ગુજરાતી એકાંકીસંપદા/રૂમ નંબર નવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 299: Line 299:
{{ps |લીના: | અંહં… દરિયા પાસેથી ચાલી જાઉં છું ત્યારે મને કોઈક ઉતરડી નાખે છે ને પીડાનો પાર રહેતો નથી. આપણે પહેલી વાર અહીંયાં જ મળ્યાં હતાં. આમ તો આપણે એકબીજાને અનેક વાર જોયાં હશે, સાંભળ્યાં હશે. પણ એની તો યાદ સરખીયે રહી નથી. મેં તો તને દરિયાની સાક્ષીએ જ ઓળખ્યો છે. એક દિવસ અહીંયાં તારો સ્પર્શ થયો ને લોક-લોકાન્તરની, જન્મ-જન્માન્તરની સ્મૃતિ જાગી ઊઠી.}}
{{ps |લીના: | અંહં… દરિયા પાસેથી ચાલી જાઉં છું ત્યારે મને કોઈક ઉતરડી નાખે છે ને પીડાનો પાર રહેતો નથી. આપણે પહેલી વાર અહીંયાં જ મળ્યાં હતાં. આમ તો આપણે એકબીજાને અનેક વાર જોયાં હશે, સાંભળ્યાં હશે. પણ એની તો યાદ સરખીયે રહી નથી. મેં તો તને દરિયાની સાક્ષીએ જ ઓળખ્યો છે. એક દિવસ અહીંયાં તારો સ્પર્શ થયો ને લોક-લોકાન્તરની, જન્મ-જન્માન્તરની સ્મૃતિ જાગી ઊઠી.}}
{{ps |ચન્દ્ર: | ને તારે સ્પર્શે મારામાં થીજવા માંડેલું સઘળું ગતિમાન બન્યું. હિમને સૂર્યના કિરણનો સ્પર્શ થાય ત્યારે કોણ કહી શકે કે એને બળતરા થતી નથી. ને છતાં એના અણુએ અણુને તો ગતિમાન બન્યાનો જ આનન્દ થાય છે ને? જો જો લીના, ક્ષિતિજની ધારે પેલી હોડી દેખાય છે ને?}}
{{ps |ચન્દ્ર: | ને તારે સ્પર્શે મારામાં થીજવા માંડેલું સઘળું ગતિમાન બન્યું. હિમને સૂર્યના કિરણનો સ્પર્શ થાય ત્યારે કોણ કહી શકે કે એને બળતરા થતી નથી. ને છતાં એના અણુએ અણુને તો ગતિમાન બન્યાનો જ આનન્દ થાય છે ને? જો જો લીના, ક્ષિતિજની ધારે પેલી હોડી દેખાય છે ને?}}
{{ps |લીના: | કેવી અકળ ગતિએ સરી રહી છે – જાણે કાલિદાસની ઇન્દુમતી!
{{ps |લીના: | કેવી અકળ ગતિએ સરી રહી છે – જાણે કાલિદાસની ઇન્દુમતી!}}
{{ps |ચન્દ્ર: | લીના, મારી પાસે તું પણ આવી જ ગતિએ આવી છે.
{{ps |ચન્દ્ર: | લીના, મારી પાસે તું પણ આવી જ ગતિએ આવી છે.}}
{{ps |લીના: | ચન્દ્ર! એક દિવસ હું આ દરિયામાં સમાઈ જવા અધીરી બની હતી. આજે તારું સર્વસ્વ મને એમ કરતાં રોકી રહ્યું છે ને હું તારામાં સમાઈ જવા અધીરી બની છું. તું આવ્યો ત્યારે હું તો આ રેતીની જેમ કણકણ બનીને વેરાઈ ગઈ હતી. તારા સ્પર્શે એ બેઠી થઈ ગઈ ને ફરી પાછી લીના બની ગઈ.
{{ps |લીના: | ચન્દ્ર! એક દિવસ હું આ દરિયામાં સમાઈ જવા અધીરી બની હતી. આજે તારું સર્વસ્વ મને એમ કરતાં રોકી રહ્યું છે ને હું તારામાં સમાઈ જવા અધીરી બની છું. તું આવ્યો ત્યારે હું તો આ રેતીની જેમ કણકણ બનીને વેરાઈ ગઈ હતી. તારા સ્પર્શે એ બેઠી થઈ ગઈ ને ફરી પાછી લીના બની ગઈ.}}
{{ps |ચન્દ્ર: | (આર્દ્રતાથી) લીના!
{{ps |ચન્દ્ર: | (આર્દ્રતાથી) લીના!}}
{{ps |લીના: | હવે તો મારામાં સતત વિસ્ફોટ થયા કરે છે છતાં હું કણકણ થઈને વેરાઈ જતી નથી. એટલું જ નહીં, એક એક વિસ્ફોટે મારામાં નવી નવી શક્તિનો સંચાર થાય છે.
{{ps |લીના: | હવે તો મારામાં સતત વિસ્ફોટ થયા કરે છે છતાં હું કણકણ થઈને વેરાઈ જતી નથી. એટલું જ નહીં, એક એક વિસ્ફોટે મારામાં નવી નવી શક્તિનો સંચાર થાય છે.}}
{{ps |ચન્દ્ર: | તારે માટે હવે હું દરિયો બની ગયો છું, નહીં? સતત ઘૂઘવ્યા કરું છું ને તને સતત ઘેરી વળું છું, નહીં?
{{ps |ચન્દ્ર: | તારે માટે હવે હું દરિયો બની ગયો છું, નહીં? સતત ઘૂઘવ્યા કરું છું ને તને સતત ઘેરી વળું છું, નહીં?}}
{{ps |લીના: | ચાલો દરિયારાજા. હવે ચાલતાં ચાલતાં ઘૂઘવજો. ચન્દ્ર, હજી તો છ જ વાગ્યા છે. છતાં કેમ કોઈ દેખાતું નથી?
{{ps |લીના: | ચાલો દરિયારાજા. હવે ચાલતાં ચાલતાં ઘૂઘવજો. ચન્દ્ર, હજી તો છ જ વાગ્યા છે. છતાં કેમ કોઈ દેખાતું નથી?}}
{{ps |ચન્દ્ર: | વહેલાં ચાલી ગયાં હશે. વરસાદના દિવસો છે ને? ગોરંભો પણ છવાયો છે. એમને ક્યાં કોઈ દરિયો રોકી રાખે છે.
{{ps |ચન્દ્ર: | વહેલાં ચાલી ગયાં હશે. વરસાદના દિવસો છે ને? ગોરંભો પણ છવાયો છે. એમને ક્યાં કોઈ દરિયો રોકી રાખે છે.}}
{{ps |લીના: | જો જો, દૂર દૂર આપણાં જેવાં જ કોઈક છે. એવું લાગે છે જાણે છીપ ઉઘાડીને અંદરનાં મોતી જોઈએ છીએ.
{{ps |લીના: | જો જો, દૂર દૂર આપણાં જેવાં જ કોઈક છે. એવું લાગે છે જાણે છીપ ઉઘાડીને અંદરનાં મોતી જોઈએ છીએ.}}
{{ps |ચન્દ્ર: | The sweet moist wafer of your tongue I taste, and find right meanings in your silent mouth.
{{ps |ચન્દ્ર: | The sweet moist wafer of your tongue I taste, and find right meanings in your silent mouth.}}
{{ps |લીના: | (વળગી પડતાં) ચન્દ્ર!
{{ps |લીના: | (વળગી પડતાં) ચન્દ્ર!}}
{{ps |ચન્દ્ર: | ના, ના. મને અડ નહીં, લીના!
{{ps |ચન્દ્ર: | ના, ના. મને અડ નહીં, લીના!}}
{{ps |લીના: | શા માટે ન અડું? તું ક્યાં મીણ છે તે જોતજોતાંમાં ઓગળી જવાનો?
{{ps |લીના: | શા માટે ન અડું? તું ક્યાં મીણ છે તે જોતજોતાંમાં ઓગળી જવાનો?}}
ન એનાં અંગ સાથે અંગ મળ્યું, ન તો અધરે અધર પહોંચ્યો. પ્રિયતમનું મુખકમળ જોતાં જોતાં અમારી — (ચન્દ્ર લીનાને એકદમ અટકાવે છે.) તો તો ધરાર અડીશ, જા.
ન એનાં અંગ સાથે અંગ મળ્યું, ન તો અધરે અધર પહોંચ્યો. પ્રિયતમનું મુખકમળ જોતાં જોતાં અમારી — (ચન્દ્ર લીનાને એકદમ અટકાવે છે.) તો તો ધરાર અડીશ, જા.
(લીના ચન્દ્રને અડવા જાય છે.)
(લીના ચન્દ્રને અડવા જાય છે.)
{{ps |ચન્દ્ર: | તોફાન બંધ કરીશ હવે.
{{ps |ચન્દ્ર: | તોફાન બંધ કરીશ હવે.}}
{{ps |લીના: | પણ આમ અચાનક –
{{ps |લીના: | પણ આમ અચાનક –}}
(મોઢું ફેરવી લે છે.)
(મોઢું ફેરવી લે છે.)
{{ps |ચન્દ્ર: | લીના! લીના!… લીના!… કોણ જાણે પણ અત્યારે આ સ્પર્શ મારાથી સહેવાતો નથી.
{{ps |ચન્દ્ર: | લીના! લીના!… લીના!… કોણ જાણે પણ અત્યારે આ સ્પર્શ મારાથી સહેવાતો નથી.}}
{{ps |લીના: | પણ શા માટે?
{{ps |લીના: | પણ શા માટે?}}
{{ps |ચન્દ્ર: | રહીરહીને મને એક જ વાત યાદ આવે છે. બપોરે પ્રિન્સેસ સ્ટ્રીટ ગયો હતો. પોલીસ સ્ટેશને. હંમેશ મુજબ સમાચાર લેવા. એક કિસ્સો સાંભળ્યો ત્યારથી આકુળવ્યાકુળ બની ગયો છું.
{{ps |ચન્દ્ર: | રહીરહીને મને એક જ વાત યાદ આવે છે. બપોરે પ્રિન્સેસ સ્ટ્રીટ ગયો હતો. પોલીસ સ્ટેશને. હંમેશ મુજબ સમાચાર લેવા. એક કિસ્સો સાંભળ્યો ત્યારથી આકુળવ્યાકુળ બની ગયો છું.}}
{{ps |લીના: | કિસ્સો? કેવો કિસ્સો?
{{ps |લીના: | કિસ્સો? કેવો કિસ્સો?}}
{{ps |ચન્દ્ર: | બળાત્કારનો. મોતી નામની એક સોળ વર્ષની છોકરી પર કોઈએ બળાત્કાર કર્યો છે. એ એકદમ જડ થઈ ગઈ છે. સામે જે ઊભા છે એમને એ જોતી પણ નથી. એની શોધ જાણે અધવચ્ચે સુકાઈ ગઈ છે. છતાં ઇન્સ્પેક્ટર સવાલ પર સવાલ પૂછ્યે જ જાય છે. એને પોતાનું કામ કરવું છે. એ ભૂલી જાય છે કે અત્યારે એ પણ બળાત્કાર કરે જ છે.
{{ps |ચન્દ્ર: | બળાત્કારનો. મોતી નામની એક સોળ વર્ષની છોકરી પર કોઈએ બળાત્કાર કર્યો છે. એ એકદમ જડ થઈ ગઈ છે. સામે જે ઊભા છે એમને એ જોતી પણ નથી. એની શોધ જાણે અધવચ્ચે સુકાઈ ગઈ છે. છતાં ઇન્સ્પેક્ટર સવાલ પર સવાલ પૂછ્યે જ જાય છે. એને પોતાનું કામ કરવું છે. એ ભૂલી જાય છે કે અત્યારે એ પણ બળાત્કાર કરે જ છે.}}
{{ps |લીના: | મોતીના શબ્દોમાંથી એને કોઈકનો ચહેરો શોધી કાઢવો હશે.
{{ps |લીના: | મોતીના શબ્દોમાંથી એને કોઈકનો ચહેરો શોધી કાઢવો હશે.}}
{{ps |ચન્દ્ર: | મોતી કાંઈ બોલે ત્યારે ને? એ ચહેરો જોઈને એને મારા જેવો આઘાત લાગશે ખરો?
{{ps |ચન્દ્ર: | મોતી કાંઈ બોલે ત્યારે ને? એ ચહેરો જોઈને એને મારા જેવો આઘાત લાગશે ખરો?}}
{{ps |લીના: | પણ જે ચહેરાહીનતાના અસ્તરમાં જ હરેફરે છે એનો ચહેરો ક્યાંથી દેખાવાનો? (પળવાર મૌન.) પણ જવા દે એ વાત.
{{ps |લીના: | પણ જે ચહેરાહીનતાના અસ્તરમાં જ હરેફરે છે એનો ચહેરો ક્યાંથી દેખાવાનો? (પળવાર મૌન.) પણ જવા દે એ વાત.}}
{{ps |ચન્દ્ર: | મોતીની આંખમાં એક વેરાન શૂન્યતા હતી. એને હું કેમેય ભૂલી શકતો નથી. આમ જોઈએ તો એ આખાયે કિસ્સામાં હું ક્યાંય સંડાવાયો નથી. છતાં હું કહી શકું ખરો કે હું ખરેખર સંડોવાયો નથી; જે કાંઈ બન્યું છે એ માટે હું જરાય જવાબદાર નથી?
{{ps |ચન્દ્ર: | મોતીની આંખમાં એક વેરાન શૂન્યતા હતી. એને હું કેમેય ભૂલી શકતો નથી. આમ જોઈએ તો એ આખાયે કિસ્સામાં હું ક્યાંય સંડાવાયો નથી. છતાં હું કહી શકું ખરો કે હું ખરેખર સંડોવાયો નથી; જે કાંઈ બન્યું છે એ માટે હું જરાય જવાબદાર નથી?}}
{{ps |લીના: | આપણે તો આપણા કૉટેજ પાસે આવી ગયાં. પણ ચન્દ્ર! બારણું તો ઉઘાડું છે!
{{ps |લીના: | આપણે તો આપણા કૉટેજ પાસે આવી ગયાં. પણ ચન્દ્ર! બારણું તો ઉઘાડું છે!}}
{{ps |ચન્દ્ર: | ઊભી રહે. જોઉં તો ખરો.
{{ps |ચન્દ્ર: | ઊભી રહે. જોઉં તો ખરો.}}
(અંદર જાય છે. થોડી વાર રાહ જોયા પછી લીના અંદર જાય છે.)
(અંદર જાય છે. થોડી વાર રાહ જોયા પછી લીના અંદર જાય છે.)
{{ps |લીના: | અરે ચન્દ્ર! ક્યાં સંતાઈ ગયો? બત્તી કર ને હવે. મને મોડું થાય છે ને તને મશ્કરી સૂઝે છે! (ખુરસી પછડાય છે.) કોણ છે? (બત્તી થાય છે.) તમે – તમે – કોણ છો? અહીંયાં શું કરો છો?
{{ps |લીના: | અરે ચન્દ્ર! ક્યાં સંતાઈ ગયો? બત્તી કર ને હવે. મને મોડું થાય છે ને તને મશ્કરી સૂઝે છે! (ખુરસી પછડાય છે.) કોણ છે? (બત્તી થાય છે.) તમે – તમે – કોણ છો? અહીંયાં શું કરો છો?}}
{{ps |હુમલાખોર: | કામે આવ્યો છું.
{{ps |હુમલાખોર: | કામે આવ્યો છું.}}
{{ps |લીના: | અમે કોઈને બોલાવ્યા નથી. હું તમને ઓળખતી નથી. ચન્દ્ર પણ તમને ઓળખતો નથી. ચન્દ્ર!… ચન્દ્ર!
{{ps |લીના: | અમે કોઈને બોલાવ્યા નથી. હું તમને ઓળખતી નથી. ચન્દ્ર પણ તમને ઓળખતો નથી. ચન્દ્ર!… ચન્દ્ર!}}
{{ps |હુમલાખોર: | હું તમને બંનેને ઓળખું છું. મારી જરાય ઓળખાણ પડતી નથી?
{{ps |હુમલાખોર: | હું તમને બંનેને ઓળખું છું. મારી જરાય ઓળખાણ પડતી નથી?}}
{{ps |લીના: | પહેલાં એ કહો કે ચન્દ્ર ક્યાં છે? શું કર્યું છે તમે એને? ચન્દ્ર!
{{ps |લીના: | પહેલાં એ કહો કે ચન્દ્ર ક્યાં છે? શું કર્યું છે તમે એને? ચન્દ્ર!}}
(બૂમ પાડતાં આગળ જાય છે.)
(બૂમ પાડતાં આગળ જાય છે.)
{{ps |હુમલાખોર: | ખબરદાર, ત્યાં જ ઊભી રહે. મારે એનું કામ નથી, તારું કામ છે.
{{ps |હુમલાખોર: | ખબરદાર, ત્યાં જ ઊભી રહે. મારે એનું કામ નથી, તારું કામ છે.}}
{{ps |લીના: | કામ? મારું?
{{ps |લીના: | કામ? મારું?}}
{{ps |હુમલાખોર: | ગ્લાસ લાવ. (રાડ પાડતાં) ગ્લાસ લાવ. (લીના ન છૂટકે ગ્લાસ લાવે છે. હુમલાખોર એમાં વ્હિસ્કી રેડે છે.) લે, પી.
{{ps |હુમલાખોર: | ગ્લાસ લાવ. (રાડ પાડતાં) ગ્લાસ લાવ. (લીના ન છૂટકે ગ્લાસ લાવે છે. હુમલાખોર એમાં વ્હિસ્કી રેડે છે.) લે, પી.}}
{{ps |લીના: | શા માટે?
{{ps |લીના: | શા માટે?}}
{{ps |હુમલાખોર: | વ્હિસ્કી છે. લહેજત આવશે.
{{ps |હુમલાખોર: | વ્હિસ્કી છે. લહેજત આવશે.}}
{{ps |લીના: | હું પીતી નથી. તમારે પીવી હોય તો પીઓ. પણ બહાર જઈને.
{{ps |લીના: | હું પીતી નથી. તમારે પીવી હોય તો પીઓ. પણ બહાર જઈને.}}
{{ps |હુમલાખોર: | મારે પીવાની જરૂર નથી, ચાલ. પી જા. પી જા.
{{ps |હુમલાખોર: | મારે પીવાની જરૂર નથી, ચાલ. પી જા. પી જા.}}
{{ps |લીના: | ના.
{{ps |લીના: | ના.
(હુમલાખોર લીનાને તમાચો મારે છે.)
(હુમલાખોર લીનાને તમાચો મારે છે.)
{{ps |હુમલાખોર: | પી જા, કહું છું. (લીના ભાગવા જાય છે.) એમ?
{{ps |હુમલાખોર: | પી જા, કહું છું. (લીના ભાગવા જાય છે.) એમ?}}
(લીનાને પકડે છે.)
(લીનાને પકડે છે.)
{{ps |લીના: | છોડ… છોડ… છોડી દે…
{{ps |લીના: | છોડ… છોડ… છોડી દે…}}
(હુમલાખોર લીનાને પરાણે વ્હિસ્કી પાય છે.)
(હુમલાખોર લીનાને પરાણે વ્હિસ્કી પાય છે.)
{{ps |હુમલાખોર: | ગભરાતી નહીં. બેહોશ થાય એટલી જ પાઈ છે. હવે મને જલસો રહેશે. આ ભરાવદાર મોહક અંગોને હું નિરાંતે જોઈશ, અડીશ, ચૂસીશ, કચડીશ. ને પછી…
{{ps |હુમલાખોર: | ગભરાતી નહીં. બેહોશ થાય એટલી જ પાઈ છે. હવે મને જલસો રહેશે. આ ભરાવદાર મોહક અંગોને હું નિરાંતે જોઈશ, અડીશ, ચૂસીશ, કચડીશ. ને પછી…}}
(‘ને પછી’ના પડઘા પડે છે. બત્તી બંધ કરે છે. અટ્ટહાસ્ય કરે છે. ઊંહકાર સંભળાય છે. સંગીત. લીના ધીમે ધીમે હોશમાં આવે છે. માંડ માંડ ઊભી થઈ બત્તી કરે છે. આમતેમ જુએ છે. ચન્દ્ર દેખાતો નથી. અંદર નજરે છે.)
(‘ને પછી’ના પડઘા પડે છે. બત્તી બંધ કરે છે. અટ્ટહાસ્ય કરે છે. ઊંહકાર સંભળાય છે. સંગીત. લીના ધીમે ધીમે હોશમાં આવે છે. માંડ માંડ ઊભી થઈ બત્તી કરે છે. આમતેમ જુએ છે. ચન્દ્ર દેખાતો નથી. અંદર નજરે છે.)
{{ps |લીના: | (હોશબેહોશ) ચન્દ્ર! ચન્દ્ર! હજી તું એમ ને એમ — (એની કમ્મર દુખે છે.) ઓહ! — આવી હાલતમાં જ છે? (લથડતી ચાલે અંદર જાય છે. થોડી વાર પછી ચન્દ્ર સાથે આવે છે.) પેલો પાગલ ક્યાં ગયો? આપણને બંનેને આમ — ઓહ!
{{ps |લીના: | (હોશબેહોશ) ચન્દ્ર! ચન્દ્ર! હજી તું એમ ને એમ — (એની કમ્મર દુખે છે.) ઓહ! — આવી હાલતમાં જ છે? (લથડતી ચાલે અંદર જાય છે. થોડી વાર પછી ચન્દ્ર સાથે આવે છે.) પેલો પાગલ ક્યાં ગયો? આપણને બંનેને આમ — ઓહ!}}
{{ps |ચન્દ્ર: | ક્યાંય દેખાતો નથી. ભાગી ગયો લાગે છે.
{{ps |ચન્દ્ર: | ક્યાંય દેખાતો નથી. ભાગી ગયો લાગે છે.}}
{{ps |લીના: | ખૂબ પીડા થાય છે, નહીં? (ચન્દ્ર મૂંગો રહે છે.) કેમ કાંઈ બોલતો નથી? બોલ ને, ચન્દ્ર! કાંઈક તો બોલ. હું – ઓહ! બેહોશ બની. પછી શું થયું?
{{ps |લીના: | ખૂબ પીડા થાય છે, નહીં? (ચન્દ્ર મૂંગો રહે છે.) કેમ કાંઈ બોલતો નથી? બોલ ને, ચન્દ્ર! કાંઈક તો બોલ. હું – ઓહ! બેહોશ બની. પછી શું થયું?}}
{{ps |ચન્દ્ર: | એ વાત રહેવા દે. હોશમાં આવતાંવેંત તેં મારું નામ લીધું. એથી મારામાં પણ હોશ આવ્યા છે. પળવાર તો તારી આંખમાં એક વેરાન શૂન્યતા સળગી ઊઠી હતી. પણ લીના! તું જરાય ગભરાતી નહીં.
{{ps |ચન્દ્ર: | એ વાત રહેવા દે. હોશમાં આવતાંવેંત તેં મારું નામ લીધું. એથી મારામાં પણ હોશ આવ્યા છે. પળવાર તો તારી આંખમાં એક વેરાન શૂન્યતા સળગી ઊઠી હતી. પણ લીના! તું જરાય ગભરાતી નહીં.}}
{{ps |લીના: | તારા શબ્દ આજે ધ્રૂજે છે કેમ, ચન્દ્ર! ઓહ…
{{ps |લીના: | તારા શબ્દ આજે ધ્રૂજે છે કેમ, ચન્દ્ર! ઓહ…}}
*
*
(વિવાન ક્યાંય સુધી બોલતો જ નથી. સંગીત.)
(વિવાન ક્યાંય સુધી બોલતો જ નથી. સંગીત.)
{{ps |અસીમા: | કેમ અટકી ગયો? (વિવાન હજી કાંઈ બોલતો નથી.) વિવાન!
{{ps |અસીમા: | કેમ અટકી ગયો? (વિવાન હજી કાંઈ બોલતો નથી.) વિવાન!}}
{{ps |વિવાન: | આકુળવ્યાકુળ બની ગયો છું. શબ્દોમાં વિશ્વાસ બેસતો નથી. એના સૂનકારથી મારા શ્વાસ રૂંધાય છે. (અસીમા વિચારમાં લીન થઈ જાય છે.) તું પણ બોલતી નથી હવે.
{{ps |વિવાન: | આકુળવ્યાકુળ બની ગયો છું. શબ્દોમાં વિશ્વાસ બેસતો નથી. એના સૂનકારથી મારા શ્વાસ રૂંધાય છે. (અસીમા વિચારમાં લીન થઈ જાય છે.) તું પણ બોલતી નથી હવે.}}
{{ps |અસીમા: | શું બોલું?
{{ps |અસીમા: | શું બોલું?}}
{{ps |વિવાન: | કાંઈ પણ. પણ બોલ.
{{ps |વિવાન: | કાંઈ પણ. પણ બોલ.}}
{{ps |અસીમા: | એક વાત પૂછું?
{{ps |અસીમા: | એક વાત પૂછું?}}
{{ps |વિવાન: | પૂછ.
{{ps |વિવાન: | પૂછ.}}
{{ps |અસીમા: | આપણી રમતમાં – આ પાગલ – ક્યાંથી આવ્યો?
{{ps |અસીમા: | આપણી રમતમાં – આ પાગલ – ક્યાંથી આવ્યો?}}
{{ps |વિવાન: | પૂછવાની જરૂર છે ખરી, અસીમા!
{{ps |વિવાન: | પૂછવાની જરૂર છે ખરી, અસીમા!}}
{{ps |અસીમા: | એટલે?
{{ps |અસીમા: | એટલે?}}
{{ps |વિવાન: | આ પાગલને હું લઈ આવ્યો.
{{ps |વિવાન: | આ પાગલને હું લઈ આવ્યો.}}
{{ps |અસીમા: | એમ? તો હોશમાં આવેલી લીના શું બોલે એ મેં નક્કી કર્યું ને?
{{ps |અસીમા: | એમ? તો હોશમાં આવેલી લીના શું બોલે એ મેં નક્કી કર્યું ને?}}
{{ps |વિવાન: | ઓફ કોર્સ. દિવસે દિવસે તારી કુશળતા વધતી જાય છે.
{{ps |વિવાન: | ઓફ કોર્સ. દિવસે દિવસે તારી કુશળતા વધતી જાય છે.}}
{{ps |અસીમા: | હં… એવું જ છે.
{{ps |અસીમા: | હં… એવું જ છે.}}
{{ps |વિવાન: | ચાલ, હવે તું તૈયાર થઈ જા. આપણે દરિયે ફરવા જઈએ.
{{ps |વિવાન: | ચાલ, હવે તું તૈયાર થઈ જા. આપણે દરિયે ફરવા જઈએ.}}
(અસીમા જાય છે.)
(અસીમા જાય છે.)
બહાર અનેક અવાજ ઘૂમતા હશે. પરંતુ અહીંયાં એનાથીયે વધુ ભયાનક એવું કાંઈક છે. ને એ છે મૌન. પ્રચંડ આગ લાગી હોય ત્યારે એક પળ એવી આવે છે કે જ્યારે મૌનની અસહ્ય ભીંસ વરતાય છે. પાણીની ધાર થંભી જાય છે. બંબાવાળા સીડીનાં પગથિયાં ચડવાનું માંડી વાળે છે, સહુ કોઈ નિશ્ચલ બની જાય છે, કાળોમેશ ઝરૂખો અવાક્ બનીને એકાએક માથા પર ઝળૂંબી રહે છે ને જે ગગનચુંબી દીવાલની પાછળ જ્વાળાઓ ભભૂકતી હોય છે એ દીવાલ પણ નિઃશબ્દ બનીને ઝળૂંબી રહે છે, સહુ કોઈ સ્તબ્ધ બનીને ઊભા રહે છે. ખભા ઊંચા કરીને તેમ જ ભવાં સંકોચીને પ્રચણ્ડ ધડાકાની રાહ જુએ છે. અહીંયાંનું મૌન પણ એવું જ છે… પાગલ હુમલાખોરમાં કોનો અણસાર વરતાતો હતો? {{ps |નવનિધ |નો? ચન્દ્રનો? મારો?
બહાર અનેક અવાજ ઘૂમતા હશે. પરંતુ અહીંયાં એનાથીયે વધુ ભયાનક એવું કાંઈક છે. ને એ છે મૌન. પ્રચંડ આગ લાગી હોય ત્યારે એક પળ એવી આવે છે કે જ્યારે મૌનની અસહ્ય ભીંસ વરતાય છે. પાણીની ધાર થંભી જાય છે. બંબાવાળા સીડીનાં પગથિયાં ચડવાનું માંડી વાળે છે, સહુ કોઈ નિશ્ચલ બની જાય છે, કાળોમેશ ઝરૂખો અવાક્ બનીને એકાએક માથા પર ઝળૂંબી રહે છે ને જે ગગનચુંબી દીવાલની પાછળ જ્વાળાઓ ભભૂકતી હોય છે એ દીવાલ પણ નિઃશબ્દ બનીને ઝળૂંબી રહે છે, સહુ કોઈ સ્તબ્ધ બનીને ઊભા રહે છે. ખભા ઊંચા કરીને તેમ જ ભવાં સંકોચીને પ્રચણ્ડ ધડાકાની રાહ જુએ છે. અહીંયાંનું મૌન પણ એવું જ છે… પાગલ હુમલાખોરમાં કોનો અણસાર વરતાતો હતો?
{{ps |નવનિધ |નો? ચન્દ્રનો? મારો?}}
(અસીમા તૈયાર થઈને આવે છે.)
(અસીમા તૈયાર થઈને આવે છે.)
{{ps |અસીમા: | વિવાન? જો, તૈયાર!
{{ps |અસીમા: | વિવાન? જો, તૈયાર!}}
{{ps |વિવાન: | ઊભી રહે, અસીમા! એમ ને એમ. ધરાઈધરાઈને જોઈ લેવા દે પહેલાં. (અસીમા છટાથી એક પછી એક મુદ્રા ધારણ કરે છે.) હં…! અસીમા, ફરવા નથી જવું.
{{ps |વિવાન: | ઊભી રહે, અસીમા! એમ ને એમ. ધરાઈધરાઈને જોઈ લેવા દે પહેલાં. (અસીમા છટાથી એક પછી એક મુદ્રા ધારણ કરે છે.) હં…! અસીમા, ફરવા નથી જવું.
{{ps |અસીમા: | ના, જવું છે.
{{ps |અસીમા: | ના, જવું છે.
18,450

edits

Navigation menu