17,398
edits
No edit summary |
No edit summary |
||
Line 110: | Line 110: | ||
માલકોસ વિશે જોઈએ તો તે તો રાગસમ્રાટ છે. ભવ્યાતિભવ્ય, આધ્યાત્મિક ઊંડાણવાળો. મેં એને અન્યત્ર ભગવાન્ શંકરના તાંડવને સંગાથ દેનાર રાગ કહ્યો છે જ. મને તો એ અત્યધિક પ્રિય છે. | માલકોસ વિશે જોઈએ તો તે તો રાગસમ્રાટ છે. ભવ્યાતિભવ્ય, આધ્યાત્મિક ઊંડાણવાળો. મેં એને અન્યત્ર ભગવાન્ શંકરના તાંડવને સંગાથ દેનાર રાગ કહ્યો છે જ. મને તો એ અત્યધિક પ્રિય છે. | ||
'''યજ્ઞેશ :''' '''''તમે સંગીતની વાત કરતા હતા ત્યારે આ પહેલાં એક રેડિયો મુલાકાતમાં તે પછી કેટલાંક જાહેર વ્યાખ્યાનમાં પણ તમે સંગીત, કે જે અમૂર્ત કલા છે તેને સ્થાપત્ય, કે જે મૂર્ત કલા છે તેની સાથે જોડી આપ્યું હતું. કર્ણાટક સંગીત અને કર્ણાટકના રાગો તથા હિંદુસ્તાની સંગીત અને હિંદુસ્તાની રાગોનો દેવાલય-સ્થાપત્ય સાથે સંબંધ જોડી આપેલો. તમે સંગીત અને સ્થાપત્ય બંને વિદ્યાઓમાં કામ કર્યું છે. તેમાંથી આ સૂઝ્યું?મુદ્દો પહેલાં મનમાં હતો અને પછી લેખની અંદર વિકસાવ્યો? શું હતું?''''' | '''યજ્ઞેશ :''' '''''તમે સંગીતની વાત કરતા હતા ત્યારે આ પહેલાં એક રેડિયો મુલાકાતમાં તે પછી કેટલાંક જાહેર વ્યાખ્યાનમાં પણ તમે સંગીત, કે જે અમૂર્ત કલા છે તેને સ્થાપત્ય, કે જે મૂર્ત કલા છે તેની સાથે જોડી આપ્યું હતું. કર્ણાટક સંગીત અને કર્ણાટકના રાગો તથા હિંદુસ્તાની સંગીત અને હિંદુસ્તાની રાગોનો દેવાલય-સ્થાપત્ય સાથે સંબંધ જોડી આપેલો. તમે સંગીત અને સ્થાપત્ય બંને વિદ્યાઓમાં કામ કર્યું છે. તેમાંથી આ સૂઝ્યું? મુદ્દો પહેલાં મનમાં હતો અને પછી લેખની અંદર વિકસાવ્યો? શું હતું?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે ને કે બન્ને વિષયની જાણકારી હોય તો જ આવી તુલના થવી અને ક૨વી સંભવિત બને. એથી બધાને એની અનુભૂતિ ન થઈ શકે. સંગીત અને સ્થાપત્ય જાણનારા તો દક્ષિણમાં પણ છે અને ઉત્તરમાં પણ છે, પણ થોડા. એ બન્ને કલાઓ વચ્ચે જે સમાંતરતા છે એ તો તમે તમારા નિજી દર્શનથી જ જોઈ શકો. ને તે પછી તેને અભિવ્યક્ત કરી શકો. દરેક એ પ્રકારની પશ્યત્તા ન ધરાવી શકે. મને પોતાને એક વખત એવું દર્શન/આકલન થયું : એકાએક એનો ખ્યાલ આવ્યો. જ્યારે હું કર્ણાટક સંગીત શીખતો હતો ત્યારે તેનો ત્યાંના દેવમંદિરોના આકાર- પ્રકાર સાથેનો મેળ અને હિંદુસ્તાની સંગીત શીખવા તરફ વળ્યો ત્યારે તેનો ઉત્તરના દેવાલય સ્થાપત્ય સાથેનો મેળ માનસપટ પર સ્પષ્ટ બન્યો. પણ બધાને એ વિચાર આવે જ તેવું ન બને. ને મને અગાઉ આવેલો પણ નહીં. વસ્તુતયા આ તથ્ય તરફ મેં અંગ્રેજીમાં લખેલ એક લેખ દ્વારા પહેલી વખત ધ્યાન દોરેલું. પછી ખબર પડી કે એવી વિચારસરણી ધરાવનારા હેગલ સરખા તત્ત્વવિદો પશ્ચિમમાં હતા અને તેમના કથનનું પછીથી ખંડન થયેલું છે. યુરોપિયન સંગીત એ કાળે ગવાતું તેનું કોઈએ કેવળ બુદ્ધિથી, સંવેદનાને જોડીને નહીં, ખંડન કર્યું હશે એમ લાગે છે. જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ સેંટર ફોર ધ આર્ટ્સમાં મેં એ વાત કરેલી ત્યારે તાપસ સેન નામના વિદ્વાને એ હેગેલિયન સિદ્ધાંત હોવાનું અને તેના થયેલા ખંડન પ્રતિ ધ્યાન દોરેલું અને સંગીત અને સ્થાપત્ય બન્ને જુદાં માધ્યમ હોઈ બન્ને વચ્ચે કોઈ જ સંબંધ નથી એવું ભારપૂર્વક કથન કરેલું. એ બેઠકના અધ્યક્ષ ડૉ. સ્ટાલ હતા. તેમણે કહ્યું કે અમે તો નજરે જોઈ શક્યા છીએ કે સંગીત અને સ્થાપત્યનો મેળ જરૂર છે. (મેં એ બન્ને શૈલીનાં મંદિરોની સ્લાઈડો સાથે બન્ને પ્રદેશના રાગોને ગાઈને બતાવેલું.) સ્ટાલે તે પળે કહેલું : ‘ઈટ વોઝ ડેફીનીટ, ઈટ વોઝ ક્વાઈટ એપેરેંટ, કપિલા વાત્સ્યાયન તો તાપસ સેન પર બહુ ગુસ્સે થઈ ગયેલાં વધારામાં તાપસ સેને કહેલું : ‘એનીથિંગ કેન બી એપ્લાઈડ ટુ એનીથિંગ ઈફ યુ ડુ લાઈક ધીસ.’ મને ય મજાક કરવાનું મન થઈ ગયેલું ‘કેન યુ એપ્લાય મ્યુઝિક ઓન બ્રીંજલસ? બધા હસવા મંડ્યા (હાસ્ય..) કપિલા વાત્સ્યાયને તેમને ખૂબ ઝાડ્યા. કદાચ તાપસ સૈનની ચડામણીવાળી પ્રેરણાથી કોઈ સ્વામીજીએ પછીથી સેમિનારના ગ્રન્થનો જ્યારે રીવ્યુ કરેલો એમાં કહ્યું કે આ સિદ્ધાંતનું પૂર્વે યુરોપમાં ખંડન થઈ ગયું છે. આથી એની એ કોઈ જ વેલિડિટી નથી. પણ એ વાત સાચી નથી. એમને એ જાતની અનુભૂતિ નથી તો હું શું કરું? હું એક વસ્તુ જોઈ શકતો હોઉં તે મારું દર્શન, અને તે હું એમને કેવી રીતે આપી શકું?''''' | |||
'''મ. ઢાંકી :''' એવું છે ને કે બન્ને વિષયની જાણકારી હોય તો જ આવી તુલના થવી અને ક૨વી સંભવિત બને. એથી બધાને એની અનુભૂતિ ન થઈ શકે. સંગીત અને સ્થાપત્ય જાણનારા તો દક્ષિણમાં પણ છે અને ઉત્તરમાં પણ છે, પણ થોડા. એ બન્ને કલાઓ વચ્ચે જે સમાંતરતા છે એ તો તમે તમારા નિજી દર્શનથી જ જોઈ શકો. ને તે પછી તેને અભિવ્યક્ત કરી શકો. દરેક એ પ્રકારની પશ્યત્તા ન ધરાવી શકે. મને પોતાને એક વખત એવું દર્શન/આકલન થયું : એકાએક એનો ખ્યાલ આવ્યો. જ્યારે હું કર્ણાટક સંગીત શીખતો હતો ત્યારે તેનો ત્યાંના દેવમંદિરોના આકાર- પ્રકાર સાથેનો મેળ અને હિંદુસ્તાની સંગીત શીખવા તરફ વળ્યો ત્યારે તેનો ઉત્તરના દેવાલય સ્થાપત્ય સાથેનો મેળ માનસપટ પર સ્પષ્ટ બન્યો. પણ બધાને એ વિચાર આવે જ તેવું ન બને. ને મને અગાઉ આવેલો પણ નહીં. વસ્તુતયા આ તથ્ય તરફ મેં અંગ્રેજીમાં લખેલ એક લેખ દ્વારા પહેલી વખત ધ્યાન દોરેલું. પછી ખબર પડી કે એવી વિચારસરણી ધરાવનારા હેગલ સરખા તત્ત્વવિદો પશ્ચિમમાં હતા અને તેમના કથનનું પછીથી ખંડન થયેલું છે. યુરોપિયન સંગીત એ કાળે ગવાતું તેનું કોઈએ કેવળ બુદ્ધિથી, સંવેદનાને જોડીને નહીં, ખંડન કર્યું હશે એમ લાગે છે. જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ સેંટર ફોર ધ આર્ટ્સમાં મેં એ વાત કરેલી ત્યારે તાપસ સેન નામના વિદ્વાને એ હેગેલિયન સિદ્ધાંત હોવાનું અને તેના થયેલા ખંડન પ્રતિ ધ્યાન દોરેલું અને સંગીત અને સ્થાપત્ય બન્ને જુદાં માધ્યમ હોઈ બન્ને વચ્ચે કોઈ જ સંબંધ નથી એવું ભારપૂર્વક કથન કરેલું. એ બેઠકના અધ્યક્ષ ડૉ. સ્ટાલ હતા. તેમણે કહ્યું કે અમે તો નજરે જોઈ શક્યા છીએ કે સંગીત અને સ્થાપત્યનો મેળ જરૂર છે. (મેં એ બન્ને શૈલીનાં મંદિરોની સ્લાઈડો સાથે બન્ને પ્રદેશના રાગોને ગાઈને બતાવેલું.) સ્ટાલે તે પળે કહેલું : ‘ઈટ વોઝ ડેફીનીટ, ઈટ વોઝ ક્વાઈટ એપેરેંટ, કપિલા વાત્સ્યાયન તો તાપસ સેન પર બહુ ગુસ્સે થઈ ગયેલાં વધારામાં તાપસ સેને કહેલું : ‘એનીથિંગ કેન બી એપ્લાઈડ ટુ એનીથિંગ ઈફ યુ ડુ લાઈક ધીસ.’ મને ય મજાક કરવાનું મન થઈ ગયેલું ‘કેન યુ એપ્લાય મ્યુઝિક ઓન બ્રીંજલસ?’ બધા હસવા મંડ્યા (હાસ્ય..) કપિલા વાત્સ્યાયને તેમને ખૂબ ઝાડ્યા. કદાચ તાપસ સૈનની ચડામણીવાળી પ્રેરણાથી કોઈ સ્વામીજીએ પછીથી સેમિનારના ગ્રન્થનો જ્યારે રીવ્યુ કરેલો એમાં કહ્યું કે આ સિદ્ધાંતનું પૂર્વે યુરોપમાં ખંડન થઈ ગયું છે. આથી એની એ કોઈ જ વેલિડિટી નથી. પણ એ વાત સાચી નથી. એમને એ જાતની અનુભૂતિ નથી તો હું શું કરું? હું એક વસ્તુ જોઈ શકતો હોઉં તે મારું દર્શન, અને તે હું એમને કેવી રીતે આપી શકું?''''' | |||
'''પરેશ :''' (મજાકમાં) તેમને ખાલી બ્રીંજલની જ અનુભૂતિ હશે ! | '''પરેશ :''' (મજાકમાં) તેમને ખાલી બ્રીંજલની જ અનુભૂતિ હશે ! |
edits