26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 402: | Line 402: | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> | ||
== દામ્પત્ય == | |||
'''(a song of solitude)''' | |||
<poem> | |||
સૂર્યનું પૂમડું મારા રુધિરથી રાતું અસ્તાચળે | |||
:::::::::: આ પળે. | |||
વ્રણ અને ચુંબન મારી ત્વચાનાં મર્મસ્થળો છે : | |||
આ કોની તર્જનીનું રહસ્ય | |||
ઔષધિના રસની જેમ રેલાઈ રહ્યું છે? | |||
આ કઈ ભાષાની અનુકંપા કંપી રહી છે મારા હોઠમાં? | |||
Your name is the capital of my language | |||
My Master! | |||
હું | |||
– જરકશી ત્વચાનો સમુદ્ર છેદીને કાંઠે આવી રહેલો મરજીવો– | |||
દુઃખના પ્રકાશમાં નિતાંત ધવલને શરણે જઈ રહ્યો છું. | |||
* | |||
અગ્નિનું કમળ ખૂલ્યું | |||
અને તેં મારું તવાયેલું શરીર આ વિશ્વને પાઠવ્યું | |||
તે દિવસની વાત છે : | |||
{{Space}}હીરાકણી સદૃશ્ય શૂન્યથી મઢેલાં તારાં પયોધર– | |||
{{Space}}કૃપાથી પુષ્ટ અને અતિથ્યથી ઉન્નત. | |||
{{Space}}એમાં દાટી દીધા તેં મારા કુમળાભીરુ હોઠ– | |||
{{Space}}અવ્યક્ત અને અધૂરા! | |||
::::::: નિરાલમ્બ | |||
::::::::: ભાષાથી. | |||
આનંદ અને પીડાથી અધિક લલિત બનેલી, હે ભાવલલિતા! | |||
આજે મને કબૂલ ક૨વા દે : | |||
::: તેં દૂધે ધોઈ છે મારી ક્ષુધાને, તૃષાને | |||
ધાત્રી! તારા અનુગ્રહે મારાં આંતરડાં આકાશગંગાથી પલાળ્યાં છે. | |||
તૃણની નીલમપાંદડી જેવી તૃષ્ણા | |||
પુરુષની રુવાંટી બનીને ખીલી રહી હતી | |||
તે દિવસની વાત છે : | |||
{{Space}}તારી કંબુગ્રીવામાં દાડિમની નક્ષત્રકળીઓનો આરોપ | |||
{{Space}}કોમળ અનુરાગથી ભરેલો દોષ તારા સ્પર્શમાં | |||
{{Space}}હે માનસગૌરી! | |||
{{Space}}મારા હોઠ હરીફ બની ચૂક્યા હતા ચંદ્રોદયના | |||
{{Space}}અને ચિત્ત ઉત્કંઠ હતું તારા ચૈત્રી સિંજારવ પ્રતિ. | |||
પરંતુ શરીરે સંતાડી ષોડશ સૂર્યમુખનું વૃંદ | |||
સમયે દૂષિત કર્યાં મન, મજ્જા અને મૈત્રી | |||
ને વિભૂષિત કર્યાં તારાં ખંજન, | |||
::::::: ઘાટી વેદનાથી. | |||
વ્રત અને વિશ્વાસથી કૃશ બનેલી, હે વૈદૂર્યકિશોરી! | |||
આજે મને કબૂલ કરવા દે : | |||
{{Space}}મધરાતનો પવન જેમ રજકણમાં છુપાવી રાખે છે ઝાકળનો શૃંગાર | |||
{{Space}}ઝાંખા પ્રકાશમાં તરતું પરોઢપંખી | |||
{{Space}}જેમ છુપાવી રાખે છે નિશિવાસરની વ્યંજના | |||
{{Space}}એમ | |||
{{Space}}સ્રગ્ધરા છંદની મંજૂષામાં | |||
{{Space}}વ્યાકુળ બનીને મેં મારી વાસનાઓ છુપાવી રાખેલી. | |||
* | |||
તારા દેહમાંથી પસાર થઈ ચૂકેલો સમય | |||
ષડ્ઋતુ બની વ્યક્ત થતો હતો મારો ઉદ્યાનમાં | |||
દિવસની વાત છે : | |||
{{Space}}મણિધર વૃત્તિના અંધકારમાં મેં તને નિહાળી. | |||
{{Space}}આંસુમાં જેમ પ્રતિબિંબ પડે છે પ્રીતિ અને પ્રારબ્ધનું | |||
{{Space}}એમ તારા દબાયેલા નીચલા હોઠમાં | |||
{{Space}}પ્રતિબિંબ મારી રતાશભરી અભિધા અને અધૂરપનું. | |||
{{Space}}હડપચી પર સ્ફટિકના લંપટ પ્રહરો, | |||
{{Space}}તક્ષકની સર્ગશક્તિનો આવિર્ભાવ તારી અનામિકામાં, | |||
{{Space}}તારાં સદ્ય રજસ્વલા ગાત્રોઃ | |||
{{Space}}જાણે વિષ અને અમૃતનો સંધિકાલ. | |||
{{Space}}કપૂરના પવનમાં ચાંદનીનું વાસ્તુશિલ્પ તારું યૌવન બનીને રઝળતું હતું, | |||
:::::::::::::: અનુપમ અને ઉચ્છૃંખલ. | |||
મારા દૃષ્ટિક્ષેપથી અધિક સ્પષ્ટ અને સંદિગ્ધ બનેલી, હે પ્રિયદર્શિની! | |||
આજે મને કબૂલ કરવા દે : | |||
{{Space}}મારા વિરહી સ્નાયુઓએ આશકા લીધી | |||
{{Space}}તારા દર્પણની | |||
{{Space}}તે ક્ષણે જ | |||
{{Space}}તારા શરીરની કિરણથી ગૂંથેલી કિનારી પર | |||
{{Space}}સુકુમાર મૃત્યુની મિતિનો આરંભ થઈ ચૂક્યો હતો. | |||
* | |||
વ્રણ અને ચુંબનથી | |||
રળિયાત હતું મારું રુધિર | |||
તે દિવસની વાત છે : | |||
{{Space}}કસ્તુરીવધૂ! તારી અપેક્ષાનું આધિપત્ય– | |||
{{Space}}એક પ્રબળ ઘ્રાણસત્ય | |||
{{Space}}ઝરી ચૂક્યું હતું મારાં અસ્થિની શિલાઓ પર. | |||
{{Space}}વીતી ચૂકેલી વસંતે | |||
{{Space}}તરછોડાયેલાં તારાં દીર્ઘ ચુંબનો | |||
{{Space}}ફળોની વાટિકામાં | |||
{{Space}}જાંબલી દ્રાક્ષની લૂમ બનીને ઝૂલતાં હતાં – | |||
{{Space}}પ્રિયતમના હોઠના પ્રલોભનથી. | |||
{{Space}}નિત્યના રંભોરુવિલાસે વધુ મુલાયમ અને આર્દ્ર બનેલો | |||
{{Space}}કદળિવનનો વલ્લભ વાયુ | |||
{{Space}}તારા અંતઃપુરમાં તેજોવધથી પરકીયાનો પ્રસ્વેદ લૂછતો હતો. | |||
{{Space}}તારું ઉત્તરીય પણ જેનો તાગ લઈ શક્યું નહીં. | |||
{{Space}}તે શંખપુષ્પી સ્તનો અને વિજયેતા નાભિથી | |||
{{Space}}તેં પડકારી હતી. મારી સત્તાને. | |||
શીતળ ચંદ્રની ફોતરી જેવા વધેલા નખથી | |||
તેં મારા વ્રણ અને વડવાનલને ખોતર્યા હતા, | |||
:::::::: ખંત અને ખાતરીપૂર્વક. | |||
ભોગથી અધિક ભંગૂર અને ગુહ્ય બનેલી, હે વિકટનિતમ્બા! | |||
આજે મને કબૂલ કરવા દે : | |||
{{Space}}તારી રુવાંટી પરથી ઊઠેલા ઝીણાકુમળારતુંબડા અસૂરો | |||
{{Space}}મારી ત્વચાના છિદ્રછિદ્રમાં ઘર કરીને | |||
{{Space}}કુસુમના આયુધથી હણી રહ્યાં છે મારી ભાષાને. | |||
* | |||
મનુષ્યજાતિની ત્વચામાં સમાવી શકાય એટલાં દુઃખોનું ઐશ્વર્ય | |||
મારા એકલાની ત્વચામાં સચવાતું હતું | |||
તે દિવસની વાત છે : | |||
{{Space}}મારાં આંસુ અને આલિંગનથી જ બળતો હતો તારો દીપક | |||
{{Space}}મારા નિઃશ્વાસના ચક્રવાતમાં | |||
{{Space}}વધુ દીપ્તિમંત ફરફરતી હતી શગની સૂકી પાંદડી | |||
{{Space}}તારા શુક્રોદરમાં ઊછરતો હતો મારો ભવ : | |||
::::::::::: સાચું કહું તો પરાભવ. | |||
{{Space}}અનુભૂતિ અને આસ્થાથી અત્યંત એકાકી બની ચૂકેલો ભરથાર | |||
{{Space}}મનુષ્યકુળની વ્યથાને ઘૂંટીને પૂછતો હતો : | |||
{{Space}}શી રીતે હોલવી નાખું ક્ષુધાને, તૃષ્ણાને, તપને, તંદ્રાને | |||
{{Space}}લયને, લાંછનને, તૃષ્ણાને, તને-છદ્મભાર્યાને? | |||
સમય અને સુખથી અધિક શ્લથ બનેલી, હે વૃદ્ધ તમ્બોલિની! | |||
આજે મને કબૂલ કરવા દે : | |||
{{Space}}તારા તામ્બુલરસ ભલે ઘવાયેલા હતા. મારા હોઠ,– | |||
{{Space}}હું પાનખરની પ્રતીક્ષામાં ઊભો હતો | |||
{{Space}}તારી વાસનાની કરમાયેલી છાલ ઓઢીને | |||
{{Space}}નિયતિના જરામય વૃક્ષમાં. | |||
* | |||
જેમ અંજલિમાંથી જળ | |||
{{Space}} પવનમાંથી સળ | |||
એમ સરી રહ્યું છે દામ્પત્ય, શૈયામાંથી. | |||
નારીની તન્માત્રાનો યાત્રિક | |||
અનંતના પાત્રમાં ચરણ બોળીને થાક ઉતારે છે. | |||
કૃપાનું નિરામય કવચ ઢાંકે છે રૂપેરી રચનાને | |||
ત્યારે શબ્દ પ્રકટે છે. | |||
જરકશી ત્વચાનો સમુદ્ર છેદીને કાંઠે આવી રહેલો મરજીવો | |||
I, the initial of infinity | |||
દુઃખના પ્રકાશમાં નિતાંત ધવલને શરણે જઈ રહ્યો છું : | |||
{{Space}}I have lost my lips in the language | |||
{{Space}}હે આદિત્ય! | |||
{{Space}}હું તારી તર્જની સાહીને તરી રહ્યો છું. | |||
</poem> |
edits