સ્વાધ્યાયલોક—૩/શેક્સ્પિયર ઍન્ડ કંપની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શેક્સ્પિયર ઍન્ડ કંપની}} {{Poem2Open}} ક્ષણે ક્ષણે અને પદે પદે રોમા...")
 
No edit summary
 
Line 6: Line 6:
ક્ષણે ક્ષણે અને પદે પદે રોમાંચ અને રહસ્ય. એનું નામ પૅરિસ. પૅરિસના આ રોમાંચ અને રહસ્યનો એક અનન્ય અનુભવ મેં કર્યો, ૧૯૮૨ના સપ્ટેમ્બરની ૧૭મીની સવારે, જે ક્ષણે મેં ‘શેક્સ્પિયર ઍન્ડ કંપની’માં પદાર્પણ કર્યું. શેક્સ્પિયર ઍન્ડ કંપની એ પુસ્તકોની દુકાન છે. પૅરિસ આવ્યો તે પૂર્વે એને વિશે થોડુંક વાંચ્યું હતું, એનો એકાદ ફોટોગ્રાફ જોયો હતો. બસ આટલો જ પરોક્ષ પરિચય હતો, અંગત અનુભવ ન હતો. અને જ્યારે અંગત અનુભવ કર્યો ત્યારે, હમણાં જ કહ્યું તેમ, પૅરિસનાં અનેક રોમાંચો અને રહસ્યોના અનુભવોમાં એ એક અનન્ય અનુભવ હતો.

સેન નદીના વામ તટ (રિવ ગૉશ — rive gauche) પર મોંતબેલોની પાળ (કે દ મોંતબેલો — quai de Montebel-lo)ની નિકટ બુશરીના માર્ગ (રયુ દ લા બુશરી — rue de la Bucherie)માં ૩૭ નંબરના મકાનમાં આ દુકાન છે. જૂની અને નાનકડી. કુલ પાંચ ઓરડા ને બે મજલા. સામે સિતેનો ટાપુ (ઇલ દ લા સિતે — Ile de la Cite) સહેજ જમણી બાજુ નોત્ર દામ(Notre Dame)નું દેવળ અને પછવાડે સેં ઝુલિઆં લ પૉવ્ર (Saint Julien le Pauvre) અને સેં સેવેરાં (Saint Severin) — એમ બે દેવળ અને વિદ્રોહી વિદ્યાપુરુષ આબેલારની આશ્રમભૂમિ તથા જમણી બાજુ એક સુન્દર ચોક (સ્ક્વાર રેને વિવિઆની — Square Rene Viviani) અને ડાબી બાજુ પૅરિસનો એક પ્રાચીનતમ માર્ગ (રયુ સેં ઝાક — Rue Saint Jacques) આમ, આસપાસના વિસ્તારમાં વિદ્યા અને વિદ્રોહનું, પ્રાચીનતા અને પવિત્રતાનું વાતાવરણ.

દુકાનની બહાર ફૂટપાથ પર દુકાનની જમણી બાજુ પડોશના મકાનની ખાલી ભીંતને ટેકે બહાર પણ કબાટમાં પુસ્તકો અને એની સહેજ ઉપર ભીંત પર વૉલ્ટ વ્હીટમેનની છબી તથા પગથી પર પણ ટેબલ પર પુસ્તકો. દુકાનના બે ભાગ. વચમાં મકાનના ઉપરના માળ પર જવા માટે બારણું. દુકાનની ડાબી બાજુના ભાગમાં એક ઓરડો. એની બે બાજુ કાચની બે બંધ બારીઓ, વચમાં બંધ બારણું. ઉપર જૂનું લાકડાનું પાટિયું, એમાં ડાબી બાજુ પર દુકાનનું નામ SHAKESPEARE AND CO. અને નામની જમણી બાજુ પર દુકાનનું વર્ણન ANTIQUARIAN BOOKS તથા વચમાં બંધ બારણાની બરોબર ઉપર શેક્સ્પિયરની મુખાકૃતિ. દુકાનની જમણી બાજુના ભાગમાં પણ એક બારણું અને કાચની બે બંધ બારીઓ. એની ઉપર પણ જૂનું લાકડાનું પાટિયું, એમાં પણ દુકાનનું નામ SHAKESPEARE AND COMPANY તથા વચમાં શેક્સ્પિયરના નામ પછી શેક્સ્પિયરની મુખાકૃતિ.
દુકાનની બહાર ફૂટપાથ પર દુકાનની જમણી બાજુ પડોશના મકાનની ખાલી ભીંતને ટેકે બહાર પણ કબાટમાં પુસ્તકો અને એની સહેજ ઉપર ભીંત પર વૉલ્ટ વ્હીટમેનની છબી તથા પગથી પર પણ ટેબલ પર પુસ્તકો. દુકાનના બે ભાગ. વચમાં મકાનના ઉપરના માળ પર જવા માટે બારણું. દુકાનની ડાબી બાજુના ભાગમાં એક ઓરડો. એની બે બાજુ કાચની બે બંધ બારીઓ, વચમાં બંધ બારણું. ઉપર જૂનું લાકડાનું પાટિયું, એમાં ડાબી બાજુ પર દુકાનનું નામ: SHAKESPEARE AND CO. અને નામની જમણી બાજુ પર દુકાનનું વર્ણન: ANTIQUARIAN BOOKS તથા વચમાં બંધ બારણાની બરોબર ઉપર શેક્સ્પિયરની મુખાકૃતિ. દુકાનની જમણી બાજુના ભાગમાં પણ એક બારણું અને કાચની બે બંધ બારીઓ. એની ઉપર પણ જૂનું લાકડાનું પાટિયું, એમાં પણ દુકાનનું નામ: SHAKESPEARE AND COMPANY તથા વચમાં શેક્સ્પિયરના નામ પછી શેક્સ્પિયરની મુખાકૃતિ.
દુકાનની ડાબી બાજુના ભાગમાં જે એક ઓરડો એનું બારણું બંધ. એટલે એમાં પ્રવેશ શક્ય ન હતો. પણ કાચની બંધ બારીઓમાંથી અંદર જોયું તો એક સોફા, ભીંતો પર કબાટમાં પુસ્તકો, ખુરશીઓ તથા ટેબલો પર પણ પુસ્તકો તથા કેટલાંક જગપ્રસિદ્ધ સામયિકોના — મોટા ભાગના પ્રથમ — અંકો. અપ્રાપ્ય અને અમૂલ્ય એવાં આ પુસ્તકો અને સામયિકો. એનો વિક્રય ન હોય. એટલે જ એનું બારણું બંધ હશે.

દુકાનની જમણી બાજુના ભાગમાં બારણું ખુલ્લું. એમાં પ્રવેશ કર્યો. એકની પછવાડે એક એમ ત્રણ ઓરડા. આગલા ઓરડામાં ચારે ભીંતો પર કબાટોમાં પુસ્તકો. ઓરડાની જમણી બાજુ પર ખુરશીઓ તથા ટેબલો પર પણ પુસ્તકો. અરે કબાટો, ખુરશીઓ તથા ટેબલોની નીચે જમીન પર પણ પુસ્તકો. મુખ્યત્વે પ્રવાસ, ભૂગોળ, ઇતિહાસ, ધર્મ, વિજ્ઞાન, ફિલસૂફીનાં પુસ્તકો. વચમાં એક ટેબલ અને આસપાસ થોડીક ખુરશીઓ. આ ટેબલ તે દુકાનની ઑફિસ. ખુરશીઓ પર કેટલાક યુવાનો. ફ્રેંચ હશે ? અંગ્રેજ હશે ? કે અન્ય કોઈ વિદેશી હશે ? બારણાની સન્મુખની ખુરશી પર એક સાઠ-પાંસઠની વયની વ્યક્તિ. પાતળો ટટ્ટાર દેહ, ધોળા-ભૂખરા વાળ, ટૂંકી અણિયાળી દાઢી. ઝીણી ચમકદાર આંખો. અનન્ય ઉષ્મા અને અસાધારણ ઉત્સાહથી આ વ્યક્તિ અને પેલા યુવાનો વચ્ચે ગોષ્ઠિ — શી ગોષ્ઠિ હશે ? ગ્રંથગોષ્ઠિ સ્તો — ચાલતી હતી. કોણ હશે આ વ્યક્તિ ? દુકાનના માલિક જ્યૉર્જ વ્હીટમેન હશે ? પૂછ્યું નહિ. ગોષ્ઠિ ચાલતી હતી ને !

Navigation menu