ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/અંધારી ગલીમાં સફેદ ટપકાં: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 25: Line 25:
ચંપલ કાઢીને અંદર જવાનું હતું. એક કરડા ચહેરાએ થેલી પણ બહાર જ રખાવી. કોઈ કારણસર નિયમ હશે એવો. દાખલ થઈ કે તરત થોડા તુલસીક્યારા આંખ સામે જ આવી ગયા. બે કાગડા બળી ગયેલી દિવેટની ખેંચાખેંચમાં પડ્યા હતા. જમણી તરફ મંજીરાં અને તબલાં પર ઠોકઠાકથી કંઈ ભજનકીર્તનની તैયારી થતી હોય એવું લાગ્યું. એ જમણી તરફ ફંટાઈ.

એક મોટા ખંડમાં શેતરંજી પર સફેદ રંગનાં નાનાંમોટાં ટપકાં ગોઠવાયાં હતાં. એણે ચશ્માં સરખાં કર્યાં. કોઈ ઘટ્ટ અવાજે ‘શ્રીકૃષ્ણ શરણં મમ્‌થી શરૂઆત કરી. તાળીઓનો અવાજ કાનમાં મૂઢમાર જેવો વાગ્યો, બધું સંભળાતું જ બંધ થઈ ગયું. આવામાં પાર્વતી અને સુલક્ષણા વિશે કોને પૂછવું તે ખબર પડી નહીં. ખૂબ તરસ લાગી હતી. એણે પાછળ જઈ રસોડું શોધી કાઢ્યું. મોટા મોટા ચૂલા પાસે ધુમાડીમાં સફેદ સફેદ આકારો કડછા-તબેથા ફેરવતા હતા. એણે પાણી માંગી પી લીધું, પાર્વતી સુલક્ષણા માટે પણ પૂછી લીધું. ‘વો જિસકા મરદ દંગેમેં મરા,’ એકે બીજીને કહ્યું. તો કોઈક ઓળખતું હતું પાર્વતી સુલક્ષણાને. ‘આવો અંદર.’
એક મોટા ખંડમાં શેતરંજી પર સફેદ રંગનાં નાનાંમોટાં ટપકાં ગોઠવાયાં હતાં. એણે ચશ્માં સરખાં કર્યાં. કોઈ ઘટ્ટ અવાજે ‘શ્રીકૃષ્ણ શરણં મમ્‌થી શરૂઆત કરી. તાળીઓનો અવાજ કાનમાં મૂઢમાર જેવો વાગ્યો, બધું સંભળાતું જ બંધ થઈ ગયું. આવામાં પાર્વતી અને સુલક્ષણા વિશે કોને પૂછવું તે ખબર પડી નહીં. ખૂબ તરસ લાગી હતી. એણે પાછળ જઈ રસોડું શોધી કાઢ્યું. મોટા મોટા ચૂલા પાસે ધુમાડીમાં સફેદ સફેદ આકારો કડછા-તવેથા ફેરવતા હતા. એણે પાણી માંગી પી લીધું, પાર્વતી સુલક્ષણા માટે પણ પૂછી લીધું. ‘વો જિસકા મરદ દંગેમેં મરા,’ એકે બીજીને કહ્યું. તો કોઈક ઓળખતું હતું પાર્વતી સુલક્ષણાને. ‘આવો અંદર.’

એક નાની ઓરડીમાં એ દાખલ થઈ. અગરબત્તી, ફોટાઓ અને પાદુકાઓ, માળા, ચોપડીઓ, એક ખૂણે માટલી, બાજુમાં કાંસકો. એ આસપાસ જોતી રહી. અહીંથી નીચેનો ખંડ દેખાતો હતો. થોડી વાર પછી ફર્શ પરથી એક મોટું સફેદ વાદળ ઉપર ઊઠ્યું. પછી થોડો ધોળો ફડફડાટ, એને થયું હમણાં દોડતાં આવશે પાર્વતી અને સુલક્ષણા.

Navigation menu