સ્વરૂપસન્નિધાન/ઊર્મિકાવ્ય-ચિમનલાલ ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઊર્મિકાવ્ય|ચિમનલાલ ત્રિવેદી}} {{Poem2Open}} ‘ઊર્મિકાવ્ય' એ શબ્દ ઉચ્ચારતાં જ આપણા મનમાં ઊર્મિની પ્રધાનતાવાળું કાવ્ય એવો અર્થ ઊપસી આવે છે. આપણે ત્યાં આ સાહિત્યસ્વરૂપ વિશે જે ચર્ચાઓ...")
 
No edit summary
Line 25: Line 25:
લિરિકનાં સ્વરૂપલક્ષણો બાંધવાનો પ્રયાસ પશ્ચિમના સાહિત્યમાં ને તેના પ્રભાવથી પાછળથી આપણે ત્યાં અનેક વિવેચકોને હાથે થયો છે; પણ એક આદિ કાવ્યસ્વરૂપ લેખે તો તે દુનિયાની બધી ભાષાઓના સાહિત્યમાં ખેડાતું આવ્યું છે, ને તેથી એનું સ્પષ્ટ સ્વરૂપ આંકવામાં આવ્યું તે પહેલાં એ વર્ગમાં આવતી અનેક, જેમાંની કેટલીક તો આપણા મધ્યકાલીન દુહા, ભજન, પદ, ગરબી, ગરબા આદિમાં તેમ લોકકંઠે જળવાઈ રહેલી નામી-અનામી કવિઓની પ્રેમ, શૌર્ય, ભક્તિ, સાંસારિક ભાવો ને ઘટનાઓની ક્યારેક કથાત્મક તો ક્યારેક ભાવાનુભૂતિને જ સીધી રજૂ કરતી રચનાઓમાં લિરિકનાં લક્ષણો પૂરાં ઊતરેલાં જણાય છે. તંબૂરો ને મંજીરા, ઝાંઝ ને પખવાજ કે રાવણહથ્થા સાથે ગવાતાં ભજન ને કથાગીતો જે કાવ્યગણે ઉત્તમ તે ઉત્તમ ઊર્મિકાવ્યો જ ગણાય. નરસિંહ મહેતાનું ‘નીરખને ગગનમાં', મીરાંબાઈનું ‘બાઈ અમે પકડી આંબલિયાની ડાળ રે’ ને લોકસાહિત્યનું ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે’ એ રીતે આપણી ઊર્મિકવિતાની મોંઘી જણસો છે. લિરિકમાં ઊર્મિનું સાહજિક, અકૃત્રિમ ને સીધું પ્રકટીકરણ અપેક્ષિત હોઈ મહાકાવ્ય કે નાટકની અપેક્ષાએ કદાચ એમાં કલાવ્યાકરણના જ્ઞાનની આવશ્યકતા ઓછી રહે છે, ને તેથી મહાકાવ્ય કે નાટકની રચનામાં કવિઓને જેટલી કાવ્યશાસ્ત્રાદિમાં સજ્જતાની, નિયમોના અનુસરણમાં શિસ્તની અપેક્ષા રહે છે તેટલી ઊર્મિકવિ માટે રહેતી નથી. અલબત્ત, આનો અર્થ એવો નથી કે લિરિક કોઈ કલાશિથિલ રચના છે ને તેના કવિનો કલાપ્રમાદ નિર્વાહ્ય હોય છે. કલાનિયમોથી અજ્ઞાત વ્યક્તિ કે સમુદાયના કંઠમાંથી લિરિકના ઉદ્ગારનો સંભવ, પણ મહાકાવ્ય કે નાટકની રચનાનો નહીં, એટલું જ અભિમત છે.

{{Right|– જયન્ત પાઠક, રમણલાલ પાઠક}}<br>
{{Right|– જયન્ત પાઠક, રમણલાલ પાઠક}}<br>
{{Right|સંપા. : ગુજરાતી ઊર્મિકાવ્યો : પૃ. ૧-૩ }}
{{Right|સંપા. : ગુજરાતી ઊર્મિકાવ્યો : પૃ. ૧-૩ }}<br>
<center>'''ઊર્મિકાવ્યનું સંઘટન'''</center>

સંઘટનથી કાવ્ય બાંધવું એટલે કવિચિત્તના ઊર્મિસંચલનને, કવિચિત્ત જે ભાવપ્રક્રિયામાંથી પસાર થાય છે તેની ગતિને કૃત્રિમતા આપવા જેવું થાય. સાહજિકતા -જે ઊર્મિકાવ્ય માટે અનિવાર્ય-તે, તેથી તો મરી જાય. આવું બાહ્ય નિયંત્રણ સ્વીકારવાથી તો અવળી ગતિએ કાવ્ય સાધવા જેવું બને. અલબત્ત, આનો અર્થ એ નથી જ કે કવિનું ચિત્ત આવેગમાં જો રઝળપાટે ચડે તો તે પ્રમાણે જ કાવ્યનું સંઘટન થાય. પોતાના લક્ષ્ય તરફ અનિમેષ દૃષ્ટિએ ગતિ કરવા માટે કવિએ પોતાની ભાવગતિનું નિર્માણ કરતાં કંઈક તો નિયંત્રણ કરી, કલાત્મકતા સાધવા જેટલી સનીગતા તો રાખવી જ પડે. બળવંતરાયના ‘જૂનું પિયરઘર', બાલમુકુન્દના ‘જૂનું ઘર ખાલી કરતાં', ઉશનસ્ના ‘શિશુ ઉછરતાં’ કાવ્યોમાં પ્રથમ કયા હેતુનો –Motive નિર્દેશ છે? કેવળ સરળ રીતે પરિસ્થિતિનું આલેખન જ પ્રારંભમાં છે, જે પાછળથી આવતા મર્મ -ઊર્મિતીવ્રતા- માટે અનિવાર્ય અને બળપ્રેરક બને છે. વળી ઊર્મિકાવ્ય આત્મગત હોય ત્યારે પણ સંઘટનમાં તફાવત પડવાનો. ‘વિશ્વ આખું ગુલગુલાબી થઈ ગયું’થી પ્રારંભાતા સુન્દરમ્ના ‘વિશ્વ આખું’ કાવ્યનો ઉઘાડ કવિમનની ઉલ્લાસઅવસ્થાનો ઉદ્ગાર છે, તો ‘ભવ્ય સતાર’માં વિશ્વના અકળિત સંગીતના શ્રવણનો આનંદલલકાર સંભળાય છે. ઘણીવાર પહેલે જ તબક્કે કવિ ભાવની છાલક મારે છે અને પછી જ કાવ્ય પ્રસરતું હોય છે. ‘ઘણ ઉઠાવ’માં ઉપર નિર્દેશ્યા પ્રમાણે પોતાના નિશ્ચયનું પ્રાકટ્ય છે. આ બધા ઉપરથી સમજાય છે કે સંઘટન એ ઊર્મિકાવ્ય માટે સ્વતંત્ર કસબ છે. સંઘટનની વિવિધતા ભાવસંચલનના વૈવિધ્યનું નિર્માણ છે અને તેના જેવા મરોડ, તેવા કાવ્યને પણ મરોડ મળે છે. ઘણી વાર કાવ્ય સીધી -Horizontal તો ક્યારેક ઊર્ધ્વ perpendicular, ક્વચિત્ ચક્રાકાર-circular ગતિએ ચાલતું હોય છે. ક્યારેક ‘શરદપૂનમ’માં બન્યું છે તેમ એક જ કાવ્યમાં સંઘટનની જુદી જુદી રીત પણ જોવા મળે છે. જેમ મુખ ઉપર ફરકી જતા હાસ્યનો મરોડ, અંકિત થતી રેખાઓના વિવિધ આકારથી વ્યક્ત થાય છે અને તેનો આધાર મૂળમાં તો મનમાં રમી રમી રહેલા આનંદની લાગણીના બળ અને સંચાલન બળ અને સંચાલન ઉપર છે, તેમ જ કાવ્યના સંઘટન અને સ્વરૂપ-આકૃતિનો આધાર અંતર્ગત વહેતા ભાવોર્મિના ચલનવલન ઉપર છે.

18,450

edits

Navigation menu