સૌરાષ્ટ્રની રસધાર/વાલેરા વાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 49: Line 49:
“કોઈ દી નહિ!”
“કોઈ દી નહિ!”
ગાયોનું દાન એટલેથી જ અટકી ગયું. ગોવાળે ગાયો દોહી લીધી.

v
<center>v</center>
આંબુમિયાં અને જાંબુમિયાં નામના બે ચાબુકસવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઈને હાજર થયા છે. ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે “મોંએ માંગો તેટલા દામ ચૂકવું. મને વાલેરા વાળાનો મારુયો અપાવો.”

મારુયો ઘોડો આપા વાલેરાનો. પેટના દીકરાથી પણ વધુ વહાલો ઘોડો હતો. મારુયો તો આપાના કલેજાનો કટકો હતો. મારુયો સરજીને સરજનહારે ઘોડાં બનાવવાની બધીયે માટી વાપરી નાખી હતી. ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરા વાળાએ ફતેહઅલ્લી નામના ચાબુકસવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા છે. અને કોટાના મહારાજાના ઝરૂખા પર ઘોડાં ઠેકાવીને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરાવનાર ઉસ્તાદ ચારણ ભૂરા જેહળના હાથમાં મારુયાને સોંપીને દરબારે મારુયાની રજેરજ એબ વિણાવી કાઢી છે. એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાવિંદની આંખો ઠરી છે.

Line 132: Line 132:
એ વખતે એક આયર ત્યાં ઊભો હતો. એણે પોતાની એંસી ભેંસો ખોડાભાઈ ગઢવીને બક્ષિસ કરી. ખોડાભાઈએ એમાંથી બે ભેંસો રાખીને બાકીની દરબારી નોકરોને વહેંચી દીધી. મારુયાના સુવર્ણ-જડિત સામાનમાંથી પણ થોડો બક્ષિસ આપી દીધો. વાલેરા વાળા કહે : “અરે, ખોડાભાઈ, આવી કીમતી ચીજ કાં આપી?”

ખોડાભાઈએ જવાબ દીધો : “ત્યારે હું શું એટલુંયે ન આપું?”
ખોડાભાઈએ જવાબ દીધો : “ત્યારે હું શું એટલુંયે ન આપું?”
v
<center>v</center>
પાંચાળ તરફની એક વૃદ્ધ ચારણી વાલેરા વાળાનાં વહુની પાસે વરસોવરસ આવતી--જતી. એક વખત એ આવી. રાત રહી. બાઈએ એને કોરી શીખમાં આપી. કોરી સાડલાને છેડે બાંધી ચારણી સૂતી. બાઈની પથારીની પડખે જ એની પથારી હતી. ઉનાળો હોવાથી પથારીઓ ઓસરીમાં પાથરેલી. ચારણીએ કહેલું કે “મા, સવારે હું ભળકડામાં જ ચાલીશ.”

સવાર પડ્યું એટલે ચારણી તો વહેલી વહેલી રસ્તે પડી. જ્યાં દેરડી ગામ સુધી પહોંચી ત્યાં તો વાંસે ઘોડાના ડાબલા ગાજ્યા. પાછું વાળીને જુએ તો જેતપુરના અસવારો! અસવારોએ આવીને પાધરું જ કહ્યું કે “આઈનું કાપડું અને ઝૂમણું લઈને ભાગી જાતી’તી કે રાંડ ? કાઢી દે કાપડું ને ઝૂમણું.”

26,604

edits

Navigation menu