8,009
edits
(Created page with "{{SetTitle}} <br> <big><big>'''૧''' '''ભાષા'''</big></big> {{Poem2Open}} ભાષા શું છે? એ પ્રશ્નના બે ઉત્તરો છે. પહેલો ઉત્તર સહેલો છે જ્યારે બીજો ઉત્તર એટલો અઘરો છે કે તેને પૂરેપૂરી સંતોષકારક રીતે રજૂ કરવાનું હજુ બાકી છે. સહે...") |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
ભાષા શું છે? એ પ્રશ્નના બે ઉત્તરો છે. પહેલો ઉત્તર સહેલો છે જ્યારે બીજો ઉત્તર એટલો અઘરો છે કે તેને પૂરેપૂરી સંતોષકારક રીતે રજૂ કરવાનું હજુ બાકી છે. સહેલો ઉત્તર તો એ છે કે આપણે જેની મદદથી કે જેના વડે વાતચીત કરીએ છીએ, વાર્તાઓ કહીએ છીએ, વર્ણનો કરીએ છીએ, ભાષણો કરીએ છીએ, લખાણો લખીએ છીએ, યાદ રાખીએ છીએ, વિચારીએ છીએ તે ભાષા છે. | ભાષા શું છે? એ પ્રશ્નના બે ઉત્તરો છે. પહેલો ઉત્તર સહેલો છે જ્યારે બીજો ઉત્તર એટલો અઘરો છે કે તેને પૂરેપૂરી સંતોષકારક રીતે રજૂ કરવાનું હજુ બાકી છે. સહેલો ઉત્તર તો એ છે કે આપણે જેની મદદથી કે જેના વડે વાતચીત કરીએ છીએ, વાર્તાઓ કહીએ છીએ, વર્ણનો કરીએ છીએ, ભાષણો કરીએ છીએ, લખાણો લખીએ છીએ, યાદ રાખીએ છીએ, વિચારીએ છીએ તે ભાષા છે. | ||
પરંતુ પ્રશ્નનો જે ઉત્તર અઘરો છે | પરંતુ પ્રશ્નનો જે ઉત્તર અઘરો છે તેને રજૂ કરવા માટે મથવાનું ભાષાવિજ્ઞાનના અભ્યાસીને પસંદ છે. સંરચનાવાદી ભાષાવિજ્ઞાને આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ભાષાના સ્વરૂપને નજર સામે રાખ્યું. ધ્વનિઓ, ધ્વનિઓની શ્રેણીઓ, શબ્દો અને વાક્યોરૂપે ભાષાના સ્વરૂપને આપણે વર્ણવી શકીએ. ભાષાનાં આ બધાં જુદાં જુદાં અંગો છે. એના સ્વરૂપનું પ્રાથમિક અને મૂળભૂત માધ્યમ કે પાસું ધ્વનિ છે. ભાષા પ્રાથમિક રીતે ધ્વનિની શ્રેણીના રૂપમાં એટલે કે હવાનાં આંદોલનો રૂપે અસ્તિત્વ ધરાવે છે. વધુ ઝીણવટપૂર્વક ચોકસાઈથી કહીએ તો માનવ મુખમાંના વાગ્અવયવોએ નિર્મેલા ધ્વનિઓની શ્રેણીરૂપે ભાષા અસ્તિત્વ ધરાવે છે. આમ તો માનવમુખમાંના વાગ્અવયવોનું પ્રાથમિક કાર્ય ખોરાકને પાચનયોગ્ય બનાવી હોજરી સુધી પહોંચાડવાનું અને શ્વાસોચ્છ્વાસ લેવાનું છે જે દરેક પ્રાણી માટે પણ સ્વાભાવિક છે. વળી પ્રકૃતિથી જ દરેક પ્રાણી આ અવયવોની મદદથી ફેફસાંમાંથી આવતી હવાને અમુક કક્ષાએ (શ્રાવ્ય બને એટલી કક્ષાએ) આંદોલિત કરી શકે છે એટલે ધ્વનિએ નિષ્પન્ન કરવા એ પણ પ્રાણી તરીકે પ્રકૃતિદત્ત વારસો છે. જન્મ પછીની થોડી ક્ષણો પછી કોઈ તકલીફની ફરિયાદરૂપે રડે છે કે વૃત્તિજન્ય અવાજ કે બરાડો પાડે છે તે પ્રાણીની પહેલી અભિવ્યક્તિ હોય છે. જગતનાં બધાં પ્રાણીઓની શરીરરચના વત્તેઓછે અંશે સરખી હોય છે, અને તેથી જગતનાં બધાં પ્રાણીઓના પ્રાથમિક અવાજો એકસરખા હોય છે. ધ્વનિઓ પેદા કરવા એ દરેક પ્રાણીબાળને મળેલી જન્મજાત દેન છે. બહેરાં બાળકો પણ અવાજો પેદા કરી શકે છે તે દર્શાવે છે કે ધ્વનિ નિષ્પન્ન કરવા તે સાંસ્કૃતિક બાબત કે સંસ્કૃતિદત્ત ઘટના નથી પરંતુ પ્રાકૃતિક કે આનુવંશિક ઘટના છે. અમુક પ્રકારનાં જીવજંતુઓ અને સાવ પ્રાથમિક અવસ્થા ધરાવતાં કોઈ જૂજ પ્રાણીઓને બાદ કરતાં આ જગતનાં બધાં પ્રાણી ધ્વનિઓ નિષ્પન્ન કરવાની આ પ્રાકૃતિક ઘટનાની મદદથી અવગમન વ્યવહાર કરે છે. કેટલાંક મધમાખી જેવાં જંતુઓ ધ્વનિઓ સિવાયના અન્ય માધ્યમની મદદથી અવગમન વ્યવહાર કરે છે અને અમુક પ્રકારનું મધ ધરાવતું ફૂલ કઈ દિશામાં, કેટલે અંતરે, કયા વળાંકો વળ્યા પછી છે તે વિશની માહિતી પાંખોના આવર્તનથી અન્ય બિરાદરોને પહોંચાડી શકે છે, એ સાચું છતાં મોટા ભાગનાં પ્રાણીઓ જેને આપણે પ્રાથમિક કહીએ એવો પ્રાથમિક અવગમન વ્યવહાર ધ્વનિઓની મદદથી કરે છે. આ ધ્વનિ વાગ્અવયવોની મદદથી નિષ્પન્ન થતા હોઈ તેમના અવગમન વ્યવહારને વાગ્વ્યવહાર પણ કહી શકાય. | ||
છતાં એ વાગ્વ્યવહાર કોઇ સંકુલ વ્યવસ્થારૂપે અસ્તિત્વ ધરાવતો ન હોવાથી તેને ભાષા ન કહી શકાય. અમુક ધ્વનિઓને અમુક પરિસ્થિતિઓ સાથે સાંકળવાની વ્યવસ્થા અલબત્ત, પ્રાણીઓના અવગમન વ્યવહારમાં પણ જોવા મળે છે પરંતુ તે વૃત્તિજન્ય વ્યવસ્થા છે. તેને વધુ ને વધુ સંકુલ રૂપ આપીને તેને વધુ ને વધુ અભિવ્યક્તિક્ષમ બનાવવાનું વલણ પ્રાણીઓમાં જણાતું નથી. | છતાં એ વાગ્વ્યવહાર કોઇ સંકુલ વ્યવસ્થારૂપે અસ્તિત્વ ધરાવતો ન હોવાથી તેને ભાષા ન કહી શકાય. અમુક ધ્વનિઓને અમુક પરિસ્થિતિઓ સાથે સાંકળવાની વ્યવસ્થા અલબત્ત, પ્રાણીઓના અવગમન વ્યવહારમાં પણ જોવા મળે છે પરંતુ તે વૃત્તિજન્ય વ્યવસ્થા છે. તેને વધુ ને વધુ સંકુલ રૂપ આપીને તેને વધુ ને વધુ અભિવ્યક્તિક્ષમ બનાવવાનું વલણ પ્રાણીઓમાં જણાતું નથી. | ||