બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 717: Line 717:

{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૫૭.<br>ભાઈ, ચર્ચાનો ચૉરો ઊંભો કરો...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૭.
ભાઈ, ચર્ચાનો ચૉરો ઊંભો કરો...
સામયિકના સંપાદકનો પાયાનો ગુણ તેની વિવેકશક્તિ – શું લેવું શું ન લેવું, શું સ્વીકારવું શું ન સ્વીકારવું, સામયિક માટે શું પ્રગટ કરવા યોગ્ય ગણવું અને શું ત્યાજ્ય ગણવું એનો વિવેક એ સંપાદકનો સૌથી વધુ આવશ્યક, અનિવાર્ય ગુણ ગણાય. ગ્રંથાવલોકનના સામયિકના સંપાદકને વધુ તબક્કાઓએ વિવેક વાપરવાની જરૂર પડે છે. આવેલાં  પુસ્તકોમાંથી કયાં લક્ષમાં લેવા જેવાં છે અને કયાં બાજુએ મૂકી દેવા જેવાં છે, કયાં પુસ્તકોનાં અવલોકન કોની પાસે લખાવવાં છે એ બધા વિવેકભરી નિર્ણયશક્તિ માગી લેતા પ્રશ્નો છે. અવલોકનો આવ્યા પછી તેમાંથી એમ ને એમ છાપવા જેવાં કયાં, કાપકૂપ કરીને છાપવા જેવાં કયાં અને તદ્દન અસ્વીકાર્ય કયાં તે પણ નક્કી કરવાનું ઊભું હોય છે. સંપાદકમાં વિવેકશક્તિ આવશ્યક છે એ પાયાની વાતમાં કોઈને વિરોધ હોવાનો સંભવ નથી. પણ સંપાદકમાં એક બીજો ગુણ મને આવશ્યક લાગે છે તે ઉદાર વલણ. અંગ્રેજી શબ્દ લિબરેલિઝમ માટે મેં આ પર્યાય વાપર્યો છે. કદાચ એનો સાચો પર્યાય થાય – ખુલ્લું મન. સંપાદક એમ કહી શકે કે સારું લેખન જે-કોઈની પાસેથી મળે તેની પાસેથી સ્વીકાર્ય છે. તેમાં જાણીતા-અજાણ્યા કે નાના-મોટા એવા ભેદ નથી, નવોદિત અને પીઢ વચ્ચે ફરક નથી, નવા વિચાર કે જૂના વિચારવાળાનાં ખાનાં પાડી નાખવામાં આવતાં નથી. ગ્રંથમાં જેમનાં પુસ્તકોની ટીકાત્મક સમીક્ષા થયેલી એવા એક-બે લેખકોએ ગ્રંથ સામે જૂથબંધીનો આક્ષેપ કરેલો. પણ અમારો તો સૌથી મોટો દાવો જ એ હતો કે ગ્રંથની કોઈ જૂથબંધી નથી.

સંપાદકની કામગીરીનો એક અગત્યનો ભાગ તેની પાસે આવેલાં લખાણોમાં સુધારા અને કાપકૂપ કરવાનો છે. આ બન્ને ક્રિયાઓ અતિશય ચર્ચાસ્પદ બનેલી છે. એ વિશે બહુ લાંબી ચર્ચા થઈ શકે તેમ છે. પણ આવશ્યક જણાય તેવા ઓછામાં ઓછા સુધારા કરીને લખાણ છાપવું એવું વ્યવહારુ ધોરણ અમે અપનાવેલું.

Line 726: Line 724:
ગુજરાતી સંપાદકને ભાગે સુધારાવધારા કરતાં કાપકૂપ કરવાનું કદાચ વધુ આવતું હશે. કાપકૂપ બે કારણે કરવી પડે છે. જેટલાં પાનાં ઉપલબ્ધ છે તેમાંથી કોને કેટલી જગ્યા ફાળવવી તેનો નિર્ણય કરવો એ સંપાદકની મોટી કસોટી છે. આ પ્રક્રિયામાં તેને માથે લાંબાં લખાણો ટૂંકાં કરવાની ફરજ આવી પડે છે. કાપકૂપની બીજી જરૂરિયાત લેખની અંદર રહેલી હોય છે. ગુજરાતી ગદ્યલેખકોનો એક મોટો દોષ નિરર્થક લંબાણનો છે. ટૂંકું સઘન લેખન કરવાનો જાણે કે આપણો સ્વભાવ જ નથી. બિનજરૂરી પ્રાસ્તાવિક વાક્યોથી કેટલાયે લેખો શરૂ થતા હોય છે. મુદ્દા પર આવતાં પહેલાં કેટલાયે શબ્દો વેડફી નાખ્યા હોય છે. નકામી નામાવલિઓ અને બિનજરૂરી અવતરણોથી પાનાંનાં પાનાં ભર્યાં હોય છે. આમ છતાં લેખમાં બે-ચાર સારા મુદ્દા હોય તો નકામો ભાગ કાપીને લખાણ છાપવાની મારી રીત હતી.

ગ્રંથ ચલાવતાં મને ઘણી વાર એવો વિચાર પણ આવતો કે લોકો અવલોકનો શા માટે વાંચતાં હશે? એના ઘણા જવાબ હોઈ શકે. પણ હું આટઆટલાં વર્ષોથી અવલોકનો શા માટે વાંચતો હતો? મારા પૂરતું તો એમ કહી શકું કે જેમ કોઈ વાર્તા વાંચતાં આનંદ પ્રાપ્ત થાય છે તેમ અવલોકન વાંચતાં પણ મને આનંદ પ્રાપ્ત થાય છે. અવલોકન વાંચવા માટેનાં અનેક કારણો મેં પ્રસંગાનુસાર આગળ ધર્યાં હશે, પણ સાચું કારણ આનંદ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે જે સામયિકો વાંચું છું તેમાં પહેલી નજર પુસ્તકોનાં અવલોકનો ઉપર પડે છે. એવું નથી કે વાર્તા-નવલકથાનાં અવલોકનમાં જ રસ પડતો હોય. ખરી રીતે એમાં ઓછો રસ પડે છે. કવિતા, વિવેચન, ચરિત્ર અને અન્ય ગંભીર વિષયોનાં પુસ્તકોનાં અવલોકનોમાં વધુ રસ પડે છે. કેટલાંક અવલોકનો મારે માટે પુસ્તકની અવેજીની ગરજ સારે છે. એ પુસ્તકો સારાં છે કે ખરાબ તેનો સવાલ હોતો નથી. અવલોકનો જ એવાં હોય છે કે હું તેનાથી જ કામ ચલાવી લઉં છું. બીજાં કેટલાંક અવલોકનો પ્રસ્તુત પુસ્તકો વાંચવા પ્રેરે છે. કેટલાંક વાંચેલાં પુસ્તકોનાં અવલોકનો પણ વાંચું છું – કદાચ સમીક્ષકનાં મૂલ્યાંકનો સાથે મારાં મૂલ્યાંકનોને સરખાવી જોવા. પણ ખરી મજા જયંતિ દલાલ જેવાનાં અવલોકનોમાં આવતી. જયંતિભાઈ આખા પુસ્તકના નિરીક્ષણમાં પડવાને બદલે ઘણી વાર તેમાંના કોઈ મહત્ત્વના કે નિર્ણાયક મુદ્દા લઈ તેની ચર્ચા કરતા. મને સૌથી વધારે આનંદ આવી ચર્ચામાં મળે છે. આજે આ સાહિત્યપ્રવૃત્તિ વિષે મારી મોટામાં મોટી ફરિયાદ એ છે કે જાણે ચર્ચાનો જમાનો જ વીતી ગયો છે. કોઈ સંપાદક પૂછે છે તો એને એ જ ભલામણ કરું છું કે ભાઈ, ચર્ચાનો ચૉરો ઊભો કરો.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] યશવંત દોશી
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''યશવંત દોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}

{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૫૮.<br>સામયિકોના ભાવિની ચિંતા નથી'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૮.
સામયિકોના ભાવિની ચિંતા નથી
મારા સંપાદન-કાર્યથી મને સંપૂર્ણ સંતોષ છે એમ તો હું ન જ કહી શકું. હજુ ક્લિષ્ટ લેખો અને નિવાર્ય એવા લાંબા લેખો સંપૂર્ણ રીતે ન છાપવાનું મારાથી બની શક્યું નથી. કેટલાક લેખો લેવાની ભૂલો પણ નથી જ કરી એમ નથી. હજી મને અમુક અભિલાષાઓ છે; દેરિદા, ઝાક લકાં, ફુકો જેવા આજના ચિંતકો ઉપર ટૂંકા પણ અત્યંત વિશદ લેખો મળે એવી તીવ્ર ઇચ્છા છે. ફ્રૉઇડ કે માકર્‌સ જેવા મોટા ગજાના એ ચિંતકો છે કે નથી? નથી તો એમના ચિંતનને કયાં મૂકવાનું થાય? કોઈકને જો આ કામ માટે મેળવી શકું! બીજી પણ એક ઝંખના છે અને વારંવાર મેં સંસ્કૃતના કેટલાક અભ્યાસીઓને એ અંગે વાત કરી છેઃ ભલે, થોડું પણ સંસ્કૃત સાહિત્ય સર્જન લઈને, અરે, થોડીક કાવ્યપંક્તિઓ લઈ પણ રસકીય આસ્વાદ કરાવી શકાય તો એવો એક વિભાગ શરૂ કરવાની પણ મારી ઇચ્છા છે.  

સામૂહિક માધ્યમોના હુમલા ગમે એટલા હોય પણ જ્યાં સુધી દુનિયામાં એક નાનો પણ પ્રાણવાન રસિક વાચકવર્ગ રહેશે ત્યાં સુધી સાહિત્યનાં સામયિકોની પ્રસ્તુતતા છે. આવો વાચકવર્ગ ભલે ઘણો મોટો નહીં હોય પણ રહેશે હંમેશા. દૃશ્ય(વિઝયુઅલ)માં અને વાચનમાં ઘણો ફેર છે. મેં કેટલીક અંગ્રેજી નવલકથાઓ પરથી બનેલી સારી ગણાતી અંગ્રેજી ફિલ્મો જોઈ છે પણ હંમેશાં થોડીક નિરાશ થઈ છું. વાંચતાંવાંચતાં જે કલ્પનાચિત્ર તમારી સમક્ષ ઊભું થાય છે એને ફિલ્મ સીમિત કરી નાખે છે. એટલે એ રીતે જોતાં મને વાચનસામગ્રીના– સામયિકોના – ભાવિની ચિંતા નથી. પણ એક ચિંતા જરૂર છે : અંગ્રેજી માધ્યમને કારણે શિક્ષિતોમાંથી કેટલા ગુજરાતી વાંચતા હશે? ગુજરાતી ભાષાનું  શું?

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] મંજુ ઝવેરી
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''મંજુ ઝવેરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}

{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૫૯.<br>મફત આપો, માનભેર આપો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૫૯.
મફત આપો, માનભેર આપો
પ્રકાશન અંગે, મારી સામેનાં સામયિકોમાં સામસામા છેડાના બે નમૂના હતા : એક કવિતા બીજું એતદ્‌. કવિતા વધુ પડતું ચળકાટવાળું, ચીકણું, ગળચટું, જાડું અને અંદરથી પોકળ. એતદ્‌ સાવ દૂબળું, લુખ્ખું, મરવા વાંકે જીવતું. ગદ્યપર્વના પ્રકાશનમાં આ બે વચ્ચેથી મારગ કાઢવો હતો. ‘હમકો તેરે જૈસા પાગલ હી ચાહીએ’, કહેનારા માલિક મારા વ્હાલાએ, સામેથી મારું લોહી પીધું– વિશ્વાસરાવે કૉમ્પ્યુટરથી માંડી બાઈન્ડીંગખાતા સુધી ધક્કે ચઢાવ્યો. મજૂરીમાં ધકેલાયો. કાગળ ખરીદવા, પંડિત પ્રોસેસમાં બ્લૉકમેકર્સ પાસે દોડવું, મરાઠીભાષી ઑપરેટર પાસે બેસી કૉમ્પ્યુટર પર ગુજરાતી હસ્તપ્રત લખાવવી, પ્રૂફ તપાસવાં, છપાયેલાં બંડલો ઉપાડી, ટેક્ષીમાં નાખી દાદરથી ઘાટકોપર અને ત્યાંથી ઘરના ચાર માળ કુદાવવા. ગીતા નાયક અને આકાશ, આલોક બંને દીકરા  સરનામાં લખે, ટિકિટ લગાવે, બંડલ ઉપાડી ટપાલમાં હજારેકની આસપાસ ગદ્યપર્વ રવાના કરે. દર બે મહિને સમયસર અંક કાઢવા, લેખકો શોધવા, એમના પર કાગળના હુમલા કરવા : લખો, લખો – હૈસો, હૈસો. એમાં લેખક નારાજ થાય, મનાવો; રિસાય, સમજાવો; આડા થાય, ઠેકાણે લાવો. વળી વિવેચકો, વિદ્વાનો વદ્યા :  આ તો તળપદ તળપદ, ભારે અતિરેક! બીજા વર્ષ સુધીમાં બે-બે, ચાર-ચાર ફાઈલો ઊભરાઈ ગઈ લેખકોની. ઢગબંધ ધનેડાં, ચાલુ ગાડીએ ચડી બેઠાં. લખે : ખાસ તમ હાટુ, ગદ્યપર્વ હાટુ, નાનું, ગરમાગરમ, તૈયાર, નકરું તળપદ. શ્રીમાન રઘુવીર ચૌધરીએ તો એવું તિલક કરેલું કે : બેચાર અંકો ચાલે તો ઘણું. સાહિત્યિક ભેખ ધરવાનું ખરું જોમ તો આપણા ગ્રાહકોએ પૂરું પાડ્યું – લવાજમ ધરાર ન ભરીને. સત્તર ખાંડી મિજાસવાળા ગુજરાતી વિદ્વાનોનું એક જ સૂત્ર : મફત આપો, માનભેર આપો. લે ને ભાઈ, તું રાજી. એમને ય આપ્યા, મફત.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ભરત નાયક
{{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''ભરત નાયક'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}

Navigation menu