26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 110: | Line 110: | ||
::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું : | ::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું : | ||
::::ઘરમાં તો એવું પણ હોય. | ::::ઘરમાં તો એવું પણ હોય. | ||
</poem> | |||
== આપણે == | |||
<poem> | |||
એક ઊંચી દીવાલ અને આપણે | |||
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા | |||
આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે.... | |||
ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ, | |||
ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ | |||
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ | |||
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે... | |||
એક ઊંચી દીવાલ અને આપણે | |||
થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને | |||
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને | |||
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે | |||
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે... | |||
એક ઊંચી દીવાલ અને આપણે | |||
</poem> | |||
== તું નહીં તો == | |||
<poem> | |||
તું નહીં તો શું? તું નહીં તો શું? | |||
એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ. | |||
માથા પર સણસણતા તોરભર્યા રઘવાટે | |||
{{Space}}નીકળું હું છાંયડાની શોધમાં. | |||
પાનીમાં ખૂંપેલી રસ્તાની કાંકરીઓ | |||
{{Space}}કહેતી કે જીવતર અવરોધમાં. | |||
સુક્કું કોઈ ઝાડ ખર્યાં પાંદડાંમાં ખખડીને પાછા વળવાનું મને કહેતું. | |||
તું નહીં તો શું? તું નહીં તો શું? | |||
છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને | |||
{{Space}}ભીંસે આ પહાડોનો ડૂમો. | |||
સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ | |||
{{Space}}સામટી સુક્કાઈ જતી બૂમો | |||
આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભુલાય નહીં તું | |||
</poem> | |||
== આજીજી == | |||
<poem> | |||
:::::અરજ વિનવણી આજીજી | |||
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી? | |||
તમે કહો તે ઓઢું, પહેરું, તમે કહો તે સાચું, | |||
મધ-કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું. | |||
:::::તમ કાજે લ્યો વસંત વેડું તાજી જી, | |||
::::શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી? | |||
ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું, | |||
વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું. | |||
:::::હરખે હરખે હારું રે ભવબાજી જી, | |||
:::::શું કરીએ, કઈ રીતે રહેશો રાજી? | |||
</poem> | |||
== આંબલો == | |||
<poem> | |||
::ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો | |||
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ... | |||
અવળા તે હાથની આડશ્યું કરીને કાંઈ | |||
:::: સવળે પેટાવ્યા દીવા ગોખમાં | |||
નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ | |||
::::: એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં? | |||
ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો | |||
એને આકરો ધીખે છે વૈશાખ રે... | |||
છાતીની મોઝાર મ્હોરી શાખ છે... | |||
હોય જો કપાસ એને ખાંતેખાંતે કાંતીએ | |||
::::: ને કમખો વણીને કાંઈ પહેરીએ. | |||
માથાબૂડ આપદાનાં ઝળૂબ્યાં રે ઝાડ | |||
::::: ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ | |||
મોભ રે મૂકીને ઊડ્યો મોરલો | |||
ભેળી ઊડી હાલી બેઉં આંખ રે... | |||
છાતીની મોઝાર મ્હોરી શાખ રે.... | |||
</poem> | </poem> |
edits