ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નવ્ય ઇતિહાસવાદ – જયેશ ભોગાયતા, 1954: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:


{{Poem2Open}}
{{Poem2Open}}
નવ્યઇતિહાસવાદી સ્વીકારતો નથી, કારણ કે ઇતિહાસનાં પાયાનાં તથ્યોને સ્પષ્ટ કરવાં શક્ય નથી. જેમ કે જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડા પ્રધાન હતાં કે ગાંધીજીની હત્યા 30મી જાન્યુઆરી 1948માં થઈ હતી આ બે ઇતિહાસનાં પાયારૂપ તથ્યોનો અર્થ નવ્યઇતિહાસવાદી આપણી સમજની ભૂમિકા સ્પષ્ટ કરશે, કેવી રીતે, કયા સંજોગોમાં કે કયાં સ્પર્ધાત્મક પરિબળો અને વિચારધારાઓના સંઘર્ષ વચ્ચે ઉપરની બે તથ્યમૂલક ઘટના ઘટી તેની તપાસ કરે છે. વડા પ્રધાન થવાની કે હત્યાની ઘટના ઘટી તેની પાછળની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક અગ્રિમતાઓનું સ્વરૂપ કેવું હતું તેનું અર્થઘટન કરશે. નવ્યઇતિહાસવાદને મન તથ્યનું નહિ પણ અર્થઘટનનું મહત્ત્વ છે. કોઈ પણ ઘટના કે કૃતિની અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે સાંસ્કૃતિક પરિબળોની ભૂમિકા જાણવી પડે. જેમ કે પંડિતયુગમાં પરસ્પરથી ભિન્ન સાહિત્યિક વિભાવના ધરાવતી ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ભદ્રંભદ્ર’ શા માટે અસ્તિત્વમાં આવી? આ બે નવલકથાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં પરિબળોનું અર્થઘટન કરવું અનિવાર્ય છે. જુદી જુદી કથાસામગ્રી અને જુદી જુદી નિરૂપણ પદ્ધતિઓ ધરાવતી નવલકથાઓને માત્ર રૈખિક ગતિમાં વિકાસશીલ દર્શાવી દેવાથી નવલકથાસાહિત્યનો ઇતિહાસ બની જતો નથી. ક્રમિકતા અને વિકાસનો ખ્યાલ કૃતિની સ્વરૂપગત વ્યાવર્તકતાનું અર્થઘટન કરી શકે નહિ. નવ્યઇતિહાસવાદી એવું સ્થાપિત નહિ કરે કે ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાઓ વચ્ચે ભેદ છે, પરંતુ બંને વાર્તાકારોની વાર્તાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે પરિબળોની ભૂમિકા જાણીને બંને વચ્ચેનો ભેદ નહિ પણ બંનેની સ્વાયત્તતાનું રક્ષણ કરશે. તેથી નવ્યઇતિહાસવાદીને શું હતું, કેવું હતું, પરિબળોનું સ્વરૂપ કેવું હતું તેમાં રસ છે. પરસ્પર વિરોધી વિચારધારાઓએ ઘટના કે કૃતિને કેવી રીતે ઘડી તેમાં રસ છે. એ જ રીતે નહેરુની વડાપ્રધાન થવાની ઘટનાનું કે ગાંધીજીની હત્યાની ઘટનાનું જુદાં જુદાં માધ્યમોએ કેવી રીતે અર્થઘટન કર્યું તે અર્થઘટનના દસ્તાવેજોનું વાચન કરવામાં રસ છે. પરંપરાગત ઇતિહાસકાર એવું માને છે કે તે તથ્યોને બહાર લાવે છે અને તે તથ્યોને જે પદ્ધતિએ અને જે સંદર્ભમાં બહાર લાવે છે તેનો સ્વીકાર પણ થાય અને અસ્વીકાર પણ થાય. તેથી નવ્યઇતિહાસવાદીને તથ્યોના પ્રતિનિધાનમાં રસ નથી પણ તેનાં વિવિધ અર્થઘટનોમાં રસ છે. તેઓ વસ્તુલક્ષી વિશ્લેષણની અશક્યતામાં માને છે(impossibility of objective analysis). બીજી વ્યક્તિઓની જેમ ઇતિહાસકારો વિશિષ્ટ સ્થળ-કાળમાં જીવતા હોય છે, તેમના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓ વિશેનાં દૃષ્ટિબિંદુઓ પાછળ અગણિત અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત સંચલનોની પ્રભાવકતા હોય છે તેમ જ ઇતિહાસકારના તેમના પોતાના સાંસ્કૃતિક સંદર્ભથી દૃષ્ટિબિંદુનું નિર્માણ પામે છે. તેઓ શું સાચું છે, શું ખોટું છે, સંસ્કારિતા શું છે અને અસંસ્કારિતા શું છે, ઉપયોગી શું છે અને બિનઉપયોગી શું છે, જેવાં તેમનાં પોતાનાં દૃષ્ટિબિંદુનો પ્રભાવ ઘટનાઓના અર્થઘટનમાં જોવા મળે છે.
ભૂમિકા
જયંત કોઠારીનું સંપાદન ‘સરસ્વીચંદ્રનાં વિસરાયેલાં વિવેચનો’, (પ્ર. આ. ૧૯૮૭) ઉમાશંકર જોશી સંપાદિત ‘ક્લાન્ત કવિ’ની પ્રસ્તાવના (પ્ર. આ. ૧૯૪૨) આ બે ગ્રંથોનું ઐતિહાસિક અભિગમની ભૂમિકાએ નહિ, પણ નવ્યઇતિહાસવાદની ભૂમિકાએથી વાચન કરવામાં આવે તો તેના વાચન અને અર્થઘટનને અંતે કેવા નિષ્કર્ષો મળે તે જાણવામાં જે કોઈ જિજ્ઞાસુને રસ જાગે તેમણે નવ્યઇતિહાસવાદની ભૂમિકા જાણવી જરૂરી છે. એ જ રીતે, ‘કરણઘેલો’ કે ‘ભારેલો અગ્નિ’ નવલકથાઓનું નવ્યઇતિહાસવાદની દૃષ્ટિથી વાચન કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતાં અર્થઘટનો અન્ય કોઈ અભિગમથી પ્રાપ્ત થયેલાં અર્થઘટનો કરતાં મૂળથી ભિન્ન હોવાનાં. નવ્યઇતિહાસવાદની ભૂમિકાએ દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય કે વિભાજનકેન્દ્રી સાહિત્યનું વાચન કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતાં અર્થઘટનોનું સ્વરૂપ વિશિષ્ટ હોવાનું.
નવ્યઇતિહાસવાદ, આ અર્થમાં, સાહિત્યકૃતિવાચનનો એક નૂતન અભિગમ છે. એક રીતે તો, સાહિત્યવિવેચનનો ઇતિહાસ કૃતિવાચનના વિવિધ અભિગમોની પરંપરાનો ઇતિહાસ જ છે. સાહિત્યવિવેચનના ઇતિહાસલેખનનું આયોજન કૃતિવાચનની વિવિધ પરંપરાઓની ભૂમિકાએ કરીએ તો કૃતિવાચનની બદલાતી સૈદ્ધાંતિક ભૂમિકાઓ પાછળનાં પરિબળોની સક્રિયતા દર્શાવી શકાશે. સ્થળ અને સમયના બિંદુએ સક્રિય થતી વાચનદૃષ્ટિનું નિર્માણ કરનારાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પરિબળોની સક્રિયતા વાંચી શકાશે. જેમ કે નવલરામ અને સુન્દરમ્‌ની ‘ક્લાન્ત કવિ’ની વાચનદૃષ્ટિમાં જોવા મળતી ભિન્નતા પાછળનાં વિવેચકનાં વલણો અને એ વલણોને ઘડનારાં પરિબળોની તપાસ શક્ય બને. ‘સરસ્વતીચંદ્ર’ કે ‘છિન્નપત્ર’ નવલકથાનાં થયેલાં વિવિધ વાચનોની ભૂમિકા પણ જાણી શકાશે, કૃતિવાચન માટે વિવેચકે કે ભાવકે પસંદ કરેલો અભિગમ ઉત્તમ છે કે નિમ્નસ્તરનો છે તેવા નૈતિક ચુકાદાઓને ધ્યાનમાં લીધા વિના નવ્યઇતિહાસવાદી અભિગમ કૃતિવાચનના વિવિધ નમૂનાઓથી પ્રાપ્ત થતાં કૃતિ વિશેનાં અર્થઘટનોનું અર્થઘટન કરશે, એ અર્થઘટનોની ભૂમિકાઓની શોધ કરશે ને એમ કૃતિવાચનની બહુવિધ દૃષ્ટિઓ વચ્ચે જોવા મળતાં આંતરભેદો અને આંતરસંબંધોનું વિશ્લેષણ કરશે. આનાથી કૃતિવાચન માટે કોઈ એક જ અભિગમ સર્વોપરી છે તેવી સત્તાનો અંત આવશે.
‘નવ્યઇતિહાસવાદ’ એ અંગ્રેજી ભાષાની સંજ્ઞા ‘New Historicism’નો ગુજરાતી ભાષામાં અનુવાદ છે. તેમાં ‘New’ કે ‘નવ્ય’ વિશેષણ ‘ઇતિહાસવાદ’થી તેમની ભિન્નતા, નૂતનતા અને અલગતાનો ભાવ સૂચવે છે. નવ્યઇતિહાસવાદના પ્રમુખ ચિંતકોમાં ગ્રીન બ્લેટ (Green Blatt) અને મોનટ્રોઝ (Montrose) છે, પરંતુ આ બન્નેની પહેલાં ઈ.સ. ૧૯૭૫ના વર્ષમાં સ્ટીફન ઑરગેલનું પુસ્તક ‘The illusion of power’  પ્રગટ થયું હતું. તેમાં નવ્યઇતિહાસવાદનાં પાયાનાં ગૃહીતો અને તેની કાર્યપદ્ધતિનો પરિચય મળે છે.
ઇતિહાસવાદ સંજ્ઞાની આગળ મૂકેલું વિશેષણ ‘નવ્ય’(New) એક અર્થમાં તો ઇતિહાસવાદની વિભાવના સામે ઊભી થયેલી નવી વિભાવનાનો ધ્વનિ છે. ઇતિહાસ એટલે ક્રાંતિકારી ઘટનાઓનો તથ્યમૂલક દસ્તાવેજ. ઇતિહાસને ચોકસાઈ સાથે પણ સંબંધ છે. ક્રાંતિકારી યુદ્ધોનો ઇતિહાસ યુગચેતના(spirit of the age)ને સૂચવે છે. ઇતિહાસવાદની પ્રશ્ન પૂછવાની રીત આવી હોય છે : કોઈ પણ યુદ્ધ આપણને યુગચેતના વિશે શું કહે છે?
નવ્યઇતિહાસવાદની પ્રશ્ન પૂછવાની રીત : યુદ્ધ કે તેના જેવો બીજો કોઈ પણ ઐતિહાસિક કે સાંસ્કૃતિક બનાવ જે તે સમયની રાજકીય અગ્રિમતાઓ(political agenda) અને વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષ વિશે શું કહે છે? નવ્યઇતિહાસવાદી આમ પ્રશ્ન પૂછશે : જ્યારે યુદ્ધ થયું હતું તે યુદ્ધ સમાચારપત્રોમાં, સામયિકોમાં, સરકારી દસ્તાવેજોમાં, વાર્તાઓ-ભાષણો-ચિત્રો અને ફોટોગ્રાફ્સમાં કેવી રીતે રજૂ કરવામાં આવેલું? એક દેશના યુદ્ધને બીજા દેશોમાં કેવી રીતે રજૂ કરવામાં આવેલું? અને એ રજૂઆતો યુદ્ધ વિશે શું કહે છે?
પરંપરાગત ઇતિહાસવાદ અને નવ્યઇતિહાસવાદની પ્રશ્નો પૂછવાની રીત જુદી છે, કારણ કે બંનેની ઇતિહાસ વિશેના અભિગમની ભૂમિકા તદ્દન જુદી છે. પરંપરાગત ઇતિહાસકાર પૂછશે કે ‘શું બન્યું?’ ઘટના આપણને ઇતિહાસ વિશે શું કહે છે? જ્યારે નવ્યઇતિહાસવાદ પૂછશે કે ઘટના જે ઘટી તેનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવેલું? થયેલાં અર્થઘટનો આપણે અર્થઘટનકારો વિશે શું કહે છે? મેં લેખના આરંભે જયંત કોઠારી સંપાદિત ‘સરસ્વતીચંદ્રનાં વિસરાયેલાં વિવેચનો’ પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે તે સંપાદનમાં પ્રકાશિત લેખો વિશે નવ્યઇતિહાસવાદી આમ પ્રશ્ન પૂછશે : ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનાં એક કરતાં થયેલાં વધુ અર્થઘટનોની ભૂમિકા શી છે? નવ્યઇતિહાસવાદી સરસ્વતીચંદ્ર નવલકથાના અર્થઘટનકારની વિવિધ ભૂમિકાઓની તપાસ કરશે. કયા વિવેચકનું ઉત્તમ અર્થઘટન છે તેવા નૈતિક કે મૂલ્ય નિર્ધારિત ચુકાદાઓ આપવાને બદલે પ્રત્યેક અર્થઘટનનું, અર્થઘટન કરશે. એમ બધાં જ અર્થઘટનો પાછળ રહેલી વિવેચકની વિવિધ ભૂમિકાઓની. તપાસ કરશે, પરંતુ જો કોઈ અભ્યાસી પોતાના મનપસંદ અભિગમની પરિસીમામાં એક જ કૃતિનાં થયેલાં વિવિધ અર્થઘટનોનું વાચન કરશે તો પોતાને જે અભિગમ વધારે પસંદ છે અથવા તો તેને માટે પક્ષપાત છે તે અભિગમથી થયેલી સમીક્ષાને શ્રેષ્ઠ ગણશે અને અન્ય અભિગમથી થયેલી સમીક્ષાની ટીકા કરશે. અભિગમ તરફની આત્મલક્ષીતા કે પરલક્ષીતાની માનસિકતાનું નવ્યઇતિહાસવાદ વિઘટન કરી નાખે છે. આ ભૂમિકાએ આપણા સર્જકો વિશેના પ્રકાશિત અધ્યયનગ્રંથોની અથવા તો ‘સરસ્વતીચંદ્ર’ કે ‘છિન્નપત્ર’નાં વિવિધ અર્થઘટનોની તપાસ થઈ શકે. તેનાથી વિવેચકનાં ગૃહીતો અને તેની પાછળ રહેલી વિભિન્ન કાર્યશીલ ભૂમિકાઓનું સ્વરૂપ જાણી શકાય. આનું એક પરિણામ એ આવી શકે કે કોઈ એક અભિગમની સત્તાનો અંત આવી જશે. અભિગમની સત્તાના કેન્દ્રનું વિઘટન થઈ જશે તેથી શ્રેષ્ઠ કે નિમ્નનો ખ્યાલ જ શક્ય નહીં રહે. પરંપરાગત ઇતિહાસવાદની દૃષ્ટિએ ‘ઇતિહાસ’ એ ઘટનાઓનો ક્રમ છે, તેમાં ક્રમનું સ્વરૂપ રૈખિક અને કાર્યકારણનો સંબંધ ધરાવે છે. ‘અ’ને કારણે ‘બ’ ઘટના ઘટી વસ્તુલક્ષી પૃથક્કરણની ભૂમિકાએ પ્રત્યેક ઘટના સંપૂર્ણ છે. એ ઘટના વડે ઐતિહાસિક રહસ્યોનું ઉદ્‌ઘાટન થાય છે. એ ઘટનાઓ કે હકીકતો યુગચેતનાને પ્રગટ કરે છે. આ સંદર્ભમાં ‘નવજાગૃતિકાળ’ જેવી સંજ્ઞા માનવ અસ્તિત્વના વિશાળ સંદર્ભનું સૂચન કરે છે. સાહિત્યનો ઇતિહાસ પણ યુગચેતનાના સંદર્ભમાં લખવામાં આવે છે અથવા તો ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે શીખવવામાં આવે છે. જેમ કે સાહિત્યમાં પ્રશિષ્ટતાવાદ, રંગદર્શીતાવાદ, આધુનિકતાવાદ કે અનુઆધુનિકતાવાદ. માનવજાતિઓનો ક્રમશઃ વિકાસ થતો રહેતો હોય છે. નૈતિક, સાંસ્કૃતિક અને ટેક્‌નોલોજિકલ વિકાસ થતો રહેતો હોય છે. પરંપરાગત ઇતિહાસકારની આ પ્રમાણેની વિચારણાને – ક્રમશઃ વિકાસની વિભાવનાને  – નવ્યઇતિહાસવાદી સ્વીકારતો નથી, કારણ કે ઇતિહાસનાં પાયાનાં તથ્યોને સ્પષ્ટ કરવાં શક્ય નથી. જેમ કે જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડા પ્રધાન હતાં કે ગાંધીજીની હત્યા 30મી જાન્યુઆરી 1948માં થઈ હતી આ બે ઇતિહાસનાં પાયારૂપ તથ્યોનો અર્થ નવ્યઇતિહાસવાદી આપણી સમજની ભૂમિકા સ્પષ્ટ કરશે, કેવી રીતે, કયા સંજોગોમાં કે કયાં સ્પર્ધાત્મક પરિબળો અને વિચારધારાઓના સંઘર્ષ વચ્ચે ઉપરની બે તથ્યમૂલક ઘટના ઘટી તેની તપાસ કરે છે. વડા પ્રધાન થવાની કે હત્યાની ઘટના ઘટી તેની પાછળની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક અગ્રિમતાઓનું સ્વરૂપ કેવું હતું તેનું અર્થઘટન કરશે. નવ્યઇતિહાસવાદને મન તથ્યનું નહિ પણ અર્થઘટનનું મહત્ત્વ છે. કોઈ પણ ઘટના કે કૃતિની અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે સાંસ્કૃતિક પરિબળોની ભૂમિકા જાણવી પડે. જેમ કે પંડિતયુગમાં પરસ્પરથી ભિન્ન સાહિત્યિક વિભાવના ધરાવતી ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ભદ્રંભદ્ર’ શા માટે અસ્તિત્વમાં આવી? આ બે નવલકથાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં પરિબળોનું અર્થઘટન કરવું અનિવાર્ય છે. જુદી જુદી કથાસામગ્રી અને જુદી જુદી નિરૂપણ પદ્ધતિઓ ધરાવતી નવલકથાઓને માત્ર રૈખિક ગતિમાં વિકાસશીલ દર્શાવી દેવાથી નવલકથાસાહિત્યનો ઇતિહાસ બની જતો નથી. ક્રમિકતા અને વિકાસનો ખ્યાલ કૃતિની સ્વરૂપગત વ્યાવર્તકતાનું અર્થઘટન કરી શકે નહિ. નવ્યઇતિહાસવાદી એવું સ્થાપિત નહિ કરે કે ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાઓ વચ્ચે ભેદ છે, પરંતુ બંને વાર્તાકારોની વાર્તાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે પરિબળોની ભૂમિકા જાણીને બંને વચ્ચેનો ભેદ નહિ પણ બંનેની સ્વાયત્તતાનું રક્ષણ કરશે. તેથી નવ્યઇતિહાસવાદીને શું હતું, કેવું હતું, પરિબળોનું સ્વરૂપ કેવું હતું તેમાં રસ છે. પરસ્પર વિરોધી વિચારધારાઓએ ઘટના કે કૃતિને કેવી રીતે ઘડી તેમાં રસ છે. એ જ રીતે નહેરુની વડાપ્રધાન થવાની ઘટનાનું કે ગાંધીજીની હત્યાની ઘટનાનું જુદાં જુદાં માધ્યમોએ કેવી રીતે અર્થઘટન કર્યું તે અર્થઘટનના દસ્તાવેજોનું વાચન કરવામાં રસ છે. પરંપરાગત ઇતિહાસકાર એવું માને છે કે તે તથ્યોને બહાર લાવે છે અને તે તથ્યોને જે પદ્ધતિએ અને જે સંદર્ભમાં બહાર લાવે છે તેનો સ્વીકાર પણ થાય અને અસ્વીકાર પણ થાય. તેથી નવ્યઇતિહાસવાદીને તથ્યોના પ્રતિનિધાનમાં રસ નથી પણ તેનાં વિવિધ અર્થઘટનોમાં રસ છે. તેઓ વસ્તુલક્ષી વિશ્લેષણની અશક્યતામાં માને છે(impossibility of objective analysis). બીજી વ્યક્તિઓની જેમ ઇતિહાસકારો વિશિષ્ટ સ્થળ-કાળમાં જીવતા હોય છે, તેમના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓ વિશેનાં દૃષ્ટિબિંદુઓ પાછળ અગણિત અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત સંચલનોની પ્રભાવકતા હોય છે તેમ જ ઇતિહાસકારના તેમના પોતાના સાંસ્કૃતિક સંદર્ભથી દૃષ્ટિબિંદુનું નિર્માણ પામે છે. તેઓ શું સાચું છે, શું ખોટું છે, સંસ્કારિતા શું છે અને અસંસ્કારિતા શું છે, ઉપયોગી શું છે અને બિનઉપયોગી શું છે, જેવાં તેમનાં પોતાનાં દૃષ્ટિબિંદુનો પ્રભાવ ઘટનાઓના અર્થઘટનમાં જોવા મળે છે.
પરંપરાગત ઇતિહાસવાદ એવું માનતો હતો કે ઇતિહાસ વિકાસશીલ હોય છે. આ ‘વિકાસશીલ’ની વિભાવના દ્વારા ‘આદિમ જાતિ’ કે ‘સ્થાનિક જાતિ’ને સુસંસ્કૃત પ્રજાની સંસ્કૃતિઓ કરતાં નિમ્ન દરજ્જાની ગણવામાં આવતી હતી. તેને કારણે પ્રાચીન, આદિવાસીઓની સંસ્કૃતિઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. આદિવાસીઓની સંસ્કૃતિને નિયમો વગરની, અંધશ્રદ્ધાળુ અને આચારવિચાર વગરની ગણવામાં આવતી હતી.
પરંપરાગત ઇતિહાસવાદ એવું માનતો હતો કે ઇતિહાસ વિકાસશીલ હોય છે. આ ‘વિકાસશીલ’ની વિભાવના દ્વારા ‘આદિમ જાતિ’ કે ‘સ્થાનિક જાતિ’ને સુસંસ્કૃત પ્રજાની સંસ્કૃતિઓ કરતાં નિમ્ન દરજ્જાની ગણવામાં આવતી હતી. તેને કારણે પ્રાચીન, આદિવાસીઓની સંસ્કૃતિઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. આદિવાસીઓની સંસ્કૃતિને નિયમો વગરની, અંધશ્રદ્ધાળુ અને આચારવિચાર વગરની ગણવામાં આવતી હતી.
પરંપરાગત ઇતિહાસવાદની દૃષ્ટિથી ઇતિહાસનું ભરોસાપાત્ર અર્થઘટન કરવામાં બીજી મુશ્કેલીઓ પણ છે. ઇતિહાસને તેની પોતાની સંકુલતા છે. ઇતિહાસ એટલે માત્ર ઘટનાઓની રૈખિક ગતિ એ ભૂમિકાએ તેનું સંકુલ સ્વરૂપ પામી શકાશે નહિ. ઇતિહાસના કોઈ એક નિશ્ચિત તબક્કે સંસ્કૃતિ કેટલાંક ક્ષેત્રોમાં વિકાસ કરતી હોય છે તો બીજાં ક્ષેત્રોમાં સમાંતરે અવગતિ પણ પામતી હોય છે. પ્રગતિ અને અવગતિ સમાંતર રીતે ઘટતી હોય છે. અને કોઈ પણ બે ઇતિહાસકારો એ બાબત અસંમત હોવાના કે કયાં પરિબળો પ્રગતિનું નિર્માણ કરે છે અને કયાં પરિબળો પ્રગતિને અવરોધક છે. આમાં પાયાના મતભેદો હોવાના. પણ નવ્યઇતિહાસવાદને આ પાયાના મતભેદો સામે વંધો નથી. તે તો આ મતભેદો પાછળની ભૂમિકાને સમજવા માટે તત્પર છે. નવ્યઇતિહાસવાદમાં કોઈ એક વાદ, વિચારધારા કે અભિગમનું આધિપત્ય સ્થાપવાની વાત જ અસ્થાને છે. પરંપરાગત ઇતિહાસકારો માને છે તેમ ઇતિહાસ સાતત્યપૂર્વક ભવિષ્ય તરફ ગતિ કરતો નથી. ખરેખર તો ઇતિહાસ અનેક પ્રકારની ગતિમયતા દર્શાવતા નૃત્યની ભંગિ જેવો છે. તે કોઈ એક ક્ષણે કોઈ નવા માર્ગની શોધમાં હોય છે તે કોઈ અન્ય ક્ષણે તેનું ખાસ કોઈ પ્રયોજન કે ધ્યેય ન પણ હોય.
પરંપરાગત ઇતિહાસવાદની દૃષ્ટિથી ઇતિહાસનું ભરોસાપાત્ર અર્થઘટન કરવામાં બીજી મુશ્કેલીઓ પણ છે. ઇતિહાસને તેની પોતાની સંકુલતા છે. ઇતિહાસ એટલે માત્ર ઘટનાઓની રૈખિક ગતિ એ ભૂમિકાએ તેનું સંકુલ સ્વરૂપ પામી શકાશે નહિ. ઇતિહાસના કોઈ એક નિશ્ચિત તબક્કે સંસ્કૃતિ કેટલાંક ક્ષેત્રોમાં વિકાસ કરતી હોય છે તો બીજાં ક્ષેત્રોમાં સમાંતરે અવગતિ પણ પામતી હોય છે. પ્રગતિ અને અવગતિ સમાંતર રીતે ઘટતી હોય છે. અને કોઈ પણ બે ઇતિહાસકારો એ બાબત અસંમત હોવાના કે કયાં પરિબળો પ્રગતિનું નિર્માણ કરે છે અને કયાં પરિબળો પ્રગતિને અવરોધક છે. આમાં પાયાના મતભેદો હોવાના. પણ નવ્યઇતિહાસવાદને આ પાયાના મતભેદો સામે વંધો નથી. તે તો આ મતભેદો પાછળની ભૂમિકાને સમજવા માટે તત્પર છે. નવ્યઇતિહાસવાદમાં કોઈ એક વાદ, વિચારધારા કે અભિગમનું આધિપત્ય સ્થાપવાની વાત જ અસ્થાને છે. પરંપરાગત ઇતિહાસકારો માને છે તેમ ઇતિહાસ સાતત્યપૂર્વક ભવિષ્ય તરફ ગતિ કરતો નથી. ખરેખર તો ઇતિહાસ અનેક પ્રકારની ગતિમયતા દર્શાવતા નૃત્યની ભંગિ જેવો છે. તે કોઈ એક ક્ષણે કોઈ નવા માર્ગની શોધમાં હોય છે તે કોઈ અન્ય ક્ષણે તેનું ખાસ કોઈ પ્રયોજન કે ધ્યેય ન પણ હોય.

Navigation menu