રચનાવલી/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 80: Line 80:


</poem>
</poem>
<hr>
{{Heading|કૃતિ-પરિચય}}
{{Poem2Open}}
વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાનું  ‘રચનાવલી’ ગુજરાતી,ભારતીય અને વિશ્વ સાહિત્યના સર્જકોની ઉત્તમ રચનાઓનો આસ્વાદાત્મક પરિચય કરાવતું સંપાદન છે. જેમાં ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની ૧૮,અર્વાચીન આધુનિક ગુજરાતી સાહિત્યની  ૫૧, ભારતીય સાહિત્યમાં અસમિયા ભાષાની ૪, અંગ્રેજીની ૫, ઉર્દૂની ૫, કન્નડની ૬, તમિળની ૪, તેલુગુની ૩, પંજાબી ૨, બંગાળી ૪, મણિપુરી ૧, મરાઠી ૮, મલયાલમ ૮, સંસ્કૃત ૨૮, સિન્ધિ ૨, હિન્દી ૮, વિશ્વ સાહિત્યમાં અમેરિકન ૯, અરબી ૧, અલ્જેરિયન ૧, અંગ્રેજી ૧૪, આફ્રિકી ૫, ઇજીપ્શિયન ૧, ઇટાલિયન ૫, ઉઝ્બેકિસ્તાન ૧, ગ્રીક ૩, જપાની ૧, જર્મન ૩, ઝેક ૨, પોર્ટુગીઝ ૧, ફારસી ૧, ફ્રેન્ચ ૬, રશિયન ૬, લેટિન ૧, સ્પેનિશ ૩, હિબ્રૂ ૨ એમ લગભગ ૨૨૦ જેટલી કૃતિઓ વિષેની માહિતી  ભાવકને આ સંપાદનમાંથી મળશે. અહીં વલ્લભ મેવાડો છે તો સાથે કલાપી પણ છે. અહીં ‘શ્રીમદ્ભગવદ્ ગીતા’ છે તો ‘ધમ્મપદ’ પણ છે. અહીં ‘શિવશિવમહિમ્નસ્તોત્ર’ છે તો ‘ભક્તામરસ્તોત્ર’ પણ છે. અહીં ‘હનુમાનચાલીસા’છે ને ‘ગીતગોવિંદ’ પણ છે. આ સંપાદનનો અભ્યાસ અનેક વિષયોમાં અભ્યાસ કરવાના દરવાજા ખોલે છે. નિદર્શન પૂરતું કહેવાય કે ભારતીય સાહિત્ય અને પરદેશી ભાષાની રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો અહીંથી સામગ્રી મળી શકશે એ જ રીતે ધાર્મિક સંદર્ભની રચનાઓ વિશેના અભ્યાસ માટે પણ અહીં ઘણી સામગ્રી સંગ્રહાયેલી છે. વાચકના વિચારક્ષેત્રને વિસ્તૃત કરતું અને અનુભવજગતને સમૃદ્ધ કરતું આ સંપાદન મનનીય છે.
{{Poem2Close}}

Navigation menu