2,674
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની નવલકથા ‘કુંતી’ એક સત્યકથા આધારિત સામાજિક નવલકથા છે અને તેમની સૌથી યશોદાયી કૃતિ છે. ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયા પછી તેનું પુસ્તકરૂપે પ્રથમ વાર બે ભાગમાં પ્રકાશન માર્ચ, ૧૯૯૧માં આર. આર. શેઠની કંપની દ્વારા થયું. એ પછી તેની છઠ્ઠી આવૃત્તિ ૨૦૧૨માં થઈ, જે સંયુક્ત છે. | વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની નવલકથા ‘કુંતી’ એક સત્યકથા આધારિત સામાજિક નવલકથા છે અને તેમની સૌથી યશોદાયી કૃતિ છે. ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયા પછી તેનું પુસ્તકરૂપે પ્રથમ વાર બે ભાગમાં પ્રકાશન માર્ચ, ૧૯૯૧માં આર. આર. શેઠની કંપની દ્વારા થયું. એ પછી તેની છઠ્ઠી આવૃત્તિ ૨૦૧૨માં થઈ, જે સંયુક્ત છે. | ||
૬ જુલાઈ, ૧૯૩૮ના રોજ જેતપુર (સૌરાષ્ટ્ર)માં જન્મેલા લેખક રજનીકુમાર પંડ્યા કૉમર્સના સ્નાતક છે. શરૂઆતમાં ઑડિટર તરીકેની સરકારી નોકરી અને પછી ‘વિજયા બૅન્ક’ના મૅનેજરપદે રહ્યા પછી તેમણે નોકરી છોડી અને પૂર્ણ સમયના લેખનને અપનાવ્યું. તેમની મૂળભૂત રુચિ નવલિકાલેખનની હતી, પણ તેમણે પહેલવહેલું કટારલેખન ‘સંદેશ’માં ‘ઝબકાર’ નામની કટારથી કર્યું. વિવિધ વ્યક્તિઓનાં વ્યક્તિચિત્રોના તેમના આલેખનમાં વાર્તાનો સંસ્પર્શ ભળતાં આ કટાર ખૂબ લોકપ્રિય બની. તેમની ઘણી વાર્તાઓ અને નવલકથાઓ નાટક કે ટી.વી. ધારાવાહિકમાં રૂપાંતરિત થયેલી છે. સાહિત્યસર્જનના ક્ષેત્રે ગુજરાતી સાહિત્ય અકાદમીના મહત્તમ મળી શકનારા પાંચ એવોર્ડ તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના બે એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ‘કુમાર’ માસિકમાંની તેમની શ્રેણી ‘ફિલ્માકાશ’ માટે તેમને ‘કુમાર સુવર્ણચંદ્રક’ એનાયત થયેલો છે. કોલકાતાના રાષ્ટ્રીય કક્ષાના અખબાર ‘સ્ટેટ્સમેન’ના એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે. ગુજરાત સરકારના સર્વશ્રેષ્ઠ બે એવોર્ડ તેમજ ‘દૈનિક અખબાર સંઘ’ના પણ બે એવોર્ડ તેમને પ્રાપ્ત થયેલા છે. અગાઉ ‘કોઈ પૂછે તો કહેજો’ નવલકથા લખી ચૂકેલા રજનીકુમારને ‘કુંતી’ નવલકથા દ્વારા અપાર ખ્યાતિ મળી. | ૬ જુલાઈ, ૧૯૩૮ના રોજ જેતપુર (સૌરાષ્ટ્ર)માં જન્મેલા લેખક રજનીકુમાર પંડ્યા કૉમર્સના સ્નાતક છે. શરૂઆતમાં ઑડિટર તરીકેની સરકારી નોકરી અને પછી ‘વિજયા બૅન્ક’ના મૅનેજરપદે રહ્યા પછી તેમણે નોકરી છોડી અને પૂર્ણ સમયના લેખનને અપનાવ્યું. તેમની મૂળભૂત રુચિ નવલિકાલેખનની હતી, પણ તેમણે પહેલવહેલું કટારલેખન ‘સંદેશ’માં ‘ઝબકાર’ નામની કટારથી કર્યું. વિવિધ વ્યક્તિઓનાં વ્યક્તિચિત્રોના તેમના આલેખનમાં વાર્તાનો સંસ્પર્શ ભળતાં આ કટાર ખૂબ લોકપ્રિય બની. તેમની ઘણી વાર્તાઓ અને નવલકથાઓ નાટક કે ટી.વી. ધારાવાહિકમાં રૂપાંતરિત થયેલી છે. સાહિત્યસર્જનના ક્ષેત્રે ગુજરાતી સાહિત્ય અકાદમીના મહત્તમ મળી શકનારા પાંચ એવોર્ડ તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના બે એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ‘કુમાર’ માસિકમાંની તેમની શ્રેણી ‘ફિલ્માકાશ’ માટે તેમને ‘કુમાર સુવર્ણચંદ્રક’ એનાયત થયેલો છે. કોલકાતાના રાષ્ટ્રીય કક્ષાના અખબાર ‘સ્ટેટ્સમેન’ના એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે. ગુજરાત સરકારના સર્વશ્રેષ્ઠ બે એવોર્ડ તેમજ ‘દૈનિક અખબાર સંઘ’ના પણ બે એવોર્ડ તેમને પ્રાપ્ત થયેલા છે. અગાઉ ‘કોઈ પૂછે તો કહેજો’ નવલકથા લખી ચૂકેલા રજનીકુમારને ‘કુંતી’ નવલકથા દ્વારા અપાર ખ્યાતિ મળી. | ||
જે કથાબીજ પર ‘કુંતી’ આધારિત છે | જે કથાબીજ પર ‘કુંતી’ આધારિત છે એની પણ એટલી જ રોચક અને નક્કર હકીકત છે. ગુજરાતમાં વસતી, આર્થિક રીતે તદ્દન નબળા વર્ગની એક યુવતી, ત્રીસ વર્ષ પહેલાં પોતાની કુંવારી અવસ્થામાં એક પુત્રને જન્મ આપે છે. એ પુત્ર માત્ર ૧૧ મહિનાનો હતો ત્યારે પોતાની મરજી વગર સ્વીડનના એક વિદેશી દંપતિને દત્તક અપાય છે. પોતાના હવે 30 વર્ષના થઇ ગયેલા એ સંતાનને માતા એક વાર મળવાની ઝંખના સેવે છે અને એની પરિપૂર્તિ માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઇથી માંડીને બીજાં અનેક ક્ષેત્રના મોટા માથાંઓનો સંપર્ક કરે છે. બધેથી નિષ્ફળતા સાંપડતાં આખરે તે લેખક રજનીકુમારને મળે છે. તેઓ ‘ચિત્રલેખા’ના તત્કાલીન તંત્રી હરકિસન મહેતાનો સંપર્ક કરે છે. હરકિસનભાઈ સ્વીડનમાં વસતા એક ગુજરાતી વાચક સાથે લેખકનો પરિચય કરાવી આપે છે. સંદેશા વ્યવહારનાં સાધનો સાવ ટાંચા હતા અને ઈન્ટરનેટ જેવું કંઇ જ નહોતું એવા એ દિવસોમાં પણ લેખક સ્વીડનમાં રહેતા એ વાચક સાથે સતત સંપર્ક દ્વારા એ પુત્રનો મહામહેનતે પત્તો મેળવે છે. માતા માટે પૂરતી આર્થિક વ્યવસ્થા અન્યત્રથી જોગવી આપીને પાસપોર્ટ, વીઝા વગેરેની તમામ વ્યવસ્થા કરાવી આપીને તેને સ્વીડન મોકલ્યે જ પાર કરે છે. અનેકવિધ કોઠા વીંધ્યા પછી લેખકના ભગીરથ પ્રયત્નોના પરિણામસ્વરૂપ એ માતાપુત્રનું મિલન થાય છે. આ વાસ્તવિક કથાબીજ પ્રગટાવવામાં લેખક જાતે સહભાગી બને એ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. આખા ઘટનાચક્રને પાર કર્યા પછી એ નક્કર હકીકતો ઉપરથી કોઈ દસ્તાવેજી નહીં, પણ વાસ્તવિક જગતના અનેક પાત્રો, સ્થળવિશેષો કે બનેલી સ્થૂળ ઘટનાઓને ગાળી નાખીને લેખકે એક નવી જ કલ્પનોત્થ નવલકથાનું સર્જન કર્યું છે. | ||
આ વાતનો આધાર લઈને નવલકથા લખવામાં આટલી મુખ્ય કથા અને પાત્રની સમાંતરે અનેક પાત્રો અને તેમની સૃષ્ટિનું સર્જન લેખકે કર્યું છે. તેમાં તીવ્ર માતૃઝંખનાને વાચા આપવામાં આવી છે. માનવમનના અતળ ઊંડાણમાં ચાલતા પ્રવાહોનું આલેખન કરવામાં નિપુણ એવા લેખકે આ નવલકથામાં પણ અનેક યાદગાર પાત્રો સર્જ્યાં છે. એ વિવિધ પાત્રોની મનોસૃષ્ટિની ઝાંખી વાચકને સુપેરે થાય છે, પણ સમગ્રપણે જોતાં માનવના મનમાં રહેલી મૂળભૂત સારપ આખી નવલકથામાં આંતરપ્રવાહરૂપે વહેતો અનુભવી શકાય છે. | આ વાતનો આધાર લઈને નવલકથા લખવામાં આટલી મુખ્ય કથા અને પાત્રની સમાંતરે અનેક પાત્રો અને તેમની સૃષ્ટિનું સર્જન લેખકે કર્યું છે. તેમાં તીવ્ર માતૃઝંખનાને વાચા આપવામાં આવી છે. માનવમનના અતળ ઊંડાણમાં ચાલતા પ્રવાહોનું આલેખન કરવામાં નિપુણ એવા લેખકે આ નવલકથામાં પણ અનેક યાદગાર પાત્રો સર્જ્યાં છે. એ વિવિધ પાત્રોની મનોસૃષ્ટિની ઝાંખી વાચકને સુપેરે થાય છે, પણ સમગ્રપણે જોતાં માનવના મનમાં રહેલી મૂળભૂત સારપ આખી નવલકથામાં આંતરપ્રવાહરૂપે વહેતો અનુભવી શકાય છે. | ||
દેખીતી રીતે ખરાબ જણાતાં પાત્રો પણ સંજોગોને કારણે એવાં બન્યાં છે અને તેમનામાં રહેલી સારપ હજી જળવાયેલી છે એ દર્શાવવાનો લેખકનો પ્રયત્ન તદ્દન સાહજિક લાગે છે. દરેક પાત્ર કથાપ્રવાહ આગળ વધવાની સાથેસાથે ઉત્ક્રાંત થતું રહે છે. | દેખીતી રીતે ખરાબ જણાતાં પાત્રો પણ સંજોગોને કારણે એવાં બન્યાં છે અને તેમનામાં રહેલી સારપ હજી જળવાયેલી છે એ દર્શાવવાનો લેખકનો પ્રયત્ન તદ્દન સાહજિક લાગે છે. દરેક પાત્ર કથાપ્રવાહ આગળ વધવાની સાથેસાથે ઉત્ક્રાંત થતું રહે છે. |