8,009
edits
(Created page with "{{SetTitle}}
'''++ વિનોદ જોશી ++ '''
=== ૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના —  === <poem> વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા ! કાગળનો ખાલી ખૂણો આપજ...") |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||

'''++ | '''++ રાધિકા પટેલ ++ ''' | ||

=== ૧ : | ===  ૧: પ્રિય નદી —  === | ||
<poem> | <poem> | ||
આ નદી, મને અત્યંત પ્રિય છે. | |||
પર્વત, દરિયો, ચાંદ-તારાથી, મારાથી પણ વધુ પ્રિય. | |||
નદીના ગર્ભમાં આકાર લઈ રહ્યો છે - મારો પ્રેમી! | |||
એનો ધીમો-ધીમો ઉછેર - ફક્ત હું જોઈ શકું છું. | |||
એનો પિંડ બન્યો છે – પૂર્વ પ્રેમીઓના ખરી પડેલાં અંગોમાંથી. | |||
મારી નાડ પારખીને કોઈ ઉપચાર કર્યા વિના | |||
પથારીવશ છોડી દેનાર વૈદ્યના કપાઈ ગયેલા હાથમાંથી, | |||
મારી ડાળીઓ પરથી ફૂલ તોડી પોતાની પ્રેમિકાનાં કેશ સજાવતી વખતે ખરી પડેલી | |||
આંગળીઓમાંથી. | |||
હું તો ઊંઘી ગયેલી - વૃક્ષના ખોળામાં નિ રાંતે; | |||
મારું માથું ધૂળમાં સરકાવીને ભાગી ગયેલા એ મનુષ્યના તૂટેલા પગમાંથી, | |||
મારી આંખોનો અગ્નિ ન ઠારી શકેલાં અગ્નિશામક ધારી ખભાના કાટમાળમાંથી, | |||
મારા વિલાપ પર આંસુનું એક ટીપું પણ ના વહાવી શકેલી આંખોની કરચમાંથી, મારાં | |||
કપાળ પરથી ચુંબનો ભૂંસી - | |||
પડછાયાને નોખો કરી, મને અંધકારમાં ધકેલી દેનાર શરીરની રાખમાંથી બન્યો છે - એનો પિંડ. | |||
ધીમે ધીમે આકાર પામી રહેલા એના દેહને ફક્ત હું જોઈ શકું છું. | |||
હું રાહ જોઈ રહી છું એના જનમવાની. | |||
કોઈ તોફાની રાતે ગોરંભાયેલું આભ છેવટે તૂટી પડશે. | |||
નદીને ઉપડશે પ્રસૂતિ પીડા. | |||
નદી મને બોલાવશે - ચીસ પાડીને. | |||
ઊછાળા લેતું જળ બની જાશે શેષનાગનું છત્ર. | |||
નદીના ધસમસતાં પ્રવાહમાં બનાવશે- એક છિદ્ર; | |||
જ્યાંથી એ આવશે ગર્ભની બહાર... | |||
અને હાથ લંબાવશે મારી તરફ - | |||
મારો અંતિમ પ્રેમી...! | |||
</poem> | |||
===  ૨ : ટોળું અને સત્ય —  === | |||
<poem> | |||
એ લોકો | |||
સત્યને એક પાત્રમાં લઈ પીગાળે છે. | |||
પછી, એક બીબાંમાં ઢાળી | |||
બનાવે છે - નવું સત્ય. | |||
સત્ય; | |||
હવે, કોઈ પદાર્થ નથી; | |||
છે માત્ર આકાર..!! | |||
ટોળામાંથી એક પથ્થર આવ્યો છે. | |||
પથ્થર કોણે ફેંક્યો? | |||
જાણવું છે સત્ય. | |||
શું ગાયબ કરી શકાય | |||
દુનિયાના બધા જ પથ્થર?! | |||
એક ટોળું | |||
તલવારો લઇને એની પાછળ પડ્યું; | |||
હાંફતું-ફાંફતું એ | |||
આવીને લપાઈ ગયું-મારી પાછળ, | |||
અને હું - સત્યની પાછળ...! | |||
કોણ-કોને બચાવશે? | |||
એ જાદુગર (ટોળું) | |||
આબરા... કા ડાબરા..કહી | |||
બોટલમાંથી કાઢ્યા કરે છે - | |||
અવનવાં સત્યો. | |||
મને આશ્ચર્ય થયાં કરે છે - | |||
એને બોટલમાં નાખ્યાં કોણે? | |||
ટોળું પરણીને લાવ્યું - | |||
સિદ્ધિ નામની રૂપ-યૌવનાને. | |||
કોઇએ એના હોઠ ચૂમ્યાં, | |||
તો | કોઇએ સ્તન, | ||
તો કોઇએ.... | |||
બધાએ ભોગવી એને - વારાફરતી. | |||
સવારે મોઢું જોવાનો રિવાજ; | |||
લોકો આવે... ને જુવે, વાહ....કેટલી સુંદર | |||
સત્ય પણ આવ્યું એને જોવા; | |||
ઘૂંઘટ ઉઠાવીને જોયું તો ગાયબ હતી- | |||
એની આંખો..!! | |||
ટોળાંને મળ્યા છે: | |||
કેટલાય હાથ... | |||
કેટલાય પગ... | |||
અને કદ કરતાં પણ લાંબી - જીભ. | |||
જે ટોળાંને નથી મળી, એ- | |||
સત્યને મળી છે - | |||
માત્ર આંખો. | |||
મારી સામે જામી રહેલો | |||
મેળો. | |||
સમૂહ ગીતોનો બુલંદ નાદ....! | |||
પણે... દૂર પેલી દેરીમાંથી સંભળાય છે | |||
પ્રાર્થના. | |||
મેળામાં જઉં કે મંદિરે? | |||
સહેજ અદ્ધર માટલીમાં છે- | |||
સઘળાં સુખ. | |||
આંબી તો જવાય; | |||
એકબીજાની પીઠ પર પગ મૂકી, | |||
દોથો ભરી લેવાનો - | |||
વારાફરતી. | |||
પણ, | |||
હું જોયા કરું છું - | |||
આકાશ સુધી લંબાયેલી પાતળી દોરી પર - | |||
ચડતી, પડતી અને ફરી ચડતી | |||
કીડીને. | |||
છેવટે, પહોંચવાનું ક્યાં? | |||
</poem> | </poem> | ||
=== ૩ : | ===  ૩ : તળાવમાં… —  === | ||
<poem> | <poem> | ||
તું અહીં નથી; | |||
છતાં, આ તળાવમાં હું જોઈ રહી છું | |||
તારો ચહેરો. | |||
આંખોમાં ફૂંકાઇને પથરાતા રણના લાંબા પટ પછી | |||
એમાં તળાવનું છલકાવું, | |||
અને એમાં તારા ચહેરાનું આમ ઉભરાવું. | |||
મન તો થાય છે કે ખોબામાં ઊંચકીને | |||
ચૂમી લઉં આ ચંદ્રને. | |||
કે એમાં આંગળીઓ ઝબકોળ્યા કરું | |||
કે પછી કૂદી જ પડું આ તળાવમાં. | |||
પણ, આ બધી તો રમત - | |||
હવે, હું નહિ કરું. | |||
હું ઇચ્છું કે પવનની એકાદ અમથી લહેરખી પણ ના આવે અહીં- | |||
તારા ચહેરાને આંદોલિત કરવા. | |||
પોતાના હાથ લાંબા ટૂંકા કરી | |||
તાણી જાય તારા ચહેરાને, એ પહેલાં | |||
હાથ વાઢી નાખું - સૂર્યના. | |||
કોઈ પંખી આવી | |||
ચાંચમાં ભરાવી ઊડી જશે તો? | |||
અથવા પોતાની પાંખો તળાવમાં ઝબોળી તને ખળભળાવી જશે તો? | |||
એટલે જ સારું કે કોઈ નાનકડું પંખી કે પશુ | |||
કશું ય ના ફરકે આ તરફ. | |||
મન તો થાય છે હું આખેઆખી ફેલાઈ જાઉં આ તળાવ પર, | |||
ઢાંકી દઉં આખા તળાવને. | |||
તેમ છતાંય, | |||
ભય તો રહેશે જ : | |||
તળિયે બેઠું હશે કોઈ જળચર, | |||
હમણાં જ મોઢું ફાડશે - | |||
</poem> | </poem> | ||

Line 75: | Line 140: | ||
=== તન્ત્રીનૉંધ :  === | === તન્ત્રીનૉંધ :  === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''૧: પ્રિય નદી —''' | |||
ત્રીજી જ પંક્તિએ કાવ્યકલામાં પ્રવેશ મેળવી લીધો -‘નદીના ગર્ભમાં આકાર લઈ રહ્યો છે -મારો પ્રેમી !’ કાવ્યકથક નારી એના પ્રેમીનો પિણ્ડ બન્યાની વાત માંડે છે ખરી, પણ શેમાંથી બંધાયો છે એ હકીકત ભાવક જાણે છે ત્યારે વાતનો રંગ ફિક્કો પડી જાય છે -એ પરિણામ દર્શાવતી શક્તિશાળી પંક્તિ આ છે -‘મારી ડાળીઓ પરથી ફૂલ તોડી પોતાની પ્રેમિકાનાં કેશ સજાવતી વખતે ખરી પડેલી આંગળીઓમાંથી’. ભાવકે ઘડી પહેલાં જાણેલું કે -પિણ્ડ ‘પૂર્વપ્રેમીઓનાં ખરી પડેલાં અંગોમાંથી’ બન્યો છે. હવે એમાં ઉમેરાય છે, ‘મારી નાડ પારખીને કોઈ ઉપચાર કર્યા વિના પથારીવશ છોડી દેનાર વૈદ્યના કપાઈ ગયેલા હાથમાંથી’. | |||
કાવ્યકથક નારીના જીવનમાં કશીક ન ઘટવી જોઈએ એવી ઘટના ઘટી ચૂકી છે, એમ ભાવક કદાચ માની લે પણ નારીએ કરેલી એટલીક પ્રસ્તાવનાથી એ હવે આગળની કથા સાંભળવાને સજ્જ અને આતુર થઈ ગયો છે, ને એને સાંભળવા મળે છે -‘હું તો ઊંઘી ગયેલી’, અને તે પણ, ‘વૃક્ષના ખૉળામાં નિ રાંતે’. | |||
હવે એ પિણ્ડ બન્યાની વાતનો રંગ ઘેરો બની ગયો છે. એ પિણ્ડ એ મનુષ્યના તૂટેલા પગમાંથી, ખભાના કાટમાળમાંથી, આંખોની કરચમાંથી, શરીરની રાખમાંથી બન્યો છે. એ તો ખરું પણ એ મનુષ્ય નારી સાથે શું શું કરી ગયેલો એ જાણવાથી વાતનો ઘેરો રંગ કાળો પડી જાય છે. એ મનુષ્ય નારીનું માથું ધૂળમાં સરકાવીને ભાગી ગયેલો, કપાળ પરથી ચુમ્બનો ભૂંસી પડછાયાને નૉંખો કરી નારીને અન્ધકારમાં ધકેલી ગયેલો. | |||
એના જનમ અને તે પછીના ભવિતવ્યનો કથાના ઉપસંહરણમાં મુકાયેલો નારીનો આશાલોક બસ પઠન કરવા યોગ્ય છે, એ પઠનને નૉંધથી વેગ આપવાની પણ જરૂર નથી. એમાં, વધારે આસ્વાદ્ય પંક્તિઓ છે -‘કોઈ તોફાની રાતે ગોરંભાયેલું આભ છેવટે તૂટી પડશે’ -‘કોઈ પ્રકાશ શલાકા નીચે ઊતરી આવશે આકાશમાંથી’ -‘જ્યાંથી એ આવશે ગર્ભની બહાર… / અને હાથ લંબાવશે મારી તરફ / મારો અંતિમ પ્રેમી.’ | |||
એમ લાગે કે કોઈકે કશોક દ્રોહ કર્યો છે, એમ પણ લાગે કે દ્રોહી પ્રત્યે રોષભરી અનુકમ્પા છે. નારીના એવા દ્વિમુખી સંવેદનનું આ કાવ્ય એક કથાનક છે. | |||
'''૨ : ટોળું અને સત્ય —''' | |||
સરસ વાત એ છે કે રચનામાં ટોળું અને સત્ય વિશે ઠંડા વ્યંગનો અસરકારક સૂર રસાયો છે. બીજી તરફ, રચના એક કાવ્યત્વશીલ વિચારણા લાગે પણ એ કાવ્યકથકની અંગત અનુભૂતિ છે. ત્રીજી તરફ, રચના એટલી જ નાટ્યાત્મક પણ છે. નાટ્યાત્મકતાનું એક આ ઉદાહરણ જુઓ : ‘એક ટોળું / તલવારો લઇને એની પાછળ પડ્યું; / હાંફતું-ફાંફતું એ / આવીને લપાઈ ગયું-મારી પાછળ, / અને હું - સત્યની પાછળ...! / કોણ-કોને બચાવશે?’ : પરન્તુ, ટોળું સિદ્ધિ નામની નવયૌવનાને પરણી લાવે છે એ પ્રસંગદૃશ્ય સુન્દર તો છે જ પણ એમાં પેલો વ્યંગ પાસાદાર બનીને ચોપાસ વ્યંજનાને પ્રસરાવે છે, અને જોઈ શકાશે કે કાવ્યકથકની આ અંગત અનુભૂતિ તેમજ પેલી નાટ્યાત્મકતા પણ એની શક્ય ઊંચાઇએ પ્હૉંચી ગઈ છે. | |||
દરમ્યાન કાવ્યકથકને વિધવિધનાં જ્ઞાન લાધ્યાં છે : સત્યને એ ‘માત્ર આકાર’ કહે : એ પૂછે, સત્યને બોટલમાંથી કાઢ્યાં કોણે? : એ પૂછે, સત્યને બોટલમાં નાખ્યાં કોણે? : કાવ્યકથકને ટોળું અને સત્ય વચ્ચેનો ફર્ક પકડાઈ ગયો છે, એ કહે છે : ટોળાંને મળી છે કદ કરતાં પણ લાંબી જીભ; સત્યને મળી છે માત્ર આંખો. | |||
ટોળું અને સત્ય વચ્ચેના અકાટ્ય ભેદને કાવ્યની રીતભાતમાં આકારતી નૉંધપાત્ર રચના. | |||
'''૩ : | '''૩ : તળાવમાં… —''' | ||
રચના | એક અનુપસ્થિત પણ નિરન્તર અનુભવાતી ગત વ્યક્તિને વિશેના તીવ્ર સંવેદનને આકાર આપતી રચના. કાવ્યકથકે તળાવ અને ચ્હૅરાને તાદૃશ કરી દીધાં છે, અને એને જોતો જોતો ભાવક બન્નેને માણે છે. એ દરમ્યાન એને એ સંવેદનની આ બધી આછીપાતળી રેખાઓ પણ અનુભવવા મળે છે : ‘આંખોમાં ફૂંકાઇને પથરાતા રણનો લાંબો પટ’ : ‘મન તો થાય છે કે ખોબામાં ઊંચકીને ચૂમી લઉં આ ચંદ્રને’ : ‘પવનની એકાદ અમથી લહેરખી’ : ‘મન તો થાય છે હું આખેઆખી ફેલાઈ જાઉં આ તળાવ પર’ : એ ચ્હૅરો કોઈણ ભોગે નષ્ટભષ્ટ ન થવો જોઇએ એવું એ સંવેદનનું ગદ્યરૂપ જે છેલ્લે સ્ફુરે છે, એ ભાવકના ચિત્તમાં સ્થિર થઈ જાય છે; એ પણ રચનાની એક સફળતા છે. | ||
આ | રાધિકાની આ ત્રણેય રચનાઓમાં કાવ્યતત્ત્વ અને વાર્તાતત્ત્વ એકમેકમાં ભળી ગયાં છે; એમાં ઇંગિત એ ભળાય છે કે એમની સૃષ્ટિ માં લાક્ષણિક સ્વરૂપનું કથાકાવ્ય પ્રગટી આવશે… જોઈએ… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |