયનમાં કવિત્વ સારું છે. હાલમાં રા. ફૂલચંદે પૌરાણિક કથાપુરુષોની કથા સંક્ષેપમાં કાવ્યમાં ચિત્ર સાથે આપવાનો પ્રયત્ન આદર્યો છે ને ‘શ્રીકૃષ્ણચન્દ્રોદય–ચિત્ર–કથા’નું સંક્ષિપ્ત સચિત્ર કાવ્ય પ્રગટ કર્યું છે તે સ્તુત્ય છે. એ શૈલી પર ‘શ્રીરામચંદ્રોદય-ચિત્રકથા’, ‘શ્રીગીતાગુણાનુવાદ’ વગેરે પુસ્તકો રચવાનો એમનો પ્રયત્ન યોગ્ય દિશામાં છે.

'''લોકગીત'''
સ્વ. રણજીતરામ વાવાભાઈ મહેતા, જેઓ સાહિત્યપરિષદના સ્થાપક, ચાલક, અને જીવન હતા, તેમણે ‘લોકગીત’ના સાહિત્ય વિષે પહેલી સાહિત્યપરિષદમાં નિબંધ વાંચ્યો હતો. તેમણે ઘણાં લોકગીત એકઠાં કર્યાં હતાં; પરંતુ તેમના અકાલ ને શોચનીય સ્વર્ગવાસથી તે પોતે એ સંગ્રહ પ્રસિદ્ધ કરી શક્યા નહિ. સુરતની રણજીતરામસ્મારક કમિટીએ સંગ્રહ છપાવ્યો છે. રણજીતરામના એકઠા કરેલા મોટા સંગ્રહમાંથી છાપવા લાયક ગીતો તારવી કાઢવાનું કામ રા.રા. ચુનીલાલ રામચંદ્ર શેલત, જેઓ સારાં કાવ્ય રચી જાણે છે, તેમણે સંભાળથી કર્યું છે. રા. દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકરે ‘રસાસ્વાદ’ રૂપી એ ગ્રન્થનો ઉપોદ્ઘાત રચ્યો છે. એ દિશામાં પણ વિશેષ પ્રયત્ન થવાની જરૂર છે; તેમજ કાઠિયાવાડના લોકપ્રચલિત ‘દુહા’ ને ‘સોરઠા’ને એકઠા કરી તેનું સંશોધન કરી વિવરણ સાથે પ્રસિદ્ધ કરવાની જરૂર છે. રાજકોટ ‘પ્રકાશમંદિર’માંથી રા.રા. ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા ‘શારદા’ નામના માસિકમાં ‘કાઠિઆવાડનું લોકસાહિત્ય’ પ્રગટ કરવા ઇચ્છે છે. એ ઇચ્છા સ્તુત્ય છે.

'''ઇતિહાસ'''
ઇતિહાસનું ક્ષેત્ર પણ હજી અવિકસિત છે. શાળોપયોગી પુસ્તકો રચાયાં છે ને રચાશે; પણ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને હિંદુસ્તાનના પ્રાચીન ને અર્વાચીન ઇતિહાસ પાશ્ચાત્ય દૃષ્ટિથી નહિ પણ આપણી દૃષ્ટિથી વિસ્તૃત સંશોધન સાથે રચવાની જરૂર છે. તેમજ મોટાં પ્રાચીન રાજ્યોનો આસીરિયા, ઈરાન, ઇજિપ્ટ, ગ્રીસ ને રોમનો સંક્ષેપમાં રસિક રીતે ઇતિહાસ જનસમાજના બોધ અને જ્ઞાનને માટે રચવાની જરૂર છે. એમાં રાજાની વંશાવળીની જરૂર નથી. એ રાજ્યોનો ઉદય શાથી ને કેવી પરિસ્થિતિમાં થયો, એની ઉન્નતિ શાં શાં કારણોથી ને કેટલીક થઈ, એમાં રાજ્યબંધારણનું સ્વરૂપ અને પ્રજાની સામાજિક સ્થિતિ કેવાં હતાં, તથા એ રાજ્યનો અસ્ત શાથી થયો, એવી હકીકત સારી રીતે વર્ણાવાની જરૂર છે. આવાં કાર્યને માટે હાલમાં સાધનસંપત્તિ પુષ્કળ છે અને અધિકારી પુરુષો પણ છે. પ્રો. બલવન્તરાય કલ્યાણરાય ઠાકોરે હિંદના રાજ્યતંત્ર વિષે વિસ્તૃત પુસ્તક અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કર્યું છે. એમનાં કાવ્યો ‘ભણકાર’ને નામે પ્રગટ થયાં છે ને યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારાયાં છે. ‘અભિજ્ઞાનશાકુન્તલ’નું ભાષાન્તર, પ્લૂટાર્કનાં ‘જીવનચરિત્રો’, અને ‘ઉગતી જુવાની’નું નાટક રચી એમણે પોતાની સાહિત્યપ્રવૃત્તિ અનેક દિશામાં ઉત્તેજી છે. એ ઉત્સાહ અને શક્તિ તેઓ પોતાના ખાસ વિષય ઇતિહાસમાં યોજી ઐતિહાસિક સાહિત્યને સમૃદ્ધ કરશે એવી આશા છે. રા.રા. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ પણ એ દિશામાં પ્રયત્ન કરે છે તે ઉત્તેજનને પાત્ર છે.

'''ભાષાન્તરો'''
ગુજરાતી સાહિત્યમાં સ્વતન્ત્ર ગ્રન્થોની જરૂર છે. અત્યાર સુધી બહુધા ભાષાન્તરો જ કે રૂપાન્તરો જ થયાં છે, એ ફરિયાદમાં બહુ વજૂદ છે. પરંતુ સાહિત્યની વૃદ્ધિને માટે કેટલેક અંશે ભાષાન્તરો પણ અવશ્યક છે. ‘કાદમ્બરી’ સંસ્કૃત નાટકો ‘ઉપનિષદો’ વેદાન્તભાષ્યો, દર્શનગ્રન્થોઃ આવાં પુસ્તકોનાં ભાષાન્તર હોય તો સંસ્કૃત ન જાણનારા ગુજરાતી વાચકોને સંસ્કૃત સાહિત્ય કેવું સમૃદ્ધ છે, તેમાં ભાષાશૈલી કેવા પ્રકારની છે, રસની ઝમાવટ કેવી સુંદર છે, એ વગેરેનું તેમજ તે તે વિષયોનું જ્ઞાન ક્યાંથી થાય? માટે રા.બ. કેશવલાલભાઈએ ભાષાન્તર દ્વારા ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા બજાવી છે એ નિઃસંશય છે. વળી એમની પ્રકૃતિસિદ્ધ ઝીણવટથી એમણે હસ્તલિખિત પુસ્તકો તપાસી શુદ્ધ પાઠો તારવી કાઢ્યા છે ને ગ્રન્થકારના સમય વગેરે પર બહુ પરિશ્રમ કરી અપૂર્વ પ્રકાશ પાડ્યો છે. એ ઉત્કૃષ્ટ શૈલીએ રચાયલાં એમનાં ‘પરાક્રમની પ્રસાદી’, ‘મેળની મુદ્રિકા’, ‘પ્રિયદર્શના’, ‘અમરુશતક’, ‘ગીતગોવિંદ’, તથા ભાસનાં નાટકોના ભાષાન્તરો અત્યુત્તમ છે. બંને ભાષા પર અપ્રતિમ પ્રભુતા, અને પદ્યના રસને ઘટે એવાં સુંદર પદો પસંદ કરવાનો વિવેક, એવા ગુણો વિના આવાં સુંદર ભાષાન્તરો યોજાય નહિ એ નિર્વિવાદ છે. એમના ‘પ્રેમાનંદ’, ‘વાગ્યવ્યપાર’ આદિ લેખોમાં પણ એમણે સૂક્ષ્મ સંશોધન દર્શાવ્યું છે. ભાલણની ‘કાદમ્બરી’ ભા. ૧લાની એમની આવૃત્તિ એવી જ સુંદર છે. તેના ટિપ્પણમાં પ્રાકૃત ને જૂની ગુજરાતી ભાષામાં થયલા વિકારો ને વ્યુત્પત્તિ પર એમણે સુંદર પ્રકાશ પાડ્યો છે.
રા.રા. કીલાભાઈ ઘનશ્યામનાં ‘વિક્રમોર્વશીય’ ને ‘મેઘદૂત’નાં ભાષાન્તર પણ શુદ્ધ અને પ્રાસાદિક હોવાથી લોકપ્રિય છે.

{{Poem2Close}}
26,604

edits

Navigation menu