તપસ્વી અને તરંગિણી/એક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 113: Line 113:
'''બીજો દૂત''' : લાગે છે કે તેઓ આ બાજુએ જ આવી રહ્યા છે.
'''બીજો દૂત''' : લાગે છે કે તેઓ આ બાજુએ જ આવી રહ્યા છે.
'''પહેલો દૂત''' : {{Space}} રાજમંત્રી છે, સાથે છે રાજપુરોહિત, કંઈક સંતલસ કરે છે. માથું નીચું છે–પણ ના, આ પેલા રાજમંત્રીએ આકાશ ભણી  જોયું – તેમનું મુખમંડલ પ્રસન્ન છે–હોઠ ઉપર આશા ઝળકે છે–તો મારું અનુમાન ખોટું નથી!–  આવ આપણે અહીં ઊભા રહીએ, તેઓ આવી રહ્યા છે.</poem>
'''પહેલો દૂત''' : {{Space}} રાજમંત્રી છે, સાથે છે રાજપુરોહિત, કંઈક સંતલસ કરે છે. માથું નીચું છે–પણ ના, આ પેલા રાજમંત્રીએ આકાશ ભણી  જોયું – તેમનું મુખમંડલ પ્રસન્ન છે–હોઠ ઉપર આશા ઝળકે છે–તો મારું અનુમાન ખોટું નથી!–  આવ આપણે અહીં ઊભા રહીએ, તેઓ આવી રહ્યા છે.</poem>
<poem>
'''(રાજપુરોહિત અને રાજમંત્રીનો પ્રવેશ. બન્ને દૂતો પ્રણામ કરે છે.)'''
'''રાજમંત્રી''' : સુશ્રુત, માધવસેન.
'''બન્ને દૂત''' : આજ્ઞા કરો.
'''રાજમંત્રી''' : ગણિકા લોલાપાંગી અને તેની કન્યા તરંગિણીને લાવીને અહીં હાજર    કરો. જઈ ને કહો–‘તમને રાજકાર્ય માટે બોલાવવામાં આવ્યાં છે, ક્ષણનો પણ વિલંબ ન કરો.’ ઉદ્યાનને છેડે ઉત્તમ રથ તૈયાર છે. અમે રાહ જોઈએ છીએ.
'''પહેલો દૂત''' : {{Space}} (જતાં જતાં, બીજા દૂતને) કેમ,  હજીય મારી વાત પર અવિશ્વાસ છે?
<center>(બંને દૂતોનું પ્રસ્થાન)</center>
'''રાજમંત્રી''' : સેંકડો વારાંગનાઓને સમાચાર પાઠવ્યા. બધી જ ભયથી કંપી ઊઠી.  જાણતો નહોતો કે એક બાલ તપસ્વીનો પ્રતાપ આટલો બધો પ્રબલ હશે. પણ હજી આશા છે. આ હમણાં જ નગરપાલે મને જણાવ્યું કે ચંપાનગરની ગણિકાઓની મધ્યમણિ અત્યારે તરંગિણી છે. રૂપમાં, લાસ્યમાં, છલનામાં તેની કોઈ જોડ નથી. બાલ્યાવસ્થાથી તે તેની માતાની જ શિષ્યા છે, બધી કલાઓમાં નિપુણ છે. સાંભળ્યું છે કે લોલાપાંગીની પાસે વિદ્યા મેળવીને વાંકાદાંતવાળી કુરૂપા પણ વૃદ્ધો પાસેથી ધન પડાવી શકે છે, અને તરંગિણી તો સ્વભાવે જ મોહિની છે. તેના હિલ્લોલથી ઋષ્યશૃંગ પીગળશે, જેમ મલય સ્પર્શથી હિમાદ્રિ પીગળે છે. મદઝરતા હસ્તીની જેમ તેમનું પતન થશે વ્યાધે રચેલા છૂપા ગહ્‌વરમાં; કામનાના રજ્જુમાં બાંધીને તેમને વારાંગનાઓ લઈ આવશે નગરમાં. અંતઃપુરમાં રાજકન્યા શાન્તા વરમાળા લઈ ને રાહ જોશે— ભગવન્‌, બોલો, અમારું કાર્ય સફળ થશે ને?</poem>
<poem>
'''રાજપુરોહિત''' : અશક્ત છે આજે અંગરાજ, શક્તિ છે તેમની સમાપ્ત,
{{Space}}{{Space}}એટલે રસહીન છે ધરા અને ખાલી ખાલી આકાશ.
{{Space}}{{Space}}પૃથ્વીના જે પતિ કહેવાય તેમના કોષમાં નથી બીજબિન્દુ.
{{Space}}{{Space}}થંભી છે ઋતુ, શસ્ય નથી, ગોવત્સ નથી, સંતાન નથી.
{{Space}}{{Space}}સૌ એક સૂત્રે બંધાયાં છે–નક્ષત્રોથી માંડી તૃણ સુધી,
{{Space}}{{Space}}રુદ્ર, સૂર્ય અને જીવો, સોમપાયી અને શ્રમજીવી;
{{Space}}{{Space}}એક સૂત્રે બંધાયાં છે ભ્રૂણ અને ઉદ્‌ભિદ, અંડજ અને જરાયુજ
{{Space}}{{Space}}તૂટી છે તે શૃંખલા આજ, દુઃખી છે તેથી અખિલ વિશ્વ.
{{Space}}{{Space}}આદિ મૂળ છે જલ, એક જ સ્રોત અંતરિક્ષમાં અને ભૂતળે,
{{Space}}{{Space}}ઔરસમાં અને વૃષ્ટિમાં, નિર્ઝરિણી અને નારી ગર્ભમાં;
{{Space}}{{Space}}જન્મ આપે છે જલ અન્ન આપે છે જલ
{{Space}}{{Space}}જલમાં જાગે છે પ્રાણસ્પંદ અને પ્રેરણા.
{{Space}}{{Space}}તૂટ્યો છે તે પ્રવાહ આજ દુઃખી છે તેથી અખિલ વિશ્વ.
{{Space}}{{Space}}એક વાર વૃત્રે રોક્યું કર્યું હતું જલને,
{{Space}}{{Space}}જેમ વણજારને રોકે દસ્યુઓ;
{{Space}}{{Space}}વંધ્યાનાં સ્તન અને કૃપણનું ધન જેમ નિષ્ફળ
{{Space}}{{Space}}તેમ હતું જલ નિશ્ચલ અંધારી કંદરામાં.
{{Space}}{{Space}}પણ જલને મુક્ત કર્યું ઇન્દ્રે
{{Space}}{{Space}}ધ્વંસ થયા અસુર તેના વજ્રે,
{{Space}}{{Space}}છૂટ્યાં વાદળ, પ્રવહમાન થયા સપ્ત સિંધુ;
{{Space}}{{Space}}જેમ કોઢરામાંથી ગયો તેમ ગુહામાંથી વહી નીકળ્યાં જલ
{{Space}}{{Space}}ઊભરાઈ નદીઓ, જેમ દ્યૂતવિજયીનું વિત્ત.
{{Space}}{{Space}}આજ અંગદેશમાં ફરી વાર રુદ્ધ છે જલ, તેને મુક્તિ આપો;
{{Space}}{{Space}}સ્ખલિત કરો વિદ્યુત્‌–નિષ્કલંક, ઉજ્જવલ;
{{Space}}{{Space}}લાવો વજ્ર જેવું પૌરુષ, તીવ્રતમ યૌવન;
{{Space}}{{Space}}તૈયાર હો ખડ્‌ગ, વિકીર્ણ થાઓ બીજસ્રોત,
{{Space}}{{Space}}કુમાર–અપાપવિદ્ધ–ઋષ્યશૃંગ–તરુણ–
{{Space}}{{Space}}ભાંગો, ભાંગો તેમનું કૌમાર્ય;
{{Space}}{{Space}}રાજા જ્યારે હોય ખાલી, ત્યારે લૂંટી લો તપસ્વીને,
{{Space}}{{Space}}સિક્ત થાઓ નારી અને પુરુષ,
{{Space}}{{Space}}પ્રકટો મૃત્તિકાની પ્રતિભા.
</poem>
<poem>
{{Space}}(રાજપુરોહિતનું પ્રસ્થાન. બીજી દિશામાંથી શાન્તાનો પ્રવેશ.)
'''રાજમંત્રી''' : શાન્તા! તું! ઉદ્યાનના આ નિર્જન છેડે ક્યાંથી? તારી સખીઓ ક્યાં છે?
'''શાન્તા''' :  એક અરજ લઈને આપની પાસે આપની આવી છું.
'''રાજમંત્રી''' : તું રાજપુત્રી છે, મારી પણ દીકરી જેવી. તને પ્રસન્ન રાખવી એ મારું કર્તવ્ય અને પ્રિય કર્મ છે. નિઃસંકોચે દિલ ખોલીને વાત કર.
'''શાન્તા''' : સાંભળ્યું છે કે દેવતાઓ કૌમાર્યવ્રતના શત્રુ છે અને અંગદેશમાં કૌમાર્યનો પ્રાદુર્ભાવ છે?
'''રાજમંત્રી''' : મેં પણ એવું જ સાંભળ્યું છે.
'''શાન્તા''' :  એટલે જ શું મારા પિતાનું રાજ્ય આજે અભિશપ્ત છે?
'''રાજમંત્રી''' : રાજપુરોહિતનું એવું કહેવું છે.
'''શાન્તા''' :  તો પછી એ સ્થિતિનો અંત લાવવો જોઈએ.
'''રાજમંત્રી''' : અમે જરૂરી વ્યવસ્થા કરીએ છીએ.
'''શાન્તા''' :  શી વ્યવસ્થા? (ક્ષણવાર ચૂપ રહી) તાત, હું પણ કુમારી છું.
'''રાજમંત્રી''' : ચિન્તા ના કર; શાન્તા, તારું લગ્ન જેમ બને તેમ જલદી થાય તે માટે  અત્યારે અમે સૌ પ્રયત્નવાન છીએ.
'''શાન્તા''' :  મારું લગ્ન! અને મારી અજાણતાં જ તેની ગોઠવણ?
'''રાજમંત્રી''' : તરુણ, રૂપવાન, અપાપવિદ્ધ, દેવો પણ જેને વધાવી લે-એવો એક પતિ  તને મળશે.
'''શાન્તા''' :  કોણ છે તે?
'''રાજમંત્રી''' : તેમનો તારી સાથે મેળાપ થાય તે શુભ ઘડી કદાચ આવી પહોંચી છે.
'''શાન્તા''' : તેમનું નામ જાણી શકું?
'''રાજમંત્રી''' : તારી પાસે નહીં છુપાવું. તેઓ છે તપસ્વી ઋષ્યશૃંગ.
'''શાન્તા''' : ઋષ્યશૃંગ? સાંભળ્યું છે કે તેઓ અડગ બ્રહ્મચારી છે?
'''રાજમંત્રી''' : ઋષિઓ કહે છે કે આદ્યાશક્તિને જાણ્યા વિના બ્રહ્મલાભ થતો નથી.
'''શાન્તા''' :  તેઓ શું એટલા જ માટે મારું ગ્રહણ કરવાના છે?
'''રાજમંત્રી''' : પ્રકૃતિના બંધનમાં એકવાર આવે નહીં એવો કયો પુરુષ છે?
'''શાન્તા''' :    તાત હું પ્રકૃતિ નથી, હું શાન્તા છું-એક સામાન્ય યુવતી. દેહથી કે અંતઃકરણથી મારામાં અને સામાન્ય ખેડુકન્યામાં કોઈ ફેર નથી. મારે પણ પતિ, સંતાન અને ઘર જોઈએ, જોઈએ પ્રેમ–પરિણતિ અને બંધન. સેવા અને સ્નેહવૃત્તિની સ્થાયી સાર્થકતા જોઈએ. આદ્યાશક્તિની પૂજા કર્યા પછી ઋષ્યશૃંગ મારો ત્યાગ કરે તો? બ્રહ્મજ્ઞાનની સરખામણીમાં નારી તુચ્છ છે, જાયાપુત્ર એકદમ મિથ્યા છે એવું તેમને લાગે તો?
'''રાજમંત્રી''' :{{Space}} વત્સે, સાવિત્રી તેના પતિને મૃત્યુલોકમાંથી પાછી લઈ આવી હતી, તું  તારા પતિને ગૃહત્યાગમાંથી પાછો ફેરવી શકીશ નહીં ?
'''શાન્તા''' : સાવિત્રીના સ્વામીને કોઈ પિતા કે વડીલોએ પસંદ કર્યો નહોતો.
'''રાજમંત્રી''' :{{Space}} (ક્ષણવાર ચૂપ રહી) ઋષ્યશૃંગ સાથે લગ્ન કરવા  તું શું રાજી નથી?
'''શાન્તા''' : તાત, હું સ્વયંવરા થવા ઇચ્છું છું.
'''રાજમંત્રી''' : દેશની આવી આફતને ટાણે સ્વયંવરસભા?
'''શાન્તા''' : ના, સભા ઇચ્છતી નથી. અનેક ઉમેદવારોને ભેગા કરવાની જરૂર નથી. અંગદેશનો જ એક યુવક મારો પ્રેમી છે, મેં પણ તેને મનથી વર્યો છે.
'''રાજમંત્રી''' : લાગે છે કે તે અત્યંત મહત્ત્વાકાંક્ષી અને ગુસ્તાખીખોર છે?
'''શાન્તા''' :  ગુસ્તાખીખોર નહીં, પ્રેમી. મહત્ત્વાકાંક્ષી નહીં, પ્રણયયોગ્ય છે. તાત, તે તમારો જ પુત્ર અંશુમાન છે.
'''રાજમંત્રી''' : અંશુમાન?
'''શાન્તા''' :  અંશુમાને અને મેં એક રાજ્ય ઊભું કર્યું છે. એ રાજ્યમાં હૃદય અમારું મંત્રી છે, સેનાપતિ અમારી પરસ્પરની પ્રીતિ છે, કોષાધ્યક્ષ અમારી નિષ્ઠા છે અને પ્રજાગણ અમારી દૃષ્ટિ છે, હાસ્ય, સંલાપ અમારાં સ્વપ્ન અને ભાવી કલ્પના છે. એક પ્રેમાળ અને ધર્મપરાયણ વ્યક્તિ તરીકે અંશુમાન જોડે મને પરણાવો એ મારી આપને પ્રાર્થના છે.
'''રાજમંત્રી''' : આનાથી મોટી મારી કોઈ આકાંક્ષા નહોતી.
'''શાન્તા''' :  વિચારી જુઓ–હું લોમપાદનું એકમાત્ર સંતાન છું. મારા પતિને રાજપાટ  આપવાનું તેમણે સ્વીકાર્યું છે.
'''રાજમંત્રી''' : કલ્યાણી, તું રાજ્યશ્રી કરતાં પણ મોટી છે.
'''શાન્તા''' :  વિચાર કરો, અંશુમાન સર્વગુણોથી શોભિત છે, અને મારો જન્મ પણ દુષ્ટ ગ્રહના આધિપત્યમાં થયો નથી. આપ મારા પિતાના સુહૃદ છો, અને આપ એમના મુખ્ય અમાત્ય છો. આપણાં બન્નેનાં કુળના સંયોગથી આ રાજ્ય વધારે શક્તિશાળી બનશે. જો અંગદેશનું હિત આપને હૈયે હોય, જો પુત્ર અને સુહૃદકન્યા પ્રત્યે આપની સ્નેહદૃષ્ટિ હોય તો આ લગ્ન અવશ્ય આપને ઇપ્સિત હોવું જોઈએ. પરંતુ આપના મોં પર કેમ કોઈ હર્ષનું ચિહ્ન દેખાતું નથી?
'''રાજમંત્રી''' :   તારો પ્રસ્તાવ શ્રદ્ધેય છે,  સુલક્ષણા અને મારે પક્ષે તો આશાતીત.
'''શાન્તા''' : આશાતીત શા માટે? પતિ જાતે પસંદ કરવાનો ક્ષત્રિય નારીનો અધિકાર નથી શું?
'''રાજમંત્રી''' :   તારી વાત સાચી છે, સુભાષિણી.
'''શાન્તા''' :  મારું વલણ મારાં માતાપિતાને  અજાણ્યું નથી, તેઓ અનુકૂળ છે. હવે  આપ મને પુત્રવધૂ રૂપે આશીર્વાદ આપો. અમારાં લગ્ન વિના વિલંબે ગોઠવો. મારા કૌમાર્યત્યાગને પરિણામે અંગદેશ ફરી હરિયાળો બની જાય, એવા આર્શીવાદ આપો.
'''રાજમંત્રી''' : હું આર્શીવાદ આપું છું, કલ્યાણી કે તું સ્વદેશની કલ્યાણદાત્રી બની રહે, તારા પતિવ્રત્યને પરિણામે અંગદેશ શાપમુક્ત થાઓ.
'''શાન્તા''' :  આપ ઋષ્યશૃંગનો ઉલ્લેખ કરતા હતા–
'''રાજમંત્રી''' : ત્યારે તારા હૃદયની વાત જાણતો નહોતો.
'''શાન્તા''' :  હું આપને સાચુ કહું છું કે હું અંશુમાન સિવાય બીજા કોઈની અંકશાયિની નહીં બનું.
'''રાજમંત્રી''' : તારું વાક્ય મારા માનસપટ પર મુદ્રિત રહેશે; રાજપુરોહિતની સાથે ચર્ચા વિચારણા કરીને હું તારા લગ્નનું મુહૂર્ત નક્કી કરીશ. તું શાન્ત થા, મહેલમાં જઈને વિશ્રામ કર. હું તારું અને અંગદેશનું મંગલ ઇચ્છનારો છું.
'''શાન્તા''' :  પ્રણામ
</poem>
26,604

edits

Navigation menu