26,604
edits
(Created page with "<poem> આતડકોજોવાદળિયો. શોભેકેવો, પુરુષજાણેકેડયેથીપાતળિયો! આતડકોજોવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આ તડકો જો વાદળિયો. | |||
શોભે કેવો, પુરુષ જાણે કેડયેથી પાતળિયો! | |||
આ તડકો જો વાદળિયો… | |||
અહીં પડી આ ધીંગી ધરતી, ત્યાં ઘૂઘવે છે દરિયો, | |||
કાજળકાળા કચરા-ઢગ શો, છાંયો છે પાથરિયો, | |||
શત શત કિરણે વાળે સોનલ સાવરણાની સળીઓ. | |||
આ તડકો જો વાદળિયો… | |||
મેલાં થઈને સાવ મસોતાં વાદળ નભને લૂછે, | |||
સાફ થયું કે? ડોકું કાઢી સૂરજ સહુને પૂછે; | |||
થાકી ત્યારે હાશ કરીને ધરતી-હૈયે ઢળિયો. | |||
આ તડકો જો વાદળિયો… | |||
વિશ્વાત્માના વદન ઉપર કોઈ વિષાદ આવી વસિયો, | |||
એમાં જાણે હોય અચાનક હૈયું ખોલી હસિયો; | |||
પ્રસન્નમૂર્તિ પ્રકાશ એવો પૃથ્વી પર ફરી વળિયો. | |||
આ તડકો જો વાદળિયો… | |||
</poem> | </poem> |
edits