7,932
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|તરંગિણીનું સ્વપ્ન | ઇવા ડેવ}} | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/cd/SHREYA_TARANINI_NU_SWAPN.mp3 | |||
}} | |||
<br> | |||
તરંગિણીનું સ્વપ્ન • ઇવા ડેવ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તરંગિણી છાની તેની પથારીમાં રડી રહી હતી. મેં એ સાંભળ્યું. | તરંગિણી છાની તેની પથારીમાં રડી રહી હતી. મેં એ સાંભળ્યું. | ||
Line 8: | Line 23: | ||
એનાથી મોટેથી ડૂસકું મુકાઈ ગયું. હું પીગળી ગઈ. ઊઠીને મેં લાઇટની સ્વિચ દાબી. ઝળહળાં થતા પ્રકાશમાં એણે ઝટ પાલવ મોઢે ઓઢી દીધો. આંસુ લૂછતી એ વધુ રુદન કરી રહી. હું એની પથારીમાં બેસી ગઈ. એના ભાલે હાથ ફેરવતાં મેં પૂછ્યું: ‘મોટી બહેન, શું છે, શું થાય છે? મને ન કહો! મારી બહેન નહિ?’ | એનાથી મોટેથી ડૂસકું મુકાઈ ગયું. હું પીગળી ગઈ. ઊઠીને મેં લાઇટની સ્વિચ દાબી. ઝળહળાં થતા પ્રકાશમાં એણે ઝટ પાલવ મોઢે ઓઢી દીધો. આંસુ લૂછતી એ વધુ રુદન કરી રહી. હું એની પથારીમાં બેસી ગઈ. એના ભાલે હાથ ફેરવતાં મેં પૂછ્યું: ‘મોટી બહેન, શું છે, શું થાય છે? મને ન કહો! મારી બહેન નહિ?’ | ||
તે પથારીમાં બેઠી થઈ ગઈ. મારે | તે પથારીમાં બેઠી થઈ ગઈ. મારે ગળે વળગી પડી. જીવનમાં પહેલી જ વખત એનું પારાવાર અભિમાન મૂકી એ આક્રંદ કરી રહી. મેં એને ન અવરોધી એનો બરડો પંપાળતી હું મનોમન વિચારી રહી: | ||
‘આમ જ તરંગિણીના ખોળામાં મારું મોં લપાવી રડવાનું મને કેવું મન હતું? એ કેમેય મારાથી ના બન્યું. કદાચ તરંગિણીએ મને એટલી નિકટ ન આવવા દીધી. બા મરી ગઈ અમને સહુને નાનાં મૂકીને. બાપુ વેપારના કામમાં ભાગ્યે ઘરની – ખાસ કરીને અમારી ભાઈબહેનોની વાતોમાં રસ લઈ શક્યા. મોટી બહેને ઘરનો બોજો ઉપાડ્યો. વચલા ભાઈને અને નાની બહેનને તરંગિણી જે આપી શકી તે મને ન આપી શકી. કદાચ કાં તો તે આપવાની તેની ઇચ્છા નહોતી કે મારા સ્વભાવને કારણે એ મેળવવાની મારી શક્તિ નહોતી. મારે કબૂલ કરવું રહ્યું કે એણે સારી રીતે અમારું ઘર નિભાવ્યું. એ કારણે તો મેં એને એસ.એસ.સી.માં પકડી પાડી. તે બિચારીનાં બે વર્ષ ઘરની કાળજી લેવામાં બગડ્યાં હતાં. | ‘આમ જ તરંગિણીના ખોળામાં મારું મોં લપાવી રડવાનું મને કેવું મન હતું? એ કેમેય મારાથી ના બન્યું. કદાચ તરંગિણીએ મને એટલી નિકટ ન આવવા દીધી. બા મરી ગઈ અમને સહુને નાનાં મૂકીને. બાપુ વેપારના કામમાં ભાગ્યે ઘરની – ખાસ કરીને અમારી ભાઈબહેનોની વાતોમાં રસ લઈ શક્યા. મોટી બહેને ઘરનો બોજો ઉપાડ્યો. વચલા ભાઈને અને નાની બહેનને તરંગિણી જે આપી શકી તે મને ન આપી શકી. કદાચ કાં તો તે આપવાની તેની ઇચ્છા નહોતી કે મારા સ્વભાવને કારણે એ મેળવવાની મારી શક્તિ નહોતી. મારે કબૂલ કરવું રહ્યું કે એણે સારી રીતે અમારું ઘર નિભાવ્યું. એ કારણે તો મેં એને એસ.એસ.સી.માં પકડી પાડી. તે બિચારીનાં બે વર્ષ ઘરની કાળજી લેવામાં બગડ્યાં હતાં. | ||
Line 46: | Line 61: | ||
‘પણ બહેન, એમ કેમ? તારી તો બધાં ઈર્ષા કરે છે. તારે શું નથી? પૈસો, બંગલો, મોટર, ચાકર, આયા, – કહે જો, શું નથી?’ | ‘પણ બહેન, એમ કેમ? તારી તો બધાં ઈર્ષા કરે છે. તારે શું નથી? પૈસો, બંગલો, મોટર, ચાકર, આયા, – કહે જો, શું નથી?’ | ||
એકેએક શબ્દ પર ભાર મૂકતી એ ધીરે સાદે બોલીઃ ‘મને ગમતો મારો જીવનસાથી. જેની સાથે હાથમાં હાથ મિલાવીને આ જીવનવાડીમાં હું નિશ્ચિંત ભટકું, જેના હૃદયમાં હૃદય ગૂંથી હું સ્નેહથી | એકેએક શબ્દ પર ભાર મૂકતી એ ધીરે સાદે બોલીઃ ‘મને ગમતો મારો જીવનસાથી. જેની સાથે હાથમાં હાથ મિલાવીને આ જીવનવાડીમાં હું નિશ્ચિંત ભટકું, જેના હૃદયમાં હૃદય ગૂંથી હું સ્નેહથી વાતા કરું, જેનામાં મને સંપૂર્ણપણે લય થઈ જવાની ક્ષણે ક્ષણે પ્યાસ જાગે!’ | ||
‘હા, એ જ તરંગિણીઃ ઊડતી, કલ્પનાઓમાં રાચતી ને અવાસ્તવિક.’ હું મનમાં વિચારી રહી. | ‘હા, એ જ તરંગિણીઃ ઊડતી, કલ્પનાઓમાં રાચતી ને અવાસ્તવિક.’ હું મનમાં વિચારી રહી. | ||
Line 76: | Line 91: | ||
હું નિર્વાક્ બની ગઈ. હું ચોંકી ઊઠી હતી. જાણે કોઈ દુઃસહ શમણામાંથી એ જાગી ઊઠી હોય એમ એને લાગ્યું. સંદીપ ને એના વાળ, એનો બાબો ને એનાં ભવાં, તરંગિણીની આ કલ્પનાઓ બધું જ મારે માટે કદાપિ ન ઊકલે એવા કોયડા સમું હતું. કેમેય મને પ્રણયના કાને વાળ હતા કે નહિ તે યાદ ન આવ્યું. મારે પ્રણયની સોડમાં લપાવું હતું. | હું નિર્વાક્ બની ગઈ. હું ચોંકી ઊઠી હતી. જાણે કોઈ દુઃસહ શમણામાંથી એ જાગી ઊઠી હોય એમ એને લાગ્યું. સંદીપ ને એના વાળ, એનો બાબો ને એનાં ભવાં, તરંગિણીની આ કલ્પનાઓ બધું જ મારે માટે કદાપિ ન ઊકલે એવા કોયડા સમું હતું. કેમેય મને પ્રણયના કાને વાળ હતા કે નહિ તે યાદ ન આવ્યું. મારે પ્રણયની સોડમાં લપાવું હતું. | ||
* | <center>*</center> | ||
‘ઓ, નહિ, નહિ, છો…છો…!’ | ‘ઓ, નહિ, નહિ, છો…છો…!’ | ||
Line 108: | Line 123: | ||
જ્યારે થોડી વાર પછી પ્રણય ને હું સૂવાના રૂમમાં પ્રવેશ્યાં ત્યારે તરંગિણી માથેમોઢે ઓઢી ઘસઘસાટ ઊંઘવાનો ડૉળ કરતી ઊંડા શ્વાસ લઈ રહી હતી. | જ્યારે થોડી વાર પછી પ્રણય ને હું સૂવાના રૂમમાં પ્રવેશ્યાં ત્યારે તરંગિણી માથેમોઢે ઓઢી ઘસઘસાટ ઊંઘવાનો ડૉળ કરતી ઊંડા શ્વાસ લઈ રહી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/તમારાં ચરણોમાં|તમારાં ચરણોમાં]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇવા ડેવ/તમને ગમી ને?|તમને ગમી ને?]] | |||
}} |