17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 33: | Line 33: | ||
'''પ્રશ્ન: સંસ્કૃતિના આપણા પરસેપ્શનનો જીવાતા જીવન સાથે સંબંધ શું?''' | '''પ્રશ્ન: સંસ્કૃતિના આપણા પરસેપ્શનનો જીવાતા જીવન સાથે સંબંધ શું?''' | ||
બહુ સારો પ્રશ્ન છે તમારો. અત્યારે સ્થિતિ એ છે કે લોકોને સભ્યતા અને સંસ્કૃતિના વિભાવનનો જ ખ્યાલ નથી, અને એનું કારણ એ છે કે આપણે અભ્યાસક્રમમાં એને ક્યાંય સ્થાન નથી આપ્યું. દાખલા તરીકે, નીતિ અને ધર્મ વચ્ચનો તફાવત શું? સંપ્રદાય, ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો શું તફાવત? આરાધના, સાધના, ઉપાસના અને ભક્તિ વચ્ચેનો શું તફાવત? આવું આપણે ક્યાંય શીખવતા જ નથી. આપણે આઈ.ક્યુની ઈ.ક્યુ ની, એસ.ક્યુ ની વાતો કરીએ છીએ પણ આપણે સ્પિરિચ્યુઅલ ક્વોશંટની વાતો કરતા નથી. તમે જુઓ કે તમારે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ફિઝિકલ આંકથી માંડીને તમારે ઈમોશનલ, | બહુ સારો પ્રશ્ન છે તમારો. અત્યારે સ્થિતિ એ છે કે લોકોને સભ્યતા અને સંસ્કૃતિના વિભાવનનો જ ખ્યાલ નથી, અને એનું કારણ એ છે કે આપણે અભ્યાસક્રમમાં એને ક્યાંય સ્થાન નથી આપ્યું. દાખલા તરીકે, નીતિ અને ધર્મ વચ્ચનો તફાવત શું? સંપ્રદાય, ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો શું તફાવત? આરાધના, સાધના, ઉપાસના અને ભક્તિ વચ્ચેનો શું તફાવત? આવું આપણે ક્યાંય શીખવતા જ નથી. આપણે આઈ.ક્યુની ઈ.ક્યુ ની, એસ.ક્યુ ની વાતો કરીએ છીએ પણ આપણે સ્પિરિચ્યુઅલ ક્વોશંટની વાતો કરતા નથી. તમે જુઓ કે તમારે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ફિઝિકલ આંકથી માંડીને તમારે ઈમોશનલ, આઈડીયોલોજીકલ અને એની સાથે સોશિયલ અને સ્પિરિચ્યુઅલ એ બધા આંક સમૃદ્ધ કરવા પડે. એટલા માટે આપણી પાસે કેવળ શિક્ષણ શબ્દ નહોતો, આપણી પાસે કેળવણી શબ્દ પણ હતો. ભણતર, ગણતર અને ચણતર એ બધા જ શબ્દો આપણી પાસે હતા એ અર્થપૂર્ણ હતા. શરીરને, મનને અને વિચારને કેળવવા અને સર્વાંગી વિકાસ થાય એ એમાં અભિપ્રેત છે. આજે દેશાભિમાન નથી, રાષ્ટ્ર માટેનો આદર નથી એની પાછળ પણ આ જ કારણ છે. નવી શિક્ષણ નીતિ આવી ત્યારે મેં વારેવારે લખાપટ્ટી કરીને કહ્યું, અનેક સભાઓમાં જઈને મેં આ વાત કરી. આપણે બધા પ્રોફેશનલ કોર્સ દાખલ કર્યા પણ આપણે માણસો નથી બનાવ્યા, યંત્રો બનાવ્યાં છે. આજે હવે જ્યારે અમેરિકાની સરકારે અને યુ.કેની સરકારોએ કહ્યું કે હ્યુમેનીટિઝ તો જોઈશે ત્યારે આપણને સમજાયું કે માનવવિદ્યાઓ તો જોઈશે, એટલે આજે હવે એકાદ પેપર અભ્યાસક્રમમાં દાખલ કરવાના પ્રયત્ન થાય છે. એટલે બહારથી કોઈ આપણને કહે ત્યારે આપણને ભાન પડે છે. જીવાતા જીવન અને સંસ્કૃતિ વચ્ચેની જે ખાઈ આપણને દેખાય છે એનું કારણ આ છે. આપણી પોતાની સંસ્કૃતિ, એનો વૈભવ વારસો એ બધા વિશે આપણને ખ્યાલ જ નથી. અત્યંત શ્રીમંત અને ધીમંત એવા તેજસ્વી આપણા પૂર્વજોના નાલાયક અને નપાવટ સંતાનો આપણે આપણી જાતને સાબિત ન કરવા હોય તો આપણે આ વસ્તુ સમજવી પડશે. આ શબ્દો કોઈને આકરા કે તોછડા લાગે, છતાં હું એ વાપરું છું. આપણા વડવાઓ પાસે ભલે ડિગ્રીઓ નહોતી, પણ સંસ્કારથી એ લોકો બહુ સંપન્ન હતા, એમની પાસે જીવનની સમજ કેટલી બધી હતી. આપણા શાસ્ત્રોમાં એક એક જે સુવાક્યો છે એ કેટલાં અર્થસભર છે. એ વારસો ગળથૂથીમાં હશે તો આપણો કોઈપણ પ્રજાજન દુનિયાના કોઇ પણ છેડે હશે તો એ પાછો નહીં પડે, એનામાં એક પ્રકારની ખુમારી અને ખુદ્દારી હશે. પણ હવે એક જાગૃતિનો સમય આવી રહ્યો છે, સંસ્કૃતિક પુનર્જાગૃતિનો સમય હવે શરૂ થઇ રહ્યો છે, લોકોને એક વસ્તુ સમજાતી થઈ છે કે આપણે ક્યાંક કંઈક ચૂકી ગયાં છીએ. આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી આપણે કરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને પી. કે. સંગમા આપણી સંસદના અધ્યક્ષ હતા. ત્યારે મેં એમને એક પત્ર લખીને કહ્યું હતું કે આપણે આ ઉજવણી તો કરીશું પણ સરકારની બધી જ નીતિઓનો પુનર્વિચાર કરો. આપણી પાસે એક રોડ-મેપ હોવો જોઈએ કે આઝાદીનાં પચાસ વર્ષમાં આપણે કેટલી પ્રગતિ કરી અને આપણું ધ્યેય શું છે. પી. કે. સંગમાને મારું એ સૂચન એટલું બધું ગમી ગયું કે એમણે એનો અમલ કર્યો અને દુનિયાભરના લોકોને એમણે નિમંત્ર્યા અને એક સુવેનિયર બહાર પાડવા માટે એમણે લેખો મંગાવ્યા. એ સમૃદ્ધ સુવેનિયર ભારતની સંસદે બહાર પાડ્યું અને એમાં એટલો ડેટા છે કે એમાંથી પચીસ-ત્રીસ પીએચડીની થીસીસ કરી શકાય. આ સુવેનિયર જ્યારે સંસદમાં રજૂ થયું ત્યારે હું ત્યાં હાજર હતો અને મને કહેતાં શરમ આવે છે કે કેટલાક અપવાદોને બાદ કરતાં મોટાભાગના સાંસદો પોતાની નકલ ત્યાં મેજ ઉપર જ છોડીને જતા રહ્યા હતા. હવે ફરીથી જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આ પાયાની જરૂરિયાત છે. આપણી શિક્ષણ નીતિ, આપણી આર્થિક નીતિ, આપણી વિદેશનીતિ, આપણી અન્નનીતિ, આપણી તમામ નીતિઓનો પુનર્વિચાર કરવો જરૂરી છે. સમાજમાં પ્રવર્તતી દરેક પ્રકારની અસમાનતા એ આપણો દોષ છે, આપણી નિષ્ફળતા છે. પણ હવે ધીમેધીમે સજાગતા આવી રહી છે. હવે આપણે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા શીખવવાની વાત કરીએ છે. પણ જૂના રજવાડાઓ કેટલાં દીર્ઘદ્રષ્ટા હતા. ગોંડલના મહારાજા જે વિદ્યાર્થી ગીતા મોઢે કરે એને આજીવન શિક્ષણ ફીમાંથી મુકાતી આપતા હતા. ગોંડલ સ્ટેટે એ સમયે ઉત્તમ ગણાતી પુનાની યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં ડોનેશન આપીને તેજસ્વિ વિદ્યાર્થીઓ માટે બેઠકો રાખી હતી, અને મને ખુદને એનો લાભ મળેલો, કારણકે હું ગોંડલમાં જન્મેલો. સયાજીરાવ ગાયકવાડે કેવી સુંદર લાયબ્રેરી બનારસ હિંદુ યુનિવર્સીટીને બનાવી આપી હતી. તો આપણા રાજવીઓ આવા દીર્ઘદ્રષ્ટાઓ હતા અને પ્રજાવત્સલ થઈને એ લોકો કામો કરતા હતા. | ||
'''પ્રશ્ન: ભારતના ઇતિહાસની વાત કરીએ છીએ તો, આપણા દેશ પર અનેક વિદેશી આક્રમણો થયાં, છતાં આપણી સંસ્કૃતિ અકબંધ રહી છે. આપણા કેટલાક પ્રશ્નો તો છે, છતાં આત્યંતિક વિચારધારા અથવા જેને ફંડામેન્ટાલિઝમ કહીએ એ આપણે ત્યાં બહુ વિકસ્યું નથી. એનું કારણ આપને શું લાગે છે? આપણું દર્શન? | |||
મેં પહેલાં કહ્યું એમ આ આત્યંતિક વિચાર આપણામાં નથી આવ્યો એનું મુખ્ય કારણ આપણને | '''પ્રશ્ન: ભારતના ઇતિહાસની વાત કરીએ છીએ તો, આપણા દેશ પર અનેક વિદેશી આક્રમણો થયાં, છતાં આપણી સંસ્કૃતિ અકબંધ રહી છે. આપણા કેટલાક પ્રશ્નો તો છે, છતાં આત્યંતિક વિચારધારા અથવા જેને ફંડામેન્ટાલિઝમ કહીએ એ આપણે ત્યાં બહુ વિકસ્યું નથી. એનું કારણ આપને શું લાગે છે? આપણું દર્શન? આપણાં શાસ્ત્રો? આજે દુનિયાના કેટલા બધા દેશો છે જ્યાં સત્તા દ્વારા ધર્મનું સ્થાપન થતું આપણે જોઈ રહ્યા છીએ.''' | ||
'''પ્રશ્ન: આપણે જેમ ભારતીયતાની વ્યાખ્યા કરી એમ ભારતીય સાહિત્યની વ્યાખ્યા કરવા પ્રયત્ન કરીએ તો ઇન્ડિયન લિટરેચર | મેં પહેલાં કહ્યું એમ આ આત્યંતિક વિચાર આપણામાં નથી આવ્યો એનું મુખ્ય કારણ આપણને ગળથૂથીમાંથી મળેલો વારસો છે. જીવનનો અંતિમ ઉદ્દેશ આપણા પૂર્વજોએ જે રીતે નક્કી કરીને આપણને આપ્યો છે એ એટલું બધું પરફેક્ટ વિજ્ઞાન હતું. દાખલા તરીકે ચાર વર્ણની વ્યવસ્થા, ચાર પુરુષાર્થની વ્યવસ્થા, ચાર આશ્રમની વ્યવસ્થા. આ બધું શા માટે આપણા પૂર્વજોએ વિચાર્યું હશે? તમે જુઓ કે આખી દૂનિયામાં એકમાત્ર ભારતીય પ્રજા એવી છે જેણે જીવનનું વ્યાકરણ પોતાના વંશ-વારસ માટે તૈયાર કરીને આપ્યું છે. વર્ણવ્યવસ્થાનો ખોટો અર્થ આપણે કરીને બેઠાં, પણ ખરેખર એવો ખ્યાલ હતો જ નહીં. આશ્રમ વ્યવસ્થામાં પણ આખો વૈજ્ઞાનિક અભિગમ છે. ભગવદ્ગીતાનો આજે આટલો મહિમા છે એનું કારણ એ છે કે એમાં જીવનનું વિજ્ઞાન છે. ભગવદગીતાનાં હજારો અર્થઘટનો થયાં છે. પણ સાચી વાત એ છે કે એ પુરુષાર્થ પ્રબોધિની છે. જે માણસ નિરુત્સાહી થઈ ગયો છે, ભાંગી પડ્યો છે એને પોતાના જીવનમાં સ્વ-ભાવ ઓળખી, સ્વધર્મ અને સ્વકર્મ વડે કયો પુરુષાર્થ કરવાનો એ ગીતા સમજાવે છે. હવે પુરુષાર્થ એટલે માત્ર પ્રયત્નની વાત નથી, આ એનાથી મોટી વાત છે. તમારા પોતાના જીવનનું અંતિમ ધ્યેય શું છે અને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમે શું શું કરો છો. નર્મદ કહેતો હતો એમ એક ઝનૂન અને એક જુસ્સો તમારી પાસે હોવો જોઈએ. આ આખી વાત આપણી પ્રજાને જાણે કે અજાણે ગળથૂથીમાં મળી છે. આ બધાને કારણે આપણે આક્રમક કે ઉગ્રવાદી નથી બનતા. હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મોએ જે ચાર મુખ્ય ભાવનાઓ પ્રબોધિ છે તે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. યોગદર્શનમાં પણ આ જ વાત આવે છે. અને ઉપેક્ષા એટલે કોઈને નિગ્લેક્ટ કરવાની વાત નથી. જીવનમાં ઘણી આડખીલીઓ આવવાની છે એ વખતે જીવનમાં એના પ્રત્યે ઉપેક્ષાભાવ સેવો, ઉદાસીન થઇ જાવ, એવો એનો અર્થ છે. યોગની પણ જુદીજુદી વ્ય્ખ્યાઓ છે- ચિત્તવૃત્તિ નિરોધ યોગ, કર્મસુ કૌશલમ યોગ, અનેપાયાની વ્યાખ્યા તે ‘समत्वं योग उच्यते’.. આ બધી વાતો આપણા લોહીમાં પડેલી છે. આપણે ત્યાં કુટુંબપ્રથા અને લગ્નપ્રથા ભલે ઘસાતી જાય છે, પણ હજુ ચાલે છે.આ બધાને કારણે આપણે ઉગ્રવાદી પ્રજા નથી બન્યાં. | ||
બહુ સારો મુદ્દો છે, એના વિશે મેં એક લેખ કર્યો છે અને ભારતની નવેક ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. છેક સુનીતિકુમાર ચેટરજી અને સર્વપલ્લી રાધાકૃષ્ણનથી માંડીને આપણા ઉમાશંકર જોશી સુધીના દેશના નામાંકિતો, એમાં આપણા ઇન્દ્રનાથ ચૌધરી, શંકરદેવ, કે.એમ જોર્જ, પૈરપ્પા, શ્રી અરવિંદ પણ આવી જાય છે- એવા પુષ્કળ લોકોએ એના વિશે વિચાર કર્યો છે. કેટલાક લોકો સાવ સામા છેડેથી | |||
'''પ્રશ્ન: આપણે જેમ ભારતીયતાની વ્યાખ્યા કરી એમ ભારતીય સાહિત્યની વ્યાખ્યા કરવા પ્રયત્ન કરીએ તો ઇન્ડિયન લિટરેચર કોને કહીશું? આજે અંગ્રેજી વિશ્વભાષા બની છે એની સાથે અનેક ભારતીય મૂળના લેખકો-સર્જકો અંગ્રેજીમાં લખતા થયા છે અને ડાયસ્પોરા સાહિત્ય વિકસી રહ્યું છે. તો સાહિત્યની ભારતીયતા વિશે કંઈક વાત કરો.''' | |||
બહુ સારો મુદ્દો છે, એના વિશે મેં એક લેખ કર્યો છે અને ભારતની નવેક ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. છેક સુનીતિકુમાર ચેટરજી અને સર્વપલ્લી રાધાકૃષ્ણનથી માંડીને આપણા ઉમાશંકર જોશી સુધીના દેશના નામાંકિતો, એમાં આપણા ઇન્દ્રનાથ ચૌધરી, શંકરદેવ, કે.એમ જોર્જ, પૈરપ્પા, શ્રી અરવિંદ પણ આવી જાય છે- એવા પુષ્કળ લોકોએ એના વિશે વિચાર કર્યો છે. કેટલાક લોકો સાવ સામા છેડેથી જુએ છે કે હવે ગ્લોબલાઈઝેશનના જમાનામાં તમે ભારતીય સાહિત્યની વાત કરો એ કેટલે અંશે વ્યાજબી છે? તમે વૈશ્વીકરણના જમાનામાં જીવો છો અને આવી સંકુચિતતામાં રાચો છો? કોઈ એને રાજકીય મુદ્દા તરીકે જુએ છે. પણ સાચી વાત એ છે કે આવી કોઈ શંકામાં ઘેરાવાની કે કોઈ વિવાદોમાં ઉતરવાની જરૂર નથી. જો જર્મન સાહિત્ય, ફ્રેંચ સાહિત્ય, ઇટાલિયન સાહિત્ય વેગેરેને આપણે સ્વીકારી શકતા હોઈએ તો ભારતીયસાહિત્યના વિભાવનને આપણે કેમ ન સ્વીકારી શકીએ? આપણા દેશમાં કેટલાય પ્રકારનું સંગીત છે, એ જ રીતે કેટલીય નૃત્યશૈલીઓ છે, કેટલાય પ્રકારની ફિલ્મો છે, એ બધાને આપણે ભારતીય તરીકે સ્વીકારી શકીએ છીએ તો પછી ભારતની વિવિધ ભાષાઓમાં રચાતા સાહિત્યને આપણે ભારતીય તરીકે કેમ ન સ્વીકારી શકીએ? કે.એમ. જોર્જે એક રૂપક વાપરીને વાત કરેલી અને કહેલું કે ગુલાબી ગુલાબનો છોડ એ અસલી ગુલાબ છે, પણ તમે કલમ કરીને એની પ્રત્યેક ડાળીમાં જુદાજુદા રંગના ગુલાબનું રોપણ કરો તો મૂળ છોડ ગુલાબી રંગનાં ફૂલનો હોવા છતાં એમાં જુદાજુદા રંગના ફૂલો થાય છે ને, તેમ ગમે તે ભારતીય ભાષામાં લખાતું સાહિત્ય અંતે તો ભારતીય સાહિત્ય છે. આપણે સમજવાની વાત એ છે કે કોઈ પણ રાષ્ટ્રનું સાહિત્ય મુખ્યત્ત્વે ત્રણ બોધ કરાવે. એક વાસ્તવબોધ, બીજો સૌન્દર્ય બોધ અને ત્રીજો મૂલ્ય બોધ. ભારતીય સાહિત્યની આગવી ઓળખ આ ત્રણ બોધમાં છે. ભારતીય સાહિત્યને તમારે ઓળખવું હોય તો એ બે રીતે ઓળખાય. એક એમાં ભારતીયતાનું કેટલું નિરૂપણ છે, જેને વાંચીને પ્રત્યેક ભારતીયને એમ થાય કે એમાં મારી સંવેદના અને મારી સમસ્યાનું નિરૂપણ છે. ભારતીય પ્રજાને થાય એ ઉપરાંત બીજી પ્રજાઓને પણ થાય કે આ ટીપીકલ ઇન્ડિયન સેન્સીટીવીટી છે. તો એને તમે ભારતીય સાહિત્ય કહી શકો. બીજી બાજુ દુનિયાભરનું સાહિત્ય વાસ્તવિકતાનું નિરૂપણ કરે છે. પણ ભારતીય સાહિત્યના વાસ્તવિકતાના અભિગ્રહણમાં જે દૃષ્ટિકોણ છે તે આખી દુનિયાની સાહિત્યની કૃતિઓ કરતાં જુદો છે. એવું જ સૌન્દર્ય બોધનું છે. ભારતીય પ્રજાની સૌન્દર્ય દૃષ્ટિની બે વિશેષતાઓ છે. આપણી પાસે સૌન્દર્ય માટે બે સંજ્ઞાઓ છે- રમણીયતા અને લાવણ્ય. એને કારણે તમે જોશો કે ભારતીય પ્રજામાં જેટલાં ચિત્રો કે શિલ્પો છે એ વસ્ત્રાવૃત છે અને નેત્રો અર્ધનિમિલિત નેત્રો છે. આ આપણો સૌન્દર્ય વિશેનો ખ્યાલ સૂચવે છે. યુરોપનાં ચિત્રો કે શિલ્પો જોજો, એમાં ઓછામાં ઓછાં વસ્ત્રો છે. ત્રીજી વાત- ભારતીય સાહિત્યમાં પ્રજાની સંવેદનાઓ અને સમસ્યાઓનું જે નિરૂપણ છે એની ત્રણ લાક્ષણિકતાઓ છે. પહેલી વાત એ છે કે આપણો પ્રણયભાવ, ભક્તિભાવ અને મોક્ષનો ભાવ આ ત્રણ આખી દૂનિયાની પ્રજામાં વિશિષ્ટ છે. સ્ત્રી પ્રત્યેનો આપણો અભિગમ પણ વિશિષ્ટ છે. સાહિત્યમાં માતાનું નિરૂપણ તમે લો.न मातुः परदैवतम्.. ભારતીય સાહિત્યમાં સ્ત્રીની વિવિધ ભૂમિકાઓનાં ચિત્રણ તમે લો તો, ‘નરનારીનાં જોડલાં એની ઉરદોરી એક’, એવું ચિત્રણ પણ થયું છે આપણે ત્યાં. પણ ભારતીય પરંપરાએ કામને વામ ગણ્યો છે અને એની જગ્યાએ પ્રેમનો મહિમા સ્થાપ્યો છે. અને આપણે ત્યાં રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, સત્યવાન -સાવિત્રી એવાં એનાં પ્રતીકો બનાવ્યાં છે. હવે તમે જોશો કે ‘ઠુમક ચલત રામચંદ્ર’,‘મા મને ચાંદલિયો વાલો’, એટલેકે માના ખોળામાં બેસીને લાડ કરતું બાળક એવાં પદ શું કામ આવે છે? તો માનો મહિમા જે રીતે ભારતીય સાહિત્યમાં છે, ભાભી કે બહેનનો અનર્ગળ પ્રેમ જે ભારતીય સાહિત્યમાં છે એ તમને વિશ્વના અન્ય સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળશે. બે જ ઉદાહરણ લો-ટાગોરની નવલકથા ‘ગોરા’ અને‘વિપ્રદાસ’ શરદબાબુની નવલકથા. બીજું, ભક્તિની સંવેદના આપણી એટલી બધી પ્રબળ છે, ભારતનો કોઈપણ ખૂણો એવો નથી જે સંત-ભક્ત-કવિથી વંચિત હોય. વિદેશી આક્રમણનો સમય હતો ત્યારે એ બધાએ હરતી ફરતી યુનિવર્સિટીનું કામ કર્યું. એક તુલસીદાસ કે સુરદાસ, કબીર-રહીમ, દાદુ દયાળ, નાનક, લલ્લેશ્વરી, મીરાં કે નરસિંહ ન થયા હોય તો શું થાત આપણી પ્રજાનું? અને ત્રીજું આપણી જે મોક્ષની સાધના છે, જીવનનું અંતિમ ધ્યેય એ ખરેખર તો આપણા આત્મા સાથે આપણું સંધાન કરવાનું છે, આપણી વૃત્તિઓમાંથી નિવૃત્ત થવાનું છે. એ મોક્ષ માટેની તાલાવેલી આપણા સાહિત્યમાં પ્રગટ થઈ છે એ દૂનિયાના કોઈપણ સાહિત્યમાં તમને નહીં મળે. એની સાથે આપણી નરદમ સમસ્યાઓનું ચિત્રણ પણ આપણા સાહિત્યમાં છે. જીવનની સમસ્યાઓને નિહાળવાનો અને એનો પ્રતિભાવ આપવાનો ભારતીય દૃષ્ટિકોણ અનન્ય છે. એટલે સાહિત્ય એ દર્પણ પણ છે અને એક દીપ પણ છે. આ બેવડું કામ ભારતીય સાહિત્યએ અદ્ભુત રીતે બજાવ્યું છે. | |||
'''પ્રશ્ન:સાહિત્યની વાત કરીએ તો આપણે ત્યાં વિદ્વત્તા વિસારે પડી રહી છે. વાંચન, અધ્યયન, એ આપણી નવી પેઢીના રસના વિષયો નથી. એવા સમયમાં સર્જનાત્મકતા-મૌલિકતાની વ્યાખ્યા શું કરી શકાય?''' | '''પ્રશ્ન:સાહિત્યની વાત કરીએ તો આપણે ત્યાં વિદ્વત્તા વિસારે પડી રહી છે. વાંચન, અધ્યયન, એ આપણી નવી પેઢીના રસના વિષયો નથી. એવા સમયમાં સર્જનાત્મકતા-મૌલિકતાની વ્યાખ્યા શું કરી શકાય?''' | ||
એનું મુખ્ય કારણ એ મીડિયાનો ઉપદ્રવ છે. તમે | એનું મુખ્ય કારણ એ મીડિયાનો ઉપદ્રવ છે. તમે જુઓ કે બાળક રડે છે તો એને છાનું રાખવા માતા હાલરડું ગાતી નથી, એક વાર આ ખબર પડી કે એલેક્સા આ ગીત વગાડે છે તો બાળક છાનું રહી જાય છે. સુવડાવતી મા હાલરડાં-જોડકણા કરતી હતી એમાં સર્જનાત્મકતા-મૌલિકતા હતી. એના હૈયામાંથી ઉઠતો જે ભાવ હતો, જે સંવેદના હતી તે એ પ્રગટ કરતી હતી. એ તો આખું લોકસાહિત્ય છે. ‘નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો...’ કોઈકે એક પંક્તિ વહેતી મૂકી પછી જેને જે ઠીક લાગ્યું તે ઉમેરતા ગયા. એ એક પ્રકારની સ્વાભાવિક-નૈસર્ગિક સર્જનાત્મકતા હતી, એની ઉપર કુઠરાઘાત થઇ ગયો. એટલે શિક્ષણે જે કામ કરવાનું હતું એ નથી કર્યું, વ્યક્તિમાં રહેલી સર્ગશક્તિઅથવા પ્રતિભાશક્તિને એણે કુંઠિત કરી નાખી છે. આજના શિક્ષકને કે વિદ્યાર્થીને પોતાની અંદર કેટલી સર્જનશક્તિ પડેલી છે એની ખબર જ નથી. બધું કટિંગ-પેસ્ટીન્ગ થી ચાલે છે. પીએચડીની થીસિસ પણ એ જ રીતે થાય છે, અહીંથી લીધું અને અહીં જોડ્યું. પણ એમાં એક પરિસ્થિતિ કાયમ રહેવાની. કલ્પનાશીલતા ક્યારેય મરે નહીં, ક્યારેક જેમ ધરતી ફાડીને કુંપળ ફૂટે એમ એ નીકળે. આખો માહોલ છીછરાપણાનો છે. પણ એમાં પણ ક્યાંક અસલ મૌલિક પ્રગટે છે. વિનોદ જોશીનો દાખલો લો, એમની કવિતાઓ કેમ આટલી બધી બળકટ લાગે છે? એ લોકગીતોમાંથી કલ્પનો ઉપાડે છે, એ સંવેદનો પણ એમાંથી આવે છે. સોપારીના કટકાની વાત હોય કે બાઈજી સાથેનો સંવાદ હોય. કે પારુલ ખખ્ખરને જુઓ.એટલે હૃદયનો પાતાળકૂવો ફૂટે અને એની અંદરથી સરવાણીઓ નીકળવા માંડે ત્યારે એકેટલી તાકાત સાથે નીકળે છે. આપણા અનિલ જોશી, રમેશ પારેખ, માધવ રામાનુજ વગેરે બધા આ પ્રકારનાઉદાહરણો છે. અમરેલીના છોકરા પ્રણવે હજુ તો કોલેજનું પહેલું પગથિયું હશે ત્યાં એણે એક સરસ કાવ્ય રચી દીધું, ‘હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો, હું દ્વારે ઉભો બની સુદામો’. હવે તમે જુઓ કે આ ભાવ કેટલી સહજતાથી આવે છે. આવા ઉન્મેષો જ્યારે આવે ત્યારે આપણને સમજાય છે કે સર્જનાત્મકતા એ ઢાંકી ઢંકાય એમ નથી. એટલે આ વાતાવરણમાં પણ હું નિરુત્સાહી નથી. | ||
'''પ્રશ્ન: ભારતીય સમાજ સામે આજે કયા મોટા પડકારો છે? શું આજે આપણા દેશને અને દૂનિયાને ગાંધી જેવા યુગપુરુષની જરૂર છે?''' | '''પ્રશ્ન: ભારતીય સમાજ સામે આજે કયા મોટા પડકારો છે? શું આજે આપણા દેશને અને દૂનિયાને ગાંધી જેવા યુગપુરુષની જરૂર છે?''' | ||
આ સવાલ કોઈના પણ મનમાં ઉઠે એ વ્યાજબી છે.આ સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે યુગાવકાશે આપોઆપ એને યુગપુરુષની દેન મળતી રહી છે. પછી તમે એને રૂપ ગમે તે આપો, એને અવતાર કહો કે ન કહો. ગાંધીજીએ તો અવતારની વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું કે એ એક એવો વ્યક્તિવિશેષ હોય જેને એના પછીની પેઢી યુગપ્રવર્તક તરીકે જુવે. તો કેટલા બધા અવતારી લોકો આપણી વચ્ચે આવતા રહ્યા. આપણા સમાજમાં આજે સંબંધો મરતા જાય છે, વહેવારો મરતા જાય છે, ભાષા ઘસાતી જાય છે, પ્રેમ ઘસાતો જાય છે. આપણા આચારો, આદર્શો, મૂલ્યો, પરંપરાઓ, આ બધામાં આપણે અવનતિ જોઈ રહ્યાં છીએ. સમાજ બિલકુલ સ્વાર્થપરત, અંગત, નિજી, બૌદ્ધિકઅને યાંત્રિક, સુખાકારીનું જીવન જીવતો થઇ ગયો છે. પણ સમાજમાં એક તરફ ઘસારો ચાલે છે તેમ બીજી બાજુ નવનિર્માણ પણ ચાલી રહ્યું છે. એટલે સમાજ જયારે પતનના માર્ગે જતો લાગે ત્યારે એની અંદરથી જ કેટલાક લોકો એવા જાગે છે જેમને એમ થાય કે આ અજુગતું થઇ રહ્યું છે. એવી કેટલી બધી સેવાભાવી સંસ્થાઓ છે જે લોકો માનવતાને વાવી રહ્યા છે, જીવનને ઉગાડીને એની માવજત કરી રહ્યા છે. એ જ સાચી ધાર્મિકતા અને આધ્યાત્મિકતા છે. માણસમાં રહેલી દૈવી સંપત્તિ ક્યારેય નાશ નથી પામતી. આપણી પાસે શંકરાચાર્ય જેવા બૌદ્ધિક, ગાંધીજી જેવા અધ્યાત્મવીર, વિવેકાનંદ જેવા પ્રાણપુરુષ,રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ સમયે સમયે પ્રગટતા રહ્યા.સાહિત્યકારોએ પણ યુગપ્રવર્તકનો આવો જ ધર્મ નિભાવ્યો છે-ટાગોર રૂપે, કે શરદબાબુ રૂપે, કેગોવાર્ધારામરૂપે, કે વિશ્વનાથ સત્યનારાયણ રૂપે. આ બાબતમાં પણ હું નિરાશાવાદી નથી. | આ સવાલ કોઈના પણ મનમાં ઉઠે એ વ્યાજબી છે.આ સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે યુગાવકાશે આપોઆપ એને યુગપુરુષની દેન મળતી રહી છે. પછી તમે એને રૂપ ગમે તે આપો, એને અવતાર કહો કે ન કહો. ગાંધીજીએ તો અવતારની વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું કે એ એક એવો વ્યક્તિવિશેષ હોય જેને એના પછીની પેઢી યુગપ્રવર્તક તરીકે જુવે. તો કેટલા બધા અવતારી લોકો આપણી વચ્ચે આવતા રહ્યા. આપણા સમાજમાં આજે સંબંધો મરતા જાય છે, વહેવારો મરતા જાય છે, ભાષા ઘસાતી જાય છે, પ્રેમ ઘસાતો જાય છે. આપણા આચારો, આદર્શો, મૂલ્યો, પરંપરાઓ, આ બધામાં આપણે અવનતિ જોઈ રહ્યાં છીએ. સમાજ બિલકુલ સ્વાર્થપરત, અંગત, નિજી, બૌદ્ધિકઅને યાંત્રિક, સુખાકારીનું જીવન જીવતો થઇ ગયો છે. પણ સમાજમાં એક તરફ ઘસારો ચાલે છે તેમ બીજી બાજુ નવનિર્માણ પણ ચાલી રહ્યું છે. એટલે સમાજ જયારે પતનના માર્ગે જતો લાગે ત્યારે એની અંદરથી જ કેટલાક લોકો એવા જાગે છે જેમને એમ થાય કે આ અજુગતું થઇ રહ્યું છે. એવી કેટલી બધી સેવાભાવી સંસ્થાઓ છે જે લોકો માનવતાને વાવી રહ્યા છે, જીવનને ઉગાડીને એની માવજત કરી રહ્યા છે. એ જ સાચી ધાર્મિકતા અને આધ્યાત્મિકતા છે. માણસમાં રહેલી દૈવી સંપત્તિ ક્યારેય નાશ નથી પામતી. આપણી પાસે શંકરાચાર્ય જેવા બૌદ્ધિક, ગાંધીજી જેવા અધ્યાત્મવીર, વિવેકાનંદ જેવા પ્રાણપુરુષ,રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ સમયે સમયે પ્રગટતા રહ્યા.સાહિત્યકારોએ પણ યુગપ્રવર્તકનો આવો જ ધર્મ નિભાવ્યો છે-ટાગોર રૂપે, કે શરદબાબુ રૂપે, કેગોવાર્ધારામરૂપે, કે વિશ્વનાથ સત્યનારાયણ રૂપે. આ બાબતમાં પણ હું નિરાશાવાદી નથી. |
edits