સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઘેલોશા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 116: Line 116:
</center>
</center>
</poem>
</poem>
{{Poem2Open}}
'''[હે માધાશાના પુત્ર (મધરાજ તણા) ઘેલાશા (ગેલિયા)! તું જે બોલે છે તે બધું પાળે છે. જેમ હાથીના દંતૂશળ એક વાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે, તેમ તારા મોંમાંથી પડેલાં વચન પણ અફળ ન જાય.]'''
<center></center>
દુશ્મનો વધતા ગયા, એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ ગામ ફરતો કિલ્લો બાંધવાનું શરૂ કર્યું. એવા નમૂનાનો કિલ્લો કોઈએ કદી જોયો નહોતો. ગામ-પરગામનાં લોકો ગઢ જોવા આવવા લાગ્યાં ને સ્ત્રીઓએ તો રાસડા પણ ગાયા :
{{Poem2Close}}
<poem>
<center>
હાલો, બાઈયું હટાણે જાઇં રે
ઘેલોશા ગઢ ચણાવે.
ગઢ ચણાવીને કાંગરા મેલ્યા,
પૂતળીનો નઇં પાર. — હાલો
</center>
</poem>
{{Poem2Open}}
ગઢ જોવા જેવો બન્યો. એવી બાંધણી ફક્ત એક અલવરના કિલ્લાની જ કહેવાય છે. ગઢને ત્રણ દરવાજા મૂક્યા : રોજીતનો દરવાજો, ખમિયાણાનો દરવાજો ને કુંડળનો દરવાજો. દરવાજે દરવાજે ગઢની દોઢ્ય વાળી છે. આ પ્રકારની રચના છે. ગામમાં જવાના ત્રણ રસ્તા : પણ દરવાજા બરાબર રસ્તાની સામા સીધા નથી, રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે. દરવાજો રસ્તાની એક બાજુ ઉપર રહી જાય. દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય. એવી રીતનો ખાંચો પાડેલો છે કે અગાઉના વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભું રાખી, હાથી દોડાવીને ઊંટને હડસેલી દરવાજો તોડાવી નાખતા એવું એ સાંકડા ખાંચામાં ન બની શકે.
છતાંયે કદાચ જો એ દરવાજો તૂટે ને લશ્કર અંદર જાય તો અંદર એક નાનું ચોગાન વાળી લઈ બીજા દરવાજા મૂકેલ છે. ચોગાનમાં શત્રુ-સૈન્ય પ્રવેશ કરે કે તરત ગઢની રાંગ ઉપરથી તોપો-બંદૂકો છૂટે, ને એ સાંકડા ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહિ. સૈન્ય બચે તો અંદરનો બીજો દરવાજો તોડવો બાકી રહે.
ત્રણ દરવાજે આ બાંધણી છે. ચોથી એક બારી છે. દુશ્મનો વિષ્ટિ કરવા અંદર આવવા માગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થઈ શકે.
એ પહોળી અને બળવાન દીવાલ હજુ મોજૂદ છે. એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક તોપોમાંથી આજે માત્ર થોડીક જ રાખી બીજી લીંબડી લઈ જવામાં આવી છે. હજુ કેમ જાણે ગઈકાલે જ ત્યાં લડાઈઓ ખેલાયેલી હોય એવું આપણને ભાસે છે.
{{Poem2Close}}
<poem>
<center>
મીટે નર ફાટી મરે, પડ ચડિયા પેલાં;
(એવો) ગઢ સજિયો, ગેલા! તેં મારકણા માધાઉત!
</center>
</poem>
{{Poem2Open}}
'''[હે માધાશાના સુંદર પુત્ર ઘેલા (ગેલા)! તેં તો એવો ગઢ બનાવ્યો કે હજુ તો તું સૈન્ય લઈને યુદ્ધે ચડ્યોયે ન હોય, ત્યાં તો એ ગઢ જોતાં જ માણસો ફાટી પડે!]'''
{{Poem2Close}}
<poem>
<center>
તેં માંડ્યા, માધાતણા! કોઠા આઘા લઈ કોય,
(બીજાને) હૈડાં સામા હોયે, ગઢપતિયાંને ગેલિયા!
</center>
</poem>
{{Poem2Open}}
'''[હે માધાશાના પુત્ર! તેં એવા તો જુક્તિદાર કોઠા બનાવ્યા છે કે એ તારા ગઢના કોઠા બીજા બધા ગઢપતિઓને (રાજાઓને) વસમા થઈ પડ્યા છે.]'''
<center></center>
માત્ર નાના કાઠીઓની જ જમીન નહિ, ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાશાએ દબાવવી શરૂ કરી.
{{Poem2Close}}
<poem>
<center>
બુડી વા બરવાળા તણો, (કે’થી) ચાસે ચંપાય ના,
(પણ) શત્રવના સીમાડા, તેં ગળગટિયા ગેલિયા!
</center>
</poem>
{{Poem2Open}}
'''[હે ઘેલાશા! બરવાળાની સીમમાં તો એક બુડી જેટલી જમીનનો ચાસ પણ કોઈથી ચંપાય નહિ, એટલે કે જરા જેટલી જમીન પણ કોઈ દબાવી ન શકે, પણ બીજા શત્રુઓના (શત્રવના) સીમાડા તું દબાવી બેઠો છે.]'''
એક દિવસ ભાવનગરના ઠાકોર વજેસંગની કચેરીમાં એક ચારણ રિસાઈને ટૂંટિયાં વાળી સૂતેલો. ઠાકોરે પૂછ્યું : “કાં ગઢવા, શું થયું છે? કેમ ટૂંટિયાં વાળીને સૂતા છો?”
ચારણ બોલ્યો : “અન્નદાતા, બરવાળાને સીમાડે મારા પગ ઠબે છે.”
એ મર્મવાક્ય કહીને ચારણ એમ સમજાવવા માગતો હતો કે ભાવનગરની સરહદ દબાવતો દબાવતો ઘેલોશા બહુ નજીક આવી ગયો છે. ઠાકોરને એ વેણ છાતી વીંધી આરપાર નીકળી ગયું. એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી લીધી.
તરત જ ફોજ તૈયાર થઈ. બરવાળાના ગઢને ઘેરીને ફોજ પડી છે, પણ ગઢ તૂટતો નથી. ઉપરથી તોપો છૂટે છે; ફોજમાં ખળભળાટ થાય છે. બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ઘેલાશાને વિષ્ટિનાં કહેણ મોકલ્યાં. બારીમાં થઈને વિષ્ટિ કરવા માણસો ગામમાં પેઠાં. છેવટે એમ નક્કી થયું કે દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હતો તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો, કેમ કે દાજી કૂડ કરતા નહિ.
દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી ત્રણ ગાઉ દૂર ખળખળિયા નામનો વૉંકળો છે તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળખળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય, ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. ચારણોએ ગાયું :
{{Poem2Close}}
26,604

edits

Navigation menu