2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 73: | Line 73: | ||
હવે વાઇમાર એને નિષ્પ્રાણ, ઉષ્માહીન ને ધૂંધળું લાગ્યું અને પોતે ખોવાયેલા જેવો લાગ્યો. શાર્લોટ તો એનો આ નવો અવતાર જોઈને આભી જ બની ગઈ. લાવા ફુત્કારતો એની લાગણીનો જ્વાળામુખી ઠરીને હિમાલયમાં પલટાઈ ગયેલો એને લાગ્યો. ને ત્યાં તો આખા યે વાઇમાર પર જાણે કે વીજળી પડી ! એ વીજળી ગઅટે અને ક્રિસ્ટીઆની વુલ્પીઅસના મિલનમાંથી પ્રગટી. | હવે વાઇમાર એને નિષ્પ્રાણ, ઉષ્માહીન ને ધૂંધળું લાગ્યું અને પોતે ખોવાયેલા જેવો લાગ્યો. શાર્લોટ તો એનો આ નવો અવતાર જોઈને આભી જ બની ગઈ. લાવા ફુત્કારતો એની લાગણીનો જ્વાળામુખી ઠરીને હિમાલયમાં પલટાઈ ગયેલો એને લાગ્યો. ને ત્યાં તો આખા યે વાઇમાર પર જાણે કે વીજળી પડી ! એ વીજળી ગઅટે અને ક્રિસ્ટીઆની વુલ્પીઅસના મિલનમાંથી પ્રગટી. | ||
ઈટલીથી આવ્યે એકાદ મહિનો થયો હતો, અને એના જીવનમાં કે કાવ્યમાં કોઈને રસ રહ્યો ન હતો ત્યારે, ઉદાસ મને એ એક જાહેર બગીચામાં બેઠો હતો ત્યાં, વાઇમારના એક સમયના આ પ્રજાપાલક પાસે એક ગભરુ બાળા રક્ષણાર્થે આવી. લોક જેને ડાઓનીસના લાડીલા નામે સંબોધતું તે જ આ ક્રિસ્ટીઆની. એના પરના પ્રથમ દૃષ્ટિપાતે જ ગઅટેને મિલાનની ફૉસ્ટીનાની યાદ આવી ગઈ. એની આંખોમાં એણે ઇટલીનું પ્રકાશ પાથરતું આકાશ જોયું. શેલીના શબ્દોમાં ગઅટે એની આંખોને ‘Twin mirrors of Italian heaven’ કહી શક્યો હોત ! એકાએક, વીસ વર્ષની આ માલણ કન્યા સાથે પોતાના ઘરમાં જ એણે સહજીવન શરૂ કર્યું. એની સાથે જ શાર્લોટની ચૌદ વર્ષની મૈત્રી વિરામ પામી ને વાઇમારની પ્રજાનો રોષ ઉદય પામ્યો. ગમે તે ભોગે પણ એ ઇટલીને ભૂલવા માગતો નહોતો, — ત્યાં લગી કે ઈટલીના રંગસૌંદર્યની સ્મૃતિ જીવંત રાખવા એ રસાયણશાસ્ત્રની મીમાંસા કરતો થયો. જેમ પૂર્વકાળની રંગદર્શી કળા ગત્ઝ ને વેર્ટરમાં પરિણત થઈ તેમ આ મધ્યાહ્નકાળની દર્શનરંગી કળા ‘ઇફીજીની ઑફ ટૉરીસ’, ‘એગમોન્ટ’ અને ‘તોર્કાતો તાસ્સો’માં પરિણત થઈ. ૧૭૯૦માં ‘ફાઉસ્ટ — આયન ફ્રાગમેન્ટ’ (ફાઉસ્ટ — એક ખંડક) પ્રગટ થયું. ૧૭૯૨માં ડ્યૂકના આદેશથી યુદ્ધમાં સૈનિકપદ સ્વીકાર્યું અને તત્કાલ કાવ્યને વિસાર્યું. | ઈટલીથી આવ્યે એકાદ મહિનો થયો હતો, અને એના જીવનમાં કે કાવ્યમાં કોઈને રસ રહ્યો ન હતો ત્યારે, ઉદાસ મને એ એક જાહેર બગીચામાં બેઠો હતો ત્યાં, વાઇમારના એક સમયના આ પ્રજાપાલક પાસે એક ગભરુ બાળા રક્ષણાર્થે આવી. લોક જેને ડાઓનીસના લાડીલા નામે સંબોધતું તે જ આ ક્રિસ્ટીઆની. એના પરના પ્રથમ દૃષ્ટિપાતે જ ગઅટેને મિલાનની ફૉસ્ટીનાની યાદ આવી ગઈ. એની આંખોમાં એણે ઇટલીનું પ્રકાશ પાથરતું આકાશ જોયું. શેલીના શબ્દોમાં ગઅટે એની આંખોને ‘Twin mirrors of Italian heaven’ કહી શક્યો હોત ! એકાએક, વીસ વર્ષની આ માલણ કન્યા સાથે પોતાના ઘરમાં જ એણે સહજીવન શરૂ કર્યું. એની સાથે જ શાર્લોટની ચૌદ વર્ષની મૈત્રી વિરામ પામી ને વાઇમારની પ્રજાનો રોષ ઉદય પામ્યો. ગમે તે ભોગે પણ એ ઇટલીને ભૂલવા માગતો નહોતો, — ત્યાં લગી કે ઈટલીના રંગસૌંદર્યની સ્મૃતિ જીવંત રાખવા એ રસાયણશાસ્ત્રની મીમાંસા કરતો થયો. જેમ પૂર્વકાળની રંગદર્શી કળા ગત્ઝ ને વેર્ટરમાં પરિણત થઈ તેમ આ મધ્યાહ્નકાળની દર્શનરંગી કળા ‘ઇફીજીની ઑફ ટૉરીસ’, ‘એગમોન્ટ’ અને ‘તોર્કાતો તાસ્સો’માં પરિણત થઈ. ૧૭૯૦માં ‘ફાઉસ્ટ — આયન ફ્રાગમેન્ટ’ (ફાઉસ્ટ — એક ખંડક) પ્રગટ થયું. ૧૭૯૨માં ડ્યૂકના આદેશથી યુદ્ધમાં સૈનિકપદ સ્વીકાર્યું અને તત્કાલ કાવ્યને વિસાર્યું. | ||
આમ, હર્ડર, શાર્લોટ અને ડ્યૂક સૌની હૂંફ ખોઈ બેઠેલા અને ક્રિસ્ટીઆની સાથેના સહજીવનથી સમાજનો રોષ વહોરી બેઠેલા ગઅટેના જીવનમાં ફરી એક પરિવર્તનકારી બનાવ બન્યો. ૧૭૯૪માં Die Horen (દી હૉરેન) પત્ર માટે લખવાનું એના તંત્રી શિલરનું એને આમંત્રણ મળ્યું. એના નીરસ પ્રાણમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો. જર્મનીના એ ખ્યાતનામ કવિ શિલર સાથેની ગઅટેની આ મૈત્રી સાહિત્યસૃષ્ટિની અતિવિરલ મૈત્રી બની ગઈ. શરૂમાં શંકાશીલ મનની સ્પર્ધાઓથી જન્મેલી આ મૈત્રી અંતે તો એટલી ઉત્કટ બની ગઈ કે બેમાંથી એક મિત્ર માંદો હોય તો સામાને દુઃખકર ન થાય એ હેતુથી તેના ખબર જ ન આપવાની નાજુકાઈ સુધી તે પહોંચી. જોકે બન્નેના રુચિતંત્રમાં બહુ ફરક હતો. ગઅટે સ્વાનુભવથી સમાજની નાડ પારખી ગયો હતો. એથી એ પ્રજાકારણમાં નિરુત્સાહી ને ઉદાસ બની ગયો હતો. જ્યારે શિલર તો ‘Ode to Joy’ લખીને બેઠો હતો ! ગઅટેને યુદ્ધશાસ્ત્રથી યે વધુ રસ રસાયણશાસ્ત્રમાં હતો. પોતે ક્રાઇસ્ટ અને લ્યૂથરને માર્ગે છે એમ એ માનતો. પ્રજાના કૃત્રિમ ઉન્માદમાં એને ઉત્સાહ ન હતો. જ્યારે શિલર પ્રજાકારણ પ્રત્યે અતિ ઉત્સાહી, યુવાનોમાં અતિપ્રિય ને આદર્શઘેલો હતો. વાસ્તવ સાથે શિલરની આ સમાધાનવૃત્તિ ને ગઅટેની સંઘર્ષવૃત્તિ, પ્રથમ મિલનમાં જ એ બન્ને મિત્રો પરસ્પર પામી ગયા છતાંયે વિરોધી તટોની વચમાં સ્નેહસરિતા તો વહેતી જ ચાલી. વાઇમારના નાટકઘરમાં શિલરની કરુણ રસ વહાવતી અમર નાટ્યકૃતિઓ ને ગઅટેની વિપુલ મહાસાગરની ઊર્મિઓ જેવી કવિતા દિનપ્રતિદિન ઊભરાતી ચાલી. શિલરની પ્રેરણાથી ગઅટેની કૃતકૃત્યતાએ ઓગણપચાસની વયે કાઢેલો આ ઉદ્ગાર છે | આમ, હર્ડર, શાર્લોટ અને ડ્યૂક સૌની હૂંફ ખોઈ બેઠેલા અને ક્રિસ્ટીઆની સાથેના સહજીવનથી સમાજનો રોષ વહોરી બેઠેલા ગઅટેના જીવનમાં ફરી એક પરિવર્તનકારી બનાવ બન્યો. ૧૭૯૪માં Die Horen (દી હૉરેન) પત્ર માટે લખવાનું એના તંત્રી શિલરનું એને આમંત્રણ મળ્યું. એના નીરસ પ્રાણમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો. જર્મનીના એ ખ્યાતનામ કવિ શિલર સાથેની ગઅટેની આ મૈત્રી સાહિત્યસૃષ્ટિની અતિવિરલ મૈત્રી બની ગઈ. શરૂમાં શંકાશીલ મનની સ્પર્ધાઓથી જન્મેલી આ મૈત્રી અંતે તો એટલી ઉત્કટ બની ગઈ કે બેમાંથી એક મિત્ર માંદો હોય તો સામાને દુઃખકર ન થાય એ હેતુથી તેના ખબર જ ન આપવાની નાજુકાઈ સુધી તે પહોંચી. જોકે બન્નેના રુચિતંત્રમાં બહુ ફરક હતો. ગઅટે સ્વાનુભવથી સમાજની નાડ પારખી ગયો હતો. એથી એ પ્રજાકારણમાં નિરુત્સાહી ને ઉદાસ બની ગયો હતો. જ્યારે શિલર તો ‘Ode to Joy’ લખીને બેઠો હતો ! ગઅટેને યુદ્ધશાસ્ત્રથી યે વધુ રસ રસાયણશાસ્ત્રમાં હતો. પોતે ક્રાઇસ્ટ અને લ્યૂથરને માર્ગે છે એમ એ માનતો. પ્રજાના કૃત્રિમ ઉન્માદમાં એને ઉત્સાહ ન હતો. જ્યારે શિલર પ્રજાકારણ પ્રત્યે અતિ ઉત્સાહી, યુવાનોમાં અતિપ્રિય ને આદર્શઘેલો હતો. વાસ્તવ સાથે શિલરની આ સમાધાનવૃત્તિ ને ગઅટેની સંઘર્ષવૃત્તિ, પ્રથમ મિલનમાં જ એ બન્ને મિત્રો પરસ્પર પામી ગયા છતાંયે વિરોધી તટોની વચમાં સ્નેહસરિતા તો વહેતી જ ચાલી. વાઇમારના નાટકઘરમાં શિલરની કરુણ રસ વહાવતી અમર નાટ્યકૃતિઓ ને ગઅટેની વિપુલ મહાસાગરની ઊર્મિઓ જેવી કવિતા દિનપ્રતિદિન ઊભરાતી ચાલી. શિલરની પ્રેરણાથી ગઅટેની કૃતકૃત્યતાએ ઓગણપચાસની વયે કાઢેલો આ ઉદ્ગાર છે: ‘તેં મને બીજી જુવાની આપી અને મારામાં મૃતપ્રાયઃ થયેલા કવિને તેં સજીવન કર્યો.’ | ||
પણ વચમાં મનોમન પોતાનું એક નિરાળું જગત સર્જી રહેલા આ બન્ને કવિ-મિત્રોને જગતે જાકારો દીધાની એક દુઃખદ ઘટના બની ગઈ. ‘દી હૉરેન’ની પડતીના દિવસમાં એને જિવાડવાને ગઅટેએ એ પત્રમાં મિલાનની ફૉસ્ટીનાની ઉન્માદક સ્મૃતિમાંથી પ્રાચીન છંદશૈલીમાં રચેલી Roman El-egies (જે પરથી ગઅટે The Pagan ને નામે ઓળખાયો તે) પ્રસિદ્ધ કરી. એમાં એણે પાગલની જેમ પ્રેમના પુરસ્કારતું જયગાન કરી સમાજનું સગર્વ અપમાન કર્યું. પરિણામે પ્રજાએ ગઅટેની ‘સાહિત્યકૃતિઓ’ની નકલો સળગાવી દીધી અને ‘દી હૉરેન’નો અંત વહેલો આવ્યો. આથી શિલર ને ગઅટેનો પુણ્યપ્રકોપ પણ સળગી ઊઠ્યો. બન્નેએ મળીને Xenien (ત્સેનિયેન)નું સહલેખન કર્યું અને તેનાં મુક્તકોમાં સમાજની ક્રૂરમાં ક્રૂર હાંસી કરી. ૧૭૯૭માં ગઅટેએ કટાક્ષમય હાસ્ય રેલાવતું બાયરનના ‘ડૉન યુઆન’ જેવું ‘હેરમાન ઉન્ડ ડોરોથીઆ’ નામનું સર્વાંગસુન્દર સળંગ કાવ્ય પ્રગટ કર્યું. શિલરે એને જર્મનીનું મહાકાવ્ય કહ્યું. આ જ પુણ્યકોપથી પ્રેરાઈને આ બન્ને કવિબંધુઓએ અનેક ‘બૅલૅડ’ રચી. એમાં શિલર વધુ સફળ થયો. | પણ વચમાં મનોમન પોતાનું એક નિરાળું જગત સર્જી રહેલા આ બન્ને કવિ-મિત્રોને જગતે જાકારો દીધાની એક દુઃખદ ઘટના બની ગઈ. ‘દી હૉરેન’ની પડતીના દિવસમાં એને જિવાડવાને ગઅટેએ એ પત્રમાં મિલાનની ફૉસ્ટીનાની ઉન્માદક સ્મૃતિમાંથી પ્રાચીન છંદશૈલીમાં રચેલી Roman El-egies (જે પરથી ગઅટે The Pagan ને નામે ઓળખાયો તે) પ્રસિદ્ધ કરી. એમાં એણે પાગલની જેમ પ્રેમના પુરસ્કારતું જયગાન કરી સમાજનું સગર્વ અપમાન કર્યું. પરિણામે પ્રજાએ ગઅટેની ‘સાહિત્યકૃતિઓ’ની નકલો સળગાવી દીધી અને ‘દી હૉરેન’નો અંત વહેલો આવ્યો. આથી શિલર ને ગઅટેનો પુણ્યપ્રકોપ પણ સળગી ઊઠ્યો. બન્નેએ મળીને Xenien (ત્સેનિયેન)નું સહલેખન કર્યું અને તેનાં મુક્તકોમાં સમાજની ક્રૂરમાં ક્રૂર હાંસી કરી. ૧૭૯૭માં ગઅટેએ કટાક્ષમય હાસ્ય રેલાવતું બાયરનના ‘ડૉન યુઆન’ જેવું ‘હેરમાન ઉન્ડ ડોરોથીઆ’ નામનું સર્વાંગસુન્દર સળંગ કાવ્ય પ્રગટ કર્યું. શિલરે એને જર્મનીનું મહાકાવ્ય કહ્યું. આ જ પુણ્યકોપથી પ્રેરાઈને આ બન્ને કવિબંધુઓએ અનેક ‘બૅલૅડ’ રચી. એમાં શિલર વધુ સફળ થયો. | ||
પણ દસ વર્ષના આ મૈત્રીકાળમાં એમનો પ્રધાન રસ તો રંગભૂમિમાં જ રહ્યો. જોકે અંતકાળની એમની કૃતિઓ ઉત્કૃષ્ટ હોવા છતાં પ્રચલિત ન થઈ, કારણ કે એમાં શિલરનો કરુણ રસ ઘેરો થતો ગયો અને નાટકોમાં ગઅટેની કલમ કથળતી ગઈ. ૧૮૦૦ના વર્ષમાં બન્નેને અલ્પ કાળની માંદગી આવી, ને નવી સદીના ઉષઃકાળમાં તો જગતની રંગભૂમિ પરથી રૂસો, લેસિંગ, ક્લૉપ્સ્ટૉક ને હર્ડર ચાલ્યા ગયા. આમ, જીવનમાં ઓળા ઊતરતા જતા હતા ત્યાં, ૧૮૦૫ના મેની ૯મીએ ગઅટેના જીવન પર જાણે એક શીહા અંધકાર ઊતર્યો. એ દિવસે સાંજે અચાનક શિલરનું મૃત્યુ થયું. પણ એના સમાચાર ગઅટેને આપવાની કોઈની છાતી ચાલી નહિ. સૌને સ્તબ્ધ જોઈ ગઅટે બોલી ઊઠ્યા ઃ ‘શિલર વધુ માંદો છે ?’ તો ય કોઈને વાચા ફૂટી નહિ. ગઅટે ફરી બોલી ઊઠ્યો ઃ ‘એમ લાગે છે કે શિલરની છેલ્લી ઘડીઓ છે.’ પણ પોતાના જ શબ્દો પડઘા રૂપે પાછા મળતાં આખી રાત એણે રડી રડીને કાઢી. સવારે એને સમજાઈ ગયું, ‘તો શિલર ગયો ?’ ગઅટેની જાણે એક પાંખ કપાઈ ગઈ. શિલરમાં એણે શું શું ખોયું એનો અંદાજ એક વાક્યમાં એણે આપ્યો ઃ ‘મેં મારો મિત્ર ખોયો, પણ એમાં હું મારો અરધો પ્રાણ ખોઈ બેઠો.’ પણ અંતે તો શિલરના શબ્દો ‘મૃત્યુ અમંગલ હોય જ નહિ, કારણ કે એ સાર્વભૌમ છે’ એમાં જ એણે આશ્વાસન શોધવાનું હતું. | પણ દસ વર્ષના આ મૈત્રીકાળમાં એમનો પ્રધાન રસ તો રંગભૂમિમાં જ રહ્યો. જોકે અંતકાળની એમની કૃતિઓ ઉત્કૃષ્ટ હોવા છતાં પ્રચલિત ન થઈ, કારણ કે એમાં શિલરનો કરુણ રસ ઘેરો થતો ગયો અને નાટકોમાં ગઅટેની કલમ કથળતી ગઈ. ૧૮૦૦ના વર્ષમાં બન્નેને અલ્પ કાળની માંદગી આવી, ને નવી સદીના ઉષઃકાળમાં તો જગતની રંગભૂમિ પરથી રૂસો, લેસિંગ, ક્લૉપ્સ્ટૉક ને હર્ડર ચાલ્યા ગયા. આમ, જીવનમાં ઓળા ઊતરતા જતા હતા ત્યાં, ૧૮૦૫ના મેની ૯મીએ ગઅટેના જીવન પર જાણે એક શીહા અંધકાર ઊતર્યો. એ દિવસે સાંજે અચાનક શિલરનું મૃત્યુ થયું. પણ એના સમાચાર ગઅટેને આપવાની કોઈની છાતી ચાલી નહિ. સૌને સ્તબ્ધ જોઈ ગઅટે બોલી ઊઠ્યા ઃ ‘શિલર વધુ માંદો છે ?’ તો ય કોઈને વાચા ફૂટી નહિ. ગઅટે ફરી બોલી ઊઠ્યો ઃ ‘એમ લાગે છે કે શિલરની છેલ્લી ઘડીઓ છે.’ પણ પોતાના જ શબ્દો પડઘા રૂપે પાછા મળતાં આખી રાત એણે રડી રડીને કાઢી. સવારે એને સમજાઈ ગયું, ‘તો શિલર ગયો ?’ ગઅટેની જાણે એક પાંખ કપાઈ ગઈ. શિલરમાં એણે શું શું ખોયું એનો અંદાજ એક વાક્યમાં એણે આપ્યો ઃ ‘મેં મારો મિત્ર ખોયો, પણ એમાં હું મારો અરધો પ્રાણ ખોઈ બેઠો.’ પણ અંતે તો શિલરના શબ્દો ‘મૃત્યુ અમંગલ હોય જ નહિ, કારણ કે એ સાર્વભૌમ છે’ એમાં જ એણે આશ્વાસન શોધવાનું હતું. |