ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. નગાધિરાજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 1: Line 1:

{{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|'''૮'''
'''કાલેલકર [દત્તાત્રેય કાલેલકર]'''

{{color|DeepSkyBlue|'''૧. નગાધિરાજ'''}}}}}}

Line 16: Line 17:

{{Poem2Open}}
{{Poem2Open}}

વિદેશ રહેતા મનુષ્યમાત્રમાં પોતાની જન્મભૂમિનું સ્મરણ, જન્મભૂમિનો વિરહ અને જન્મભૂમિએ પાછા પહોંચી જવાની ઇચ્છા નિત્ય જાગ્રત હોય છે જ. હિંદુસ્તાનની જબરી શહેનશાહી મળી અને મીઠી અમૃત જેવી કેરી ખાવાને મળી છતાં બાબરને મધ્ય એશિયાનાં એનાં તડબૂચ વારંવાર યાદ આવતાં. અને જન્મભૂમિનાં દર્શન જીવતાં એના ભાગ્યમાં ન હોય તોપણ અંતે તેનાં હાડકાં તો એ જન્મભૂમિમાં જ જઈને પડે એવી એની ઇચ્છા રહી. હિંદુસ્તાનમાં આવીને નવાબી ઠાઠમાં રહેનાર અંગ્રેજને પણ છ માસની રજા લઈને સ્વદેશ જઈ આવ્યા વિના ચેન પડતું નથી. આવી જ જાતની કંઈક ઉત્કંઠા હિંદુ લોકના મનમાં હિમાલયને વિષે છે. ઇતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિંદુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ રાષ્ટ્રહૃદયમાં વસતી પ્રેરણાને જો કંઈ ઐતિહાસિક મહત્ત્વ હોય, તો હિમાલય એ જ આપણું આર્યનું આદ્યસ્થાન છે. રાય હો કે રંક, વૃદ્ધ હો કે યુવા, પુરુષ હો કે સ્ત્રી, પ્રત્યેકને લાગે છે કે આયુષ્યમાં વધુ નહીં તો એક જ વાર, પણ હિમાલયનાં દર્શન કરીએ. હિમાલયનાં અમૃતજળનો આસ્વાદ લઈએ, હિમાલયની એકાદ વિશાળ શિલાની ઉપર બેસીને ક્ષણભર ઈશ્વરનું ધ્યાન ધરીએ. જિંદગીનાં કરવાનાં તેટલાં કાર્યો સમેટાઈ જાય, ઇંદ્રિયોની બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય, જીર્ણ દેહ અને બાકી રહેલું આયુષ્ય ભારરૂપ લાગવા માંડે, એટલે પછી આ દુનિયારૂપ પારકા ઘરમાં પડ્યા ન રહેતાં સ્વગૃહે જઈને જ મરીએ. આવા ઉદ્દેશથી કેટલાયે હિંદુઓ અન્નજળનો ત્યાગ કરીને દેહ પડે ત્યાં લગી હિમાલયમાં ઈશાન દિશા તરફ ચાલ ચાલ કરે છે. આપણા શાસ્ત્રકારો આ જ માર્ગ લખી ગયા છે. કોઈ રાજાનું રાજપાટ ગયું કે તે જશે હિમાલયમાં. ભર્તૃહરિ સરખાને ચાહે તેવડો વૈરાગ્ય ઊપજ્યો, પણ તેનેય હિમાલયને વિષેનો અનુરાગ એક અણુમાત્ર પણ ઘટવાનો નહીં. ઊલટો એનો અનુરાગ વધારે ને વધારે ચડતો જશે. કોઈક વેપારીને દેવાળું કાઢવા વખત આવ્યો, કોઈ સોદાગરનું સર્વસ્વ સમુદ્રમાં ડૂબી ગયું, કોઈની સ્ત્રી કુલટા નીવડી, કોઈની પ્રજા ઊધળી ગઈ, કોઈને કંઈ રાજકીય કે સામાજિક સંકટ માથે આવી પડ્યું, કોઈને પોતાના અધઃપાતને લીધે સમાજમાં મોં બતાવવા સરખું ન રહ્યું, – કોઈ પણ અવસ્થામાં આસ્તિક હિંદુ આપઘાત નહીં કરે. પરમ દયાળુ મહાદેવ ઉપર હિંદુને જેટલી શ્રદ્ધા છે તેટલી જ અટળ શ્રદ્ધા તેને હિમાલય ઉપર છે. પશુપતિનાથની જેમ હિમાલય પણ અશરણશરણ છે. રાષ્ટ્રોદ્ધારનું ચિંતન ચંદ્રગુપ્તે હિમાલયમાં જઈને જ કર્યું હતું. સમર્થ રામદાસ સ્વામીને પણ રાષ્ટ્રોદ્ધાર કરવાની શક્તિ બજરંગ બલી રામદૂત પાસેથી હિમાલયમાં જ પ્રાપ્ત થઈ હતી. હિંદુ ધર્મનું રહસ્ય અનાયાસે પ્રગટ થાય એવું પૃથ્વીની સપાટી ઉપર કોઈ સ્થાન હોય તો તે હિમાલય જ છે. શ્રી વેદવ્યાસે પોતાનો ગ્રંથસાગર હિમાલયને ખોળે બેસીને રચ્યો હતો. શ્રીમત્ શંકરાચાર્યે એમની વિશ્વવિખ્યાત પ્રસ્થાનત્રયી હિમાલયમાં જ લખી કાઢી હતી. અને સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થ પણ સનાતન ધર્મનાં તત્ત્વો આધુનિક જમાનાને કેવી રીતે લાગુ કરવાં એના વિચાર હિમાલયમાં જ કર્યા હતા.”* (ગાંધીજીએ પોતાના ગીતાનો અનુવાદ— અનાસક્તિયોગ (નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ–૧૪) પણ હિમાલયમાં જ પુરો કર્યો એનું અહીં સ્મરણ થયા વગર રહે નહીં.) હિમાલય — આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, – પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષોઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિકુલગુરુએ એ ‘દેવતાત્મા નગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વ દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે. છેક બચપણથી હિમાલયનું નામ આપણે સાંભળતા આવ્યા છીએ. બાલવાર્તા, બાલગીત, પ્રવાસ કે યાત્રાવર્ણન, ઇતિહાસ કે પુરાણ, ગમે ત્યાં જુઓ, બધે અંતિમ આશ્રય તો હિમાલયને વિષે જ મળવાનો. નાનપણથી જે આદર્શ રમણીય સ્થાન કલ્પનાસૃષ્ટિમાં આવ્યું હશે તે હિમાલયમાંથી જે કલ્પાયું હોવાનું.

Navigation menu