કિન્નરી ૧૯૫૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 78: Line 78:

{{સ-મ|૧૯૪૭}}

{{સ-મ|૧૯૪૭}}

</poem>
== હે બુલબુલ ==
<poem>
::::હે બુલબુલ!
ડાળે ડાળે ઝુલાવજે ના તારા ગીતની ઝૂલ!
::: પાનખરે પાવક પ્રજળે
:::: ને વન વન લાગે ઝાળ,
::: કુંજ કુંજ શી કજળે
:::: ને શી રાખ ઊડે સૌ ડાળ!
સૂરની મંદા ધરતીની આ ધૂળમાં થાશે ડૂલ!
::: ભીતર કોલાહલ કોરે
:::: ને બંધ બ્હારના કાન,
::: માટીમાં જે મન મોરે
:::: તે કરશે અમૃત પાન?
સ્વર્ગમયી સૂરધારાનાં તે પાર્થિવને શું મૂલ?
::: ઊડી જા તું મલયવિહારે
:::: વસંતને વનદેશ!
::: પલ પલ તારો પંથ નિહાળે
::: વ્યાકુલ વિહ્વલ વેશ,
તારું ચિરચુંબન ચાહે, જ્યાં ફાગણનું કો ફૂલ!
હે બુલબુલ!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== ગાઈ લે તારું ગાણું ==
<poem>
ગાઈ લે તારું ગાણું!
શૂન્ય વિજન પથે તારી પૂરવીનો સૂર માણું!
::: આજ ધરાના પ્રાણ અધીરા,
:::: આભ આખું આતુર,
::: ઝીલવા તારી સૂરમદિરા
:::: ઝૂરતું મારું ઉર,
નીરવતામાં સમસમીને ટટળે સાંજનું ટાણું!
::: આજ પછીથી આજની વેળા
:::: મળવી નથી સ્હેલ,
::: ક્ષણ તો ભલે ક્ષણના મેળા,
:::: વેણ ન પાછું ઠેલ!
આજની ઘડી, સ્મરણે જડી, જુગના જુગો
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== તને જોઈ વાર વાર ==
<poem>
તને જોઈ વાર વાર,
દૂર કોઈ સપનની પાર!
કોણ છો તું? અણજાણ, ક્યહીં વસે?
::: એ તો નહીં જાણું!
સુણી રહું સ્વપનમાં તું જે હસે,
::: એટલું હું જાણું;
::: તવ ઘૂંઘટ ન તાણું
પછી તારે ઉરદ્વાર,
ક્યાંથી છેડું સૂર, છેડું તાર?
હુંયે તવ સ્વપનમાં કદી, ક્યારે,
::::: કોઈ દિન આવું;
આજનું આ અણગાયું ગીત ત્યારે
::::: નિજ સંગ લાવું,
::::: ત્યારે મનભરી ગાવું!
ત્યારે આંખડીઓ ચાર,
હશે તોયે એક અણસાર!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== સાંજને સૂરે ==
<poem>
સાંજને સૂરે,
અજાણ કોઈના મધુર ઉરે,
:::: શાને પડે સાદ?
ધરતીની મમતાને છાંડી,
દૂરને સોણે નજરું માંડી,
તોય અદીઠી
કાજળકાળી આંખની મીઠી
:::: શાને નડે યાદ?
કાલને વ્હાણે સોનલ વેળા,
આજ તો મેઘલી રાતના મેળા;
તોય આકાશે,
મલકી રૂપાવરણે હાસે,
:::: શાને ચડે ચાંદ?
મન કો મૂંગી વેદના ખોલે,
સોણલે મારી દુનિયા ડોલે;
દૂર અદૂરે,
અજાણ કોઈના મધુર ઉરે,
:::: શાને પડે સાદ?
{{સ-મ|૧૯૪૩}}

</poem>
</poem>
18,450

edits

Navigation menu