સૌરાષ્ટ્રની રસધાર/વાલેરા વાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાલેરા વાળો| }} {{Poem2Open}} જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડે...")
 
No edit summary
Line 69: Line 69:
<poem>
<poem>
<center>
<center>
'''સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે,1'''
'''સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે,<ref>શિરે.</ref>'''
'''તણી વેળા ઓપે ઘોડા સારા સપતાસ,'''
'''તણી વેળા ઓપે ઘોડા સારા સપતાસ,'''
'''હાકાબાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી,'''
'''હાકાબાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી,'''
Line 127: Line 127:
</Center>
</Center>
</poem>
</poem>
{{Poem2Open}}
ચારણના એક હાથમાં મારુયાની લગામ અને બીજા હાથમાં માળા છે. મુખમાંથી ઘોડાની તારીફની ધારા વહેતી થઈ છે.
ચારણના લલકારને ચરણે ચરણે, મારુયાના નોખા નોખા આકારો — કનૈયા સ્વરૂપ, જટાળા જોગીનું રૂપ, મોગલ શાહજાદીના આશક કોઈ શાહજાદાની પ્રતિમા, નટવાનાં નૃત્ય — એવા આકારો ઊઠવા લાગ્યા છે.
એ વખતે એક આયર ત્યાં ઊભો હતો. એણે પોતાની એંસી ભેંસો ખોડાભાઈ ગઢવીને બક્ષિસ કરી. ખોડાભાઈએ એમાંથી બે ભેંસો રાખીને બાકીની દરબારી નોકરોને વહેંચી દીધી. મારુયાના સુવર્ણ-જડિત સામાનમાંથી પણ થોડો બક્ષિસ આપી દીધો. વાલેરા વાળા કહે : “અરે, ખોડાભાઈ, આવી કીમતી ચીજ કાં આપી?”
ખોડાભાઈએ જવાબ દીધો : “ત્યારે હું શું એટલુંયે ન આપું?”
v
પાંચાળ તરફની એક વૃદ્ધ ચારણી વાલેરા વાળાનાં વહુની પાસે વરસોવરસ આવતી--જતી. એક વખત એ આવી. રાત રહી. બાઈએ એને કોરી શીખમાં આપી. કોરી સાડલાને છેડે બાંધી ચારણી સૂતી. બાઈની પથારીની પડખે જ એની પથારી હતી. ઉનાળો હોવાથી પથારીઓ ઓસરીમાં પાથરેલી. ચારણીએ કહેલું કે “મા, સવારે હું ભળકડામાં જ ચાલીશ.”
સવાર પડ્યું એટલે ચારણી તો વહેલી વહેલી રસ્તે પડી. જ્યાં દેરડી ગામ સુધી પહોંચી ત્યાં તો વાંસે ઘોડાના ડાબલા ગાજ્યા. પાછું વાળીને જુએ તો જેતપુરના અસવારો! અસવારોએ આવીને પાધરું જ કહ્યું કે “આઈનું કાપડું અને ઝૂમણું લઈને ભાગી જાતી’તી કે રાંડ ? કાઢી દે કાપડું ને ઝૂમણું.”
“અરે, ભાઈ! તમે આ શું બોલો છો? મને ખબર પણ નથી. આ એક કોરી માએ દીધેલી તે છેડે બાંધતી આવી છું. બાકી કાપડું કેવું? ઝૂમણું કેવું?”
“એમ? શાવકારની દીકરી થાવા જા’છ?”
“અરે, બાપુ, તમે કહો તો હું વાંસો વાળીને આ સાડલો વીંટી મારી જીમીયે કાઢી બતાવું. મારી પાસે કાંઈ નથી. હું ચારણી ઊઠીને ચોરી કરું?”
“રાંડ એમ નહિ માને. લઈ હાલો જેતપુર.”
ડોસીને જેતપુર તેડી ગયા. ડેલીમાં વાલેરા વાળો ને જગા વાળો બેય ભાઈ બેઠેલા. ચારણી હાથ જોડીને કરગરવા લાગી કે “બાપુ! જોગમાયાના સમ. મને કાંઈ ખબર નથી.”
ઘરમાંથી બાઈએ કહેવરાવ્યું કે “મારા પડખે એ ડોશી જ સૂતેલી. બીજું કોઈ નથી આવ્યું. એ જ ચોર છે. સાચી હોય તો કકડતા તેલમાં હાથ બોળે.”
“ના રે, બાપુ! કળજુગમાં એવું ક્યાં રહ્યું છે કે સાચાના હાથ ન બળે? એ બાપ! મને રાંકને શીદ સંતાપો છો? મારે મારું સાચ એવી રીતે ક્યાં બતાવવું છે?”
દરબારના માણસોએ આગ ઉપર તેલની કડા મૂકી. ધ્રફ! ધ્રફ! ધ્રફ! તેલ કકડ્યું. ફૂલ પડવા માંડ્યા. માણસોએ ડોસીને જબરદસ્તીથી ઘસડીને એનાં કાંડાં ઝાલીને તેલમાં ઝબોળ્યાં. કાંડાં કડકડી ઊઠ્યાં. સડ, સડ, સડ, ચામડી ફાટી ગઈ.
“બસ, હવે ખમી જાઓ.” ડોસીએ કહ્યું.
એમ ને એમ એણે હાથ રાખી મૂક્યા. કાંડાંનું માંસ બધુંય નીકળી પડ્યું. ડોસીના મોં ઉપર કાળી બળતરાનો રંગ છવાઈ ગયો, તોયે તેણે સિસકારો ન કર્યો. લોચો વળી ગયેલા હાથ એણે બહાર કાઢ્યા. એવે હાથે એણે સાડલાને છેડે ગાંઠ વાળેલી તે છોડી. અંદરથી આગલે દિવસે દરબારની રાણીએ દીધેલી તે કોરી નીકળી. કોરી લઈને દરબારોની સામે ઘા કરી દીધો.
પલકમાં જ એક ભેંસ ત્યાં આવીને ઊભી રહી. ભેંસે પોદળો કર્યો. લોકે બૂમ પાડી, કે “અરે, આ પોદળામાં લૂગડું શેનું?” લઈને જુએ છે ત્યાં માનું જ કાપડું અને કાપડાની કસે ઝૂમણું બાંધેલું!
ઓસરીમાંથી ભેંસ કાપડું ચાવી ગયેલી.
“અરર!” લોકોના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દરબારો દોડીને ચારણીના પગમાં પડ્યા. “આઈ, માફ કરો. અમે તમારે માથે બહુ કરી.”
“ભાઈ! હું મારી જીભે તો તમને કાંઈ નથી કહેતી, કહેવાનીયે નથી. પણ મારી આંતરડી બહુ કકળે છે, બાપા!”
ચારણી તો ચાલી ગઈ, મરી ગઈ હશે. પણ ત્યાર પછી છ જ મહિનામાં બેય ભાઈ નિર્વંશ મરી ગયા. લોકો બોલે છે કે ‘ગરીબની ધા લાગી ગઈ!’
------------------------------------------------------------
{{Poem2Close}}
26,604

edits

Navigation menu