સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 535: Line 535:
આ રીતે અંગ્રેજોની સત્તા સામે તેઓએ કશા પ્રભાવથી અંજાયા વગર મુકાબલો કરી દેખાડ્યો હતો. ગોરાને એણે કદી પોતાનાથી ઊંચો, જોરાવર અથવા સાર્વભૌમ ગણ્યો નથી. ગોરાની ખોટી પ્રતિષ્ઠા લોકોના માનસ પર ન ઠસવા દેવામાં આ ઘટનાઓનો હિસ્સો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<center>એ દાઝનાં કારણો</center>
<center>'''એ દાઝનાં કારણો'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
શા માટે તેઓએ અંગ્રેજ સત્તા તરફ આટલી ઘૃણા પ્રદર્શિત કરી? અંગ્રેજ સત્તા આંહીં બેસીને કાયદા અને વ્યવસ્થાનું સુદૃઢ શાસન ચલાવશે તો પોતાનું ગેરકાયદેસર સ્વચ્છંદી જીવન રૂંધાઈ જશે તે બીકે? કે અંગ્રેજ રાજસત્તા સૌરાષ્ટ્રના હિતને હાનિ પહોંચાડી કબજે કરી બેસશે તે ભયથી? ઇતિહાસ વાંચતાં આપણને બે કારણો સૂઝે છે. એક, અંગ્રેજ આંહીં મધ્યસ્થ સત્તા બની ન્યાય આપવા નહોતા આવ્યા, પણ ગાયકવાડ, ભાવનગર વગેરે મોટાં રાજ્યોની મદદે આવી તેણે પોતાના સૈન્યબળ વડે નાના જમીનદારોને જેર કર્યા હતા એ લોકમાન્યતા : દૃષ્ટાંતરૂપે જોગીદાસ ખુમાણ. ઇસ્ટ ઈંડિયા કંપનીનો નિંદ્ય કારોબાર આખા હિંદમાં સુપ્રસિદ્ધ હતો. બહારના તીર્થયાત્રીઓ સૌરાષ્ટ્રે ઊતરી એની વાતો ફેલાવતા. એ તિરસ્કાર અને તુચ્છકારથી જ પ્રેરાઈને વાઘેરોએ સદા મોજાં પહેરનારા અંગ્રજોને ‘ચીંથડેજા પગેવારા’ (ચીંથરાના પગવાળા) કહ્યા હતા. અને વાઘેરોની પાસેથી મૂળ ઓખામંડળ આંચકી લેવામાં મરાઠાઓને મદદ કરનાર પણ અંગ્રેજો જ હતા એ વાતનો દંશ વાઘેરોને જેવોતેવો નહોતો.<ref>કિનકેઈડ: ‘ધિ આઉટલોઝ ઑફ કાઠિયાવા’ (પાનું 35) “He (Jodha Manik) came, as his name indicates, from the Manik stock that at one time ruled Dwarka and Okha Mandal, before the Mahrattas, with British assistance, established themselves therein.’</ref>

<center>'''બહારવટિયાનાં કાવ્યો'''</center>
{{Poem2Open}}
વીરતા અને દિલાવરી જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં લોકોની કવિતા પણ યશ ગાતી પાછળ ચાલી. બહારવટિયાનાં પ્રેમેશૌર્યે કવિતાને આકર્ષી છે : યુરોપમાં પણ પ્રો. ગમિયર લખે છે તેમ “The outlaw, now as an humble poacher and now as an ideal champion of the rights of man against church and state, is a natural favourite of the ballad muse.” એ રીતે બહારવટિયો કાવ્યનું પ્રિય પાત્ર બન્યો છે. સોરઠી બહારવટિયાનાં પ્રશસ્તિ-ગીતોના આટલા પ્રકારો છે :
1. ગ્રામ્ય નારીઓએ રચ્યા-ગાયા રાસડા : સ્ત્રી-હૃદયને મૃત્યુની કરુણતા વિશેષ સ્પર્શતી તેથી એને કંઠેથી આવા મરશિયા નીતર્યા :
{{Poem2Close}}
<poem>
::આડે ડુંગરથી ઊતર્યો નાથો, માઠાં શુકન થાય,
::ડાબી ભેરવ કળેકળે નાથા! જમણાં જાંગર જાય,
::મોઢાને મારવો નો’તો રે, ભગત તો સાગનો સોટો. <ref>‘નાથો મોઢવાડિયો’.</ref>
</poem>
{{Poem2Open}}
એવું જ બાવા વાળાનું ગીત. એવું જ ‘બાલુભા ભુજના રાજા, છેતરીને છેલને નો’તો મારવો’.
2. રાવણહથ્થાવાળા નાથબાવાઓ અથવા કાફીઓ રચીને ગાનારા ફકીરો દસ્તગીરોનાં ગીતો : પોતાનાં તંતુવાદ્યોના તાર પર ચડી શકે તેવા ઢાળો પસંદ કરીને તેઓએ રચના કરી, એમાં વૈવિધ્ય મૂક્યું. એની શબ્દરચનામાંથી સંગ્રામ-સૂરો સર્જ્યા. વધુ પડતાં વખાણો લીંપ્યાં, છતાં ઇતિહાસનું આછેરું નિરૂપણ કર્યું.
{{Poem2Close}}
<poem>
::ભુજવાળાનું ગામ ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,
::ઊંટ ઘોડાં તેં આડા દીધાં ને ધીંગાણું કીધું ધરાર,
::નામોરીનો નર છે વંકો રે, વાલા! તારો દેશમાં ડંકો. <ref>‘વાલો નામોરી’.</ref>
</poem>
{{Poem2Open}}
આ ઢાળ સરલ ને વેગીલો હોવાથી વારંવાર વપરાયો. વળી વાઘેરો વિષેની કાફીઓ એક નવો જ ચીલો પાડે છે —
{{Poem2Close}}
<poem>
::કોડીનાર મારીને જાય
::ઓખેજો રાજા કોડીનાર મારીને જાય
::ગોમતીને રાજા કોડીનાર મારીને જાય.<ref>‘જોધોમાણેક : મૂળુ માણેક’</ref>
</poem>
{{Poem2Open}}
આને માટે કિનકેઇડ કહે છે : "…is written in gay jingling metre, and affords relief to the somewhat wearisome quatrains of the Kathi bards."
એટલે કે આ કાફીઓ એકતાનતાનો કંટાળો તોડે છે, અને રણગીતની અસર બેવડી વધારે છે. વળી માત્ર પ્રશસ્તિથી જ ન અટકતાં કાફીના કવિઓએ તો અક્કેક ઘટના મૂકી છે. કોડીનાર ભાંગ્યાની ઠીકઠીક કથા એ ગીતમાં વર્ણવી દીધી છે. વાઘેરોની બીજી ત્રણ મશહૂર કાફીઓ પણ એ જ બંધારણને અનુસરે છે :
{{Poem2Close}}
<poem>
::ના રે છડિયાં હથિયાર
::::: અલા! લા! પાંજે મરણુંજો હકડી વાર, દેવોભા ચેતો,
::::: મુરૂભા વંકડા! ના છડિયાં હથિયાર. <ref>‘જોધોમાણેક : મૂળુ માણેક’</ref>
</poem>
{{Poem2Open}}
આ છે ‘બર્ડન ઑફ ધ સોંગ’ : ગીતનો ટેક : માછરડાની ધાર પર મશહૂર ધીંગાણામાં દેવાની દૃઢતા ને હથિયાર છોડવા કરતાં મરી ફીટવાની તત્પરતા બતાવતું, રણવાદ્યની માફક રોમાંચ ખડાં કરતું આ ગીત એ એક ઘટનાને આધારે વાઘેરોનાં બીજાં જાણીતા ધીંગાણાની પણ ટીપ નોંધે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu