વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 371: Line 371:
ખેરું ખરબચડો કાંઈ થાક;  
ખેરું ખરબચડો કાંઈ થાક;  
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...
</poem>
== કારેલું... કારેલું ==
<poem>
કારેલું... કારેલું... મોતીડે વઘારેલું
સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...
આંજું રે હું આંજું ટચલી આંગળિયે દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઈને હથેળિયુંને માંજું;
વારેલું વારેલું...હૈયું છેવટ હારેલું,
કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...
સૈયર સોનાવાટકીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું...સારેલું...આંસુ મેં શણગારેલું,
કારેલું..કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...
આંધણ ઓરું અવળાંસવળાં બળતણમાં ઝળઝળિયાં,
અડખેપડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું... ભારેલું... ભીતરમાં ભંડારેલું,
કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...
</poem>
== તો અમે આવીએ ==
<poem>
આપી આપીને તમે પીછું આપો,
સજન! પાંખો આપો તો અમે આવીએ...
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
{{Space}} ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
{{Space}} અમે ઉંબરની કોર લગી લાવ્યાં;
આપી આપીને તમે ટેકો આપો,
સજન! નાતો આપો તો અમે આવીએ...
કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
{{Space}} અને લેખણમાં બેઠી છે લૂ,
આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય
{{Space}} અમે લખીએ તો લખીએ પણ શું?
આપી આપીને તમે આંસુ આપો,
સજન! આંખો આપો તો અમે આવીએ...
</poem>
</poem>
<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits

Navigation menu