કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
વેણીભાઈની કાવ્યસૃષ્ટિમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. પ્રેમ, પ્રણય-વિરહ, પ્રકૃતિ, રાષ્ટ્રભાવના, ગાંધીયુગના સંસ્કારો, ચિંતન, અધ્યાત્મ વગેરે તેમની કવિતામાં સહજ વણાઈને આવે છે. તો સમાજથી કવિ દૂર રહ્યા નથી એટલે જ મજૂરની વેદનાને પણ વાચા મળી છે. તો પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું તેમને આકર્ષણ છે જે અનેક ભાવોને વાચા આપે છે. જેમ કે, ‘તેડા’માં આઠ આઠ માસથી વર્ષાની રાહ જોતા મોરલા – મેઘરાજાને વર્ષાને મોકલવાની વિનંતી કરે છે ત્યારે વર્ષા વિના પ્રકૃતિની શી સ્થિતિ છે, તેનું વર્ણન –  
વેણીભાઈની કાવ્યસૃષ્ટિમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. પ્રેમ, પ્રણય-વિરહ, પ્રકૃતિ, રાષ્ટ્રભાવના, ગાંધીયુગના સંસ્કારો, ચિંતન, અધ્યાત્મ વગેરે તેમની કવિતામાં સહજ વણાઈને આવે છે. તો સમાજથી કવિ દૂર રહ્યા નથી એટલે જ મજૂરની વેદનાને પણ વાચા મળી છે. તો પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું તેમને આકર્ષણ છે જે અનેક ભાવોને વાચા આપે છે. જેમ કે, ‘તેડા’માં આઠ આઠ માસથી વર્ષાની રાહ જોતા મોરલા – મેઘરાજાને વર્ષાને મોકલવાની વિનંતી કરે છે ત્યારે વર્ષા વિના પ્રકૃતિની શી સ્થિતિ છે, તેનું વર્ણન –  
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
'''વનની વનરાઈ ઓલ્યા વાદળિયા દેશમાં'''
'''નજરું નાખીને કાંઈ જોતીઃ'''
'''ઝરણાએ ગીત ખોયાં ડુંગરની કંદરે,'''
'''થાકી એને હું ગોતી ગોતીઃ'''
'''ઓ મેઘરાજા! વર્ષાને મોકલો.'''
</poem>
{{Poem2Open}}
ધરતી પર કાગડોળે જોવાતી વર્ષાની રાહ અને વાયુને હૈયે ગુંજતા મલ્હારના સૂર. પ્રકૃતિ સાથે માનવહૃદયના ભાવોનું આરોપણ, ગ્રામ્ય પરિવેશ વેણીભાઈનાં કાવ્યોમાં સહજ રીતે વણાઈને આવે છે. એટલી જ સહજતાથી લય, તાલ ગીતોમાં ગૂંથાતા આવે છે.
‘સાંજ પહેલાંની સાંજ’માં કવિએ સાંજ પડતાં પહેલાંના સમયની ગતિવિધિ અને એ સમયની પ્રકૃતિને સુંદર રીતે નિરૂપી છે. એ પ્રકૃતિ-ચિત્ર જુઓઃ
{{Poem2Close}}
<poem>
'''હજી આ કોકરવરણો તડકો છે,'''
'''સાંજ તો પડવા દો!'''
'''હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે,'''
'''દિવસને ઢળવા દો!'''
::: '''— સાંજ તો પડવા દો!'''
</poem>
{{Poem2Open}}
પશુ-પંખી, ઘર-ગામ, ધરતી અને આભના રમણીય આલેખન સાથે કવિ હવાની રૂખ બદલાય એની રાહ જોવાનું કહે છે ત્યારે કવિનું રંગદર્શી વ્યક્તિત્વ પ્રગટ થાય છે.
‘મધરાતની માલણ’માં પ્રકૃતિના સુંદર વર્ણન સાથે પ્રણય-વિરહનું આલેખન થયું છેઃ
શરૂઆતમાં ચાંદનીનું વર્ણનઃ
{{Poem2Close}}
<poem>
'''માઝમ રાતે નીતરતી નભની ચાંદની,'''
:::: '''અંગેઅંગ ધરણી ભીંજાયઃ'''
'''એવા રે ભીના રંગની ઓઢી એણે ઓઢણી,'''
::: '''પાલવડો પવને લહેરાયઃ'''
:: '''– જાણે એ ફૂલને ફોરમ પાય.'''
::::::: '''– માઝમ રાતેo'''
</poem>
{{Poem2Open}}
એ પછી તો – આંખમાંથી નભના રંગો નીતરે છે પણ તેને ઝીલનારોય નથી. વિરહવ્યથાનું પ્રકૃતિના આલંબન સાથે સરસ આલેખન થયું છે. વેણીભાઈનાં કાવ્યોમાં પ્રકૃતિ વિવિધરૂપે પ્રગટે છે.
ગ્રામ સમાજમાં હોળીનો ઉત્સવ. હોળીનો પૈસો માંગવાનો રિવાજ. ઘેરૈયાઓ ભેગા મળીને ઘેરો ઘાલીને – પૈસો માંગે. એ ‘ઘેરૈયાનો ઘેરો’ કાવ્યમાં ‘નવાઈલાલ’નું પાત્રનિરૂપણ – હળવા હાસ્ય અને ઠઠ્ઠામશ્કરી સાથે ખૂબ સરસ રીતે થયું છેઃ
{{Poem2Close}}
<poem>
'''ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!'''
'''હોળીનો પૈસો આલો, નવાઈલાલ!'''
'''... ... ... ...'''
'''... ... ... ...'''
'''ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ!'''
'''સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ!'''
'''જૂની તે પોતડી પ્હેરી, નવાઈલાલ!'''
'''લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ!'''
</poem>
{{Poem2Open}}
નવાઈલાલને હૂબહુ કરતું આલેખન – ઊંધી ટોપી, ચશ્માંની વાંકી દાંડી, મૂછોનો એક વાળ ધોળો – એને ‘કલપ’માં બોળવાની સલાહ વગેરે.
વેણીભાઈનું રંગદર્શી વ્યક્તિત્વ છલકાય છે એવું એમનું અમરગીત – જે આજની પેઢીના હોઠે અને કાને રમતું રહ્યું છે તે –
‘પાનીને પગરસ્તે’ –
{{Poem2Close}}
<poem>
'''તારી આંખનો અફીણી,'''
'''તારા બોલનો બંધાણી,'''
'''તારા રૂપની પૂનમનો પાગલ એકલો.'''
'''... ... ...'''
'''તારી મસ્તીનો મતવાલો આશક એકલો.'''
'''... ... ...'''
'''તારા રંગનગરનો રસિયો નાગર એકલો.'''
</poem>
{{Poem2Open}}
પ્રણયનો મદ અને મસ્તી – જેમ ભીંત ફાડીને પીપળો ઊગે એમ એમના હૈયામાંથી પ્રગટી છે. વેણીભાઈનાં ગીતોમાં લોકગીતના લય-ઢાળ, લોકબાની, મસ્તી-મિજાજ વગેરે સહજ રીતે નિરૂપાયાં છે.
વેણીભાઈનાં કાવ્યોમાં ગાંધીયુગની અસર છે. તેમનાં કાવ્યોમાં રાષ્ટ્રપ્રેમનું નિરૂપણ છે. જેમ કે, ‘કો’ક તો જાગે!’માં પ્રજાની ચેતનાને સંકોરવાના પ્રયત્નો છે. તેની સાથે પ્રજાની નિષ્ક્રિયતા પર કટાક્ષ પણ છેઃ
{{Poem2Close}}
<poem>
'''બાપદાદાની બાંધેલ ડેલી,'''
'''એક ફળબંધ હોય હવેલી,'''
'''ગામની ચંત્યા ગોંદરે મેલી,'''
'''એ...ય નિરાંતે લીમડા હેઠે'''
'''ઢોલિયા ઢાળી —'''
'''સહુ સૂતાં હોય એમ કાં લાગે?'''
'''આપણામાંથી કોક તો જાગે!'''
</poem>
{{Poem2Open}}
તત્કાલીન સામાજિક સ્થિતિથી દ્રવિત કવિ પાસેથી ‘મજૂરની કવિતા’ મળે છે. મજૂરોની હાડમારી, ચીંથરેથી વીંટાયેલો દેહ, પરસેવાથી રેબઝેબ મજૂરોનું શબ્દચિત્ર સુંદર રીતે આલેખાયું છે. જુઓઃ
{{Poem2Close}}
<poem>
'''લાચારીથી લથબથ જુઓ આ મજૂરિયાં,'''
'''સુખ કેરાં સપનાંય સુખથી સેવાય ના.'''
'''કીકીઓમાં કુતૂહલ, કલેજામાં હાયવોય,'''
'''હાડમારી કેરો કોલાહલ હલ થાય ના.'''
</poem>
{{Poem2Open}}
તો ‘માણસ’ જેવી રચના પણ તેમની પાસેથી મળે છેઃ
{{Poem2Close}}
<poem>
'''કરવતથી વહેરેલાં'''
'''ઝેરણીથી ઝેરેલાં,'''
'''કાનસથી છોલેલાં,'''
'''તોય અમે લાગણીનાં માણસ.'''
</poem>
{{Poem2Open}}
વેણીભાઈનાં ભજનોમાં પ્રયોજાયેલી તળપદી ભાષા-બાની, પ્રાચીન લય-ઢાળ, ભક્તિની મસ્તી, અધ્યાત્મ, ચિંતન વગેરે નોંધપાત્ર છે. જુઓ ‘પારાવાર’માંઃ
{{Poem2Close}}
<poem>
'''હું પોતે મારામાં છલકું'''
'''પંચામૃતનો મુખરિત પારાવાર.'''
'''... ... ...'''
'''હું મારામાં અસીમ સીમિત,'''
'''અવિરત, ચંચલ,'''
'''અકલિત, એકાકાર :'''
'''नित्य शिवोऽहम् नित्य जीवोऽहम्,'''
'''હું પોતે મારામાં મલકું,'''
'''પંચતત્ત્વનો પુલકિત પારાવાર.'''
</poem>
{{Poem2Open}}
પરમાત્માની અનંત વ્યાપ્તિનો સ્વીકાર. જાણે અનુુભવમાંથી આત્મસાત્ થયેલ વિચાર કાવ્યરૂપ પામ્યો છે. વેણીભાઈની યશોદાયી કાવ્યરચના ‘નયણાં’માં કવિએ આંખોને ‘ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં’ કહ્યાં છે. ત્યાં વેણીભાઈની સર્જનશક્તિનાં દર્શન થાય છે.
{{Poem2Close}}
<poem>
'''ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં —'''
'''એમાં આસમાની ભેજ,'''
'''એમાં આતમાનાં તેજ :'''
'''સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :'''
'''ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.'''
</poem>
{{Poem2Open}}
આ કાચનાં કાચલાં જેવાં નયણાં છીછરાં પણ છે, અને અતાગ ઊંડાય છે. તો ઝેર અને અમૃત બંને એકસાથે તેમાં છે. સાત સાત સમુદ્રો પણ એમાં છે અને વડવાનલની આગ પણ એમાં જ છે. દરેક વિરોધી બાબતોને સાથે મૂકીને નયણાંનો સચોટ કાવ્યમય પરિચય કરાવે છે. તો ‘રામઝરૂખો’માં–
{{Poem2Close}}
<poem>
'''ઝોબો આવીને જીવ જાશે,'''
'''પલકમાં પાછો આવીને પુરાશે,'''
'''પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી.'''
</poem>
{{Poem2Open}}
મનુષ્યની ઇચ્છાઓ, એષણાઓ, તૃષ્ણા વગેરે પાછળ ખર્ચાઈ જતી જિંદગી. રામ વિનાનો મનુષ્યાવતાર. રામ વિના દશરથની અને રામની રાહ જોતી શબરી. બંનેમાં કોની ભક્તિ ચડે! આમ અહીં કવિએ ભક્તિનો મહિમા કર્યો છે. આ ઉપરાંત ‘સુખડ અને બાવળ’, ‘પરબડી’, ‘એકતારો’, ‘મંજીરા’, ‘હેલી’, ‘લગની’ વગેરેમાં ભક્તિ અને અધ્યાત્મનું સઘન નિરૂપણ છે. તો ‘નોખું નોખું ને એકાકાર’માં સમાધિના અનુભવની વાત આલેખાઈ છે, જુઓઃ
{{Poem2Close}}
<poem>
‘લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો-સો ત્યાં ઊઘડી,
સો-સો સમાધિ લાગી... લાગી અધૂકડી,
જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર :
રે જોગીડા! આ તે
કેવું પરાયું કેવું આગવું હો જી!’
</poem>




26,604

edits

Navigation menu