સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

No edit summary
()
Line 73: Line 73:

<poem>
<poem>
:::::જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.  
:::જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.  
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.

Line 79: Line 79:
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,  
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,  
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.  
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.  
::::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,  
શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,  
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,  
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,  
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,  
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,  
::::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
</poem>
 
== ઘરમાં ==
 
<poem>
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.
તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.
 
મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,
અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારુ :
 
::::ઘરમાં તો એવું પણ હોય
::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.
 
ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુઃ
 
::::ઘરમાં તો એવું પણ હોય
::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.
 
</poem>
</poem>
26,604

edits