8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મુકુન્દરાય | રા. વિ. પાઠક}} | {{Heading|મુકુન્દરાય | રા. વિ. પાઠક}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/87/Neeli_nu_bhoot_final.mp3 | |||
}} | |||
<br> | |||
મુકુન્દરાય • રા. વિ. પાઠક • ઑડિયો પઠન: અનિતા પાદરિયા | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાવૈયા ગામમાં સવારના નવદસ વાગ્યે પાદરે વડલા હેઠળ ગામનાં ઢોર ભેગાં થયેલાં છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઈ ઢોર માંડ માંડ ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢોર પણ નિ:સ્તબ્ધ થઈ ગોવાળની રાહ જોતાં બેઠાં છે. નજીક તળાવની પાળ ઉપર એક નાની પણ સુંદર પુરાતન દેરી છે. આ દેરી, ત્યાંથી જડેલ પ્રાચીન વલભીના શિલાલેખથી અત્યારે તો ઘણી જ પ્રસિદ્ધ થઈ ગઈ છે. પણ આપણી વાર્તાનો સમય તેના અગાઉ ત્રણ વરસ પહેલાં છે, તે વખતે તે દેરી પાસે ધર્માદાની જાર વેરેલી પડી હતી. એ જાર ચણીને ધરાઈને કેટલાક પોપટ દેરી ઉપર અત્યારે મોટાં માથાં હલાવતા હલાવતા જાણે કોઈ કારભારાં ડહોળતા હોય તેમ વાતો કરતા હતા. તે સમયે એક ઠાકરડો બેઠેલાં ઢોરમાંથી વાંકોચૂકો રસ્તો કરતો ધીમે ધીમે ગામમાં ગયો. ભરવાડોની ઝોકો વટાવી તે ચૌટામાં ગયો. ચૌટામાં પેસતાં જ તેણે એક નવી ઉઘાડેલી ચાની દુકાનેથી ચા પીધી અને દેવતા માગી ચલમ પીધી. પછી માથાબંધણાનો છેડો છોડતો છોડતો તે બજારના મધ્ય તરફ ચાલ્યો અને વાણિયાની દુકાને આવી તેણે ‘રઘનાથ’નું ઘર પૂછ્યું. ત્રણચાર દુકાનના વાણિયાઓએ કોઈએ માત્ર ડોક લંબાવી, કોઈએ બહાર કૌતકની નજર નાખી અને કોઈએ વૈખરીથી ‘શું છે? શું છે? કોનું કામ છે?’ એમ પૂછ્યું. પેલા ઠાકરડાએ ફરી નામ દીધું. જાણે તે પ્રશ્ન પૂરો સમજવાને વિદ્યાર્થીઓ મહેતાજીનો પ્રશ્ન જવાબ આપતા પહેલાં બોલે છે તેમ ‘કોણ રઘનાથ કે?’ એમ બેત્રણ વાર બોલી એકે કહ્યું: ‘રઘનાથ તો બે છે: રઘનાથ જોશી, પણે જોશી ફળિયામાં રહે છે; અને રઘનાથ ભટ, આ ખાંચામાં પહેલું ખડકીબંધ ઘર.’ | રાવૈયા ગામમાં સવારના નવદસ વાગ્યે પાદરે વડલા હેઠળ ગામનાં ઢોર ભેગાં થયેલાં છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઈ ઢોર માંડ માંડ ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢોર પણ નિ:સ્તબ્ધ થઈ ગોવાળની રાહ જોતાં બેઠાં છે. નજીક તળાવની પાળ ઉપર એક નાની પણ સુંદર પુરાતન દેરી છે. આ દેરી, ત્યાંથી જડેલ પ્રાચીન વલભીના શિલાલેખથી અત્યારે તો ઘણી જ પ્રસિદ્ધ થઈ ગઈ છે. પણ આપણી વાર્તાનો સમય તેના અગાઉ ત્રણ વરસ પહેલાં છે, તે વખતે તે દેરી પાસે ધર્માદાની જાર વેરેલી પડી હતી. એ જાર ચણીને ધરાઈને કેટલાક પોપટ દેરી ઉપર અત્યારે મોટાં માથાં હલાવતા હલાવતા જાણે કોઈ કારભારાં ડહોળતા હોય તેમ વાતો કરતા હતા. તે સમયે એક ઠાકરડો બેઠેલાં ઢોરમાંથી વાંકોચૂકો રસ્તો કરતો ધીમે ધીમે ગામમાં ગયો. ભરવાડોની ઝોકો વટાવી તે ચૌટામાં ગયો. ચૌટામાં પેસતાં જ તેણે એક નવી ઉઘાડેલી ચાની દુકાનેથી ચા પીધી અને દેવતા માગી ચલમ પીધી. પછી માથાબંધણાનો છેડો છોડતો છોડતો તે બજારના મધ્ય તરફ ચાલ્યો અને વાણિયાની દુકાને આવી તેણે ‘રઘનાથ’નું ઘર પૂછ્યું. ત્રણચાર દુકાનના વાણિયાઓએ કોઈએ માત્ર ડોક લંબાવી, કોઈએ બહાર કૌતકની નજર નાખી અને કોઈએ વૈખરીથી ‘શું છે? શું છે? કોનું કામ છે?’ એમ પૂછ્યું. પેલા ઠાકરડાએ ફરી નામ દીધું. જાણે તે પ્રશ્ન પૂરો સમજવાને વિદ્યાર્થીઓ મહેતાજીનો પ્રશ્ન જવાબ આપતા પહેલાં બોલે છે તેમ ‘કોણ રઘનાથ કે?’ એમ બેત્રણ વાર બોલી એકે કહ્યું: ‘રઘનાથ તો બે છે: રઘનાથ જોશી, પણે જોશી ફળિયામાં રહે છે; અને રઘનાથ ભટ, આ ખાંચામાં પહેલું ખડકીબંધ ઘર.’ |