2,669
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગઅટે}} {{Poem2Open}} ‘વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી’ એ પ્રાર્થન...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
ફ્રાન્કફુર્ટમાં અનેક ધર્મપરાયણ મિત્રોની વિવિધ જીવન-ફિલસૂફીઓનો પણ એને પરિચય થયો; ને તેમાં યે એક મોચીને મુખેથી ‘તું સાચો ખ્રિસ્તી છે, પણ પેલા પૈસાદારને ઘેર ભોજન-સમારંભમાં ઈશુએ જે ધૂપ-ચંદનની સુગંધ માણી હતી એ અહીં તને નહિ મળે !’ એ વચન જ્યારે એણે સાંભળ્યું ત્યારે સામાન્ય માનવીઓની સૃષ્ટિ એની સમક્ષ એકાએક ખૂલી ગઈ. માંદગી પછીના આ આરામના કાળમાં એને ચિત્રવિચિત્ર અનુભવો થયા. જીવનમાં રહેલી દાનવતાનું જ્ઞાન થતાં ધર્મથી માંડીને ભૂતપ્રેતાદિમાં પણ એનો રસ વધતો ગયો. આમ, વીસ વર્ષની વયમાં જ ફાઉસ્ટનું મહાનાટક રચવાની પૂર્વભૂમિકા ચિત્તમાં ગોઠવાઈ ગઈ. | ફ્રાન્કફુર્ટમાં અનેક ધર્મપરાયણ મિત્રોની વિવિધ જીવન-ફિલસૂફીઓનો પણ એને પરિચય થયો; ને તેમાં યે એક મોચીને મુખેથી ‘તું સાચો ખ્રિસ્તી છે, પણ પેલા પૈસાદારને ઘેર ભોજન-સમારંભમાં ઈશુએ જે ધૂપ-ચંદનની સુગંધ માણી હતી એ અહીં તને નહિ મળે !’ એ વચન જ્યારે એણે સાંભળ્યું ત્યારે સામાન્ય માનવીઓની સૃષ્ટિ એની સમક્ષ એકાએક ખૂલી ગઈ. માંદગી પછીના આ આરામના કાળમાં એને ચિત્રવિચિત્ર અનુભવો થયા. જીવનમાં રહેલી દાનવતાનું જ્ઞાન થતાં ધર્મથી માંડીને ભૂતપ્રેતાદિમાં પણ એનો રસ વધતો ગયો. આમ, વીસ વર્ષની વયમાં જ ફાઉસ્ટનું મહાનાટક રચવાની પૂર્વભૂમિકા ચિત્તમાં ગોઠવાઈ ગઈ. | ||
એકવીસ વર્ષની વયે અધૂરો અભ્યાસ પૂરો કરવા એ સ્ટ્રાસબર્ગ ગયો ને ત્યાંનો વસવાટ એના જીવનમાં સૌથી વધુ ફલદાયી પુરવાર થયો. એના જીવનની પરિવર્તનકારી મૈત્રીઓમાંની એક એ ત્યાં પામ્યો. પોતાની આંખનો અંધાપો ટાળવાને ત્યાં આવેલા હર્ડર નામના એક જર્મન વિવેચકે આ ફ્રેંચઘેલા ઉદયોન્મુખ કવિના હૃદયનો અંધાપો ટાળી દીધો. સ્ટ્રાસબર્ગની એક હોટેલના પગથિયા પર આ બન્નેનું મિલન ન થયું હોત તો જર્મન સાહિત્યનો ઇતિહાસ કંઈ જુદો જ લખાયો હોત ! જગતકવિતામાં ઉન્નત શિરે ઊભું રહી શકે એવું ‘જર્મન’ત્વ જર્મનીમાં ક્યાં પડ્યું છે એની હર્ડરને સાચી પરખ હતી. આ પરખનો પારસમણિ સ્પર્શતાં ગઅટેનું આજ લગી સંઘરેલું કાવ્યકથીર પલટાઈ ગયું. ગઅટેને જર્મન લોકસાહિત્યનો-કથાકાવ્યો ને ગીતોના સંગ્રહનો — તેણે રસ લગાડ્યો અને તેને ગામડે ગામડે તે વીણતો કરી મૂક્યો. કાવ્યકળાની બાબતમાં ગઅટેની જાણે ભ્રાંતિ ઊડી ગઈ. ફ્રેંચ કવિતાની બધી રંગરેખા ભૂંસાઈ ગઈ. રાસીનની રાજસભાની કૃત્રિમતા મેલીને કવિ હવે ગ્રામજનોમાં કવિતાનો અસલ રસ પીવાને રખડતો થયો અને અંતે હોમર, શેક્સ્પિયર, ગોલ્ડસ્મિથ ને ‘ઓસીઅન’ની કાવ્યસૃષ્ટિમાં ખોવાઈ ગયો. સ્ટ્રાસબર્ગના ગોથિક દેવળની ગાઢ છાયામાં ને હર્ડરના પ્રજ્ઞાચક્ષુના પ્રકાશમાં આ ઉદયોન્મુખ કવિને કવિતાનો રાજમાર્ગ જડી ગયો. | એકવીસ વર્ષની વયે અધૂરો અભ્યાસ પૂરો કરવા એ સ્ટ્રાસબર્ગ ગયો ને ત્યાંનો વસવાટ એના જીવનમાં સૌથી વધુ ફલદાયી પુરવાર થયો. એના જીવનની પરિવર્તનકારી મૈત્રીઓમાંની એક એ ત્યાં પામ્યો. પોતાની આંખનો અંધાપો ટાળવાને ત્યાં આવેલા હર્ડર નામના એક જર્મન વિવેચકે આ ફ્રેંચઘેલા ઉદયોન્મુખ કવિના હૃદયનો અંધાપો ટાળી દીધો. સ્ટ્રાસબર્ગની એક હોટેલના પગથિયા પર આ બન્નેનું મિલન ન થયું હોત તો જર્મન સાહિત્યનો ઇતિહાસ કંઈ જુદો જ લખાયો હોત ! જગતકવિતામાં ઉન્નત શિરે ઊભું રહી શકે એવું ‘જર્મન’ત્વ જર્મનીમાં ક્યાં પડ્યું છે એની હર્ડરને સાચી પરખ હતી. આ પરખનો પારસમણિ સ્પર્શતાં ગઅટેનું આજ લગી સંઘરેલું કાવ્યકથીર પલટાઈ ગયું. ગઅટેને જર્મન લોકસાહિત્યનો-કથાકાવ્યો ને ગીતોના સંગ્રહનો — તેણે રસ લગાડ્યો અને તેને ગામડે ગામડે તે વીણતો કરી મૂક્યો. કાવ્યકળાની બાબતમાં ગઅટેની જાણે ભ્રાંતિ ઊડી ગઈ. ફ્રેંચ કવિતાની બધી રંગરેખા ભૂંસાઈ ગઈ. રાસીનની રાજસભાની કૃત્રિમતા મેલીને કવિ હવે ગ્રામજનોમાં કવિતાનો અસલ રસ પીવાને રખડતો થયો અને અંતે હોમર, શેક્સ્પિયર, ગોલ્ડસ્મિથ ને ‘ઓસીઅન’ની કાવ્યસૃષ્ટિમાં ખોવાઈ ગયો. સ્ટ્રાસબર્ગના ગોથિક દેવળની ગાઢ છાયામાં ને હર્ડરના પ્રજ્ઞાચક્ષુના પ્રકાશમાં આ ઉદયોન્મુખ કવિને કવિતાનો રાજમાર્ગ જડી ગયો. | ||
સાથે સાથે સ્ટ્રાસબર્ગમાં એના ચિરંજીવ પ્રેમને પણ એક અનન્ય પાત્ર મળી ગયું, ફ્રેડેરાઇક બ્રાઅન. સ્ટ્રાસબર્ગથી અઢાર માઈલ દૂર આવેલા સેસેન- હેઈનના એક પાદરીની આ કન્યા સાથે ગઅટેએ અનેક રાતો ઘોડેસવારીમાં ગાળી. અને એમાં હૃદયને ગાળીગાળીને જે પ્રણયરસ છલકાવ્યો એ એના ને જગતના એક સુંદર ઊર્મિકાવ્યમાં ઝિલાયો. એ કાવ્યમાં જ એણે ગાયું છે | સાથે સાથે સ્ટ્રાસબર્ગમાં એના ચિરંજીવ પ્રેમને પણ એક અનન્ય પાત્ર મળી ગયું, ફ્રેડેરાઇક બ્રાઅન. સ્ટ્રાસબર્ગથી અઢાર માઈલ દૂર આવેલા સેસેન- હેઈનના એક પાદરીની આ કન્યા સાથે ગઅટેએ અનેક રાતો ઘોડેસવારીમાં ગાળી. અને એમાં હૃદયને ગાળીગાળીને જે પ્રણયરસ છલકાવ્યો એ એના ને જગતના એક સુંદર ઊર્મિકાવ્યમાં ઝિલાયો. એ કાવ્યમાં જ એણે ગાયું છે: ‘My heart beat high ! To horse, to horse !’ અને એ રીતે જ, એકાએક, આ કૈં કૈં કોડભરી કન્યાના મુગ્ધ પ્રેમનો પરાજ્ય કરીને પોતે દુનિયાનો દિગ્વિજ્ય કરવાને ચાલ્યો ગયો ! એની પાછળ ફ્રેડેરાઇક આજીવન અપરિણીત રહીને ૧૮૧૪માં બાડનમાં મૃત્યુ પામી. ‘જે હૃદય ગઅટેને વરી ચૂક્યું છે એ હૃદય હું અન્ય કોઈને ચરણે ધરી શકીશ નહિ.’ આ શબ્દોમાં એનો અપૂર્વ ભક્તિભાવ એણે વ્યક્ત કર્યો છે. ‘ફાઉસ્ટ’ના પ્રારંભમાં જેમ ગ્રેટ્શેનનાં, તેમ અંતભાગમાં આ ફ્રેડેરાઇકનાં દર્શન થાય છે. ગઅટેના હવે પછીના જીવનના અનેક પ્રેમ-પ્રસંગો જાણે કે આ બન્નેના પ્રેમને અને એની વેદનાને વિસરવાના પ્રયત્નરૂપ જ જોવા મળે છે. | ||
સ્ટ્રાસ્બર્ગથી ઓચિંતા જ ફ્રાન્કફુર્ટ આવીને અનેક નાટ્યકૃતિઓની કલ્પનાથી પ્રેરાઈને એણે લખવા માંડ્યું; પણ સર્વને એક પછી એક પડતી મેલી અંતે ‘ગોત્ઝ’ની રચના હાથ ધરીને સંપૂર્ણ કરી. એ કૃતિએ ગઅટેને જર્મની આખામાં રાષ્ટ્રખ્યાતિ અપાવી. આ નાટ્યકૃતિથી જર્મન રંગભૂમિ પર શેક્સ્પિયર શૈલીનાં નાટકોને પ્રથમ વાર પ્રવેશ મળ્યો ને જર્મન સાહિત્યના ‘સ્ટર્મ ઍન્ડ ડ્રન્ગ’ યુગનો પ્રારંભ થયો. | સ્ટ્રાસ્બર્ગથી ઓચિંતા જ ફ્રાન્કફુર્ટ આવીને અનેક નાટ્યકૃતિઓની કલ્પનાથી પ્રેરાઈને એણે લખવા માંડ્યું; પણ સર્વને એક પછી એક પડતી મેલી અંતે ‘ગોત્ઝ’ની રચના હાથ ધરીને સંપૂર્ણ કરી. એ કૃતિએ ગઅટેને જર્મની આખામાં રાષ્ટ્રખ્યાતિ અપાવી. આ નાટ્યકૃતિથી જર્મન રંગભૂમિ પર શેક્સ્પિયર શૈલીનાં નાટકોને પ્રથમ વાર પ્રવેશ મળ્યો ને જર્મન સાહિત્યના ‘સ્ટર્મ ઍન્ડ ડ્રન્ગ’ યુગનો પ્રારંભ થયો. | ||
પછી વેટ્ઝલારમાં એ વકીલાત ચલાવવા ગયો; પણ પિતાનું સ્વપ્ન સિદ્ધ નહિ થવાનું હોય તે નિષ્ફળ વકીલ પુરવાર થઈ પાછો આવ્યો. પરંતુ સાથે જગતની એક અદ્ભુત નવલકથા લઈ આવ્યો. ત્યાં શારલોટ બુફ નામની એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં એ પડ્યો હતો, પણ પાછળથી એના લગ્નની જાણ થતાં એની સાથેના સંબંધનો એણે અંત આણ્યો. આ પ્રસંગની સંવેદનાથી પ્રેરાઈને એણે ફ્રાન્કફુર્ટ આવીને ‘વેર્ટર’ની નવલકથા લખવાનો પ્રારંભ કર્યો; ને એની સાથેસાથે એલિઝાબેથ (લીલી) શોનમાન સાથેના પ્રેમનો પણ પ્રારંભ કર્યો ! દરમ્યાન ર્હાઇન-પ્રદેશમાં ખૂબ રખડ્યો ને ચિત્રકળાના નિષ્ફળ માર્ગે પણ ચડ્યો. એવામાં ૧૭૩૩ના નવેમ્બરમાં એક ધારાશાસ્ત્રીએ બેકારી અને નિષ્ફળ પ્રણયજીવનથી કંટાળીને આત્મહત્યા કર્યાના સમાચાર એણે સાંભળ્યા. આ બધા પ્રસંગોની અસર એની રચાતી નવલકથા પર પડી ને ‘વેર્ટરની વેદનાઓ’ નામે ૧૭૪૪માં તે પ્રગટ થઈ. | પછી વેટ્ઝલારમાં એ વકીલાત ચલાવવા ગયો; પણ પિતાનું સ્વપ્ન સિદ્ધ નહિ થવાનું હોય તે નિષ્ફળ વકીલ પુરવાર થઈ પાછો આવ્યો. પરંતુ સાથે જગતની એક અદ્ભુત નવલકથા લઈ આવ્યો. ત્યાં શારલોટ બુફ નામની એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં એ પડ્યો હતો, પણ પાછળથી એના લગ્નની જાણ થતાં એની સાથેના સંબંધનો એણે અંત આણ્યો. આ પ્રસંગની સંવેદનાથી પ્રેરાઈને એણે ફ્રાન્કફુર્ટ આવીને ‘વેર્ટર’ની નવલકથા લખવાનો પ્રારંભ કર્યો; ને એની સાથેસાથે એલિઝાબેથ (લીલી) શોનમાન સાથેના પ્રેમનો પણ પ્રારંભ કર્યો ! દરમ્યાન ર્હાઇન-પ્રદેશમાં ખૂબ રખડ્યો ને ચિત્રકળાના નિષ્ફળ માર્ગે પણ ચડ્યો. એવામાં ૧૭૩૩ના નવેમ્બરમાં એક ધારાશાસ્ત્રીએ બેકારી અને નિષ્ફળ પ્રણયજીવનથી કંટાળીને આત્મહત્યા કર્યાના સમાચાર એણે સાંભળ્યા. આ બધા પ્રસંગોની અસર એની રચાતી નવલકથા પર પડી ને ‘વેર્ટરની વેદનાઓ’ નામે ૧૭૪૪માં તે પ્રગટ થઈ. |