ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
{{Poem2Open}}
{{Poem2Open}}
એકાદા સાર્વજનિક પુસ્તકાલયમાંથી, બક્ષીને બાદ કરતાં, ઉક્ત નવલકથાઓનો સેટ લાવી, જોવામાં આવે, તો એમાં કશાયે વાચક-રિમાર્ક્સ હોય નહિ. બલકે, ફરમો કપાયા વિનાનો રહી ગયો હોય તો ચોંટેલાં પાનાં ચોંટેલાં જ જોવા મળશે.

સર્વજનભોગ્યતા આ રચનાઓના લલાટે લખાઈ જ નથી. એ અ-લોકપ્રિય છે ને તેથી વંચાઈને ગાભો થઈ ગઈ નથી. એ જાણે હંમેશને માટે વણવંચાયેલી રહેવા, ને તાજી પુસ્તક-ગન્ધથી મઘમઘતી રહેવા જ સરજાઈ છે. ને છતાં એને ભોગવનારાઓનો એક વર્ગ હમેશાં એટલી જ ત્વરાથી ઊપસ્યા કરવાનો છે. એટલી જ મમતાથી એ ગવાવાની છે ને ઈતિહાસમાં નોંધાવાની છે. ગવાય તે વગોવાય એ ન્યાયે આકરી ટીકાઓ પણ એની જ થશે. ગુજરાતી નવલકથાના આ છેલ્લા, સાતમા, દાયકામાં, ગડું મારીએ તોયે સાચું પડે કે પાંચસો નવલકથાઓનું ‘ઉત્પાદન’ થયું હશે. પણ સારું એ છે કે આટલી જ રચનાઓનું ‘સર્જન’ થયું છે. એ બધી જ કૃતિઓનું એક સર્વસાધારણ લક્ષણ તે એમાં પરોક્ષભાવે પડેલી તે તે લેખકોની પ્રયોગપ્રિયતા અને પ્રયોગશીલતા. અહીં ‘પ્રયોગ’ એ સંજ્ઞાનો કશો શાસ્ત્રીય અર્થ ન લઈએ, ને તોયે, કાંક રૂપરચના વિશે, કાંક ટૅક્નિક વિશે, કાંક બે નવા વિચાર વિશે, કાંક તાજપને અંગે તો કાંક કશુંક સર્જવાને વિશે આ બધા લેખકો કટિબદ્ધ થયા છે. પોતાની રચનાને વિશે તેઓ સૌ કલાપરક નિષ્ઠાનો એક મહામૂલો સદ્ગુણ ધરાવે છે. એમના ઉદ્યમમાં કશું નહિ તોયે એ પદાર્થ માટેનો તંત ભળાય છે. પોતાની આગળ રચાયેલી ગુજરાતી નવલ આ દાયકાના આ લેખકોએ વાંચી છે. પોતાની બાજુમાં જે રીતે નવલકથા લખાય છે તેની પણ તેઓને જાણ છે. દૂર દરિયાપાર આ સદીમાં નવલકથાના મર્યા-જીવ્યાના કંઈ કેટલાયે ધરખમ બનાવોથી તેઓ વાકેફ છે. ગુજરાતી ને વિદેશી નવલને વિશે આજે ને ગઈકાલે જે કહેવાયું છે તે એમના કાનમાંથી ચિત્તમાં પહોંચીને ક્યારનું ઠરી ગયું છે. ને એઓને આ બધામાંથી માર્ગ કાઢવો છે. પોતે ચોક્કસ ડગલાં ભરી શકે તેવા પોતીકા માર્ગની શોધને વિશે તેઓ પ્રયોગશીલ છે...  

*
{{સ-મ||'''*'''}}
આ પ્રયોગશીલ નવોન્મેષના પ્રાગટ્યસંભવની ભૂમિકા તૈયાર કરનારી એક સાવ જર્જર અવસ્થા, એક તો, આ દાયકા પૂર્વે જ ગોચર થવા માંડી હતી અને બીજું આ દાયકાના પ્રારંભમાં જે ગુજરાતી સાહિત્યસર્જન અને વિવેચનનાં તમામ સુકાન બદલાવા માંડ્યાં હતાં. જે જર્જર અવસ્થા, ખાસ કરીને નવલકથાની વરતાઈ, લગભગ ૧૯૫૫ જેટલી આગોતરી, તેમાં, વિવેચકોને, એ મરવા પડી છે, એનો નાભિશ્વાસ ચાલે છે,જેવાં આત્યંતિક નિદાનો પેશ કરવાની ફરજ પડી. એ વિવેચકોમાં સુરેશ જોષી અને સદ્ગત મડિયા મૂર્ધન્ય છે.
આ પ્રયોગશીલ નવોન્મેષના પ્રાગટ્યસંભવની ભૂમિકા તૈયાર કરનારી એક સાવ જર્જર અવસ્થા, એક તો, આ દાયકા પૂર્વે જ ગોચર થવા માંડી હતી અને બીજું આ દાયકાના પ્રારંભમાં જે ગુજરાતી સાહિત્યસર્જન અને વિવેચનનાં તમામ સુકાન બદલાવા માંડ્યાં હતાં. જે જર્જર અવસ્થા, ખાસ કરીને નવલકથાની વરતાઈ, લગભગ ૧૯૫૫ જેટલી આગોતરી, તેમાં, વિવેચકોને, એ મરવા પડી છે, એનો નાભિશ્વાસ ચાલે છે,<ref>જુઓ ‘મનીષા', એપ્રિલ ૧૯૫૫, ‘નવલકથાનો નાભિશ્વાસ’ એ લેખ. સુરેશ જોપીની આ ચર્ચાના અનુસંધાનમાં ચર્ચા ઉપાડી અને વિસ્તારી એમ ગણાય. મડિયાનું વલણ સુરેશ જોષીના આ નિદાનને પશ્ચિમમાં ચાલતી એવી ચર્ચાના અનુરણન જેવી ગણાવાનું વરતાય છે. પણ વાસ્તવમાં, નાભિશ્વાસ તે આપણી નવલનો જ હતો એમાં કશો બેમત નથી. ઉમાશંકર જોષીની નોંધ માટે જુઓ, ‘સંસ્કૃતિ' મે ૧૯૫૫.</ref> જેવાં આત્યંતિક નિદાનો પેશ કરવાની ફરજ પડી. એ વિવેચકોમાં સુરેશ જોષી અને સદ્ગત મડિયા મૂર્ધન્ય છે.
સદ્ગત મડિયાના નિદાનનો સાર કંઈક આવો છે : ૧૯૫૫માં લખેલા નિબંધમાં તેઓ જણાવે છે કે નવલકથાઓ માગ અને પુરવઠાની રીતે ઉત્પન્ન થાય છે, ગૂડ, બેડ અને ઈન્ડિફરન્ટ એવી પુષ્કળ લખાય છે, પણ મનહર અને મનભર’ કૃતિઓ લખાતી નથી. મોટાભાગના લેખકો પડઘા પાડે છે, અનુસર્જનો કરે છે; અને ત્યારે જૂનાં શિખરોની ઝાંખી કરાવવા જેટલી ગુંજાશ પણ એ રચનાઓમાં હોતી નથી. ગ્રામજીવનની, સમાજ-સુધારાની કે ઐતિહાસિક આદિ નીકોમાં જ નિષ્પ્રાણભાવે ઉત્પાદનો થયાં છે એ મતલબના તારણ પછી, ૧૯૬રમાં લખાયેલા લેખમાં મડિયા નવલકથાની નાડીપરીક્ષા કરતાં, કેટલાંક કારણો રજૂ કરે છે. સર્જકતાની પારાશીશી પ્રજાજીવનની પ્રાણશક્તિમાં જોવાની સાથોસાથ એમણે આપણા લેખકોમાં સત્ત્વશીલ સર્જકતાનો અભાવ અને મર્યાદિત, લપટી, દૈનંદિનીય એવી લેખકની અનુભવસૃષ્ટિ જેવા કારણો પણ ચીંધ્યાં છે. ટૂંકમાં પોતાની રીતે પણ તેઓએ સ્થિતિનો ક્યાંયે સંતોષ લીધો નથી.૨

સુરેશ જોષીએ એમના એક બીજા લેખમાં યોજક એવા સર્જકની દુર્લભતા નવલકથાના વિષયે બહુ સ્પષ્ટતાથી નિર્દેશી હતી. ‘કિંચિત્’માં ૧૯૬૦માં ગ્રંથસ્થ થયેલા (ને તે અગાઉ લખાયેલા) એ લેખમાં૩ એમણે તે સમયની નવલકથાનું વ્યાકરણ ખોલી આપતાં, માત્ર બે મુદ્દાની જ ચર્ચા કરી છે. નવલકથાની નિઃસત્ત્વતા એમણે કથાહીનતામાં કે નાવીન્યના અભાવમાં જોઈ નથી. બલકે એમણે તો એમ કહ્યું કે આપણી નવલકથા વધારે પડતી કથાશ્રિત છે અને સ્વરૂપની બીજી શક્યતાઓ પ્રગટાવવાને માટે જોઈતા સાહસનો આપણા લેખકમાં અભાવ છે. લેખકના અનુભવો ‘કાચી ધાતુ’ છે. ને એના ઉપર ‘સંવિધાનનો સંસ્કાર’ કરનારો કોઈ યોજક નથી- નિ:સત્વતાનું એક કારણ તે આ. ને બીજું તે –એને જ અનુસરતું- સંવિધાનની નવીનતાનો અભાવ. માત્ર વિષયની નવીનતામાં એમણે લેખકનાં ‘વલખાં’ અને ‘સાહિત્યિક સૂઝનો અભાવ’ જોયાં. ‘સર્જક’ની ગેરહાજરી એમણે તીવ્રતાથી અનુભવી હતી અને નવલના સાહિત્યસ્વરૂપની નવી નવી શક્યતાઓના પ્રાગટય માટે નવી પ્રતિભાના ઉદયની અપેક્ષા ઉલ્લેખી હતી. એમની ઉક્ત ફરિયાદનું બીજ ૧૯૬૩માં પ્રગટેલા એમના લાંબા નિબંધ ‘નવલકથા વિશે’માં વૃક્ષ થઈ મહોર્યું છે; ગુજરાતી નવલકથાના ઈતિહાસની ભૂમિકા જાળવીને એમાં એમણે, આપણા નવલકથાકારની સર્જક્તાને શોધવાની મથામણ કરી છે, અને એક સાહિત્યપ્રકાર તરીકે નવલકથાનો વિકાસ કેટલો થયો તે તથા આપણો લેખક કલાપદાર્થને નામે શું સરજે છે તે બતાવવાનો એ નિબંધમાં એક સન્નિષ્ઠ પુરુષાર્થ કર્યો છે. અલબત્ત, એ નિબન્ધનો પ્રધાન આશય નવલકથાને એક aesthetic category રૂપે સ્પષ્ટ કરવાનો હતો, અને એમાં એના લેખકે વિસ્તારથી, નવલકથામાં કલાકારે સિદ્ધ કરવાની વાસ્તવિકતાનું સ્વરૂપ ચર્ચી, રસાસ્વાદની સામગ્રીનું રૂપ વર્ણવ્યું છે નવલકથાનાં અન્ય ઘટકો વિશે પણ એ નિબન્ધમાં સાંગોપાંગ ચર્ચા છે. આખા લેખમાં નવલકથાની એક આદર્શ અને સમુચિત પ્રકારની વિભાવના બંધાતી જોઈ શકાય છે; આ વિભાવના મોટેભાગે સૈદ્ધાન્તિક છે, અને એના સમ્પૂર્ણ સંદર્ભે કલાપદાર્થના સર્જનની ખેવના કરે છે. અને એવા કલાકીય Contextમાં ગુજરાતી નવલકથાનો વિકાસ સુરેશ જોષીને તોષી શક્યો નથી. રઘુવીર ચૌધરીને એમની એ સમીક્ષામાં ‘નિરાશાજનક સરવૈયું’ લાગ્યું છે, લેખમાં રઘુવીર ચૌધરી ‘સ્વરૂપ, ‘પાત્રવિધાન’ અને ‘ટેક્નિક’ને લગતા વિભાવોને, ‘પોતાના (સુ.જો.ના) વિભાવો’ કહીને જાણે વૈયક્તિક ભૂમિકાનો મતવાદ સુરેશ જોષીએ રજૂ કર્યો હોય એવો સૂર પ્રગટાવે છે. પણ આપણે ત્યાં ક્વચિત્ જ ચર્ચાયેલી Ontology of the aestheticsનો કેન્દ્રસ્થ, બીજરૂપ સંદર્ભ સુરેશ જોષીની સમગ્ર વિવેચનામાં પડેલો છે એ હકીકતનું વિસ્મરણ થવાને કોઈ કારણ નથી. ટૂંકમાં, એમની ફરિયાદ ઉપરછલ્લી કે બાહા હતી નહિ, મૂળગત હતી, અને આપણા નવલકથાકાર પાસે કાયાકલ્પ માગનારી, મૂળગામી હતી.

Line 56: Line 56:
જીવનમાં ઉત્પાત મચાવનારાં પરિવર્તનો ઊભાં થતાં સાહિત્યમાંયે મૂળગામી ક્રાન્તિ પ્રેરનારાં પરિવર્તનો આવે એ સાદા સત્યની અવગણના કરવાથી અને ‘મહાન સાહિત્ય' શબ્દગુચ્છની શીળી છાયામાં રહીને કાલગ્રસ્ત મૂલ્યોને સતત ધર્યા કરવાથી કોઈપણ વિકાસવાંછુ સાહિત્યસમાજ વિકાસ સાધી શકે ખરો? આ તમામ પ્રશ્નોના યથાર્થ ઉત્તરો મને આ સૌ નવલકથાઓના પરિશીલનથી સાંપડ્યા છે, એ રીતે આ સૌ નવલકથાઓના પરિશીલનથી કોઈને પણ સાંપડી શકે. ના સાંપડે તો એ વિશે રીતસરનો ચર્ચામોરચો અવશ્ય માંડી શકાય. ઉત્તરો ન સ્વીકારનારાઓ માટે પ્રશ્નો હમેશાં ચર્ચાપાત્ર રહેવાના.  

ગુજરાતી નવલકથાના આ સાતમા દાયકાનું આવી ચર્ચાપાત્ર સ્થિતિ સર્જવામાં રહેલું ઐતિહાસિક મૂલ્ય, હવે પછીના દાયકાઓમાં સ્પષ્ટ થશે. ત્યાં લગી એ નવલકથામાંના કલાપદાર્થની ચર્વણા તો રસપ્રદ જ રહેવાની, જો આપણે ઇચ્છીએ તો.

નોંધ
<center><big>'''નોંધ'''</big></center>
૧. જુઓ ‘મનીષા', એપ્રિલ ૧૯૫૫, ‘નવલકથાનો નાભિશ્વાસ’ એ લેખ. સુરેશ જોપીની આ ચર્ચાના અનુસંધાનમાં ચર્ચા ઉપાડી અને વિસ્તારી એમ ગણાય. મડિયાનું વલણ સુરેશ જોષીના આ નિદાનને પશ્ચિમમાં ચાલતી એવી ચર્ચાના અનુરણન જેવી ગણાવાનું વરતાય છે. પણ વાસ્તવમાં, નાભિશ્વાસ તે આપણી નવલનો જ હતો એમાં કશો બેમત નથી. ઉમાશંકર જોષીની નોંધ માટે જુઓ, ‘સંસ્કૃતિ' મે ૧૯૫૫.
{{reflist}}
૨. જુઓ ‘કથાલોક' પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮માં ‘નવલકથાનો નાભિશ્વાસ?’ અને ‘નવલકથાની નોડીપરીક્ષા’ એ બે લેખ.

૩. જુઓ ‘કિંચિત્', પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦માં ‘યોજકસ્તત્ર દુર્લભઃ એ લેખ.

Navigation menu