સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 509: Line 509:
આ કથાઓમાં એવું ‘પિક્ચરસ્ક’ (કલ્પનાપ્રધાન) તત્ત્વ કેટલું છે તે સત્ય કેટલું છે, તે નિર્ણય થવો મુશ્કેલ છે. કેવળ ચારણોની જ પાસેથી મળેલી આ કથાઓ નથી. પણ ચારણો, ભાટો, બહારવટિયાના સંગાથીઓ, પોલીસખાતાના જૂના અધિકારીઓ, અમુક બહારવટિયાની સામે હાથોહાથ લડેલા ગિસ્તના માણસો વગેરે પાસેથી પૂછી પૂછી, બનતી મહેનતે ચકાસી, સરખાવી એકઠી કરેલ આ ઘટનાઓ છે. બહારવટિયાના સંગાથમાં જેઓ બહારવટે નીકળેલા, તેવાઓમાંથી પણ મળ્યા તેટલાના મુખબોલ ઝીલ્યા છે. તેમ છતાં કલ્પનાના સંભારથી આ કથાઓ છેક જ મુક્ત હોવાની ખોળાધરી કોઈથી ન જ અપાય. ઐતિહાસિક સામગ્રીઓના સંપાદક તરીકેની ફરજ અદા કરવા જતાં એક પણ કલ્પિત (‘ફિક્શીશિયસ’) પાત્ર ન ઉમેરવાની ચીવટ રખાઈ છે, પરંતુ ઘટના વર્ણવવા જતાં સંપાદક લોકોક્ત વૃત્તાંતને ચાહે તેટલો વફાદાર રહ્યો હોય છતાં એમાં એ પોતે પોતાના મન પર પડેલા રંગોની મિલાવટ કર્યા વિના રહી શકતો નથી. ખુદ પાત્ર સાથે એને તદ્વૃત્તિ સાધવી જ પડે છે. પાત્રની ઐતિહાસિક પ્રકૃતિ તેમ જ અન્ય આછીઘાટી રેખાઓ પામી ગયા પછી એ વર્ણનની વિગતો પોતે જ ઘણે ઘણે ઠેકાણે પૂરી લે છે. પોતે કથારૂપે કહેવા જતાં કથાની ઐતિહાસિક મર્યાદાને માન આપતો હોય છે, તેમ છતાં ઐતિહાસિક વસ્તુનું કેવળ ‘રિપોર્ટિંગ’ કરવાનું પણ એને પાલવતું નથી. આ બધી સંકડામણ વચ્ચે ઇતિહાસ ઉપર થોડોઘણો વરખ ચડ્યા વિના રહી ન શકે. મુખપરંપરા ચાલી આવતી ઘટનાને એ રીતે અનેક કલ્પનાપુટો ને ભાવનાપુટો ચડ્યા જ હોય છે. જેમ સમય લાંબો જાય, તેમ એ પોપડાના થર વધુ જાડા થતા જાય છે.

પરંતુ આપણી આ ઘટનાઓ હજુ બહુ જૂનીપુરાણી નથી. અને હજુ કેટલાક નજરોનજરના સાક્ષીઓ હોવાનો લાભ છે. એનું આલેખન પણ નવલકથાની નવસર્જક શૈલીએ અને વિગત પાત્ર કે સ્થલનાં બંધનોથી મુક્ત બિનજવાબદારીની રીતે નથી થયું. તેટલી તેની વિશ્વસનીયતા વધે છે. દરેક ઘટનાવાર, સંપાદકને કેટલું વસ્તુ મૂળ મળેલું, અને તેમાં પોતે કેટલો ઘાટ પોતાની કલમ વડે આપ્યો છે, એ બતાવવું અત્રે ટૂંકી જગ્યામાં વિકટ બને છે. પણ સંપાદક પોતે ખાતરી આપે છે કે પાત્ર તેમ જ પ્રસંગને માત્ર ‘પ્રોપર પરસ્પેક્ટીવ’ (યથાર્થ ભૂમિકા) મૂકી શકાય તેટલી શબ્દયોજના યોજ્યા ઉપરાંત એણે લગારે છૂટ પોતાની કલ્પનાને લેવા દીધી નથી.

{{Poem2Close}}
<center>'''અંગ્રેજો પર દાઝ'''</center>
{{Poem2Open}}
બહારવટિયા માંહેના ઘણાખરા, જેને અંગ્રેજ રાજસત્તા સાથે અથડાવું પડેલું છે, તેઓની મુરાદ હંમેશા ગોરા અમલદારો સાથે મુકાબલો કરવાની રહેતી. ગોરાને મહાત કરવામાં તેઓએ પોતાનું ગૌરવ માન્યું હતું. બાવા વાળાએ ગ્રાંટને ઝાલી ચાર મહિના રાખ્યો. (અને એ ઝાલવું સહેલું નહિ થઈ પડ્યું હોય. ‘હું હથિયાર વિનાનો હતો’ એ કૅપ્ટન ગ્રાંટની વાત ન માની શકાય તેવી છે. સૌરાષ્ટ્રને કિનારે ચાંચિયાને તારાજ કરવા આવેલો લશ્કરી ગોરો, દીવ-અમરેલી વચ્ચેની ઘોર ગીરને વટાવતી વેળા, જોગીદાસ, બાવા વાળા વગેરેનાં બહારવટાં વિશે અજાણ્યો બની, હિંસક પ્રાણીઓની પણ ધાસ્તી વિના, એવા મારામારીના સમયમાં કેવળ એક કૂમચીભેર જ ઘોડેસવાર બનીને ચાલ્યો આવે, એ વાત જ અસંભવિત છે. આજે શાંતિના યુગમાં પણ ભાગ્યે જ કોઈ અંગ્રેજ-બચ્ચાની કમ્મર અથવા ગજવું રિવોલ્વર વિનાનું હશે, તો પછી તે યુગમાં શું ગોરો એટલો ગાફેલ રહે? નક્કી ગ્રાંટને છતે હથિયારે જ કાઠી લડવૈયાઓએ દબાવી દીધો હશે.) ચાંપરાજ વાળાએ ભાણિયાના ડુંગર પર એક લશ્કરી સાહેબને ફૂંક્યો. વાઘેરોએ બેટ અને દ્વારકાની લડાઈમાં સોલ્જરોને મારવા ઉપરાંત માછરડા પર હેબટ અને લાટૂશ નામના બે ગોરા પોલિટિકલ એજન્ટોને ઉડાવ્યા. વાલા નામોરીએ મરતાં મરતાં પોતાને ઝેર આપનાર ગોર્ડનને ગોળીએ વીંધ્યો. જોગીદાસ ખુમાણને ઝાલવા પોલિટિકલ એજન્ટ બાર્ટન પોતે અમરેલી આવી ફોજ ગોઠવતો હતો એ છતાં ગોરાના પડકારથી કાઠી ડર્યો નહિ. કાદુને સ્કૉટ પર દાઝ : જુમલાને સૂટર ન માર્યાનો રહી ગયેલ વસવસો : એ બધામાં વ્યક્ત થતી અંગ્રેજો પરની દાઝ આવા દુહામાં ઊતરી :
{{Poem2Close}}
<poem>
::ટોપી ને તરવાર, નર કોઈને નમે નહિ;
::સાહેબને મહિના ચાર, બાંધી રાખ્યો તેં બાવલા!
::<ref>ઘંટ = ગ્રાન્ટસાહેબ.</ref> ઘંટ ફરતો ઘણું, દળવા કજ દાણા,
::(એને) મોં બાંધીને માણા! બેસારી રાખ્યો તેં બાવલા!
::વશ કીધો વેલણનો ધણી, ગરમાં ઘંટને જે,
::(એની) વાળા! વલ્યાતે, બૂમું પૂગી, બાવલા!
::વીકે સરવૈયા વાઢિયા રણઘેલા રજપૂત,
::ભાણિયાને ડુંગર ભૂત સાહેબને સરજ્યો ચાંપરાજ!
::માણેકે સીંચોડો માંડિયો, ધધકે લોહીની ધાર,
::<ref>સોજીર = સોલ્જર.</ref> સોજીરની કીધી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.
::સોજીરને સોજા કરી, વાઢે નર વંકા,
::જોધો ધીંગાણે ઝૂઝણો (એના) દલ્લી લગ ડંકાન.
::મૂળવે અંગ્રેજ મારિયા, (એના) કાગળ પૂગા ક્રાંચી,
::અંતરમાં મઢ્યમ ઉદરકે, સૈયરું વાત સાચી?
::તારી જે ટપાલું તણાં, વલ્યાતે કાગળ વંચાય,
::(ત્યાં તો) મઢમું બંગલામાંય વાળે મોઢાં, વાલિયા!
</poem>
{{Poem2Open}}
આ રીતે અંગ્રેજોની સત્તા સામે તેઓએ કશા પ્રભાવથી અંજાયા વગર મુકાબલો કરી દેખાડ્યો હતો. ગોરાને એણે કદી પોતાનાથી ઊંચો, જોરાવર અથવા સાર્વભૌમ ગણ્યો નથી. ગોરાની ખોટી પ્રતિષ્ઠા લોકોના માનસ પર ન ઠસવા દેવામાં આ ઘટનાઓનો હિસ્સો છે.
{{Poem2Close}}
<center>એ દાઝનાં કારણો</center>
{{Poem2Open}}
શા માટે તેઓએ અંગ્રેજ સત્તા તરફ આટલી ઘૃણા પ્રદર્શિત કરી? અંગ્રેજ સત્તા આંહીં બેસીને કાયદા અને વ્યવસ્થાનું સુદૃઢ શાસન ચલાવશે તો પોતાનું ગેરકાયદેસર સ્વચ્છંદી જીવન રૂંધાઈ જશે તે બીકે? કે અંગ્રેજ રાજસત્તા સૌરાષ્ટ્રના હિતને હાનિ પહોંચાડી કબજે કરી બેસશે તે ભયથી? ઇતિહાસ વાંચતાં આપણને બે કારણો સૂઝે છે. એક, અંગ્રેજ આંહીં મધ્યસ્થ સત્તા બની ન્યાય આપવા નહોતા આવ્યા, પણ ગાયકવાડ, ભાવનગર વગેરે મોટાં રાજ્યોની મદદે આવી તેણે પોતાના સૈન્યબળ વડે નાના જમીનદારોને જેર કર્યા હતા એ લોકમાન્યતા : દૃષ્ટાંતરૂપે જોગીદાસ ખુમાણ. ઇસ્ટ ઈંડિયા કંપનીનો નિંદ્ય કારોબાર આખા હિંદમાં સુપ્રસિદ્ધ હતો. બહારના તીર્થયાત્રીઓ સૌરાષ્ટ્રે ઊતરી એની વાતો ફેલાવતા. એ તિરસ્કાર અને તુચ્છકારથી જ પ્રેરાઈને વાઘેરોએ સદા મોજાં પહેરનારા અંગ્રજોને ‘ચીંથડેજા પગેવારા’ (ચીંથરાના પગવાળા) કહ્યા હતા. અને વાઘેરોની પાસેથી મૂળ ઓખામંડળ આંચકી લેવામાં મરાઠાઓને મદદ કરનાર પણ અંગ્રેજો જ હતા એ વાતનો દંશ વાઘેરોને જેવોતેવો નહોતો.<ref>કિનકેઈડ: ‘ધિ આઉટલોઝ ઑફ કાઠિયાવા’ (પાનું 35) “He (Jodha Manik) came, as his name indicates, from the Manik stock that at one time ruled Dwarka and Okha Mandal, before the Mahrattas, with British assistance, established themselves therein.’</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu