સ્વાધ્યાયલોક—૩/હબસી ક્રીડાવીર ઓવન્સ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હબસી ક્રીડાવીર ઓવન્સ:<br>અર્વાચીન પિન્દારસનું ભવ્યસુન્દર...")
 
No edit summary
 
Line 12: Line 12:
તે રાતે જેસી લુઝનો આભાર માનવા માટે ઑલીમ્પિક નગરીમાં લુઝના નિવાસસ્થાન પર ગયો. લુઝ હોય નહિ ને પોતે પૂર્વપરીક્ષામાં સફળ થાય નહિ, અંતિમ સ્પર્ધાને માટે પાત્ર થાય નહિ એની જેસીને હવે પૂર્ણ પ્રતીતિ હતી. ખાસ્સા બે કલાક લગી નિરાંતે પરસ્પર વિશે, રમતગમત વિશે, જગતની વર્તમાન પરિસ્થિતિ વિશે એમ અનેક વિષયો પરની ગોષ્ઠિ પછી લુઝના નિવાસસ્થાનમાંથી જેસી જ્યારે વિદાય થયો ત્યારે એમની વચ્ચે હવે સાચી મૈત્રી જન્મી ચૂકી છે એની બન્ને પ્રતિસ્પર્ધીઓને પૂર્ણ પ્રતીતિ હતી. લુઝે પોતાના વિજયને ભોગે જ એક સાચા મિત્રની જેમ જેસીને સહાય કરી હતી.

બીજે દિવસે અંતિમ સ્પર્ધામાં લુઝ એના પૂર્વેના વિક્રમને અતિક્રમી ગયો. પણ એને જ પરિણામે જેસી લુઝના આ નવા વિક્રમને અતિક્રમી ગયો. જેસીએ લાંબા કૂદકામાં નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો. જેસી વિજેતા થયો ત્યારે ક્રીડાભૂમિ પર લુઝ એની નિકટ હતો, એને અભિનંદન અર્પતો હતો. ત્યારે માંડ સો વાર દૂર પ્રેક્ષકગૃહમાંથી હિટલર એમની સામે તાકી રહ્યો હતો. લુઝે જેસી સાથે હાથ મિલાવ્યો, જોર જોરથી હોંસે હોંસે હાથ મિલાવ્યો, ભગ્ન હૃદયના ભ્રામક સ્મિત સાથે નહિ પણ ખુલ્લા દિલથી, મોકળા મનથી, ખરા જિગરથી, આખે આખા હૃદયથી હાથ મિલાવ્યો. લખલખ લાકોની વચ્ચે હાથ મિલાવ્યો. સાક્ષાત્ હિટલરની સન્મુખ પ્રત્યક્ષ હાથ મિલાવ્યો. એ ક્ષણે જીવનભર અન્ય અનેક વિજયપ્રસંગોએ જે પ્રાપ્ત કર્યા હતા તે સૌ સુવર્ણ ચન્દ્રકો અને પદ્મ-પદકો ગાળી-ઓગાળીને એમનો રસ કર્યો હોય તોપણ એ રસથી જે રસાય નહિ એવી ચોવીસ કેરેટની મૈત્રીનો જેસીએ અનુભવ કર્યો. અને એ જ ક્ષણે હિટલર જેસીને ચાર અંતિમ સ્પર્ધામાં વિજય માટે ચાર સુવર્ણ ચન્દ્રકો અર્પણ કર્યા વિના, જેસી સાથે હાથ મિલાવ્યા વિના પ્રેક્ષકગૃહમાંથી ચાલ્યો ગયો.

આમ, પીએર દુ કુબર્તાંએ ૧૮૯૬માં ઑલીમ્પિક ક્રીડા મહોત્સવનું પુનરુત્થાન કર્યું ત્યારે એ મહાન પ્રણેતાનો જે આદર્શ હતો તે લુઝે ચરિતાર્થ કર્યો ઑલીમ્પિક ક્રીડામાં જીતનું નહિ, જિંદાદિલીનું મહત્ત્વ છે. જીવનમાં વિજયનો નહિ, સાચી સ્પર્ધાનો મહિમા છે.
આમ, પીએર દુ કુબર્તાંએ ૧૮૯૬માં ઑલીમ્પિક ક્રીડા મહોત્સવનું પુનરુત્થાન કર્યું ત્યારે એ મહાન પ્રણેતાનો જે આદર્શ હતો તે લુઝે ચરિતાર્થ કર્યો: ઑલીમ્પિક ક્રીડામાં જીતનું નહિ, જિંદાદિલીનું મહત્ત્વ છે. જીવનમાં વિજયનો નહિ, સાચી સ્પર્ધાનો મહિમા છે.
પ્રાચીન ગ્રીસમાં માત્ર મનુષ્યની બુદ્ધિનો કે મનુષ્યના આત્માનો જ મહિમા ન હતો, મનુષ્યના દેહનો પણ એટલો જ મહિમા હતો. ગ્રીક મહાકાવ્યો અને શિલ્પો એનાં સાક્ષી છે. દેહનું બળ, શરીરની શક્તિ એ મહાકાવ્યના નાયકનું, વીરપુરુષની વીરતાનું મુખ્ય લક્ષણ હતું. પુરુષનું દેહસૌંદર્ય એ શિલ્પનો મુખ્ય વિષય હતો. પ્રાચીન ગ્રીસમાં અનેક સ્થળે પ્રતિ બે કે ચાર વર્ષે ક્રીડા મહોત્સવ યોજવામાં આવતો હતો, એમાં ચાર મુખ્ય સ્થળો હતાં, એમાં પણ ઑલીમ્પિઆ મુખ્ય સ્થળ હતું. જગતના સૌ સ્તોત્રકવિઓમાં પિન્દારસ સર્વશ્રેષ્ઠ છે. પિન્દારસનાં સૌ સ્તોત્રો-કાવ્યોમાં પણ આ ક્રીડા મહોત્સવોના વિજેતા ક્રીડાવીરોને અંજલિરૂપ સ્તોત્રો સર્વશ્રેષ્ઠ છે. પ્રાચીન યુગમાં પિન્દારસનાં કાવ્યો સત્તર ગ્રંથોમાં એકત્રિત થયાં હતાં. એમાંથી આજે હવે લગભગ સંપૂર્ણ સ્વરૂપમાં ઍપિનિકિયન સ્તોત્રોના ચાર ગ્રંથો અસ્તિત્વમાં છે. અન્ય ગ્રંથોમાંથી અપૂર્ણ સ્વરૂપમાં અલ્પસંખ્ય કાવ્યો જ અસ્તિત્વમાં છે. લગભગ સંપૂર્ણ સ્વરૂપમાં ઍપિનિકિયન સ્તોત્રોના ચાર ગ્રંથો જ અસ્તિત્વમાં હોય એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે આ ચાર ગ્રંથોમાં પિન્દારસનાં સર્વશ્રેષ્ઠ સ્તોત્રો છે. પિન્દારસને આ ક્રીડા મહોત્સવોની કે ક્રીડાઓની વિગતોમાં રસ ન હતો. પણ એમના જીવનદર્શનમાં આ ક્રીડાઓમાં અને ક્રીડા મહોત્સવોમાં ક્રીડાવીરના વિજયનો અત્યંત માર્મિક અને સૂચક અર્થ હતો. આ વિજયમાં એમને જીવનની તાત્ત્વિકતાનું અને રહસ્યમયતાનું દર્શન થયું હતું. એમાં એમને મનુષ્યની દિવ્યતાનું દર્શન થયું હતું. દેવો કોઈ વિરલ મનુષ્યને અને તે પણ એના જીવનની કોઈ વિરલ ક્ષણે જ એમની દિવ્યતાનું અર્પણ કરે છે અને એ ક્ષણે એ મનુષ્ય એની સૌ માનવસહજ, માનવસુલભ મર્યાદાઓને અતિક્રમી જાય છે અને દેવોનો સમકક્ષ થાય છે. ક્રીડાવીર આવો વિરલ મનુષ્ય છે. વિજયની ક્ષણ એના જીવનની આવી વિરલ ક્ષણ છે એથી જ પિન્દારસે એમનાં ચુમ્માલીસ સ્તોત્રોમાં આ ક્રીડાવીરોને અને એમની દિવ્યતાને અંજલિ અર્પી છે. ‘પીથિયન ૮’ સ્તોત્રમાં અંતિમ પંક્તિઓ એમનાં આ સૌ સ્તોત્રો અને એમાંના એમના સમગ્ર જીવનદર્શનના સારરૂપ પંક્તિઓ છે:

{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu