રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 157: Line 157:
{{Poem2Close}}
{{Poem2Close}}


<center>[3]</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કેશરને પલાણીને બાપુ ભાલાળો જાય છે જૂનેગઢ, ચાંદિયા ને ખેતિયાનો મેળાપ કરવા. દરવાજે દરવાણીએ કહ્યું કે હાલ્યા જાવ પાધરા દરબારમાં, ત્યાં એક કોર સાડા સાતસો રજપૂતની કચારી કરીને ચાંદિયો–ખેતિયો બેઠા હશે, ને બીજી કોર મુંગલા પઠાણની કચારી કરીને નવાબ બેઠા હશે.
કેશરને પલાણીને બાપુ ભાલાળો જાય છે જૂનેગઢ, ચાંદિયા ને ખેતિયાનો મેળાપ કરવા. દરવાજે દરવાણીએ કહ્યું કે હાલ્યા જાવ પાધરા દરબારમાં, ત્યાં એક કોર સાડા સાતસો રજપૂતની કચારી કરીને ચાંદિયો–ખેતિયો બેઠા હશે, ને બીજી કોર મુંગલા પઠાણની કચારી કરીને નવાબ બેઠા હશે.
Line 216: Line 217:
ગુંજવાનું રાજ જીતી કરીને પછી તમામ પરગણાંમાં બાપુ ભાલાળે સાંઢણી ફેરવી, કે સહુ વસ્તીનું લોક ખાતું ખાય ને ભરતું ભરે. વેઠ વેરો કશું નહીં.
ગુંજવાનું રાજ જીતી કરીને પછી તમામ પરગણાંમાં બાપુ ભાલાળે સાંઢણી ફેરવી, કે સહુ વસ્તીનું લોક ખાતું ખાય ને ભરતું ભરે. વેઠ વેરો કશું નહીં.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>[4]</center>
એક દિવસ ગઢવીએ બાપુ ભાલાળાને યાદ દીધું :
<poem>
બાપુ ભાલાળા તારી પરમલને પરણાવ્ય રે,
કુંવરી કન્યાને રે રાજા લાંછન લાગશે.
</poem>
{{Poem2Open}}
અરે, બેન પરમલ શું એવડી મોટી થઈ ગઈ? આવાં અઢળક રૂપ બેનનાં? સાચું સાચું, કુંવારી કન્યાને કો’ક દી કાળી ટીલી બેસી જાય. દસોંદી, જાવ ઝટ, વેશવાળ કરી આવો બેન પરમલનું.
દસોંદીઓએ તો દેશપરદેશ જોયા :
{{Poem2Close}}
<poem>
જોઈ જોઈ રે ઝાલાની રે ઝાલાવાડ્ય રે,
પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.
જોઈ જોઈ રે એવી કાઠીની કાઠિયાવાડ્ય રે,
પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.
જોઈ જોઈ રે એવી માલાની મારવાડ્ય રે,
પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.
</poem>
{{Poem2Open}}
ત્રણ દસોંદી તો પાછા આવ્યા. પરમલ જેવી બેનની જોડ્ય ક્યાંય ન જડી.
ચોથો દસોંદી ઢાકા બંગાળામાં ચીચી ઝાંઝરાને ઘેરે ગયો. જઈને પરમલનાં ફાટતે મોંએ વખાણ કર્યાં.
પણ રાણીએ રાજાને ચેતવ્યા કે એ તો દુશ્મનની દીકરી.
રાજાએ કહ્યું : “તમારા ઉપર શોક્ય આવે એ તમને શે ગમે?”
રાણીએ કહ્યું : “હે રાજા, ચાર મંગળમાં ચારમાંથી એક વાનું મળે તો હેત માનજો, નીકર ભાલાની અણીએ હેત સમજી લેજો.”
“શું શું ચાર વાનાં?”
“પે’લે મંગળે માગજો ગુંજવા ગામ. બીજે ચાંદિયો ચાકર. ત્રીજે કેસર કાળવી ઘોડી. અને ચોથે ભમર ભાલો.” દસોંદી તો ચીચી ઝાંઝરા વેરે વેવિશાળ કરીને આવ્યા. કચેરીએ આવીને કહ્યું :
{{Poem2Close}}
<poem>
જોયું જોયું રે એવું ઢાંકા બંગાળા રે શે’ર રે,
પરમલને સરીખો રે ઇચ્છાવર ત્યાં મળ્યો.
છોટકડું સરીખું રે જોયું ઢાંકા બંગાળા શે’ર રે,
સરખા ને સમાણી રે રમે રંગ તાળીએ.
</poem>
{{Poem2Open}}
સાંભળીને બાપુ ભાલાળો તો ગાદી ઉપર સવા ગજ ઊછળ્યો. હેં? મારા કટ્ટર વેરીની જોડે બેન પરમલનું વેશવાળ? કટકા કરી નાખું.
ગઢવી કહે, શું મારું કરેલું સગપણ તૂટે? થઈ પડી તાણાતાણ. ગઢવી કહે કે બેસતી ગાદીએ લોહી છાંટું, વંશ કાઢી નાખું. આવી ડરામણીથી બાપુ ભાલાળો ડરી ગયો. સગપણ અનામત રાખવું પડ્યું.
ઓરડે પરમલને જાણ થઈ. એણે ધાપોકાર કર્યા :
{{Poem2Close}}
<poem>
જાજો જાજો રે પીટ્યા દસોંદીનો રે વંશ રે,
ચોરીમાં રંડાપો રે પીટ્યે વે’લો મોકલ્યો.
જાજો જાજો રે એની રજક ને રે રોટલી રે,
ચૂંદડીએ ખેલારે પીટ્યે વે’લા મોકલ્યા.
</poem>
26,604

edits

Navigation menu