બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 522: Line 522:

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૬.
સંપાદકની જવાબદારી, સંપાદકની ઉપલબ્ધિ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૬.
સંપાદકની જવાબદારી, સંપાદકની ઉપલબ્ધિ
દાક્તરી વ્યવસાયમાં એક શિરસ્તો હોય છે : જ્યારે કોઈ ડૉક્ટર માંદો પડે છે ત્યારે જાત-સારવાર પર નિર્ભર ન રહેતાં બીજા ડૉક્ટરને બોલાવે છે. જ્યારે આપણે આપણા પોતાના જ લખાણની ટાઈપ કરાવેલી નકલ કે પ્રૂફ જોતા હોઈએ છીએ ત્યારે એમાંના વિચાર-પ્રવાહમાં જ ખેંચાઈએ છીએ, આપણી લેખન-શક્તિમાં આત્મરત થઈ જઈએ છીએ. પરિણામે, એમાંની નાનીનાની છાપ-ભૂલો પર પણ આપણું ધ્યાન રહેતું નથી. છાપાના અમારા એક વરિષ્ઠ સંપાદક કહેતા : તમે જ્યારે હેડલાઈન્સ લખો ત્યારે ફરી એક વાર એને, તમારા કટ્ટર દુશ્મનની નજરથી જોઈ જાઓ!

મારે શ્રી નહેરુનાં ભાષણોના એક સંચય માટેની હસ્તપ્રત જોવાની, સંપાદિત કરી આપવાની હતી. એમણે કહેવડાવેલું કે આ ભાષણો અગાઉથી તૈયાર કરેલાં નહીં પણ તે તે સમયે સૂઝેલાં, લગભગ શીઘ્રવક્તવ્યો હતાં એને લીધે ઘણી જગાએ ઠીકઠીક પુનરાવર્તનો થયેલાં હશે. એટલે જો જો કે આવાં પુનરાવર્તનો નીકળી જાય. થોડાક વખત પછી એમણે જોવા માગ્યું કે એડિટિંગ કેવું ચાલે છે. મેં, તપાસેલાં સોએક પાનાં મોકલ્યાં. મેં તો ફકરાના ફકરા ને પાનાં સુધ્ધાં ઉડાડી દેતી મોકળી પેન્સિલ ચલાવી હતી! બેત્રણ દિવસ પછી જ્યારે મૅટર પાછું આવ્યું અને નહેરુએ લખ્યું કે એડિટિંગ બરાબર થઈ રહ્યું છે, આગળ ચાલો – ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો.

Line 532: Line 530:
થોડોક સમય વળી હું સરકારી સામયિક અને પુસ્તક-પ્રકાશનનો સંપાદક હતો. ‘સરકારી સંપાદકો’ની આબરુ ‘સરકારી સાધુઓ’ કરતાં વધારે નથી હોતી! પરંતુ મને એકબે સ્મરણીય અનુભવો થયેલા. મારા નિમંત્રણથી ચક્રવર્તી રાજગોપાલાચારીએ ઉદારતાપૂર્વક એક લેખ મોકલી આપેલો. સંપાદક તરીકે મને લાગ્યું કે એમાં બે’ક શબ્દો બદલવા જરૂરી છે. એટલે, એ માટેનાં કારણો સાથે મેં એમને વિનંતીપત્ર લખેલો. ને ફેરફાર કરવા દેવા એમણે તરત સંમતિ આપેલી. બીજા જે લેખકને મેં લેખ માટે નિમંત્રણ આપેલું – એ હતા સંસ્કૃતના મહાન વિદ્વાન ડૉ. પી. વી. કાણે. વળતી જ ટપાલે પોસ્ટકાર્ડ મળ્યું : ‘દિલગીર છું’. પણ જે કારણોસર એમણે ના પાડેલી એણે, એમના એ શબ્દોએ  મને ખૂબ પ્રભાવિત કરેલો. એમણે લખેલું કે, ‘હું હમણાં ધર્મશાસ્ર વિશેના મારા પુસ્તકના છેલ્લા ખંડનાં પ્રૂફ જોઉં છું. આ ગ્રંથ પર હું છેલ્લાં પચાસ વરસથી કામ કરું છું. અત્યારે હું ૯૪નો છું ને મારે હવે કાળજી રાખવી જોઈએ કે આ પુસ્તકમાં, બને ત્યાં સુધી, કોઈ મુદ્રણદોષ રહી ન જાય. એટલે હું અત્યારે તો બીજું કશું કામ સ્વીકારી ન શકું. આશા છે કે મારી વાતને તમે સમજશો.’

[‘એડિટર્સ ઑન એડિટિંગ’, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, ૧૯૯૩]   એચ. વાય. શારદાપ્રસાદ (અનુ. રમણ સોની)
{{સ-મ|[‘એડિટર્સ ઑન એડિટિંગ’, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, ૧૯૯૩]||'''એચ. વાય. શારદાપ્રસાદ (અનુ. રમણ સોની)'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૭.
છે ક્યાંય કુમારનો ઘોડો?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૭.
છે ક્યાંય કુમારનો ઘોડો?
શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ફોટોગ્રાફીની વાત ગુજરાતમાં તો શું, મારી જાણ મુજબ હિન્દી-મરાઠીમાં પણ કોઈ સાહિત્યિક સામયિકે આટલી ભરપૂર રીતે નહિ કરી હોય. કેવાકેવા કલાકારોની કલાસૃષ્ટિની વાત – ત્રિરંગી ચિત્રો છાપીને, એની નીચે કલાકૃતિને આસ્વાદની નોંધ લખીને કરી હોય! ફોટોગ્રાફીની હરીફાઈઓ કુમાર યોજે, એનાં પરિણામોમાં વિજયી ફોટોગ્રાફ છાપી, એની ખૂબીઓ-ખામીઓ દર્શાવવામાં આવે. ‘નિહારિકા’ ફોટોક્લબ કુમાર સાથે જ સંકળાયેલી ને! અજંતાના કલામંડપો હોય, દૂરસુદૂરનાં બોરોબુદુરનાં મંદિરો હોય – કુમારમાં જાણે એક નવો લોક ઊઘડતો અનુભવાય. સંભવ છે કે ચિત્ર જોવાની બચુભાઈની રુચિને ‘મૉડર્નિસ્ટ’ દૃષ્ટિ માન્ય ન પણ કરતી હોય. પણ ચિત્રો, દેશપરદેશની ઉત્કૃષ્ટ કલાકૃતિઓ કુમારનાં હજારો હજારો પાનાં વચ્ચે પડેલી છે. આપણે જાણીએ છીએ કે કુમાર જેવું સામયિક બચુભાઈ જેવા તંત્રીની શક્તિ માગી લે છે. તેમ છતાં કુમારની એક દીર્ઘ પરંપરા બની છે. એ પરંપરા એના વિવિધ સ્તંભો સાથે અવશ્ય જાળવી રાખી શકાય. કુમારો માટે આજે આવું સામયિક છે ક્યાંય? છે ક્યાંય કુમારનો એ ઘોડો?

મારી પાસે પુષ્કળ પૈસા હોય તો હું ‘કુમાર’ની તેસઠ વરસની આખી ને આખી ફાઈલો ફરી છાપી ગુજરાતના કુમારોના હાથમાં મૂકું. ‘કુમાર’ના સાડીસાતસો જેટલા સમૃદ્ધિ-ભરપૂર અંકો જોતાં કોઈ પણ ભાવુકને એવાં દીવાસ્વપ્ન જરૂર આવે.

[પરબ : જાન્યુ. ૧૯૯૦]       ભોળાભાઈ પટેલ
{{સ-મ|[પરબ : જાન્યુ. ૧૯૯૦]||'''ભોળાભાઈ પટેલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૮.
મનીષાનું કાર્યક્ષેત્ર'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૮.
મનીષાનું કાર્યક્ષેત્ર
મનીષાના પ્રકાશનને સાહસ નહીં, દુસ્સાહસ પણ કહી શકાય. અર્થશાસ્રની પરિભાષામાં કહીએ તો એ માગ વગરનું ઉત્પાદન છે. મનીષાના સંચાલનમાં અમે અમને નિમિત્તરૂપ લેખીએ છીએ. કોઈકને શરૂઆત કરવી પડે છે ને તન્ત્ર સંભાળવું પડે છે. પણ મનીષા અમુક વ્યક્તિઓનું કે અમુક જૂથનું દૃષ્ટિબિન્દુ વ્યક્ત કરવાનું માધ્યમ બની રહે એ પરિસ્થિતિને અમે ઈષ્ટ લેખતા નથી. બધા જ સન્નિષ્ઠ અભ્યાસીઓ મનીષાને પોતાનું ગણીને પોતાના સ્વાધ્યાયનો એને લાભ આપે એવો  અમારો આગ્રહ છે. અમારો પ્રથમ અંક થોડેઘણે અંશે અમારા દૃષ્ટિબિન્દુને પ્રકટ કરશે એવી અમને આશા છે. સર્જાતા જતા સાહિત્યનાં વલણોથી પરિચિત રહેવાય એ હેતુથી કાવ્ય, એકાંકી, નવલિકા જેવાં લઘુ સ્વરૂપોને અમે મનીષામાં પ્રકટ કરીશું. તુલનાત્મક અભ્યાસની અનુકૂળતા કરી આપવા માટે દર અંકે પ્રરપ્રાન્તના કે પશ્ચિમના સાહિત્યમાંથી આયોજન, અભિવ્યક્તિ કે કથયિતવ્યની વિશિષ્ટતા ધરાવનારી કૃતિઓ પણ અમે આપવા ધારીએ છીએ. આ ઉપરાંત, કોઈ ખાસ નોંધપાત્ર એવી કૃતિનો , એના વૈશિષ્ટયનો ખ્યાલ આપે એવો, મિતાક્ષરી પરિચય કરાવવાની પણ અમારી ધારણા છે. આપણાં સામયિકોમાં ઘણીવાર પ્રકટ થઈને દટાઈ રહેતાં વિચારપ્રેરક ને ચિન્ત્ય લખાણોનો ઉલ્લેખ કરીને એની મીમાંસા પણ મનીષામાં થતી રહેશે. પુસ્તકવિવેચનમાં શક્ય હશે ત્યારે એકસાથે એક પુસ્તકનાં બે વિવેચનો પ્રકટ થશે. આથી બે જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓનો પરિચય થશે ને વિવેચનવ્યાપારની પ્રક્રિયા સમજવાને માટે અગત્યની સામગ્રી પણ સુલભ થશે. વિવેચનમાં વૅલ્યૂ જજમૅન્ટનું સ્વરૂપ કેવું હોય છે, એમાં સર્વમાન્યતાના અંશો કેટલા રહ્યા હોય છે, એમાં ખપમાં આવતા તર્કનું સ્વરૂપ કેવું હોય છે – આ બધું પણ અભ્યાસનો વિષય છે. ગ્રન્થનું વિવેચન પ્રકટ થયા પછી એના સર્જકને પણ એ સમ્બન્ધમાં પોતાને જે કહેવું હોય તે કહેવા અમે નિમન્ત્રીએ છીએ. નવલકથા, નવલિકા, નાટક, કાવ્ય વગેરે સાહિત્યસ્વરૂપોના હ્રાસવિકાસની સમીક્ષા પણ અમે આપવા ધારીએ છીએ. આપણા સાહિત્યના વિકાસમાં સીમાચિહ્ન બનેલા સર્જકોની કૃતિઓનું પુનઃપરીક્ષણ પણ સાહિત્યના અભ્યાસીઓના સહકારથી કરવાની અમારી ઇચ્છા છે. આ ઉપરાંત, ઈતર પ્રાન્તના અને ઈતર દેશના સાહિત્યનાં સમકાલીન વલણોથી પરિચિત રહેવાય એ માટે એને અંગેની પ્રમાણભૂત માહિતી આપતી લેખમાળા યોજવાની પણ અમારી ધારણા છે.

પરંતુ મનીષાનું કાર્યક્ષેત્ર સાહિત્ય, કલા અને વિવેચનપૂરતું મર્યાદિત નથી. સાહિત્ય વગેરે કલાનું સર્જન માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. પરંતુ સાંસ્કૃતિક સર્જનપ્રવૃત્તિ ગમે તેટલી સમૃદ્ધ હોય તો પણ એમાં બુદ્ધિનું તત્ત્વ ગૌણ સ્થાને હોય છે. માનવીનો સર્વદેશીય બૌદ્ધિક વિકાસ વધારે પ્રમાણમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિમાં પ્રગટ થાય છે. મૂલ્યો વિશેની સમજ પણ સામાન્યતઃ વૈજ્ઞાનિક પ્રવૃત્તિના પાયામાં રહેલી જ હોય છે. આમ સાહિત્ય, કલા, વિવેચન અને વિજ્ઞાનમાં માનવીનું સર્જન અને ચિંતનક્ષેત્ર સમાઈ જાય છે. અન્યોન્યપૂરક એવી આ પ્રવૃત્તિઓમાંની વૈજ્ઞાનિક પ્રવૃત્તિનાં મૂળભૂત તત્ત્વોની ચર્ચા કરીને એનું મૂલ્યાંકન કરવાની ઇચ્છા મનીષા ધરાવે છે.

સમાજશાસ્ર અને મનોવિજ્ઞાન જેવાં માનવસંબંધલક્ષી સામાજિક શાસ્ત્રો વિજ્ઞાન અને સંસ્કૃતિના ઉંબર પર ઊભાં રહેલાં શાસ્ત્રો છે. વિકાસની કોઈ પણ કક્ષાએ હ્યુમૅનિટિઝની સામાજિક બાજુને અવગણી શકાય નહીં. માનવસંબંધો વિશેની સમજણ આ શાસ્ત્રોની પ્રેરણાનો પાયો છે. ‘મનીષા’માં આ શાસ્ત્રોનાં મૂળભૂત તત્ત્વોને સમજવાનો અને આજ સુધીના વિકાસને રજૂ કરવાનો પ્રયત્ન પણ થશે.

આ જ્ઞાનસત્રમાં સર્વ સન્નિષ્ઠ ને સજાગ અભ્યાસીઓનો હાર્દિક અને સક્રિય સહકાર અમને પ્રાપ્ત થશે એવી આશા સેવીએ છીએ. અમારી  વ્યક્તિગત મર્યાદાને કારણે અમારા કાર્યમાં જે ક્ષતિ રહી જાય તે તરફ અમારું ધ્યાન ખેંચવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. સ્પષ્ટ અને નિખાલસ અભિપ્રાય આપીને તેમ જ ઘટતું માર્ગદર્શન કરાવીને સૌ અમારા કાર્યને આગળ ધપાવે એવું ઇચ્છીએ છીએ.

[મનીષા અંક : ૧, જૂન ૧૯૫૪ : તંત્રીલેખ]   સુરેશ જોષી, રસિક શાહ
{{સ-મ|[મનીષા અંક : ૧, જૂન ૧૯૫૪ : તંત્રીલેખ]||'''સુરેશ જોષી, રસિક શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૩૯.
‘સંસ્કૃતિ’ વિદાય માગે છે'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૩૯.
‘સંસ્કૃતિ’ વિદાય માગે છે
આડત્રીસ વરસ પૂરાં કરી ૧૯૮૪ના આ છેલ્લા (ઑક્ટો. –ડિસેમ્બર) અંક સાથે ‘સંસ્કૃતિ’ વિદાય માગે છે, સૌના આભાર સાથે, કોઈપણ પ્રકારની ફરિયાદ વગર. બંધ કરવાનો નિર્ણય હળવા હૈયે તો લીધો ન જ હોય, છતાં આ નિર્ણયથી હું હળવાશ અનુભવું છું એ મારે કબૂલ કરવું જોઈએ. દરેક વયજૂથના મિત્રોએ સંપાદનકાર્યના બોજમાં ભાગીદારી ઉઠાવવા પ્રેમપૂર્વક સૂચવ્યું એ પ્રેમોપચાર માટે ઋણી છું, પણ જો સંપાદનમાં હું પણ જોડાયેલો હોઉં તો મારી કાર્યરીતિ પ્રમાણે એમાં હું જે સંડોવાયેલો રહું તે મને સમય અને શક્તિ – ખાસ તો સમયની દૃષ્ટિએ ન પોસાય. હું અલગ થાઉં અને તે ચાલે, વધારે સારું પણ ચાલે, પણ તે અત્યાર સુધીના કરતાં જુદું જ હોય.

૧૯૪૬ની આખરમાં સ્વેચ્છાએ ગુજરાત વિદ્યાસભામાંથી હું મુક્ત થયો ત્યારે જે કેટલાક વિચારો સૂઝયા તેમાં સામયિક કાઢવાનો વિચાર પણ મનમાં સ્થિર થતો ગયો. જાતે વહોરેલી નવરાશથી કટાઈ ન જાઉં એ એક કારણ, પણ સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે એ મુખ્ય પ્રેરણા. નામનો વિચાર કરવા બેસવાપણું રહ્યું નહીં. ચાલો, સંસ્કૃતિ કાઢીએ, – એમ જ સૂઝયું. મારા પોતાના વલણને અનુસર્યો હોત તો ધર્મ  કહેવાનું પસંદ કરત, પણ સંસ્કૃતિ કહેવાથી ધર્મ ઉપરાંત સમયના તકાજા પ્રમાણે રાજકારણ, અર્થશાસ્ર, વિજ્ઞાન આદિ વિષયો અને મુખ્ય રસનો વિષય સાહિત્ય, તે સૌને આદર થઈ શકે એમ લાગ્યું. જીવવાની રીતિના એક ભાગરૂપે સંપાદનકાર્ય સાથે સંકળાવાનું બન્યું.

એક વસ્તુ આવાં સામયિકોની આર્થિક–વ્યાવહારિક બાજુ વિશે નોંધવી જરૂરી છે. આ જાતનાં સામયિકો ચલાવનારાઓ પ્રત્યે દયા દાખવવાની – ખાસ કરીને સામયિક દુર્બળ થાય કે બંધ થાય ત્યારે – એક રસમ પડી ગઈ છે. ‘બેકદર ગુજરાતની સેવા કરી હાજી ગયો’ એ નારો વીસમી સદીના સંપાદક હાજીમહંમદ અલારખિયા અંગે ખબરદારે ગજવ્યો ત્યારથી સવિશેષ. ગુજરાતને બેકદર શી રીતે કહી શકીએ, ખાસ કરીને સંપાદકોમાંથી જે શિક્ષકો હોઈએ તે? આપણે ગુજરાતમાં ભણતર કેટલું વિસ્તાર્યું છે? અને આવા વિષયમાં રસ લેનારાઓ ઓછા જ હોય. રસ હોય છતાં ખરીદશક્તિ ન હોય એવું પણ બનવાનું. અંગ્રેજી જેવી, દુનિયામાં ફરી વળેલી ભાષાના આવા સામયિકની પણ મર્યાદિત નકલસંખ્યા જ હોય, તેમાંથી એકાદ આપણા સુધી પહોંચવા પામી હોય છતાં! આપણને ગુજરાત કહેવા આવ્યું નથી, સ્વેચ્છાએ આપણે આવી પ્રવૃત્તિ ઉપાડી. પછી પ્રજાને દોષ દેવાપણું ક્યાં રહ્યું? તંત્રીની ભૂલ થઈ હોય, કમીઓ રહી ગઈ હોય તો તેની દયા ખાઈએ. કામ કરી છૂટનારાઓ પ્રત્યે દયા બતાવવાનો શોખ જતો કરીએ તો ન ચાલે?

[સંસ્કૃતિ, પૂર્ણાહુતિ વિશેષાંક : ૧૯૮૪]           ઉમાશંકર જોશી
{{સ-મ|[સંસ્કૃતિ, પૂર્ણાહુતિ વિશેષાંક : ૧૯૮૪]||'''ઉમાશંકર જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૦.
પત્રકારોએ આપવીતી વ્યવસ્થાપૂર્વક કહેવી'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૦.
પત્રકારોએ આપવીતી વ્યવસ્થાપૂર્વક કહેવી
પત્ર અને રંગભૂમિ એ બે ધંધાનો મોહ વિલક્ષણ છે, એનું આકર્ષણ અજબ છે, તો પણ એટલું યાદ રાખવું કે અખૂટ કલ્પનાશક્તિ અને અખૂટ સાહસિકવૃત્તિ ધરાવનાર નિર્ભય છે. આજકાલ એકએક ધંધો ભરચક થઈ ગયો છે. કિંતુ સામયિક-પત્રના ધંધાના જેટલા ઉમેદવાર તો કોઈ ઠેકાણે પણ નથી. એમાંથી વિજયી થનાર ઘણા થોડા હોય છે. બાકી મોટી સંખ્યા તો હતાશ થયેલાઓની જ હોય છે. આ અભાગિયાઓની નિરાશાનું કારણ નાલાયકી નથી કિંતુ પત્રના ધંધાની નીતિરીતિ અને ટાકાટીકાનું અજ્ઞાન છે. એમનામાં ઉત્સાહ છે પણ એ ઉત્સાહને દોરી સીધે રસ્તે ચડાવી લક્ષ્યસ્થાન પર પહોંચાડે એવો કોઈ માર્ગદર્શક નથી. આ ધંધામાં શરૂઆત કેવી રીતે કરવી, એમાં ટીંબા-ટેકરા અને નદીનાળાં ક્યાંક્યાં આવે છે તથા એ શી રીતે સહીસલામતીથી વટાવાય તે સમજાવનાર કોઈ નથી. એમાં ઝંપલાવનારને મહેનતાણું શું મળે તથા આગળ વધવા કઈકઈ તકો છે એ બતાડવા અનુભવી અને વિશ્વાસુ તંત્રી, પત્રકાર કે લેખક હજુ સુધી કોઈ બહાર પડ્યો નથી. પંકાયેલા અને પ્રતિભાશાળી પત્રકારોને આપવીતી અને પરવીતી વાતો વ્યવસ્થાપૂર્વક બહાર મૂકવાની બહુ જ અગત્ય છે.

[સાહિત્ય : ઑક્ટોબર, ૧૯૨૦]             ચ્યવનરાય શુકલ
{{સ-મ|[સાહિત્ય : ઑક્ટોબર, ૧૯૨૦]||'''ચ્યવનરાય શુકલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૧.
ડાંડિયાથી લોકોમાં ગદ્યગ્રંથો વાંચવાનો શોખ ઉત્પન્ન થયો છે...'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૧.
ડાંડિયાથી લોકોમાં ગદ્યગ્રંથો વાંચવાનો શોખ ઉત્પન્ન થયો છે...
હમે એકઠા મળી એવો વિચાર કર્યો કે, આપણે દર અઠવાડિયે મળવું ને વિષયો લખી લાવ્યા હોઈયે તે તપાસી નક્કી કરી પંદર દહાડે ચોપાનિયાના આકારમાં છાપી પ્રગટ કરવા. પખવાડિયે એટલા સારુ કે લખવું બની આવે ને ખરચ પણ થોડો થાય. લોકને ગદ્ય વાંચવાનો બિલકુલ શોખ નહિ તેથી તેઓ અગર વગર ખુશામતે પૈસા ખરચી આપણું છાપું લેવાના નહિ. ગાંઠથી ખરચ તો કરવો પડશે તો પણ સ્પૅક્ટેટરના જેવું લખાણ કહાડવું તો ખરું. પછી એમ અક્કેક જણે વારાફરતી, કહાડવાના છાપાનું નામ પાડવા માંડ્યું, તેમાં નગીનદાસ[મારફતિયા]એ કહ્યું કે ‘ડાંડિયો’ રાખીએ, મેં કહ્યું ઠીક છે. કેમકે મોટું કામ કરવું વધારે સારું અને ડાંડિયા શબ્દના બેત્રણ અર્થ થાય છે માટે મારી નજરમાં પણ એ નામ દુરસ્ત લાગે છે. સહુએ એ નામ કબૂલ રાખ્યું, ને પછી તા. ૧લી સપ્ટેમ્બર ૧૮૬૪થી ડાંડિયો કહાડવો શરુ કર્યો. પહેલા બે નંબર તો મફત લુંટાવી દીધા ને પછી વરસ દહાડાનો રૂપીયો એવું જૂજ નામનું લવાજમ રાખ્યું.

ડાંડિયાથી લોકનું કલ્યાણ થતું હોય કે નહિ તેનો, લોકે વિચાર કરવો. ડાંડિયો પહેલેથી તે આજ સુધી વખણાતો આવ્યો છે, તેને સારુ હમે મગરુબ નથી પણ એક વાત જે હમણાં સપનામાં ન્હોતી, તેથી હમે ઘણા જ મગરુબ છૈયે. તે આ છે કે, ડાંડિયાથી લોકોમાં ગદ્યગ્રંથ વાંચવાનો શોખ ઉત્પન્ન થયો છે. ડાંડિયાની ભાષા ને ડાંડિયાના વિષયો બંનેની ઢબ જ એવી છે કે, જેથી તે, થોડી મુદતમાં આખી મુંબઈમાં, આખા ગુજરાતમાં, આખા કાઠીયાવાળમાં ને આખા કચ્છ–હાલારમાં અમર પ્રસિદ્ધિ પામી ચૂક્યો છે. જેમ  મોર-બપૈયા  મેઘને  માટે  આતુર  હોય  છે, તેમ ગરીબ-તવંગર, મૂરખ-ભણેલ, સ્ત્રી ને પુરુષ સહુ પહેલી પંદરમીના ડાંડિયાને માટે વાટ જોતા બેસી રહે છે.

Line 599: Line 582:
ઓ લોકો, દેશી નરસી ચાલચલણ, વેહેમ, અજ્ઞાન કાહાડવાને - તેઓને હસી નાખવાને, તેઓને મ્હેણાં મારવાને મારી પાસે મજબુત ડાંડિયો-સોટો છે, એટલે ડાંડિયા મારવાની મારામાં શક્તિ છે, એટલે કે જાણે હું જ ડાંડિયો છઉં એમ સમજ્જો.

એ રીતે હું ત્રણ રીતે ડાંડિયો છઉં, તો પણ કોઈના ઉપર વગર કારણે હું હુમલો કરનાર નથી; કારણ કે હું ઊંચ કુળનો ભણેલો વિવેકી, નીતિમાન, દુનિયાદારી જાણનાર, સુખદુઃખનો અનુભવી, ટેકને સમજનાર અને જ્ઞાનથી ક્ષમાનો ગુણ ધારણ કરનારો છું. તોપણ, દેશના કલ્યાણને માટે મેહેનત કરવામાં ડાંડિયા-ડાંડગાના પેઠે ડાંડિયા-સાટો મારવામાં અને અજ્ઞાની લોકોની લુચ્ચાઈ-અનીતિ-વહેમ બાબતની ડાંડી પીટવામાં આળસ કરનાર નથી. તેમ ઘણો રસિક છઉં, એટલે વેળાએવેળાએ થોડાનું મન દુઃખવી ઘણાઓને ખડખડ હસાવ્યા વિના પણ રહેનાર નથી.

[‘નર્મગદ્ય’, ૧૯૩૬] નર્મદ
{{સ-મ|[‘નર્મગદ્ય’, ૧૯૩૬]||'''નર્મદ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૨.
સુઆયોજિત સામયિકો'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૨.
સુઆયોજિત સામયિકો
અંગ્રેજીમાં જેને ‘પીરીઑડિકલ વિથ એ પર્પઝ’ અથવા ‘પ્લૅન્ડ પીરીઑડિકલ’ કહે છે એવાં હેતુલક્ષી અને ચોક્કસ આયોજનપૂર્વક ચાલનારાં સંગીન સામયિકો-માસિકો-ત્રિમાસિકો કેટલાં? અથવા બીજી બાજુએ, સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રમાં નવનિર્માણ કરનારાં, સમર્થ પણ પોતાની જાતને નમ્રતાપૂર્વક ‘લિટલ મૅગેઝિન્સ’ કહેવડાવનારાં સર્જન અને વિવેચનનાં, અભ્યાસ અને આલોચનનાં પત્રો કેટલાં? આચાર્ય આનંદશંકરના વસન્ત કે હાજીમહંમદના વીસમી સદી જેવું વ્યક્તિત્વ આજે જણાય છે? ગોવર્ધનરામના સમાલોચક, રમણભાઈના જ્ઞાનસુધા, કાંટાવાળાના સાહિત્ય, ઇન્દુલાલના યુગધર્મની સૌરભને તો માત્ર સંભારવાની જ રહી. વિજયરાયના ચેતન, – કૌમુદી – માનસીના ચોથા અવતાર રોહિણીને હજી પ્રતિષ્ઠાન પ્રાપ્ત થતું જણાતું નથી. રામનારાયણ પાઠકનું પ્રસ્થાન એની જૂની જાહોજલાલીની યાદ કરાવવા માટે જ જાણે જીવતું લાગે છે. પહેલી આંગળીના વેઢા પર સંસ્કૃતિને આંકતો અંગૂઠો એથી આગળ જઈ શકે છે ખરો? હા. એક વખતના સમૃદ્ધ અને સંગીન પુરાતત્ત્વની યાદ આપતું સ્વાધ્યાય પોતાના ક્ષેત્રના એ પીઢ પુરોગામી સમોવડું થવાનો સહૃદય પ્રયત્ન કરે છે ખરું, બુદ્ધિપ્રકાશે પણ સાપની માફક ફરી એક વાર જૂની કાંચળી ઉતારી છે અને અભ્યાસ, રુચિ તથા ગ્રંથ ઊજળા પ્રભાતની આગાહી આપે છે ખરાં; સાથે સમર્પણ પણ દેખાય છે અને યુવાસહજ ઉત્સાહપૂર્વક નવસર્જનની કેડીએ પશ્ચિમી સાહિત્યના અહોભાવમાં જરા વધુકું અટવાતું ક્ષિતિજ  પણ પૂર્વાકાશમાં છે. મિલાપ અને વિશ્વમાનવ એ બે હેતુલક્ષી માસિકોને પણ ગણવાં જોઈએ. આશા રાખીએ કે એ સૌને મધ્યાહ્ન તપે.

[સાહિત્ય પરિષદ : ૧૯૫૪ : પત્રકારત્વવિભાગ અધ્યક્ષીય વક્તવ્ય-માંથી]
{{સ-મ|[સાહિત્ય પરિષદ : ૧૯૫૪ : પત્રકારત્વવિભાગ અધ્યક્ષીય વક્તવ્ય-માંથી]||'''બચુભાઈ રાવત'''}}
બચુભાઈ રાવત
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૩.
સાહિત્યચર્ચાનું માસિક કેવું હોઈ શકે!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૩.
સાહિત્યચર્ચાનું માસિક કેવું હોઈ શકે!
ગુજરાતમાં અત્યારે જે સમાલોચનશક્તિ છૂટીછવાઈ વેરાએલી પડી છે તેને કેન્દ્રીભૂત કરવાનો સારામાં સારો રસ્તો તો કેવળ સાહિત્યચર્ચાને જ પોતાનો વિષય બનાવે એવા એક નિયમિત સ્વતંત્ર માસિકની પ્રસિદ્ધિનો છે. એવા  માસિક પત્રનું અહીં આછું રેખાચિત્ર આપવામાં આવે તો તે અસ્થાને નહીં ગણાય.

પ્રથમ તો આ માસિકે ગુજરાતી ભાષામાં જે જે નાનાંમોટાં પુસ્તકો નવાં પ્રસિદ્ધ થયાં તે સઘળાંની નિર્ભય, નિષ્પક્ષપાત રીતે, અને નિયમસર, પ્રસિદ્ધ થયા પછી જેમ બને તેમ સત્વર, સૂક્ષ્મ પરીક્ષા કરવાની છે અને તેની મૂલવણી – ‘ઍસ્ટિમેટ’ કરી વાચકઆલમને તેના ગુણદોષથી પરિચિત કરવાની છે. એમાં આ માસિકનાં અવલોકનો અત્યારનાં અન્ય પત્રોનાં જેવાં ઉપલકિયાં અથવા પ્રકાશકો તરફથી જેટલાં મોકલવામાં આવે તેટલાં જ પુસ્તકોનાં ન હોય. વાંચનારના ઉપર જે શુભ-અશુભ કોઈ પણ જાતની છાપ પાડી શકે એમ હોય એવું મહત્ત્વનું એક પણ પુસ્તક એ પત્રકારથી અજાણ્યું વાચકવર્ગના હાથમાં જાય એ એની  કર્તવ્યચ્યુતિનું મોટામાં મોટું ચિહ્ન મનાવું જોઈએ. બહાર પડતા લેખકોમાંથી જે જે સુયોગ્ય હોય તેને આ માસિક પૂરતું ઉત્તેજન આપે, અને અયોગ્ય, નિર્માલ્ય કે હાનિકારક હોય તે સુધરી શકે એમ હોય તો તેને સુધારવા પ્રયત્ન કરે અને નહિ તો તેને સખત સપાટા લગાવી બીજી વાર કોઈ દિવસ ઊભો જ થવા ન પામે એવી રીતે બેસાડી દે. કોઈ પણ સુપાત્ર ગ્રન્થકાર ઉત્તેજન વિના રહી ન જાય અથવા કોઈ પણ કુપાત્ર સમાજમાં એનું સ્થાન પચાવી ન પાડે તેની આ પત્ર પૂરી સાવચેતી રાખે.

ગ્રન્થાવલોકનની બાબતમાં આ પત્ર એક નવીન તત્ત્વ પણ ઉમેરે. એકલી ગુજરાતી ભાષાનાં જ પુસ્તકોનો પરિચય કરાવીને બેસી ન રહેતાં આ પત્ર ગુજરાતના જુદાજુદા વિષયના અભ્યાસક વર્ગને ઉપયોગી થઈ પડે અથવા ગુજરાતના સાહિત્યસેવક તેમ જ રસિક વર્ગને કોઈ નવી જ દિશાનું ભાન કરાવે, કોઈ નવા જ આદર્શ તેમના આગળ રજૂ કરે એવાં જે પુસ્તકો હિન્દની અન્ય પ્રાંતિક ભાષાઓમાં અગર અંગ્રેજીમાં લખાય તે તે સર્વનું ઓળખાણ કરાવી તેના મહત્ત્વનું અથવા વિશેષતાનું સવિસ્તર વિવેચન કરે. આ પત્ર સાહિત્યનાં કાવ્ય, નાટક, નવલકથા, ચરિત્ર, ઇતિહાસ આદિ વિવિધ અંગોની શાસ્ત્રીય ચર્ચા કરે, એનાં લક્ષણો બાંધે, એની તુલના કરે એવા વિસ્તૃત લેખો પ્રસિદ્ધ કરે, અને એ દ્વારા સાહિત્યનું યથાર્થ સ્વરૂપ એના વાચકોને હસ્તામલકવત્‌ સ્પષ્ટ કરી આપવા પ્રયત્ન કરે. વળી આપણા સાહિત્યની સમગ્ર રીતે તેમ જ વિભાગવાર ભાષાઓનાં સાહિત્યો સાથે સરખામણી કરવી, પરદેશી સાહિત્યોની પદ્ધતિઓ, પ્રકારો અને વિશિષ્ટતાઓનો પરિચય આપવો, ને એ દ્વારા ગુજરાતના સાહિત્યને શાની શાની જરૂર છે, અન્ય સાહિત્યો પાસેથી એ શું શું શીખી શકે એ બધાનું દિગ્દર્શન કરાવવું એને પણ આ માસિકપત્ર પોતાનો ધર્મ માને. આ સાથે અત્યાર સુધીમાં આપણા સાહિત્યમાં જે શિષ્ટ તરીકે સ્વીકારાઈ ચૂક્યા હોય તેવા સાક્ષરોની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિઓ વિશે તથા તેમના છૂટાછૂટા મહત્ત્વના ગ્રન્થો વિશે પણ વિદ્વત્તાભર્યા લેખો તૈયાર કરાવી પ્રકટ કરે. તદુપરાંત સાહિત્યોન્નતિનાં મૂળ કેળવણીમાં રહેલાં હોવાથી દેશના કેળવણીક્ષેત્ર ઉપર પણ એ ધ્યાન આપે અને જુદીજુદી શિક્ષણસંસ્થાઓમાં જે-જે પાઠ્યપુસ્તકો ચલાવવામાં આવતાં હોય તેની સાહિત્યની દૃષ્ટિએ સમાલોચના કરી એમાં જે-જે દોષો, ખામીઓ, કે ન્યૂનતાઓ હોય તે તે પ્રત્યે અધિકારીઓનું લક્ષ ખેંચી તેને દૂર કરવા એ માગણી કરે.

[વસંત : ૧૯૨૨; ‘વિવેચનમુુકુર’ ૧૯૩૯ પૃ. ૩૮-૪૧]વિશ્વનાથ ભટ્ટ
{{સ-મ|[વસંત : ૧૯૨૨; ‘વિવેચનમુુકુર’ ૧૯૩૯ પૃ. ૩૮-૪૧]||'''વિશ્વનાથ ભટ્ટ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૪.
કિતાબ – છ માસ સુધી!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૪.
કિતાબ – છ માસ સુધી!
વિ. ક. ત્રિવેદીના પરશુરામ-પ્રહાર પછી મિત્રોને લાગ્યું કે આપણે કહેવામાં આવે છે, તેવા, માત્ર મુશાયરાના મંચના માણસ નથી, સાહિત્યના સર્વ પ્રકારોમાં રસ છે એ પ્રગટ થવું જોઈએ. આથી અમે કિતાબ નામનું ડેમી સાઈઝનું ૪૮ પાનાંનું શુદ્ધ સાહિત્ય-માસિક શરૂ કર્યું. સંપાદક બીજા, પણ પ્રેસમાં સામગ્રી આપી અંક તૈયાર કરવાનું કામ મારું. સાચે જ એ શુદ્ધ સાહિત્ય-માસિક હતું. ગઝલ તો એક-બે આવે, એ સિવાય વાર્તા, વિવેચન, નિબંધ અને પરિચયલેખ પણ. જયંતિ દલાલે વૈચારિક હૂંફ આપેલી. છ માસ કિતાબ ચાલ્યું. અમે બધા મહિને વીસ-પચીસ રૂપિયાની આવકવાળા. આમ મંચ પર લોકપ્રિય, પણ સાહિત્ય-માસિકનો ખર્ચ નીકળે એટલા ગ્રાહક ક્યાંથી મળે!

[પ્રત્યક્ષ, સામયિક સંપાદક વિશેષાંક ૧૯૯૫]       રતિલાલ અનિલ
{{સ-મ|[પ્રત્યક્ષ, સામયિક સંપાદક વિશેષાંક ૧૯૯૫]||'''રતિલાલ અનિલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૫.
સાહિત્ય સામયિક ડોશીની કોથળી નથી.'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૫.
સાહિત્ય સામયિક ડોશીની કોથળી નથી.
હું ગુજરાતી ભાષામાં એક ટોટલ સાહિત્યિક સામયિક જોવા માગું છું. દીવાદાંડી કંઈ પાંચ-પચીસ ન હોય. પણ એક તો હોવી જોઈએ ને! તે માટે સતત કામ કરતું એક કર્મઠ જૂથ હોવું જોઈએ, તો જ તેનું સ્વરૂપ પ્રભાવક બની રહે. એવું બન્યું છે ત્યારે સાહિત્ય પર અને વાચકો પર એનો પ્રભાવ બરાબર દેખાયો છે. આવ્યું, મળ્યું તે મૂકી દીધું એ સંપાદન નથી, કશા વાદમાં બંધાયા વિના સાહિત્યપદાર્થની ઓળખ અને પરિચય હોવો જોઈએ. પેલો વેપારી કહે છે : ‘બસ, દાળ-રોટલો નીકળ્યા કરે છે’ - એવું આશ્વાસન નહીં ચાલે, સાહિત્યમાં ન જ ચાલવું જોઈએ. સ્થૂળ થયેલાં  અખબારો, ચેપની જેમ ફેલાયેલાં પ્રસાર-માધ્યમો છતાં અક્ષર હજીયે અનન્ય જ રહ્યો છે. એ વાચક માટે થોભે છે, ફરી હાજર થાય છે. એક વાર થયેલા એક બોધ પછી તે બીજો બોધ આપવા જેટલો સમર્થ છે. કલ્પવૃક્ષ અને કામધેનુ બંને શબ્દસ્વરૂપે હાજર છે. પણ શબ્દ સાક્ષાત્કારમાંથી આવવો જોઈએ અને આવી શકે છે.

વિશ્વસાહિત્ય આપતું એક ટોટલ ડાયજેસ્ટ પણ ગુજરાતીમાં હોવું જોઈએ. કયો ગુજરાતી લેખક વિશ્વસાહિત્ય વાંચે છે? વાંચી શકે છે? વાર્તા, કવિતા, નિબંધ, વિવેચનનું સરખું પ્રમાણ હોય. પસંદ કરેલી કૃતિઓ ઉત્તમ જ હોય. તો ક્યાં શું સર્જાય છે, કયા સાહિત્ય પ્રવાહો ચાલે છે એની લેખકને જાણ થવી જોઈએ. સારા વાચક થયા વિના સારા લેખક થનારા વિરલ હશે - આજે તો શબ્દોની આયાત કરતાં નિકાસ કરનારા વધારે છે! એમાં એમનો જ દોષ ન કાઢીએ. સુરેશ જોશી હતા ત્યારે કોઈ અજાણ્યું નામ જ પ્રકાશમાં લાવતા. સમય જતાં તે નામને નૉબેલ પ્રાઈઝ મળ્યાનું જાણીને આનંદાશ્ચર્ય થતું. હવે તો નૉબેલ મળે તે સાહિત્યકારનો પ્રાસંગિક પરિચય પણ ગુજરાતીમાં નથી મળતો. સર્જક હોવા છતાં જ્યંતિ દલાલ ગતિ અને રેખા સાથે પુસ્તક-પ્રકાશન પણ કરે. સુંદરમ્‌-ઉમાશંકર જેવાની ઉત્તમ કૃતિઓ એમણે પ્રકાશિત કરી છે. સમર્થ સાહિત્યિક પત્રકાર  આવું વિરલ પરિણામ પણ - બીજામાં રહેલી શક્યતાને બહાર આણનાર - નિપજાવી શકે છે. પણ કયા પરંપરિત વિવેચકનું એ તરફ ધ્યાન ગયું? સમર્થ લેખક, અભ્યાસી સંપાદક કેટલીયે ચીલાબહારની શક્યતાને બહાર આણી શકે છે. બીજું ઉદાહરણ છે સુરેશ જોશીનું અને વિજયરાય વૈદ્યનું. વિદ્વાન ખરા પણ આજન્મ પત્રકાર પણ ખરા. એવાઓએ જ સાહિત્ય પત્રકારત્વમાં ઘણુંબધું પ્રેર્યું અને નિપજાવ્યું છે. કેટલું બધું વિદેશી સાહિત્ય અનુવાદ કરીને આપ્યું! બંનેને પૂરા પત્રકાર થયા વિના ચાલ્યું નહીં. સાહિત્યકારોમાં એવી પ્રતિભા પણ હોવી જોઈએ. ઉત્તમ વાંચન મળે તો પોતે લખવાનું મોકૂફ રાખે એવા સાહિત્યકારની આજે ઊણપ વર્તાય છે. પોતે  વિદ્વાન છે, અધ્યાપક છે, વ્યાખ્યાતા છે, પ્રવેશક-પ્રસ્તાવના લખે છે, પ્રાસંગિક બોલવું પડે છે - એ બધું મૂકવા માટે કોઈ પાત્ર જોઈએ એ તો વ્યવહાર થયો, સગવડ થઈ, એ અંગત જરૂરિયાત થઈ. એને વાચકની જરૂરિયાત બનાવી દેવાય નહીં. સામયિક માટે જ વિચારેલું, લખેલું, સંપાદિત કરેલું હોવું જોઈએ. પેલી ડોશી પૈસો આવે તે કોથળીમાં મૂકે ને નોટ આવે તે પણ કોથળીમાં મૂકે; સાહિત્યિક સામયિકને એવી, ડોશીની કોથળી બનાવી શકાય નહીં. આ તો ટાગોર કહે છે તેમ, સૂરજ નથી તો નમ્રતાથી કોડિયું પ્રગટાવવા જેવું કામ કરીએ છીએ.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]     રતિલાલ ‘અનિલ’
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''રતિલાલ ‘અનિલ’'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૬.
મજૂરીની ત્રેવડ છે, સંપાદક?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૬.
મજૂરીની ત્રેવડ છે, સંપાદક?
એક પૈસોયે આવવાનો નથી, પૂરું બીલ સમયસર ચૂકવવાનું છે, મૅટર મળે જ એવી આશા ન રાખો, મળે જ તો તમે પસંદ કરો એવી જ મળે એવી આશા ન રાખો. જરૂર પડ્યે આખા અંકનું મૅટર જાતે તૈયાર કરવાની હિંમત અને મજૂરીની ત્રેવડ હોય, પ્રશંસાને બદલે એકાદ અક્ષર ટીકાનો આવશે તો આજન્મ તમને દાઢમાં રાખશે અને તમે કલ્પી ન શકો એ રીતે માર્ગમાં આડે આવશે – આટલી તૈયારી હોય તો અંગત હિસાબે-જોખમે સ્વતંત્રપણે સાહિત્યિક સામયિક ચલાવો. રાત્રે પ્રૂફ આવે ને સવારે ચા પીતા હશો ત્યારે લેવા આવશે, વાંચીને તૈયાર રાખી શકો તો અંક છેક છેલ્લી ઘડીએ તૈયાર થશે! એક જુદી જ નિષ્કામ વૃત્તિની અપેક્ષા આ કામ રાખે છે – શ્રીકૃષ્ણને પણ એની જાણ નહીં હોય!
એક પૈસોયે આવવાનો નથી, પૂરું બીલ સમયસર ચૂકવવાનું છે, મૅટર મળે જ એવી આશા ન રાખો, મળે જ તો તમે પસંદ કરો એવી જ મળે એવી આશા ન રાખો. જરૂર પડ્યે આખા અંકનું મૅટર જાતે તૈયાર કરવાની હિંમત અને મજૂરીની ત્રેવડ હોય, પ્રશંસાને બદલે એકાદ અક્ષર ટીકાનો આવશે તો આજન્મ તમને દાઢમાં રાખશે અને તમે કલ્પી ન શકો એ રીતે માર્ગમાં આડે આવશે – આટલી તૈયારી હોય તો અંગત હિસાબે-જોખમે સ્વતંત્રપણે સાહિત્યિક સામયિક ચલાવો. રાત્રે પ્રૂફ આવે ને સવારે ચા પીતા હશો ત્યારે લેવા આવશે, વાંચીને તૈયાર રાખી શકો તો અંક છેક છેલ્લી ઘડીએ તૈયાર થશે! એક જુદી જ નિષ્કામ વૃત્તિની અપેક્ષા આ કામ રાખે છે – શ્રીકૃષ્ણને પણ એની જાણ નહીં હોય!
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       રતિલાલ ‘અનિલ’
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''રતિલાલ ‘અનિલ’'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૭.
લેખકો સમયસર લેખ મોકલે વળી?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૭.
લેખકો સમયસર લેખ મોકલે વળી?
સંપાદનકાર્ય ઉત્તમ કરવું હોય તો લેખકોને નિમંત્રણ આપીને નિશ્ચિત વિષયો પરના જ લેખો મેળવવા જોઈએ. દરેક અંકનું આયોજન એ રીતે કરવું જોઈએ. પણ અમારો અનુભવ એવો છે કે મોટા ભાગના લેખકો તંત્રી-સંપાદકને એ રીતે લેખો મોકલતા નથી. અલબત્ત, ક્યારેક વિશેષાંક કરવાનો હોય ત્યારે ઉઘરાણી પછી થોડાક લેખો મળે છે ખરા. પણ એવો વિશેષાંક ન હોય ત્યારે લેખકો પોતાની પાસેના તૈયાર લેખો મોકલતા હોય છે. ક્યાંક વક્તવ્ય આપ્યું હોય, આકશવાણી પર વાર્તાલાપ આપ્યો હોય તો એ સંપાદકને મોકલવામાં આળસ કરતા નથી! લેખકો પાસેથી ધાર્યા લેખો મેળવવાનું મને હંમેશા મુશ્કેલ લાગ્યું છે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       મધુસૂદન પારેખ
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''મધુસૂદન પારેખ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૮.
ખરી પડવામાં ય સાર્થકતાનો અનુભવ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૮.
ખરી પડવામાં ય સાર્થકતાનો અનુભવ
મિલાપના પ્રથમ અંકને પહેલે પાને ‘નાની શી મિલન-બારી નામની તંત્રી-નોંધ મૂકેલી, તેમાં માસિક શરૂ કરવાનો ઉદ્દેશ કાંઈક આ રીતે રજૂ કરેલો : ‘ખેડૂત અને વણકર, કુંભાર અને સુથાર, સઈ અન મોચી, એ સહુ પોતપોતાની શક્તિઅનુસાર સમાજની અમુકઅમુક જરૂરિયાતો પૂરી પાડે છે. એમની માફક પ્રામાણિક પરિશ્રમ કરીને આપણી પ્રજાની આજની એક ચોક્કસ જરૂરિયાત પૂરી પાડવાનો આ નમ્ર પ્રયાસ છે. એ જરૂરિયાત છે, ચોપાસની દુનિયા વિશે જ્ઞાન વધારનારા, સાદા, સમજી શકાય તેવા વાચનની.’

મિલાપનો નવેમ્બર ૧૯૭૮નો અંક દોઢેક મહિનો મોડો પ્રગટ થયેલો. (ડિસેમ્બરનો પણ સાથે જ) તેમાં ડિસેમ્બર પછી માસિક બંધ કરવાની જાહેરાત હતી. ‘ચંદ રોજ’ મથાળા હેઠળ તે અંગે બે જ પાનાંનું તંત્રીનું નિવેદન મૂકેલું, તેટલું લખતાં તા. ૧૬ડિસેમ્બરની સવારે ૧-૦૦ થી ૪-૦૦ સુધીના ત્રણ કલાક મને લાગેલા. તેમાં જણાવેલું કે  મિલાપનું પ્રકાશન સંકેલી લેવાનું કોઈ ખાસ કારણ નથી. ‘દરેક વસ્તુનો એક આરંભ હોય છે ને એક અંત હોય છે. એવો એક સહજ અંત મિલાપનો પણ આવે તે સ્વાભાવિક ગણાય. ગુજરાતી ફૂલવાડીમાં મિલાપ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, ને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે હવે એ ખરી પડે છે. આજે નહિ તો બે વરસે, પાંચ વરસે પણ એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવમાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] મહેન્દ્ર મેઘાણી
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''મહેન્દ્ર મેઘાણી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૪૯.
સંપાદકની પ્રતિષ્ઠાનું શું?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૪૯.
સંપાદકની પ્રતિષ્ઠાનું શું?
આમાં એક ઘટના ઘટી તે સંપાદક તરીકેની જવાબદારીના મારા ખ્યાલને સંદર્ભે ખાસ નોંધવી જોઈએ. ૧૯૬૪ની ઉનાળાની રજાઓમાં હું રાજકોટ જતો હતો ત્યારે યશવંતભાઈએ પ્રસ્તાવ મૂક્યો કે રસિકલાલ પરીક ન્હાનાલાલ જયંતીનું વ્યાખ્યાન આપવાના છે તે આપણે પરબના અંક તરીકે મૂકીએ. લેખ તો એમના હાથમા નહોતો એટલે એમણે પૂછયું કે આવે એટલે તમને જોવા મોકલું? મેં કહ્યું હા, સમય હોય તો મોકલશો. પણ પછી તો એ અંક છપાયેલો જ છેક ઑક્ટોબર માસમાં બાલાસિનોરના જ્ઞાનસત્રમાં મારા હાથમાં આવ્યો. રઘુવીરે ટકોર કરી કે જયંતભાઈએ લેખ આ અંકમાં જ જોયો હશે અને હું પણ લેખ જોઈને ચોંક્યો. મારે યશવંતભાઈને કહેવાનું થયું કે આ ૯૪ પાનાંના લેખમાં ચાર પાનાં જ વિવેચનનાં છે, બાકી તો લાંબાલાંબા ઉતારા અને સામન્ય નિરીક્ષણ જ છે. લેખ મને જોવા મળ્યો હોત તો હું એ પરબમાં છાપવા કબૂલ ન થાત. યશવંતભાઈએ કહ્યું કે રસિકભાઈ પ્રતિષ્ઠિત છે અને હું માનું છું કે પ્રતિષ્ઠિતોએ પોતે પોતાની પ્રતિષ્ઠા સાચવવાની હોય છે. મેં યશવંતભાઈને સવાલ કર્યો કે સંપાદકની પ્રતિષ્ઠાનું શું?

સંપાદક એ માત્ર ટપાલી હોય – આવેલા લેખોને પ્રેસમાં પહોંચાડનાર હોય એ હું કદી સ્વીકારી શક્યો નથી. એ જવાબદારીપૂર્વક પસંદગીઓ કરે, ઉત્તમ લેખો માટે પ્રયાસો કરે, અને આવેલા લેખોમાં જરૂર જણાય ત્યાં કાંટછાંટ કરે, એને રજૂઆત અને ભાષાની દૃષ્ટિએ મઠારે, એને વધારે અસરકારક બનાવીને મૂકે. પશ્ચિમના દેશોમાં તો સામયિકોના લેખો જ નહીં, પરંતુ ખાનગી પ્રકાશકો દ્વારા પ્રકાશિત ગ્રંથો પણ આવી પ્રક્રિયામાંથી પસાર થયેલા હોય છે - મોટા ગણાતા લેખકોના ગ્રંથો પણ. આપણે ત્યાં આ વાત ખાસ સ્વીકારાઈ નથી. લેખકો એમ માને છે કે પોતાના લખાણમાં કંઈ ફેરફાર ન થઈ શકે, એમ થાય તો પોતાને લખતાં ન આવડ્યું એમ ગણાય. ને સંપાદક પણ આવો શ્રમ શા માટે ઉઠાવે? એને એનું બીજું કોઈ વળતર તો હોતું નથી, કદાચ અળખામણા બનવાનું થાય. ‘પરબ’માં મેં આવું સંપાદનકર્મ કરવાનું રાખેલું. ભાષાભિવ્યક્તિના દોષો દૂર કરવાની જ નહીં, પરંતુ સંક્ષેપીકરણની અને મુદ્દાઓની હેરફેર કરી વિચારપ્રવાહને વધુ તાર્કિક બનાવવાની પણ પ્રક્રિયા કરેલી. અલબત્ત, લેખકો વિશ્વાસ મૂકે તો જ આ થઈ શકે અને એ બાબતમાં હું સદ્‌ભાગી હતો. લેખનું સંશોધન કરવા જતાં ક્યાંક સરતચૂક થઈ જવાનો પણ સંભવ ખરો. એક લેખમાં લેખકને થોડું અનભિપ્રેત એવું શીર્ષક મારાથી મુકાઈ ગયેલું - પણ લેખકે એ ઉદારતાથી નભાવી લીધું. એકંદરે એમના લેખને લાભ થતો હતો એ તે જોઈ શક્યા હોય જ.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] જયંત કોઠારી
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''જયંત કોઠારી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૫૦.
સંપાદકનીય આગવી પ્રતિભા જોઈએ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૦.
સંપાદકનીય આગવી પ્રતિભા જોઈએ
હું જોઈ શક્યો કે સારું પત્ર ચલાવવા માટે પૂરો સમય આપવો જોઈએ. સામયિક સંચાલનનું કામ આપણે ત્યાં પાર્ટટાઈમની રીતે ચાલે છે તે મને ઠીક લાગતું નથી; વળી તંત્રીને ઘણી મોકળાશથી કામ કરવાની સગવડ-સુવિધા મળવાં જોઈએ. આ બધાંનો અભાવ કોઈક રીતે સામયિકના વિકાસને રૂંધે-અવરોધે છે એ મને ખૂબ વહેલું સમજાઈ ગયું અને તેથી જ હું જેમાં વધુ અસરકારક રીતે કામ ન કરી શકતો હોઉં તે મારે છોડવું જોઈએ એવી બુદ્ધિથી મેં પરબનું કામ છોડેલું. આ સામયિકો ચલાવવાનો અનુભવ ક્યારેક રોમાંચક લાગતો તો ક્યારેક મારામાં કંટાળોયે જન્માવતો. હું એટલું બરોબર સમજી શક્યો કે લેખક-સાહિત્યકાર થવું એક બાબત છે અને પત્રકાર થવું બીજી બાબત છે. સારા પત્રકારનીયે પોતાની એક આગવી પ્રતિભા હોય છે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ચંદ્રકાન્ત શેઠ
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''ચંદ્રકાન્ત શેઠ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૫૧.
દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૧.
દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો
પરબનો અને સાહિત્યિક સામગ્રી છાપતાં અન્ય સામયિકોનો મુખ્ય પ્રશ્ન ગુણવત્તાવાળી રચનાઓની પ્રાપ્તિનો છે. ઘણી વાર એવું લાગ્યું છે કે આપણા ઘણા ‘સર્જકો’માં સાહિત્યિક ગુણવત્તા શી ચીજ છે તે પરખવાની વિવેકશક્તિ ઓછી હોય છે. તેમનાં લેખ-કવિતા-વાર્તા અસ્વીકૃત થાય કે તેઓ સંપાદક પર નારાજ થાય, પક્ષપાત કર્યાનો આરોપ મૂકે. અમદાવાદવાળાને જ વધારે સ્થાન મળે છે, એવું કહેનાર પણ ઘણા છે અને લેખ ન છપાતાં ગાળો આપનાર મિત્રો પણ મળી જાય.

પરબની ટપાલમાં મુખ્ય રચનાઓ મળે તે કવિતા. તેમાંય સૌથી વધારે ગીતો અને ગઝલો. દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો તો છપાવવા માટે મળે, એમાં ઘણી વાર તો એક સંગ્રહ થાય એટલી રચનાઓ સાથે મળે - એમાંથી સંપાદકે પસંદ કરી લેવાની. ક્યારેક ઉદારતાપૂર્વક એમાં ફેરફારની છૂટ પણ એના કવિએ સંપાદકને આપી હોય. પણ સંપાદક તરીકે એમાંથી પસાર થતાં નિરાશા વધારે સાંપડે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       ભોળાભાઈ પટેલ
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''ભોળાભાઈ પટેલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૫૨.
સફળતાનો અજંપો આકરો હોય છે'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૨.
સફળતાનો અજંપો આકરો હોય છે
સંજ્ઞાના પહેલા અંકની તૈયારી છએક મહિના ચાલી ત્યારે ભૂખ-તરસ-ઘર-ચેન-વિસામો-શાંતિ બધું જ ગિરવે મુકાઈ ગયું. આપોઆપ.

એક જ ધૂન, એક જ વાત, એક જ આલાપ – બસ, સંજ્ઞાનું પ્રકાશન. અને સંજ્ઞાના બે અંકો પ્રગટ થતાંમાં તો ઉઘાડી આંખોવાળા ચોંકી ઊઠ્યા અને બંધ આંખોવાળા છળી મર્યા. તંત્રી તરીકે અમે તૃપ્તિના ત્રણ ઘૂંટ પીધા - ઍટ લાસ્ટ, આઇ કૂડ અરાઈવ, સો સૂન ઍન્ડ સો સડન! સંજ્ઞાના એકએક પૃષ્ઠનો, એક એક કૉલમનો લેઆઉટ અમે હર્ષદ કાપડિયા, ઉષાકાન્ત મહેતા અને જયો. જા.) કરતા હતા.

સંજ્ઞાના અંકો ટપાલમાં પહોંચતાંભેર મિત્રો એમના રોમાંચ અનેઝણઝણાટીની વાતો કાગળમાં લખતા. રાધેશ્યામને કેમ ભૂલું? સાચ્ચા કદરદાન સર્જક-વિવેચક મિત્ર. ચિ. મો. (ચિનુ મોદી) અંદરથી જલે, બહારથી હસતું મોઢું. રઘુવીર આંખ મીંચકારી અક્કડ ચાલે પણ સંજ્ઞાની ટહેલ પડતાં કાવ્યકૃતિ આવી પહોંચે. સુ.જો.નો સૂર્ય તપે એટલે સંજ્ઞાના ત્રીજા અંકમાં અમે - પ્રા. હર્ષદ દેસાઈ, દિગીશ મહેતા અને અમે - એમનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. અને ઇન્ટરવ્યૂ પ્રગટ થતાંવેંત સંજ્ઞા ચોમેર, સાહિત્યજગતમાં એક શુદ્ધ સાહિત્યિક ત્રૈમાસિકરૂપે પ્રસ્થાપિત થઈ ચૂક્યું! સફળતાનો અજંપો નિષ્ફળતાની સ્મશાનશાંતિ કરતાં અગ્નિપુંજ જેવો આકરો હોય છે - આગામી અંકોની તૈયારી સુખે જાગવા કે ઊંઘવાય ક્યાંથી દે?

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] જ્યોતિષ જાની
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''જ્યોતિષ જાની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૫૩.
કોણ શું કયા આશયથી લખી મોકલે...'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૩.
કોણ શું કયા આશયથી લખી મોકલે...
સાહિત્યપ્રવૃત્તિનો અર્થ ઘણો વ્યાપક છે. પણ સામયિક નિમિત્તે સાહિત્યનો વર્તમાન તમારી નજર સામે બરાબર રહે છે... કોણ કયા આશયથી શું ને કેવું લખી મોકલે છે એ સમજતાં વાર નથી લાગતી. કેટલાક તો અંગત હિસાબો પતાવવા માટે, વિવેચનલેખોમાં કોઈને વિશે કશી જરૂરિયાત, સંદર્ભ કે પ્રસ્તુતતા વિના જ છરકા કરવા માટે કે એવા કોઈ ખ્યાલથી કશાંક વિધાનો કરે ત્યારે સંપાદકે તાટસ્થપૂર્વકનો વિવેક કરવો પડે એ આ પ્રવૃત્તિની ઓળખ! શ્રી સિતાંશુ યશશ્ચંદ્રે ‘પત્નીને’ શીર્ષકથી કાવ્યો લખ્યાં તો એ જ ધાટીમાં માતા, પત્ની અને સાસુ વિશેનીય એક-બે રચનાઓ એક ભાઈ સંભળાવી ગયા. માય ડિયર જયુએ ‘ગદ્યલીલા’ કરી, અભિજિત વ્યાસે ફિલ્મો વિશે લેખો મોકલ્યા કે મેં પ્રસંગોપાત્ત બે-ચાર સાહિત્યકારો વિશે લખ્યું તો એવું બન્યું કે ચારેબાજુથી ‘ગદ્યલીલા’ઓ આવવા લાગી, ‘જી’ અને ‘ફિલ્મફેર’માં શોભી ઊઠે એવાં ફિલ્મવિષયક લખાણો આવવા લાગ્યાં, ઘણાંએ મને કહ્યું કે, તમે મારા વિશે કેમ નથી લખતા?

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] હર્ષદ ત્રિવેદી
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''હર્ષદ ત્રિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૫૪.
રિટર્ન્ડ ટુ સૅન્ડર!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૪.
રિટર્ન્ડ ટુ સૅન્ડર!
’૭૪ના મે મહિનામાં ગગનનો છેલ્લો અંક પ્રગટ થયો. જો કે એ પ્રગટ કર્યો ત્યારે મને પણ ખ્યાલ ન હતો કે એ અંક છેલ્લો અંક બની રહેવાનો છે. એ સમયે કારીગરોની કનડગતને કારણે પ્રેસ બરાબર ચાલતો નહીં એટલે છેલ્લો અંક પણ બહાર છપાવેલો. રાબેતા મુજબ મોડો પડેલો અને બીજી તારીખ પણ માંગેલી. એ તારીખ કોઈક જાહેર રજાની હતી. અંકો તો પોસ્ટ કરી દીધા પણ બીજે દિવસે પોસ્ટઑફિસે એને લેટ ગણીને ડ્યૂના સિક્કા મારી રવાના કર્યા. અને મારા આશ્ચર્ય વચ્ચે મોટા ભાગના લોકોએ પચાસ પૈસા દંડ ભરીને અંક લઈ લેવાને બદલે રિજેક્ટ કર્યા. ગ્રાહકો તો ઓછા હતા, એ સિવાયના મોટા ભાગના અંકો તો આપણા પ્રશસ્ત સર્જકો અને વિવેચકોને મફતમાં જ મોકલતો રહેલો. એ મહાનુભાવો પણ, (જેમાંથી કેટલાકે તો ગગનની ઘણી પ્રશંસા કરેલી) પચાસ પૈસા જતા કરવાને બદલે અંક રિજેક્ટ કર્યા. રોજ ટપાલમાં ડ્યૂના સિક્કાવાળા અંકોની થોકડી પરત આવતી – રિટર્ન્ડ ટુ સેન્ડર! અને હું દંડ ભરીભરીને એ અંકોને સ્વીકારતો રહેતો. વિચારતો રહેતો કે કેવી છે આ ગુર્જરી પ્રજા અને કેવા છે એના સાહિત્યસર્જકો...અને સાહિત્યરસિકો...! ઊંઘ અને આરામના ભોગે બારતેર મહિના મેં જે પરિશ્રમ કર્યો તે આ દિવસ જોવા માટે? બકુલા આશ્વાસન આપતી, હિંમત  આપતી પણ આ ઘટનાથી વિક્ષુબ્ધ બની ગયેલું મન શાન્ત થતું જ ન હતું. એ દરમિયાન બાલાસિનોર કૉલેજમાં પૂરા સમયની નોકરી મળતાં નડિયાદ છોડવાનો પ્રસંગ ઊભો થયો. મનગમતું સ્વપ્નું વેચતો હોઉં એવા દુઃખ સાથે પ્રેસ વેચીને તુલસીદાસને પૈસા પરત કરી દીધા અને જૂનમાં બાલાસિનોર ચાલ્યો ગયો.

એ પછી તો પ્રજાની ઉપેક્ષા સહીને જ્યારે જ્યારે કોઈ સારું સામયિક બંધ પડી ગયું છે ત્યારે ત્યારે ગગનના અકાલ અવસાનનો અવસાદ સાંભરી આવે છે. બંધ થતા સામયિકમાં તંત્રીને નિવેદન દ્વારા હૈયાવરાળ કાઢવાની તક મળતી હોય છે પણ મને તો એ તક પણ મળી નહીં...

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] પુરુરાજ જોશી
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''પુરુરાજ જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૫૫.
એવા મક્કમ હતા મઠિયા!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૫.
એવા મક્કમ હતા મઠિયા!
‘રે’ના ત્રીજા અંકમાં મુખપૃષ્ઠ પર એક વાક્ય છપાયું : ‘રે’માં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ જ છીએ એમ કોઈએ માની લેવું નહીં.’ હું તંત્રી અને મને મુખપૃષ્ઠ પરની આ પંક્તિની જાણ જ નહીં. હું કપડવણજ કૉલેજમાં ભણાવું ત્યારે આ અંક મને મળ્યો અને હું ઉશ્કેરાઈ ગયો. અધ્યાપક વળી વિવેચનનો અસ્વીકાર કરે જ કઈ રીતે? સાર્થ ન હોય તે સાહિત્ય ક્યાંથી? અને મેં ભાવુક થઈ મિત્રોને એક ‘નેસ્ટી’ કાગળ લખ્યો અને મારું નામ તંત્રી તરીકે રદ કરવાની જાણ કરી. મારું નામ રદ થયું, પણ આ વાક્ય રદ થયું નહીં – એવા મક્કમ હતા રે-મઠિયા. રેમાં તંત્રીનો મહિમા જ ક્યાં હતો? એમાં કોઈનું પણ નામ છાપી શકાય એવું હતું, કારણ કે સંપાદન તો સહિયારું જ થતું હતું. રેના અંકોનાં મુખપૃષ્ઠ એ આપણી આધુનિક ચિત્રકળાનો લેખ વગરનો ઇતિહાસ પણ છે. જેરામ પટેલ, ભૂપેન ખખ્ખર અને પીરાજી સાગરાનાં સ્ટ્રોંગ લાઈન્સવાળાં બોલ્ડ રેખાંકનોથી આ મૅગેઝીનનાં મુખપૃષ્ઠ આ જૂથના અન્ય કળાઓ  સાથેના ગાઢ સંબંધને પણ પ્રગટ કરે છે. શેખ, સિતાંશુ, મણિલાલ, દિલીપ, પ્રબોધ, સુભાષ, ભરત (ઠક્કર) રેનાં પાનાં પર રચનાઓ દ્વારા ઉપસ્થિત છે અને એ એ જ બતાવે છે કે રે જૂથ એ કેવળ અમદાવાદ પૂરતું સીમિત નહોતું. રે ચલાવવા આ કવિઓએ અમદાવાદમાં બુટપૉલીશ પણ કરી છે અને ઍસ.ટી. તથા ‘નાનીબચત’ માટે રચનાઓ પણ લખી છે. દર મહિને દસ રૂપિયા એટલે બેઝીક ૨૦૦ના પગારદાર માટે માતબર રકમ પણ કવિઓએ આપી છે. મુનિશ્રી બામ ૧૦૧ને નામે મણિલાલ દેસાઈથી માંડીને મનુભાઈ ગૌદાની સુધી એકાધિક કવિઓએ કાવ્ય લખ્યાં છે. આવા એક કાવ્ય માટે અમારા પ્રિન્ટર (ઉત્તરાવસ્થાના પ્રિન્ટર) જયંતિ દલાલ, પ્રકાશક લાભશંકર અને તંત્રી તરીકે મારી ઊલટતપાસ ને જવાબો પણ પોલીસના માણસોએ લીધા છે.

બેજવાબદારીનો દેખાવ કરી, દંભના પર્દાઓને ચીરનાર; નિયત થયેલા છંદાદિ ટુલ્સનો અસ્વીકાર કરનાર; અને માન્ય વિભાવનાઓને પડકારી શકનાર રે સામયિકના તંત્રી થવાનું ભલે આકસ્મિક હતું, પણ ખૂબ જ રોમાંચક હતું. આવો રોમાંચ કૃતિ અને ઉન્મૂલન તથા હૉટેેલ પોએટ્‌સ ગુ્રપના ઓમિસિયમમાં રીપીટ થયેલો એટલું જ. એથી, એ વિશે આ ક્ષણે વાત કરવાનું અટકાવું છું.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ચિનુ મોદી
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''ચિનુ મોદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૫૬.
મારી કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને–'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૬.
મારી કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને–
કલમ અને કિતાબ વિભાગમાં હું કેવળ ગ્રંથસમીક્ષા જ કરતો નહોતો, ગ્રંથસમીક્ષા ઉપરાંત, અવલોકનાર્થે આવતા ગ્રંથોનો ‘સાભાર-સ્વીકાર’ લખતો, બનતી રહેતી સાહિત્યિક ઘટનાઓની જાણ ‘સાહિત્ય સમાચાર’ રૂપે કરતો, કોઈ સાહિત્યકારને તેની વિશિષ્ટ સંસિદ્ધિ સંદર્ભે ગુજરાત સાહિત્યસભા તરફથી રણજિતરામ ચન્દ્રક અર્પણ કરવાનો નિર્ણય થાય, યા કોઈ સારસ્વતને ગુજરાતી સાહિત્ય પરિષદ, કે ગુજરાત સાહિત્ય અકાદેમી કે કેન્દ્રની સાહિત્ય અકાદેમી તરફથી પારિતોષિક અર્પણ થાય, ત્યારે તે ઘટનાને અનુલક્ષીને તે સારસ્વતના સાહિત્યિક પ્રદાનને આવરી લેતી તેની સિદ્ધિને બિરદાવી નોંધ પણ લખતો, તદુપરાંત, વિવિધ વિદ્યાસંસ્થાઓ તેમજ સાહિત્ય-સંસ્થાઓને ઉપક્રમે યોજાતાં વ્યાખ્યાનો, પરિસંવાદો, કવિસંમેલનો, સન્માનો, શ્રદ્ધાંજલિઓ આદિ જેવા તમામ પ્રસંગો કે ઘટનાઓનું વૃતાન્તનિવેદન ‘કલમ’ અને ‘કિતાબ’માં ઉચિત વિસ્તારથી વા સંક્ષેપમાં કરવાની પ્રણાલી પણ સંપાદકીય ધર્મ લેખે શરૂ કરેલી અને ‘કલમ અને કિતાબ’ના સંપાદકપદેથી નિવૃત્ત થયો ત્યાં સુધી તે એકધારી ચાલુ રાખેલી. સંપાદકીય કામગીરીનાં પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન, વક્તવ્યોનાં મેં તૈયાર કરેલાં વૃત્તાંત-નિવેદન (વક્તા મુંબઈના હોય ત્યારે) તેે-તે વિદ્વાનને ઘેર જઈને, તેની પાસે વાંચી, તે પરત્વે તેઓ સંતોષ વ્યક્ત કરે, તે પછી જ હું એ લખાણ કમ્પોઝમાં આપતો. તે વખતના સારસ્વતો શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી રામનારાયણ પાઠક, ડૉ. હરિવલ્લભ ભાયાણી આદિ અનેક મહાનુભાવોએ મારી આ કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને ઉષ્માભર્યો સહકાર આપેલો.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       કૃષ્ણવીર દીક્ષિત
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''કૃષ્ણવીર દીક્ષિત'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu