હરીશ મીનાશ્રુની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 536: Line 536:
{{Space}}હે આદિત્ય!
{{Space}}હે આદિત્ય!
{{Space}}હું તારી તર્જની સાહીને તરી રહ્યો છું.
{{Space}}હું તારી તર્જની સાહીને તરી રહ્યો છું.
</poem>
== આનંત્યસંહિતા : ૭ ==
<poem>
યુયુત્સુ
હે રમ્ય કથાના નાયક
જેમ શાસ્ત્ર
તેમ શસ્ત્ર પણ મિથ્યા છે
હંતા અને હંતવ્યનો ભેદ જ
યુદ્ધનું મૂલ કારણ છે
હે મુકુરવિલાસી
જે ક્ષણે આ ભેદ મટશે
શસ્ત્રમાં સંજીવની પ્રકટશે
પ્રહર પ્રહારનો છે
પરાજયના ગહન સ્વીકારનો છે
છિન્ન હો રથનું ચક્ર
સરી જવા દો ગાંડિવ
ગળી જવા દો ગાત્ર
ધારણ કરો મૃત્યુનું અસિધારાવ્રત
આઠમા કોઠે
અભયનો નિવાસ છે
કૃપા કરી મારો પ્રસ્તાવ સ્વીકારી લો :
હું
અસ્તિ અને આસ્થાનો
વિષ્ટિકાર છું
</poem>
== આનંત્યસંહિતા : ૧૦ ==
<poem>
પરિઘનો પ્રવાસી
ક્યાંય ન પહોંચવા માટે
આરંભે છે યાત્રા
ને
શિથિલવિથિલ ને શ્લથ
વંચનાથી લથપથ
ઢળી પડે છે
દિનાંતે
ત્રિજ્યાની વીથિકાઓ વિતથ છે :
એ સ્થાપે છે
ભ્રમણ ઉપર ભ્રમણાનું આધિપત્ય
ને ઉથાપે છે નાભિનું સત્ય
હું
શૂન્યનો અધિષ્ઠાતા
વર્તુળનો અધિપતિ
સ્થિર ઊભો છું
કેન્દ્રમાં
– જ્યાં
નિરવધિ અવકાશ અને અગતિ
ઘનીભૂત થયાં છે
હું જન્માંતરોથી
તારી રાહ જોઈ રહ્યો છું
નિષ્પલક નેત્રે
</poem>
== સ્થળસંહિતા ==
<poem>
(ચિરંતન વટેમારગુએ ચીંધ્યું ને વીંધ્યું તે આગ્રા, અંતર્મુખ નકશાઓમાં)
પીપલમંડીથી ૫ન્નીગલી : ૪
આગ્રામાં
સવાલ હોય તો એક જ છે :
શી રીતે પહોંચવું પીપલમંડીથી પન્નીગલી
એક તો પીપલમંડી ક્યાં છે તે કોઈ ખાતરીપૂર્વક કહેતું નથી
આ રહી પીપલમંડી – એવું કહેનારા
હોય છે માથાના ફરેલ અથવા મશ્કરા -
:::: એમની વાત પર ભરોસો પડતો નથી
ક્યારેક વળી કોઈ પરગજુ આંગળી ચીંધી બતાડે છે
તે પીપલમંડી
આપણે જેની ધારણા કરી છે તે પીપલમંડીથી
એટલી અલગ હોય છે કે આપણે આભારવશ થઈને પણ
વિચારમાં તો પડી જ જઈએ છીએ
કોઈક વળી આપણને રાવતપાડાના રસ્તે ચડાવી દે છે
પેઢીઓથી પીપલમંડીમાં વસેલાંને પણ
હજુ પીપલમંડી જડી નથી
ને કેટલાક પ્રકૃતિવશ
પીપલમંડીમાં પીપલમંડીથી અતડા રહે છે
જો કે
બધ્ધાંયને એક વાતની પાકી ખબર છે
કે પીપલમંડી છે ખરી
ને તે પણ આટલામાં જ
જિજ્ઞાસુઓ વિતંડા કરે છે
પીપલમંડીથી પન્નીગલી સુધીના અંતર વિષે
કોઈ કહે છે
ફાસલો કેવળ અઢાર ડગલાંનો છે
કોઈ કહે છે, ના, અઢાર ગજનો
અઢાર જોજનનો
અઢાર વર્ષનો અથવા અઢાર પ્રકાશવર્ષનો
આ બધી ધમાલમાં
પીપલમંડીના સંશોધકો વિસરી ગયા તે
સત્ય એ છે કે
જો પીપલમંડી
::::       સ્થળ હોય તો
:: એ છે અત્ર ને અનવદ્ય
:::: પળ હોય તો
::   એ છે સહજ ને સદ્ય
જેમ બે સત્ય વચ્ચે દ્વિધાનો અવકાશ બચતો નથી
એમ કશું જ અંતર નથી રહેતું
:::: અસ્થિ અને આસ્થા વચ્ચે
:::: સ્થાન અને પ્રસ્થાન વચ્ચે
:::: પીપલમંડી અને પન્નીગલી વચ્ચે
જે કોઈને જ્યારે જડી જશે પીપલમંડીનું આ સત્ય
પન્નીગલીની દિશામાં
એ સહજપણે એક ડગ માંડશે
કારણ સાવ સરળ છે :
અંતર અઢાર ગજનું હોય
અઢાર વર્ષનું હોય કે અઢાર પ્રકાશવર્ષનું
એને કાપવા
અગતિનું એક ડગલું તો ભરવું જ પડે છે
<small>પીપલમંડી : રાધાસ્વામી સતસંગ સાથે જોડાયેલું આગ્રાનું સ્થળવિશેષ.</small>
</poem>
== પંખીપદારથ : ૪ ==
<poem>
હજાર પાન
હજાર ફૂલ હજાર ફળ
હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે
ને એની એકાદ હથેળીમાં હાજર છે
એક પંખી
એટલું બધું જીવંત
કે મૃતક જેટલું સ્થિર
પંખીને મિષે પૂછી શકાત વાજબી પ્રશ્નો
યાયાવરીના અથવા યુયુત્સાના
પરંતુ ગુરુ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન
ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ?
વૃક્ષ ? ડાળ ? પાંદ ? ફૂલ ? ફળ ? પંખી ? ...
તંગ બનશે પ્રત્યંચા
એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક
સૌને ખબર છે :
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી
જેન દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી
જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી
જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી
પરંતુ
કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે
જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ
એ જ બનશે બાણાવળી
જે સ્વયં હશે વિદ્વ
તે જ કરશે સિદ્ધ
શરસંધાન
હજાર હજાર હાથવાળા વૃક્ષની
હજાર હજાર હથેળી પર
હજાર હજાર અભયમુદ્રા ધરીને
પંખી તો બસ હાજર છે
અણીની પળે
</poem>
== શબરી ચીતરવા વિશે ==
<poem>
વન ચીતરવું હોય તો પરથમ પ્હેલાં ઊભી લીટીઓ દોરવી પડશે.
કોઠાંની ને બીલાંની, ખેર, ખાખર ને કાંચકીની,
ફણસ, ફોફળ ને શ્રીફળીની લીટીઓ, સાગ, સાદડ, સીસમની સીસાપેણથી દોરવી પડશે અડોઅડ અને ખીચોખીચ. ઊર્ધ્વમુખી.
લીટીઓ, સાવ સીધી તો નહીં જ, – ગાંઠાળી, વાંકીચૂકી, ભમરાળી ને
કોઈ વનવાસીની કેડીની જેમ વાતવાતમાં ફંટાતી અસમંજસમાં
ને પક્ષીઓના અવાજને કારણે ક્ષણે ક્ષણે રંગ બદલતી.
પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનતવાળી. ટટ્ટાર ઊભી લીટીઓ.
(એ દાનતને લીધે તો ડાળીઓને માપવાના બધા ગજ ટૂંકા પડે છે ને
માપણી કરનારને મૂંઝવતી, આ ડાળીઓ તો અકળ રીતે વધતી જ રહે છે. ક્ષણે ક્ષણે.)
કોઈ ચિત્રકારને ફળફૂલપાંદડા ચીતરવાની ફિકર હોતી નથી.
એ બધું તો આપોઆપ થઈ ૨હે : કોઈને અણસારે ન આવે એમ
તાંબેરી, પોપટી ને પીળચટા રંગના ડબકાને ઝીણી ઝીણી નસો ફૂટી નીકળે ને
એનાં ચાંચ જેવાં દીંટાં ચપ્પ દઈ ઝાલી લે ઊભી લીટીઓને
ને બીજે દહાડે મળસ્કે જુએ તો ઝાકળેય બાઝ્યું હોય.
પ્હો ફાટે ને
ફાટમાંથી ઢોળાતી સવાર ચીતરવાની થાય ત્યારે ચિત્રકારની ખરી કસોટી થાય.
ખાસ્સે ઊંચેથી પાક્કુંગલ સીતાફળ નીચે પડે ને ફસડાઈ જાય તો
એની પેશીઓમાંથી પણ અંધારાના ગોટેગોટ વછૂટે એટલું ગાઢું અંધારું
આ વનમાં ખરે બપોરે રહે છે.
ધોળે દહાડે ઊડતા આગિયાના અક્ષર ચોખ્ખા વાંચી શકાય છે.
પાંદડે પાંદડે કાજળિયા રંગની પોશ ભરીને
હજાર હાથે આ વન હરઘડી અવનવી રાતો પાડ્યા કરે છે.
આકાશમાં કશેક ચન્દ્ર હશે તો ખરો,
અજાણતાં જ કપાઈ ગયેલા અમાસચૌદશના કાચા નખની કતરણ જેવડો;
પણ એના અજવાળામાં
આકાર માત્ર બની જાય છે ઓળો અને ઓળખ માત્ર બની જાય છે અંધારું :
આવી વખતે, ચિત્ર ઇચ્છે તેમ, ઊજળા રંગોને છોભીલા પાડવાનું સહેલું નથી.
એરુઝાંઝર તે ભેરુ ભેંકારના, સૂકાં પાંદડાંમાં ભરાયેલો પવન
રહીરહીને જીવતો થઈ જાય ને બેસાડી દે છાતીનાં પાટિયાં
બીજાં અઘરાં જરજનાવરાં ય હશે, ઝેરીલાં, દંશીલાં,
અડકે ત્યાં ઢીમણાં ને ચકામા કરી મૂકે એવાં હળાહળ
પણ આગંતુકને દીઠે કે પીઠે ઓળખનારાઓમાં તો
એકલી ખિસકોલીનો જ અછડતો ઉલ્લેખ મળે છે
એટલે એને ચીતર્યાં વિના છૂટકો નથી.
ખિસકોલી ને થડ બન્નેવનો રંગ છે ના સમજાય એવો ભૂખરો
ખિસકોલી થડથી સ્હેજ આછી છે પણ થડ ખિસકોલીથી ગાઢું નથી.
એ બન્ને વિખૂટાં પડી ન જાય એમ અલગ પાડવાનાં છે ચિત્રમાં.
વળી સ્થિર હોય એને તો ભૂલથીયે કોણ ખિસકોલી કહેશે?
ને ખિસકોલી તો એની ચટાપટાળી ચંચળતાને લીધે
એકી વખતે બધી જગ્યાએ હોય છે એ ભૂલવાનું નથી ને ચંચળતાને લીધે જ તો
એકી વખતે બધી જગ્યાએ હોવાનો અર્થ થાય છે બધી જગ્યાએ ન હોવું.
આમ છેવટે બચે છે તો કેવળ ચટાપટાળું હોવાન-ન હોવાપણું.
પેલી બાઈના સ્થિર શરીર પર
જ્યાં જ્યાં એ ખિસકોલી ચડી ગઈ હશે ત્યાં ત્યાં એ રંગના લસરકા મારવા પડશે.
એને મન તો, ખિસકોલી ચડી જાય કે ખાલી ચડી જાય – બધું સરખું છે.
એ સૂનમૂન બેઠી હોય છે ત્યારે
અદ્દલ બોરડીના ઝૈડા જેવી દેખાય છે, અંદરથી ઉઝૈડાતી.
ચણીબોર પડ્યાં પડ્યાં સુકાઈ જાય પછી બચે છે તે કરચલિયાળાં છોતરાંથી
અલગ નથી એની જીર્ણ ચામડીની ધૂંધળાશ. પેટ ખાખરાનું ચપટું પાન
ને ધૂળિયાં પાંસળાં પર લબડે સ્તનોના ઓઘરાળા.
એની દીંટડીઓે અને બોરના ઠળિયા વચ્ચે ભેદ પાડી શકાતો નથી.
ચૂંટતી વેળાએ કાંટો વાગતાં જે રાતો ટશિયો ફૂટેલો એનાથી જ
ચણીબોર દેખ્યાનો ને ચાખ્યાનો ભરમ થયો હોય તો ય કહેવાય નહીં.
એટલે રાતો ભરમ ઊભો કરવાનો છે ભરમ, રંગ વડે.
એક ઊભી લીટીએ બાઝેલું જીવતું બોર ચીતરી શકાય તો
સંભવ છે કે એ બાઈનું ગુજરાન ચાલી જાય
ને એ એકીટશે રાહ જોયા કરે ચિત્રમાં, આ કાગળ ફાટી જાય ત્યાં લગી.
એક રંગમાં બીજો ભેળવીએ તો નીપજે નવતર ત્રીજો,
એમ એ રજોનિવૃત્ત બાઈમાં રજોટાયેલી ખિસકોલી ભળી જાય તો
આપણને જોઈતો રાખોડી રંગ મળી જાય
ને આપણે ઉદાસ હોઈએ તો
આવા રાખોડી રંગના લીટાડા અને એ બાઈમાં ખાસ ફરક જ ના વરતાય.
એ બાઈ જે કોઈની રાહ જુએ છે
એના આવવાના ભણકારા સતત વાગ્યા કરે છે,
એ રાહ ચીતરવાની છે, એ ભણકારા ચીતરવાના છે,
એક ખૂણે, અહીંથી પસાર થઈ ગયેલા સૌનાં પડછાયાઓની થપ્પીઓ ચીતરવાની છે,
જેની રાહ જોવાય છે એ કદાચ આવી ગયું હોય તો
એનાં ચિહ્ન વગરનાં પગલાં ચીતરવાનાં છે,
એના પગે બાઝેલા ગોટલા, ઊપસેલી ભૂરી નસો સમેત, ચીતરવાના છે,
એની હથેળીમાંય, ઝાંખુંપાંખું તો ઝાંખુંપાખું, ખિસકોલીની પીઠનું ઓળખચિહ્ન હશે :
એને ય ચીતરવાના બહાને ચકાસી લેવાનું છે,
એ કદાચ ન આવી શકે તો એનું ન આવી શકવું ચીતરવાનું છે ને
એ બાઈની પલકારા વગરની, રાની પશુ જેવી નજર ચીતરવાની છે,
એની કદાપિ વૃદ્ધ ન થતી આંખોના ડોળા ચીતરવાના છે,
એમાંથી કાયમ ગળ્યા કરતું કોરું પાણી ચીતરવાનું છે,
એમાં કાયમી બળતરાની પિંગળરેખાઓ ચીતરવાની છે,
એવા સંજોગોમાં આ અંધારું ને આ ઘડપણ
:::: આ ઓરમાન સરીખું સગપણ
તો વધતું જ જવાનું
ને વનની બધી ડાળીઓ ય વધતી જ જવાની, વધતી જ જવાની, –
આ વધને માપવાના બધા ગજ ટૂંકા પડશે તો ચિત્ર કયા માપે ચીતરવાનું?
પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનત તો
હજી એવી ને એવી જ અકબંધ છે એટલે
અમે ચીતરવા બેઠા ઊભી લીટીઓ
ને ચીતરી બેઠા આડી લીટીઓ કવિતાની.
<small>(આ કવિતા અતુલ ડોડિયા માટે)</small>
</poem>
</poem>
26,604

edits

Navigation menu