7,969
edits
(Created page with "{{SetTitle}}
'''++ અભિમન્યુ આચાર્ય ++ '''
{{color|blue|'''બ્લેકી —'''}}
frameless|center

{{Poem2Open}} મહેતા અંકલ મારા મામાના ઓળખીતા. કેવી રીત...") |
No edit summary |

Line 92: | Line 92: | ||
અંદર ગયો એટલે મહેતા અંકલે મને પીન્ટુની જગા લેવાનું કહ્યું. કલાકના પચીસ ડોલર. વત્તા બોનસ. રહેવાનું તેમની સાથે જ એટલે ઘરનું ભાડું બચી જાય અને તેમની મર્સિડીઝ ફેરવવાની, બધે લઈ જવાના. અને હા, બ્લેકીનું અને ગાર્ડનનું ધ્યાન રાખવાનું. મેં મનમાં જ ગણતરી કરી- કલાકના પચીસ, એટલે રોજના બસો, પાંચ દિવસના હજાર વત્તા વીક એન્ડ બોનસ બસો, એટલે અઠવાડિયે બારસો, મહિને લગભગ પાંચ હજાર ડોલર. આ ગતિથી હું કમાતો હોઉં તો ત્રણ મહિનામાં મારી કૉલેજની ફી નીકળી જાય, એકાદ વરસમાં લોન ભરાઈ જાય અને મમ્મીનાં ઘરેણાં... | અંદર ગયો એટલે મહેતા અંકલે મને પીન્ટુની જગા લેવાનું કહ્યું. કલાકના પચીસ ડોલર. વત્તા બોનસ. રહેવાનું તેમની સાથે જ એટલે ઘરનું ભાડું બચી જાય અને તેમની મર્સિડીઝ ફેરવવાની, બધે લઈ જવાના. અને હા, બ્લેકીનું અને ગાર્ડનનું ધ્યાન રાખવાનું. મેં મનમાં જ ગણતરી કરી- કલાકના પચીસ, એટલે રોજના બસો, પાંચ દિવસના હજાર વત્તા વીક એન્ડ બોનસ બસો, એટલે અઠવાડિયે બારસો, મહિને લગભગ પાંચ હજાર ડોલર. આ ગતિથી હું કમાતો હોઉં તો ત્રણ મહિનામાં મારી કૉલેજની ફી નીકળી જાય, એકાદ વરસમાં લોન ભરાઈ જાય અને મમ્મીનાં ઘરેણાં... | ||
હું હસ્યો. મહેતા અંકલે બીજો પેગ બનાવતા કહ્યું- ‘ચીયર્સ!’ | હું હસ્યો. મહેતા અંકલે બીજો પેગ બનાવતા કહ્યું- ‘ચીયર્સ!’ | ||

પીન્ટુ ટોરન્ટો ચાલ્યો ગયો. બ્લેકી હવે મારું હેવાયું થઈ ગયું હતું અને મહેતા અંકલ મારા પર એકદમ જ નિર્ભર થઈ ગયા હતા. બ્લેકી તો જ્યારે ને ત્યારે ચાટવા લાગતું, વ્હાલ કરતું. પીન્ટુ ગયો પછી મેં નોટિસ કર્યું કે મહેતા અંકલનું મારી તરફનું વર્તન ખૂબ બદલાઈ ગયું હતું. આટલી સારી રીતે વાત કરતા મેં એમને પહેલાં નહોતા જોયા. | પીન્ટુ ટોરન્ટો ચાલ્યો ગયો. બ્લેકી હવે મારું હેવાયું થઈ ગયું હતું અને મહેતા અંકલ મારા પર એકદમ જ નિર્ભર થઈ ગયા હતા. બ્લેકી તો જ્યારે ને ત્યારે ચાટવા લાગતું, વ્હાલ કરતું. પીન્ટુ ગયો પછી મેં નોટિસ કર્યું કે મહેતા અંકલનું મારી તરફનું વર્તન ખૂબ બદલાઈ ગયું હતું. આટલી સારી રીતે વાત કરતા મેં એમને પહેલાં નહોતા જોયા. | ||
એકવાર તો મેં એમને ફોન પર કોઈને કહેતા સાંભળેલા- એમના ત્રણ દીકરા- એક એડમ, એક બ્લેકી અને એક હું. તે દિવસે પહેલીવાર મને ખબર પડી કે તેમના દીકરાનું નામ એડમ હતું અને પહેલીવાર મને પીન્ટુનું દુઃખ સમજાયું. મારી પાસે ગોસિપ કરવા જેવી વાત હતી, પણ ગોસિપ કરનાર કોઈ નહોતું. | એકવાર તો મેં એમને ફોન પર કોઈને કહેતા સાંભળેલા- એમના ત્રણ દીકરા- એક એડમ, એક બ્લેકી અને એક હું. તે દિવસે પહેલીવાર મને ખબર પડી કે તેમના દીકરાનું નામ એડમ હતું અને પહેલીવાર મને પીન્ટુનું દુઃખ સમજાયું. મારી પાસે ગોસિપ કરવા જેવી વાત હતી, પણ ગોસિપ કરનાર કોઈ નહોતું. | ||
Line 116: | Line 116: | ||
મેં ગાર્ડનમાં પડેલો દંડો ઉપાડ્યો અને બ્લેકીના પેટ પર, જ્યાં તેને સફેદ ડાઘ હતા, ત્યાં મારવો શરૂ કર્યો. | મેં ગાર્ડનમાં પડેલો દંડો ઉપાડ્યો અને બ્લેકીના પેટ પર, જ્યાં તેને સફેદ ડાઘ હતા, ત્યાં મારવો શરૂ કર્યો. | ||
બ્લેકી હેબતાઈ ગયું. તેને ખબર ન પડી શું થઈ રહ્યું છે. પહેલાં તે ડરી ગયું, ડરથી સંકોચાઇને દૂર જવા મથ્યું, પણ પટ્ટો બાંધેલો હોવાથી વધુ દૂર ન જઈ શક્યું. હું તેની પેટની ગંદકીની ગંધ યાદ કરી કરીને, મહેતા અંકલની બદમાશીઓ યાદ કરી કરીને તેને ડંડા મારતો રહ્યો. ‘વાઉં વાઉં’ કરતું તે પહેલાં પીડાથી રડવા લાગ્યું અને છતાં ડંડા બંધ ન થયા ત્યારે તેણે મારો પગ તેના મોંમાં તેને પહેલીવાર મળેલો ત્યારે જેમ પકડેલો એમ જ પકડી લીધો, અને એક બચકું ભરી લીધું. તેના દાંત મારી પાની પર ભરાયા, લોહી નીકળ્યું. મેં દર્દથી ઊંહકારો કર્યો, ‘હેલ્પ હેલ્પ’ એમ જોર જોરથી ચીસો પાડી, બ્લેકીથી દૂર જતો રહ્યો. તે બીજું બચકું ભરવા પાછળ આવ્યું પણ પટ્ટાને કારણે રોકાઈ ગયું. પેલો ચાલતો આવતો માણસ ઘર પાસે પહોંચી ગયેલો, તેણે ચીસો સાંભળી અને ઍમ્બ્યુલન્સ બોલાવી. | બ્લેકી હેબતાઈ ગયું. તેને ખબર ન પડી શું થઈ રહ્યું છે. પહેલાં તે ડરી ગયું, ડરથી સંકોચાઇને દૂર જવા મથ્યું, પણ પટ્ટો બાંધેલો હોવાથી વધુ દૂર ન જઈ શક્યું. હું તેની પેટની ગંદકીની ગંધ યાદ કરી કરીને, મહેતા અંકલની બદમાશીઓ યાદ કરી કરીને તેને ડંડા મારતો રહ્યો. ‘વાઉં વાઉં’ કરતું તે પહેલાં પીડાથી રડવા લાગ્યું અને છતાં ડંડા બંધ ન થયા ત્યારે તેણે મારો પગ તેના મોંમાં તેને પહેલીવાર મળેલો ત્યારે જેમ પકડેલો એમ જ પકડી લીધો, અને એક બચકું ભરી લીધું. તેના દાંત મારી પાની પર ભરાયા, લોહી નીકળ્યું. મેં દર્દથી ઊંહકારો કર્યો, ‘હેલ્પ હેલ્પ’ એમ જોર જોરથી ચીસો પાડી, બ્લેકીથી દૂર જતો રહ્યો. તે બીજું બચકું ભરવા પાછળ આવ્યું પણ પટ્ટાને કારણે રોકાઈ ગયું. પેલો ચાલતો આવતો માણસ ઘર પાસે પહોંચી ગયેલો, તેણે ચીસો સાંભળી અને ઍમ્બ્યુલન્સ બોલાવી. | ||

હું ત્રણ દિવસ દવાખાનામાં રહ્યો, રસીઓ આપવામાં આવી, ઇન્જેક્શન આપવામાં આવ્યાં. કાયદા મુજબ મહેતા અંકલે બિલ ભર્યું. મને બીજી નોકરી મળી ત્યાં સુધી મેં બીજાં બે વરસ મહેતા અંકલને ત્યાં કામ કર્યું, પણ એ બે વરસમાં મેં તેમને એક પણ વાર હસતા જોયા નહિ. મને ક્યારેય વધારાનું બોનસ પણ ન મળ્યું. | હું ત્રણ દિવસ દવાખાનામાં રહ્યો, રસીઓ આપવામાં આવી, ઇન્જેક્શન આપવામાં આવ્યાં. કાયદા મુજબ મહેતા અંકલે બિલ ભર્યું. મને બીજી નોકરી મળી ત્યાં સુધી મેં બીજાં બે વરસ મહેતા અંકલને ત્યાં કામ કર્યું, પણ એ બે વરસમાં મેં તેમને એક પણ વાર હસતા જોયા નહિ. મને ક્યારેય વધારાનું બોનસ પણ ન મળ્યું. | ||
આ વાતને હવે તો વખત થયો. હવે તો હું પણ પીન્ટુની જેમ ટોરન્ટોમાં સેટ થવા આવી ગયો છું અને મારી પાસે પી.આર છે. પણ રોજ નહાતી વખતે મને મારી પાની પર બ્લેકીના દાંતના નિશાન દેખાય છે. એ જોઈને વારંવાર બે વસ્તુઓ મારી નજર સામે આવી જાય છે -- | આ વાતને હવે તો વખત થયો. હવે તો હું પણ પીન્ટુની જેમ ટોરન્ટોમાં સેટ થવા આવી ગયો છું અને મારી પાસે પી.આર છે. પણ રોજ નહાતી વખતે મને મારી પાની પર બ્લેકીના દાંતના નિશાન દેખાય છે. એ જોઈને વારંવાર બે વસ્તુઓ મારી નજર સામે આવી જાય છે -- |