18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 461: | Line 461: | ||
અને ચોંકી જઈને ઊડી જાય છે, | અને ચોંકી જઈને ઊડી જાય છે, | ||
સૌ ચકલીઓ. | સૌ ચકલીઓ. | ||
</poem> | |||
== ૧૬. બહારવટી == | |||
<poem> | |||
કેટલીક ટેકરીઓ ચડીને, પછી ઊતરો | |||
ત્યાં એક ગામ આવે. | |||
અને એક વખત ત્યાં પહોંચ્યા પછી તો | |||
એવું પાધરું કે ક્યારેય ભૂલા જ ન પડો. | |||
કામશક્તિથી ભરપૂર જુવાનોને કારણે | |||
લચી પડી છે ફળોની વાડીઓ. | |||
ગામની તેર-ચૌદ વર્ષની કુંવારીઓનાં | |||
સ્તનો પણ એવાં સુંદર, જાણે દૂધ ઊભરાતું હોય. | |||
મેનોપોઝના આરે આવેલી સ્ત્રીઓ પણ | |||
આનંદથી કાલાં ફોલતી હોય. | |||
બજા૨માં જાવ તો ખાસ ધીરગંભીર, ઘરડી સ્ત્રીઓના | |||
હાથે બનેલી મીઠાઈ મળે, જેમને બરાબર ખબર પડે | |||
એકતારી, બેતારી ચાસણીની. | |||
ફેરિયો નીકળે બૂમો પાડતો, | |||
ડોશીના વાળ જેવી સફેદ-ગુલાબી સૂતરફેણી લઈને. | |||
ડોસાઓ એ મોંમાં મૂકે ને | |||
ગળ્યા, ગળ્યા ખુશ થઈ જાય. | |||
રાતના બીજા ત્રીજા પ્રહરમાં બહારવટીઆઓ આવે | |||
તો ગામની પ્રહરીએ નદીનું પાણી પીને સૂઈ જાય. | |||
સવારે ચાલ્યા જાય, કશુંયે લૂંટ્યા વિના. | |||
આ નદીના પાણીની મીઠાશ તો આ પટને કારણે છે. | |||
આ પટની રેતી, જેના પર ઊગે છે. | |||
પાકાં પાકાં ટમેટાં. | |||
સૂપ કે સોસ કશું જ બનાવવાની જરૂર નહીં. | |||
બસ, બાળકો એ તોડી લે અને નદીમાં ધોઈને ખાઈ લે. | |||
લાલ ગેરુઆ માટીનો સેંથો પૂરતી પરિણીત સ્ત્રીઓ, | |||
સાંજે મંદિરથી વળતાં, | |||
ઘઉંના મીઠા મીઠા ઘૂઘરાની પ્રસાદી વહેંચે. | |||
પીળાં રાઈનાં ફૂલોથી શોભતું આ ગામ | |||
જાણીતું છે દૂર દૂરના પંથકોમાં સુખ માટે | |||
પણ ત્યાં રહી તો એ જ શકે | |||
જેના પૂર્વજો એ ગામના હોય. | |||
બીજા લોકો તો આવીને ચાલ્યા જાય | |||
પેલા બહારવટીયાઓની જેમ જ. | |||
રહે તો માત્ર કણબીઓ જ. | |||
ઉપજાઉ એ જમીનમાં ઊંડે સુધી ખૂંપી ગયેલા | |||
કણબીઓ. | |||
ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા | |||
કણબીઓ. | |||
</poem> | |||
== ૧૭. ડોશીના વાળ == | |||
<poem> | |||
ડોશીના વાળ. | |||
આમળાં-અરીઠાંથી અસંખ્યવાર ધોવાઈ ગયેલા, | |||
સૂકા વાળ. માથાની જીર્ણ ચામડીમાં બચેલા | |||
થોડા જર્જરિત વાળ. | |||
લીખીયાના દાંતામાં ભરાઈને તૂટી જાય છે. | |||
એ વાળનું ગૂંચળું બનાવીને પગના અંગૂઠામાં બાંધી દે છે. | |||
અને અંગૂઠા આગળ લોહીનું ભ્રમણ થતું અટકી જાય છે. | |||
એને યાદ આવે છે, | |||
પોતે નાની હતી ત્યારે હવામાં ઊડતા ડોશીના વાળને | |||
ફૂંકો મારી ઊંચે ને ઊંચે ઉડાવતી હતી તે. | |||
પછી એના પોતાના વાળ ઉતારવાની વિધિ થઈ હતી તે. | |||
અને એનો જન્મસમયનો એક પ્રિય ફોટો, | |||
તેલ માલિશથી ચમકતા વાળ અને શરીરનો. | |||
અચાનક રસોડામાંથી વહુનો કર્કશ અવાજ સંભળાય છે, | |||
એનો સફેદ વાળ કદાચ ઊડીને | |||
રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો! | |||
</poem> | |||
== ૧૮. માછીમારોને == | |||
<poem> | |||
હું જાણું છું, મિત્રો, | |||
કે સૂરજ ઊગે અને આથમે છે ત્યારે | |||
દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે. | |||
દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની | |||
આ ધસમસતા મોજાં સામે શી વિસાત? | |||
સુસવાટા મારતા દરિયાઈ પવનને | |||
પાણી પર દોરેલી સરહદની લીટી ન દેખાય | |||
એ તમારો ગુનો નથી. | |||
પણ તમારી વાર્તાઓમાં | |||
દરિયાને ખલનાયક કહેવાનો નિષેધ છે. | |||
દરિયાપારની જેલના અધિકારીઓ | |||
તમને કોઈક સજા સંભળાવે છે. | |||
એમની ધર્માંધ બોલીમાં, | |||
દરિયો તો વર્ષોથી એ સજા કાપી રહ્યો છે. | |||
પાણી અને પવન વહેંચાઈ ગયા પછી | |||
દરિયા પાસે | |||
હવે રઘવાટ સિવાય રહ્યું છે શું? | |||
ચારે તરફ પાણી અને આસપાસ | |||
માણસનો એક દીકરો નહીં. | |||
જેલમાં રહીને તમે | |||
ઊલેચો દરિયાને | |||
એને નથી દિવસ કે રાતનું ભાન. | |||
બહાર સૂરજ ઊગે કે આથમે | |||
દરિયો માત્ર એક પશ્ચાદભૂ છે. | |||
એની પૃષ્ઠભૂમિમાં ડૂબી ગયેલી જેલ, | |||
સ્થળ-સમયથી પર છે. | |||
આ કારાવાસ અનાયાસ છે. | |||
તમે તો દરિયાના દેશના. | |||
જેલને હલેસું બનાવીને નીકળી પડો. | |||
ખૂંદી વળો રઘવાટને. | |||
દરિયો આપમેળે શાંત થઈ જશે. | |||
</poem> | |||
== ૧૯. ખારવાની વહુ == | |||
<poem> | |||
એ ખારવાના ગયા પછી | |||
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ. | |||
એક વાર મેં એને જોઈ, | |||
દરિયાની સાવ નજીક ઊભેલી. | |||
ધારીને જોયું તોે | |||
એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા. | |||
એ કરચલા જમીન પર પડતાંવેંત | |||
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ. | |||
એ ખારવાની વહુ પણ | |||
ધીમેથી આગળ વધી રહી હતી | |||
દરિયા ભણી. | |||
પણ એ પેલા કરચલા જેમ | |||
દરિયામાં ભળી ન શકી. | |||
પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ. | |||
હવે હું ક્યારેક જોઉં છું એને. | |||
એ પોતાના ઘર આગળ | |||
સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે. | |||
એને ભય છે કે દરિયો | |||
ભાળી ગયો છે એનું ઘર | |||
અને આગળ વધી રહ્યો છે એના તરફ. | |||
એને ભય છે કે એની કૂખમાં છે હવે | |||
નર્યું ખારું પાણી. | |||
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ | |||
ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં. | |||
દરિયાના નામનો | |||
વાસો લઈને ધૂણતી એ સ્ત્રી | |||
જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે | |||
કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે. | |||
નવી ખેપ પર જઈ રહેલા ખારવાઓ | |||
આવી રહ્યા છે એના દર્શને. | |||
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ | |||
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ | |||
</poem> | </poem> |
edits