તપસ્વી અને તરંગિણી/ચાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ચોથો અંક | }} <poem> '''(રાજમહેલની ઓસરી અને તેને અડીને આવેલા ઓરડા...")
 
No edit summary
Line 227: Line 227:
'''ચંદ્રકેતુ''' : યુવરાજ, આપ આ રમણીને વધારે છૂટ આપશો તો આપની કીર્તિને કલંક લાગશે. રાજા લોમપાદનું નામ કલંકિત થશે. આપ તેને સારી સલાહ આપીને તેને ઘેર પાછી જવા કહો.
'''ચંદ્રકેતુ''' : યુવરાજ, આપ આ રમણીને વધારે છૂટ આપશો તો આપની કીર્તિને કલંક લાગશે. રાજા લોમપાદનું નામ કલંકિત થશે. આપ તેને સારી સલાહ આપીને તેને ઘેર પાછી જવા કહો.
'''અંશુમાન''' : યુવરાજને યાદ દેવડાવું કે, અમારી એક ચર્ચા હજી બાકી છે.
'''અંશુમાન''' : યુવરાજને યાદ દેવડાવું કે, અમારી એક ચર્ચા હજી બાકી છે.
'''લોલાપાંગી''' : પ્રભુ, આ વેળા તો તેની અવસ્થા આપે નજરોનજર જોઈ, ઉન્માદ જેવો તેનો પ્રલાપ સાંભળ્યો. તેની બળબળતી આંખો જઈ. દેવ, એનો ઉદ્ધાર કરો.
'''ઋષ્યશૃંગ''' : શાન્ત થાઓ બધાં. સાંભળો, હું સૌની હાજરીમાં કહું છું કે આ યુવતીને મેળવવાની તો મારી અત્યંત ઇચ્છા છે. આ અંગદેશ  જ્યાં મેં હર્ષધારા વહાવી છે ત્યાં હું શુષ્ક હતો. તેના જ વિરહમાં દગ્ધ હતો, જેને તમે લોકો તરંગિણી કહો છો. કોને કહેવાય નારી, તે હું જાણતો નહોતો.હું પુરુષ કહેવાઉં તે ય  જાણતો નહોતો. તેણે મને ઓળખ પાડી એટલે હું તેનો કૃતજ્ઞી છું. તે મારે માટે પરિત્યાજ્ય નથી, તે મારી અંતરંગ છે. તેની પાસે–અંગદેશમાં એક માત્ર તેની જ પાસે–હું ત્રાતા નથી, અન્નદાતા નથી, યુવરાજ નથી, મહાત્મા નથી–એક માત્ર તેની જ પાસે કોઈ હેતુપ્રાપ્તિનો હું ઉપાય નથી. એક માત્ર તેની જ પાસે હું કેવળ ઋષ્યશૃંગ છું. તેથી હું તેને મારી અધિકારિણી રૂપે સ્વીકાર કરું છું.
'''(બધાં ઊંચાંનીચાં થાય છે. માત્ર તરંગિણી જ મૂર્તિની જેમ સ્થિર છે.)'''
'''ચંદ્રકેતુ''' : ઋષ્યશૃંગ, આપને પણ શું ઉન્માદ થયો કે?
'''અંશુમાન''' : મેં ખરું જ કહ્યું હતું—કે આ ઋષ્યશૃંગ લાલચુ લંપટ છે! અનેતેના હાથમાં રાજ્યકન્યા અને રાજ્ય!
'''શાન્તા''' : યુવરાજ ભૂલી ગયા છે કે તેમની સહધર્મચારિણી અહીં હાજર છે.
'''ઋષ્યશૃંગ''' : હું કંઈયે ભૂલ્યો નથી. શાન્તા, આટલા દિવસો પછી સત્ય બોલવાનો સમય આવ્યો. રાત્રિમાં, અંધારામાં–તું જ્યારે મારા બાહુબંધમાં સમાઈ જતી, ત્યારે હું કલ્પના કરતો કે તું શાન્તા નથી–તે જ અન્ય નારી છે. પરંતુ અંધકારમાં પણ સમતા નથી, શાન્તા, અંધકારમાં પણ લુપ્ત નથી થતી સ્મૃતિ. હું તેથી  અતૃપ્ત છું.
'''શાન્તા''' : યુવરાજ, તમારી વાત સાંભળીને મારા પગ નીચેની ધરતી સરી રહી છે.હું વ્યાકુળ બની રહી છું.
'''ઋષ્યશૃંગ''' : કદાચ તું યે કલ્પના કરતી હોઈશ કે હું ઋષ્યશૃંગ નથી, અંશુમાન છું. તે છલના આજે સમાપ્ત થઈ ગઈ છે. આજે શુભ દિવસ છે.
'''લોલાપાંગી''' : મને તો કંઈ સમજાતું નથી, મને બીક લાગે છે. તરુ, આવ મારી પાસે–ચાલ આપણે ઘેરે જતાં રહીએ.
'''(તરંગિણી નિશ્ચલ છે.)'''
'''ઋષ્યશૃંગ''' : થોડીવાર રાહ જો, તરંગિણી, રાજમહેલમાં મારું છેલ્લું કર્તવ્ય પૂરું કરી લઉં તે પછી—તું. બીજું કોઈ નહીં, કશું નહીં. તું—મારા હૃદયની વાસના, મારા શોણિતનો હોમાગ્નિ.
'''તરંગિણી''' : (ક્ષણવાર ઋષ્યશૃંગ તરફ જોઈ રહી) મેં તે દિવસે છલના કરી હતી, તેથી શું તમે આજે છલના કરશો? મારા તરફ દૃષ્ટિપાત કેમ કરતા નથી?
'''ઋષ્યશૃંગ''' : તરસ્યાને જેવું પાણી તેવી મારી આંખને તું.
'''તરંગિણી''' : ના, ના – તેમ નહીં. તમને યાદ નથી મારો તે ચહેરો? જે ચહેરો તમે તે દિવસે જોયો હતો? જે બીજા કોઈએ ક્યારેય જોયો નહોતો? તે ચહેરો હું ખોઈ બેઠી છું. દર્પણમાં તે શોધી શકતી નથી. મારી મા, મારો પ્રાર્થી આ ચંદ્રકેતુ વગેરે લોકો — કોઈ જાણતા નથી કે મેં જન્મથી માંડી બીજો એક ચહેરો સંતાડી રાખ્યો હતો – તમારે માટે તમે જુઓ તે માટે. મારો તે ચહેરો મને પાછો આપો.
'''ચંદ્રકેતુ''' : બબડાટ – પાગલનો બબડાટ
'''તરંગિણી''' : આંનદ – મારે માટે આનંદરૂપ છે તે દિવસ! હું હતી સ્વર્ગની દૂત, હું હતી છદ્મવેશી દેવતા. મારે હોઠે વિશ્વકરુણાનું પ્રસારણ હતું. અને તમારી આંખો! પેલી હૃદય હલાવી નાખતી તમારી દૃષ્ટિ! ઋષ્યશૃંગ, તમારી આંખની દૃષ્ટિથી ફરી હું પોતાને જોવા ચાહું છું. રોમાંચિત થવા ચાહું છું, આનંદિત થવા ચાહું છું. મારા પર તમે દયા કરો.
'''અંશુમાન''' : લાગે છે કે પ્રતિહારીને બોલાવીને આ ઉપદ્રવને ડામવો પડશે.
'''તરંગિણી''' : હું સ્વપ્નમાં જોઉ છું તે આંખો, જાગતાં જોઉં છું તે આંખો અને અત્યારે તમને જોઉ છું...તમને? ખરેખર તમને? પરંતુ ક્યાં છો તમે? તમે કેમ ખોવાઈ જાઓ છે? તમારી આંખની પેલી દૃષ્ટિ શું ફરી પાછી નહીં આવે?
'''(તરંગિણીની છેલ્લી વાત સાંભળતાં સાંભળતાં ઋષ્યશૃંગના મોં પર પહેલાં સંશયની રેખા તૂટી, તે પછી વેદના અને છેલ્લે શાન્તિ, ચુપચાપ, કોઈનું ધ્યાન ન જાય તે રીતે તેઓ ઓસરીમાંથી ઓરડામાં અને ઓરડો વટાવીને નેપથ્યમાં ચાલ્યા જાય છે.)'''
'''શાન્તા''' : (કેટલીક ક્ષણોની ચુપકીદી પછી) યુવરાજ ક્યાં?
'''અંશુમાન''' : યુવરાજ ક્યાં?
'''શાન્તા''' : તેઓ થાકી ગયા હતા. વિશ્રામને માટે અંતઃપુરમાં ગયા છે.
'''અંશુમાન''' : આ બે ગણિકાઓએ આવીને તેમને થકવી દીધા છે.
'''શાન્તા''' : તેઓ હજી જતી નથી.
'''અંશુમાન''' : તેઓ હજી રાહ જુએ છે. કોને માટે રાહ જુએ છે?
'''શાન્તા''' : કેવી ધીટ છે આ યુવતી!
'''અંશુમાન''' : પાપિષ્ઠા!
'''શાન્તા''' : મદમત્ત!
'''અંશુમાન''' : કેવું દુસ્સાહસ! યુવરાજની સાથે આવો વ્યવહાર? રાજ-કન્યાની હાજરીમાં?
'''શાન્તા''' : આ જાડી લોલાપાંગીનું એ બધું કામ.
'''અંશુમાન''' : લાગે છે કે પૈસા કઢાવવા આવી હશે.
'''શાન્તા''' : સીધી રીતે માગે તો દાનની મુઠ્ઠી ખુલે. પણ આ તો કુટિલ કાવતરું!
'''અંશુમાન''' : આ ધૃષ્ટતા!
'''લોલાપાંગી''' : શા માટે અમને કઠોર વેણસંભળાવો છો! અમે દુઃખી છીએ.
'''ચંદ્રકેતુ''' : અંશુમાન, આફતમાં આવી પડેલી અબલા સાથે કઠોર આચરણ–એ શું પુરુષને શોભે છે?
'''અંશુમાન''' : અબલા કોને કહે છે? આ ગણિકાની શઠતાની વાત ચંપાનગરમાં કોણ જાણતું નથી? યુવરાજ મોટા મનના છે એટલે જ એ લોકોને સહી લે  છે.
'''ચંદ્રકેતુ''' : તરંગિણી, તારો અભિસાર નકામો ગયો. હવે ચાલ, ચાલ મારી સાથે. હું તારી સેવા કરીશ. તું તારું સ્વાસ્થ્ય પાછું મેળવી શકીશ, સુખ પાછું મેળવી શકીશ.
'''(તરંગિણી સ્થિર ઊભી છે.)'''
'''લોલાપાંગી''' : તરુ, ચાલ આપણે ઘેર પાછાં જઈએ. આપણે રોઈ રોઈને ધરા ભર્યા પણ કંઈ વળ્યુ નહીં. ધેર ચાલ, મારા બેટા, મારી લક્ષ્મી, મારી સોનામણી, તું મારી પાસે આવ.
'''(તરંગિણી સ્થિર ઊભી છે.)'''
'''શાન્તા''' : હું પ્રતિહારીને બોલાવું છું. આ ઉન્માદિનીને ધકેલીને દૂર કરવી પડશે.
'''(તપસ્વીના વેશમાં ઋષ્યશૃંગનો ફરીથી પ્રવેશ.)'''
'''ઋષ્યશૃંગ''' : પ્રતિહારીને બોલાવીશ નહીં, શાન્તા. જરૂર નથી.
'''શાન્તા''' : યુવરાજ, આ તે કેવો અદ્‌ભુત વેશ છે તમારો? આવી અશોભન મજાક શા માટે કરો છો?
'''ઋષ્યશૃંગ''' : શાન્તા, અંશુમાન, તમે લોકોએ મારી જંજીરને તોડી નાખી છે. હું તમને નમસ્કાર કરું છું. શાન્તા, આજથી તું પોતાને સ્વતંત્ર માન, કુમારી માન. હું તને કૌમાર્ય પ્રત્યાર્પણ કરું છું, અને અંશુમાનને–તેનું રાજ્ય. હું આશીર્વાદ આપું છું કે તારો પુત્ર ચક્રવર્તી રાજા થશે. અંશુમાન તેનુંં પિતૃસ્નેહથી લાલનપાલન કરશે.
'''(શાન્તા અને અંશુમાન પાસે પાસે ઊભા રહીને ઋષ્યશૃંગને નમે છે.)'''
લોલાપાંગી, ચંદ્રકેતુ તમારી માંગણી પૂરી કરવાનું મારે માટે શક્ય નથી. તમે લોકો મને ક્ષમા કરો.
'''ચંદ્રકેતુ''' : ઋષ્યશૃંગ, તો શું આપે અમારી માંગણીનો અસ્વીકાર કર્યો?
'''ઋષ્યશૃંગ''' : (ક્ષીણ હસીને) હું તને એ વરદાન આપી શકું છું કે તરંગિણીને તું થોડા વખતમાં ભૂલી જઈશ.
'''લોલાપાંગી''' : (દુઃખી સ્વરમાં) પ્રભુ, હું મા છું – હું સંતાનને ખોવા માગતી નથી – મારા પર આપ દયા કરો.
'''ઋષ્યશૃંગ''' : (સસ્નેહે) લોલાપાંગી, તું તો જાણે છે તારી કન્યાને. તે સ્વેચ્છાચારિણી છે; તેની ઇચ્છા તેને જ્યાં લઈ જાય, ત્યાં જ તે સુખી થશે. તમે લોકો તેની ચિંતા કરશો નહીં. એક બીજાની દેખભાળ રાખજો.
'''(લોલાપાંગી અને ચંદ્રકેતુ પાસે પાસે ઊભા રહી ઋષ્યશૃંગને નમે છે.)'''
તરંગિણી, મારી છેલ્લી વાત તારી સાથે છે. તેં મને જે ભેટ આપી હતી તેનું નામ અત્યારે પણ હું જાણતો નથી. પણ કદાચ તેનું મૂલ્ય સમજું છું. હું તારો ચિરકાલ ઋણી રહીશ. તને હું અભિનંદન આપું છું.
'''તરંગિણી''' : હું જે સાંભળવા ચાહું છું તે શું હજી નહીં કહો.
'''(બીજાઓની જાણ બહાર, બહારથી વિભાણ્ડકનો પ્રવેશ. બધા તરફ એકવાર દૃષ્ટિપાત કરી લેતાં તેમણે જાણે કે ક્ષણમાં જ બધું સમજી લીધું. તેમની આંખો ઋષ્યશૃંગના ચહેરા પર મંડાય છે. દરેક શબ્દ ધ્યાનથી સાંભળે છે તેમના મોં પર તૃપ્તિ અને આશા પ્રકટે છે.)'''
'''ઋષ્યશૃંગ''' : તરંગિણી, સાંભળ. મારી દૃષ્ટિ,જે તને સ્વપ્નમાં પણ કષ્ટ આપે છે, તે હવે ફરીથી મારી આંખે પાછી આવશે નહીં. પણ તારો તે બીજો ચહેરો ખોવાઈ નથી ગયો, તે તું પાછો મેળવી શકે છે. દર્પણમાં નહીં, કદાચ બીજા કોઈની આંખોમાં પણ નહીં, ક્યાં – તે હું જાણતો નથી; પણ એ વાત જાણું છું કે ક્યાંક કોઈક અંતરાલમાં તે ચહેરો ચિરકાલ માટે રહ્યો છે. ચિરકાલ રહેશે. તે શોધવો પડશે તારે જ, તારે જ ઓળખી લેવો પડશે. મનમાં આશા રાખ. હૃદયમાં રાખ આનંદ. વિદાય.
'''વિભાણ્ડક''' : (આગળ આવીને–દૃપ્તસ્વરે) પુત્ર, તો મેં જે ધાર્યું હતું તે જ થયું! મેં જે કહ્યું હતું તેજ થયું!
'''ઋષ્યશૃંગ''' : મારું નસીબ કે આપનું હું ફરી દર્શન પામ્યો.
'''વિભાણ્ડક''' : તારા ભાવિએ આજે તને પકડી પાડ્યો.
'''ઋષ્યશૃંગ''' : ભાવિ નહીં–મારી ઇચ્છાએ–મારી વાસનાએ મારા કામે.
'''વિભાણ્ડક''' : તારા કામની તૃષ્ણા એક સહસ્ર નારીઓ પણ મિટાવી શકશે નહીં.
'''ઋષ્યશૃંગ''' : સહસ્ર નહીં–માત્ર એક જ. હું ઊંઘતો હતો, તેણે મને જગાડી દીધો હતો. વળી ફરી પાછો હું ઊંઘી જતો હતો. ફરીથી તે મને જગાડી ગઈ. તે જ મારું બંધન છે, તે જ મારી મુક્તિ છે, મારું સર્વસ્વ છે.
'''તરંગિણી''' : (મોઢા પર ચમક સાથે) મને તમારી સાથે લઈ જાઓ. હું નદીએથી પાણી ભરી લાવીશ, સમિધકાષ્ટ વીણી લાવીશ, અગ્નિહોત્ર બુઝાવા નહીં દઉં. મારે બીજું કશું ના જોઈએ. માત્ર દિવસાન્તે એકવાર–એકવાર તમને રોજ આ આંખોથી જોઉં. તે જ મારી તપસ્યા અને તે જ મારું સ્વર્ગ.
'''ઋષ્યશૃંગ''' : કદાચ મારે હવે સમિધકાષ્ઠની જરૂર નહીં પડે. અગ્નિહોત્રની  જરૂર નહીં પડે. મેધાની જરૂર નથી, શાસ્રપાઠની જરૂર નથી, અનુષ્ઠાનની જરૂર નથી — મારે રિક્ત થવું પડશે, શૂન્યતામાં ડૂબવું પડશે.
'''વિભાણ્ડક''' : ચાલ ત્યારે, પાછો આવ મારા આશ્રમમાં. મારો નહીં, તારો આશ્રમ. હું જાણું છું–બધું જાણું છું. જેમ તારાં અંગો ઉપરથી રાજવેશ, તેમ તારી સાધનામાંથી ક્રિયાકાંડ ખરી પડશે, વિધિવિધાન તારા પગ તળે આળોટશે. ઋષ્યશૃંગ, હું તારો જ અનુગામી થવા ચાહું છું; મને તારો શિષ્ય બનાવ.
'''ઋષ્યશૃંગ''' : (પિતાને પ્રણામ કરીને, મૃદુ સ્વરે) પિતા, મને શરમાવો નહીં. તમે મારા ગુરુ છો, પૂજનીય છો, પરંતુ મારે માટે ગુરુ આજે ભારે બોજારૂપ છે, શિષ્ય આડખીલી રૂપ છે.
'''વિભાણ્ડક''' : (છેલ્લો પ્રયત્ન કરી જોઈ) તારી તપસ્યામાં મારો કોઈ ભાગ નહીં હોય?
'''ઋષ્યશૃંગ''' : મારી કઈ તપસ્યા છે, તે હું જાણતો નથી. તપસ્યા છે કે નહીં, તે પણ જાણતો નથી. મારી સામે બધું અંધકારપૂર્ણ છે. અંધકારમાં જ ઊતરવું પડશે મારે. પિતા, મને વિદાય આપો.
'''વિભાણ્ડક''' : પુત્ર! ઋષ્યશૃંગ!
'''(વિભાણ્ડક ઋષ્યશૃંગને એકવાર ભેટે છે; તે પછી ધીરે નત મસ્તકે ચાલ્યા જાય છે.)'''
'''તરંગિણી''' : (આગળ આવી) તમે શું આશ્રમમાં પાછા જતા નથી?
'''ઋષ્યશૃંગ''' : કોઈ ક્યાંય પાછો જઈ શકે છે, તરંગિણી? આપણે જ્યારે જ્યાં જઈએ છીએ, તે જ દેશ નૂતન હોય છે. મારો તે આશ્રમ આજે લુપ્ત થઈ ગયો છે. તે હું પણ લુપ્ત થઈ ગયો છું. મારે બધું નવેસરથી ફરી મેળવવું પડશે. મારું ગંતવ્ય હું જાણતો નથી, પણ કદાચ તે તારું પણ ગંતવ્ય હશે. જેની શોધમાં તું અહીં આવી હતી, કદાચ તે મારી પણ શોધ હોય. પણ તારો માર્ગ તારે જ શોધી લેવો પડશે, તરંગિણી.
'''તરંગિણી''' : પ્રિય, મારા પ્રિયતમ, હું ફરી તમને કદીય નહીં મળવા પામું?
'''ઋષ્યશૃંગ''' : મને અટકાવ નહીં, તરંગિણી. તું તારે માર્ગે જા. કદાચ આવતા જન્મમાં ફરી મળવાનું થશે.
'''(ઋષ્યશૃંગ ઓસરી વટાવીને બહાર ચાલ્યા જાય છે. રંગમંચ પર અજવાળું ઝાંખું થઈ જાય છે; સાંજ પડવામાં છે.)'''
'''શાન્તા''' : યુવરાજે ગૃહત્યાગ કર્યો.
'''ચંદ્રકેતુ''' : અંગદેશ પર સંકટ આવ્યું!
'''અંશુમાન''' : સંકટનો ઉપાય તેઓ કહી ગયા છે.
'''શાન્તા''' : મારા પિતાને સમાચાર મોકલો. રાજમંત્રીને સમાચાર મોકલો.
'''અંશુમાન''' : વ્યગ્ર ના બન શાન્તા, ઋષ્યશૃંગ હવે પાછા નહીં આવે.
'''(આ દરમ્યાન તરંગિણી તેના એકે એક અલંકાર કાઢી નાખે છે.)'''
'''તરંગિણી''' : મા આ બધાં તું રાખ. મારે હવે ખપમાં નહીં આવે.
'''લોલાપાંગી''' : તરુ, તું ઘેર પાછી નહીં આવે?
'''તરંગિણી''' : હું જાઉં છું.
'''લોલાપાંગી''' : ક્યાં જાય છે? (રુદનભર્યા ગળે) તરુ, તું શું સંન્યાસિની થવા જાય છે?
'''તરંગિણી''' : હું શું બનીશ, તે જાણતી નથી. મારુ શું થશે તે જાણતી નથી. માત્ર એટલું જાણું છું કે મારે જવું પડશે.
'''લોલાપાંગી''' : તરુ, તું જે ઇચ્છે છે, તે જ થશે. તું જે કહીશ, તે હું કરીશ. તને લઈને તીર્થયાત્રાએ નીકળી પડીશ. બધું ધન દાનમાં આપી દઈશ. તને લઈને તીર્થે તીર્થે ભિક્ષા માંગતી ફરીશ, માત્ર તું મને છોડીને ના જા.
'''તરંગિણી''' : મા, તું મને ભૂલી જા. મને તમે લોકો પાછી નહીં પામો. (જવા તૈયાર થાય છે.)
'''લોલાપાંગી''' : તારી માના મોં ભણી એકવાર જોઈશ પણ નહીં? તરુ, હું શા આધારે જીવીશ?
'''તરંગિણી''' : જેના આધારે જીવી શકાય ખોટ નથી, ચંદ્રકેતુ, મારી માની સંભાળ રાખજે.
'''(તરંગિણી ઓસરી વટાવી બહારની બાજુએ જતી રહે છે, રંગમંચ પર સંધ્યાની છાયા ઊતરે છે.)'''
'''અંશુમાન''' : શાન્તા, ચાલ, હવે તારા પિતાની પાસે જઈએ.
'''શાન્તા''' : રાજમંત્રીની પાસે પણ જવું પડશે. રાજપુરોહિતના વિધાનની પણ  જરૂર છે. તેઓ શું કહેશો, કોને ખબર છે?
'''અંશુમાન''' :  ચિંતા ના કર, શાન્તા. ઋષ્યશૃંગ તને કૌમાર્ય પાછું આપી ગયા છે. જેમ સૂર્યદેવે કુન્તીને આપ્યું હતું અને પરાશરે સત્યવતીને આપ્યું હતું. પાંચ પાંડવોની સાથે લગ્ન વખતે દ્રૌપદી દરેક વેળાએ નવેસરથી કુમારી બની જતી હતી. ઋષિના વરદાનથી બધું શક્ય છે.
'''શાન્તા''' : તો શું ઋષ્યશૃંગ ભ્રષ્ટ તપસ્વી નથી?
'''અંશુમાન''' : તેઓ મહર્ષિ છે. તેમને પ્રણામ હો.
'''(રાજમંત્રી અને રાજપુરોહિતનો પ્રવેશ)'''
'''અંશુમાન''' : પિતા, રાજપુરોહિત!
'''(અંશુમાન અને શાંત આગળ આવીને તેમને પ્રણામ કરે છે. ચંદ્રકેતુ અને લોલાપાંગી પ્રણામ કરીને રંગમંચના એક ખૂણામાં સરી જાય છે.)'''
'''રાજમંત્રી''' : તમે લોકો ગાંગા થશો નહીં. હું બધું જાણું છું. દૂતના મુખે સમાચાર સાંભળીને હું અહીં આવ્યો છું. શાન્તા, અંશુમાન, હું તમારા મોં પર તૃપ્તિ જોઉં છું, દૃષ્ટિમાં એક ઉજ્જવળ ભવિષ્ય જોઉ છું. તમે આજે સુખી છો. તમે સુખી થાઓ એ જ મારી પ્રાર્થના છે. પણ આજ હું એક અદ્‌ભુત કટોકટીની મોઢામોઢ ઊભો છું. હું ચિન્તામાં છું, હું વ્યાકુળ છું, ઉદ્‌ભ્રાન્ત છું. ઝંઝાના પ્રહારોથી જેમ સમુદ્રમાં નાવ અસ્થિર થઈ ઊઠે તેમ મારું મન આજે અસ્થિર છે. મારે શું કરવું , કયા માર્ગે અંગદેશનું મંગલ રહેલું છે? ઋષ્યશૃંગને પાછા લઈ આવવા દિશે દિશે દૂતો મોકલવા? જો તેઓ આવવા તૈયાર ના થાય તો ફરી વાર છલબલ કે કૌશલથી તેમનું હરણ કરી લાવવું? અને શાન્તા, પરિણીતા, પુત્રવતી, ફરીવાર તેનું લગ્ન શું શક્ય છે? શું તે ઘૃણાસ્પદ અનાચાર નહીં કેહવાય? સામાન્ય લોક માટે ઘાતક ઉદાહરણ? જો દેવતાઓ કોપશે તો ફરીથી અંગદેશમાં દહનજ્વાળા મોકલશે? તેમ છતાં એવું થાય કે જો ઋષ્યશૃંગ હંમેશને માટે અહીંથી અંતર્હિત થાય તો અંગદેશ માટે નવા યુવરાજ જોઈએ. પ્રજાગણ અનાથ રહી શકે નહીં. લોમપાદની આ વૃદ્ધાવસ્થાની વેળાએ રાજ્યશ્રી કોઈ તરુણ યુવરાજ સિવાય બીજા કોના કંઠે માળા પહેરાવશે? અને શાન્તાના પતિ સિવાય અંગદેશનો યુવરાજ પણ બીજો કોણ થઈ શકે? જો કે મારોજ પુત્ર છે, તેમ છતાં અંશુમાન અયોગ્ય નથી એમ મારે કહેવું પડે. શાન્તા પ્રત્યેની તેની નિષ્ઠા પણ શ્રદ્ધેય છે. તો શું આ દિશમાં જ અદૃષ્ટનો ઇશારો છે? ...મારી વિચારશક્તિ જાણે ધુમ્મસથી છવાઈ ગઈ છે, હું કશુંય સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી. ત્રિલોકેશ્વર શાનાથી રાજી થશે કોણ જાણે છે? (રાજપુરોહિત તરફ જોઈને) ભગવન, આદેશ આપો. આ કટોકટીમાં ધર્મપ્રમાણે અમારું શું  કંતવ્ય છે?
'''રાજપુરોહિત—'''
ઝળહળી ઊઠ્યો મંચ, નટનટી ચંચલ,
વેદના આપે છે રોમાંચ, હર્ષ કરે વિષાદમગ્ન,
લાસ્ય, તર્જન, ભંગિ—તરંગો પર તરંગ :
નેપથ્યમાં છે સૂત્રધાર માત્ર તે જ છે કર્તા.
બુઝાયો છે દીપ, શબ્દો નથી—હવે તમારો જ સંસાર,
વેદના આપે છે કષ્ટ, હર્ષ કરે ઉત્સાહી.
કામના, ઉદ્યમ, સંઘર્ષ તરંગો પર તરંગ.
નેપથ્યમાં છે કર્તા કર્મના અવિરામ આંટાફેરા.
તમે સૌ ઊતર્યાં છો મંચ પર–પ્રાર્થી, માતા, અમાત્ય;
કોઈ છે કામાર્ત, કોઈ છે સહૃદય, કોઈ છે રાષ્ટ્રપાલ;
ચક્રઆરાના ક્ષણબિન્દુ પર ઘુમ્યા કરશો તમે સૌ
અનેક મંચ પર, અનેક ભૂમિકામાં જીવનના છેલ્લા શ્વાસ સુધી.
મુક્ત થઈ નદી; રજસ્વલા અંગભૂમિ,
પુત્ર આવ્યો સ્વ-રાજ્યમાં, પૂર્ણ થઈ પ્રતીક્ષા;
જેમ સત્યવતી પ્રતિ શાન્તનુ, શાન્તા પ્રતિ તેમ અંશુમાન;
–ઉત્સવ કરો જનગણ, ગુંજી ઊઠો જયજયકાર.
પણ આ ચક્રમાંથી છૂટી ગયાં બે જણ,
અલક્ષ્યની દિશામાં, આત્મવશ, એકાકીઃ
તેમની ભૂમિકાનો આજ આવ્યો અંત
ઘટનાને આધીન નથી તેઓ હવે–
એક તપસ્વી-યુવરાજ એક વારાંગના-પ્રેમિકા.
દુઃખ નાકર માતા; મંત્રી, તમે શાન્ત થાઓ,
વ્યર્થ સર્વ અનુશોચના, વ્યર્થ દોડાદોડ.
ગાયો જેમ છૂટી જાય રસ્સીથી, તેમ તેઓ છૂટી ગયાં કર્મથી.
–આ પરિણામ, આ છે અંતઃ એ માટે જ તમે છો.
'''(રાજપુરોહિતનું પ્રસ્થાન કેટલીક ક્ષણો ચુપકીદી. રાજમંત્રી શાન્તા અને અંશુમાન ભણી આગળ વધે છે.)'''
'''રાજમંત્રી''' : (શાન્તા અને અંશુમાનની સામે ઊભા રહી) પુત્ર, મારા જેવો સુખી આજ બીજો કોઈ નથી. તને તારી નિષ્ઠાનો પુરસ્કાર મળ્યો છે. હું તને આર્શીવાદ આપું છું. (અંશુમાનને આલિંગનનો  આપે છે.) શાન્તા, મારી સાધ્વી પુત્રવધૂ, તેં તારી પ્રતિજ્ઞા પાળી, હું તને આશીર્વાદ આપું છું. (શાન્તાનું માથું ચૂમે છે.)
'''શાન્તા અને અંશુમાન''' (હાથ જોડી, એક સાથે) : પિતા અમે ધન્ય થયાં.
'''રાજમંત્રી''' : શાન્તા, આજે સાંધ્યઆરતી સમયે કુલપુરોહિત તમને આશિષ આપશે. અંતઃપુરના શિવમંદિરમાં પૂજા થશે. તે પછી મરકત કક્ષમા ભોજન સમારંભ; પધારેલા રાજપુરુષો અને વિદેશના અમાત્યોની સમક્ષ હું અંશુમાનની યુવરાજ-પદપ્રાપ્તિની ઘોષણા કરીશ. અંગરાજપુત્રીએ ધર્મપ્રમાણે બીજા પતિને પસંદ કર્યો છે. તેનીય ઘોષણા કરીશ. આખા દેશમાં આ સમાચાર પહોંચાડીશ. જનગણની પૂજાવિધિ અટૂટ રહેશે. ઋષ્યશૃંગ અને અંશુમાન વચ્ચેનો ભેદ તેમને કળાશે નહીં. આગામી મંગલવારે શુકલા દ્વાદશી તિથિએ, પુષ્ય નક્ષત્રમાં તમારું લગ્ન થશે. અંશુમાનનો યુવરાજપદે અભિષેક થશે. તે પછી અર્ધમાસ વ્યાપી ઉત્સવ ઉજવાશે. હું હવે જાઉં, અત્યારે બહુ બધી વ્યવસ્થા કરવાની છે.
'''(પહેલાં રાજમંત્રી અને પછી તેમની પાછળ પાછળ શાન્તા અને અશુંમાન ઓરડો વટાવીને અંતઃપુરમાં પ્રસ્થાન કરે છે. આગળ આવીને ઊભાં રહે છે લોલાપાંગી અને ચંદ્રકેતુ સાંજ ગાઢી થઈ છે.)'''
'''ચંદ્રકેતુ''' : (નિસાસો નાખી) બધું વ્યવસ્થિત છે, બધું જેમનું તેમ છે. ક્યાંય પણ તરંગિણી માટે કણમાત્ર વેદના નથી.
'''લોલાપાંગી''' : રાજમંત્રીએ આપણી સામે દૃષ્ટિપાત પણ ના કર્યો. જોકે આપણે જ તેમની સ્વાર્થસિદ્ધિનાં સાધન હતાં. હું – અને મારી નિરુપમા કન્યા.
'''ચંદ્રકેતુ''' : ધૂર્ત છે, નિષ્ઠુર છે રાજનીતિ. અંગદેશમાં ઉત્સવ ચાલુ છે. જુઓ, મહેલના શિખરે હારની હાર દીવા પ્રકટી ઊઠ્યા છે. પણ મારે માટે આ સંસાર હવે સૂનો છે.
'''લોલાપાંગી''' : મારી સામે જાણે કાલરાત્રિ આવી ઊભી છે.
'''ચંદ્રકેતુ''' : મારા જીવનનું હવે કોઈ પ્રયોજન રહ્યું નહીં.
'''લોલાપાંગી''' : તરુ, મારી તરંગિણી!
'''ચંદ્રકેતુ''' : તરંગિણી મારું પ્રિય નામ. મારો પ્રિય ખ્યાલ. ક્યાં ગઈ?
'''લોલાપાંગી''' : ચંદ્રકેતુ, તને શું લાગે છે કે તે ખરેખર પાછી નહીં આવે? ચાલને, હું અને તું તેની શોધમાં નીકળી પડીએ.
'''ચંદ્રકેતુ''' : એ પ્રયત્ન નકામો છે. રાજપુરોહિતની વાણી સત્ય છે. જેને સાદ પડે છે, તે ફરી પાછું આવતું નથી. રડ નહીં, લોલાપાંગી.
'''લોલાપાંગી''' : હું હવે શું મોઢું લઈ ઘેર જાઉં, કહે તો?
'''ચંદ્રકેતુ''' : હું પણ શું કરું તેની ખબર નથી ક્યાં જાઉં?
'''લોલાપાંગી''' : ક્યાં જાઉં? ક્યાં જવાની આ આગ ઠરશે?
'''ચંદ્રકેતુ''' : (એકાએક જાણે ઉપાય મળ્યો હોય તેમ) ત્યાં ચાલો જ્યાં મનોવેદના શાન્ત થાય.
'''લોલાપાંગી''' : શાન્ત–ક્યાં?
'''ચંદ્રકેતુ''' : મદિરાલયમાં – દ્યૂતાલયમાં.
'''લોલાપાંગી''' : મદિરાલયમાં – દ્યૂતાલયમાં? તે પછી? (પાલવથી આંખો લૂછી) તે પછી તું મારે ઘેર આવીશ, ચંદ્રકેતુ?
'''(લોલાપંગી ચંદ્રકેતુ ભણી આગળ આવે છે. ચાલતાં ઠેસ આવે છે.)'''
'''લોલાપાંગી''' : આ બધું શું પડ્યું છે અહીં? (નવાઈ પામી) તરંગિણીના રત્નાલંકાર!
'''(નીચે ફેંકી દીધેલા અલંકારો લોલાપાંગી જલદી જલદી પાલવમાં બાંધી લે છે.)'''
'''ચંદ્રકેતુ''' : (એક અલંકારને અડકીને) તેની સ્મૃતિ. તેના અંગસ્પર્શથી ધન્ય થયેલી છે.
'''લોલાપાંગી''' :  ઉજ્જવળ સ્મૃતિ. મૂલ્યાવાન સ્મૃતિ. તેવા સ્મૃતિચિહ્નોથી મારું ઘર ભરેલું છે. તું આવીશ, ચંદ્રકેતુ?
'''ચંદ્રકેતુ''' : તે ઘર હવે ખાલી છે, ત્યાં તરંગિણી નથી.
'''લોલાપાંગી''' : ખાલી ઘર છે, તરંગિણી નથી. આપણે સમદુખિયાં છીએ. ચાલ હું તને સાન્ત્વના આપીશ, તું મને સાન્ત્વના આપજે.
'''ચંદ્રકેતુ''' : આપણે બન્ને અત્યારે સમદુખિયાં  છીએ. ચાલ.
'''લોલાપાંગી''' : હું હજી વૃદ્ધ થઈ નથી. ચાલ.
'''(લોલાપાંગી અને ચંદ્રકેતુની નજર મળે છે. પરસ્પરની નજીક આવી બન્નેનું બહારની દિશામાં વેગથી પ્રસ્થાન.)'''
</Poem>
</Poem>
<{{SetTitle}}
{{Heading| ભજવણી માટે સૂચનો  | –બુદ્ધદેવ બસુ|}}
26,604

edits

Navigation menu