18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 93: | Line 93: | ||
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ. | તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ. | ||
</poem> | </poem> | ||
== ઍક્વેરિયમમાં == | |||
<poem> | |||
તરે છ માછલી, | |||
ન જિંદગી સ્મરે છ પાછલી? | |||
અહીં પ્રકાશ, | |||
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ; | |||
ને સમુદ્રનું જ જલ | |||
પરંતુ અહીં તરંગનું ન બલ. | |||
નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી, | |||
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી | |||
અહીં કઠોર, કાંકરેટ કાચની, | |||
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની. | |||
વેંતવેંતમાં જ ગાઉ ગાઉ માપવા | |||
અને ન ક્યાંય પ્હોંચવું, | |||
સદાય વેગમાં જ પંથ કાપવા, | |||
ન થોભવું, ન શોચવું. | |||
મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે | |||
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!) | |||
કને જ આ કલા ભણી, | |||
અગમ્ય શી ગણી. | |||
તરે છ માછલી, | |||
ન જિંદગી સ્મરે છ પાછલી! | |||
</poem> | |||
== ઍરોડ્રોમ પર == | |||
<poem> | |||
આ વિહંગ, | |||
શું વિરાટ, તીક્ષ્ણ તેજ, સ્નિગ્ધ અંગ અંગ; | |||
શી પ્રલંબ ફાળ! | |||
પર્ણહીન વૃક્ષની અહીં વિશાળ ડાળ | |||
તે પરે કરે વિરામ, તે ક્ષણેય પાંખ તો પ્રસારતું, | |||
વિહાર વેગવંત દૂર ઓ... સુદૂર, | |||
ઊડવું જ ઊડવું, ન ધૈર્ય ધારતું; | |||
ન નીડમાં, નભે જ ગીત ગાય એકસૂર; | |||
સ્હેલતું, સદાય સ્હેલતું, | |||
પરંતુ શું સુભાગ્ય કે ઈંડું ન મેલતું! | |||
</poem> | |||
== કાફેમાં == | |||
<poem> | |||
કાફેમહીં મંદ પ્રવેશતી, યથા | |||
સમુદ્રનાં રુદ્ર તૂફાન સૌ સહી | |||
કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી; | |||
કૉફી નહીં, ત્યાં કપમાં હતી વ્યથા. | |||
</poem> | |||
== ફૉકલૅન્ડ રોડ == | |||
<poem> | |||
વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન | |||
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન; | |||
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી, | |||
આ લોકને તો સહુ માત્ર માનવી. | |||
</poem> | |||
== ફ્લોરા ફાઉન્ટન == | |||
<poem> | |||
કાચકાંકરેટના અનન્ય કાનને, | |||
સદાય શાંત, સ્વસ્થ, આશવંત આનને | |||
ઊભી છ વિશ્વમાલણી, વસંતસ્વપ્ન નેત્રમાં અમૂલ; | |||
બેઉ હાથમાં ધર્યાં છ શલ્યફૂલ; | |||
ચારકોર લોહનાં પતંગિયાં ભમી રહ્યાં, | |||
અચેત જે પરે અનેક જંતુડાં રમી રહ્યાં. | |||
</poem> | |||
== ફાઉન્ટનના બસસ્ટૉપ પર == | |||
<poem> | |||
અહીં વહી રહી હવામહીં અનન્ય વાસ, | |||
એક તો લઈ જુઓ જરીક શ્વાસ! | |||
અનન્ય કે અજાણ ડેન્ટિને ન’તી, હતી ન પારકી, | |||
હતો પ્રવાસ એહનોય તે (સુભાગ્યવંત!) નારકી. | |||
અહીં ન હૉસ્પિટલ, ન સ્લૉટર હાઉસ, ને વળી નથી સ્મશાન, | |||
તે છતાં અહીં હવા છ ઉષ્ણ, મ્લાન. | |||
ખીલતાં અહીં ન ફૂલ, | |||
એટલે જ તો કદીક એમનાં પ્રદર્શનો | |||
ભરાય, એકસાથ ફાલ જ્યાં સમગ્ર વર્ષનો; | |||
છતાંય મોસમો બધી કળાય છે, ન થાય ભૂલ, | |||
ફૂલથી નહીં, ન શીત-લૂ થકી, | |||
પરંતુ સ્મૉલપૉક્સ, ટાઇફૉઇડ, ફ્લૂ થકી. | |||
ઊગ્યાં છ એમ તો અહીંય (ભૂલથી જ?) જૂજ વૃક્ષ, | |||
વ્યર્થ? ને વિચિત્ર? ના, કદાચ એ જ એક આશ | |||
કે હજી થયો ન સર્વનાશ; | |||
કિન્તુ સર્વ સંગનો સુયોગ લાધતાં વિરૂપ, રુક્ષ, | |||
શૂન્ય મ્હેફિલો સમાં, જહીં ન ગુંજતાં વસંતના સ્વરે | |||
વિહંગવાદકો (અહીં કશું ન મુક્ત, સૌ વસે છ ચીડિયાઘરે); | |||
સદાય નિ:સહાય ને લજાય કિંતુ ક્યાં લપાય? | |||
એમને મળ્યા નહીં મનુષ્ય જેમ પાય, | |||
જો મળ્યા જ હોત, ક્યારનાં થયાં ન હોત ચાલતાં? | |||
શિલાસિમેન્ટલોહકાચકાંકરેટ પાસ વામણાં, વિશેષ સાલતાં. | |||
અહીં જનાવરો કરે ન આવજાવ એમ સ્પષ્ટ છે નિયમ, | |||
અપાર એમની ભણી સહાનુભૂતિ, સ્નેહ; ઝૂ રચ્યું, રચ્યું | |||
:::::: છ મ્યૂઝિયમ. | |||
છતાં અહીં વહી રહી હવામહીં અનન્ય વાસ! | |||
આ હવા નથી, અગણ્ય આ નિસાસ, | |||
જે અહીં તહીં સદા ભમે, નભે ન નિર્ગમે, | |||
ગ્રસે વિશાલ જાલ ટ્રામના અનેક તારની, કદીય ના શમે. | |||
નિસાસ? હા, અસંખ્ય લોકના નિસાસ માત્ર, | |||
સાથ તીવ્ર આર્તિના સ્વરો નહીં, ન ચીસ કે ન બૂમ, | |||
જે બધું સુણ્યું હતું જ જ્યેષ્ઠ પાંડવે, | |||
સુણાય એવું ના કશુંય આ અનન્ય તાંડવે; | |||
અવાક વાહનો ય, મૌન હ્યાં વિરાટરૂપ; શીતશાંત સર્વ ગાત્ર | |||
ગ્રીષ્મમાં ય, સ્વેદસિક્ત; અગ્નિ ના છતાંય ધૂમ! | |||
કોણ આ અસંખ્ય લોક નિત્ય જાય હારબંધ? | |||
પૂડલે પડ્યો શું પ્હાણ? મક્ષિકા સહસ્ર શું ઘૂમંત ક્રોધમાં? | |||
’થવા અલોપ અગ્રણી થતાં સદાય એહની જ શોધમાં? | |||
હશે શું સર્વ અંધ? | |||
નેત્રમાં વિલાય તેજ? | |||
એકમેકની પૂંઠે થતાં, જતાં ખભેખભા ઘસી; | |||
છતાં ન કંપ, સ્પર્શથી ન સેતુ એક બે જ વેંત દૂર બે ઉરો રચે, | |||
સમીપમાં જ તારઑફિસે રચાય જે ક્ષણેકમાં હજાર માઈલો વચે. | |||
ભર્યો છ અંતરે અપાર ભેજ; | |||
ધુમ્મસે છવાયલું, ન આંધી ના તૂફાન, | |||
ચિત્તનું હજીય મંદ વાયુમાન. | |||
સર્વ આ કઈ દિશા ભણી રહ્યાં ધસી? | |||
સવેગ શી ગતિ! | |||
તમિસ્રલોકની પ્રતિ? | |||
હજી ન સૂર્ય અસ્તમાન, મંદ મંદ પશ્ચિમે શમે, | |||
પ્રલંબ હોય છાંય સાંજને સમે, | |||
છતાંય કોણ આ સદાય જેમની જ છાંય ના પડે? | |||
ન સૂર્યનીય એમ તો કદીય સાંપડે! | |||
પ્રકાશબિંબ, દર્પણે ન, પથ્થરે પડ્યું શમે, કદીય પાછું ના ફરે, | |||
પસાર પારદર્શકે પડ્યું સળંગ આરપાર જૈ સરે. | |||
હશે સ્વયં શું છાંય? | |||
પ્રેત સર્વ, જેમને ન કાય? | |||
કે પછી સદેહ કિંતુ નગ્નતા ન વસ્ત્રથી નિવારતાં, | |||
હશે શું એટલે સદાય જે સુલભ્ય તે સ્વ-છાંય ધારતાં? | |||
જણાય સર્વનો જુદો સ્વભાવ, | |||
કોઈને મુખે ન ભાવ, | |||
કોઈને ક્ષણેકમાં અનેક ભાત ભાતનો; | |||
અભિન્ન કોઈને સદાય એક જાતનો; | |||
અશબ્દ કિંતુ સર્વ, એકમેકમાં ન ભેદ, | |||
વારિના પ્રવાહનો છરી થકી ન શક્ય છેદ; | |||
સોગઠાં સમાન શેતરંજનાં, સમાન ચાલ, | |||
હો ભલે જ કોઈ શ્વેત, કોઈ લાલ. | |||
આભથી ધરા પરે શું અભ્ર હોય ઊતર્યું, | |||
સ્વરૂપ ગોળ, લંબગોળ કૈં પ્રકારનું ક્ષણે ક્ષણે ધર્યું. | |||
સમગ્ર આ સમૂહ શો સ્મશાનયાત્રિકો સમો સરે, | |||
અવાજ માત્ર પાયનો, ગભીર મૌન સૌ મુખે ધરે; | |||
રહસ્ય મૃત્યુનું ન હોય શું પિછાનતાં, | |||
ન શોક, શબ્દ ના વિરોધનોય, મૃત્યુને પવિત્ર, દુર્નિવાર માનતાં; | |||
પરંતુ લાશ તો નથી ખભે, છતાંય લાગતું વજન, | |||
વિદેહ કો થયું નથી સગું, સ્વજન; | |||
પરંતુ હા, સુહામણી, સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી | |||
અતીતમાં વિલુપ્ત ‘આજ’ ગૈ સરી! | |||
સ્વયં હજી જીવંત એ જ એક માત્ર સર્વને પ્રતીતિ, | |||
કિંતુ જન્મ તો થયો ન વા થયોય હોય એ જ એક ભીતિ, | |||
એટલે સદાય જન્મનું પ્રમાણપત્ર સાથ રાખતાં, | |||
ન અન્ય કોઈ એમની કને મતા. | |||
ન આમ તો કશુંય એકમેકમાં સમાન | |||
તોય સર્વને ઉરે વિષાદવારુણી, | |||
ન નીંદ, શાંતિ, હેતુ, હામ કે સ્વમાન; | |||
જિંદગી અનંત શું કથા ન હોય કારુણી! | |||
અધન્ય શું કદીક ક્યાંક આચર્યા અધર્મથી? | |||
અહીં પ્રચંડ શોકપાવકે પડ્યાં અઘોર વાસના-કુકર્મથી? | |||
સદાય યાતના દહે, સહે છ સર્વ દીન, | |||
પાપત્રસ્ત, શાપગ્રસ્ત, સર્વ નામહીન. | |||
કોઈનું ન નામ જાણતો, | |||
પરંતુ એક વાત તો પ્રમાણતો : | |||
કદીક બેપતા જહાજના મુસાફરો તણી થશે પ્રસિદ્ધ નામ-આવલિ, | |||
હશે જ એમનાંય એ વિશે – સમસ્ત દ્વીપ આ કદીક તો થશે | |||
:::::: સમુદ્રમાં બલિ; | |||
કદીક આ વિરાટ ગ્રંથ વિશ્વનો સમાપ્ત તો થશે, | |||
જરૂર એમનાંય નામ ‘છાપભૂલ’માં હશે. | |||
સમગ્ર આ સમૂહ સ્વપ્નમાં લહું સરી જતો? | |||
શું એમનું વિચારતાં હું મારું નામ વિસ્મરી જતો! | |||
અશક્ય હ્યાં સ્મૃતિ, | |||
અહીં નરી જ વિકૃતિ, | |||
મને જ હું અજાણ લાગતો, | |||
ન ખ્યાલ ને રહું પુકારતો : ‘નિરંજન ઓ!’ | |||
થતો ન અર્થ, માત્ર અક્ષરો, કંઈ સ્વરો કંઈક વ્યંજનો; | |||
સવિસ્મય પ્રતીક્ષતો, રહું જવાબ માગતો, | |||
ન સ્વપ્ન કે ન જાગૃતિ, | |||
હવે રહી નહીં ધૃતિ; | |||
સુણાય શબ્દ : ‘છે ભરો!’, | |||
જરીક વાર ર્હૈ સુણાય : ‘દો કમી કરો!’; | |||
અહીં થકીય બસ અનેક છૂટતી, | |||
છતાંય ક્યૂ ન ખૂટતી; | |||
મને હું મૂકતો પૂંઠે, અચેત અન્ય ફૂટપાથપે ઢળી જતો, | |||
અસંખ્ય લોકના સમૂહની (ન ચિત્તની?) ભૂતાવળે ભળી જતો. | |||
</poem> | |||
== ચર્ચગેટથી લોકલમાં == | |||
<poem> | |||
પ્લૅટફૉર્મ ચર્ચગેટ, | |||
હોય શું ન કોઈ બેટ; | |||
ચારકોર કાચકાંકરેટલોહનો સમુદ્ર, | |||
મધ્યમાં અતીવ ક્ષુદ્ર | |||
હોય શું ન કોઈ બેટ, | |||
પ્લૅટફૉર્મ ચર્ચગેટ. | |||
ના, તૂફાનનાં ન ચિહ્ન તો હતાં, | |||
ન ટાઇમ્સમાંય વાયુવર્તમાન ને છતાં | |||
અનેક જ્હાજકાફલા થયા અલોપ | |||
(કુદરતે કર્યો ન કોપ); | |||
આ વિશે ન શબ્દ એકબેય ઇવનિંગ ન્યૂઝમાં છપાય, | |||
રેડિયોબુલેટિનેય નહીં અપાય. | |||
ન બૂમ કે ન ચીસ, | |||
હા, બધા મુસાફરો સજીવ, હ્યાં તણાય; | |||
એકમાત્ર આપણો જ જીવ જાય જો બચી– | |||
બધા જ ચિંતવી રહ્યા જણાય; | |||
દૂર કોઈ લાઇફબોટ? એકમેકને દિયે છ ભીંસ, | |||
ભીડ શી મચી! | |||
Next Train અઢાર–સત્તરે, | |||
ઘડી વિશે કલાક ને મિનિટ બેઉ કાંટ છે સ્થિર, | |||
બધાં જ ચક્ષુ એમનાં સમાં, ઠરંત ત્યાં જ સત્વરે; | |||
ઘડી બીજી વિશે ફરંત કાંટ, ને થયા અઢાર–પંદર, | |||
બધાં જ ચર્ણ એમનાં સમાં, ચલંત તાલમાં; | |||
અહીં શું ભેદ બેઉ કાળ (વર્તમાન ને અનંત)નો છતો થતો ન દૃષ્ટિ, ચાલમાં? | |||
ઇન્ડિકેટરે લખ્યું છ : Next Train : વાંદરા–વિરાર; | |||
Stopping At All Stations, થોભશે જ વારવાર; | |||
કિંતુ આપણે ન થોભવું, ન શોચવું, | |||
ઘરે જ જેમતેમ પ્હોંચવું; | |||
વિરાર? વાંદરા? | |||
શું પ્હોંચવું ઘરે જ પાધરા? | |||
ઘરે? અરે, ઝગંત નેત્રમાંહી માત્ર ઝાંઝવાં : | |||
ઘરે નહીં, મરુસ્થલે, | |||
જહીં અનેક નીંદડૂબ બાળના નિસાસના | |||
ઘૂમંત ચંડવાત, નિત્ય દાઝવાં; | |||
જહીં અનેક નારની અતૃપ્ત વાસના | |||
સદાય તપ્ત વેળુ શી જલે. | |||
અચિંતવી જ ટ્રેન પૂરવેગમાં ધસે, | |||
વિલોલ લોલ ડોલતી, હિલોલતી, | |||
કિલોલ બોલ બોલતી, | |||
શું વેદની ઋચા ઉચારતી? | |||
અરણ્યગાયકો સમી ધરંત ધ્યાનમંત્ર ઓમ્? | |||
કે ભરંત ફાળ, દિગ્દિગંતમાં કરંત અટ્ટહાસ્ય, કાળ શી હસે? | |||
સમુદ્ર એક કોર, એક કોર કબ્રભોમ, | |||
બેઉનેય ડારતી | |||
(સ્વયં નહીં જીવંત કે નહીં મૃત); | |||
સમુદ્રના તરંગને ન એહનો લય દ્રુત; | |||
ન કબ્રને છ એહની વિશાળતા, ગતિ; | |||
મુસાફરો સમી જ મૃત્યુ-જિંદગી વચે પસાર થૈ જતી. | |||
મુસાફરો, અસંખ્ય આ મુસાફરો, | |||
શું ટ્રેનને ચડ્યો ન હોય આફરો! | |||
નટો સમાન વેશ શો કરે, ધરે મુખે સુરમ્ય મ્હોરું હાસ્યનું, | |||
રસાર્દ્ર, ભાવઊર્મિરંગરાગપૂર્ણ, હોય શું ન એ જ | |||
:::: અસ્લ રૂપ આસ્યનું! | |||
જરીક નેત્ર નેત્રમાં ઢળે, જરી લળે, | |||
જરી હળેમળે, જરીક વાતમાં વળે — | |||
પરંતુ એક આંચકો, અને ક્ષણેકમાં જ ભ્રાંતિ નષ્ટ થાય; | |||
સ્તબ્ધ મૂઢ સર્વને મુખે અપાર શૂન્યતા, | |||
અગમ્ય ભાવિના ભયે ઉરે અકલ્પ્ય ન્યૂનતા, | |||
બધું જ સ્પષ્ટ થાય; | |||
નેત્ર ખૂલતાં... | |||
હું જોઉં : પ્લૅટફૉર્મ ગ્રાન્ટરોડ. ક્યાં સરી ગયો? | |||
અહીં હું? ક્યાં જવું હતું? હું વિસ્મરી ગયો! | |||
</poem> | |||
== હૉર્ન્બી રોડ == | |||
<poem> | |||
આસ્ફાલ્ટ રોડ, | |||
સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ. | |||
ક્લૉક ટાવરે થયા (સુણાય) બાર રાતના, | |||
સળંગ હારમાં વસે અનેક કિંતુ એક જાતનાં | |||
નિયૉન ફાનસો, | |||
પ્રલંબ ટ્રામના પટા પરે ઘસે | |||
પ્રકાશકાનસો, | |||
ન સૂર્યતેજમાં હસ્યા પટા હવે હસે, | |||
બધો જ પંથ લોહહાસ્યથી રસે. | |||
અહીં સવારસાંજ, | |||
હોય કે ન હોય કામકાજ, | |||
કેટકેટલાં મનુષ્ય – એકમેકથી અજાણ | |||
ને છતાં ન કોઈ પ્રેત, સર્વમાં હજીય પ્રાણ – | |||
કૈંક વૃદ્ધ | |||
જે વિલીન ભૂતકાલ પર સદાય ક્રુદ્ધ, | |||
લૉરેન્સમાં મળે ન એવું દૂરબીન | |||
જોઈ જે વડે શકાય પાછલા બધા જ દિન? | |||
અનેક નવજવાન | |||
જેમનું ભવિષ્ય ઠોકરે ચડ્યું, જરી ન ભાન, | |||
ને ન શાંગ્રિલા ન સૅન્ટ્રલે ભવિષ્યની છવિ | |||
સુપ્રાપ્ય; એ. જી. આઈ., ગૅલપર, ચાર્ટરે જ પામવી; | |||
અનેક ફાંકડા | |||
બધા જ માર્ગ જેમને કદી ન સાંકડા, | |||
છતાંય વ્હાઈટવેઝ કાચપાર કાષ્ઠસુંદરી અપૂર્વ આભરણ, | |||
તહીં અવશ્ય ઠોકરાય ચક્ષુ ને ચરણ; | |||
અનેક રાંકડા | |||
કુટુંબખર્ચના રટે જમાઉધાર આંકડા, | |||
સદાય વેસ્ટ એન્ડ વૉચ પાસ આવતાં જતાં | |||
સમય મિલાવતા, રખે જ કાળ થાય બેપતા; | |||
અનેક ટાઇપિસ્ટ ગર્લ્સ, કારકુન, | |||
એકસૂર જિંદગી સહ્યે જતાં જ સૂનમૂન, | |||
લંચને સમે ઇવાન્સ ફ્રેઝરે લિયે લટાર, | |||
જોઈ લે નવીન સ્લૅક્સ, ટાઈઝ, બે ઘડી ઊભાં રહી ટટાર; | |||
કૈં મજૂર | |||
જે હજી જીવી રહ્યા કહી : ‘હજૂર, જી હજૂર!’, | |||
એમને હજી ન કોઈએ કહ્યું : ‘તમે સ્વતંત્ર!’, | |||
છો અખંડ ચાલતું જ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનું યંત્ર; | |||
કોઈ નાર (સર્વથી જુદી પડે જરાક) | |||
બ્યૂક, ફૉર્ડમાં જ શોધતી સળંગ રાતનું ઘરાક, | |||
પારકિંગના લખ્યા છ સ્પષ્ટ વાર, | |||
ફૂટપાથ માત્ર ફેરવાય તે ’નુસાર; | |||
કોઈ (હું સમો, ન હું?) કવિ | |||
અનેક પાછલી સ્મરે, ન પંક્તિ એક પામતો નવી; | |||
પડ્યા છ જૉઇસ, પ્રુસ્ત તો ન્યૂ બુક કંપની વિશે, | |||
પરંતુ જિંદગી ન જીવવી સદાય શક્ય પુસ્તકો મિષે. | |||
અહો, મનુષ્ય કેટકેટલાં – પદે પદે જણાય ચાલમાં સ્ખલન, | |||
ન હોય સ્વપ્નમાં શું એમનું હલનચલન? – | |||
સવારસાંજ આવતાં જતાં... | |||
સવાલ સ્હેજ ચિત્તમાં રમે : | |||
‘અહો, બધાંય ક્યાં જતાં હશે જ આ સમે?’ | |||
તહીં જ પંથ, જેહ પાયનું ન ચિહ્ન એક ધારતો, | |||
કહે : ‘ધરા પરે જ ક્યાં હતાં?’ | |||
અનેક આલીશાન બેઉ કોર જે ઇમારતો | |||
સમાધિભંગ સાધુ શી તરત્ તડૂકતી : ‘ન’તાં, ન’તાં.’ | |||
ટણં ટણં પસાર થાય ટ્રામ આખરી, કશી ગતિ! | |||
જરૂર ક્્હૈ શકાય ક્યાં જતી, કયા ડીપો પ્રતિ. | |||
મનુષ્યનુંય તે રહસ્ય કૈંક તો હું જાણતો, | |||
ન જોયું આંખથી પરંતુ અંતરે પ્રમાણતો | |||
કે અસ્તમાન સૂર્ય (જેહનાં જ તો બધાં છ વરસો) હરી જતો : | |||
સમગ્ર એ સમૂહ સ્વપ્નલોકમાં સરી જતો, | |||
સહસ્ર સૂર્યથી સદાય ભાસમાન | |||
ભોંય જેહની છ આસમાન, | |||
જ્યાં સદાય જાગૃતિ, | |||
ન એક પાછલી સ્મૃતિ, | |||
પ્રદેશ જે ન પારકો, | |||
ન જ્યાં કશોય ભાર, | |||
સ્વૈર જ્યાં વિહાર... | |||
એમને પદે પદે ન આ પ્રકાશતા શું તારકો? | |||
આસ્ફાલ્ટ રોડ, | |||
સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ. | |||
</poem> | |||
== કોલાબા પર સૂર્યાસ્ત == | |||
<poem> | |||
કાફે રૉયલનાં હજીય ખખડે પ્યાલા રકાબી છરી | |||
કાંટા કાનમહીં, હજીય રણકે મ્યૂઝિયમતણી ટ્રામના | |||
ઘેરા ઘર્ઘર નાદ (ચક્ર ગતિમાં), આ શ્હેરની કામના | |||
આમંત્રે ફૂટપાથ પે અરવ ર્હૈ જે મંદ નારી સરી | |||
એને અંગ અસહ્ય વાસ વહતી (ચિત્તે અસંતોષની) | |||
કેવી નાકમહીં હજીય ચચરે, ત્યારે વળી સંપથી | |||
ઍપોલો ફરતાં અનેક યુગલો જોતાં થયા કંપથી | |||
ધ્રૂજે અંગ હજી, દૃગે રીગલની આંજી હજી રોશની; | |||
ત્યાં તો રોષિત સૂર્ય અસ્ત ક્ષિતિજે શો દ્વાર વાસી જતો, | |||
જાણે સ્તબ્ધ થતો થીજે પવન શું, ને અબ્ધિ તો કાચનો, | |||
શૂન્યત્વે સઘળું ડૂબે તિમિરમાં સંસાર આ સાચનો, | |||
રૂંધાતા શ્વસને, મીંચ્યાં નયનથી શો જીવ ત્રાસી જતો, | |||
આખાયે નભવિસ્તર્યા તિમિરનાં ર્હૌં દ્વારને ઠેલતો, | |||
રે ત્યાં કોણ મને ‘હું’માં, મુજ જગે પાછો જ હડસેલતો? | |||
</poem> | |||
== ઍપોલો પર ચન્દ્રોદય == | |||
<poem> | |||
ઍપોલોતટ રાત્રિના તિમિરમાં એકાકીલો ટ્હેલતો, | |||
જોકે હ્યાં પથદીપ પાસ ભભકે ને ભીડ કૈં લોકની, | |||
એથી મુક્ત, અલિપ્ત, ઊર્મિ ઉરમાં ના હર્ષ કે શોકની; | |||
સામેની ક્ષિતિજે છૂપ્યા ખડક સૌ જાણે ન ધક્કેલતો | |||
એવો પૂંઠળથી લહું પ્રગટતો ત્યાં ચન્દ્ર, કેવો લચે, | |||
સર્જે શૂન્ય થકી શું સૃષ્ટિ નવલી; ને વાયુ ત્યાં ગેલતો, | |||
કેવાં ચંચલ સૌ તરંગદલ; ને હ્યાં ચન્દ્ર જે રેલતો | |||
તે આંદોલિત બિંબ પાય લગ શું સોપાનમાલા રચે, | |||
જેને આશ્રય દૂર દૂર સરતો, ધીરે હું આરોહતો; | |||
જોઉં પાછળ તાજ, તેજટપકું, ના નેત્રને આંજતો; | |||
જાણે અંતિમ શ્વાસ મૃત્યુસમયે ત્યાં ગ્રીન્સનું જાઝ તો; | |||
લાગે ચિત્રવિચિત્ર આજ લગ જે સૌની પરે મોહતો; | |||
એનું વાસ્તવ સ્વપ્નલોક સરખું લાગે અને વિસ્મરું; | |||
પાછો દેશવટા પછી નિજ ગૃહે, આ ચન્દ્રલોકે ફરું. | |||
</poem> | |||
== |
edits