26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→�) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,491: | Line 1,491: | ||
</poem> | </poem> | ||
== મધર ઈવ - આદિમાતા == | |||
{{Poem2Open}} | |||
(પ્રત્યેક માનવના કોષમાં બે પ્રકારના ડી.એન.એ. હોય છે. કોષકેન્દ્રમાં રહેલું ડી.એન.એ. એ માતા અને પિતાના ડી.એન.એ.થી સંયોજિત થયેલું હોય છે, જ્યારે પ્રત્યેક કોષના પાવરહાઉસ સમા માઇટોકોન્ડ્રિયામાં રહેલું ડી.એન.એ. એ માતાના અંડકોષ મારફત વારસામાં મળેલું માત્ર માતાનું જ ડી.એન.એ હોય છે. એ પ્રમાણે માઇટોકોન્ડ્રિયન ડી.એન.એ. એ આપણને માત્ર માતા તરફથી, તેને તેની માતા તરફથી, અને તેને વળી તેની માતા તરફથી મળેલું હોય છે. તેમાં પૈતૃક ડી.એન.એ.નો કોઈ હિસ્સો હોતો નથી. માનવજાતિનાં હજારો સેમ્પલના માઇટોકોન્ડ્રિયન ડી.એન.એ મેપિંગ વખતે એક વાત પ્રકાશમાં આવી કે તેમાં ઘણી સમાનતા હતી અને સમાનતાના આધારે તેને સાત જૂથમાં વહેંચી શકાય તેમ હતું. તે વાતનું તારણ એ હતું તે માનવજાતિ એ જૂજ સાત માતાના ઉર્સૂલા, ઝેનિયા, હેલેના, વેલ્ડા, તારા, કેટ્રીન અને જાસ્મીનનાં સન્તાનો છે. એ સપ્તમાતૃકાની માતા ‘મધર ઈવ’ કે ‘માઇટોકોન્ડ્રિયન ઈવ’ તરીકે ઓળખાઈ. | |||
બે લાખ વર્ષ પહેલાં ઉત્ક્રાંત થયેલી માનવજાતિ પૂર્વ આફ્રિકામાંથી નીકળી મધ્યપૂર્વ એશિયા થઈ યુરોપ, ઉત્તર એશિયા સુધી ફેલાઈ, ત્યાંથી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા સુધી એ આદિ માતાના વંશજો ફેલાયા. આજની સમસ્ત માનવજાતિ એ જ નારીઓનાં સન્તાનો છે તેવી વિભાવના માનવકોષમાં રહેલા માઇટોકોન્ડ્રિયન ડી.એન.એ.ના મેપિંગના આધારે વિકસિત થઈ છે. ‘આદિમાતા’ની એ વિભાવના આ કાવ્યના કેન્દ્રમાં છે.) | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''મા''' | |||
તમે મારા દેવના દીધેલ છો, | |||
તમે મારા માગી લીધેલ છો, | |||
તમે મારું ફૂલવસાણું છો, | |||
આવ્યા છો તો અમર થઈને ર’યો | |||
મંદિર જઉં ઉતાવળી ને ચડાવું ફૂલ | |||
મા’દેવજી પરસન થયાં ને આવ્યા તમે અણમૂલ | |||
તમે મારા દેવના દીધેલ છો, | |||
હલુલુલુ... હાં...હાં...હાંત | |||
'''પુત્ર''' | |||
ક્યાંથી સૂઉં મા? | |||
તું કરે હલુલુલુ... હાં.. હાં...હાંત | |||
ને બધાં કરે છે ‘હાત્ હાત્’ | |||
'''મા''' | |||
કોઈ ન કરે મારા દિ’કાને હાત્ | |||
હલુલુલુ... હાં...હાં...હાંત | |||
'''પુત્ર :''' | |||
પહેલાં ફૂટ્યા નાના કૂમળા નખ | |||
પછી તારા દૂધથી ફૂટ્યા દાંત, દૂધિયા દાંત | |||
ને તે ખર્યા પછી હવે ફૂટી છે રાક્ષી | |||
હા હા મા રા..ક્ષી | |||
તું તો તેની હતી સાક્ષી. | |||
પહેલી વાર મારા કસાયેલા બાવડે પણછ ખેંચી | |||
સન્ન્ન્ તીર છોડ્યું હતું પંખીને પાડતું, પશુને વીંધતું | |||
ત્યારે વરસો પછી તને જ ધાવણ વછૂટ્યું’તું ને મા! | |||
હવે લોહિયાળ સવાર જોઈ હબકી ગઈ? | |||
હીણી, સાવ હીણી | |||
બંને બાજુ અક્ષૌહિણી. | |||
જો હવે તો રોજ રોજ ઓગણીસમા દિવસનું પરભાત | |||
આમાં ક્યાંથી ‘દીસે અરુણું પરભાત’? | |||
રોજે રોજ ચડું છું જુદ્ધે | |||
ડાઉનટાઉન, સ્ક્વેર, આર્કેડ, મોલ, પ્લાઝા બજારમાં | |||
રાન રાન પાન પાન સીમમાં વેરાનમાં | |||
ન કોઈ ગન ન સુદર્શન - સાવ નિહથ્થો - કોઈ હાથો. | |||
ઘર સુધી જ મારી હદ | |||
ઉમરો ઓળંગતા જ સરહદ. | |||
તારો લાખેણો જોધ રોજ રોજ ચડે છે જુદ્ધે. | |||
રોળાય છે રોજ રોજ | |||
રોજ રોજ શિરચ્છેદ વિચ્છેદ છેદ છેદ છેદ છેરણવેરણછેરણ | |||
સાંજે હેમખેમ મારી ખેપ પછી તું ચૂલે મૂકે છે આંધણ | |||
ને તોય મુઠ્ઠીભર નિરાંતવા ધાનની તો લાંઘણ. | |||
તારી ડીંટડીએથી છૂટ્યો એ છૂટયો | |||
તારો ખોળો છૂટ્યો, ઉમરો છૂટયો, દેશ છૂટ્યો | |||
‘કાળજા કેરો કટકો તારો ગાંઠથી છૂટી ગ્યો.’ | |||
ભાલે ભોંકાયો | |||
ખીલે ઠોકાયો | |||
જીવતો ધરબાયો | |||
ગૂંગળાયો મા ગૅસચેમ્બરમાં | |||
ને બહાર બગીચામાં જોને મા, જોને | |||
ચિરૂટ પીતું કોઈ સાંભળે છે ‘મૂનલાઇટ સોનાટા’ | |||
આ ચાંદની રાતના સન્નાટામાં, | |||
'''મા''' | |||
હાય મારા પંડના પંડ, મારા દીકરા. | |||
'''પુત્ર''' | |||
હાય તો મને લાગી છે પે’લા પહેલા પાડેલા પંખીની મા. | |||
'''મા''' | |||
તનેય પેટ છે મારા પેટ | |||
તારે બેઈ બાજુ વાંહા થોડા છે | |||
તંયે તો પાશેર’કો ખાડો પૂરવા | |||
તેં પાઈડાં પંખી ને માઈરા હૈણકા. | |||
પણ ઈ પાપ નૈ, ઈ પાપ નૈ મારા છોરુ. | |||
પાપનાં પોટલાં તો તેં તી’કેડે બાંઈધા | |||
વના કારણ વન વાઈઢા, પંખી પાઈડા, જનાવર વીંઈધા | |||
{{Space}} માણા થૈ માણાને માઈરા. | |||
આજે કરું છું વચાર, | |||
મારા પાતરમાં કપાતર પાઈકો મારો વસ્તાર | |||
પણ, તોય તારી મા, પાપ સંધુય મારા માથે, | |||
હું તો બાળોતિયાની બળેલી | |||
પણ તું સુખી રે મારા બાપ. | |||
મુંજાઈશ નંઈ, છાણાં વીણતી હું છું ને! | |||
'''પુત્ર''' | |||
તું ગાતી’તી ને | |||
‘તમે મારા દેવના દીધેલ છો...’ ‘તમે મારા દેવના દીધેલ છો...’ | |||
પણ મા માદેવ નંઈ તારા દેવ તો સૂરજ-ચંદર, વા, મે’ ને દે’તવા એને હવે ક્યાં ગોતવા? | |||
કોક કોક તો પુરાઈ ગ્યા બૉટલમાં કે બાક્સમાં | |||
બીજા જે, હાથમાં આઈવું ઈ લઈ લઈ ભાઈગા, ઉચાળા ભરી ગ્યા બચારા. | |||
પછી કેથેડ્રલ, પેગોડા દેવળના ગભારામાં ખડકાણા | |||
એકની વાંહે બીજા, બીજાની વાંહે ત્રીજા | |||
એની વાંહેય બીજા જ બીજા | |||
લવારા બચારા. | |||
ગારા-ફારા, લાકડા-ફાકડા, આરસ-ફારસ કે પથરા પી.વી.સી.ના | |||
આ...આમાં | |||
તું કોને કોને પૂજીશ મા? | |||
એકને પૂજો તો એક રૂઠે, | |||
પંચાયતનના પાંચને પૂજો તો બીજા પચાસ ત્રૂઠે. | |||
'''મા''' | |||
હા બાપ | |||
ઈ સંધાય તો મારા અજાઈણા, | |||
ઈ તો તમે જાતે જઈણા, | |||
મારાથી તો ઈ સંધાય અજાઈણા. | |||
'''પુત્ર''' | |||
ઓલા તારા દેવને ગુંજામાંથી કાઢ મા. | |||
હું તો આ સંધાયને પૂજી પૂજીને થાક્યો | |||
કંઈક પગ પખાળ્યા પ.પૂ.ધ.ધુ.ના, | |||
ધોયા હૉલી હૉલી લેગ્ઝ | |||
ઈ સંધાય કાંય ગંધાય કાંઈ ગંધાય! | |||
કાંઈ મેલ કાંઈ મેલ! | |||
'''મા''' | |||
હવે વાતું મે’લ મારા છોરા | |||
ઈમ કે’ને સુખી તો છે ને? | |||
માથે છાપરું તો છે ને? | |||
રોટલો ઓટલો તો છે ને? | |||
કોઈ કનડતું કવરાવતું તો નથી ને મારા દિ’કાને? | |||
'''પુત્ર''' | |||
છાપરું તો આકાશનું | |||
એક ધડાકે ફાટી પડે છે રોજ | |||
ઓટલા રોટલા વેરણછેરણ | |||
આ મોંઘારતમાં ક્યાં પૂરી થાય મારી આરત | |||
સેન્સેક્સનો આંક તો આડો આંક | |||
ઊતરી જાય દેશદેશની છાતી સોંસરવો | |||
હુંય ઊતરી જાઉં છું હેઠે – ફ્લૅટ પરથી રોડ પર. | |||
રખડું આથડું છું | |||
પગલે પગલું મૂકું છું જાળવી | |||
પગ નીચે ફૂટી જાય જો ટોટો | |||
તો હાથેય ન આવે ફોટો. | |||
મા, ‘તારે યાં સૂરજ દીવા | |||
મારે આંય અંધારાં પીવા’ | |||
વહેંચીને ખાધું નથી મા | |||
વેચી ખાધું છે બધું | |||
ધરતી વેચી | |||
વેચ્યું આકાશ | |||
વેચ્યો દરિયો | |||
વેચતા વેચતા વેચાવા કાઢી છે જાત. | |||
તારા સિવાય કોણ લે મા? | |||
'''પુત્ર''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
વ્હાલી બા, | |||
ચિંતા કરીશ નહીં. આફ્રિકા પહોંચ્યા પછી નૈરોબી રાત રોકાઈ સીધા જ નૈવાસા આવી ગયા છીએ. અત્યારે નૈવાસા સરોવરને કાંઠેથી જ પહેલવહેલો કાગળ તને જ લખું છું. મોબાઇલ અહીં ચાલતો નથી ને તારી હારે વાત ગમે તેટલી થાય તોય અધૂરી જ લાગે. અહીંયાં જમવાનું ગુજરાતી જ મળે છે. તારા હાથ જેવું તો નહીં પણ આપણા ટેસ્ટનું. દૂર છું એટલે ચિંતા કરીશ નહીં. તારો ખોળો છોડ્યો પછી તો તારા માટે તો હું પરદેશ જ ને! | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
મા, આવ્યો છું મારે મોસાળ | |||
મસાઈમામાના ઢોલે તાલે ઊછળે છે મારું લોહી. | |||
મા, | |||
તું અહીંયાં જ જન્મી’તી ને? | |||
તું અહીંયાં જ પોઢી’તી ને? | |||
આ માટીમાં માટી. | |||
હુંય તારી માટી સાચી ખોટી પણ માટી. | |||
આ એ જ લાલ કાંકરિયાળી જમીન, કાંટનું જંગલ, બીડ | |||
એ જ સિંહ દીપડા ને જંગલી જરખની બીક. | |||
હું તો આવ્યો વિમાનમાં – અરબી સમુદ્ર એક ઠેકે ઠેકીને | |||
પણ તું તો ઠોકાતી, ઠેબાતી | |||
ક્યાં ક્યાં આથડી, લથડી | |||
તોય તેં મારા માટે રાખી બાધા આખડી. | |||
તારે તો શું દેશ કે પરદેશ | |||
તારો પગ જ્યાં પડે એ જ તારો દેશ. | |||
અહીં રુડોલ્ફ સરોવરને કાંઠે લખલખ તારોડિયા નીચે | |||
સીસા જેવા અંધારામાં રાની પશુઓની ભીંસ વચ્ચે મારણ જેમ હીંસતી, | |||
કાળા ડિબાંગ આકાશમાં અચાનક ચમકેલી ચાંદીની વેલ જેવી તિરાડ પછી | |||
આકાશનો ઘટ ફોડતી વીજળી નીચે | |||
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ | |||
માતંગી, મેલડી, તથાગત, | |||
અલ્લાહ, અહુર, એખનટન, ક્રાઇસ્ટ, ‘રા’ની ઓથ વગર | |||
તું કોના આધારે જીવી મા? | |||
આજે તારો એ ફફડાટ, એ વલવલાટ મારી નસનસમાં | |||
મારા રોમરોમમાં એ લખલખું | |||
એ કેમ કરી લખું? | |||
'''મા''' | |||
બોલ’મા દીકરા બોલ’મા | |||
યાદ કરુંં છું ને | |||
શેરડો પડે છે અંદર | |||
ધરતી ધરૂજે છે ને પડે છે ધ્રાસ્કો | |||
ઝાળ જોઉં છું ને પડે છ ફાળ, | |||
મારા પેટ | |||
મારા ગભારાના દેવ, | |||
તિયારે અંદર ને અંદર મેં ધિયાન ધઈરું’તું તારું | |||
તને ખોળામાં ઢબૂરી આંગળિયે ઝાલી | |||
અંધારા ખંડ ખૂંઈદા, ઊડતી રેતના રણ વટાઈવા | |||
સોરાતા વાયરા વચ્ચે બરફના વેરાન વીંઈધા. | |||
પીઠ જેવા પહાડ ઓળંઈગા | |||
લોઢ લોઢ દરિયા ખેઈડા ને | |||
તી કેડે મીં ખેઈડા ખેતર ને વાડીવજીફા. | |||
સહરા વટી સાઈબીરિયા પૂગી | |||
યાંથી દરિયા ડૉળી હાલી નીકળી અલાસ્કા | |||
નીચે ઊતરી ગઈ અંધારિયા અમેરિકામાં. | |||
પુગાય યાં હુધી હું પૂગી. | |||
હવે તું પૂગ. | |||
'''પુત્ર''' | |||
અમે તો પહોંચ્યા ચંદ્ર મંગલ નેપ્ચ્યુન ને પ્લુટો | |||
ને તોય | |||
નીલ આર્મસ્ટ્રોંગે જોઈ’તી જે નીલી લીલી ધરતી | |||
એ તો અમારી પહોંચની બહાર | |||
ખંડ-ખંડ જોડી ધરતી તેં મને આપી અખંડ | |||
એ તો મારી ખંડણીથી ફરી ખંડ ખંડ. | |||
ઘંટી દળી, કાલાં ફોલી, ટેભે ટેભે જીવતર સીવી | |||
ભીની ભદભદતી આંખે ભીનામાંથી સૂકામાં રાખ્યા તેં | |||
ઘર જુદાં થ્યાં ત્યારે તેં જ મને આપ્યું’તું મારું ગમતું ટેબલ. | |||
ને આપી’તી સાદડી ને ઓલી મારી ગોદડી. | |||
તું તો ઘરમાં વીંટાઈ સંતાઈને રહી સાદડી ગોદડીના વીંટામાં | |||
ને બાપે ગજવ્યું ગામ. | |||
યજ્ઞેશ રમેશચંદ્ર, રમેશચંદ્ર રવિશંકર, રવિશંકર પ્રભુજી, | |||
પ્રભુજી નરસિંજી, નરસિંજી કેશવજી | |||
વધ્યો વાધ્યો એ વંશવડલો | |||
મઘમધ મહોર્યો એ કુળઆંબો | |||
એ વડલા આંબાનું તું તો મા ખર્યું પાન | |||
તારું ન રહ્યું નામોનિશાન. | |||
જ્યારે જ્યારે તને રહ્યું ઊજળું ઓધાન | |||
વડવાઓએ ધાર્યું તારી કોઠીમાં એમનું જ ધાન. | |||
કોઈ વહીવંચાએ ન આલેખી તારી વહી | |||
પણ | |||
વહીની પરવા વગર તું તો વહી ચાલી | |||
પેઢીએ પેઢીએ અમારી નસેનસમાં, કોષેકોષમાં. | |||
'''મા''' | |||
હવે તારો બાપ ઈ મારો દીકરો જ ને? | |||
તારામાં જોઉં તારો બાપ, એ જ નાક નેણ એ જ બોલાશ. | |||
ને તુંય મારો બાપ જ ને! | |||
તારા પંડમાંથી જલમું તારો વસ્તાર થઈ. | |||
અટક પાસે અટકતો નંઈ મારા છોરા | |||
અટક બટક તો બટકાં | |||
ઈ અટકું તો મોટું છટકું. | |||
'''પુત્ર''' | |||
ભલે મા. | |||
અટક પાસે અટકી જાય બાપ | |||
ભટકી ભૂલી ડૂબી જાય કાંઈક કુળ. | |||
પણ મા, | |||
તું મારા કોષેકોષમાં તગતગતી તરવરતી. | |||
યાદ છે તારા ચળકતા અબનૂસના સોટા જેવું હાડ | |||
તારા થાનેલાએ વળગ્યો’તો બચબચ બચ્ચું થઈ. | |||
તારું થાનેલું મારું થાનક. | |||
સંસાર આ ભલે બહોળો | |||
હું ઝંખું તારો ખોળો. | |||
બ્રહ્મા-ફ્રમાને હું ન જાણું | |||
ન જાણું આદમ-બાદમ કે ઈવ-ફિવ | |||
નથી દિતિ કે અદિતિ | |||
ચુપચાપ અમારા લોહીમાં સદીઓથી વહી રહી તું અદીઠી. | |||
અમારા રક્તપીતશ્વેત વર્ણવિકાર નીચે | |||
ઉજ્જ્વળ તારો શ્યામ વર્ણ | |||
મા, | |||
તારી સાત પુત્રીઓ | |||
ઉર્સૂલા, ઝેનિયા, હેલેના, વેલ્ડા, તારા, કેટ્રીન ને જાસ્મીન | |||
અમારી સપ્તમાતૃકા | |||
ને મા, | |||
જીવી સવલી, રઝિયા રોઝાલ્બા, એસ્તેર અનુરાધા તું જ | |||
‘યા દેવી સર્વ કોષેષુ શક્તિરૂપેણ સંસ્થિતા | |||
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ’ | |||
'''મા''' | |||
હવે આમ ગાંડા ગદોડ મા ગાંડા. | |||
દેવીફેવી કેવી ને વાત કેવી, | |||
હું તો તારી મા, તારી માવડી, બાપડી તારી માવડી. | |||
જો છમકારા મારતું ધીખે છે તારું કપાળ | |||
ધાણીફૂટ ધીખે છે તારું ડિલ | |||
લવરીએ ચડી ગ્યો છ મારા છોરા | |||
લે, માથે ભીનાં પોતાં મૂકું | |||
વીંઝણો ઢાળું મારા પેટ | |||
મારા ખોળામાં માથું રાખી સૂઈ જા જો હવે, ડાયો દિ’કો. | |||
‘તમે મારા દેવના દીધેલ છો, | |||
તમે મારા માગી લીધેલ છો. | |||
તમે મારું ફૂલવસાણું છો, | |||
આવ્યા છો તો અમર થઈને રયો.’ | |||
'''પુત્ર''' | |||
ક્યાંથી સૂઉં મા? | |||
જો ને આ જો ને, આ આ જોને, જોને. | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits