ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/મુકુન્દરાય: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 23: Line 23:
ઘરમાંથી, પહેરેલી ધાબળીએ, પાઠની ભગવદ્ગીતાનો ગુટકો એમ ને એમ હાથમાં રાખી તેના પિતા બહાર આવ્યા અને ઠાકરડા પાસેથી તાર નીચે નંખાવી લીધો. બાપદીકરી ઘરમાં ગયાં. તારવાળો તેમનો ઉદ્વેગ જોઈ શીખની આશા છોડી ચાલતો થયો. રઘનાથ ભટ ધોતિયું પહેરી માથે સફેદ પાઘડી નાખી, ખુલ્લે ખભે એક ધોળું ખેસિયું નાખી, હાથમાં લાકડી લઈ બજાર તરફ ચાલ્યા. ધ્રૂજતા હાથ અને અસ્થિર પગ જોઈ ગંગાએ કહ્યું : ‘બાપુ! એમાં ચિન્તા ન કરશો. ભાઈને આ વરસ આવવામાં મોડું થયું છે એટલે તાર કર્યો હશે. કાંઈ રોકાણ થયું હશે. તમે કહો તો હું ગામમાં જઈ વંચાવી આવું.’ ડોસાએ પોતા પર કાબૂ મેળવી માથું હલાવી ના પાડી, ચાલવા માંડ્યું. ગામમાં કસળચંદ વાણિયાનો દીકરો ફક્ત કપાસના ભાવના તાર વાંચવા જેટલું અંગ્રેજી ભણ્યો હતો તેની પાસે જઈ રઘનાથે તાર વંચાવ્યો. ઘણી મુશ્કેલીએ છોકરાએ તાર બેસાર્યો કે, ‘મુકુન્દરાય મિત્રો સાથે લોકલમાં આવે છે.’ કેટલા મિત્રો તે તારમાંથી નક્કી ન થઈ શક્યું. તાર સાંભળી ડોસા ચાલવા માંડ્યા. એટલે કસળચંદે બે ઘડી બેસવા આગ્રહ કર્યો. ડોસાએ કહ્યું કે ઘેર રસોઈ કરાવવી છે એટલે ઉતાવળ છે. કસળચંદે બહુ જ મમત્વથી ડોસાને કહ્યું કે આ વખતે તો ભાઈની પાસે જરૂર ટપાલની અરજી કરાવવી છે.

રાવૈયામાં ટપાલનું દુઃખ હતું. ટ્રેન થયા પહેલાં તોરણિયા મારફત તેમને ટપાલ આવતી. હવે રાવૈયા સ્ટેશન ચાર જ માઈલ દૂર હતું પણ ટપાલની વ્યવસ્થા જૂની જ કાયમ રહી હતી. તેથી એક દિવસ નકામો જતો. રેલવેમાં નવી લાઇન થાય, નવું સ્ટેશન થાય તેમાં પોસ્ટ-ખાતાને શું? એ ખાતું સ્વતંત્ર છે ના!
રાવૈયામાં ટપાલનું દુઃખ હતું. ટ્રેન થયા પહેલાં તોરણિયા મારફત તેમને ટપાલ આવતી. હવે રાવૈયા સ્ટેશન ચાર જ માઈલ દૂર હતું પણ ટપાલની વ્યવસ્થા જૂની જ કાયમ રહી હતી. તેથી એક દિવસ નકામો જતો. રેલવેમાં નવી લાઈન થાય, નવું સ્ટેશન થાય તેમાં પોસ્ટ-ખાતાને શું? એ ખાતું સ્વતંત્ર છે ના!

રઘનાથ ઉતાવળે પગે ઘેર આવ્યા. ડોસાના મોં પરથી કુશળ સમજી ગંગાએ કહ્યું: ‘હું નહોતી કહેતી! તમે નકામી ચિન્તા કરતા હતા! ભાઈ આવે છે ના?’
રઘનાથ ઉતાવળે પગે ઘેર આવ્યા. ડોસાના મોં પરથી કુશળ સમજી ગંગાએ કહ્યું: ‘હું નહોતી કહેતી! તમે નકામી ચિન્તા કરતા હતા! ભાઈ આવે છે ના?’
Line 41: Line 41:
રઘનાથ ભટ ગામના પ્રતિષ્ઠિત અને નાતજાતમાં સારી આબરૂવાળા ઊંચા કુટુંબના બ્રાહ્મણ હતા. નાની વયમાં માબાપ ગુજરી ગયાં હતાં, પણ તેણે પોતાના જ સાહસથી પહેલાં જામનગર અને પછી કાશી જઈ અભ્યાસ કર્યો હતો. તે સંસ્કૃત સારું જાણતા. જ્યોતિષ, કાવ્ય, ભાગવત, કર્મકાણ્ડ વગેરે ભણેલા હતા. તેમનો કંઠ ઘણો મધુર હતો અને જ્યારે ભાગવતની કથા કરતા, કૃષ્ણ યમુનામાં પડતાં યશોદાએ કરેલા વિલાપનું વર્ણન કરતા કે ગોપિકાગીત ગાતા ત્યારે અભણ માણસ પણ આંસુ પાડતાં. પોતાની પ્રતિષ્ઠાથી જ જ્ઞાતિજનોના દ્વેષ છતાં તે સારે ઘેર પરણ્યા અને તેમનાં જૂનાં ઘરાકો અને ગિરાસ તેમના કંકાસિયા કાકા પાસેથી એની મેળે પાછાં આવ્યાં. વખત જતાં તેમણે ગિરાસમાં કંઈક વધારો પણ કર્યો. તે મોટી ઉંમરે પરણ્યા હતા એટલે તેમની પત્ની નાની ઉંમરની હતી, પણ તેનું કુટુંબ ગામમાં અને નાતમાં સુખીમાં ગણાતું. હરકોરને રસોઈ ઘણી સારી અને ત્વરાથી કરતાં આવડતી. તેના જેવી પાતળી, મોટી, ફૂલેલી અને બરાબર ચોડવેલી રોટલી કોઈક જ કરી શકતું અને પૂરણપોળી તો સ્ત્રીઓ તેની પાસે શીખવા આવતી. તેના જેવી ઝીણી વાટ કોઈ ન કરી શકતું અને એક જાડી વાટ કરતાં બે પાતળી વાટનો પ્રકાશ વધારે પડે છે એ તેની પોતાની શોધ હતી. પણ આ સુખ ઝાઝા દિવસ ટકી શક્યું નહીં. નવ વરસની ગંગા અને છ વરસના મુકુન્દને મૂકી હરકોર ગુજરી ગઈ. રઘનાથને સારાસારા ઘેરથી કહેણ આવ્યાં પણ તેણે મોટી ઉમ્મરે ફરી પરણવાની ના પાડી અને છોકરાંને ઉછેરીને મોટાં કરવા ઉપર જ જીવન ગાળવા માંડ્યું. છોકરાં નાનાં હોવાથી અને સગાં દ્વેષીલાં હોવાથી તેમને બહારગામ જવાનું છોડી દેવું પડ્યું; છતાં કરકસરથી અને ખંતમહેનતથી તે સારી રીતે રહી શકતા અને પાંચ પૈસા બચાવી પણ શકતા. ગંગા ચૌદમે વરસે વિધવા થઈ એ એમના જીવન ઉપર બીજો વધારે કારી ઘા પડ્યો. પશ્ચિમ વયમાં આ ઘા ઠેઠ સુધી રુઝાઈ ન શક્યો. ગંગામાં માતાની આવડત, સુઘડતા અને પિતાનું સંસ્કારીપણું, ધીટપણું ઊતર્યાં હતાં; એણે જ નાના ભાઈને ઉછેરવાનો અને ઘરનો બીજો બધો ભાર ઉઠાવી લીધો. રઘનાથની સેવા તે માતા જેવા કોમળ સ્નેહથી કરતી પણ રઘનાથમાં જૂનો ઉલ્લાસ કદી ફરી આવ્યો નહીં. તેમની બુદ્ધિની સૂક્ષ્મતા એની એ રહી, પણ નવાં કાર્યોનો ઉત્સાહ મંદ થયો અને દહાડેદિવસે તે ઓછાબોલા થતા ગયા. ભગ્ન હૃદયમાંથી જાણે તેમનું જીવન વેગથી સરવા માંડ્યું – માત્ર પુત્રને પ્રતિષ્ઠિત જોવાની તેમની જૂની ઇચ્છામાં નિ:શબ્દ નિષ્ક્રિય તીવ્રતા આવી; આવી સ્થિતિમાં પણ ગામમાં તેમની પ્રતિષ્ઠા એ જ રહી હતી, ઊલટું દુઃખમાં રાખેલી ધીરજથી તેમના તરફ પૂજ્યભાવ થયો હતો.

મુકુન્દમાં માબાપની સર્વ શક્તિ ઊતરી આવી હતી ખરી, પણ તેના પિતાના ઔહાસીન્યને લીધે તે કેળવાઈ નહોતી. નાનપણથી જ તેને સ્વતંત્રતાથી કામ કરવાની ટેવ પડી હતી અને એ ટેવ અંગ્રેજી શિક્ષણ લેવા તે બહારગામ ગયો ત્યારથી વધવા માંડી. મૅટ્રિક થયા પછી તે કૉલેજમાં ગયો હતો. અત્યારે તે બી.એસસી.ના પહેલા વર્ષમાં હતો અને ઉનાળાની રજા પડેલી હોવાથી ઘેર આવતો હતો.
મુકુન્દમાં માબાપની સર્વ શક્તિ ઊતરી આવી હતી ખરી, પણ તેના પિતાના ઔદાસીન્યને લીધે તે કેળવાઈ નહોતી. નાનપણથી જ તેને સ્વતંત્રતાથી કામ કરવાની ટેવ પડી હતી અને એ ટેવ અંગ્રેજી શિક્ષણ લેવા તે બહારગામ ગયો ત્યારથી વધવા માંડી. મૅટ્રિક થયા પછી તે કૉલેજમાં ગયો હતો. અત્યારે તે બી.એસસી.ના પહેલા વર્ષમાં હતો અને ઉનાળાની રજા પડેલી હોવાથી ઘેર આવતો હતો.

કૉલેજ અભ્યાસના આ વર્ષમાં વિદ્યાર્થીનું ચારિત્ર્ય અને ભાવિ કારકિર્દી કાંઈક ચોક્કસ સ્વરૂપ પકડે છે. અને કૉલેજના સ્વાતંત્ર્યના વાતાવરણને લીધે અને પરીક્ષાની ચિંતા ન હોવાથી આ વરસમાં વિદ્યાર્થીમાં માનસિક અને શારીરિક ઉલ્લાસ પણ ઠીક હોય છે. આપણા મુકુન્દરાયમાં પણ આ વરસ ઠીક ઉલ્લાસ આવ્યો હતો. તે ટેનિસ સારું રમી શકતો. ટેનિસની છેલ્લી રમતમાં જ માત્ર તે હાર્યો હતોપણ તેની રમવાની છટા ઘણી જ વખણાઈ હતી. તેની છટાથી જ અને સામાન્ય રીતભાતથી સ્ત્રી–વિદ્યાર્થીઓનો તે ખાસ માનીતો થયો હતો. સ્ત્રી–વિદ્યાર્થીઓ ટેનિસમાં તેને ભાગીદાર તરીકે માગતી. અને હમણાં તો ટેનિસ કરતાં પણ સ્ત્રીઓ તરફની રીતભાતથી સર્વ પુરુષ–વિદ્યાર્થીઓ પણ તેને ઘણું માન આપતા. કૉલેજમાં મિસ ગુપ્તા કરીને એક બહુ જ જાજરમાન વિદ્યાર્થિની હતી. પુરુષો તરફ કંઈક તિરસ્કારની નજરથી તે જોતી. ડિબૅટિંગ સોસાયટીમાં તે પુરુષોને હસી કાઢતી. પણ ઘણી વાર સ્ત્રીઓનો આવો તિરસ્કાર પુરુષને વધારે આકર્ષવા માટે જ હોય છે. મિસ ગુપ્તાને પણ તેમ થયું. અનેક પૈસાદારો અને ફૅશનેબલ યુવાનો તેની સેવા કરવા તલસતા. ટેનિસના, સામા પક્ષના પુરુષો તરફથી બહુ જ સહેલાં પૉઇન્ટસ તેને મળતા અને તેના વળતા ફટકા નહીં લઈ શકવામાં પુરુષો પોતાને ધન્ય માનતા. પણ તેમાં અનન્ય સેવાનો લાભ તો મુકુન્દને મળ્યો. એક વાર મુકુન્દે તેના પક્ષકાર થઈ તેને ત્રણ સેટોમાં લાગલાગટ જીત અપાવી ત્યારથી એમની મૈત્રી વધી. લૅબોરેટરીમાં પણ બન્ને અનાયાસે ઘણી વાર એક જ ટેબલ પર ભેગાં થઈ જતાં. એક વાર મુકુન્દના ટેબલ પર મિસ ગુપ્તા જઈ ચડ્યાં. મુકુન્દે ટેસ્ટ-ટ્યૂબમાં એક સુંદર વાદળી રંગનું ડિપોઝિટ બનાવ્યું હતું તે બતાવી કહ્યું: ‘મિસ ગુપ્તા, શું તમને આ રંગ સુંદર નથી લાગતો?’ મિસ ગુપ્તાએ હા પાડી. મુકુન્દે વાત લંબાવીઃ ‘સાયન્સને લોકો જડ માને છે, પણ કોણ કહેશે આમાં સૌંદર્ય નથી?’ મિસ ગુપ્તાએ ફરી હા પાડી. મુકુન્દ આગળ વધ્યો: ‘તમને નથી લાગતું આ રંગની સાડી હોય તો શોભે?’ મિસ ગુપ્તાએ કહ્યું: ‘હા, એ રંગની સાડી હોય છે પણ ખરી.’ મુકુન્દે જરા વધારે બહાદુર થઈ કહ્યું: ‘હોવી જ જોઈએ. હિંદુસ્તાન તો રંગનો દેશ છે. આપણે રંગોના પ્રયોગો કરવા જોઈએ. આ રંગને આપણે સરખાવી જોઈએ તો કેવું?’ મિસ ગુપ્તાને આમાં ઘણો રસ પડ્યો. બીજે દિવસે મિસ ગુપ્તા એવી જ સાડી પહેરીને આવી અને મુકુન્દને એ રંગનું સૉલ્યુશન બનાવવા કહ્યું. મુકુન્દે કહ્યું: ‘તમે પોતે જ બનાવો. હું બધી સામગ્રી કરી આપું.’ મુકુન્દે તેમ કર્યું. બધી ક્રિયા કર્યા પછી એક હાથમાં ટેસ્ટ-ટ્યૂબ અને બીજા હાથમાં શીશી લઈ મિસ ગુપ્તા છેવટનું દ્રવ્ય રેડતી હતી; અંદર ધીમે ધીમે રંગ થતો જતો તે જોતી હતી, અને તે જ વખતે તેના માથામાં ખોસેલી પિન નીકળી ગઈ અને છેડો સરવા લાગ્યો. અડધું જાણતાં અડધું અજાણતાં તેનાથી મુકુન્દરાયનું નામ દેવાઈ ગયું અને મુકુન્દે ‘કંઈ નહીં’ કહી તેનો છેડો બહુ જ વિવેક અને મર્યાદાના દેખાવથી ખભા ઉપર સરખો કરી આપ્યો. બસ, ત્યારથી મુકુન્દ જ આખી કૉલેજમાં ધન્યતમ યુવાન ગણાવા લાગ્યો.
કૉલેજ અભ્યાસના આ વર્ષમાં વિદ્યાર્થીનું ચારિત્ર્ય અને ભાવિ કારકિર્દી કાંઈક ચોક્કસ સ્વરૂપ પકડે છે. અને કૉલેજના સ્વાતંત્ર્યના વાતાવરણને લીધે અને પરીક્ષાની ચિંતા ન હોવાથી આ વરસમાં વિદ્યાર્થીમાં માનસિક અને શારીરિક ઉલ્લાસ પણ ઠીક હોય છે. આપણા મુકુન્દરાયમાં પણ આ વરસ ઠીક ઉલ્લાસ આવ્યો હતો. તે ટેનિસ સારું રમી શકતો. ટેનિસની છેલ્લી રમતમાં જ માત્ર તે હાર્યો હતો પણ તેની રમવાની છટા ઘણી જ વખણાઈ હતી. તેની છટાથી જ અને સામાન્ય રીતભાતથી સ્ત્રી–વિદ્યાર્થીઓનો તે ખાસ માનીતો થયો હતો. સ્ત્રી–વિદ્યાર્થીઓ ટેનિસમાં તેને ભાગીદાર તરીકે માગતી. અને હમણાં તો ટેનિસ કરતાં પણ સ્ત્રીઓ તરફની રીતભાતથી સર્વ પુરુષ–વિદ્યાર્થીઓ પણ તેને ઘણું માન આપતા. કૉલેજમાં મિસ ગુપ્તા કરીને એક બહુ જ જાજરમાન વિદ્યાર્થિની હતી. પુરુષો તરફ કંઈક તિરસ્કારની નજરથી તે જોતી. ડિબૅટિંગ સોસાયટીમાં તે પુરુષોને હસી કાઢતી. પણ ઘણી વાર સ્ત્રીઓનો આવો તિરસ્કાર પુરુષને વધારે આકર્ષવા માટે જ હોય છે. મિસ ગુપ્તાને પણ તેમ થયું. અનેક પૈસાદારો અને ફૅશનેબલ યુવાનો તેની સેવા કરવા તલસતા. ટેનિસના, સામા પક્ષના પુરુષો તરફથી બહુ જ સહેલાં પૉઇન્ટસ તેને મળતા અને તેના વળતા ફટકા નહીં લઈ શકવામાં પુરુષો પોતાને ધન્ય માનતા. પણ તેમાં અનન્ય સેવાનો લાભ તો મુકુન્દને મળ્યો. એક વાર મુકુન્દે તેના પક્ષકાર થઈ તેને ત્રણ સેટોમાં લાગલાગટ જીત અપાવી ત્યારથી એમની મૈત્રી વધી. લૅબોરેટરીમાં પણ બન્ને અનાયાસે ઘણી વાર એક જ ટેબલ પર ભેગાં થઈ જતાં. એક વાર મુકુન્દના ટેબલ પર મિસ ગુપ્તા જઈ ચડ્યાં. મુકુન્દે ટેસ્ટ-ટ્યૂબમાં એક સુંદર વાદળી રંગનું ડિપોઝિટ બનાવ્યું હતું તે બતાવી કહ્યું: ‘મિસ ગુપ્તા, શું તમને આ રંગ સુંદર નથી લાગતો?’ મિસ ગુપ્તાએ હા પાડી. મુકુન્દે વાત લંબાવીઃ ‘સાયન્સને લોકો જડ માને છે, પણ કોણ કહેશે આમાં સૌંદર્ય નથી?’ મિસ ગુપ્તાએ ફરી હા પાડી. મુકુન્દ આગળ વધ્યો: ‘તમને નથી લાગતું આ રંગની સાડી હોય તો શોભે?’ મિસ ગુપ્તાએ કહ્યું: ‘હા, એ રંગની સાડી હોય છે પણ ખરી.’ મુકુન્દે જરા વધારે બહાદુર થઈ કહ્યું: ‘હોવી જ જોઈએ. હિંદુસ્તાન તો રંગનો દેશ છે. આપણે રંગોના પ્રયોગો કરવા જોઈએ. આ રંગને આપણે સરખાવી જોઈએ તો કેવું?’ મિસ ગુપ્તાને આમાં ઘણો રસ પડ્યો. બીજે દિવસે મિસ ગુપ્તા એવી જ સાડી પહેરીને આવી અને મુકુન્દને એ રંગનું સૉલ્યુશન બનાવવા કહ્યું. મુકુન્દે કહ્યું: ‘તમે પોતે જ બનાવો. હું બધી સામગ્રી કરી આપું.’ મુકુન્દે તેમ કર્યું. બધી ક્રિયા કર્યા પછી એક હાથમાં ટેસ્ટ-ટ્યૂબ અને બીજા હાથમાં શીશી લઈ મિસ ગુપ્તા છેવટનું દ્રવ્ય રેડતી હતી; અંદર ધીમે ધીમે રંગ થતો જતો તે જોતી હતી, અને તે જ વખતે તેના માથામાં ખોસેલી પિન નીકળી ગઈ અને છેડો સરવા લાગ્યો. અડધું જાણતાં અડધું અજાણતાં તેનાથી મુકુન્દરાયનું નામ દેવાઈ ગયું અને મુકુન્દે ‘કંઈ નહીં’ કહી તેનો છેડો બહુ જ વિવેક અને મર્યાદાના દેખાવથી ખભા ઉપર સરખો કરી આપ્યો. બસ, ત્યારથી મુકુન્દ જ આખી કૉલેજમાં ધન્યતમ યુવાન ગણાવા લાગ્યો.

મુકુન્દની પ્રતિષ્ઠા હવે વધવા માંડી. બધા વિદ્યાર્થીઓ તેને માન આપવા લાગ્યા. નોકરો પણ તેને સલામ ભરવા લાગ્યા અને તેનો હુકમ ઉઠાવવા લાગ્યા. તેનો ટેસ્ટ વખણાવા લાગ્યો. તેની મૈત્રી કરવી એ ફૅશન થઈ. તેને ઘણા પૈસાદાર મિત્રો થયા. તેમને તે કેટલીક ઉત્તમ ચીજોના ઉપયોગ શીખવતો, ટાઈના પ્રકારો શીખવતો; રૅકેટ સંબંધી અને ફટકા મારવા સંબંધી સલાહ આપતો, છેલ્લામાં છેલ્લી ઢબ સંબંધી અભિપ્રાય આપતો. આ બધા પ્રસંગોમાંથી તે પોતે ન ખરીદી શકે એવી ઘણી ચીજો તેને વગર પૈસે મળતી. મિત્રો આગળ તે ગરીબ દેખાવું પસંદ કરતો નહીં. પૈસાદાર દેખાવાની કળા તેને સિદ્ધ છે એમ તે માનતો. તેની પાસે પૈસા ઓછા હતા પણ તે પાકીટ ઊંચી જાતનું વાપરતો. તે બનાતના ઊંચા જોડા લઈ શકતો નહીં પણ બ્લૅંકો લગાડી તેને બરાબર સફેદ અને ડાઘા વગરના રાખી શકતો. પાટલૂન-નેકટાઈ પહેરવાનો રિવાજ તેણે હજી દાખલ કર્યો નહોતો, પણ ઝીણાં ફરફરતાં ધોતિયાં તે સુંદર રીતે પહેરતો. આ બધાંનું પરિણામ એ થતું કે જોકે તેના બહારના દેખાવના પ્રમાણમાં તે બહુ કરકસરથી રહેતોપણ પોતાની સ્થિતિથી ઘણું વધારે ખરચ કરતો અને બાપ પાસેથી ચોપડીઓ મંગાવવાના ખોટા બહાનાથી તેને ઘણી વાર પૈસા મંગાવવા પડતા.
મુકુન્દની પ્રતિષ્ઠા હવે વધવા માંડી. બધા વિદ્યાર્થીઓ તેને માન આપવા લાગ્યા. નોકરો પણ તેને સલામ ભરવા લાગ્યા અને તેનો હુકમ ઉઠાવવા લાગ્યા. તેનો ટેસ્ટ વખણાવા લાગ્યો. તેની મૈત્રી કરવી એ ફૅશન થઈ. તેને ઘણા પૈસાદાર મિત્રો થયા. તેમને તે કેટલીક ઉત્તમ ચીજોના ઉપયોગ શીખવતો, ટાઈના પ્રકારો શીખવતો; રૅકેટ સંબંધી અને ફટકા મારવા સંબંધી સલાહ આપતો, છેલ્લામાં છેલ્લી ઢબ સંબંધી અભિપ્રાય આપતો. આ બધા પ્રસંગોમાંથી તે પોતે ન ખરીદી શકે એવી ઘણી ચીજો તેને વગર પૈસે મળતી. મિત્રો આગળ તે ગરીબ દેખાવું પસંદ કરતો નહીં. પૈસાદાર દેખાવાની કળા તેને સિદ્ધ છે એમ તે માનતો. તેની પાસે પૈસા ઓછા હતા પણ તે પાકીટ ઊંચી જાતનું વાપરતો. તે બનાતના ઊંચા જોડા લઈ શકતો નહીં પણ બ્લૅંકો લગાડી તેને બરાબર સફેદ અને ડાઘા વગરના રાખી શકતો. પાટલૂન-નેકટાઈ પહેરવાનો રિવાજ તેણે હજી દાખલ કર્યો નહોતો, પણ ઝીણાં ફરફરતાં ધોતિયાં તે સુંદર રીતે પહેરતો. આ બધાંનું પરિણામ એ થતું કે જોકે તેના બહારના દેખાવના પ્રમાણમાં તે બહુ કરકસરથી રહેતો પણ પોતાની સ્થિતિથી ઘણું વધારે ખરચ કરતો અને બાપ પાસેથી ચોપડીઓ મંગાવવાના ખોટા બહાનાથી તેને ઘણી વાર પૈસા મંગાવવા પડતા.

તેની છેવટની ફતેહોથી અંજાઈ પાસેના કેટલાક પૈસાદાર મિત્રો તેને ત્યાં આ વખતે વૅકેશન ગાળવા આવતા હતા.
તેની છેવટની ફતેહોથી અંજાઈ પાસેના કેટલાક પૈસાદાર મિત્રો તેને ત્યાં આ વખતે વૅકેશન ગાળવા આવતા હતા.
Line 127: Line 127:
તેના પિતાએ તેને જવાબ ન આપ્યો. મુકુન્દ મોટો થઈને કમાય એ એમને એટલું બધું અસંભવિત ન લાગ્યું. પણ કમાઈને બહેનને નિભાવે એ અસંભવિત લાગ્યું. મુકુન્દ કૉલેજમાં કેવાં ખરચ કરે છે અને બીજાં તેને કયાં કયાં કરવાં છે તે તે જાણતા નહોતા, પણ મુકુન્દે આજ સુધી સારાં રૅકેટ, સારા જોડા, કોટ, પૅન્ટ, જાતજાતનાં કોલર, ટાઈ, હૅટ વગેરે લેવાના અનેક મનસૂબા કરી કરીને અંતરમાં સંઘરી રાખ્યા હતા, તેનો ભાવ તેના મોં પર શું જાણે શાથી રઘનાથ કળી ગયા. તેમને સમજાયું, કે મુકુન્દની કમાણીમાં ગંગાનો સમાસ થવાનો નથી અને એક દીર્ઘ નિ:શ્વાસ નાખી તે માત્ર એટલું જ બોલ્યા: ‘એમ ન થાય.’ મુકુન્દ હજી પણ બળનું આવાહન કરત, પણ શું કહેવું તે સૂઝયું નહીં તેથી ‘ઠીક ત્યારે’ કહીને ઊઠ્યો. છેલ્લા શબ્દો બોલતાં તેણે ફરી મોઢું ત્રાંસું ઉછાળ્યું અને ઉપર ગયો.

ગંગાએ આ વાત બીજા ઓરડામાં રહી સાંભળી હતી અને તેને ઘણું જ માઠું લાગ્યું હતું, પણ મનનો ભાવ દબાવી તે નિત્યને સમયે પાણી ભરવા ઊઠી. આજે પાણી વધારે વર્યું હતું, તેથી તે બે હાંડા લઈ પાણી ભરવા નીકળી અને મોઢું ન દેખાય માટે એકદમ પસાર થઈ ગઈ. તેને જોઈ રઘનાથ સ્વાભાવિક રીતે જ ઊઠ્યા અને બારણામાં જઈ કહ્યું: ‘ગંગા, બે હાંડા શા માટે લે છે? બહુ પાણી જોઈએ તો પૈસા દઈ મંગાવ.’ ‘આ તો નાનો હાંડો છે’ એમ કહેતાં તો તે ખડકી બહાર દૂર ચાલી ગઈ.
ગંગાએ આ વાત બીજા ઓરડામાં રહી સાંભળી હતી અને તેને ઘણું જ માઠું લાગ્યું હતું, પણ મનનો ભાવ દબાવી તે નિત્યને સમયે પાણી ભરવા ઊઠી. આજે પાણી વધારે વેર્યું હતું, તેથી તે બે હાંડા લઈ પાણી ભરવા નીકળી અને મોઢું ન દેખાય માટે એકદમ પસાર થઈ ગઈ. તેને જોઈ રઘનાથ સ્વાભાવિક રીતે જ ઊઠ્યા અને બારણામાં જઈ કહ્યું: ‘ગંગા, બે હાંડા શા માટે લે છે? બહુ પાણી જોઈએ તો પૈસા દઈ મંગાવ.’ ‘આ તો નાનો હાંડો છે’ એમ કહેતાં તો તે ખડકી બહાર દૂર ચાલી ગઈ.

મુકુન્દ મેડી ઉપર આવી ટ્રેનમાં લીધેલું પેપર ખાલી વાંચવા માંડ્યો હતો. થોડી વારે તેના મિત્રો જાગ્યા. ‘કેમ ચા કરીશું?’ કહી તેણે ચા કરવા શરૂઆત કરી. મિત્રોએ હવે કાંઈક પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. મુકુન્દની નાત, જાત, તેનાં ભાંડું વગેરેથી શરૂ થઈ વાત આગળ ચાલવા માંડી. ચાની આશાથી તેમનામાં ઉત્સાહ આવ્યો હતો અને તે ઉત્સાહમાં મુકુન્દ સ્ટવને જોરથી પંપ કરતો જતો હતો અને બધા ઊંચે સાદે વાતો કરતા હતા. ત્યાં ગંગા પાણી ભરીને આવી, ખડકીમાં બન્ને હાંડા સાથે પેસાય તેમ નહોતું તેથી ઉપલો હાંડો ઉતરાવવા તેણે મુકુન્દને સાદ કર્યો. મુકુન્દે તે સાંભળ્યો નહીં પણ તેના પિતા ગંગાના જ વિચારો કરતા હતા, તે ખડકીએ આવી પહોંચ્યા. હાંડો ઉતારતાં દરમિયાન તેમણે ઉપરથી મુકુન્દનાં કેટલાંક તૂટક વાક્યો સાંભળ્યાં. અનેક અંગ્રેજી શબ્દોની વચ્ચે વચ્ચે નાત, વિધવાવિવાહ, ગંગા, કેળવણી વગેરે શબ્દો આવતા હતા. રઘનાથ અને ગંગા બન્ને, મુકુન્દે બપોરે કરેલી વાત ઉપરથી એટલું સમજી ગયાં કે મુકુન્દ ઘર, ગંગા, – પોતા સિવાય સર્વને વિશે ઘણું જ અપમાનકારક બોલતો હતો. બન્ને બોલ્યા વિના ઘરમાં ગયાં.