અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ : નકલંકી ભજનો – બળવંત જાની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
કોઈ પણ એક પરંપરા ક્યારેય નષ્ટ થતી હોતી નથી, એ જીવંત રહે છે. જીવંત પરંપરા એ હકીકતે એના પ્રબળ અને વ્યાપક પ્રભાવની પરિચાયક છે. પરંપરા મોટે ભાગે જીવંત ત્યારે જ રહે જ્યારે એમાં વર્તમાન સમયને અનુકૂળ-અનુરૂપ તત્ત્વો ભળે, સ્વીકૃતિ મેળવે અને બદલાયેલું રૂપ મૂળ પરંપરા-પ્રવાહને જીવંત રાખે. ગિનાન રચનાની પરંપરા પીર પછી પણ નિજારી ઇસ્માઈલી ઇમામ શાહ પ્રેરિત સંતપંથીઓમાં પીર પદ ન ધરાવતા હોય એવા કર્તાઓ દ્વારા પરિવર્તિ રૂપે-સ્વરૂપે નકલંકી ભજન રૂપે પણ જીવંત પરંપરા તરીકે ચાલુ રહી. પરંતુ એ આપણા અભ્યાસનો વિષય ન બની અને ઈ.સ. ૧૯૪૭ના ભાગલા-વિભાજન પછી એ પરંપરા હિન્દુસ્તાનમાં જાણે લુપ્ત થઈ, એને પ્રોત્સાહન ન મળ્યું. પીર પછીની એ પરંપરા અહીં હિન્દુસ્તાનમાં-ભારતમાં ચાલુ હતી એનાં કેટલાંક પ્રમાણો અને દસ્તાવેજી સામગ્રી નકલંકી ભજનો રૂપે મને પ્રાપ્ત થયાં છે. આ નકલંકી ભજનોની વિષયસામગ્રી અવલોકતાં મને લાગે છે કે એ પરંપરા હકીકતે ગિનાન પરંપરાનું જ જીવંત સ્વરૂપ છે, પણ એનો ગિનાન સ્ટડીઝમાં કે નિજારી ઇસ્માઈલી-સતપંથ સ્ટડીઝમાં પણ સમાવેશ થયો જણાયો નથી. ઇસ્માઈલી ગિનાન ગરબી અને આખ્યાન જેવા કાવ્યપ્રકારોના માધ્યમથી રચાયાનાં પ્રમાણ પીર શમ્સની ‘ગરબીઓ’ અને ‘રાજા ગોવરચંદનો આખિયાન’ દ્વારા મળે છે. અહીં એ અંગેના પૂર્વાનુભવ રૂપી અનુભવમૂલક તથા દસ્તાવેજી આધારો પ્રાપ્ત કરીને પીર સિવાયના કર્તાઓ દ્વારા પણ ગિનાન પરંપરાની ભજન-પદ નામથી નકલંકી ભજન રચનાઓ રચાઈ છે એની વિગતો સ્થાપિત કરવાનો આશય છે, એ માટે મેં આ નિબંધને પાંચ ભાગમાં વિભાજિત કરેલ છે. પ્રથમ ભાગમાં આ વિષય સાથેનો મારો પૂર્વાનુભવ પરિકલ્પના સ્વરૂપે આલેખેલ છે. બીજા ભાગમાં ગિનાન સ્વરૂપનો પરિચય. ત્રીજા ભાગમાં જ્યાંથી મેં સામગ્રી પ્રાપ્ત કરી છે એ મૂળભૂત સંદર્ભ – સામગ્રીનો પરિચય કરાવ્યો છે. ચોથા ભાગમાં નમૂનારૂપ પંદર રચનાઓ સંપાદિત કરીને અને એનો અર્વાચીન ગુજરાતીમાં અનુવાદ કરીને પ્રસ્તુત કરેલ છે. પાંચમા ભાગમાં નકલંકી ભજનો ઇસ્માઈલી ગિનાનથી કેવી રીતે જુદા તરી આવે છે એ નિર્દેશીને નકલંકી ભજનની આગવી અનોખી એવી વિશિષ્ટ મુદ્રા પણ તારવી બતાવી છે. ઇસ્માઈલી ગિનાન પરંપરાની વિશિષ્ટ રચના તરીકેના સ્થાન-માન રૂપે નકલંકી ભજનો સ્થાપિત કરવાનો ઉપક્રમ છે.

આ વિશિષ્ટ પ્રકારના ગિનાનમાં-નકલંકી ભજનોમાં – કેન્દ્રસ્થાને નકલંકની છબી છે. દશ અવતારમાંના કલ્કી એ જ નકલંકી. એને અલી તરીકે પણ દર્શાવાયા છે. પીર દ્વારા રચાયેલા અનેક ગિનાનમાં પણ અલીનો – નકલંકનો નિર્દેશ જોવા મળે છે. એટલે અહીં અભ્યાસમાં આ ભજનોને નકલંકી ભજનો તરીકે ઓળખાવ્યાં છે. ગિનાન લિટરેચરના ઊંડા અભ્યાસી પ્રોફે. અલી આસાની ગિનાન સંદર્ભે લખે છે કે :

Typically, in ginans, such as a ‘classic’ Dasa avatara, the pirs, many of whom even took on local Indian names, represented themselves as guides who knew the whereabout of the awaited tenth Kalki avatara of Visnu. Through a process of mythopoesis, they created an ostensible correspondence between this Vausnava Hindu concept and the Ismaili concept of the imam. the tenth avatara of Visnu, renamed in the tradition as Nakalanki ‘the stainless one’, was indentified with ‘Ali, the first Shia imam.’૧
Typically, in ginans, such as a ‘classic’ Dasa avatara, the pirs, many of whom even took on local Indian names, represented themselves as guides who knew the whereabout of the awaited tenth Kalki avatara of Visnu. Through a process of mythopoesis, they created an ostensible correspondence between this Vausnava Hindu concept and the Ismaili concept of the imam. the tenth avatara of Visnu, renamed in the tradition as Nakalanki ‘the stainless one’, was indentified with ‘Ali, the first Shia imam.’૧ <ref>૧. ‘Devotional Literature in South Asia’, ed. R.S. Megregar, Cambridged University press, ૧૯૯૦, ‘The Ismaili Ginans as devotional Literature’, Artical by Ali S. Asani, Page-૧૦૨</ref>
<center>''': ૧ :'''</center>
<center>''': ૧ :'''</center>
<center>'''પૂર્વાનુભવ અને પરિકલ્પના :'''</center>

Line 21: Line 21:
મને યાદ છે કે ચાલીશ વર્ષ પૂર્વે કરાંચીથી નીમજી આણંદજી એમના પરિવાર સાથે અમારે ઘેર (કમળાપુર, તા. જસદણ, જિ. રાજકોટ) આવેલા. તેઓ તેમની સાથે સ્વાદિષ્ટ મીઠાઈ કરાંચીનો હલવો લાવેલા. એમની સાથે મારા દાદાજીની આંગળી પકડીને હું પણ કબ્રસ્તાન ગયેલો. ત્યાં ઘણી મહેનતને અંતે તેમણે એમના વડવાની કબર ખોળી કાઢેલી. પછી ‘ખાનેશ્વર મહાદેવ’, કમળાપુર - જૂનું નામ મોટી અણિયાળી, ખોજાખાનાને એક ખૂણે શિવમંદિરનું નામ ખાનેશ્વર મહાદેવ છે, ત્યાં ગયેલા. ત્યાં શ્રીફળ-હલવો મારા દાદાજીએ ધરાવેલ. ખોજાખાનું તો હવે કરશનભાઈ ઉકરડાભાઈ આહીરે ખરીદી લીધેલ હોઈને ત્યાં કશું કરવાનું ન હતું, પણ તેમ છતાં એ ભવ્ય ઇમારતની એમની સાથે મેં મુલાકાત લીધેલી. પછી અમારા ઘરની બિલકુલ પાછળ રહેતા રજબઅલી ધારશી પીરાણીને ઘેર તેઓ ગયેલા અને એક ઓરડામાં બાજોઠ, પાટલા પર કંઈક પોટલું છોડીને કશીક વિધિ કરતા અને ‘ગિનાન ગાઈએ’ એમ સાંભળેલું. ત્યાર બાદ સમૂહમાં ગવાતા સાંભળેલા ગિનાનના પડઘા હજુ કાનમાં ગુંજે છે.

રજબઅલી ધારશી ઊનના વેપારી. એમનાં પત્ની મણિમાએ તો મને સાવ નાનો હતો ત્યારે સાચવેલો. તેઓ મારા પિતાજીના પાકા સ્નેહી. એમના દીકરા સદરુદ્દીન, છોટુઅલી, અમીરઅલી મારા પણ ખાસ મિત્રો. અમે મેટ્રિક સુધી તો એકસાથે વાંચીને જ પરીક્ષા આપતા. સાથે જ ઊછરેલા એમ કહીએ તો ચાલે. હું નાનો હતો ત્યારે મારી બાની સાથે ‘હરણી રોજું’ પણ રહેલો.

અમારા ગામ કમળાપુરમાંથી અંદાજે બસો-ત્રણસો ખોજા કુટુંબો વિભાજન બાદ પાકિસ્તાન ચાલ્યાં ગયાં. અમારા પડોશમાં રહ્યું માત્ર ‘રજુબાપુ’નું કુટુંબ. અમે રજબઅલીભાઈને ‘રજુબાપુ’ સંબોધતા. અહીં કમળાપુરમાં બાકી રહેલા બે-ત્રણ પરિવારો શુક્રવારે સાંજે રજુબાપુને ત્યાં એકત્ર થતા હોય અને એમના ગિનાન સાંભળવાનું મોટે ભાગે મારે બનતું જ. અમને વારસાગત હસ્તપ્રતો અને જૂનાં પુસ્તકોનો શોખ, મારા દાદાજીને પણ જૂના ગ્રંથો સાચવવાનો, જાળવવાનો શોખ, અને પોતે હસ્તપ્રતોના લહિયા હતા એટલે અમારી પાસેના ગ્રંથભંડારમાં ગિનાનની જૂની ચોપડીઓ, ખોજા વૃત્તાંતની ચોપડી તથા દાદાજીની હાથપોથીમાં પણ ઘણાં ગિનાનની નકલ હતી. સંભવ છે કે સાંઠેક વર્ષ પૂર્વે અમારે ગામથી કરાંચી ચાલ્યા ગયેલા નિજારી-ઇસ્માઈલી ખોજા, ગુપ્તી ખોજા કે સતપંથીઓએ મારા દાદાજીને આ ચોપડીઓ આપી હોય. તેમની પાસેના આવા ગ્રંથોમાં એક ‘શ્રી નકલંક ભજન સંગ્રહ ભાગ-૧’ અને ‘શ્રી નકલંકશાસ્ત્ર ભાગ-૨’૨  નામના ગ્રંથો પણ છે. આ ગ્રંથોમાં પીરશમ્સ ઉપરાંત અન્ય પીરની રચનાઓ ગ્રંથસ્થ છે. ઉપરાંત ત્રિભોવન, હીરો, મનસુખ, લક્ષ્મણ, ત્રિકમ અને નાનો એવી નામછાપવાળી ૩૧૦ રચનાઓ છે. અહીં એ ગ્રંથોનો ટૂંકો પરિચય અને એમાંથી પસંદ કરેલી પંદરેક રચનાઓ પ્રસ્તુત કરીને આ રચયિતાઓ સંદર્ભે અને એ રચનાઓ સંદર્ભે મારો અભ્યાસ પ્રસ્તુત કરવાનો આશય છે. પરંતુ એ પૂર્વે આ નકલંકી ભજનો જે પરંપરાનાં છે એ ગિનાન પરંપરાનું પ્રયોજન અને સ્વરૂપનો પરિચય પ્રસ્તુત કરેલ છે.
અમારા ગામ કમળાપુરમાંથી અંદાજે બસો-ત્રણસો ખોજા કુટુંબો વિભાજન બાદ પાકિસ્તાન ચાલ્યાં ગયાં. અમારા પડોશમાં રહ્યું માત્ર ‘રજુબાપુ’નું કુટુંબ. અમે રજબઅલીભાઈને ‘રજુબાપુ’ સંબોધતા. અહીં કમળાપુરમાં બાકી રહેલા બે-ત્રણ પરિવારો શુક્રવારે સાંજે રજુબાપુને ત્યાં એકત્ર થતા હોય અને એમના ગિનાન સાંભળવાનું મોટે ભાગે મારે બનતું જ. અમને વારસાગત હસ્તપ્રતો અને જૂનાં પુસ્તકોનો શોખ, મારા દાદાજીને પણ જૂના ગ્રંથો સાચવવાનો, જાળવવાનો શોખ, અને પોતે હસ્તપ્રતોના લહિયા હતા એટલે અમારી પાસેના ગ્રંથભંડારમાં ગિનાનની જૂની ચોપડીઓ, ખોજા વૃત્તાંતની ચોપડી તથા દાદાજીની હાથપોથીમાં પણ ઘણાં ગિનાનની નકલ હતી. સંભવ છે કે સાંઠેક વર્ષ પૂર્વે અમારે ગામથી કરાંચી ચાલ્યા ગયેલા નિજારી-ઇસ્માઈલી ખોજા, ગુપ્તી ખોજા કે સતપંથીઓએ મારા દાદાજીને આ ચોપડીઓ આપી હોય. તેમની પાસેના આવા ગ્રંથોમાં એક ‘શ્રી નકલંક ભજન સંગ્રહ ભાગ-૧’ અને ‘શ્રી નકલંકશાસ્ત્ર ભાગ-૨’૨ <ref>૨. શ્રી નકલંક શાસ્ત્ર ભાગ-૨, પ્રકાશક નકલંક જ્ઞાન પ્રચારક મંડળ, મુંબઈ-અમદાવાદ (ઈ.સ. ૧૯૨૨)</ref> નામના ગ્રંથો પણ છે. આ ગ્રંથોમાં પીરશમ્સ ઉપરાંત અન્ય પીરની રચનાઓ ગ્રંથસ્થ છે. ઉપરાંત ત્રિભોવન, હીરો, મનસુખ, લક્ષ્મણ, ત્રિકમ અને નાનો એવી નામછાપવાળી ૩૧૦ રચનાઓ છે. અહીં એ ગ્રંથોનો ટૂંકો પરિચય અને એમાંથી પસંદ કરેલી પંદરેક રચનાઓ પ્રસ્તુત કરીને આ રચયિતાઓ સંદર્ભે અને એ રચનાઓ સંદર્ભે મારો અભ્યાસ પ્રસ્તુત કરવાનો આશય છે. પરંતુ એ પૂર્વે આ નકલંકી ભજનો જે પરંપરાનાં છે એ ગિનાન પરંપરાનું પ્રયોજન અને સ્વરૂપનો પરિચય પ્રસ્તુત કરેલ છે.
<center>''': ૨ :'''</center>
<center>''': ૨ :'''</center>
<center>'''ગિનાન રચના : પ્રયોજન અને પરંપરા :'''</center>

Line 27: Line 27:
‘આપણા પીરોએ હિન્દુસ્તાનમાં આવી અહીંની પ્રચલિત ધાર્મિક માન્યતાઓનો તેમ જ પ્રાચીન ધર્મશાસ્ત્રો અને ધાર્મિક સાહિત્યનો સંપૂર્ણપણે અભ્યાસ કરી, તેઓની માન્યતાઓને સહેજ પણ ઠેસ પહોંચાડ્યા વગર ઈસ્લામની દઆવત આપી ઝમાનાના ઇમામની શનાખત કરાવી. આ બોધ સચોટ અને સારી રીતે આપવા માટે પીરોએ “ગિનાનોની રચના કરી જે ૭૦૦ વરસોનો આપણો અમર વારસો છે.”

હિંદમાં જે ધાર્મિક છંદો અને ભજનો સવારના પ્રભાતિયા રૂપે તેમ જ સાંજના મંદિરોમાં થતી આરતી સમયે ગવાતાં તેમાં માત્ર ઈશ્વરની સ્તુતિ અને ગુણગાન જ નહોતાં, પરંતુ પ્રાચીન સમયથી ચાલી આવતી બોધકથાઓ અને ધર્મની જુદી જુદી વાતો પણ આવતી. આપણા પીરોએ આ બધી જ બાબતોનો બારીકાઈથી અભ્યાસ કરી ગિનાનો રચી ઇસ્માઈલી ધર્મની ફિલસૂફી સમજાવી એક અલ્લાહની સનાખતનો સાચો માર્ગ બતાવી આપણા વડવાઓને દીને હક-સતપંથની સમજણ આપી. જેઓ સત્ય શોધ કરી રહ્યા હતા, તેઓને આલે નબી ઔલાદે અલી-ઝમાનાના ઇમામની ઓળખ આપી તેમના શરણે રહેવા ઉપદેશ આપ્યો.

સમયના વહેણ સાથે સિંધ, ગુજરાત અને કચ્છમાં ઇસ્માઈલી ધર્મ ખૂબ જ ફેલાયો અને વધારે ને વધારે લોકોએ સતપંથ ધર્મનો સ્વીકાર કર્યો, જેમાં પીરો રચિત ગિનાનોએ ઘણો જ મોટો ભાગ ભજવ્યો. ગિનાનો રચવામાં પીરોએ અથાગ મહેનત લીધી હતી. તેમણે હિંદની પ્રચલિત પ્રાદેશિક ભાષાઓ અને માન્યતાઓનો અભ્યાસ કરી, લોકો સમજી શકે એવા ગિનાનો રચ્ચા.’૩ આગળ ઉપર ભજન સ્વરૂપના સમીપવર્તી અને હિંદુ સંસ્કૃતિથી અનુપ્રાણિત ગિનાનની વધુ સ્પષ્ટ ચર્ચા કરતા એ જ ગ્રંથમાં આલેખવામાં આવ્યું છે કે –
સમયના વહેણ સાથે સિંધ, ગુજરાત અને કચ્છમાં ઇસ્માઈલી ધર્મ ખૂબ જ ફેલાયો અને વધારે ને વધારે લોકોએ સતપંથ ધર્મનો સ્વીકાર કર્યો, જેમાં પીરો રચિત ગિનાનોએ ઘણો જ મોટો ભાગ ભજવ્યો. ગિનાનો રચવામાં પીરોએ અથાગ મહેનત લીધી હતી. તેમણે હિંદની પ્રચલિત પ્રાદેશિક ભાષાઓ અને માન્યતાઓનો અભ્યાસ કરી, લોકો સમજી શકે એવા ગિનાનો રચ્ચા.’૩ <ref>તાલિમે ઇસમાઇલિયા, પુસ્તક-૬, ‘આપણું ગિનાન સાહિત્ય’, પૃષ્ઠ : ૪, ૫ ઈસ્માઈલિયા એસોસિએશન ફોર ઇન્ડિયા (મુંબઈ) અમદાવાદ, આવૃત્તિ : બીજી (ઈ.સ. ૧૯૭૫)</ref> આગળ ઉપર ભજન સ્વરૂપના સમીપવર્તી અને હિંદુ સંસ્કૃતિથી અનુપ્રાણિત ગિનાનની વધુ સ્પષ્ટ ચર્ચા કરતા એ જ ગ્રંથમાં આલેખવામાં આવ્યું છે કે –
‘આપણા પીરોનો ઉદ્દેશ ધર્મબોધ આપવાનો હતો, સાહિત્યનો વિકાસ કે કોઈ ભાષાને સમૃદ્ધ કરવાનો નહોતો. આમ છતાં ગિનાનોની રચનાથી ધાર્મિક સાહિત્ય તો સમૃદ્ધ થયું જ. સામાન્ય લોકો પણ સમજી શકે અને ધર્મનાં ગહન રહસ્યો તેઓની સમજશક્તિની બહાર ન રહે એ માટે આપણાં પીરોએ તળપદી ભાષા (પ્રચલિત ગામઠી ભાષા)ના શબ્દોનો પણ ગિનાનોમાં ઉપયોગ કરી તમામ વર્ગના લોકો સુધી ઇસ્માઈલી સતપંથ મઝહબનો સંદેશ પહોંચાડ્યો.’૪
‘આપણા પીરોનો ઉદ્દેશ ધર્મબોધ આપવાનો હતો, સાહિત્યનો વિકાસ કે કોઈ ભાષાને સમૃદ્ધ કરવાનો નહોતો. આમ છતાં ગિનાનોની રચનાથી ધાર્મિક સાહિત્ય તો સમૃદ્ધ થયું જ. સામાન્ય લોકો પણ સમજી શકે અને ધર્મનાં ગહન રહસ્યો તેઓની સમજશક્તિની બહાર ન રહે એ માટે આપણાં પીરોએ તળપદી ભાષા (પ્રચલિત ગામઠી ભાષા)ના શબ્દોનો પણ ગિનાનોમાં ઉપયોગ કરી તમામ વર્ગના લોકો સુધી ઇસ્માઈલી સતપંથ મઝહબનો સંદેશ પહોંચાડ્યો.’૪ <ref>એજન, પૃષ્ઠ : ૬</ref>
પીર પરંપરાની સાથોસાથ સ્થાનિક રીતે મુખી - કામડિયા દ્વારા ગતમાં ધાર્મિક ક્રિયાઓ થતી હતી. આ અંગેની વિગતો પણ એ જ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. તદ્‌નુસાર –

‘આપણી સર્વે ધાર્મિક ક્રિયાઓ ગતમાં મુખી – કામડિયા દ્વારા અને તેઓ સમક્ષ થાય છે, જેમના સાથે વાદ-વિવાદ ન કરવા પણ ગિનાનોમાં શિહદાયત અપાઈ છે. આપણે જાણીએ છીએ તેમ મુખી - કામડિયા ઇમામના પ્રતિનિધિઓ છે અને તેમની નિમણૂક ઝમાનાના ઇમામ તરફથી કરવામાં આવે છે. તેઓ ઇમામ તરફથી ઇમામના પ્રતિનિધિ તરીકે નિમાતા હોવાથી તેઓ ઇમામ વતી બૈઅત લેવાનો, ખાનાવાદન બોલવાનો, જમાતની એક ઉમેદો અને ભલી ઇચ્છાઓ પૂર્ણ થાય તે માટે દુઆ કરવાનો, ધાર્મિક ક્રિયાઓ કરાવવાનો વગેરે અધિકાર ધરાવે છે અને ઇમામ તરફથી તેમને આવી વિશાળ સત્તાઓ મળી છે. લોકશાહી ધોરણે જો મુખી - કામડિયાની ચૂંટણી થાય તો તેઓ ઇમામના નહીં પણ જેમણે ચૂંટ્યા હોય તેના પ્રતિનિધિ ગણાય અને લોકોના પ્રતિનિધિ જે કબૂલ કરે તે ઇમામ કબૂલ કરવા બંધાયેલ નથી. આથી જ મુખી-કામડિયા ઇમામ નીમે છે કારણ તેઓ ઇમામ વતી જમાતનાં કાર્યો કરે છે અને ઇમામ તે સ્વીકારે છે.

Line 37: Line 37:
સરવે ગત ભેલી કરી, આવિયા રાજદ્વાર.
સરવે ગત ભેલી કરી, આવિયા રાજદ્વાર.
પીર શમ્સ (રેહ.)ના આ ગિનાન પરથી જાણી શકાય છે કે તેઓશ્રીએ ૭૦ જમાતખાનાંઓની સ્થાપના કરી હતી અને ૩૬૦ જેટલા અમલદારો નિમ્યા હતા.

પીર શમ્સ (રેહ.) રચિત એક બીજું ગિનાન “એજી ફરમાન કરી નરજી બોલીયા”માં પણ ગત જમાતની વિગત છે. હ. ઇમામ કાસમશાહ (અ.સ.) એ પીરને જમાતમાં જઈ કસોટી કરવા હુકમ કર્યો હતો જેમાંથી એક અંધ પાર ઉતર્યો હતો. આ પછી હ. ઇમામ કાસમશાહ (અ.સ.) એ જમાતને આબેશફાની નવાજેશ કરી હોવાની એ ગિનાનની હકીકત છે.૫
પીર શમ્સ (રેહ.) રચિત એક બીજું ગિનાન “એજી ફરમાન કરી નરજી બોલીયા”માં પણ ગત જમાતની વિગત છે. હ. ઇમામ કાસમશાહ (અ.સ.) એ પીરને જમાતમાં જઈ કસોટી કરવા હુકમ કર્યો હતો જેમાંથી એક અંધ પાર ઉતર્યો હતો. આ પછી હ. ઇમામ કાસમશાહ (અ.સ.) એ જમાતને આબેશફાની નવાજેશ કરી હોવાની એ ગિનાનની હકીકત છે.૫ <ref>એજન, પૃષ્ઠ : ૧૧૦-૧૧૨</ref>
આ વિગતો  ઉપરથી સમજાય છે કે પીર દ્વારા સ્થપાયેલા જમાતખાનાંમાં મુખી-કામડિયાઓની નિયુક્તિ થતી અને બધાં વિધિવિધાન તેઓ કરાવતા હતા. અહીં અભ્યાસ માટે પસંદ કરેલ તમામ રચનાઓના રચયિતાઓની નામછાપમાં ક્યાંય કર્તાના આવા મુખી કે કામડિયાના પદનો પરિચય પ્રાપ્ત થતો નથી. એટલે કદાચ ઇસ્માઈલી સતપંથી અને ગુપ્ત ખોજા પરંપરાના તેઓ હશે એમ કહી શકાય કારણ કે આ તમામ રચનાઓની વિષય સામગ્રી તો સંપૂર્ણતયા ઇસ્માઈલી ખોજા ગત પાટ પરંપરાની છે. નકલંકનો –અલીનો – નિર્દેશ તમામ રચનાઓમાં થયેલો છે. એના ઢાળ-ઢંગ-તાલ તત્કાલીન લોકપ્રિય તળપદી ગુજરાતીના છે. જ્યાં જ્યાં રાગની પંક્તિનો નિર્દેશ કરાયો છે તે જોતાં તો તત્કાલીન લોકગીત-ભજનોની એ પંક્તિ જણાય છે. આ કર્તાઓ જે તે પ્રદેશની વ્યક્તિ હોવાને કારણે પીર કરતાં પણ વિશેષ પ્રાદેશિકતા તેમની પ્રસંગોપાત્ત રચેલ રચનાઓમાં પ્રવેશી હોય એ સ્વાભાવિક છે. આમ સમાજનો અન્ય એક એવો વર્ગ કે જે સતપંથી અથવા ગુપ્ત રીતે પણ પીરકથિત ગિનાનથી, ઇસ્માઈલી સતપંથીથી પ્રભાવિત થઈને સર્જન તરફ વળ્યો હોવાનું અનુમાન થઈ શકે. આમ સતપંથી અથવા ગુપ્ત ખોજાઓની જે એક પરંપરા છે તેમના અથવા તેમનાથી પ્રભાવિત હોય તેમણે આ રચનાઓ રચી હોવાની સંભાવના નકારી શકાતી નથી.

ગિનાન પરંપરાના સ્વરૂપ પરિચય અને પ્રયોજન પરંપરાના અવલોકન પછી હવે રચનામાં જે ગ્રંથોમાંથી મળી છે એ ગ્રંથોનો ટૂંકો પરિચય મેળવીને પસંદ કરેલ રચનાઓનો અર્વાચીન ગુજરાતી અનુવાદ સાથે ઘનિષ્ઠ પરિચય મેળવીએ.

<center>''': ૩ :'''</center>
<center>''': ૩ :'''</center>
<center>'''નિજારી નકલંકી ભજનગ્રંથ : પરિચય અને પરીક્ષણ :'''</center>

નિજારી ઇસ્માઈલી ખોજાઓ - સતપંથીઓના પરંપરિત રૂપના જૂના ગિનાનના ગ્રંથોમાં ‘શ્રી નકલંકશાસ્ત્ર’નામના બે ભાગ પણ મહત્ત્વના છે. ‘નકલંકશાસ્ત્ર જ્ઞાન પ્રસારક મંડળ’, મુંબઈ-અમદાવાદ તરફથી ઈ.સ. ૧૯૨૧ અને ઈ.સ. ૧૯૨૨માં પ્રકાશિત આ બંને ગ્રંથો મને વિશિષ્ટ પ્રકારનું પ્રકાશન જણાયેલ છે. પ્રથમ ભાગનું નામ “શ્રી નકલંક ભજન સંગ્રહ”૬ છે. જ્યારે બીજા ભાગનું નામ “શ્રી નકલંકશાસ્ત્ર” છે. પ્રથમ ભાગમાં અંદાજે ૩૧૦ જેટલી રચનાઓ છે. આ રચનાઓના રચયિતાઓનાં નામ કૃતિના અંતે જ નામછાપ રૂપે હીરો, ત્રિભોવન, ત્રિકમ, લક્ષ્મણ, જીવણ મસ્તાન, પાંચો મકવાણો ઉર્ફે જીવણદાસ, મોરાર વગેરે પ્રાપ્ત થાય છે, એ રીતે પ્રથમ ભાગમાં નવ કર્તાઓની ૩૧૦ જેટલી રચનાઓ સંગૃહીત છે. કેટલીક રચનાઓ નીચે ‘ચકલાસી ગામે બોરસદનું મંડળ’ એવા ગામના ઉલ્લેખો પણ આવે છે. મુંબઈના શ્રી નકલંક જ્ઞાન પ્રસારક મંડળે ધ યુનિયન પ્રિન્ટિંગ પ્રેસ કંપની-લિમિટેડ, અમદાવાદમાં શાહ મોહનલાલ હિંમતલાલે આ ગ્રંથની ૨૦૦૦ નકલો છપાવેલી અને તેની કિંમત એક રૂપિયો નોંધાયેલ છે. પ્રગટકર્તાએ ગ્રંથના પ્રારંભે પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, ‘આ કળિયુગમાં દશમ પ્રગટ અવતાર શ્રી સુલતાન મહંમદ શાહ આગાખાનનાં ભજનો જે-જે ભક્તહૃદય વડે રચાયાં છે તે અમોને પ્રાપ્ત થયા મુજબ આ સંગ્રહમાં દાખલ કર્યા છે ને જે કેટલાંક બાકી રહ્યાં છે તે બીજા ભાગમાં પ્રગટ કરી કૃતાર્થ થઈશું.’ (પૃષ્ઠ-૪) નિવેદનમાં નોંધ્યું છે કે, ‘આ કાવ્યસંગ્રહ સતપંથના મહાન પીરોનાં જ્ઞાન (ગિનાન) વાંચીને તથા તેમના મુખની વાણીથી લાભ થયો તે ઉપરથી લેવામાં આવ્યો છે.’ (પૃષ્ઠ-૫)
નિજારી ઇસ્માઈલી ખોજાઓ - સતપંથીઓના પરંપરિત રૂપના જૂના ગિનાનના ગ્રંથોમાં ‘શ્રી નકલંકશાસ્ત્ર’નામના બે ભાગ પણ મહત્ત્વના છે. ‘નકલંકશાસ્ત્ર જ્ઞાન પ્રસારક મંડળ’, મુંબઈ-અમદાવાદ તરફથી ઈ.સ. ૧૯૨૧ અને ઈ.સ. ૧૯૨૨માં પ્રકાશિત આ બંને ગ્રંથો મને વિશિષ્ટ પ્રકારનું પ્રકાશન જણાયેલ છે. પ્રથમ ભાગનું નામ “શ્રી નકલંક ભજન સંગ્રહ”૬ <ref>‘શ્રી નકલંક ભજનસંગ્રહ ભાગ-૧’ : પ્રકાશક, નકલંક જ્ઞાન પ્રસારક મંડળ, (મુંબઈ) અમદાવાદ, આવૃત્તિ : ૧લી, (ઈ.સ. ૧૯૨૧)</ref> છે. જ્યારે બીજા ભાગનું નામ “શ્રી નકલંકશાસ્ત્ર” છે. પ્રથમ ભાગમાં અંદાજે ૩૧૦ જેટલી રચનાઓ છે. આ રચનાઓના રચયિતાઓનાં નામ કૃતિના અંતે જ નામછાપ રૂપે હીરો, ત્રિભોવન, ત્રિકમ, લક્ષ્મણ, જીવણ મસ્તાન, પાંચો મકવાણો ઉર્ફે જીવણદાસ, મોરાર વગેરે પ્રાપ્ત થાય છે, એ રીતે પ્રથમ ભાગમાં નવ કર્તાઓની ૩૧૦ જેટલી રચનાઓ સંગૃહીત છે. કેટલીક રચનાઓ નીચે ‘ચકલાસી ગામે બોરસદનું મંડળ’ એવા ગામના ઉલ્લેખો પણ આવે છે. મુંબઈના શ્રી નકલંક જ્ઞાન પ્રસારક મંડળે ધ યુનિયન પ્રિન્ટિંગ પ્રેસ કંપની-લિમિટેડ, અમદાવાદમાં શાહ મોહનલાલ હિંમતલાલે આ ગ્રંથની ૨૦૦૦ નકલો છપાવેલી અને તેની કિંમત એક રૂપિયો નોંધાયેલ છે. પ્રગટકર્તાએ ગ્રંથના પ્રારંભે પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, ‘આ કળિયુગમાં દશમ પ્રગટ અવતાર શ્રી સુલતાન મહંમદ શાહ આગાખાનનાં ભજનો જે-જે ભક્તહૃદય વડે રચાયાં છે તે અમોને પ્રાપ્ત થયા મુજબ આ સંગ્રહમાં દાખલ કર્યા છે ને જે કેટલાંક બાકી રહ્યાં છે તે બીજા ભાગમાં પ્રગટ કરી કૃતાર્થ થઈશું.’ (પૃષ્ઠ-૪) નિવેદનમાં નોંધ્યું છે કે, ‘આ કાવ્યસંગ્રહ સતપંથના મહાન પીરોનાં જ્ઞાન (ગિનાન) વાંચીને તથા તેમના મુખની વાણીથી લાભ થયો તે ઉપરથી લેવામાં આવ્યો છે.’ (પૃષ્ઠ-૫)
અહીં આરંભે મંગળાચરણ રૂપે ‘અલી ઓમ નકલંકને...., નમીએ, નમીએ, નિશદીન આ અલી નકલંકને’ એવું ગ્રંથ અર્પણ કાવ્ય મુકાયું છે. ત્યાર બાદ દેવાયત પંડિતનું આગમ નકલંકી ભજન મુકાયું છે. ત્યાર પછીના પૃષ્ઠ ઉપર અખા ભગતનું ભજન મુદ્રિત છે. ત્યાર બાદ પ્રકાશનાર્થે તૈયાર થઈ રહેલા અને પ્રકાશિત થનારા ‘વરતેજી’ નામછાપના કર્તાના સંગ્રહ ‘વરતેજી વિલાસ’ના આઠેક છપ્પાઓ જાહેરાત સ્વરૂપે ઉદાહરણ રૂપે ત્રણ પૃષ્ઠ સુધી છાપ્યા છે. ઘણા જૂના લોકો પાસેથી સાંભળ્યું છે કે, ઇસ્માઈલી સમાજના શ્રેષ્ઠી ભાવનગર પાસેના વરતેજના મૂળનિવાસી શ્રી વરતેજી શેઠ ઇસ્માઈલીઓમાં ભારે પ્રખ્યાત હતા, તેઓ આ ‘શ્રી નકલંક જ્ઞાન પ્રસારક મંડળ’ સાથે ભારે નિકટતાથી સંકળાયેલા હોવાનું જણાય છે. એટલે કદાચ એમના ગ્રંથની જાહેરાત અહીં આરંભે મુકાઈ છે. એમાંનો ચોથો છપ્પો અવલોકીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 55: Line 55:
એ પછી અનુક્રમણિકા નથી પણ પ્રારંભે નવેસરથી પૃષ્ઠાંક છે એમાં  

૧થી ૫૦ પૃષ્ઠ સુધીમાં હીરાકૃત કુલ ૧૦૦ રચનાઓ છે. પછી નવેસરથી કુલ પાછા પૃષ્ઠાંક છે જેનાં ૧થી ૧૨૪ પૃષ્ઠમાં પ્રારંભે ત્રિભોવનદાસકૃત કુલ ૧૩૧ રચનાઓ છે. ૧થી ૭૮ પૃષ્ઠ સુધી છે. પછી ૭૮થી ૮૩ પૃષ્ઠ સુધી પુનઃ હીરાકૃત સાત રચનાઓ છે. એ પછી મનસુખલાલકૃત ૯૨ પૃષ્ઠાંક સુધી સોળ રચનાઓ છે. પુનઃ ૯૭ પૃષ્ઠાંક સુધી ત્રિભોવનદાસની સાત રચનાઓ છે. એ પછી ૯૮થી ૧૧૭ સુધી લક્ષ્મણકૃત બાર રચનાઓ છે. પછી ૧૦૮ પૃષ્ઠાંક સુધી ત્રિકમકૃત ચાર રચનાઓ છે એમની ૧૧૦ પૃષ્ઠાંક સુધી મોરારકૃત ત્રણ રચનાઓ છે. અને એમાં નાનાકૃત અને બાપુસાહેબ કૃત એક એક રચના પણ છે. પછી ૧૧૨ પૃષ્ઠ સુધી જીવણ મસ્તાનની બે રચનાઓ છે. પુનઃ ત્રિકમકૃત બાવીસ રચનાઓ ૧૨૨ પૃષ્ઠાંક સુધી છે. એ પછી ૧૨૪ પૃષ્ઠાંક સુધી દાસ જીવણની ચાર રચનાઓ છે. આમ કુલ નવ કર્તાઓની મળીને કુલ ૩૧૦ રચનાઓ આ ગ્રંથમાં મુદ્રિત છે. આમાં ક્યાંક ભજન નિર્દેશ છે. ક્યાંક સ્તુતિ, છપ્પો, રેખતા કવાલી, ગરબો, આરતી, રાસડા એવાં ગુજરાતી કાવ્યપ્રકારોનાં નામકરણ પણ મુકાયાં છે.

બીજા ભાગના ગ્રંથનું શીર્ષક ‘શ્રી નકલંકશાસ્ત્ર’૭ છે અને પ્રગટકર્તા પણ શ્રી નકલંક જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ છે. ગ્રંથમાં પ્રારંભે પીર સદરુદીનની ‘નકલંક આરતી’ છે. ત્યારબાદ ‘દશ અવતાર’ છે. ત્યાર બાદ પીર શમ્સની ‘શ્લોકો મોટો’ અને પીર સદરુદીનની ‘શલોકો નાનો’, ‘આરાધ’, ‘વિનોદ’, ‘ગાયત્રી’, ‘સુરત સમાચાર’, ‘ગિરભાવલી’, ‘ચંદ્રભાણ’, ‘સુરભાણ’, અને ‘હસ્તીનાપુર વેલ’ જેવી રચનાઓ છે તથા ‘પીર શમ્સ’, ‘રાજા ગોવરચંદનું આખ્યાન’ અને ‘ચંદ્રભાણ’, ‘સુરભાણ’ રચના પ્રસ્તુત થઈ છે. ઉપરાંત હસનકબીર પીરકૃત ‘કાનિફા જોગીનો સંવાદ’ પણ છે. છેલ્લે પીર સદરુદીન કૃત ‘સો ક્રિયા’ અને શમ્સકૃત ‘ગુરુ પ્રકાશ’ જેવી રચનાઓ છે. આ અનુક્રમણિકાને આધારે ખ્યાલ આવે છે કે અહીં પીર શમ્સ અને પીર સદરુદીનની રચનાઓ વિશેષ છે. આ બધી રચનાઓ દીર્ઘ સ્વરૂપની છે. કેટલીક કથામૂલક છે તો કેટલીક તત્ત્વદર્શનમૂલક છે. આ રચનાઓમાંથી સતપંથના નાથપંથ સાથેના, શૈવ સાથેના સંદર્ભો પણ પ્રકાશમાં આવે છે તથા સૃષ્ટિ ઉત્પત્તિનું કથાનક પણ ધ્યાનાર્હ બની રહે છે. બીજી રીતે પણ આ બંને ગ્રંથો બહુ મહત્ત્વના છે. કારણ કે અહીં લઘુ સ્વરૂપના ગિનાન કરતાં દીર્ઘ સ્વરૂપની ગિનાન રચનાઓ દૃષ્ટિગોચર થાય છે. ઇસ્માઈલી સતપંથની સાધનાધારા અને સિદ્ધાંતોનો એમાંથી પરિચય મળી રહે છે. અહીં પ્રથમ ભાગમાંથી જ પાંચ કર્તાની કુલ પંદર રચનાઓ અભ્યાસ માટે પસંદ કરી છે. તેની યાદી અત્રે પ્રસ્તુત કરી છે. અહીં યાદીમાં પ્રથમ કર્તાનું નામ તેમ જ શીર્ષક કે પ્રથમ પંક્તિની સૂચિ અને પૃષ્ઠાંક જણાવ્યાં છે.
બીજા ભાગના ગ્રંથનું શીર્ષક ‘શ્રી નકલંકશાસ્ત્ર’૭ <ref>એજન, ક્રમાંક બે મુજબ.</ref> છે અને પ્રગટકર્તા પણ શ્રી નકલંક જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ છે. ગ્રંથમાં પ્રારંભે પીર સદરુદીનની ‘નકલંક આરતી’ છે. ત્યારબાદ ‘દશ અવતાર’ છે. ત્યાર બાદ પીર શમ્સની ‘શ્લોકો મોટો’ અને પીર સદરુદીનની ‘શલોકો નાનો’, ‘આરાધ’, ‘વિનોદ’, ‘ગાયત્રી’, ‘સુરત સમાચાર’, ‘ગિરભાવલી’, ‘ચંદ્રભાણ’, ‘સુરભાણ’, અને ‘હસ્તીનાપુર વેલ’ જેવી રચનાઓ છે તથા ‘પીર શમ્સ’, ‘રાજા ગોવરચંદનું આખ્યાન’ અને ‘ચંદ્રભાણ’, ‘સુરભાણ’ રચના પ્રસ્તુત થઈ છે. ઉપરાંત હસનકબીર પીરકૃત ‘કાનિફા જોગીનો સંવાદ’ પણ છે. છેલ્લે પીર સદરુદીન કૃત ‘સો ક્રિયા’ અને શમ્સકૃત ‘ગુરુ પ્રકાશ’ જેવી રચનાઓ છે. આ અનુક્રમણિકાને આધારે ખ્યાલ આવે છે કે અહીં પીર શમ્સ અને પીર સદરુદીનની રચનાઓ વિશેષ છે. આ બધી રચનાઓ દીર્ઘ સ્વરૂપની છે. કેટલીક કથામૂલક છે તો કેટલીક તત્ત્વદર્શનમૂલક છે. આ રચનાઓમાંથી સતપંથના નાથપંથ સાથેના, શૈવ સાથેના સંદર્ભો પણ પ્રકાશમાં આવે છે તથા સૃષ્ટિ ઉત્પત્તિનું કથાનક પણ ધ્યાનાર્હ બની રહે છે. બીજી રીતે પણ આ બંને ગ્રંથો બહુ મહત્ત્વના છે. કારણ કે અહીં લઘુ સ્વરૂપના ગિનાન કરતાં દીર્ઘ સ્વરૂપની ગિનાન રચનાઓ દૃષ્ટિગોચર થાય છે. ઇસ્માઈલી સતપંથની સાધનાધારા અને સિદ્ધાંતોનો એમાંથી પરિચય મળી રહે છે. અહીં પ્રથમ ભાગમાંથી જ પાંચ કર્તાની કુલ પંદર રચનાઓ અભ્યાસ માટે પસંદ કરી છે. તેની યાદી અત્રે પ્રસ્તુત કરી છે. અહીં યાદીમાં પ્રથમ કર્તાનું નામ તેમ જ શીર્ષક કે પ્રથમ પંક્તિની સૂચિ અને પૃષ્ઠાંક જણાવ્યાં છે.
<center>: ૪ :</center>
<center>: ૪ :</center>
<center>નકલંકી ભજનરચના અને ભાવવિશ્વ :</center>

Line 485: Line 485:
(૬) સંતવાણી પરંપરાથી અનુપ્રાણિત આ રચનાઓ કે કર્તાઓ ગુજરાતી સંતવાણીમાં ક્યાંય દૃષ્ટિગોચર થતા નથી. કોઈ ભજનસંગ્રહમાં પણ આ રચનાઓ ક્યાંય ઉલ્લેખાયેલી નથી. એમાં નિર્દેશાયેલા ઢાળ સંતવાણીના છે એમ ગિનાનના પણ છે. ‘સખી રે મહાપદ કેરી વાત’ એ ગિનાન ઢાળ ભજન રૂપે મહાપંથી વાણીમાં મળે છે. પણ આમાંની કોઈ રચના અન્ય ગિનાન માફક ભજનવાણીમાં ઉપલબ્ધ નથી. એ રીતે આ રચનાઓ માત્ર ને માત્ર અહીં જ મુદ્રિત છે. આઠ-નવ દાયકાથી પ્રચલિત આ રચનાઓ માત્ર સતપંથ કે ગુપ્તખોજા પૂરતી મર્યાદિત હશે અન્યથા આમાંની કોઈ રચનાને ઢાળ તરીકે પણ કોઈએ પ્રયોજી હોત. પણ આવાં ઉદાહરણો ગુજરાતી સંતવાણી પરંપરામાં મળતાં નથી.

પીરકૃત રચનાઓમાં મધ્યકાલીન ગુજરાતી પદ સંસ્કૃતિનું દર્શન થાય છે. જ્યારે આ પીરપદ સિવાયના કર્તાઓની રચનાઓમાં કંઠસ્થપરંપરાની તળપદી ગુજરાતી ભજન સંસ્કૃતિનું દર્શન થાય છે. ગુજરાતની તળપદી ભાષા-બોલી પ્રયોગો, માન્યતાઓ, અહીં નિહિત છે. એ રીતે આ બધી રચનાઓ નિજારી ઇસ્માઈલી સતપંથી કે ગુપ્તખોજા પરંપરાની હોવા ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક-સામાજિક અધ્યયનમાં પણ મહત્ત્વની કડી તરીકે ખપમાં લાગે તેમ છે. ઇસ્માઈલી ગિનાન સંદેશને, સતપંથી સંદેશને પાછળથી એમના અનુયાયીઓએ પોતાની ભાવનાને કેવી રીતે ઉદ્‌ઘાટિત કરી છે અને ઇસ્માઈલી ગિનાન સંદેશ કેવા આગવા રૂપે કેટલો વ્યાપકપણે પ્રસરેલો છે એનું ઉદાહરણ આ બધી નકલંકી ભજન રચનાઓ જણાય છે. એટલે મારે કહેવાનું થાય છે કે ગિનાનને મધ્યકાલીન ગુજરાતી પદપરંપરાના લંબાયેલા કાવ્યપ્રકાર તરીકે તથા આ સતપંથી પરંપરાની તમામ રચનાઓને કંઠસ્થ પરંપરાની ગુજરાતી સંતવાણીના આગવા ભજન કાવ્યપ્રકાર સંદર્ભે ઇસ્માઈલી ગિનાન પરંપરામાં અને ગુજરાતી ભજન પરંપરામાં પણ અભ્યાસમાં – સંશોધનમાં ઉમેરવાં જોઈએ, સ્થાપવાં જોઈએ.

અમદાવાદ
{{Poem2Close}}
૨૦૧૦
{{Right|અમદાવાદ, ૨૦૧૦<br>{{gap|1em}}(અહીં પ્રથમ પ્રકાશિત)}}
(અહીં પ્રથમ પ્રકાશિત)
 
Notes :
Notes :
૧. ‘Devotional Literature in South Asia’, ed. R.S. Megregar, Cambridged University press, ૧૯૯૦, ‘The Ismaili Ginans as devotional Literature’, Artical by Ali S. Asani, Page-૧૦૨

Line 496: Line 496:
૬. ‘શ્રી નકલંક ભજનસંગ્રહ ભાગ-૧’ : પ્રકાશક, નકલંક જ્ઞાન પ્રસારક મંડળ, (મુંબઈ) અમદાવાદ, આવૃત્તિ : ૧લી, (ઈ.સ. ૧૯૨૧)

૭. એજન, ક્રમાંક બે મુજબ.
૭. એજન, ક્રમાંક બે મુજબ.
{{Poem2Close}}
 
{{Right|૨૦૦૪, ઊંઝા<br>{{gap|1em}}(અધીત ૨૪)}}
<br><br>
<br><br>
{{HeaderNav
{{HeaderNav

Navigation menu