2,674
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભારતના મધ્યકાળમાં ભક્તિઆંદોલન ચોમેર પ્રસર્યું હતું, તેમાં ઓરિસ્સાના સાલાબેગ કવિને ભૂલવા જેવો નથી. સત્તરમી સદીની એની રચનાઓ, | ભારતના મધ્યકાળમાં ભક્તિઆંદોલન ચોમેર પ્રસર્યું હતું, તેમાં ઓરિસ્સાના સાલાબેગ કવિને ભૂલવા જેવો નથી. સત્તરમી સદીની એની રચનાઓ, ઓરિસ્સામાં ગમે ત્યાં જાઓ ઘર ઘરની પુંજી છે. તમે ગામડા ગામમાં હો કે નગરમાં હો, સાલાબેગનાં જગન્નાથની ભક્તિથી જીવતાં અને ધબકતાં પદો અને ભજનો તમારે કાને પડ્યાં વિના રહે નહીં. કંઠોપકંઠ ઊતરી આવેલી સાલાબેગની ભક્તિરચનાઓમાં ઓરિસ્સાના જગન્નાથ કૃષ્ણરૂપે કેન્દ્રમાં બિરાજમાન છે. કારણ ભારતને પશ્ચિમે દ્વારિકા તેમ પૂર્વમાં પુરી કે શ્રીક્ષેત્ર એના જગન્નાથથી પ્રસિદ્ધ છે. | ||
ઓરિસ્સાના સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ તેમજ ઉત્થાનમાં આ મન્દિરનો ફાળો છે. આ મન્દિરનો ખજાનો ઓરિસ્સાની પ્રજાની આર્થિક સ્થિતિને નક્કી કરે છે. આથી જ આ સમૃદ્ધ મન્દિર પર યવનોના વારંવાર હૂમલાઓ થયા છે. એમનો આશય સમૃદ્ધિ સત્તા અને ધર્મના સ્થાનક જેવા આ મન્દિરનો વિનાશ કરી એને લૂંટવાનો હતો. આ મન્દિર પર આક્રમણ કરવામાં સૌથી મોખરે કોઈનું નામ નોંધાયું હોય તો તે લાલ બેગનું છે. લાલ બેગ વિશે ઇતિહાસમાં લખાયું છે કે હૂમાયુના ગ્રંથપાલ નિઝામના પુત્ર આ લાલબેગનું અસલી નામ તો કુલીખાન હતું. જહાંગીર કુંવર હતો ત્યારથી એની તહેનાતમાં કુલીખાન દાખલ થયેલો અને જહાંગીરે ગાદીએ આવતા એને બિહારનો સૂબો બનાવેલો, એની પાસે ૪૦૦૦ નું અશ્વદલ હતું. | ઓરિસ્સાના સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ તેમજ ઉત્થાનમાં આ મન્દિરનો ફાળો છે. આ મન્દિરનો ખજાનો ઓરિસ્સાની પ્રજાની આર્થિક સ્થિતિને નક્કી કરે છે. આથી જ આ સમૃદ્ધ મન્દિર પર યવનોના વારંવાર હૂમલાઓ થયા છે. એમનો આશય સમૃદ્ધિ સત્તા અને ધર્મના સ્થાનક જેવા આ મન્દિરનો વિનાશ કરી એને લૂંટવાનો હતો. આ મન્દિર પર આક્રમણ કરવામાં સૌથી મોખરે કોઈનું નામ નોંધાયું હોય તો તે લાલ બેગનું છે. લાલ બેગ વિશે ઇતિહાસમાં લખાયું છે કે હૂમાયુના ગ્રંથપાલ નિઝામના પુત્ર આ લાલબેગનું અસલી નામ તો કુલીખાન હતું. જહાંગીર કુંવર હતો ત્યારથી એની તહેનાતમાં કુલીખાન દાખલ થયેલો અને જહાંગીરે ગાદીએ આવતા એને બિહારનો સૂબો બનાવેલો, એની પાસે ૪૦૦૦ નું અશ્વદલ હતું. | ||
બિહારનો કબજો હાથમાં આવતા જહાંગીરને ખુશ કરવા એણે હિન્દુઓ પર અત્યાચાર શરૂ કરેલા. અને એનો ડોળો પુરીના મન્દિર પર સ્થિર થયેલો હતો. પુરી પર આક્રમણ કરવા જતાં રસ્તા ગામના પુકુરમાં નહાતી બ્રાહ્મણ વિધવા પર એ વારી જાય છે અને એને પોતાના જનાનખાનામાં લઈ આવે છે. વખત જતાં આ વિધવાએ જે પુત્રને જન્મ આપ્યો એનું નામ સાલાબેગ. સાલાબેગ લાલબેગનો પુત્ર હતો. આ મુસ્લીમ કવિએ આશ્ચર્યકારક રીતે કૃષ્ણભક્તિની આર્દ્રધારાને ઓરિસ્સાની પ્રજામાં વહેતી કરી છે. | બિહારનો કબજો હાથમાં આવતા જહાંગીરને ખુશ કરવા એણે હિન્દુઓ પર અત્યાચાર શરૂ કરેલા. અને એનો ડોળો પુરીના મન્દિર પર સ્થિર થયેલો હતો. પુરી પર આક્રમણ કરવા જતાં રસ્તા ગામના પુકુરમાં નહાતી બ્રાહ્મણ વિધવા પર એ વારી જાય છે અને એને પોતાના જનાનખાનામાં લઈ આવે છે. વખત જતાં આ વિધવાએ જે પુત્રને જન્મ આપ્યો એનું નામ સાલાબેગ. સાલાબેગ લાલબેગનો પુત્ર હતો. આ મુસ્લીમ કવિએ આશ્ચર્યકારક રીતે કૃષ્ણભક્તિની આર્દ્રધારાને ઓરિસ્સાની પ્રજામાં વહેતી કરી છે. |