સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/અણનમ માથાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
સડડડડ! સુલતાનની ફૂલગુલાબી કાયાને માથે નવાણું હજાર રૂંવાડાં બેઠાં થઈ ગયાં. ફોજને હંકારવાનો હુકમ દીધો. અલ્લાનો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ પર આવ્યો. ગામની સીમમાં તંબૂ તાણીને ફરમાસ કરી કે “બોલાવો વીસળ રાબાને.”

એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં બળદની રાશ, ખભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો — એવા દેવતાઈ રૂપવાળો વીસળ રાબો પોતાની સીમમાં સાંતીડું હાંકે છે. આભામંડળનું દેવળ કર્યું છે; સૂરજના કિરણની સહસ્ર શિખાઓ બનાવી છે. નવરંગીલી દસ દિશાઓના ચાકળા-ચંદરવા કલ્પ્યા છે, અને બપોરની વરાળો નાખતી ધરતી દેવીના યજ્ઞ-કુંડ જેવી સડસડે છે. માંહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે! એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વને મંદિર સરજી, માંહે ઊભો ઊભો ભક્ત વીસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે :

{{Poem2Close}}
<poem>
જ્યોતે પ્રળંબા, જુગદમ્બા, આદ્ય અંબા ઈસરી,  

વદનં ઝળંબા, ચંદ બંબા, તેજ તમ્બા તું ખરી,  

હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,  
હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,  
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.
જીય રાસ આવડ રમ્મણી  
::::જીય રાસ આવડ રમ્મણી  
જીય રાસ આવડ રમ્મણી.
::::જીય રાસ આવડ રમ્મણી.
ભેરવે હલ્લા, ભલ્લ ભલ્લાં ખાગ ઝલ્લાં ખેલીયં,  

હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝુઝ મલ્લાં ઝેલ્લીયં,  

ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,  
ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,  
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.
</poem>
{{Poem2Open}}
ગમમમ ગમમમ આભનો ઘુમ્મટ ગુંજે છે, દિશાની ગુફાઓ હોંકારા દિયે છે, અને સાંતીની કોશને જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડીને પારસમણિના કટકા કરવાનું મન હોય એવાં જોર કરીને બેય ઈંડા જેવા ધોળા બળદ સાંતીડું ખેંચે છે. ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વીસળ પાછો ત્રિભુવનની ઈસરી શક્તિના આરાધન ઉપાડે છે :

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે,  

ડિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે,  

Line 40: Line 46:
દેવી વક્કળ વેસીએ ઈસવરી,  
દેવી વક્કળ વેસીએ ઈસવરી,  
માડી વક્કળ વેસીએ ઈસવરી.
માડી વક્કળ વેસીએ ઈસવરી.
</poem>
{{Poem2Open}}
મેઘમાળા ગાજી હોય એવો ભુલાવો ખાઈને મોરલા મલ્લાર ગાવા લાગે છે. વીસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઊપડી આવી છે.

એવે ટાણે ઘોડેસવારે આવીને વાવડ દીધા કે “વીહળભા! પાતશા તમારે પાદર આજ પરોણા થઈને ઊતરેલ છે.”

Line 66: Line 74:
“અલ્લાહ! અલ્લાહ! અલ્લાહ! ઈમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મૉતના ડાચામાં ચાલ્યા આવે છે. એની સમશેરના ઘા ઝીલશે કોણ?”

એવે ટાણે વીસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો :
એવે ટાણે વીસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો :
{{Poem2Close}}
<poem>
વીહળ પૂછે વ્રાહ્મણા, સુણ કેસવ કંધાળા,  
વીહળ પૂછે વ્રાહ્મણા, સુણ કેસવ કંધાળા,  
કણ પગલે સ્રગ પામીએ, પશતક નૈયાળા?
કણ પગલે સ્રગ પામીએ, પશતક નૈયાળા?
</poem>
{{Poem2Open}}
[અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સાંભળ, હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તેં નિહાળ્યું છે?]

અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઈ ગયાં છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે૰કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે૰ વીહળભા!૰ —  

કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં,  
કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં,  
કરવત કે ભેરવ કરે, શીખરાં શખરાળાં,
કરવત કે ભેરવ કરે, શીખરાં શખરાળાં,
ત્રિયા, ત્રંબાસ, આપતળ જે મરે હઠાળા,  
ત્રિયા, ત્રંબાસ, આપતળ જે મરે હઠાળા,  
તે વર દિયાં વીહળા, સ્રગ થિયે ભવાળા.
તે વર દિયાં વીહળા, સ્રગ થિયે ભવાળા.
</poem>
{{Poem2Open}}
[વીહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભેરવ-જપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મૉતમાંથી એકેય મૉતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઈ વીહળ!]

સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઈને કૂંડાળું કાઢ્યું.

Line 91: Line 107:
“માંજૂડી, બેટા, રંગ તને, ઠીક કર્યું. પાછા વળશું ત્યારે તરસ બહુ લાગી હશે. અમે વળીએ ત્યાં સુધી આંહીં બેસજે, બેટા!”

એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે ચંડી, જે જોગણી!’ ‘જે ચંડી, જે જોગણી!’ની હાકલો દીધી, દોટ કાઢી. અગિયાર જણા પગપાળા અને સામે૰ —  
એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે ચંડી, જે જોગણી!’ ‘જે ચંડી, જે જોગણી!’ની હાકલો દીધી, દોટ કાઢી. અગિયાર જણા પગપાળા અને સામે૰ —  
{{Poem2Close}}
<poem>
હે જલંગા હંસલા કમંધ મકરાણી,  
હે જલંગા હંસલા કમંધ મકરાણી,  
શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,  
શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,  
Line 97: Line 115:
રેવતવંકા રાવતાં મખમલ પલાણી,  
રેવતવંકા રાવતાં મખમલ પલાણી,  
સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી.
સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી.
</poem>
{{Poem2Open}}
ઝલંગા, હંસલા, મારવાડી, મકરાણી, ક્યાડા, માંકડા, અરબી, ખોરાસાની — એવા જાતજાતના પાણીપંથા અને પહાડને વીંધે એવી જાંઘોવાળા માથે મખમલના પલાણ માંડીને પઠાણો ઊતર્યા.

ઝાકાઝીક : ઝાકાઝીક : ઝાકાઝીક : સામસામી તરવારોની તાળીઓ પડવા મંડી. એક એક ભાઈબંધ સો-સો શત્રુના ઝાટકા ઝીલવા મંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું. અને હાથીને હોદ્દેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો કે ‘યા અલ્લાહ! યા અલ્લાહ! ઈમાનને ખાતર ઈન્સાન કેવી જિગરથી મરી રહ્યો છે!’

Line 106: Line 126:
સાંજ પડી. ઝડવઝડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઊઠ્યું. “યા ખુદા! આડહથિયારે આ બહાદુરો નહિ મરે. અને હમણાં મારી ફોજનું માથેમાથું આ અગિયારેય જણા બાજરાનાં ડૂંડાની જેમ લણી લેશે.”

“તીરકામઠાં ઉઠાવો! ગલોલીઓ ચલાવો!” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાંની વાર તો હડુડુડુડુ! હમમમમ! ધડ! ધડ! ધડ! —  
“તીરકામઠાં ઉઠાવો! ગલોલીઓ ચલાવો!” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાંની વાર તો હડુડુડુડુ! હમમમમ! ધડ! ધડ! ધડ! —  
{{Poem2Close}}
<poem>
સીંગણ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે,  
સીંગણ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે,  
સાબળ છૂટે સોંસરા, સૂરા સભટ્ટે  
સાબળ છૂટે સોંસરા, સૂરા સભટ્ટે  
વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે,  
વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે,  
ત્રુટે ઝુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.
ત્રુટે ઝુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.
</poem>
{{Poem2Open}}
પાતશાહી ફોજની ગલોલીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસાં સોંસરવાં ગયાં. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતરના ગરબા બનીને અગિયાર ભાઈબંધો જુદ્ધમાંથી બહાર નીકળ્યાં. કોઈ એક પગે ઠેકતો આવે છે, કોઈ આંતરડાં ઉપાડતો ચાલ્યો આવે છે, કોઈ ધડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કૂંડાળે પહોંચ્યા, પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો, “ભાઈબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો!”

સહુ બેઠા. લોહીનો ગારો કરીને સહુએ અક્કેક બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદાં ઓશીકાં કર્યાં. અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા.

Line 121: Line 145:
છૂટીને તેજરવ દોડ્યો, છલંગ મારીને તેજરવ સોયા એ અગિયાર ભાઈબંધોની ચિતા સામે ઊભીને બોલ્યો : “વીહળભા, તમું હાર્યે જીવસટોસટની બોલીએ હું બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા? મને છેટું પાડી દીધું? પણ હે અગ્નિદેવતા! મારો ફેર ભાંગી નાખજો. જોજો હો, અમરાપરીના ઓરડામાં વીહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય.”

એટલું બોલીને અગિયાર ભાઈબંધોની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું, હાથમાં માળા લીધી અને બળતી ઝાળોની વચ્ચે બેસીને ‘હર! હર! હર!’ના જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો. આખીયે કાયા સળગી ઊઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી.

[દુહો]
{{Poem2Close}}
<center>[દુહો]</center>
<poem>
તેજરવે તન લે, હાડાં માથે હોમિયાં  
તેજરવે તન લે, હાડાં માથે હોમિયાં  
સોયે મરણ સટે, વીસળસું વાચા બંધલ.
સોયે મરણ સટે, વીસળસું વાચા બંધલ.
</poem>
{{Poem2Open}}
[તેજરવે પોતાનું તન મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વીસળની સાથે મૃત્યુસટોસટના કોલ દીધા હતા.]

અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.

<center>*</center>
આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કૂંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વીસા રાબાએ હાથીના દંતૂશળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મહોબતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા’ છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતા તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વીસળ રાબો ચોર્યાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુની તરવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે.

‘અણનમ માથાં’નું કથાગીત
‘અણનમ માથાં’નું કથાગીત
[આ ઘટનાની સાક્ષી પૂરતું જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું ‘નિશાણી’ નામક પ્રાચીન ઐતિહાસિક ચારણી કાવ્ય. વાર્તામાં કેટલાંક અવતરણો પણ તેમાંથી લીધાં છે.]
[આ ઘટનાની સાક્ષી પૂરતું જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું ‘નિશાણી’ નામક પ્રાચીન ઐતિહાસિક ચારણી કાવ્ય. વાર્તામાં કેટલાંક અવતરણો પણ તેમાંથી લીધાં છે.]
{{Poem2Close}}
<poem>
ચૌદ સવંત પાંસઠ સરસ,  
ચૌદ સવંત પાંસઠ સરસ,  
    પ્રસધ વખાણે પાત્ર,  
:::   પ્રસધ વખાણે પાત્ર,  
અણદન વીસળ અવતર્યો,  
અણદન વીસળ અવતર્યો,  
ચારણ વ્રણ કુળ સાત.
ચારણ વ્રણ કુળ સાત.
સુપ્રસિદ્ધ સંવત 1465માં ચારણોના સાત કુળમાં વીસળનો જન્મ થયો.

નિશાણી 1
<center>નિશાણી 1</center>
દો કર જોડી શારદા વ્રણવાં વ્રગ વાણી  
દો કર જોડી શારદા વ્રણવાં વ્રગ વાણી  
તું જગજણણી જોગણી પરમહુંત પરાણી  
તું જગજણણી જોગણી પરમહુંત પરાણી  
Line 142: Line 172:
વદિયા હંસાવાહણી દે વેદક વાણી,  
વદિયા હંસાવાહણી દે વેદક વાણી,  
વીહળ નરસો વીનવાં, પડ ચાડણ પાણી,
વીહળ નરસો વીનવાં, પડ ચાડણ પાણી,
</poem>
{{Poem2Open}}
[બે કર જોડીને, હે શારદા, હું વાણીમાં વર્ણવું છું. તું જગજ્જનની જોગણી છો; પરમ (પ્રભુ)થીયે મોટી છો. હે તું કોયલા ડુંગરની દેવી (હર્ષદી), હે રવરાઈ, દૈત્યોને વિદારનારી હે દેવી, હે સ્વર્ગીય, સાંભળ. હે હંસવાહિની વિદ્યાદેવી, તું મને વેદક વાણી દે. એટલે હું પોતાના કુળને પાણી ચડાવનાર વીસળ નામના નરા કુળના ચારણને વર્ણવું.]

નિશાણી 2
{{Poem2Close}}
<poem>
<center>નિશાણી 2</center>
પ્રમ ડાડો જેરે હેક પખ, પખ બે પાનંગરા,  
પ્રમ ડાડો જેરે હેક પખ, પખ બે પાનંગરા,  
ગઢા પરઠે નવનગર ચોરાશી શકારા,  
ગઢા પરઠે નવનગર ચોરાશી શકારા,  
Line 150: Line 184:
ભલા સે ચારણ ભણાં દાતા સવચારા,  
ભલા સે ચારણ ભણાં દાતા સવચારા,  
તંબર નાગ સવસંતે નરા અંધકારા.
તંબર નાગ સવસંતે નરા અંધકારા.
</poem>
[જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.]

નિશાણી 3
નિશાણી 3
18,450

edits

Navigation menu